________________
પ્રથમ પરિચ્છેદ = “તાદિજ્ઞાનાર્થ કુવામાન” (પુણ ૨.૨.૨૨) इति गुरूपसदनविधिनैव गुरुरहितविचारव्यावृत्तिसिद्धेविफलो नियमविधिरिति शङ्कयम् । गुरूपसदनस्य श्रवणाणतया श्रवण विध्यभावे तद्विविधिस्व नास्तीति तेन तस्य वैफल्याप्रसक्तेः । अन्यथा अध्ययनाङ्गभूतोपगमनविधिनै। लिखितपाठादिव्यावृत्तिरित्यध्ययननियमोऽपि विफलस्स्यात् ।
અથવા જેમ ગુરુમુખને અધીન અધ્યયન દ્વારા સંભવે છે તેમ નિપુણ (જિજ્ઞાસુ)ને પિતાના પ્રયત્ન માત્રથી સાધ્ય એવા વેદાન્ત વિચારથી પણ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મનું અપરોક્ષજ્ઞાન સંભવે છે. પણ ગુરુમુખને આધીન વેદાન્તવાકયના શ્રવણના નિયમથી ઉત્પન્ન થયેલું અદષ્ટ કલમષને દૂર કરીને અવિઘાની નિવૃત્તિ પ્રતિ ઉપયેગી બને છે એટલે તેના અભાવથી (કલમના નિરાસની અભાવથી) પ્રતિબદ્ધ એવું (સ્વપ્રયત્નસાધ્ય વેદાન્તવિચારથી થયેલું અપરોક્ષજ્ઞાન) અવિદ્યાને દૂર નહીં કરતુ , પરોક્ષજ્ઞાનના જેવું રહે છે. જ્ઞાનને ઉદય થાય અને તે પણ અજ્ઞાનની નિવૃત્તિ ન થાય એમાં અનુપપત્તિ નથી -એ વજૂદ વિનાની હકીકત નથી, કારણ કે પ્રતિબંધક અભાવ હોય એ સર્વત્ર અપેક્ષિત હોવાથી પ્રત્યક્ષથી વિશેષદર્શન થયું હોય તે પણ ઉપાધિથી પ્રતિબન્ધ હોવાથી જેમ પ્રતિબિંબના ભ્રમની નિવૃત્તિ થતી નથી તેમ તેની (અવિદ્યાની) નિવૃત્તિ ન થાય એ ઉપપન્ન છે. અને એ જ રાતે લખેલાના પાઠ વગેરેથી પણ સ્વાધ્યાયગ્રહણ પ્રસક્ત બનતાં ગુરુમુખને અધીન અધ્યયન અંગેના નિયમવિધિની જરૂર પડે છે તેમ પોતાના પ્રયત્ન માત્રથી કરેલે વેદાન્ત-વિચાર પણ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મ સાક્ષાત્કારરૂપી પ્રો જનવાળા તરીકે પક્ષમાં પ્રાપ્ત થતાં આ ગુરુમુખને અધીન શ્રવણ અંગે નિયમવિધિ ભલે હે.
અને એવી શંકા કરવી નહિ કે “તેના જ્ઞાનને માટે ગુરુની પાસે બેસવું” (મુંડક ઉપ. ૧.૨.૧૨) એમ ગુરુની પાસે શ્રવણથે) બેસવા અંગે વિધિ છે તેનાથી જ ગુરુ વિનાના વિચારની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે તેથી આ નિયમવિધિનું કઈ ફળ નથી (એ વ્યર્થ છે). (આ શંકા બરાબર નથી, કારણ કે ગુરુની પાસે બેસવું તે શ્રવણનું અંગ છે અને શ્રવણ અંગે વિધિ ન હોય તે તે વિધિ જ રહેતે નથી માટે તે (અંગ વિષેના વિધિ)થી તેના વૈફલ્યનો પ્રસંગ આવતું નથી. નહીં તે -અંગવિધિ પ્રધાન-વિધિને વિફલ બનાવી શકે તો-) અધ્યયનના અંગભૂત ઉપગમન વિષેના વિધિથી જ લિખિત-પાઠાદિની વ્યાવૃત્તિ થઈ જાય તેથી અધ્યયન અંગે નિયમ પણ વિફલ બની જાય
વિવરણ: પહેલાં એમ કહ્યું હતું કે નિયમાદષ્ટ કલ્મષની નિવૃત્તિ કરીને જ્ઞાનની ઉત્પત્તિમાં હેતુ છે, જ્યારે અહીં એમ કહ્યું છે કે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ કરવાની હોય ત્યારે પ્રતિબંધક એવા કલ્મષના નિરાસ દ્વારા શ્રવણ વિષેના નિયમનું અદષ્ટ સાધન છે. પણ પૂર્વાપરવિરોધની શંકા કરવી નહિ કારણ કે આ બે જુદા જુદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org