________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૯૧ વહોરી લાવે તો તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય.
સાંભળ્યું છે કે, "અગાઉ દુષમકાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડયો. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્નપ્રાયઃ થયેલ જોઈ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો." માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડશાહે સાત ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત.
પૌષધશાળા. ૧૧. તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને માટે કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્ય યોગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે- જે પુરુષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરુષે વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી.
સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી સાસુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે, "એ કેવો છે?" ત્યારે શિષ્ય માણિકયે કહ્યું, "જો એની પૌષધશાળા કરો તો અમે એને વખાણીએ." મંત્રીએ કહ્યું, "એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરસાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવાને માટે એક પુરુષ પ્રમાણ ઉંચા એવા બે આરિતા બે બાજુએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ સમાપ્ત થયો.
आजम्मं संमत्तं, जहसत्ति वयाइं दिक्खगहणं वा । आरंभचाउ बंभं पडिमाई अंतिमाराहणा ||१६||
आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा । आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ||१६||
સમ્યકત્વ અને અણુવતો વિસ્તરાર્થ: આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી. આ રીતે બારમું દ્વાર પૂર્ણ થયું.