________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૯૩ રાખવી નહીં, પ. વિષ સરખા વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે, એવો હંમેશાં વિચાર કરનારો પુરુષ સંસારથી ડરનારો હોય છે.
૬. તીવ્ર આરંભ વર્ષે, નિર્વાહ ન થાય તો સર્વે જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે, ૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકિત ધારણ કરે, ૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું, તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે - એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે, ૧૦. એક જિનાગમ મૂકીને પરલોકનું બીજાં કોઈ પ્રમાણ નથી, એમ જાણી જાણ પુરુષે સર્વે ક્રિયાઓ આગમને અનુસારે કરવી.
૧૧. જીવ પોતાની શક્તિ ન ગોપવતાં જેમ ઘણા સંસારનાં કૃત્યો કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા-પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨. ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવદ્યાધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે, તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહિ, ૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ-દ્વેષ ન રાખતાં સંસારમાં રહેવું, ૧૪. પોતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાનો વિચાર રાખી રાગ-દ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો. ૧૫. નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગૂરતાનો વિચાર કરનારો પુરુષ ધનાદિકનો ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમનો સંબંધ ન રાખે.
૧૬. સંસારથી વિરક્ત થયેલા શ્રાવકે ભોગપભોગથી જીવને તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભોગ સેવવો, ૧૭. વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલભાવથી ગૃહવાસ પાળે. આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ, જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીધ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે.
ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારો, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે "આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે” એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારો, કોઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એવો અને અનુક્રમે, મોહને જીતવામાં નિપુણ થયેલો પુરુષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઈ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી, યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે.