________________
૩૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કે સારૂ વસ્થા સુમાડું રક્ષTI તિનિ અર્થ - અશનાદિક, વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર; જેમ કે ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ અને ૪. સ્વાદિમ એ અશનાદિક ચાર, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ અને ૮. પાદપ્રીંછનક એ વસ્ત્રાદિક ચાર; તથા ૯. સોય, ૧૦. વસ્ત્રો, ૧૧. નરણી અને ૧૨ કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. - એમજ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકોને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે.
સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જાન્ય. જિનમતધારી સર્વસંઘને પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે-ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તો પણ તેને ઘણો લાભ. કેમકે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા, એમ સંભળાય છે.
દિલ્હીમાં જગસી શેઠનો પુત્ર મહણસિંહ શ્રી તપાગચ્છાધિપ પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એક જ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી, તેમાં છપ્પન હજાર ટંકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધમિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધર્મિક ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મિક ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમકે-સર્વે જીવો સર્વ પ્રકારના સંબંધ માંહોમાંહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તો કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈનો મેલાપ પણ ઘણો પુણ્યકારી છે, તો પછી સાધર્મિકનો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તો ઘણો પુણ્યબંધ થાય એમાં શું કહેવું? કહ્યું છે કે - એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીયે તો બન્ને સરખા ઉતરે છે એમ કહ્યું છે. સાધર્મિકનો આદર-સત્કાર નીચે પ્રમાણે કરવો :