SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ નવપદના ધ્યાનની બીજી ભૂમિકા (૧) નવપદના મહિમાથી ભાવિત બનવું. (૨) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી. (૩) નવપદનું ધ્યાન. (A) અરિહંત પદનું ધ્યાન :- પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા પૂર્વક કરવું અને ભય, શોક, ચિંતા, અશાન્તિમાંથી મુકત બનવું. સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરવો. | (B) સિદ્ધપદનું ધ્યાન :- પરમાત્માના ગુણ ગંગાજળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી ભરાઇ જવું. (C) આચાર્યપદનું ધ્યાન :- ગૌતમસ્વામીમાંથી નીકળતા પીળા વર્ણના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો અને તેનાથી આચાર પાલનનું બળ પ્રાપ્ત થાય છે તેવું ધ્યાન કરવું. . (D) ઉપાધ્યાય પદનું ધ્યાન :- ઉપાધ્યાય ભગવંતના લીલા વર્ણના પ્રકાશને આપણા અંતરાત્મામાં ઝીલવો. તેનાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે, તે સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. (E) સાધુપદનું ધ્યાન :- નીલવર્ણના સાધુ ભગવંતના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો. તેનાથી સકલ સર્વી હિતાશયનો ભાવ પ્રાપ્ત થાય તેવા સંકલ્પપૂર્વક ધ્યાન કિરવું. (F) મૈત્રી ભાવનાનું ધ્યાન સમ્યગદર્શન માટે કરવું. જીવ માત્રના કલ્યાણના ભાવથી ભાવિત બની આનંદ અનુભવવો, જીવો પ્રત્યેના પ્રેમના ભાવનું ધ્યાન કરવું. સમ્યગુદર્શન :- પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આત્મસ્વરૂપનું દર્શન કરવું. આત્માના આનંદના મહાસાગરમાં ડૂબકી મારી આનંદનો અનુભવ કરવો. પ્રયોગ નં. ૪ મુજબ કરવું. (G) સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રપદના ધ્યાન માટે સૂર્યનું બિંબ હૃદયમાં પ્રકાશિત થઇ આત્મપ્રદેશોમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો પ્રકાશ ફેલાવે છે, તેથી આપણે સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બનીએ છીએ તેવું ધ્યાન કરવું. (H) નવપદનું છૂટું છૂટું ધ્યાન કર્યા પછી હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ કલ્પી. કર્ણિકામાં અરિહંતપદ અને આઠ પાંખડીમાં આઠ પદો સ્થાપી ધ્યાન કરવું. (I) આત્મામાં નવપદો અને નવપદમાં આત્મા - તેવું ધ્યાન સિદ્ધ કરવું. તેનું ધ્યાન ત્રીજી ભૂમિકામાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy