SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ - B પરમરસ ભીનો હારો, નિપુણ નગીનો હારો. પ્રભુ મારા પ્રાણાધારા હો. (મોહન વિજ્ય) એક દિન મારા પ્રિયતમે “મનમોહન જીનવરજી મુજને અનુભવ પ્યાલો દીધો રે” પુર્ણાનંદ અક્ષય અવિચલ રસ ભકિત. (દેવચંદ્રજી) અમૃતરસનો પ્યાલો પીધો એન હું અજર અમર બની ગયી. આ ભકત અને ભગવાનના પ્રણયમાં ભકત અને ભગવાનના અભેદ મિલનરૂપ ગોપી અને કૃષ્ણની રાસલીલામાં પ્રિયતમ (ભગવાન) અને પ્રિયતમા : (ભકત) ના મધુરમિલનમાં હું ત્રિકાળનું ભાન ભૂલી ગયી. પિયુ પિયુ કરી તમને ક્યું હું ચાતક તુમ મેહ, આવો ચતુર સુખ ભોગી જે વાત એતે અભોગી, મનના માન્યા... (હ૦ યશોવિજ્ય મહારાજ) શું જામ્યો છે પ્રેમરસનો આસ્વાદ ! શું બન્યો છે મધુર મિલનનો રસરાજ ! શું અભેદની ધારે ઉપયોગીની રસરાજે ! ઉપયોગવીર્ય ની એકાગ્રતાની મધુરધારાએ. મધુર પરમાનંદનો રસસ્વાદ માણતાં માણતાં કાળ ઘણો વીતી ગયો.... પણ પ્રેમરસનો ભંડાર અખૂટ ! “ખુટે નહિ કદાપિ તારા પ્રેમનો ખજાનો” સત્યમ્ શિવમ્ સુંદરમ્ ની અમૃત મિઠાશમાં અમે ખોવાયેલા રહેતા ...... અભેદ મિલનની રસધારા અને ગાઢ આલિંગનના અમૃતનો આસ્વાદ અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગાકાર આત્માનો દિવ્ય પ્રણય એ રોજની ઘટના બની ગયી. વૃક્ષ ઉપર ક્રીડાકંદમાં એક બીજામાં સમાઇ ગયેલા પંખી ઉપર નજર પડી પારધિની. મૃત્યુરૂપી પારધિએ ધનુષ્યની દોરી ખેંચી અને કર્યો ટંકાર કામઠામાં પરોવ્યું તીર અને છોડયું જોરથી..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy