________________
૬૪
મહા સૂરિમંત્રને જપનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન :
તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ ભ્રાતા રે.
તપ અને સ્વાધ્યાયમાં સદા ૨કત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે ઉપાધ્યાય બને છે.
વીર જિનેશ્વર૦
સાધુપદનું ધ્યાન :
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે વિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મૂંડે શું લોચે રે.
વીર જિનેશ્વર૦
જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ, દુઃખ અનુભવતા નથી, તેવા સમત્વભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપે સાધુ બને છે. સમ્યગ્દર્શન :
શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે.
વીર જિનેશ્વર૦ મોહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના ક્ષયોપશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આદિ ગુણો પ્રગટ થાય છે. આવો આત્મા તે સમ્યગ્દર્શન છે.
સમ્યજ્ઞાન :
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમં તસ થાય રે;
તો હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે.
Jain Education International
For Private & Personal Use Only
વીર જિનેશ્વર૦
www.jainelibrary.org