________________
૩૭
રોજ રા
કૃતજ્ઞતા સુન્દર હતી, ગૃહસ્થ જીવનમાં પિતાને અન્તરાય કરનાર પણ માતાપિતાદિ સ્વજને પ્રત્યે તેમને અલ્પમાત્ર બેરાજી ન હતી, બટુકે તેમના ઉપકારને યાદ કરતાં. પૂ. આચાર્ય મહારાજ શ્રીસાગરાનન્દસૂરિજીએ કાચી દીક્ષા આપી જે આશ્રય આપેલ તેનાં તે ભારેભાર ઋણ હતાં, એથી જ તેઓ પ્રત્યે તેમને સારું માન અને પૂજ્યભાવ હતે. સિવાય સાધ્વી જીવનમાં પણ પોતાને જેનાથી જેનાથી લાભ થયો હતો તેનું વારંવાર સ્મરણ કરતાં અને એ ગુણ કેળવવા અમને વારંવાર પ્રેરણા કરતાં. જે ઉપકારીને પણ સમજી ઓળખી શકે નહિ તે અપકારીએને પણ ક્ષમા કરવા જેવો કે ઉદ્ધરવા જેવો વીતરાગને માર્ગ કદી પણ આરાધી શકે નહિ, માટે કૃતજ્ઞ બનવાની તે ખાસ ભલામણ કરતાં.
લઘુતા અપૂર્વ હતી, બસે જેટલાં શિષ્યાઓનાં ગુરૂણી છતાં માન તેમને નડ્યું ન હતું. વ્યવહારને બાધ ન આવે તેમ અન્ય સાથ્વીગણની સાથે વર્તાવ કરતાં. બિમારી જેવા પ્રસંગે કે કારણે વિહારાદિકમાં બીજાં સાધ્વીની સેવા કરવા પણ ઉત્સાહ ધરાવતાં. અન્ય સાધ્વીએ. પ્રત્યે વિનયાદિ ઔચિત્યને બરાબર સાચવતાં.
ઉદારતા એવી હતી કે પિતાની કઈ પણ વસ્તુ ગ્ય આત્માને સંયમમાં ઉપકારક કેમ બને તેનું પૂર્ણ લક્ષ્ય રાખી વસ, પાત્ર, પુસ્તક કે બીજું જે જે બીજાને આપી શકાય તેટલે તે વધારે આનન્દ માનતાં. બાહ્યા વસ્તુની જેમ અભ્યન્તર ઔદાર્ય પણ વિશિષ્ટ હતું અને