SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અનુકૂળ છે. નવકાર તો સર્વ સમયે ગણવાનો હોય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજબ સમજવું. જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કોઈને એપોઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપોઈન્ટમેન્ટ અપાઈ ગયેલી હોય છે. Appointment with Most High. આ રીતે અમુક ચોક્કસ આસને અને મુદ્રાએ, ચોક્કસ જગ્યાએ, ચોકકસ સંખ્યામાં, ચોક્કસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશિચત આરાધનાના સ્થાને બીજી કોઈ વ્યક્તિ આરાધના કરવા બેસે તો તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મૂશ્નો ભૂક્કો સંવિને, તિવાસ્તવને (પંચસૂત્ર) અંક્લેશ હોય ત્યારે નવકાર વારંવાર જપવો, સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ અવશ્ય જપવો. ઉપયોગ જોડવા પૂર્વકની પ્રત્યેક ક્રિયા ધ્યાન રૂપ બને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયોગ કરવા. જાપ - પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શંખાવ, નંદ્યાવર્ત આદિથી, અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરોની ધારણાથી કરવો. અક્ષરોની ધારણાનો અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે. અક્ષરો જોવાની પ્રથમ રીત મહમંત્રોના અક્ષરો સાથે આપણા ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરોવાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું. એક વખત અડસઠ અક્ષરો વંચાય ત્યારે એક જાપ થયો ગણાય. અક્ષરો વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હોય તે અક્ષર ઉપર જ દૃષ્ટિનો ઉપયોગ પણ રાખવો, કારણ કે આપણને આ મહામંત્ર બાલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલો હોવાથી અતિપરિચિત બનેલો હોય છે. તેથી દૃષ્ટિનો ઉપયોગ ન વાંચતી વખતો ન ઉપર મો વાંચતી વખતે રા' ઉપર, અને ' વાંચતી વખતે રિ ઉપર, રિ વાંચતી વખતે ત ઉપર, અને તા' વાંચતી વખતે ઉપર, એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy