SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શબ્દોની પાછળ રહેલ ભાવોના ઊંડાણમાં જવા વિનંતી છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ અને પ્રભુ પ્રેમના રસિક તત્વજ્ઞાની ઉપા. શ્રી યશોવિજયજી મહારાજનો મેળાપ થયો. તેનો છેલ્લો નિષ્કર્ષ એ આવ્યો. “આનંદઘન કહે જસ સુની વાતો એહી મિલે તો મેરો ફેરો ટળે.” પરમાત્મા મળે તો જ ભવ દુઃખથી મુકત બની શકાય અને આત્માનુભૂતિનું પરમ સુખ પ્રાપ્ત થાય. પ્રભુના અભેદ મીલનનો આનંદ જે ભોગવે તે જ જાણે. અનુભવ વગર તે કોણ જાણી શકે ? - પરમ પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજીએ મને જે શીખવ્યું તે અહીં લખું છું. પ્રિય વાચક ! આ વાંચતા તારા હૃદયના દ્વાર જરૂર ખુલ્લાં થઈ જશે અને તારા હૃદય સિંહાસનમાં પ્રભુ બિરાજમાન થઈ જશે. તે પછી તારા હૃદયમાં પધારેલા ભગવાનને હવે જવા ન દઈશ. પોતાના ગુણસ્થાનકને યોગ્ય આરાધના કરનાર, સામાચારીનું પાલન કરનારને આરાધના જલ્દી લાગુ પડે છે. પ્રભુ મિલનના મુમુક્ષુ માટે ધ્યાન રાખવા જેવી હકકત : પૂ. ગુરુમહારાજનું આ વિષયમાં માર્ગદર્શન નીચે મુજબ છેઃ(૧) સ્થળ - જિનમંદિરમાં અગર સામાયિકમાં પદ્માસન અગર અર્ધપદ્માસન અગર સુખાસન પ્રભુમીલનના અનુભવ માટે જરૂરી છે. સમય - એટલે કે રાતના ૧૨ થી અનુકૂળતા મુજબ સવાર સુધી અથવા અનુકૂળતાના સમયે. આ મીલન શરીરનું નથી. ચૈતન્યથી ચૈતન્યનું મીલન છે, આત્માથી આત્માનું મીલન છે. (૪) (A) શરીર, (B) જ્ઞાનવરણીય આદિ આઠ કર્મ અને (C) રાગદ્વેષ, મોહ, અજ્ઞાન રૂ૫ ભાવકર્મથી ભિન્નતા ભાવિત કરી આ ધ્યાન સારી રીતે કરી શકાય તે માટેનો પ્રયોગ - (એ) એક હજાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy