________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૯
તેવી જ પ્રકારાંતરની પ્રતિજ્ઞા ધારણ કરી. એવો કોઈ બનવા કાળ કે, લાંબો કાંઈ પણ વિચાર કર્યા વિના આવે અત્યંત આકરો અભિગ્રહ તેણે ગ્રહણ કર્યો ! અહો ! અહો ! મહાખેદ સરખી આ વાત બની કે - એ સિદ્ધાચલ તીર્થ કયાં રહ્યું? અને કેટલું બધું દૂર છતાં આવો અભિગ્રહ રાજાએ કેમ ગ્રહણ કર્યો? એમ પ્રધાનાદિક વિચાર કરવા લાગ્યા. મંત્રી વગેરે આમ ખેદ કરવા લાગ્યા ત્યારે ગુરુ પણ બોલવા લાગ્યા કે, જે જે અભિગ્રહ ગ્રહણ કરવા તે તે પૂર્વાપર વિચાર કરીને કરવા યોગ્ય છે. વિચાર્યા વિનાનું કાર્ય કરતાં પાછળથી ઘણો જ પશ્ચાત્તાપ થાય છે અને તેથી તે કાર્યમાં લાભની પ્રાપ્તિ તો કયાંથી જ થાય? પણ તેનાથી ઊલટું નુકસાન ભોગવવું પડે છે.
તે સાંભળી અતિશય ઉત્સાહી રાજા બોલવા લાગ્યો કે, હે મહારાજ ! અભિગ્રહ ધારણ કર્યા પહેલાં જ વિચાર કરવાનો હતો, પણ હવે તો જે વિચાર કરવો તે બધો ફોકટ જ છે. પાણી પીધા પછી જ્ઞાતિ, જાતિ પૂછવી અથવા મસ્તક મુંડન કરાવ્યા પછી તિથિ, વાર, નક્ષત્ર પૂછવાં, એ સર્વ ફોકટ જ છે. હવે તો જે થયું તે થયું. હું તો પશ્ચાત્તાપ વિના જ એ અભિગ્રહનો ગુરુના ચરણ-પસાયથી નિર્વાહ કરીશ. જો કે સૂર્યનો સારથી પાંગળો છે, તો પણ આકાશના અંતને શું પામી શકતો નથી? એમ કહીને શ્રી સંઘની સાથે ચતુરંગી સેના લઈને તે યાત્રાના માર્ગે ચાલવા લાગ્યો. કર્મરૂપ શત્રુને જ જાણે લુંટવાને જતો હોય શું? એમ ઉતાવળે ચાલતાં કેટલેક દિવસે કાશ્મીર દેશની એક અટવીમાં જઈ પહોંચ્યા. સુધા (ભૂખ), તૃષા (તરસ), પગથી ચાલવું, તેમ માર્ગમાં ચાલવાથી થતા પરિશ્રમને લીધે રાજા-રાણી અત્યંત આકુળ વ્યાકુળ થવા લાગ્યાં. ત્યારે સિંહ નામે વિચક્ષણ મંત્રીશ્વર (દિવાન) ચિંતાતુર થયેલો ગુરુ પાસે આવીને કહેવા લાગ્યો કે, મહારાજ! રાજાને હરકોઈ પ્રકારે પણ સમજાવો. ધર્મના કાર્યમાં જો સમજણ નહીં જ રાખે તો પછી જૈનશાસનની ખોટી રીતે નિંદા થશે. એમ બોલતો તે દિવાન ત્યાંથી રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે, હે રાજન્ !'લાભા-લાભનો તો વિચાર કરો, સહસાત્કાર (ઉતાવળ)થી=જે કાંઈ કામ અવિચારથી કરવામાં આવે તે પ્રાયે અપ્રમાણ જ હોય છે. ઉત્સર્ગમાં પણ અપવાદ માર્ગ સેવન કરવો પડે છે, તેટલા જ માટે "સહસાગારેણં” એવો આગાર (પાઠ) સિદ્ધાંતકારોએ દર્શાવેલો છે.
આવા દિવાનનાં વચન સાંભળીને શરીરથી અતિશય આકુળ થયો છતાં પણ મનથી તો સર્વથા અકળાતો જ નથી એવો તે રાજા ગુરુ પ્રત્યે બોલવા લાગ્યો કે, હે પ્રભુ! અસમર્થ પરિણામવંત હોય તેને જ એવો ઉપદેશ આપવો, પણ હું તો મારું વચન પાળવાને ખરેખર શૂરવીર છું. જો કે કદાચિત્ હું પ્રાણથી રહિત થઈ જાઉં તો પણ ભલે, પરંતુ મારી પ્રતિજ્ઞા તો નિશ્ચયથી અભંગ જ રહેશે. અહિંયાં પોતાના પતિને ઉત્સાહ વધારવાને તે વીર પત્ની (રાણીઓ) પણ તેવા જ ઉત્સાહવર્ધક વચનો બોલવા લાગી. દંપતીનાં આવાં વચન સાંભળીને, "અહો ! મહા આશ્ચર્ય કે આવું ધર્મમાં એકાગ્ર ચિત્ત છે, અહો! આશ્ચર્ય કે કેવું ધર્મી કુટુંબ છે? કેવા સાત્ત્વિક છે?” એવી પ્રશંસા સર્વ-જન કરવા લાગ્યા. હવે શું થશે? અથવા શું કરવું? એવી ઊડી આલોચનામાં આકુળ થવાથી જેનું હૃદય-કમળ તપ્ત થયું છે એવા સિંહ નામના દિવાનને, વિમલાચલ તીર્થનો અધિષ્ઠાયક ગોમુખ નામે યક્ષ રાત્રિના સ્વપ્નમાં પ્રગટ થઈ કહેવા લાગ્યો કે, "હે મંત્રીશ! તું શા માટે ચિંતા કરે છે? જિતારિ રાજાના પૈર્યથી વશ થયેલો હું પ્રસન્ન