________________
૩૬
ઋષિમડલને પાઠ, ચહસરણ, આઉર પચ્ચકખાણ, પંચસૂત્રમાંનું પ્રથમ પાપપ્રતિઘાત ગુણબીજાધાનસૂત્ર, નવસ્મરણું, ગૌતમાષ્ટક, વિગેરે માંગલિક પાઠ કરતાં, જ્ઞાન વિગેરેના કાયેત્સર્ગો, નવકારવાળીથી જાપ, દરરોજ હજાર ઉપરાન્ત ગાથાઓને સ્વાધ્યાય, બાંધી નવકારવાળીથી નમસ્કાર મહામન્ટને જાપ, વિગેરે તેમનું નિત્યકર્મ હતું. શક્તિ પહોંચી ત્યાં સુધી દરરોજ જ્ઞાનનાં ૫, નવપદનાં ૯ અને શત્રુંજયનાં ૨૧, ખમાસમણે ઉભાં ઊભાં દેતાં, માંદગીના છેલ્લાં બે વર્ષ સ્વયં ન કરી શક્યાં ત્યારે અન્ય સાધ્વી મુખે સાંભળીને પણ એ આરાધના અતૂટ રાખી હતી.
વાત્સલય અદ્ભુત હતું. એના પ્રતાપે કેઈ તેમના વચનને અનાદર કરતું નહિ, મોટાથી ન્હાના સુધી દરેક પ્રત્યે વિવેક પૂર્વક સમભાવ ધરાવતાં, પિતે ઉપવાસી હેય તે પણ પારણે અન્ય સાધ્વીઓને વપરાવીને (સાથે રાખીને) પછી જ વાપરતાં. સારી વસ્તુ વાત્સલ્યભાવે બીજાને આપવામાં તેમને અધિક આનન્દ થતું. પ્રસંગે બીજાને જ્ઞાનધ્યાનમાં સગવડ આપવા કેઈ કે કાર્ય પિતાની જાતે કરી લેતાં, કઠોર વચન પણ વાત્સલ્યથી મીઠું અને આદેય બની જતું. જીવ માત્રને કમના ઉદય અનુસાર ચિની ભિન્નતા હોય છે એમ સમજી દરેકની ચિને વાળવા (સુધારવા) કેશીષ કરતાં પણ વિરોધ કરતાં નહિ “ઈચ્છકાર સામાચારીનું શકય પાલન કરતાં, એ જ કારણ હતું કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાત્સલ્ય હતું.