________________
૨૭૧ ભગવાનમાં તન્મય થવાથી અને ભગવાનમાં તદ્રુપ એકમેક થવાથી અભેદ થાય છે. ભગવાન મારી અંદર પ્રસન્ન થાઓ - હૃદયસ્થ પરમાત્માની પ્રસન્નતા મળવાથી સાડા ત્રણ કોડ રોમરાજી અને અસંખ્ય પ્રદેશ આનંદિત થાય છે.
ધ્યાન કરનાર પણ પોતે અને જેનું ધ્યાન કરવામાં આવે છે તે પણ પોતાની અંદરની જ એક શુદ્ધ વસ્તુ તત્ત્વ - એટલે કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આપણા આત્માનું જ શુદ્ધ ચિદાનંદ ચેતનસ્વરૂપ, અનંત સુખ અને આનંદનું નિધાન અચિંત્ય શકિત યુકત, અમર, નિર્મલ, અખંડ, કેવળજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ તત્ત્વ આપણી અંદર રહેલ છે - જે દેહ, મન, વચન, પુદ્ગલ, સુખ દુઃખ અને રાગ-દ્વેષ આદિથી ભિન્ન પરમાનંદનો કંદ છે - તે આત્મ સ્વરૂપ સદા પ્રસન્ન છે. વર્તમાન અવસ્થાપર્યાય તે સ્વીકારવા રૂપ અનંત લાભ થયો. આત્મ દ્રવ્ય દાન આપે છે. આનંદ, સુખ, શાન્તિ આદિ આત્મગુણોનું તેની સન્મુખ વર્તમાન અવસ્થા રૂપ. પર્યાય થતાં તેને અનંત લાભ થાય છે. આત્મ દ્રવ્યમાંથી વહી રહેલ આનંદ અને શાન્તિના મહાસાગરની સન્મુખ આ સૂત્ર દ્વારા થતાં જ પરમાનંદનો અનુભવ થાય છે તે માટેનો આ અદ્દભુત પ્રયોગ છે. છેલ્લે ગુણપર્યાય વત્ દ્રવ્ય દાતા પોતે લેનારો આત્માનો જ પર્યાય છે. દેયપદાર્થ આત્મગુણો આનંદ, સુખ આદિ.
આ રીતે દાન દેનારા, દાન લેનાર, દેવાની વસ્તુ એ ત્રણે આત્માના જ દ્રવ્ય, ગુણ, પયાર્યની એકતા એટલે અભેદ એટલે કે ગુણ પયાર્ય વતુ દ્રવ્યમાં સ્થિર થતાં નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ આપે છે.
(આનંદની અનુભૂતિ આ શીર્ષક નીચે પદાર્થ આવી જાય છે. તે અહીં ગુરૂ વચનો બીજા સ્વરૂપે લીધું છે.)
અન્યને આનંદિત જોઈને પોતે આનંસ્તિ થનાર જેવો સંપત્તિવાન જગતમાં કોઈ નથી. એ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રની ભાવથી પ્રાપ્તિ થવી એ જ મહાસંપત્તિ સર્વોત્કૃષ્ટ ભાવસંપત્તિ છે. - રાગનું ઔષધ સ્વદોષનું જ્ઞાન છે. (પોતાના દોષ ઉપર સૌથી વધુ રાગ છે.) દ્વેષનું ઔષધ અન્યના ગુણોનું દર્શન છે. (બીજાના ગુણ ઉપર દ્વેષ છે માટે બીજાનો ગુણ દેખાતો જ નથી.) અને મોહનું ઔષધ અરિહંતાદિ ચારનું શરણ છે. શરણ ગમનથી સ્વમતિ મોહનું વિસર્જન થાય છે. તથા સ્વમતિને સ્થાને શાસ્ત્રમતિ, સ્વબુદ્ધિને સ્થાને તત્ત્વ બુદ્ધિ, સ્વઈચ્છાને સ્થાને આજ્ઞા પાતંત્ર્ય સ્થપાય છે.
પુણ્ય એ પ્રકાશ છે, પાપ અંધકાર છે. વિશ્વમાં બન્ને છે, પરંતુ બંનેનું પરિબળ ભિન્ન છે. જેના હૃદયમાં પુણ્યરૂપ ઝળહળતો સૂર્યનો પ્રકાશ વિદ્યમાન છે, તેનો પાપ રૂપ અંધકાર વિલય પામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org