________________
છતાં તેઓની તરફ કોઈને અનાદર ન હતું. એમ પુણ્યની વિશેષતા છતાં તેઓ એ સઘળો શાસનને કે વીતરાગે પ્રરૂપેલા ચરિત્રધર્મને મહિમા સમજતાં અને પિતાના આત્માને એ ગૌરવના ભારથી બચાવી લેતાં.
વિહાર ચાતુર્માસ અને દીક્ષાઓ પણ અનમેદનીય છે. પહેલું ચાતુર્માસ સં. ૧૯૬૭નું સુરત કરી છાણી ગયાં ત્યાં વડી દીક્ષા વિગેરે થયા પછી ગુરૂણી વર્ગની સાથે સં ૧૯૬૮નું ચાતુર્માસ છાયાપુરી જ કર્યું, ત્યાં મૂળ પેથાપુરનાં વતની પાર્વતી બહેન કે જે પોતાના મોસાળ છાયાપુરીમાં રહેતાં હતાં તેમણે પૂ. ગુરૂણના પરિચયથી સંયમ લેવા ઈચ્છા કરી અને વિ. સં. ૧૯૬લ્માં ૫૦ પૂ૦ આચાર્ય (તે કાળે પંન્યાસ) શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના વરદ હસ્તે દીક્ષા આપી, પ્રથમ શિષ્યા સા. શ્રી પ્રધાનશ્રીજી બનાવ્યાં. વિ. સં. ૧૬૯નું ચાતુર્માસ વડેદરા કર્યું. ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૯૭૦ માં ભરૂચ ચાતુર્માસ કરી સુરત તરફ વિહાર કર્યો, ત્યાં છાપરીયા શેરીનાં વતની કાબુબહેનની દીક્ષા પિતાના ગુરૂણીના નામની થઈ નામ સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી રાખ્યું તેઓશ્રી સ્વભાવે શાન્ત સરળ અને લઘુતા ગુણધારક છે. તેઓએ ગુરૂજી શ્રીઅશકશ્રીજી મહારાજની વૈયાવચ્ચમાં રહી અન્ત સુધી ગુરૂસેવાને પૂર્ણ લાભ લીધું હતું, આજે પણ અમારાં પૂ. ગુરૂણીના વિરહમાં અમારા દરેક પ્રત્યે ગુરૂણી જેટલું મમત્વ રાખી વાત્સલ્યભાવે સદેવ માર્ગદર્શન આપે છે અને પિતે પણ યથાશક્ય આરાધનામાં રહે છે. '