________________
૩૯
શિક્ષા થતાં તેઓ નારાજ નહિ થતાં, ઉપકાર માનતાં. પિતાના અતિ ઉપકારી અનન્ય શરણ તુલ્ય પૂજ્ય પ્રાતઃ
સ્મરણીય દાદા શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની કૃપાને અખણ્ડ રાખવા તે સદેવ જાગ્રત હતાં.
જિનાજ્ઞાને રાગ એ હતું કે ન્હાની મોટી કઈ પણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ ન થઈ જાય તેની કાળજી રાખતાં, માટે જ ક્રિયામાં વિધિને આદર હતું, અને સહુને અવિધિથી બચાવવા સારણ–વારણાદિ કરવામાં સદેવ જાગ્રત હતાં. વ્યાખ્યાન સાંભળવામાં ખૂબ આદર હતે એમાં પણ સારા વ્યાખ્યાતાને યોગ હોય ત્યારે તે શરીરની સ્વસ્થતાની પણ ઉપેક્ષા કરતાં. જિનવાણી ન હોય તે આ જગતનું શું થાય? એ તેઓ સમજતાં હતાં અને પ્રત્યેક ભવમાં એને પેગ આત્માને દુર્લભ હેવાથી એ વિષયમાં સારે આદર ધરાવતાં હતાં.
પુણ્ય પ્રકર્ષ અભૂત હતું. શ્રીમન્ત અને સત્તાધીશે પ્રત્યે પણ તેમના પુણ્યની છાયા પડતી. મેવાડમાં રાજગઢ પાસે બે માઈલ દૂર વિધર્મિઓ દરવર્ષે પંચેન્દ્રિયનું (પાડાનું) દેવીને બલીદાન આપતા, તે તેઓએ સામાન્ય ઉપદેશ કરતાં પણ બન્ધ થઈ ગયું હતું; સર્વત્ર માન સન્માન પામતાં. વિના પ્રયત્ન શાસનને ઉઘાત થાય તેવું તેઓનું પુણ્ય પ્રભાવક હતું, અતિપરિચયમાં આવતા આત્માઓ પણ અવજ્ઞાને બદલે આદર ધરાવતા, રાજનગરમાં જ્યારે જ્યારે રહ્યાં ત્યારે પ્રાયઃ એક જ ઉપાશ્રયમાં રહેવા છતાં અને પર્વતિથિ આરાધનાને અંગે સંઘમાં મતભેદ હેવા