________________
ગ્રંથકારની પ્રશસ્તિ
विख्याततपेत्याख्या जगति जगच्चन्द्रसूरयोऽभूवन् ।
श्रीदेवसुन्दरगुरूत्तमाश्च तदनुक्रमाद्विदिताः ||१||
જગતમાં શ્રી જગચંદ્રસૂરિ તપા એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીનાં પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧.
पंच च तेषां शिष्यास्तेष्वाद्या ज्ञानसागरा गुरवः ।
विविधावचूर्णिलहरिप्रकटनतः सान्वयाहवानाः ||२||
એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ વિવિધ પ્રકારની ઘણા શાસ્ત્રોની અવચૂર્ણીરૂપી લહેરોને પ્રકટ કરવાથી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨.
श्रुतगतविविधालापकसमुद्दधृताः समभवंश्च सूरीन्द्राः । कुलमण्डना द्वितीयाः श्रीगुणरत्नास्तृतीयाश्च ||३||
બીજા શિષ્ય શ્રી કુંળમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારોના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણા ગ્રંથોના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. षट्दर्शनवृत्तिक्रियारत्नसमुच्चयविचारनिचयसृजः
श्रीभुवनसुन्दरादिपु भेजुर्विद्यागुरूत्वं ये ||४||
જે ગુણરત્નસૂરિ મહારાજે ષટ્કર્શનસમુચ્ચયની વૃત્તિ, અને હેમીવ્યાકરણને અનુસારે ક્રિયારત્નસમુચ્ચય, વગેરે વિચારનિચય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા.
श्रीसोमसुन्दरगुरूप्रवरास्तुर्या अहार्यमहिमानः ।
येभ्यः सन्ततिरूच्चैर्भवति द्वेधा सुधर्मेभ्यः ||५||
જેઓનો અતુલ મહિમા છે એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ-સાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્તો. જેમ સુધર્માસ્વામી થકી ગ્રહણા-આસેવના એમ બે શિક્ષા પ્રમાણે સાધુ-સાધ્વી પ્રવર્ત્યા હતા.
यतिजीतकल्पविवृतश्च पंचमाः साधुरत्नसूरिवराः । यैर्माद्रशोऽप्पकृष्यत करप्रयोगेण भवकूपात् ||६||