________________
ર૭૮ વિરમે તે સ્થિત પ્રજ્ઞતા છે. જ્ઞાન પ્રાપ્તિમાં વિબકારી ત્રણ એષણા છે. તેમાં લોકેષણાનો ત્યાગ દુષ્કર છે. આત્મા - અનાત્મા, ઇશ્વર - સંસાર પરસ્પર વિરુદ્ધ છે. એક જગ્યાએ પ્રેમ હોય તો બીજી જગ્યાએ ઉદાસીનતા છે. અનાત્મ વસ્તુમાં વિરાગ - અનાસકિત થાય એટલે શાશ્વત પર પ્રેમ આપોઆપ ઉદય પામે. જ્ઞાનીમી કામનાના સંપૂર્ણ ત્યાગની આવશ્યકતા છે. સુખ - દુઃખ, રાગ - દ્વેષ, ભય - શોક રહિત સર્વ ઈન્દ્રિયોને કાચબાની જેમ સંકોચી, અંતર્મુખ કરી લેવા સમર્થ હોય તે સ્થિતપ્રજ્ઞ છે. જેને સ્વસ્વરૂપ અનુભૂતિ હોય તેને સુખ - દુઃખનો સ્પર્શ જ ન હોય. સુખ – દુઃખની કલ્પનાઓ માનસિક છે. આધ્યાત્મિક અનુભવની ભૂમિકા મનથી પર છે. તેથી તેને સદા, સર્વદા, સર્વથા આનંદ જ હોય છે. તે સદા નિઃસ્પૃહી, સમદષ્ટિ, સમત્વપૂર્ણ જ હોય છે. સમ વિનાનો દમ (ઇન્દ્રિય દમન) મિથ્યાચાર ગણાય. અજ્ઞાની જીવ દેહ બધ્ધ રહે છે. જ્ઞાની જીવ અભિમાન રહિત થઈને દેહમાં રહે છે. આકાશ સર્વ સ્થળે રહ્યા છતાં બંધાતું નથી. સુર્ય જેમ પ્રતિબિંબ રૂપે જળમાં રહ્યા છતાં જળથી અસ્પષ્ટ છે, તેમ દેહમાં રહ્યા છતાં જ્ઞાની બંધાતો નથી.
૬૦ સંવેગ - નિર્વેદ
ભાવ એટલે ભવમાંથી છૂટવાની ઈચ્છા. ભવ દુઃખમાંથી મુકત થવાની ઈચ્છા તે ભાવધર્મ છે. પોતાના સ્વાર્થ ભાવથી નિર્વેદ તે ભવ-નિર્વેદ છે. પરાર્થ ભાવની ભાવના તે સંવેગ છે. સંવેગ અને નિર્વેદ વિનાના દાન - દયા પણ ભાવધર્મ બની શકતાં નથી. દ્રક્રિયાને ભારક્રિયામાં પલટાવનાર મોક્ષની ઈચ્છા અને ભવનો વૈરાગ્ય છે. મોક્ષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ,ભવ એટલે કર્મનો સંબંધ અને તે વડે થતું ભવ ભ્રમણ. ભાવધર્મ તે આજ્ઞા રૂચિનો પરિણામ છે. અને આજ્ઞા રૂચિ એટલે આશ્રવ ત્યાગ અને સંવરના સેવનની અભિલાષા છે. મોહ કર્મનો સંબંધ સ્વાર્થ ભાવનું બીજ છે. અને તેનો ક્ષય પરાર્થ ભાવનાનું બીજ છે.
કંચન, કામિની, કાયા અને કુટુમ્બ એ ચાર ઉપરનો અશુભ ચગ ટાળવા માટેના સાધન રૂ૫ ચાર પ્રકારનો ધર્મ છે દાન, શીલ, તપ અને ભાવ. દાનથી કંચનની મૂછ ઉતરે છે, શીલ વડે કામિનીનો મોહ જીતાય છે, તપ વડે કાયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org