________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
જેમ ચાવી (કુંચી) વાસેલા તાળાને ઉઘાડી નાખે છે, તેમ ખરા સ્નેહવંત પુરુષોના મનની પ્રીતિમાં સ્ત્રી સિવાય કોઈ ભેદ પડાવી શકતું નથી.'
૩૫
આવી રીતે બન્ને મિત્રો વિવાદ કરે છે. ત્યારે ખલાસીઓએ તેમને શિખામણ દીધી કે, "હમણાં ધીરજ કરો. અહીંથી નજીક સુવર્ણકૂલ નામનું બંદર છે, ત્યાં આપણાં વહાણો બે દિવસે જઈ પહોંચશે ને ત્યાંના બુદ્ધિવંત પુરુષોની પાસે તમારો ન્યાય તમે લેજો.” ખલાસીઓની શિખામણ સાંભળી શંખદત્ત તો શાંત થયો, પરંતુ શ્રીદત્ત મનમાં વિચાર કરવા લાગ્યો કે, "જ્યાં ન્યાય કરાવીશું ત્યાંના લોકો એણે (શંખદત્તે) સજીવન કરી છે, માટે એને જ અપાવશે; તેથી ત્યાં પહોંચતાં પહેલાં જ હું એનો ઘાટ ઘડી નાંખું.”
એવા દુષ્ટ-પરિણામથી કેટલાક પ્રપંચ કરી પોતાના ઉપર વિશ્વાસ બેસાડી, એક વખત રાત્રિના સમયે શ્રીદત્ત વહાણના ગોખ ઉપર ચઢી શંખદત્તને કહેવા લાગ્યો કે, "હે મિત્ર ! જો ! જો અષ્ટમુખવાળો મચ્છ જાય છે, આવો મગરમચ્છ તેં કયાંય પણ જોયો છે ?” આ કૌતુક જોવાને શંખદત્ત ગોખ ઉપર ચઢે છે, એટલામાં તેણે શત્રુની જેમ એવો તો ધક્કો માર્યો કે, તે તત્કાળ સમુદ્રમાં જઈ પડયો. અહો આશ્ચર્ય ! સુમુખી ગણાતી છતાં પણ દુર્મુખી સ્ત્રીઓને ધિક્કાર છે ! ધિક્કાર છે ! કેમકે, આ સ્ત્રીને માટે તદ્ભવ-મોક્ષગામી છતાં પણ શ્રીદત્તે મિત્રનો આવો દ્રોહ કર્યો ! પોતાના ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થવાથી તે દુર્બુદ્ધિવંત શ્રીદત્ત હર્ષવંત થઈ, પ્રાતઃકાળે ઉઠી કૃત્રિમ (લોકોને દેખાડવા રૂપ) પોકાર કરી કહેવા લાગ્યો કે, "અરે લોકો ! મારો મિત્ર કેમ કયાંય પણ દેખાતો નથી ?” ઈત્યાદિક અનેક કપટના આડંબરો નિર્વિષ સર્પની ફણાના આટોપની માફક કૃત્રિમ-કર્યા. છેવટે તે સુવર્ણકૂલ બંદરે આવી પહોંચ્યો. તેણે મોટામોટા હાથીઓ તે ગામના રાજાને અર્પણ કર્યા. તે રાજાએ તેનું મૂલ્ય આપી બીજા કરિયાણા વિગેરેનું દાણ છોડી દઈ તેનું સન્માન કર્યું; તેથી શ્રીદત્ત ત્યાં વખારોમાં માલ ભરી આનંદ સહિત વ્યાપારવણજ કરવા લાગ્યો. પછી તે કન્યાની સાથે લગ્ન કરવા ધારી, સુખ-વિલાસમાં દિવસો ગુજારતાં તે રાજાના દરબારમાં નિરંતર આવ-જાવ કરતો હતો, ત્યાં તેની ચામર વિંઝનારી સાક્ષાત્ લક્ષ્મીના જેવી રૂપવાળી મનોહર ગણિકાને દેખી તેણીના રૂપ ઉપર મોહિત થઈને શ્રીદત્તે કોઈક પુરુષને પૂછ્યું કે, "આ કોણ છે ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે, "આ રાજાની રાખેલી સુવર્ણરેખા નામની માનવંતી ગણિકા છે, પરંતુ તે અર્હ લાખ દ્રવ્ય લીધા સિવાય કોઈની સાથે વાતચીત પણ કરતી નથી.” ત્યારપછી શ્રીદત્તે અર્જુ લાખ દ્રવ્ય આપીને તે ગણિકાને બોલાવી. તેને તથા પોતાની સ્ત્રીને સાથે લઈ વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં બન્નેને પોતાની આજુબાજુ બેસાડી એક ચંપાના વૃક્ષની ઉત્તમ છાયા તળે વિશ્રામ લઈને તે બન્ને સ્ત્રીઓ સાથે કામ-કેલિ સ્વચ્છંદ હાસ્ય-વિનોદ કરવા માંડે છે. એટલામાં અનેક વાનરીઓના ટોળાંની સાથે કામ-કેલિમાં રસિક એક વિચક્ષણ વાનર પોતાની વાનરીઓ સાથે યથેચ્છ કામ-ક્રીડા કરતો ત્યાં
આવ્યો. તેને જોઈ શ્રીદત્ત, ગણિકાને પૂછવા લાગ્યો કે, "શું આ વાનર સાથેની બધી વાનરીઓ એની પોતાની સ્ત્રીઓ હશે ?” ત્યારે ગણિકાએ કહ્યું કે - "તિર્યંચોના માટે આમાં શું પૂછવું ? કેમકે આમાં કેટલીક તેની માતાઓ છે, કેટલીક બહેનો છે, કેટલીક છોકરીઓ છે અને કેટલીક બીજી પણ છે.” ગણિકાનું આવું વાકય સાંભળીને શ્રીદત્ત ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યો કે, "જો ખરેખર એમ જ હોય તો તેઓ