________________
પ્રથમ પરિચ્છેદ (માધ્યમ) સંભવતું હોય તો તેને ત્યાગ કરે જ નહિ, અને તે દવાધ્યાચળેતથઃ એ અધ્યયન અંગેના નિયમવિધિની જરૂર ન રહે. પણ અંગવિધિ પ્રધાનવિધિને વ્યર્થ બનાવી શકે નહિ, કારણ કે તેને માટે જ તેનું અસ્તિત્વ છે.
બીજુ વ્યાવલ્ય કહે છે : ___ अथवा अद्वैतात्मपरभाषाप्रबन्धश्रवणस्य पक्षे प्राप्त्या वेदान्तश्रवणे नियमयिधिरस्तु । न च 'न म्लेच्छितवै' इत्यादिनिषेधादेव तदप्राप्तिः । शास्त्रव्युत्पत्तिमा द्यात् वेदान्तश्रवणमशक्यमिति पुरुषार्थनिषेधमुल्लध्यापि भाषाप्रबन्धेनाद्वैतं जिज्ञासमानस्य तत्र प्रवृत्तिसम्भवेन नियमविधेरर्थवत्त्वोपपत्तेः । अभ्युपगम्यते हि कर्बधिकरणे व्युत्पादितं-पुरुषार्थे अनृतवदननिषेधे सत्यपि दर्शपूर्णमासमध्ये कुतश्चिद्धतोरङ्गीकृतनिषेधोल्लङ्घनस्याविकलां क्रतुसिद्धिं कामयमानस्यानृतवदने प्रवृत्तिः स्यादिति पुनः क्रत्वर्थतया दर्शपूर्णमासप्रकरणे 'नानृतं वदेत्' इति निषेध इति क्रत्वर्थतया निषेधस्यार्थवत्त्वम् ।
અથવા અત–આત્મારક ભાષા-પ્રબંધનું શ્રવણ પક્ષમાં પ્રાપ્ત થાય છે તેથી વેદાન્ત-ક વણને વિષે નિયમવિધિ ભલે . "સ્લેચ્છ જેવું વર્તન ન કરવું” ઈત્યાદિ ધિથી તેની પ્રાપ્તિ નહીં થાય એમ નહિ, કારણ કે શાસ્ત્રમાં વ્યુત્પત્તિ મેળવવામાં મંદતાને કારણે વેદાન્તશ્રવણ અશક્ય છે એમ માનીને પુરુષાર્થ– નિષેધ(પુરુષને માટે જે નિષેધ કર્યો છે તે)નું ઉલ્લંઘન કરીને પણ ભાષાપ્રબંધથી અદ્વૈતને જાણવા ઈચ્છતા માણસની ત્યાં પ્રવૃત્તિને સંભવ છે, તેથી નિયમવિધિની પ્રજાવત્તા ઉપપન્ન છે. કન્નધિકરણમાં (મીમાંસકે) સમજાવેલી અવત્તા (પ્રજનવત્તા) સ્વીકારવામાં આવે છે–પુરુષાર્થ છે (પુરુષને માટે છે એવા) અસત્યભાષણનો નિષેધ હોવા છતાં દર્શપૂર્ણ માસની વચ્ચે કોઈક કારણથી (અસત્યભાષણના) નિષેધના ઉલ્લંઘનનો જેણે અંગીકાર કર્યો છે અને જે ઊણપ વિનાની કૃતસિદ્ધિ ઈચ્છે છે તેવા માણસની અસત્યભાષણમાં પ્રવૃત્તિ હોઈ શકે તેથી ફરીથી ત્વર્થ તરીકે (ક્રતુને માટે ઉપયોગી છે એ રીતે) દશ પૂર્ણ માસપ્રકરણમાં “અસત્ય ન બોલવુ ” એમ ક્રવથ છે એ રીતે નિષેધની પ્રજાવત્તા (સમજાવી છે તે અહીં સ્વીકારવામાં આવે છે).
વિવરણઃ અતનું જ્ઞાન મેળવવા ઇચ્છનારે વેદાન્તને જ વિચાર કરે, ભાષાપ્રબન્ધોને નહિ એમ વિચારવિષયક નિયમવિધિ માની શકાય. જેને શ્લેષ્ઠ કહ્યા છે એવા ભાષા-પ્રબન્ધરૂપ અવ્યક્ત, અસાધુ શબ્દનું ઉચ્ચારણ ન કરવું જોઈએ, નહીં તે પાપ લાગે એવા નિષેધના બળે શ્રવણના અધિકારીને માટે ભાષા પ્રબન્ધની વ્યાવૃત્તિ સિદ્ધ છે તેથી આ વિકિની જરૂર નથી એવી શંકા થાય. પણ એનો ઉત્તર એ છે કે અધિકારીને વ્યુત્પત્તિની મંદતાને કારણે એમ લાગે કે વેદાન્તશ્રવણ અશકય છે તે પુરુષને માટે આ નિષેધ છે કે ભાષા-પ્રબન્ધનું ઉચ્ચારણ ન કરવું. તેનું ઉલ્લંઘન કરીને પણ તે અતનું જ્ઞાન મેળવવા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org