SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પણ છીએ. પર્યાયમાં મૂંઝાવું તે મોહના પ્રકાર છે. ચૈતન્યમાં સ્થિર થવું તે પરમધર્મ છે. ગુરુ ભગવંત ! હું પ્રતિબોધ પામ્યો. હવે મને કોઈ નિરાધારતા, શોક, શૂન્યતા નથી. આપ તો મને શૂન્યમાંથી પૂર્ણમાં લઈ ગયા. પ્રભુ! ધન્ય બન્યો, કૃતપુણ્ય બન્યો ! પ્રભુ ! મહાભાગ્યવાન બન્યો ! પૂ. ગુરુ મહારાજના પલટાયેલા પર્યાય (કાળધર્મ)ની પરિસ્થિતિના અંધકારમાં અટવાતા શિષ્ય સમક્ષ સ્વયં પ્રગટ થઈ ધર્મ બોધ કરાવનાર સદ્ગુરુના ચરણમાં કોટિ કોટિ વંદના. વિરહની વેદનામાં વ્યથિતને ઇષ્ટનો મેળાપ કરાવનાર ગીરનારજીની યોગભૂમિને કોટિ કોટિ વંદના. જીવ માત્રનું આકર્ષણ કરી પોતાનામાં સમાવી લેનાર સદ્ગુરુ સદા જયવંતા વર્તે છે. ગીરનાર મંડન તીર્થાધિપતિ કરુણાસાગર નેમનાથ ભગવાનની મહાકરુણાને સદા વંદના હો! સદ્ગુરુ કદી તોડવાનું કાર્ય કરતા નથી, જોડવાનું જ કાર્ય કરે છે; પરંતુ જોડતાં પહેલાં મોહની ગ્રન્થીને તોડી નાંખે અને શાશ્વત રૂપે આત્માનું આત્મામાં જોડાણ કરે છે. સદ્ગુરુ સદા જયવંતા વર્તો ! ગુરુ તત્ત્વ સદા જયવંતુ વર્ષો ! ગુરુનો મેળાપ કરાવનાર જૈન શાસન સદા જયવંતુ વર્ષો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy