Page #1
--------------------------------------------------------------------------
________________
થી શ્રાદ્ધવિધિ પ્રક
જીવયા
જિનમંદિર
શ્રાવક-શ્રાવિકા
- સાધુ-સાધ્વીજી.
જિનબિંબ
jરીબોને અન્નદાન
જિન આગમ.
સંપાદક 'સિદ્ધાંતનિષ્ઠ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યસોમસુંદરસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જીત-હી૨-બુદ્ધિ-તિલક સદ્ગુરુભ્યો નમઃ
પૂજ્ય પ્રશાન્તતપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયશાન્તિચન્દ્રસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ સિદ્ધાંતનિષ્ઠ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયસોમચંદ્રસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ
તપાગચ્છીય સમર્થ વિદ્વાન શ્રી રત્નશેખરસૂરિજી વિરચિત
શ્રી શ્રાદ્ધવિધિ પ્રકર્ણા
મૂળ સંસ્કૃત છાયા અને તેની સ્વોપન્ન "શ્રાદ્ધવિધિ-કૌમુદી” નામક ટીકાનો ગુર્જર અનુવાદ
F
૭ સંપાદક
સિદ્ધાંતનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજયસોમસુંદરસૂરીશ્વરજી મહારાજ
卐
O પ્રકાશક
શ્રી શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર
સર્વોદયનગર સોસાયટી, શાહપુર દરવાજા બહાર,
અમદાવાદ-૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
?િ પ્રાપ્તિસ્થાન દિર અધ્યાપક સુરેશ આર. શાહ શ્રી શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર સર્વોદયનગર સોસાયટી, શાહપુર દરવાજા બહાર,
અમદાવાદ-૪.
- સંપાદક ક્રિ) સિદ્ધાંતનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસોમસુંદરસૂરીશ્વરજી મહારાજા
િતૃતીય આવૃત્તિ કે વીર સં. રપર૬
વિ. સં. ૨૦૧૬
(કિંમત : રૂા. ૮૦-૦૦
કે મુદ્રક કે
સિદ્ધાર્થ પ્રિન્ટરી ૨૨૯૩/૧, રાયપુર દરવાજા બહાર,
કોટની રાંગ, ભૂતની આંબલી, અમદાવાદ-૧. ફોનઃ ૨૧૪૪૯૮૩.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના આ સંસાર અનાદિનો છે, અને અનંતકાળ રહેવાનો છે. આ જગતમાં જીવ પણ અનાદિનો છે, જીવને કર્મનો સંયોગ પણ અનાદિનો છે, કર્મસંયોગના યોગે જ આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે.
આ સંસારથી મુકત થવા માટે પરમોપકારી શ્રી વીતરાગ-પરમાત્માએ બતાવેલ ધર્મને પ્રાપ્ત કરનારા ઘણા જીવો અપૂર્વ વીર્ષોલ્લાસથી કર્મનો સામનો કરી સંસારથી વિમુકત બની અવ્યાબાધ શાશ્વત સુખને પામ્યા છે.
શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચવારૂપ લક્ષમાં રાખવા જોઈએ. ૧. શાસ્ત્રની આજ્ઞા, ૨. જ્ઞાનિની નિશ્રા, ૩. વિધિપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ.
આ ત્રણ હકીકતો લક્ષમાં રાખી જો વીતરાગ શાસનની આરાધના થાય તો ભારે કર્મી જીવ પણ અલ્પકાળ માં મોક્ષના અધિકારી બની શકે છે.
જૈનકુળમાં જન્મ પામી વિવિધ ધર્મોની ઘણા ઘણા ભવોમાં આરાધના કરવા છતાં ઉપરની ત્રણ બાબતો લક્ષમાં ન રાખનાર સમકિતનો પણ લાભ મેળવી શકતો નથી.
આ કાળમાં ગતાનુગતિકતાએ ધર્મ-આરાધનાઓ વધુ પ્રમાણમાં થવા લાગી છે. જેના યોગે બહુલતાએ ધર્મનો અનાદર અને ધર્મમાં થતી અવિધિઓ ધર્મના સાચા મહત્ત્વનો પ્રાય: નાશ કરનાર બને છે. આ છે-વર્તમાન કાલીન બહુલ સંસારી જીવોનું લક્ષણ શાસ્ત્રમાં પણ કહેલ છે કે –
आसन्नसिद्धिजिआणं, विहि परिणामो होइ सयकालं ।
विहिचाओ अविहिभत्ति, अभवजीअ दूरभव्वाणं ।। १।। અર્થ-આસન્ન એટલે થોડાકાળમાં જ મોક્ષગામી આત્માઓને વિધિનો પરિણામ સદાકાળ હોય છે. અને વિધિનો ત્યાગ, અનાદર ઉપેક્ષા-અવિધિમાંજ ભકિતનો રાગ, એ અભવ્યો અને દુભવ્યોનું લક્ષણ છે.
સૂરિપુરંદર સહસ્ત્રાવધાની પૂ. મુનિસુંદરસૂરિ મહારાજ ઉપદેશ રત્નાકર નામના ગ્રંથની શરૂઆતમાં જ બતાવે છે કે -
મોક્ષને આપનાર ધર્મ મોક્ષ આપે જ, પણ ધર્મ યોગ્ય હોવો જોઈએ, ધર્મને ગ્રહણ કરનાર પણ યોગ્ય જ જોઈએ, ધર્મને આપનાર પણ યોગ્ય જ જોઈએ, ધર્મની ગ્રહણ-સ્વીકાર વિધિ પણ યોગ્ય જ જોઈએ.
અહીં પ્રથમ વાત એ છે કે-ધર્મ યોગ્ય જોઈએ, કારણ કે, કપડાં ઉજ્જવળ બનાવવા ગટરનું મલિનતાવાળું પાણી લેવાય તો ઉલટાં કપડાં ખરાબ કરે, પણ કપડાંનો મેલ દૂર કરવા નિર્મલ-ચોખું પાણી જ કામ આપે છે. . તેમ અનાદિ કર્મની મલિનતાથી આત્માને ઉજ્જવલ બનાવવા ધર્મ પણ શંકાકાંક્ષા આદિ દોષોની મલિન વાસનાવાળો ન જોઈએ, પણ કેવળ સંવેગ-નિર્વેદાદિ લક્ષણોવાળો એક જ મોક્ષની અપેક્ષાવાળો જોઈએ. .
બીજી વાત એ બતાવી છે કે, ઉજ્જવલ ધર્મ આપનાર પણ યોગ્ય જ જોઈએ, અયોગ્યથી ગ્રહણ કરાયેલ સાચો ધર્મ પણ વિકૃતિને પામવા યોગ્ય બને છે, કારણ કે ચોખા પાણીનો ભરેલ ચંડાળનો કૂપ સજ્જનોને પાણી પીવા યોગ્ય નથી જ બની શકતો.
પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પણ આમ જ કહે છે કે – "શાનદર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે! લુંટીયા તેણે જગ દેખતાં; કિહાં કરે લોક પોકાર રે સ્વામી.
ત્રીજી વાત એ બતાવી છે કે ધર્મ-યોગ્યને જ અપાય, પણ ધર્મની યોગ્યતા રહિતને ધર્મ આપવામાં અનર્થનું કારણ બને છે. જેમ કાચા ઘડામાં નાંખેલ પાણી ઘડાનો વિનાશ કરે છે અને પાણી પણ વિનાશ પામે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ચોથી વાત એ સમજાવી છે કે, ધર્મને જે તે રીતે સગવડતાએ કે અગવડતાએ અવિધિએ ગ્રહણ ન કરાય. જેમ મંત્ર ઔષધિ આદિ પણ વિધિપૂર્વક જ ફળ આપનાર બને છે; કહ્યું છે કે-પાંચમે આરે જેમ વિષ મારે, અવિવિદોષ તિમ લાગે.”
પૂ. યશોવિજયજી મહોપાધ્યાય જણાવે છે કે, જેમ વિષ મારે છે, તેમ અવિધિદોષ પણ પાંચમા આરામાં આત્માને પટકનાર છે. કડક આરાધનાઓ કરનાર પણ અવિધિથી સંસાર ફળને પ્રાપ્ત કરનાર થયા છે એવા દાખલાઓ છે.
શ્રી જૈજ્ઞકુલમાં જન્મ અને શ્રી વીતરાગદેવની ઓળખ થવી-આ પ્રબળ પુણ્યોદયથી બને છે. આવા પુણ્યવાળો આત્મા પોતાના હૈયામાં ધર્મ રાખીને જ જીવન જીવવાનું કદાપિ પણ ભૂલે નહિ. ધર્મને સમજનાર આવો વીતરાગનો ઉપાસક આત્મા પ્રભુ વીતરાગ દેવે સમજાવેલ પુણ્ય-પાપ અને પૂણ્ય-પાપના માર્ગનો સાચો જાણકાર બને છે;
પ્રણય-પાપ, આલોક-પરલોક, આત્મા-આદિને સમજવા માટે વીતરાગદેવની વાણી જ આધારભૂત છે, અને વીતરાગની વાણી તે જ આગમ, તે જ શાસ્ત્ર ભવ્યાત્માઓને જીવન જીવવામાં સહાયરૂપ એક દિવ્યચક્ષુ ગણાય છે.
શાસ્ત્રના જ્ઞાનરૂપ દિવ્યચક્ષુવાળો ભવ્યાત્મા વિષય અને કષાયરૂપ સંસારના રસમાં અટવાયેલ હોય તો પણ સંસારની અસારતા અને વિષય-કષાયના દારૂણ વિપાકોને સમજી શકે છે:
अपसत्था य जे जोगा परिणामा य दारुणा કારણ કે અપ્રશસ્ત સંસાર વધારનાર વિષયરૂપ જે યોગમાત્ર વિપાકે દારૂણ છે. આ રીતે સંસારની અસારતાને સમજીને પ્રાય: તેવો આત્મા સંસારથી ઉદ્વિગ્ન બન્યા વિના રહે નહિ.
સંસારથી ઉદ્વિગ્ન બનેલ આત્મા-સંવેગ, નિર્વેદ આદિ સમ્યગ્દર્શનના લક્ષણો પામી સંસારનો અંત લાવનાર બને છે, સંસાર પ્રત્યે વૈરાગી બનેલ આત્મા પોતાના આત્માને સંસારથી મુક્ત બનાવવાના ઉપાયરૂપ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ધર્મના સાચા સ્વરૂપને ઓળખનાર બને છે અને તેવા માર્ગને આચરવાની એક જ ભાવનામાં તમન્નાવાળો બને છે.
માત્ર સંસારથી સર્વથા છુટવા માટે સંસારથી મુક્ત થવાના ઉપાયને જાણવા માટે વિધિવત આગમપ્રજ્ઞઆગમકશળ આગમ-શ્રવણના ઉપાયોને જાણે અને પછી યથાશકય સંસાર-મુક્તિના ઉપાયમાં અડગ મેરૂ જેવો નિશ્ચલ શ્રદ્ધાવાનું બને, અને એ જ એક ઉપાયની આરાધનામાં તત્પર બને, એજ એક પવિત્ર હેતુથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરાવવા તથા તેની અનુમોદના કરવાનું શ્રી જૈનશાસનમાં અનેકાનેક ગ્રંથોમાં બાળજીવોના ઉપકારને માટે જ્ઞાની ભગવંતોએ બતાવેલ છે, અને તે બધાંયે આગમોક્ત વિધાન એક જ મોક્ષના ઉપાદેય કારણને લક્ષમાં રાખીને આચરવા જોગ છે.
તે આગમશાસ્ત્રની ગહનતાને કારણે નજીકના પૂર્વાચાર્યોએ અલ્પમતિવાળા જીવોના બોધની સહેલાઈ માટે આગમના સારરૂપે અનેક પ્રકીર્ણગ્રંથો બનાવી દ્રવ્યાનુયોગ અને ચરણ કરણાનુયોગના વિષયરૂપ ધર્મને સમજાવીને નિરંતર અપ્રમાદીપણે ધર્મની અવિચ્છિન્ન આરાધના કરવા ઘણી ધણી ભલામણ કરી છે.
આ કારણથી પરમ પુણ્યોદયથી જૈનશાસનને પ્રાપ્ત કરનાર ઘણા જીવોને ધર્મ આરાધનાની ભાવના જાગે છે, ઘણા જીવો પાપભીરુ પણ હોય છે, ભદ્રકભાવી જીવો પણ ધર્મની આરાધના માટે લગભગ દેખાદેખીથી ધર્મપ્રવૃત્તિ કરનાર બની જાય છે. તેવા જીવોને આટલી સૂચના ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
૧. ધર્મના જ્ઞાન માટે, ધર્મની સાચી સમજણ માટે, વર્તમાનકાળની આવશ્યક આરાધના માટે જ્ઞાની પુરુષોએ આગમના સારરૂપે ઘણાં પ્રકરણો બનાવ્યાં છે. જે વાંચવાથી સાચી સમજણ સાથે સાચો માર્ગ જરૂર પ્રાપ્ત થશે-એ એક નિઃસંદેહ વાત છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાલે સર્વ સંઘને માન્ય એવા પૂર્વાચાર્યોના બનાવેલ કેટલાક ગ્રંથો પ્રતિ ધ્યાન ખેચાય માટે જણાવાય છે. ૧. શ્રાદ્ધવિધિ-ગ્રંથ ૨. વંદિતા સૂત્રની ટીકાનું ભાષાંતર અપર નામ અર્થદીપિકા ૩. ધર્મરત્ન પ્રકરણ બે ભાગ, ૪. ધર્મસંગ્રહ બે ભાગ, ૫, ઉપદેશપ્રાસાદ ભાષાંતર-પાંચ ભાગ, ૬. પૂ. યશોવિજયજી મહોપાધ્યાય રચિત ટબાના ભાષાંતર, દેવેન્દ્રસૂરિકૃત ત્રણ ભાષ્ય સાથે. આ ઉપરાંત મહાપુરુષોએ બાલ જીવો માટે દ્રવ્ય ચરણ કરણાનુયોગના દળદાર સમજપૂર્વકના અનેક પ્રકરણોથી ભરેલ પ્રકરણરત્નાકર ચાર વિભાગ રૂપે કેટલાક વર્ષો પહેલાં ભીમશી માણેક તરફથી છપાયેલ છે, અનુભવ જ્ઞાન માટે ઘણા જ ઉત્તમ કોટીના વિષયો ટબાર્થ સાથે આપેલા છે જે વાંચવા લીધા પછી છોડવાનું મન થાય નહિ એવા છે.
આજે છાપાંઓ અને નોવેલ ઢબનાં પુસ્તકો નવા નવા ઢબના બ્લોકોથી, ચિત્રોથી, ભાષાથી, તોછડા હાસ્યાસ્પદ શબ્દોથી ભરપૂર વાંચન જોરદાર વધી રહેલ છે, કેવળ ધર્મના નામે આવાં વાંચન જીવનમાં જરા પણ સંવેગ-નિર્વેદના કારણરૂપ બનતાં નથી, ધર્મ ઘેલછા વધુ પ્રમાણમાં વધી રહેલ છે વળી આજે પરમોપકારી આપ્તપુરુષોના ગ્રંથોની ઉપેક્ષાથી મહાન આપ્તપુરુષોની ઓળખાણ, તેઓના જીવનની સંયમસુવાસ, તેઓની અડગ-શ્રદ્ધા આદિ કંઈ પણ જાણવા મળે તેવું પ્રાયઃ ઓછું થઈ રહેલ છે આ એક દુઃખદ વાત છે, આપ્ત પુરુષોના ગ્રંથોની અવગણનાથી સાચા અને વિધિ કથિત માર્ગથી ધજીવો શ્રુત થતા જાય છે.
ત્યારે ટુંકમાં-જિનદર્શન, વંદન-પૂજન ગુરુવંદન પૂજન ધર્મની વિવિધ આરાધનાઓના અને જીવનપર્યતના શ્રાવકુલના વહેવાર અને ધર્મ આચારોને બતાવનાર શ્રાદ્ધવિધિ ગ્રંથ મહાન ઉપકારી છે.
શ્રાવકધર્મના વિધિ માર્ગો માટે આ શ્રાદ્ધવિધિ ગ્રંથ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ મૂળ ગ્રંથ સત્તર ગાથાનો માગધી ભાષામાં રચાયેલો છે, માત્ર સત્તર ગાથા પ્રમાણ આ ગ્રંથમાં અનેકાનેક અતિ ઉપયોગી વિષયો સંક્ષિપ્ત છતાં સુસ્પષ્ટ રીતે સાંકળી ગ્રંથકારે કાવ્યમય ૧૭ ગાથા પર લગભગ પોણા સાત હજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી છે, વિષયો અને પ્રસંગો પર સુંદર વિવરણ કરીને તેને અનુરૂપ હૃદયંગમ દષ્ટાંતો પણ ચિતારરૂપે આલેખ્યાં છે.
આ ગ્રંથોમાં (૧) દિનકૃત્ય, (૨) રાત્રિકૃત્ય, (૩) પર્વકૃત્ય, (૪) ચાતુર્માસકૃત્ય, (૫) વાર્ષિકકૃત્ય અને (૬) જન્મકૃત્ય એમ છ વિભાગમાં શ્રાવકના આચરણ ધર્મનું બહુધા વર્ણન કરવામાં આવ્યું છે. લોકોત્તર માર્ગના એકાંત હિતને લક્ષમાં રાખી લૌકિક-વ્યાવહારિક બોધ પણ ઘણો જ ઉત્તમોત્તમ કોટીનો આપી યોગ્ય યોગ્ય સ્થળે નીતિ માર્ગના સુવાક્યોનો ઉપયોગ કરી ગ્રંથો આદિના પ્રમાણ આપી પ્રસ્તુત વિધાનને પ્રબળ પુષ્ટિ આપવા સાથે પોતાની સર્વતોમુખી પ્રતિભાનો પણ પરિચય કરાવ્યો છે.
મૂળ ગ્રંથ રચ્યા પછી ગ્રંથકાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સાહેબે, વિ.સં. ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ કૌમુદી નામની વિસ્તૃત ટીકા રચી હતી. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૪પ૭માં થયો હતો. છ વર્ષની વયે દીક્ષિત થયા હતા. ૩૬ વર્ષની ઉમરે ઉપાધ્યાય થયા હતા. ૪૫ વર્ષની વયે આચાર્ય થયા અને ૬૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા હતા.
ખંભાતમાં બાંધી નામના ભટ્ટે તેઓશ્રીને બાલસરસ્વતીનું બિરૂદ આપ્યું હતું. બેદરપુર (દક્ષિણ)માં તેમણે મહાન બ્રાહ્મણ ભટ્ટને પરાજિત કર્યા હતા. સોમ સૌભાગ્ય કાવ્ય તથા ગુણ રત્નાકર કાવ્યમાં તેમની ઉજ્વલ કારકિર્દી, અદૂભુત પ્રતિભા અને શાસન પ્રભાવના સભર સક્રિય જીવનનાં દર્શન થાય છે. તેઓશ્રી યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય હતા અને શ્રી સંતિકર સ્તોત્રના રચયિતા સહસ્ત્રાવધાની આ. શ્રી નિસુંદરસૂરીશ્વરજીની પાટે આવ્યા હતા. તેઓશ્રીની હયાતિમાં વિ.સં. ૧૫૦૮માં જિનપ્રતિમા પૂજા નિષેધક લુકામતની ઉત્પત્તિ થઈ.
આવા મહાપુરુષે રચેલ આ ગ્રંથ સજ્જનોના હાથમાં જવાથી કલિકાલના દોષે થતી ધર્મની હાનિ, ધર્મનો અનાદર અને ધર્મની અવિધિઓના દોષથી જરૂર બચી શકાય અને મોક્ષસાધક ધર્મની ઉજ્વલ આરાધનાનો માર્ગ વિસ્તૃત બને એ જ એક શુભાભિલાષા.
- આ. સોમચરિ
Page #7
--------------------------------------------------------------------------
________________
(પ્રકાશકીય નિવેદનો
વિક્રમ સંવત ૨૦૩૬માં આ શ્રાદ્ધવિધિ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય સિદ્ધાન્તનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય પ્રેરણાથી પ્રકાશિત થયેલ.
પરંતુ થોડા જ સમયમાં તેની સર્વનકલો ખપી જવાથી પુસ્તક અલભ્ય બનેલ. પૂ. આચાર્યદેવશ્રીની આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ તુરત બહાર પડે તેમ ખૂબ ઈચ્છા હતી. પરંતુ અમારી ઢીલ-પ્રસાદના કારણે એ શકય ન બન્યું, અને પૂજ્ય આ.ભ. સ્વર્ગવાસી બન્યા. પછી ૨૦૪૯માં બીજી આવૃત્તિ બહાર પડી. તે પણ હવે અલભ્ય બનવાથી અત્યારે ત્રીજી આવૃત્તિ બહાર પાડતાં ગૌરવ અનુભવીએ છીએ.
| વિક્રમ સંવત ૨૦૫૬ના ફાગણ સુદ ૭ તા. ૧૨-૩-૨૦૦૦ને રવિવારના રોજ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. તેની સ્મૃતિ નિમિત્તે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યદેવશ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર પ્રેરણાથી આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત થાય છે.
પ.પૂ. સિદ્ધહસ્ત લેખક આચાર્યદેવશ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજે ગ્રંથ અને ગ્રંથકાર.. એક પરિચય લખી આપી અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે.
અલ્પ સમયમાં સ્વચ્છ અને સુંદર મુદ્રણ કરી આપવા બદલ સિદ્ધાર્થ પ્રિન્ટરીવાળા શ્રી પ્રમોદચંદ્ર નવનીતલાલ ગાંધીને આ સમયે યાદ કર્યા વગર રહી શકતા નથી.
જ્ઞાન દ્રવ્ય દ્વારા પુસ્તક પ્રકાશનમાં મુખ્યત્વે સહાયક બનનાર
શ્રી દાંતરાઈ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ શ્રી દાંતીવાડા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ શ્રી હારીજ જેન વ્હે. મૂ. પૂ. સંઘ
સંપાદક સિદ્ધાંતનિષ્ઠ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમવિજય સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા
le
Page #8
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાન્તનિષ્ઠ પ.પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
: જન્મ : | : દીક્ષા: | : પંન્યાસ : | : આચાર્ય: | : રવર્ગવાસઃ સંવત ૧૯૭૧ | સંવત ૧૯૯૧ | સંવત ૨૦૧૫ | સંવત ૨૦૨૯ | સંવત ૨૦૪૮ શ્રાવણ સુદ-૧૫ | ચૈત્ર વદ-૭ મહા વદ-૧૦ મહા સુદ-૫ | જેઠ સુદ-૧૦ મોટી પાવડ | પાલિતાણા
ભાભર
ભાભર શાહપુર-અમદાવાદ દાંતિવાડા નિવાસી શેઠ દેવેન્દ્રભાઈ મણીલાલના ધર્મપત્નિ વસુમતિબેનના ઉપધાન તપની સ્મૃતિ તથા ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે આ પ્રતિકૃતિ દર્શનાર્થે સમર્પણ
તા.૧૨-૩-૨૦૦૦. વિ.સં. ૨૦૫૬, ફાગણ સુદ-૭
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
આપનું જ આપને અર્પણ હે શાસનના શણગાર સૂરિવર! સંયમજીવનના ૫૮ વર્ષના પર્યાય દરમ્યાન આપશ્રીએ અપૂર્વ આરાધના સાધના સિદ્ધાંતરક્ષા શાસનપ્રભાવના કરી. આપના જીવનને ધન્યાતિધન્ય બનાવ્યું. સદાય અપ્રમત્ત આપશ્રીનું નિર્મળ જીવન, જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની મુખમુદ્રા, હરહંમેશ ચિત્તપ્રસન્નતા
વહાવતું આપનું મુખારવિંદ! આ બધા આપના ગુણોની સુવાસ અમારાથી ભૂલાય તેમ નથી.
પરમ વાત્સલ્યમય ગુરૂદેવ!આરાધનાની મહેક જગતમાં ફેલાવી, અમારા દષ્ટિ પથમાંથી અમને નોંધારા મૂકીને આપશ્રી વિદાય થયા, પણ આપશ્રી અમારા હૈયામાંથી વિસર્યા વિસરાય તેમ નથી.
હે કરુણાના ભંડાર ગુરુદેવ!! પાષાણ જેવા મને આપશ્રીએ શિલ્પી બની પોતાની આગવી શૈલીથી ઘડતર કરી માનવ બનાવ્યો.
માનવ બનેલા મને જીવનની ક્ષણભંગુરતા સમજાવી આપે જ વૈરાગ્યવાસિત બનાવ્યો.
વૈરાગ્યવાસિત મને આપશ્રીજીએ જ વાત્સલ્યના અમીસિંચન સાથે શાસ્ત્રામૃતનું પાન કરાવી સંયમ માર્ગમાં સ્થિર કર્યો.
પરમ પૂજ્ય, પરોપકારી, પ્રાતઃસ્મરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય હે ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રી ! આ રીતે આપ મારા યોગક્ષેમમાં સતત જાગ્રત રહેતા હતા, તે ઉપકારોની કોઈ સીમા નથી, એ ઉપકારોના ઋણ અદા કરવા આપશ્રી કૃપાળુના ચરણારવિંદમાં નત મસ્તકે ઉપકારોની સ્મૃતિરૂપે આ શ્રાદ્ધવિધિ” નામક પુસ્તક આપના કરકમલમાં સાદર સમર્પણ કરતાં આપનું જ આપને અર્પણ કરી રહ્યાની અનુભૂતિ માણી રહ્યો છું.
- આપનો સદા ઋણી આજ્ઞાંકિત
પાદપઘરેણુ સેવક સોમસુંદર
Page #11
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર : એક પરિચય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અશ્રદ્ધાનો આ યુગ છે. અવિધિની આજે બોલબાલા છે. ધર્મના વિષયમાં અશ્રદ્ધા અને અવિધિ આજે તો એટલા બધા વ્યાપક બનતા ચાલ્યા છે કે, શ્રદ્ધા અને વિધિની વાત કરવી પણ હાસ્યાસ્પદ ગણાઈ રહી છે. આવા વિપરીત વાતાવરણમાં શ્રાદ્ધવિધિ'નું પ્રકાશન સામા પૂરે તરવા જેવું હોવા છતાં અત્યંત આવકાર્ય છે. કેમકે ધર્મનું સાચું ફળ પામવા માટે શ્રદ્ધા અને વિધિ આવશ્યક અંગ મનાયા છે.
સંસારમાં વાતે વાતે શ્રદ્ધાનો આશરો લેતા અને વારે ઘડીએ વિધિનો આશ્રય લેતા વર્ગને શ્રદ્ધા અને વિધિનું મહત્ત્વ સમજાવવું પડે એમ નથી. આવા મહત્ત્વથી સુપેરે પરિચિત વર્ગ જ્યારે ધર્મના વિષયમાં જ અશ્રદ્ધા અને અવિધિને ચલાવી લેવાની ઉદાસીનતા-વૃત્તિનો ભોગ બન્યો છે, ત્યારે શ્રાદ્ધવિધિ'નું પ્રકાશન અત્યંત ઉપકારી અને ઉપયોગી બની રહે છે.
શ્રાદ્ધવિધિ' ગ્રંથના રચયિતા તપાગચ્છીય સમર્થ વિદ્વાન પૂ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ છે. આ મહાપુરુષનો પરિચય ખૂબ જ પ્રેરક બને એવો છે : છ વર્ષની બાળવયે દીક્ષિત બનેલા આ મહાપુરુષ ૩૬ વર્ષની વયે ઉપાધ્યાય અને ૪૫ વર્ષની વયે આચાર્યપદ પામ્યા હતા, તેમજ ૬૦ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા હતા. અનેકવિધ સંસ્કૃત-સાહિત્ય-સર્જક આ મહાપુરુષે સોમ સૌભાગ્ય કાવ્ય, ગુણરત્નાકર કાવ્ય આદિ રચનાઓ કરી છે, જેમાં ઉચ્ચ-કક્ષાનું કવિત્વ ઝળકી રહેલું જોઈ શકાય છે. શ્રાદ્ધવિધિ મૂળગ્રંથની રચના કર્યા બાદ આ મહાપુરુષે વિ.સં. ૧૫૦૬માં શ્રાદ્ધવિધિ કૌમુદી' નામની ટીકા રચી હતી. ખંભાતમાં આ મહાપુરુષને બાલ સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. બેદરપુર (દક્ષિણ)માં આ મહાપુરુષે વાદમાં બ્રાહ્મણોને પરાજિત કર્યા હતા.
શ્રાદ્ધ વિધિકાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે જીવનકાળ દરમિયાન પ્રતિભા અને પુષ્પાઈ દ્વારા જૈન શાસનની સુંદર સેવા બજાવી હતી. તેઓશ્રી યુગપ્રધાન પૂ.આ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને સંતિક સ્તોત્રના રચયિતા સહસ્ત્રાવધાની પૂ.આ. શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજની પાટે પ્રતિષ્ઠિત મહારાજની રચના હોવાથી પ્રસ્તુ શ્રાદ્ધવિધિ' ગ્રંથ પણ શ્રતરાશિમાં એક આગવું સ્થાન-માન ધરાવે છે. ગ્રંથકારનો આટલો પરિચય મેળવી લીધા બાદ હવે આ ગ્રંથ અંગે પણ કંઈક વિચારીએ :
શ્રાદ્ધ શબ્દનો અર્થ શ્રાવક થાય છે અને વિધિ’નો અર્થ કરણીય ક્રિયાઓ-વિધાનો થાય છે. જે ગ્રંથમાં શ્રાવકે કરવા યોગ્ય કર્તવ્યો આદિનો નિર્દેશ થયો હોય, એ ગ્રંથ શ્રાદ્ધવિધિ' ! આ ગ્રંથમાં પ્રરૂપિત વિષયોનું સિંહાવલોકન કરીશું, તોય 'શ્રાદ્ધવિધિ’નું મળેલું નામ સાર્થક લાગ્યા વિના નહિ રહે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. તેની ટીકા શ્રાદ્ધવિધિ કૌમુદી'નું શ્લોક પ્રમાણ ૬ હજાર સાતસો અને એકસઠ થાય છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત થઈ રહ્યો છે, જે સામાન્ય જનતા માટે શ્રાવક જીવનના વિધિવિધાન અને કર્તવ્યો સમજવા માટે ખૂબ જ ઉપકારી બની શકે એમ છે. આજ સુધી અનેકવાર પુનર્મુદ્રિત બનેલો આ ગ્રંથ છેલ્લે છેલ્લે સિદ્ધાંતનિષ્ઠ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
Page #12
--------------------------------------------------------------------------
________________
સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન સંપાદન હેઠળ બે વાર પ્રસિદ્ધ થવા પામ્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં એ અપ્રાપ્ત બની જતા, એનું પુનર્મુદ્રણ પ્રારંભાયું, પરંતુ આ પ્રારંભ પૂર્ણાહુતિ પામે, એ પૂર્વે જ શ્રી સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સ્વર્ગવાસી બની જતા, તેઓશ્રીના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના સંપાદનપૂર્વક આ ગ્રંથ પ્રસિદ્ધિ પામી રહ્યો છે. કેવો આ યોગાનુયોગ કે ગ્રંથરચયિતા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ગુરુદેવનું નામ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી હતું અને આ ગુજરાતી અનુવાદના સંપાદકશ્રી પણ આ જ નામ ધરાવે છે !
શ્રાદ્ધવિધિ ગ્રંથ ૬ પ્રકાશનો વિસ્તાર ધરાવે છે પ્રથમ પ્રકાશમાં શ્રાવકના દિનકૃત્યો વિસ્તારથી વર્ણવાયા છે. આ વર્ણન શ્રાવકનું સ્વરૂપ, પાંચ તત્ત્વો, એનું ફળ, ચન્દ્ર-સૂર્ય નાડીમાં કરવા યોગ્ય કાર્યો, નવકાર જાપ-વિધિ, ભસ્યાભઢ્ય, ૧૪ નિયમ, અશનાદિ ૪ પ્રકારના આહાર, જિનપૂજા વિધિ, દાતણ આદિ કરવામાં રાખવા જેવી સાવચેતી, જિનમંદિરાદિના દ્રવ્યની વ્યવસ્થા, પૂજાના પ્રકારો, દેવ-ગુરુ સંબંધી આશાતનાઓ, દેવદ્રવ્ય-સાધારણ દ્રવ્ય આદિની સમજણ, ગુરુવંદનવિધિ, વેપાર આદિ ગૃહસ્થોચિત કાર્યોમાંય કરવા યોગ્ય વિવેક, શ્રાવક જીવનને શોભાવતી મર્યાદાઓ, ખાનપાન સંબંધી મહત્ત્વનું માર્ગદર્શન : આદિ અનેકવિધ વિચારણાઓથી ખૂબ જ પઠનીય/મનનીય બની જવા પામ્યું છે.
બીજા પ્રકાશમાં રાત્રિકૃત્ય અંગેની વિચારણા પ્રસ્તુત છે. જેમાં સામાયિક તથા દેવસી-રાઈ આદિ પ્રતિક્રમણોની વિધિ, ગુરુ-વેયાવચ્ચ, સ્વાધ્યાય, સ્વજનો આદિને ધર્મોપદેશ આપવાનું વિધાન, કામરાગ ને કષાયજય અંગે કરવાની વિચારણા અને ધર્મીના મનોરથો આદિ મુદ્દાઓ ખૂબ જ વિસ્તારથી વિવેચાયા છે.
ત્રીજા પ્રકાશમાં પર્વકૃત્યોની વિચારણા રજૂ થઈ છે. આમાં પર્વ દિવસો, અઠ્ઠાઈઓની વિચારણા, તિથિવિચારમાં ઉદયતિથિનું પ્રામાણ્ય, કલ્યાણક-આરાધનાનું મહત્ત્વ, પૌષધવ્રત આદિ વિષયો વિવેચાયા છે.
ચતુર્થ પ્રકાશમાં ચાતુર્માસિક કૃત્યોના વર્ણનમાં નિયમના પ્રકારો, ચાતુર્માસિક અભિગ્રહો, ચાતુર્માસિક કૃત્યો અંગે અજૈન શાસ્ત્રોની સાક્ષી વગેરેનું સુંદર વિવેચન છે.
પાંચમા પ્રકાશમાં વાર્ષિક કૃત્યો અંગે વિસ્તારથી સમજણ આપવામાં આવી છે. જેમાં સાધર્મિક વાત્સલ્ય આદિ કર્તવ્યો, આલોચના, આલોચનાના દાતા અને ગ્રાહકનું સ્વરૂપ આદિ વિષયો વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે.
છઠો પ્રકાશ જન્મકૃત્યના વર્ણનથી સભર છે. આ પ્રકાશમાં ઘણી મહત્ત્વની વાતોનું વિવેચન છે. ગૃહસ્થનું નિવાસસ્થાન કેવું હોવું જોઈએ? વગેરે વિષયો એટલા ઊંડાણથી સમજાવવામાં આવ્યા છે કે, એના વાંચનથી શાસ્ત્રકારોએ સમ્યગદષ્ટિ-શ્રાવકની ધર્મારાધના ક્રમેક્રમે વૃદ્ધિગત થતી રહે, એ માટે કેટલી બધી કાળજી લીધી છે, એનો ખરો ખ્યાલ આવે. જીવન-વ્યવહારમાં ઉપયોગી અનેક બાબતો - ઉપરાંત શ્રાવકે જીવનમાં ઓછામાં ઓછા એકવાર તો અવશ્ય કરવા યોગ્ય જિનમંદિર નિર્માણ, જીર્ણોદ્ધાર, દિક્ષામહોત્સવ, પદસ્થાપના મહોત્સવ, ભાવશ્રાવકનું સ્વરૂપ આદિ વિષયોના વર્ણન સાથે શ્રાદ્ધવિધિ ગ્રંથ પૂરો થાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
10
અનાદિકાલીન આપણો સંસાર કર્મ-સર્જિત છે, એને વિસર્જિત કરવો હોય, તો ધર્મની શરણાગતિ-આરાધના સ્વીકારવી જોઈએ. અને ધર્મની આરાધના માટે ત્રણ ચીજો આવશ્યક ગણાય. શાસ્ત્રોની આજ્ઞા, જ્ઞાનિની નિશ્રા અને વિધિપૂર્વકની ધર્મપ્રવૃત્તિ ! આની સાથંત જાણકારી આપનારા ગ્રંથોમાં શ્રાદ્ધવિધિ' શ્રેષ્ઠ ગ્રંથ છે. આના વાંચનથી એક વાત તો ફલિત થાય જ છે કે, ધર્મ મોક્ષદાતા હોવા છતાં યોગ્યધર્મ, યોગ્ય રીતે યોગ્યતા મેળવવા કે મેળવીને, યોગ્યની પાસેથી ગ્રહણ થાય, તો જ ધર્મનું પરમ/ચરમ ફળ મોક્ષ પામી શકાય. આજે અશ્રદ્ધા ને અવિધિ વધી રહ્યા છે, એ તો ચિંતાનો વિષય તો છે જ. પણ એથી ય વધુ ચિંતાનો વિષય તો એ છે કે, શ્રદ્ધા અને વિધિ તરફના પ્રેમ અને પક્ષપાતમાં પણ મોટી ઓટ આવી ગઈ છે. આ ઓટ ટળી જાય અને શ્રદ્ધાવિધિના આપણે પક્ષપાતી બની જઈએ, તોય આપણો બેડો પાર થઈ જાય. અને આવા પક્ષપાતી બનવા માટે આ ગ્રંથનું વાંચન ખૂબ જ ઉપયોગી/ઉપકારી બની રહેશે, એ નિઃશંક છે.
સંઘ અને સમાજ હોય, ત્યાં સમસ્યા અને સવાલોનું અસ્તિત્વ કંઈ બહુ આશ્ચર્યકારી ન ગણાય ! પણ એનો ઉકેલ દર્શાવનારા શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપનારા ગુરુ ભગવંતો વિદ્યમાન હોવા છતાં એ સવાલો/સમસ્યાઓ ઊભી જ રહે, એને તો આશ્ચર્યોનું આશ્ચર્ય ગણાવી શકાય આજના વાતાવરણમાં આવા આશ્ચર્યો ઓછાવત્તા પ્રમાણમાં ઘણે સ્થાને જોવા મળે છે. દેવદ્રવ્ય કોને કહેવાય? આરતી આદિના ચડાવાઓની ઉપજ કયા ખાતે જાય? ગૃહમંદિર રાખનારે શી શી કાળજી રાખવી જોઈએ? સ્વદ્રવ્યથી પૂજા કરવાની ભાવના-ભક્તિ હોવા છતાં શક્તિ ન હોય, તો પ્રભુ પૂજાનું કર્તવ્ય કઈ રીતે અદા કરવું જોઈએ? સપ્ત ક્ષેત્રની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? પૂજારી કેવો હોવો જોઈએ અને એના જીવનનિર્વાહની વ્યવસ્થા કયા દ્રવ્યમાંથી કરવી જોઈએ ? આવા બધા સવાલોનું સ્પષ્ટ માર્ગદર્શન આપતા આ ગ્રંથના ત્રીજા પ્રકાશમાં વર્ણિત પર્વકૃત્ય' વિભાગનું બરાબર વાંચન કરવામાં આવે, તો આજના બહુ ચર્ચિત તિથિ પ્રશ્નનો ઉકેલ પણ હાથવેંતમાં જ જણાય. તિથિની વધઘટ આવે ત્યારે કઈ તિથિને પ્રમાણ ગણવી? આરાધના આદિમાં ઉદયતિથિનું પ્રામાણ્ય શા માટે ગણવું? આની સચોટ અને સુંદર માહિતી આપવામાં આવી છે.
આમ, શ્રાદ્ધવિધિ ખરેખર એક અનુપમ ગ્રંથ છે. શ્રાવક જીવનને શોભાવી શકવાની ક્ષમતા આ ગ્રંથમાં છે. શ્રાવકનું ધ્યેય સર્વવિરતિ-સંયમ જ હોય, પણ અશક્તિના કારણે એ સર્વવિરતિ સ્વીકારી ન શકે, તો સર્વ વિરતિના સ્વીકારની શક્તિ કેળવવાના મુદ્રાલેખપૂર્વક એ ધર્મારાધના કઈ રીતે કરે ? આટલું જ નહિ, એ પોતાનો ઘરસંસાર પણ કઈ રીતે ચલાવે? એનું માર્ગદર્શન આ ગ્રંથના ૪૦૦ પૃષ્ઠોમાં ઠેર ઠેર જોવા મળે છે. એથી આ ગ્રંથનું પ્રકાશન ખરેખર ઉપયોગી અને ઉપકારી થઈ પડશે. શ્રાદ્ધવિધિ’ના વાંચન-મનનથી જૈન સંઘમાં શ્રદ્ધાનું વાતાવરણ વધુ વેગીલું બને, આવું વાતાવરણ શ્રાદ્ધોને જન્મ આપે અને એની ધર્મક્રિયાઓ વિધિયુક્ત' બને, એવી કલ્યાણ કામના સાથે શ્રાદ્ધવિધિ ના પ્રકાશનનું સહર્ષ સ્વાગત આરાધના ભવન, પાછિયાની પોળ,
આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ રીલીફ રોડ, અમદાવાદ-૧.
Page #14
--------------------------------------------------------------------------
________________
रथाकारयुक्त जिन मंदिर दांतराई (राज.)
અંજન સલાકા પ્રતિષ્ઠા સં.૨૦૫૪ જેઠ સુદ -૧૦ તા. ૪-૬-૧૯૯૮
પુનિત નિશ્રા 'સિદ્ધાંત નિષ્ઠ પ.પૂ.આ.દે.શ્રી સોમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટવિભૂષક પ.પૂ.આ.ભ.શ્રી. સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા
સૌજન્ય: દાંતરાઈ જૈન સંઘ. દાંતરાઈ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
11
શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકના ગુજરાતી અનુવાદની
વિષય-સૂચી વિષય
વિષય પ્રથમ પ્રકાશઃ દિનકૃત્ય
|કમલબંધ ગણવાની રીત ... ટીકાકારનું મંગલાચરણ ........
શ્રી નવકારમંત્રનો પ્રભાવ ........ ટીકા કરવાનું પ્રયોજન
૧ પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ ......... ગ્રંથનું મંગલાચરણ
રજાપનો પ્રભાવ આ ગ્રંથમાં જે જે કારોનું વર્ણન
નવકારનો મહિમા અને ફળ કરવાનું છે, તેનાં નામ
૩]નવકારથી થતા આ લોકના ફળ ઉપર ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દાંત , ૪|શિવકુમારનું દાંત વરાહમિહિરની કથા
નવકારથી થતા પરલોકના ફળ ઉપર ગામડાના કુલપુત્રનું દષ્ટાંત .....
વડની સમળીનું દષ્ટાંત . શ્રી આદ્રકુમાર
ધર્મજાગરિકા શ્રાવકના એકવીશ ગુણ
કાયોત્સર્ગ કરવાની રીત શુકરાજની કથા
૧૧ સ્વપ્નવિચાર શુકરાજના પૂર્વભવનું વૃત્તાંત ........ રર પ્રાતઃકાળ વિધિ શત્રુંજયતીર્થનાં એકસો આઠ નામો
૨૫ નિયમ લેવાનો વિધિ કથાન્તર્ગત શ્રી દત્તકેવલીનો પૂર્વભવ ...... ૩૨ સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ દશ પ્રકારનાં સત્ય
૪૫| સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા શ્રાવકનું સ્વરૂપ તથા વેશ્યા દ્વારા દ્રવ્યક્રિયા..... ૬૩|(બદલવા)નાં કારણ . ભાવશ્રાવકના ત્રણ ભેદ
••••••••• ૬૪ આટો (લોટ) મિશ્ર થવાની રીતિ ..... સુરસુન્દરકુમાર શેઠની પાંચ
| |પકુવાન આશ્રયી કાલ-નિયમ ........ સ્ત્રીઓનાં દષ્ટાંત
૬૪)દહીં, દૂધ અને છાશનો વિનાશકાલ .... શ્રાવકના પ્રકાર
૬૭ દ્વિદળ કોને કહેવું? શ્રાવક શબ્દનો અર્થ
૬૯ અભક્ષ્ય કોને કહેવાં? જાગૃત થવાનો સમય અને પ્રાતઃવિચારણા.... ૭૧|ઉકાળેલા પાણીની રીતિ ... જાગૃત થતાં તપાસવાનાં તત્ત્વો તથા ચંદ્ર સૂર્ય નાડી ૭૨/અચિત્ત જળ કયાં સુધી રહે તેનું કાળમાન ..... પાંચ તત્ત્વની સમજ
૭૩|સર્વ સચિત્તનો ત્યાગ કરવા ઉપર અંબડ તત્ત્વોનો અનુક્રમ
૭૩|પરિવ્રાજક (તાપસ)ના સાતસો શિષ્યોનું દષ્ટાંત તત્ત્વોનો કાળ
૭૩ ચૌદ નિયમ ધારવાની વિગત ......... તત્ત્વમાં કરવાનાં કાર્યો
૭૩ પચ્ચખાણ કરવાની રીત તત્ત્વોનું ફળ
૭૪|એશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ ..... ચન્દ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો ૭૪]અણાહારી ચીજોનાં નામ
........ સૂર્યનાડી વહે તે સમયે કરવા યોગ્ય કાર્યો ૭૪ પચ્ચકખાણનાં પાંચ સ્થાન ભેદ ...... સૂર્યનાડીમાં વિશેષ કરવા યોગ્ય કાર્યો ....... ૭૫ જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ ...... નમસ્કાર મહામંત્રનું સ્મરણ .....
૭૬ લઘુનીતિ વડી નીતિ કરવાની દિશા ... નવકાર ગણવાની રીત
૭૬|પ્રભાતની સંધ્યાનું લક્ષણ ........
•.
૯૬
.......
Page #17
--------------------------------------------------------------------------
________________
12
• ૧૧૮
૧ર
૧૨૬
૧૨૮
સાયંકાલની સંધ્યાનું લક્ષણ ......
૧૦૨]નિર્માલ્યનું લક્ષણ મળમૂત્ર કરવાના સ્થાન
૧૦૨] પૂજાના ત્રણ પ્રકાર
.......... ૧૧૯ સાધુ મ. આશ્રયી લઘુનીતિ-વડીનીતિ
દેવપૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ કરવાની દિશા
૧૦૩] પાપ લાગે છે તે ઉપર જીણહાકનું દાંત ૧૨૦ સંમૂછિમની ઉત્પત્તિ
કારબિંબ અને સમવસરણબિંબ પૂજા ......... દાતણ કરતાં શુભસૂચક અગમચેતી
મૂલનાયકની પ્રથમ પૂજા કરવા દાતણનું પ્રમાણ અને તે કરવાની રીતિ ...... ૧૦૪|સંબંધે શંકાકારનો પ્રશ્ન . દાતણ ન કરવા વિષે
મૂલનાયકની પહેલી પૂજા કરવાનો વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ
દોષ ન હોવા સંબંધી ઉત્તર દાતણ અંગે માર્ગદર્શન
પ્રતિમાજીની સાચવણી ...
૧૨૩ દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી ૧૦૫ સ્નાત્રજળ અંગે
૧૨૪ દાતણ કરવાના નિષેધ વિષે ૧૦૫ અગ્રપૂજા અધિકાર
૧૨૫ વાળ સમારવા વિષે ....... ૧૦૫નવૈદ્યપૂજા દરરોજ પોતાને ઘેર દર્પણ જોવાથી અગમચેતી ......
૧૦૫રાંધેલા અન્નથી પણ કરવા વિશે ....... ૧૨૫ સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ ૧૦૬/નૈવેદ્યપૂજાના ફલ ઉપર દષ્ટાંત .............. સ્નાન કરવાનો જરૂરી સમય .
૧૦૬ નૈવેદ્ય ચઢાવવા સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણ ૧૨૬ હજામત ન કરાવવા વિષે .......
૧૦૬|ભાવપૂજાનો અધિકાર ... ......... ૧૨૭ સ્નાન વિષે. ૧૦૬ ચૈત્યવંદનનના ભેદ
૧૨૭ ગંગા કોને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ ........ ૧૦૭|સાત વખત કરાતા ચૈત્યવંદન ............ ભાવ-સ્નાનનું સ્વરૂપ .......
ત્રણઅવસ્થાની ભાવના ........... પૂજા વિષે આશાતના કરવાથી
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો .... થતા નુકશાન વિષે દાંત .....
| પંચોપચારિકી પૂજા પૂજા કરતી વખતે કેવાં વસ્ત્ર જોઈએ ....... અખોપચારિકી પૂજા ઉત્તરાયણ કેવું વાપરવું
સર્વોપચારિકી પૂજા બીજાનું વાપરેલું વસ્ત્ર ન વાપરવાનું દષ્ટાંત ... ૧૧૦| પૂજાના સત્તર ભેદ
૧૩૦ પૂજામાં દ્રવ્યશુદ્ધિ ...........
૧૧૧|પૂજા સંબંધી ઉપયોગી સૂચનો પૂજા માટે ભાવશુદ્ધિ
૧૧૧]એકવીશ પ્રકારી પૂજાનો વિધિ દેરાસરમાં પ્રવેશ કરવાનો ક્રમ
૧૧૧] એકવીશ પ્રકારી પૂજાનાં નામ જિનમંદિર જવાનો વિધિ ...
૧૧૨| અશુભ વસ્તુ વર્જન દશાર્ણભદ્ર રાજાનું દષ્ટાંત ....... ૧૧૨/સ્નાત્રપૂજા ભણાવવાની રીતિ.
૧૩૨ બત્રીશબદ્ધ નાટકનાં નામ
૧૧૪| શાન્તિજળ અંગે સામાન્ય પુરૂષોને દેરાસરે જવાની વિધિ ...... ...... ૧૧૫]લુણ ઉતારવા અંગે ..
૧૩૪ શ્રાવકના પંચાભિગમ
૧૧૬| આરતી મંગળદીવા અંગે ....... રાજાના પંચાભિગમ
૧૧૬| કેવી પ્રતિમા પૂજવી ? ...... નિસીહિ
૧૧ ચૈત્ય સંભાળ તથા નિર્ધનની દ્રવ્ય ભાવપૂજા... ૧૩૭ પ્રદક્ષિણા દેવાની રીત ......
૧૧૬] પૂજામાં ધારવા યોગ્ય બેહજાર ચુમ્મોતેર બાબતો ૧૩૮ નવઅંગની ચંદનાદિકથી પૂજા .......... ૧૧૭|ચિત્રકારનું દષ્ટાંત
.. ૧૪૦ પહેલાંની કરેલી પૂજા કે આંગી
અવિધિએ કરવા કરતાં ન કરવું સારું ઉતારી પૂજા થાય કે નહીં ? ૧૧૮ એ વિધાન અંગે ...
.... ૧૪૨
૧૩૦
૧૩૦
૧૩૨
..............
૧૩૨
૧૩૪
૧૩પ
૧૩૬
** ૦રાત
Page #18
--------------------------------------------------------------------------
________________
13
••••. ૧૭૬
૧૮૫
અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત .... ૧૪૩|દેવદ્રવ્ય વ્યવસ્થિત આપવા અંગે ...... ત્રણ પ્રકારની પૂજાનું ફલ
૧૪૩ મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દષ્ટાંત ૧૭૭ દ્રવ્યસ્તવના બે ભેદ
૧૪૪ દહેરાસરની સામ્રગીનો ઉપયોગ
•••••••••••. ૧૭૭ પારકી પૂજા ઉપર દ્વેષ રાખવા
| થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ સંબંધી કુંતલારાણીનું દષ્ટાંત
૧૪૫ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દષ્ટાંત ....... .. ૧૭૮ ભાવસ્તવનો અધિકાર
૧૪૬ વરદહેરાસરમાં ચઢાવેલા અક્ષતાદિની વ્યવસ્થા ૧૭૯ દ્રવ્ય અને ભાવસ્તવનું ફલ ................ ૧૪૬] પારકું દ્રવ્ય ન વાપરવું ......... ૧૮૦ દ્રવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી ૧૪૬ પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? ...... પૂજાના મનોરથથી પણ થતું પુણ્ય ........... ૧૪૭|સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક ............. ૧૮૦ ત્રિકાળપૂજા
..............
૧૪૭|માતા-પિતાદિ અંગે તો પુણ્ય જીવતાં જ કરવું ૧૮૧ પૂજામાં બહુમાન વિધિ - ઉપર ચતુર્ભગી ...... ૧૪૮| તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય ... ........... ૧૮૧ અનુષ્ઠાન ૧૪૯ પચ્ચક્ખાણનો વિધિ .....
૧૮૨ વિધિ-બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા .... ૧૫૦ ગુરુવંદનનું ફળ ..
૧૮૨ ધર્મદત્તનો પૂર્વભવ
૧૫ર ગુરુવંદનના પ્રકાર અને વિધિ
...........
૧૮૨ દેરાસરની ઉચિત ચિંતા, સારસંભાળ ૧૬૦| પચ્ચખાણનું ફળ આશાતનાના પ્રકાર ૧૬૧] ધમ્પિલકુમાર તથા દ્રઢપ્રહારીની કથા
૧૮૩ જ્ઞાનની આશાતના ૧૬૧ ગુરુ પાસે કેમ બેસવું?
૧૮૫ દેવની આશાતના
૧૬૧|દેશના સાંભળવાની રીતિ .... દેવની જઘન્ય ૧૦ આશાતનાઓ
૧૬૨ દેશના શ્રવણના લાભો દેવની મધ્યમ ૪૦ આશાતનાઓ
૧૬૨| પ્રદેશી રાજાનું દૃષ્ટાંત ....... દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ ૧૬૨ આમરાજાની કથા
૧૮૭ બૃહભાગ્યમાં બતાવેલી પાંચ આશાતનાઓ ... ૧૬૪ કુમારપાલની કથા ........ ગુરુની તેત્રીશ આશાતના ૧૬૪ થાવસ્ત્રાપુત્રની કથા
૧૮૯ ગુરૂની ત્રિવિધ આશાતના ....... ૧૬૬ ડ્યિા અને જ્ઞાન વિષે .... સ્થાપનાચાર્યની આશાતના
૧૬૬| તામલિ તાપસ, પૂરણ તાપસની કથા ......... ૧૯૧ દર્શન ચારિત્રના ઉપકરણની આશાતના ...... ૧૬s| અંગારમર્દકની કથા .......
૧૯૨ ઉસૂત્રભાષણ આશાતના વિષે ........ ૧૬ સાધુને સુખશાતા પૂછવા તથા વહોરાવવા વિષે ૧૯૩ દેવદ્રવ્યાદિનો નાશ-આશાતના કરવાનું ફલ ... ૧૬૭] દાનની નિમંત્રણા ઉપર જીર્ણ શેઠનું દષ્ટાંત ૧૯૪ સાધારણ દ્રવ્યનું લક્ષણ ....
૧૬ શાલિભદ્રની કથા ....
.......... ૧૯૪ દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ? ........... ૧૬૯/રેવતિ શ્રાવિકા ....
...... ૧૯૫ દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર
ગ્લાન સાધુની વૈયાવચ્ચ વિષે સાગરશ્રેષ્ઠીનું દષ્ટાંત .......... ..... ૧૬૯| જીવાનંદ વૈદ્યની કથા
....... ૧૯૫ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય
જયંતિ શ્રાવિકા, વંકચૂલની કથા ............ ૧૯૬ ઉપર કર્મસાર, પુણ્યસારનું દષ્ટાંત ........... ૧૭૨ અવંતિકુમાર, કોશા વેશ્યા ................ ૧૯૭ દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે જૈનોના દ્રષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા ૧૯૮ ઋષભદત્તનું દષ્ટાંત ....
૧૭૫ અભયકુમારની કથા ........ દેવદ્રવ્યાદિ તરતજ આપવા અંગે ૧૭૫ સાધ્વીને સુખશાતા પૂછવી ......
૧૯૮ દેવદ્રવ્યનાં સંભાળનારને લાગતા
ગુરુ પાસે અભ્યાસ કરવો ...... દોષ અંગે દ્રષ્ટાંત ૧૭૬ માસતુપ મુનિની કથા .
૧૯૯
s
૧૮૮
૧૯૮
..........
૧૯૮
Page #19
--------------------------------------------------------------------------
________________
14
:
:
૨૧૮
૨૧૮
:
૨૧૮
•
•
.....
૨૨૦
૨૨૧
રરર
૨૨૩
૨૨૫
૨૨૫ ૨૨૬
૨૦૬,
રરક
૨૦૭
........ ૨૨૭
૨૨૮
દ્રવ્ય ઉપાર્જન વિધિ
૧૯૯| ઉઘરાણી કેમ કરવી?
................
૨૧૭ ન્યાય ઉપર દૃષ્ટાંત . .........
૨૦૦| શેઠની પુત્રીનું દષ્ટાંત વ્યાપાર વિધિ
૨૦૧] કોઈની ઈર્ષ્યા ન કરવી ધન ઉપાર્જન કરવા કરતાં પણ
મન મલિન અંગે બે મિત્રનું દષ્ટાંત .......... પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર ૨૦૨ખોટા માપ-તોલ ન રાખવા .....
૨૧૯ આજીવિકાના સાત ઉપાય
૨૦૨ વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દાંત , ૨૨૦ વ્યાપાર
૨૦૨/કર્મચંડાળ વિદ્યા
૨૦૨ વિશ્વાસઘાત ઉપર વિસેમીરા'નું દષ્ટાંત ..... ખેતી .........
૨૦૩] પાપના પ્રકાર . કળા કૌશલ્ય
ન્યાયમાર્ગને જ અનુસરો બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત
૨૦૪)સત્ય વચન ઉપર મહણસિંહનું દાંત ૨૨૪ સેવા
ર૦૪|ભીમસોનીનું દષ્ટાંત ........ સેવા કોની કરવી ?
૨૦૫]મિત્ર કેવો કરવો ................ સેવક કેવો હોય?
૨૦૫ દુર્જનો સાથે કેવી રીતે વર્તવું? રાજાને વશ કરવાની રીતિ
૨૦૫, પ્રીત હોય ત્યાં લેણ-દેણ ન કરવી .... ૨૨૬ સ્વામી આદિને વિનંતિ ક્યારે કરવી? ...... ધનેશ્વર શેઠનું દષ્ટાંત ... રાજસેવાની શ્રેષ્ઠતા
૨૦૬ધન આપતા સાક્ષી રાખવાથી થતો લાભ....... ૨૨૭ શ્રાવકે કેવાં રાજકાર્ય તજવાં ?
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી?.... ભિક્ષા
૨૦૭ધર્માદિના સોગન ન ખાવા ...
ધર્માદિના સોગન ન ખાવા .......................... ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ .... ૨૦૮| પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે
૨૨૮ ભિક્ષાના ત્રણ પ્રકાર.
અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દાંત ૨૨૯ વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ ....... ૨૦૯| પરદેશ આદિમાં ધ્યાન રાખવા દ્રવ્યશુદ્ધિ ૨૦૯|લાયક નીતિવચનો
૨૨૯ કેવા માલનો પાર ન કરવો
૨૧|સત્કાર્યોના મનોરથો કરવા જોઈએ ક્ષેત્રશુદ્ધિ
૨૧૦ પાપઋદ્ધિ અંગે દાંત કાલશુદ્ધિ
૧૦દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો ૨૩ર ભાવશુદ્ધિ
અતિલોભ પણ ન કરવો
૨૩૨ ઉધાર કોને ન આપવું?
ધર્મ-અર્થ અને કામનું સેવન મુગ્ધશેઠનું દષ્ટાંત ૨૧૧ કૃપણે કરેલ દ્રવ્યસંગ્રહ
૨૩૩ યોગ્ય વ્યાજ લેવું ૨૧૨/આવક મુજબ ખર્ચનું પ્રમાણ
૨૩૪ દેવું ન રાખવું ૨૧૨ નવી વહુનું દષ્ટાંત
ર૩૪ ઉત્તમ લેણદાર કોણ? ૨૧૨ વિદ્યાપતિનું દષ્ટાંત
૨૩૫ ભાવડ શેઠનું દષ્ટાંત
૨૧૨ ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ .... ધન, શસ્ત્ર વગેરે ખોવાય તો તેને વોસિરાવવાં ૨૧૩ દેવ અને યશ શેઠનું દાંત
૨૩પ આભડ શેઠનું દાંત , ૨૧૪,સોમરાજાનું દષ્ટાંત
૨૩૬ વૈર્યવૃત્તિ ૨૧૫દાન આપતાં થતી ચોભંગી
૨૩૭ ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દાંત ૨૧૫ અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી અહંકાર ન કરવો ... ........ ૨૧૬ થનાર રકશેઠનું દષ્ટાંત
૨૩૮ ઢંઢણકુમારની કથા ...... ૨૧૭ વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ
૨૪૦
.....
૨૩૧
#
૨૩૧
#
#
#
૨૩૩
#
લાભ .......... ૨૩૫
L
.....
Page #20
--------------------------------------------------------------------------
________________
15
......
*
*
*
૩૧૧
૩૧૧
.........
+ , , , ,
દેશ વિરૂદ્ધ
ર૪૦| ભોજનાવસરે સુપાત્રદાન વિગેરે ............ ૩૦૭ કાળ વિરૂદ્ધ
૨૪૧]પ્રકૃતિને યોગ્ય અને પરિમિત ભોજન કરવું ૩૦૮ રાજ વિરૂદ્ધ ૨૪૧ભોજનની વિધિ
૩૦૯ પરનિંદા અને સ્વસ્કૃતિ ન કરવી ....... ૨૪ર| કેવું ભોજન કરવું?
૩૦૯ પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દષ્ટાંત ......... ૨૪ર પાણી કેમ અને કયારે પીવું ?
૩૧૦ સાચા દોષો પણ ન બોલવા અંગે
ભોજન પછીના કૃત્યાકૃત્ય
૩૧૦ ત્રણ પુતળીનું દાંત
... ૨૪૩ સિદ્ધાંતમાં કહેલો ભોજનવિધિ લોકવિરુદ્ધ આચરવું નહીં
.............
૨૪૩| સ્વાધ્યાયના ભેદ ધર્મવિરૂદ્ધ ૨૪૩ એડકાક્ષનું દષ્ટાંત
૩૧૩ ઉચિત આચારો અને તેના નવ ભેદ . ૨૪૪|દ્વિતીય પ્રકાશ : રાત્રિત્યા ૩૧૪ પિતાનું ઉચિત ૨૪૪| પ્રતિક્રમણ
૩૧૪ માતા-પિતાદિકના ઉપકારનો બદલો ૨૪૫| સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા સ્વામિના ઉપકારનો બદલો ... ૨૪૬વિષે શંકા અને સમાધાન
...... ૩૧૪ ધર્માચાર્યના ઉપકારનો બદલો .... ૨૪૬| પ્રતિક્રમણ કરવા માટે દ્રઢ અભિગ્રહ ઉપર દાંત ૩૧૫ માતાના ઉચિતની વિશેષતા
૨૪૬ પ્રતિક્રમણના ભેદ અને તેનો સમય .......... ૩૧૫ ભાઈઓનું ઉચિત ૨૪૭/દેવસિય પ્રતિક્રમણનો વિધિ
૩૧૭ ભાઈને શિખામણ ૨૪૭| રાઈય પ્રતિક્રમણનો વિધિ
૩૧૮ સ્ત્રીનું ઉચિત ૨૪૮| પફિખ પ્રતિક્રમણનો વિધિ
........
૩૧૮ સ્ત્રીઓનાં ગૃહકાર્યો
૨૪૯/ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણનો વિધિ ૩૧૯ સ્ત્રીની સાચવણી ૨૪૯| ગુરુની વિશ્રામણા
૩૧૯ સ્ત્રી સાથે વર્તન ૨૪૯ સ્વાધ્યાય કરવો
૩૧૯ મંથર કોળીનું દાંત ૨૫૦ ૧૮ હજાર શીલાંગરથનું ચિત્ર .....
૩૨૦ પુત્રનું ઉચિત ૨૫૧ ૧૮ હજાર શીલાંગરથનું સ્વરૂપ
૩૨૧ કજોડાનું દષ્ટાંત
૨પર નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ ૩૨૧ સગા-સંબંધીઓનું ઉચિત ૨૫૩| ધર્મદાસનું દષ્ટાંત
૩૨૨ સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત ......... ૨૫૪|સ્વજનો આદિને ધર્મોપદેશ ગુરુનું ઉચિત
૨૫૫ ધન્ય શેઠનું દષ્ટાંત સ્વ-નગરનિવાસીઓનું ઉચિત ૨૫૬ બ્રહ્મચર્યની શુદ્ધિ
૩૨૩ અન્ય ધર્મીઓનું ઉચિત
૨૫૭[નિદ્રાની વિધિ આચાર
..... ૨૫૭દિશાવકાશિક વ્રત તથા દાંત અવસરોચિત વચનથી થતો લાભ .... ૨૫૮] કામરાગનો વિજય કેવી રીતે કરવો? ....... મુર્ખના સો લક્ષણ
૨૫૯| શ્રી જંબૂસ્વામીનું દષ્ટાંત અન્ય હિતવચનો
૨૬૦[ શ્રી સ્થૂલભદ્રજીનું દષ્ટાંત પશુ અને પંખીઓથી લેવાના ગુણો
૨૬૪| શ્રી સુદર્શન શેઠનું દષ્ટાંત વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા
૨૬૫ કપાય આદિને જીતવાની પદ્ધતિ ....... સુપાત્રદાન આદિ કરવાની રીત .
૨૬ નારકી આદિની વેદનાઓ સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણ
ધર્મના મનોરથો ઉપર રત્નસારની કથા
૨૬૮'તૃતીય પ્રકાશ : પર્વકૃત્ય ... રત્નસારનો પૂર્વભવ ૩૦૫| પર્વદિવસો અને તેનું ફળ ...............
૩૩૬
.....
૩૨૨ ૩૨૩
૩૨૪ ૩૨૫
9
જી
.......
જી
છે.
જી
જ
જી
દે
જી
૩૩૬
Page #21
--------------------------------------------------------------------------
________________
આરંભ અને સચિત્તા પરનો ત્યાગ અાઈઓની વિચારણા શાશ્વતી અાઈ સંબંધી વિચાર અશાશ્વતી અાઈ સંબંધી વિચાર ઉગતી કે આથમતી તિથિ માનવા વિષે જિનકલ્યાણ કાદિ પર્વોની આરાધના પૌષધ વ્રતના ભેદો અને તેનો વિધિ
પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ....... ૩૪૩ ઘરનું માપ વિગેરે
... ૩૪૭
૩૪૭ શુભ અને અશુભ ચિત્રો ... ૩૪૭ વૃક્ષોથી થતી લાભ હાનિ ૩૪૮ ઘરની બાંધણી ૩૪૯ લક્ષ્મીવાસ
૩૪૯ વિધિપૂર્વક બંધાયેલા ઘરના ૩૪ લાભ અંગે દાંત ૩૪૯ ઉચિત વિદ્યાનું ગ્રહણ .... ૩૫૧ પાણિગ્રહણ
વર અને કન્યાના ગુણદોષ વિવાહના આઠ ભેદ
ચતુર્થ પ્રકાશ ચાતુર્માસિક કૃત્ય બે પ્રકારના નિયમ
અછતી વસ્તુના ત્યાગ વિષે દ્રમમુનિનું દૃષ્ટાંત
વર્ષાકાળના નિયમ
વર્ષાકાળમાં જયણા વિશેષ તપ-આરાધના
16
......... ૩૩૭ ષષ્ઠ પ્રકાશ ઃ જન્મકૃત્ય ૩૩૭ નિવાસસ્થાન કેવું અને કયાં રાખવું ૩૩૭|સારા-નરસા પાડેશીની લાભાનિ ૩૩૮ ભૂમિની પરીક્ષા
.. ૩૩૮ ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો ... ૩૩૯|જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી ...... ૩૪૦ થતી હાનિ અને તે અંગે દૃષ્ટાંત ....
પૂર્વાચાર્યોએ કરેલા ચાતુર્માસિક અભિગ્રહો
રાજકુમારનું કથાનક ચાતુર્માસિક કૃત્યો અંગે લૌકિકશાસ્ત્રોનું સમર્થન૩૫૨ પંચમ પ્રકાશ : વર્ષકૃત્ય સાધર્મિક વાત્સલ્ય
શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓને ઉંચ-નિયતા દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત
સંભવનાથ ભગવાન આદિના દૃષ્ટાંતો યાત્રાઓ
સંપ્રતિ રાજાની રથયાત્રા
કુમારપાલે કરેલી રથયાત્રા
તીર્થયાત્રા અને તેની વિધિ વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત સ્નાત્ર મહોત્સવ
દેવદ્રવ્યની વૃદ્ધિ
શ્રુતજ્ઞાનની આરાધના
ઘાપન મહોત્સવ
શાસનની પ્રભાવના આલોયણા
આોષણા અર્પનાર ગુરુનું લક્ષણ
આલોચના સમયની શુદ્ધિ
આલોયણા લેનારના દશ દોષ આલોયણા લેવાના ફાયદા
લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત
૩૫૩
૩૫૪
સ્ત્રીનું રક્ષણ
યોગ્ય મિત્રો
..... ૩૫૫ ૩૫૬
... ૩૫૬
૩૫૭
૩૫૭
૩૫૮
... ૩૫૯
૩૬૦ ...૩૬૧
૩૬૧
૩૬૨
૩૬૨ સમ્યક્ત્વ અને અણુવ્રતો
દીક્ષાનો સ્વીકાર
૩૬૩
૩૬૪ ..... ૩૬૪|
જિનમંદિર
જીર્ણોદ્વાર
ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની
પ્રતિમાનું વૃત્તાંત
જિનબિંબ
પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા
પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ
પદસ્થાપના
શ્રુતજ્ઞાનની ભક્તિ
પૌષધશાળા
ભાવશ્રાવકો કેવા હોય ?
આરંભનો ત્યાગ
બ્રહ્મચર્ય વ્રતપાલન
૩૬૬
૩૬૯ શ્રાવકની ૧૧ પ્રતિમાઓ
અંતિમ આરાધના
૩૬૭
૩૬૭ ગ્રંથકારની પ્રશસ્તિ
૩૭૦
....... ૩૭૦
૩૭૧
૩૭૨
૩૭૨
...... ૩૭૩
૩૭૩
૩૭૪
૩૭૪
૩૭૪
૩૭૫
૩૭૫
.... ૩૭૬
.....૩૭૬
૩૭૭
૩૭૭
૩૭૮
... ૩૭૮
૩૭૯
૩૮૦
૩૮૧
.... ૩૮૬
.... ૩૮૯
.... ૩૯૦
૩૯૦
૩૯૦
.... ૩૯૧
૩૯૧
૩૯૨
૩૯૨
૩૯૪
૩૯૪
૩૯૪
૩૯૫
૩૯૮
7.
Page #22
--------------------------------------------------------------------------
________________
ૐ અહં નમઃ तपोगच्छगगननभोमणि-श्रीरत्नशेखरसूरिविरचित
શ્રાદ્ધવિધિ પ્રકરણ
(સ્વોપજ્ઞ-વિધિકૌમુદી-ટીકાના)
ભાષાન્તર સહિત ટીકાકારનું મંગલાચરણ
(શાર્દૂવિડિતવૃત્તમ) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्टाः प्रतिष्ठास्पदं, पंच श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मताम् । वैधान पंच सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्यत
श्वेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ||१|| જેઓ અપૂર્વ-માહાભ્યથી અને મનોવાંચ્છિતનાં દાનથી; એમ બન્ને પ્રકારે વિદ્વાનોને હંમેશાં પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠિઓ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપો.
(માર્યાવૃત્તમ). श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ।
विवृणोमि स्वोपज्ञ -'श्राद्धविधिप्रकरणं' किचित् ||२|| શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સગુરુઓને પ્રણમીને સ્વ-રચિત "શ્રાદ્ધવિધિ” પ્રકરણનું સ્વલ્પ વિવેચન કરું છું.
ટીકા કરવાનું પ્રયોજન
(સાવૃત્તમ) युगवरतपागणाधिपपूज्यश्री सोमसुन्दरगुरूणाम् ।
वचनादधिगततत्त्वः, सत्त्वहितार्थं प्रवर्तेऽहम् ||३|| યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સોમસુંદર ગુરુના વચનથી તત્ત્વને જાણીને ભવ્ય પ્રાણીના હિતને માટે આ ગ્રંથની રચના માટે)નો હું પ્રયત્ન કરું છું.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ ગ્રંથનું મંગલાચરણ
(आर्यावृत्तम्) सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवि सड्ढविहिं । रायगिहे जगगुरुणा, जहभणियं अभयपुढेणं ||१||
श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् ।
राजगृहे जगद्गुरूणा, यथा भणितं अभयपुष्टेन ||११ કેવલજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્ચર્યથી યુક્ત ચરમ તીર્થકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યોગ (મન, વચન અને કાયા)થી નમીને રાજગૃહનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) શ્રુતાનુસાર તથા ગુરુપરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટુંકમાં કહું છું.
અહીંયાં જે "વીર” પદનું ગ્રહણ કર્યું છે, તેનાથી કર્મરૂપ શત્રુનો નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું
(अनुष्टुपवृत्तम) विदारयति यत्कर्म, तपसा च विराजते ।
तपोवीण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ||१|| (तपq3) भने २ ४२ छ, त५पडे शो छ, भने त५३पी वीथ (५२ ) युन छे, ते24॥ माटे "वीर" (डेवाय छे.
२॥ शत्रुमीना तिवाथी छ' ५६ ५९सार्थ ४ छ; वणी १ नवीर, २. युद्धवीर, 3. धर्मवीर, अमत्रए। प्रा२नु वी२५j' तो तीर्थ७२मा छे ४. -
(शार्दूलविक्रीडितवृत्तम) कृत्वा हाटककोटिमिर्जगदसदारिद्रयमुद्राकषं, हत्वा गर्भशयानपि स्फुरदरीन मोहादिवंशोभवान् । तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्यहेतुं तपस्त्रेधा वीरयशोदधद्विजयतां वीरस्त्रिलोकीगुरुः ।।१।।
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આ અસાર સંસારના દારિદ્રયને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાનવડે દુર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં-સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળ માંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા મોક્ષહેતુક દુસ્તપ તપને નિઃસ્પૃહ મનવડે તપીને, (ધર્મવી૨) ત્રણ પ્રકારના 'વીરયશ’ને ધારણ કરનાર ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો.
"વીરજિન” પદથી એઓ ચાર મૂલાતિશય-૧. અપાયાપગમ અતિશય (જેનાથી ઈતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે.) ૨. જ્ઞાનાતિશય-ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩. પૂજાતિશય-દેવેન્દ્રોને પણ પૂજવા યોગ્ય અને ૪. વચનાતિશય (વાણી) જીવો સ્વ-ભાષામા સમજી શકે ઈત્યાદિ ગુણવાળી ઉત્તમ એવી વાણીયુક્ત છે, એમ જણાવ્યું છે.
આ ગ્રંથમાં જે જે દ્વારોનું વર્ણન કરવાનું છે, તેનાં નામ. दिणरत्तिपव्वचउमासिगवच्छर जम्मकिच्चिदाराई । सड्डाणणुग्गहठ्ठा, ‘सड्ढविहिए' भणिज्जंति ||२|| दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि ।
૩
श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ||२||
૧. દિન-નૃત્ય, ૨. રાત્રિ-નૃત્ય, ૩. પર્વ-કૃત્ય, ૪. ચાતુર્માસિક-કૃત્ય, ૫. વાર્ષિક-કૃત્ય, ૬. જન્મ-કૃત્ય : એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ "શ્રાવકવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. (ઉપરની) પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧, વિદ્યા, ૨. રાજ્ય અને ૩ ધર્મ, એ ત્રણે, યોગ્ય (મનુષ્ય)ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ યોગ્ય કોણ હોઈ શકે તે જણાવે છે.
सड्ढत्तणस्स जुग्गो भद्दगपगई विसेसनिउणमई । नयमग्गरई तह दढनिअवयणठिई विणिदिदट्ठो ||३||
श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृतिः विशेष निपुणमतिः । न्यायमार्गरतिस्तथा द्रढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ||३||
૧. ભદ્રક પ્રવૃત્તિ, ૨. વિશેષ નિપૂણમતિ, ૩. ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪. દૃઢ નિજપ્રતિજ્ઞ સ્થિતિ-આવા ચારે ગુણયુક્ત હોય તેને શ્રાવકધર્મને યોગ્ય સર્વજ્ઞોએ જણાવ્યો છે. ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર માધ્યસ્થભાવ ધારણ કરવાનો ગુણ કહ્યું છે કે –
(આર્યાવૃત્તમ) तो दुट्ठो मूढो पुव्ववुग्गाहिओ अ चत्तारि ।
धम्माणारिहा अरिहो पुण होइ मज्झत्थो ||१||
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧. રક્ત એટલે (દષ્ટિરાગી) એ ધર્મને અયોગ્ય છે.
જેમ-ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં (વિશ્વસેન) રાજાનો પુત્ર ત્રિદંડીમભક્ત હતો, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબોધી દઢીધર્મી (અંગીકાર કરેલા સમકિત ધર્મમાં દઢ) કર્યો; છતાં પણ પૂર્વ-પરિચિત ત્રિદંડીના વચનદ્વારા દષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યકત્વ વમીને અનંત ભવમાં ભમ્યો. "દષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી.”
ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દ્રષ્ટાંત વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઉદ્યાનપાલકે આવી જણાવ્યું કે 'ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પૂછયું કે " હે ભગવન્ મને કોણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કોણ કરશે” ભગવાને જવાબ આપ્યો કે મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈ તમારો નિસ્તાર કરશે' પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પોતાનું વૃત્તાન્ત જણાવે છે.
આજથી અનંતકાળ પહેલાં ચારિત્રધર્મ રાજાના સૈન્યનો સહાયક થઈને મોહશત્રુના સૈન્યનો ક્ષય કરી શકશે તેમ માની કર્મપરિણામ મહારાજાએ અસંવ્યવહારનિગોદમાંથી વ્યવહાર નિગોદમાં મને મૂક્યો. આ સમાચાર સાંભળી મોહરાજાએ કૃપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગોંધી રાખ્યો. પછી કર્મ પરિણામ રાજા પૃથ્વીકાય, અસ્કય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યોમાં મને લઈ ગયો. વચમાં વારંવાર મોહરાજા કુપિત થઈને ઘણીવાર નિગોદમાં લઈ જતો હતો. આમ અનંત પુદ્ગલ પરાવર્ત ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મોહરાજાએ કુલદોષથી, જાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની જેમ ફરી એકેન્દ્રિયાદિમાં લઈ જઈ મને અનેક પુદ્ગલ પરાવર્ત ભમાવ્યો.
એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. સ્વજન, ધન, ભવન, યૌવન, વનિતાદિ બધું અનિત્ય સમજીને તે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો” આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઈ અને સ્વયંભુ ત્રિદંડીનો શિષ્ય થયો. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડ્યા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્યિપ્રદેશ સુધી પહોંચ્યો પણ છેદી ન શકયો ત્યાંથી પાછો ફરી અનંતીવાએકેન્દ્રિયાદિમાં રખડયો આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયો. વિશ્વસેનનો ભવ
મલયાપુર નગરમાં ઈન્દ્રનામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીનો પરમ ઉપાસક થયો. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરુ ઉપદેશથી યથાપ્રવૃત્તાદિકરણ કરીને
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
વિશ્વસેન સમ્યક્ત્વ પામ્યો. નિરંતર ગુરુના ભાવનાવાહી ઉપદેશથી દૃઢ બની એ સમ્યક્ત્વને મહાચિંતામણિ રત્નની જેમ સાચવવા લાગ્યો અને મિથ્યાત્વી ગુરુ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દુષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પોતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો. ત્યાં આવી તેણે ઘોર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લોકોને ખેંચવા માંડયા.
૫
નગરના ઘણા લોકો તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે પૂર્વ પરિચયનો આમ જલદી અંત આવી ગયો ? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ?' રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વનો કુદૃષ્ટિરોગ સ્ફૂર્યો. સમકિત વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિનો ભક્ત બન્યો એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરુની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયો આ રીતે દ્રષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી.
વિશ્વસેનના ભવ પછી બીજા ભવે ધન શ્રેષ્ઠિના પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ત્રીજા ભવે ગૃહપતિનો પુત્ર સિંહ, ચોથા ભવે જિનદત્તસૂતા જિનશ્રી, પાંચમાં ભવે ધનંજય પુત્ર કુબેર, છઠ્ઠા ભવે ધનાઢયનો પુત્ર કુબેર, અને સાતમા ભવે શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ ક્રોધ, માન, માયા, લોભથી સમ્યક્ત્વરત્ન હારી ગયો. ત્યાર પછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભવમાં સર્વવિરતિધર થઈ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમા૨, ઈન્દ્રદત્ત થઈ સર્વાર્થસિદ્ધમાં જઈ બલિનરેન્દ્ર થયો. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પોતાનો વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યો અને આજે પણ ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનુકેવળી કહે છે, 'હે રાજા ! જિનશાસન ને હું શરણે થયો તેથી મારો નિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે.’ છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યો.
૨. ધર્મદ્વેષી પણ ભદ્રબાહુ સ્વામિના ગુરૂભાઈ વરાહમિહિરની જેમ ધર્મને અયોગ્ય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે.
વરાહમિહિરની કથા
ભદ્રબાહુ અને વરાહમિહિર બન્ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વૈરાગ્ય પામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા. આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મનો દ્વેષી થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશાસ્ત્રથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથો પણ રચ્યા.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એકદા રાજાને ત્યાં પુત્ર જન્મ્યો, બધા આશીર્વાદ આપવા ગયા, વરાહમિહિર પણ ગયો. ભદ્રબાહુસ્વામીએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મનો દ્વેષ હોવાથી તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે "જૈન સાધુઓ વ્યવહારશૂ-ય છે, કે જેથી આવા શુભ પ્રસંગે પણ આવ્યા નહિ." એટલે રાજાએ માણસ મોકલીને કહેવડાવ્યું કે તમે કેમ આવ્યા નહિં ? ભદ્રબાહુસ્વામીએ ં જણાવ્યું કે કોઈનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જ્યારે ખોટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે 'રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું ગ્રહબળ હોવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યો નથી.’
S
બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં દરવાજાના આગડીયારૂપ લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં સ્ખલના બતાવી. આથી તે વધુ જૈનધર્મદ્વેષી થયો અને અંતે મરી વ્યંતર થઈ સંધમાં તેણે મરકીનો ઉપદ્રવ કર્યો અને ઉપદ્રવને શ્રી ભદ્રબાહુ સ્વામીએ "ઉવસગ્ગહરં સ્તોત્ર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની જેમ ધર્મદ્રષી ધર્મ પામી શકતો નથી.
૩. મૂર્ખ તે (સિદ્ધાંતના અને ગુરુના) વચનના ભાવાર્થનો અજાણ. ગામડાના કુલપુત્રના જેવો. ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત
કોઈ એક કણબીનો પુત્ર સ્વગૃહેથી રાજાની ચાકરી કરવાને માટે નીકળ્યો. ત્યારે તેની માતાએ તેને શિખામણ દીધી કે, "રાજ-સેવાર્થે વિનય કરવો.” ત્યારે તેણે પૂછ્યું કે – "વિનય એટલે શું ?” તે માતાએ શીખવ્યું કે, "નીચું જોઈને ચાલવું અને રાજાની મરજીને અનુસરવું, જીહાર કરવા.” આ વચન અંગીકાર કરીને તે કણબીનો પુત્ર ગ્રામાંતરે ચાકરી માટે ચાલ્યો. માર્ગમાં મૃગલાં પકડવાને છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી દેખી તેણે મોટે સ્વરે પ્રણામ કર્યા. તેના અવાજથી મૃગલાં નાસી ગયાં.
તેથી તેઓએ તેને માર્યો. ત્યારે તે કહેવા લાગ્યો કે, "મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.” ત્યારે શિકારીઓ બોલ્યા કે, "તું મૂર્ખ છે, આવા પ્રસંગે છાના-માના આવવું.” તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબી લોકોને જોઈને નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો, જેથી ધોબીઓએ તેને ચોર સમજીને માર્યો ફૂટયો. ત્યારે તેણે પ્રથમ બનેલી સાચી હકીકત કહી સંભળાવી તેથી તેમણે તેને શીખવ્યું કે, "આવા પ્રસંગે તો 'ધોવાઈને સાફ થાઓ' એમ બોલતા જવું." ત્યાંથી આગળ ચાલતાં કેટલાક બી વાવનાર ખેડૂતો વાદળ સામે જોતા હતા, તેઓને જોઈને તે "ધોવાઈને સાફ થાઓ” એમ બોલ્યો; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી માર્યો ત્યાં પણ તે ખરી હકીકત કહેવાથી ખેડૂતોએ શીખવ્યું કે, "મૂર્ખ આવા પ્રસંગે તો" બહુ થાઓ બહુ થાઓ' એમ બોલવું.” આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગળ ચાલ્યો. આગળ જતાં જતાં એક ગામમાં કોઈક મરણ પામેલાના શબને ઉપાડી રોતા જતા લોકોને દેખી તે બોલ્યો કે, 'બહુ થાઓ-બહુ થાઓ' તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો. તેમની પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી બતાવ્યાથી તેઓએ શિખામણ આપી કે, "આવા પ્રસંગે તો 'આવું ન થાઓ એમ બોલવું.’
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તેઓનું બોલવું માન્ય કરી આગળ જતાં એક ઠેકાણે વિવાહનો સંબંધ મેળવતા દેખી વિવાહના મંડપમાં જઈ તે બોલ્યો કે, 'આવું ન થાઓ-આવું ન થાઓ.' આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લોકોમાંના કેટલાકે તેને ખૂબ માર્યો. જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી. ત્યારે તેઓએ સમજાવ્યું કે, મૂર્ખ ! એવા સમય પર તો નિરંતર થાઓ-નિરંતર થાઓ' એમ બોલવું.”
તે સાંભળી, તે શબ્દો યાદ રાખી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એક માણસના પગમાં બેડી નંખાતી જોઈને તે બોલ્યો કે, 'નિરંતર થાઓ-નિરંતર થાઓ' આ વચનો સાંભળતાં જ તે પુરુષના સંબંધીઓએ તેને માર્યો ત્યાં પણ સાચું બોલવાથી તેઓએ કહ્યું કે, "અરે મૂર્ખ આવા પ્રસંગ પર તો જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ' એમ બોલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધ્યો. રસ્તામાં બે જણા મૈત્રી બાંધતા હતા. તેમને દેખી નજીક જઈ તે બોલ્યો કે, જલ્દી છૂટા થાઓ-જલ્દી છૂટા થાઓ જેથી તેમણે પણ માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટીને ચાલી કોઈ એક ગામમાં આવી પહોંચ્યો. ત્યાં કોટવાળના ઘરમાં નોકરી કરવા રહ્યો. એકદા દુષ્કાળ સમયે તે કોટવાળના ઘરમાં ખાવા માટે રાબ તૈયાર કરેલી. તે વખતે કોટવાળ ચોરે ગયેલ હોવાથી પેલો મૂર્ખ તેને બોલાવવા ગયો. ત્યાં ઘણા માણસોની મંડળી બેઠી હતી. તેઓની સમક્ષ મોટા શબ્દ (ઘાંટો પાડી) બોલવા લાગ્યો કે, "ચાલો ચાલો રાબ ઠંડી થઈ જશે.” તે સાંભળી કોટવાળ ઘણો જ શરમાઈ ગયો અને ઘેર આવી તેને ખૂબ માર્યો અને શીખવ્યું કે, "મૂર્ખ ! આવી શરમભરી વાત તો ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણાના સાંભળતાં બોલવી નહીં.”
. ત્યારબાદ થોડાક દિવસે ઘરમાં આગ લાગી તે વખતે કોટવાળને બોલાવવા માટે તે ચોરા ઉપર આવ્યો. આ વખતે પણ અગાઉની માફક મંડળી બેઠેલી હતી જેથી તે કાંઈ પણ બોલ્યા વિના મૂંગો જ ઊભો રહ્યો; અને ઘણીવારે લોકોનો સમુદાય વીખરાઈ ગયા પછી તેણે કહ્યું કે, "સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે.” તે સાંભળી કોટવાળ ગુસ્સે થઈ બોલ્યો કે, "તારા જેવો મૂર્ખનો સરદાર કોઈ પણ નહીં હોય; એમાં કહેવા શું આવ્યો? અને કયારનો મૂંગો મૂંગો શું ઉભો રહ્યો? એવા પ્રસંગે તો જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવું કે તરત જ આગ ઓલવાઈ જાય."
એક સમયે કોટવાળ હજામત કરાવી મસ્તકના વાળ (ચોટલી) સુગંધી ધૂપથી ધૂપતો હતો, તે સમયે વાળમાંથી ધૂમાડો નીકળતો દેખી મૂર્ખ માન્યું કે, અરે ! આગ લાગી; તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યો.
આવી રીતે ખરો ભાવાર્થ (હનુ) તથા સમયને નહીં જાણી શકનારા પણ ધર્મને અયોગ્ય જાણવા. - ૪. પહેલાંથી કોઈએ વ્યર્ડ્સાહિત કરેલ (ભરમાવેલ) હોય તે પણ ગોશાલાથી ભરમાઈ ગયેલા નિયતિવાદી પ્રમુખની જેમ ધર્મને અયોગ્ય સમજવા. એ પ્રકારે ચારે દોષવાળા મનુષ્યો ધર્મને અયોગ્ય જાણવા.
૧. મધ્યસ્થ વૃત્તિ-સમદષ્ટિ; તે આર્દ્ર કુમારાદિકના જેવા ધર્મને યોગ્ય મધ્યસ્થવૃત્તિવાળા જાણવા. મધ્યસ્થતા ઉપર આદ્રકુમારની કથા
શ્રી આદ્રકુમાર સમુદ્રના મધ્યમાં આર્રિક નામે દેશ છે, તેનું આદ્રક મુખ્ય નગર છે, ત્યાં આદ્રક નામે રાજા હતો,
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેની આર્દિક રાણીથી આદ્રકુમાર નામે પુત્ર થયો, તે યૌવન વયને પામતા યથારુચિ સંસારિક ભોગ ભોગવવા લાગ્યો.
આદ્રક રાજા અને શ્રેણિક રાજાને પરંપરાગતથી પ્રીતિ બંધાયેલી હતી. એક વખત શ્રેણિક રાજાએ પોતાના મંત્રીને આર્દિક રાજાની પાસે ઘણી ભેટો લઈને મોકલ્યો, તે ભેટ સ્વીમારી આર્દિક રાજાએ બંધુ શ્રેણિકની કુશળતા પૂછી તે જોઈ આદ્રકુમારે પૂછયું, 'હે પિતાજી ! આ મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે આટલી બધી પ્રીતિ છે? ત્યારે રાજાએ કહ્યું કે, શ્રેણિક નામે મગધના રાજા છે અને તેમને અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે, આ સાંભળી આદ્રકુમારે આવેલ મંત્રીશ્વરને પૂછ્યું કે, આ મગધેશ્વરને કોઈ ગુણવાન પુત્ર છે? હોય તો તેને હું મારો મિત્ર કરવા ઈચ્છું છું, ત્યારે મંત્રીશ્વરે જવાબ આપ્યો કે, હા. બુદ્ધિનું ધામ એવા અભયકુમાર તેમના પુત્ર છે. - આ સાંભળી વિદાય થતાં મંત્રીશ્વરને આદ્રકુમારે પરવાળા અને મુક્તાફળ વગેરે અભયકુમાર માટે મૈત્રીના પ્રતીક તરીકે આપ્યાં.
આ આદ્રકુમારના મૈત્રીભર્યા વર્તાવથી ખુશ થઈ અભયકુમારે વિચાર્યું કે, કોઈ શ્રમણપણાની વિરાધના કરવાથી આ આદ્રક અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. તેને મિત્ર તરીકે મારે ધર્મી બનાવવો જોઈએ એમ ચિંતવી પ્રભુ આદિનાથની એક અત્ પ્રતિમા એક પેટીમાં મૂકી એક દૂત દ્વારા આદ્રકુમારને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે, આ પેટી આદ્રકુમારે એકાંતમાં ખોલવી.
પેટી ખોલતાં આદ્રકુમારને અપ્રતિમ શ્રી આદિનાથની મનોહર પ્રતિમા નજરે પડી, થોડો વખત તો, આ શું છે? તે તેમને સમજાયું નહીં. પણ વિચાર કરતાં કરતાં આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે, એમ ચિંતન કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં પોતે જોયું કે આ ભવથી ત્રીજે ભવે તે મગધદેશના વસંતપુરનગરમાં એક સામાપિક નામે કબણી હતો અને હવે કર્માધીન હું અહીં ધર્મવર્જિત એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું, મને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ખરેખર મારો બંધુ અને ગુરુ છે, તેથી હવે પિતાની આજ્ઞા લઈ હું આર્ય દેશમાં જઈશ કે જ્યાં મારા આ મિત્ર અને ગુરુ છે, પણ પિતાજીએ આદ્રકુમારને મગધ જવાની રજા ન આપી અને તેના સામંતોને આદ્રકુમાર કોઈ સંજોગોમાં નાસી ન જાય તે માટે સખ્ત બંધોબસ્ત રાખવા હુકમ કર્યો.
આદ્રકુમારે પોતાના માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું, અને તેમાં રત્નો ભર્યા, અને એક દિવસ ભગવાન આદિનાથની મૂર્તિવાળી પેટી લઈને બધાને થાપ આપી વહાણ ઉપર ચડી આર્યદેશમાં આવી પહોંચ્યો.
અહીં આવી પ્રભુની પ્રતિમા અભયકુમારને પાછી મોકલી આપી અને સાથે રહેલ ધન સાત ક્ષેત્રમાં વાપરી, પોતાની મેળે જ યતિલિંગ ગ્રહણ કર્યું. એ રીતે આદ્રકુમાર મધ્યસ્થ હોવાથી ભગવાનની પ્રતિમા જોતાં બોધ પામ્યો, તેમ મધ્યસ્થ ધર્મ પામી શકે છે.
૨. વિશેષ નિપણમતિ - તે વિશેષજ્ઞ, જેમ કે, હેય (છોડવા યોગ્ય), જોય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક કરી જાણે એવી જેની બુદ્ધિ છે પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી,
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
વસ્તુતત્ત્વના ભાવાર્થ ન સમજી શકે-એવી જેની બુદ્ધિ નથી, એવો ગુણી તે ધર્મને યોગ્ય જાણવો
૩. ન્યાયમાર્ગરતિ -ન્યાય (આગળ વ્યવહારશુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણ રતિ ન હોય તે પણ ધર્મને યોગ્ય જાણવો.
૪. દઢનિજવચન સ્થિતિ -દઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે એ પણ ધર્મને યોગ્ય સમજવો. એ રીતે ચાર ગુણ યુક્ત હોય તે જ ધર્મને યોગ્ય
જાણવા.
વળી કેટલાક પ્રકરણોમાં શ્રાવકને યોગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે. તે નીચે મુજબ -
શ્રાવકના એકવીશ ગુણ धम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो २ रूववं ३ पगइसोमो। ४ लोगप्पीओ ५ अकूरो, ६ भीरु ७ असठो ८ सदक्खिणो ||१|| ९ लज्जालुओ १० दयालू, ११ मज्झत्थो-सोमदिठी १२ गुणरागी। १३ सक्कह १४ सुपक्खजुत्तो, १५ सुदीहदंसी १६ विसेसण्णू ||२|| १७ वुड्ढाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहिअत्थकारी अ |
तह चेव २१ लद्धलक्खो , इगवीसगुणेहिं संजुत्तो ||३|| ૧. અશુદ્ર - ઉદાર આશયનો, (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય એવો); ૨. રૂપવાનું - (દેખાવડો); પાંચે ઈન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો પાંગળો ન હોય એવો); ૩. પ્રકૃતિસૌમ્ય : સ્વભાવથી જ શાંત (અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા યોગ્ય હોય (પણ ક્રૂર સ્વભાવ ન હોય); ૪. લોકપ્રિય - દાન, શિયલ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોય છે. અક્રૂર - અક્િલચિત્ત અદેખાઈ પ્રમુખરહિત હોય એવો; ૬. ભીરુ પાપથી, લોકનિંદાથી, તેમજ અપયશથી ડરતો રહે એવો; ૭. અશઠ -અકપટી (પારકાને ઠગે નહીં તે); ૮. સદાલિય- પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ; ૯. લજ્જાળું - અકાર્યવર્જક, (અકાર્ય ન કરવા જેવું કાર્ય) કરતાં પહેલાં જડરે); ૧૦. દયાળુ - સર્વ પર કૃપાવંત; ૧૧. મધ્યસ્થ - રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદષ્ટિ. પોતાનાં કે પારકાનો વિચાર કર્યા વગર ન્યાયમાર્ગમાં સર્વનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં, માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ કરે અને અવગણીને ઉવેખે તે; ૧૩. સત્યથ - સત્યવાદી અથવા ધર્મસંબંધી (ઉચિત) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪. સુપયુક્ત - ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવંત (સુપરિવારયુક્ત); ૧૫. સુદીર્ધદર્શિ - સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અલ્પ લેશનાં કાર્યનો કર્તા); ૧૬. વિશેષજ્ઞ - તત્ત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો;
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૭. વૃદ્ધાનુગ - વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે પ્રવર્તક (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તનાર); ૧૮. વિનીત – ગુણીનું બહુમાન ક૨ના૨; ૧૯. કૃતજ્ઞ - કર્યા ગુણને ભૂલે નહીં એવો; ૨૦. પરહિતાર્થકારી – નિઃસ્પૃહપણે પર (પારકાના) હિતનો કર્તા; ૨૧. લબ્ધલક્ષ - ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો (સર્વ (ધર્મ) કાર્યમાં સાવધાન હોય).
૧૦
આ પૃમાણે એકવીસ ગુણો અન્ય શાસ્ત્રો (બીજાં પ્રકરણોમાં) વર્ણવેલા છે, પરંતુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણો ગ્રહણ કર્યા છે તેમાં ઘણું કરીને સર્વ ગુણોનો સમાવેશ થઈ શકે છે. તે આ રીતે ઃ
પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં :- ૧. અતુચ્છ(અક્ષુદ્ર)પણું, ૨. પ્રકૃતિસૌમ્ય, ૩. અક્રૂરત્વ, ૪. સદાક્ષિણત્વ, પ. દયાળુત્વ, ૬. મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિત્ત્વ, ૭. વૃદ્ધાનુગત્વ, ૮. વિનીતત્ત્વ, એમ આઠ. બીજા વિશેષ નિપુણમતિગુણમાં – ૯. રૂપવંતપણું, ૧૦. સુદીર્ઘદર્શિત્વ, ૧૧. વિશેષત્વ, ૧૨. કૃતજ્ઞત્વ, ૧૩. પરહિતાર્થકૃતત્વ, ૧૪. લબ્ધલક્ષત્વ, એમ છ. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં - ૧૫ ભીરુત્વ, ૧૬. અશઠત્વ, ૧૭. લજ્જાળુત્વ, ૧૮. ગુણરાગિત્વ, ૧૯. સત્કથત્વ એમ પાંચ ચોથા દૃઢ–નિજવચન સ્થિતિ ગુણમાં – ૨૦. લોકપ્રિયત્વ, ૨૧, સુપક્ષયુક્તત્વ, એમ બે.
=
એ પ્રકારે એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે.૧
૧. પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણોમાં બધા ગુણો સમાવ્યા હોય એમ લાગે છે.
આ ચાર ગુણોમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ ગુણ વિનાનો પુરુષ હઠીલો, મૂર્ખ અને અન્યાયી હોય છે. તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને રચોથા ગુણ વિનાનો માણસ તો ધર્મને અંગીકાર કરે ખરો, પણ (જેમ ધૂર્તની મૈત્રી) ગ્રંથિલ (ગાંડા) બનેલા માણસનો સુવેષ (સારાં વસ્ત્રો) અને વાનરના ગળામાં મોતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે થોડા જ વખતમાં પાછો ધર્મભ્રષ્ટ થઈ જાય છે.
જેમ સારી સુધારેલી (લીસી) ભીંત ઉપર ચિત્ર, દૃઢપીઠ (મજબૂત પાયો) ઉપર બાંધેલું ધર અને સારી રીતે ઘડાયેલ સોના વચ્ચે જડેલું માણેક ઘણો સમય ટકી શકે છે, તેમ દૃઢ ગુણયક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાવજ્જીવ ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત પુરુષ શ્રાવક ધર્મ (સમ્યક્ત્વાદિ)ના અધિકારી (યોગ્ય) છે. સમ્યગ્દર્શનાદિ શ્રાવકધર્મ ચુલ્લકાદિ૩ દશ દૃષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યોગથી પામી શકાય છે, પણ તેનો જીવન પર્યંત નિર્વાહ તો શુકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યો હતો તેમ કરવો તે અત્યંત આવશ્યક હોવાથી તેમનું તમામ વૃત્તાંત અહીંયા બતાવે છે.
૧. ત્રણ ગુણ -૧. ભદ્રક પ્રકૃતિ ૨, વિશેષ નિપુણમતિ, ૩. ન્યાયમાર્ગમાં રતિ. ૨. દૃઢપ્રતિજ્ઞ. ૩. (૧) ચુલ્લક (૨) પાસા (૩) ધાન્ય (૪) દ્યૂત (૫) રત્ન (૬) સ્વપ્ન (૭) ચક્ર (૮) કૂર્મ (૯) યુગ અને (૧૦) પરમાણુ આ દશ દેષ્ટાન્તે મનુષ્યભવ વગેરે દુર્લભ કહેલ છે.
૧. પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણોમાં બધા ગુણો સમાવ્યા હોય એમ લાગે છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧
અહીં પહેલી ત્રણ ગાથાનો અર્થ પૂરો થાય છે.
શુકરાજાની કથા ધાન્યની સંપદાના સ્થાનભૂત આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે પ્રસિદ્ધ નગર હતું. તે નગરમાં નિદર્યપણું તો ફકત તલવારમાં જ, કુશીલતા (વાંકાઈ) તો હળમાં જ, જડતા તો જળ માં જ અને બંધન તો ફકત ફૂલની માળામાં જ ગણાતું; પરંતુ લોકોમાં તો એ કંઈ હતું જ નહીં. રૂપમાં કામદેવ સમાન અને શત્રુઓને માટે સાક્ષાત્ અગ્નિ સમાન તથા અનુક્રમે એકેક વધતી એવી રાજ્યલક્ષ્મી, ન્યાયલક્ષ્મી અને ધર્મલક્ષ્મી, એમ ત્રણ પ્રકારની લક્ષ્મી આપસમાં હરિફાઈ કરતી ન હોય તેમ પોતાની મેળે જ સ્વયંવરા બની જે રાજાને વરી છે એવો ઋતુધ્વજ રાજાનો પ્રતાપી પુત્ર મૃગધ્વજ નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો. - એક વખત ક્રીડારસપૂર્ણ વસંતઋતુમાં તે રાજા પોતાની રાણીઓ સહિત ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયો. હાથણી સાથે જેમ હાથી ક્રીડા કરે તેમ રાણીઓ સહ તે રાજા જળક્રીડા, પુષ્પક્રીડા વગેરે વિધવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યો હતો. તે ઉદ્યાનમાં પૃથ્વી પર ભૂમિરૂપ સ્ત્રીને ઓઢવાનું એક છત્ર જ હોય એવા સુંદર આકારવાળા એક આમ્રવૃક્ષને જોઈ તે સર્વ પ્રકારે વર્ણન કરવા યોગ્ય જાણીને વિદ્વાન એવો તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વર્ણવવા લાગ્યો
छाया कापि जगत्प्रिया दलततिर्दत्तेऽतुलं मगलं, मअर्युद्गम एष निस्तुलफलस्फातेनिमित्तं परम् । आकारश्च मनोहरस्तरुवरश्रेणीषु तन्मुख्यतां,
पृथ्व्यारः कल्पतरो ! रसालफलद ! ब्रूमस्तवैव ध्रुवम् ।।१।। ખરેખર આ પોપટ કૂવાના દેડકા સમાન મને ગણીને અન્યોક્તિવડે મને જ કહે છે. આ આશ્ચર્યકારક હકીકત ઉપરથી ખરેખર આ પોપટ કોઈક જ્ઞાનીની જેમ મહાવિલક્ષણ માલુમ પડે છે. રાજા એમ વિચારે છે એટલામાં વળી ફરીને પોપટ બોલ્યો કે -
ग्रामीणस्य जडाऽग्रिमस्य नितमां ग्रामीणता कापि यः; स्वं ग्रामं दिविषत्पुरीयति कुटीं मानी विमानीयति । स्वर्भक्ष्यीयति च स्वभक्ष्यमखिलं वेष धुवेषीयति,
स्वं शक्रीयति चात्मनः परिजनं सर्वं सुपर्वीयति ||२३|| મૂર્ખમાં સરદાર એવા ગામડિયા માણસોની કલ્પનાઓ પણ ગામડિયાપણા જેવી જ હોય છે. કેમકે, તેઓ પોતાના ગામડાને સ્વર્ગપુરી સમાન માને છે. પોતાની ઝુંપડીને વિમાન સરખી માને છે. પોતાના ઘેસના-રાધના ભોજનને જ અમૃત માને છે, પોતાના ગામડિયા વસ્ત્રને દિવ્ય વસ્ત્ર સમાન માને છે, પોતાને જ ઈન્દ્ર સમાન ગણે છે અને પોતાના પરિવારને જ સર્વસામાન્ય દેવ સમાન જુએ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આટલું જ માત્ર સાંભળીને રાજાએ વિચાર્યું કે – બોલવામાં વિચક્ષણ આ પોપટે ખરેખર મને ગામડિયા સમાન ગણ્યો અને તેથી એમ વિતર્ક થાય છે કે મારી રાણીઓ કરતાં પણ અત્યંત સ્વરૂપવંતી
સ્ત્રી એણે ક્યાંય પણ દેખી હોવી જોઈએ, આ પ્રમાણે તે પોતાના મનમાં વિચાર કરે છે, તેટલામાં અધૂરી વાત કોઈને સંતોષી શકતી નથી, એમ ધારી આકાર અને વાણી બંનેથી મનોહર એ પોપટ બોલવા લાગ્યો કે - "જ્યાં સુધી ગાંગીલ ઋષિની કન્યાને તે જોઈ નથી, ત્યાં સુધી જ આ પોતાની રાણીઓને, હે રાજા ! તું ઉત્કૃષ્ટ માને છે. સર્વાંગસુંદર, આખા જગતની શોભારૂપ અને વિધાતાના સૃષ્ટિરચનાના પરિશ્રમના એક ફળરૂપ તે કન્યા છે. એ કન્યા જેણે જોઈ નથી, તેનું જીવિત પણ નિષ્ફળ છે અને કદાચિત્ જોઈ હોય, પણ તેને જો આલિંગન ન કર્યું, તો નિચ્ચે કરી તેનું જીવિત પણ વ્યર્થ જ છે. જેમ ભ્રમર નવમાલતીને દેખીને બીજાં પુષ્પોની સુગંધને છોડી દે છે, તેમ આ કન્યાને જે જુએ તે પુરુષ કોઈપણ બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરે જ નહિ. એવી સૂર્યની પુત્રી જેવી એ કમલમાલા નામની કન્યાને જોવાની તેમ જે મેળવવાની જો તને ઈચ્છા હોય તો, હે રાજા, તું મારી પાછળ પાછળ આવ.”
એમ કહીને અત્યંત ઉતાવળો તે પોપટ આકાશમાર્ગે ઊડીને જાય છે, તેટલામાં ઘણી જ ઉત્સુકતાપૂર્વક રાજાએ પોતાના સેવકોને બોલાવી હુકમ કર્યો કે, "અરે ! અરે ! સેવકો પવનના સમાન ગતિવાળા 'પવનવેગ નામના ઘોડાને તૈયાર કરીને જલ્દી લાવો, જલ્દી લાવો.” નોકરોએ તરત જ તે અશ્વને સાજસહિત હાજર ર્યો. તેના પર ક્રોડો રાજાનો આગેવાન તે રાજા સ્વાર થઈ, પોપટની પાછળ પાછળ ચાલ્યો. અહીંયાં આટલું આશ્ચર્ય છે કે, તે પોપટની વાત માત્ર રાજાએ જ સાંભળી, પણ જેમ દૂર રહેલા માણસો ન સાંભળે, તેમ નજીક રહેલા તે રાજાના સેવકો, અને રાણી પ્રમુખ બીજા કોઈએ પણ તે વાત સાંભળી જ નહીં. આ હકીકતથી અજાણ મંત્રીવર્ગ રાજાના એકાએક કહ્યા વગર ચાલ્યા જવાથી આકુળ -વ્યાકુળ થતો બોલવા લાગ્યો કે, "આજે રાજાને આ શું થયું? અને એ કયાં જાય છે? એ જાણવા તે લોકોમાંના કેટલાક માણસો અશ્વો પર સ્વાર થઈ રાજાની પાછળ દોડયા, પરંતુ રાજા એટલો તો ઝડપથી આગળ નીકળી ગયો, કે તે કયા માર્ગે દૂર નીકળી ગયો, તેનો પત્તો પણ લાગ્યો નહીં; તેથી અંતે રખડી રખડીને તે સર્વે પાછા આવ્યા.
પેલો પોપટ આગળ અને રાજા પાછળ એમ માર્ગ કપાતાં પળવારમાં પવનની જેમ તેઓ પાંચસો યોજન દૂર નીકળી ગયા. આ પ્રમાણે કોઈ દૈવી-પ્રભાવથી જ રાજા, અશ્વ અને શુકરાજ એ ત્રણ જણ ક્ષણવારમાં આટલી ભૂમિ ઉલ્લંઘન કરી ગયા, તથાપિ તેમને જરામાત્ર થાક લાગ્યો નહીં. જેમ કર્મ સંબંધથી ખેચાયેલો પ્રાણી સમયમાત્રમાં ભવાંતર જઈ પહોંચે છે, તેમ વિઘ્ન-નિવારક શુકરાજથી ખેંચાયેલો રાજા પણ ક્ષણવારમાં એક મહાવિકટ અટવીમાં જઈ પહોંચ્યો, એ પણ એક આશ્ચર્ય જ છે કે, પૂર્વભવના સ્નેહસંબંધ કે સંસ્કારથી તે રાજા કમલામાલાની પ્રાપ્તિને માટે આટલો બધો માર્ગ ઉલ્લંઘી દોડી આવ્યો. જો એમ ન હોય તો સ્થાનાદિકની માહિતી વગર તે સ્થાનમાં જવા સપુરુષ એકાએક પ્રવૃત્તિ જ કેમ કરે?
તે અટવીના મધ્યમાં મનોહર, સૂર્યકિરણથી ઝળકતું, મેરુપર્વતનું એક શિખર ન હોય શું? એવું ઊચું, દર્શનથી પણ કલ્યાણકર, રત્નજડિત સુવર્ણમય શ્રી ઋષભદેવસ્વામીનું એક દેવાલય હતું. તે પ્રાસાદના કલશ ઉપર બેસીને મધુર વાણીથી પેલો શુકરાજ બોલવા લાગ્યો કે, "હે રાજન્ ! જન્મથી
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
માંડીને કરેલા પાપની શુદ્ધિને માટે શ્રી ઋષભદેવસ્વામીને તું નમન કર.” રાજાએ તે વચન સાંભળી, કદાચ શુકરાજ નાસી જશે ? એ ભયથી અશ્વ ઉપર બેઠા બેઠા જ પ્રથમ તીર્થંકરની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજાને મનની આ શંકાના જાણનાર, સ્વ-૫૨-હિતાભિલાષી શુકરાજે તત્કાળ કળશ પરથી ઊડીને તે દેવાલયમાં આવી ૫રમાત્માની મૂર્તિને નમન કર્યું. તે જોઈ રાજા પણ અશ્વ ઉપ૨થી ઉતરીને દેવાલયમાં આવી તે શુકરાજની પાછળ જ રહીને વિવેકસહિત તે અલૌકિક રત્નમણિમયી શ્રીઋષભદેવસ્વામીની પ્રતિમાને વંદન-નમન કરીને, ચિત્ત પ્રસન્ન થાય, એવી સ્તવના કરવા લાગ્યો.
૧૩
હે પ્રભુ ! હું તમારી સ્તુતિ કરવા ઉત્સુક છું, પરંતુ તમારી સંપૂર્ણ સ્તવના કરવા જેટલી મારામાં શક્તિ નથી. તમારી ભક્તિ કરવાની અશક્તિને લીધે મારું ચિત્ત અસ્થિર બને છે, તથાપિ જેમ મચ્છર પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉદ્યમ કરે છે, તેમ હું પણ યથાશક્તિ તમારી સ્તવના કરવાને પ્રવર્તમાન થાઉં છું. અગણિત સુખના આપનાર પ્રભુ ! ગણિત સુખના આપનાર કલ્પવૃક્ષાદિની ઉપમા તમને કેમ આપી શકાય ? તમે કોઈ પર પ્રસન્ન પણ થતા નથી, તેમ કાંઈ આપતા પણ નથી, છતાં ય સર્વે તમારી સેવા કરે છે, અહો ! તમારી રીતિ આશ્ચર્યકારક છે. તમે મમતા-હિત છતાં પણ જગત્પ્રય-રક્ષક છો, નિઃસંગી છતાં પણ જગત્પ્રભુ છો, લોકોત્તર સ્વરૂપ છતાં રૂપરહિત છો, એવા હે પરમેશ્વર ! તમને નમસ્કાર હો.”
મિષ્ટાન્નના જાણે ઓડકાર જ ન હોય ? આવી પ્રભુની ઉદાર સ્મ્રુતિ દેવાલયની પાસે આવેલા આશ્રમમાં વસતા ગાંગીલ નામના મહર્ષિએ સાંભળી, પછી પહેલેથી જાણે કોઈએ સંકેત કરી રાખ્યો ન હોય ! તેમ શંકર સ્વરૂપ, મોટી જટાવાળો, વૃક્ષની છાલને પહેરનાર અને મૃગચર્મ રાખનાર એવા તે ગાંગીલ મહર્ષિ, તે દેવાલયમાં પ્રવેશી, શ્રીૠષભદેવસ્વામીની મૂર્તિને ભક્તિપૂર્વક અભિવંદન કરીને, નિર્મળજ્ઞાનયુક્ત હૃદયે તત્કાળ પોતે બનાવેલી ગદ્યાત્મક અને દોષરહિત ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. "ત્રણ જગતના એક જ અને અદ્વિતીય નાથ ! હે પ્રભુ ! ત્રણે જગતનો ઉપકાર કરવામાં સમર્થ તથા અનંતાતિશયની શોભાએ યુક્ત આપ જયવંતા વર્તો !
નાભિરાજાના વિપુલ કુળરૂપ કળમને પ્રફુલ્લિત કરવાને સૂર્ય સમાન તથા ત્રણે ભુવનના જીવોને સ્તવવા યોગ્ય શ્રીમરુદેવા માતાની કુક્ષીરૂપ મનોહર સરોવરને શોભાવનાર, રાજહંસ એવા આપ જય પામો. ત્રણે જગતના ઘણા ભવ્ય જીવોના ચિત્તરૂપી ચક્રવાકને શોક રહિત કરવા સૂર્ય સમાન, સર્વ દેવોના ગર્વને સકળ પ્રારે દૂર ક૨વાને સમર્થ એવી નિર્મળ, નિઃસીમ અને અદ્વિતીય મહિમારૂપ લક્ષ્મીના વિલાસ માટે સરોવ૨ સરખા ! હે પ્રભુ ! તમે જયવંતા વર્તો. સુંદ૨ ભક્તિરસમાં લીન બની ગયેલા અને દેદીપ્યમાન તથા સેવનાર્થે સ્પર્ધાયુક્ત બની નમસ્કાર કરવામાં તત્પર એવા અમર (દેવતા) અને નર (મનુષ્ય)ના સમૂહના મસ્તકે રહેલા મુકુટના માણિકયની કાંતિરૂપ પાણીની લહેરોથી ધોવાયેલા ચરણારવિંદવાળા હે પ્રભુ ! જયવંતા વર્તો. સર્વ રાગ, દ્વેષ, મત્સર, કામ, ક્રોધાદિ દોષરૂપ મલનો નાશ કરનાર, અપાર સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને પંચમ ગતિ (મોક્ષરૂપ) તીરે પહોંચાડવાને જહાજ સમાન એવા હે પ્રભુ ! તમે જયવંતા વર્તો. સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિરૂપી વધૂના હે પ્રભુ ! તમે
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વામી છો; અજર, અમર, અચર (અચળ), અભય (ભયરહિત), અપર (જેથી વધારે બીજો પરોપકારી નહીં એવા), અપરંપાર (સર્વોત્કૃષ્ટ) પરમેશ્વર, ૫૨મ યોગીશ્વર, હે શ્રી યુગાદિ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ.”
૧૪
એ પ્રકારે મનોહર ગદ્યાત્મક વાણીવડે હર્ષભર જિનરાજની સ્તુતિ કરીને તે ગાંગીલ મહર્ષિ નિષ્કપટપણે મૃગધ્વજ રાજા સમક્ષ બોલવા લાગ્યો, "ૠતુધ્વજ રાજાના કુળમાં ધ્વજ સમાન, હે મૃગધ્વજ રાજા ! તું ભલે આવ્યો. હે વત્સ ! અકસ્માત્ તારા આગમનથી અને દર્શનથી હું અત્યંત આનંદ પામ્યો છું. તું આજે અમારો અતિથિ છે, માટે આ દેવાલયની પાસે આવેલા અમારા આશ્રમમાં ચાલ, એટલે અમે તારો યોગ્ય અતિથિસત્કાર કરીએ, કેમકે, તારા જેવા પરોણા ભાગ્યે જ મળે.”
કોણ આ મહર્ષિ ? શા માટે મને આટલા આગ્રહપૂર્વક બોલાવે છે ? અને એ મારું નામ પણ કચાંથી જાણી શકયા ? એમ વિચાર કરતો વિસ્મિત થયેલો મૃગજ રાજા તે મહર્ષિના આશ્રમે ઘણી ખુશીની સાથે ગયો, કારણકે "ગુણી હોય તે કોઈ સત્પુરુષની પ્રાર્થનાનો ભંગ કરતા નથી.” પછી મહાપ્રતાપી એવા રાજાનો તાપસો સર્વ પ્રકારે અતિથિ યોગ્ય સત્કાર કરવા લાગ્યા. ત્યાર પછી ગાંગીલ ઋષિ બોલ્યા કે, "અહીં આમ અચાનક આજે આવીને તમે અમોને ખરેખર કૃતાર્થ કર્યા છે. માટે અમારા કુળ માં ભૂષણ સમાન તથા સમસ્ત વિશ્વના નેત્રોને વશ કરવામાં કામણ સમાન, વળી અમારા સાક્ષાત્ જીવિત સમી, તથા દિવ્ય પુષ્પોની માળા જેવી અમારી કન્યા કમલમાલાને તમે જ યોગ્ય છો; ચક્ષુને પણ કામણગારી, અમારા જીવિતના પણ જંગમ જીવિતસમી આ કન્યાનું પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરો.” આવું તે ગાંગીલ ઋષિનું બોલવું સાંભળી "ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું હોય” તેમ તે મનગમતી વાત છતાં તે રાજાએ ઘણા આગ્રહ પછી તે કબૂલ કર્યું. કેમ કે, સત્પુરુષની રીત એવી જ બહુમાનભરી હોય છે. તે પછી ગાંગીલ ઋષિએ પ્રફુલ્લિત થતા નવયૌવનવાળી પોતાની 'કમલમાલા' કન્યાનું તત્કાળ તે રાજા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ખરે જ, ઈષ્ટ કાર્યમાં કોણ વિલંબ કરે ?
જેમ રાજહંસ કમલની પંક્તિને દેખીને પ્રસન્ન થાય, તેમ કેવલ વલ્કલ (વૃક્ષની છાલ)ના વસ્ત્રોને ધારણ કરનારી તે કમલમાલાને પ્રાપ્ત કરવાથી રાજા અત્યંત પ્રસન્ન થયો. આનંદપૂર્વક તાપસીઓના વૃંદે ધવલ-મંગલ ગીતો ગાવા માંડયા. અને ગાંગીલ ઋષિએ પોતે જ યોગ્ય વિધિથી કમલમાલાને તે રાજા સાથે પરણાવી. ત્યારપછી કરમોચન (હાથ છોડાવતી) વખતે તે રાજાને આપવા યોગ્ય તે ઋષિની પાસે બીજું શું હોય ? તો પણ તેણે તે દંપતીને પુત્ર થાય એવો મંત્ર સમર્પણ કર્યો, લગ્ન થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગીલ મહર્ષિને કહ્યું કે, "અમોને વિદાય કરવાની જે કાંઈ તમારે તૈયારી કરવી હોય, તે સત્વર કરી અમને વિદાય કરો; કારણ કે હું મારું રાજ્ય કોઈને સોંપ્યા વગર જ આવ્યો છું.” તેના જવાબમાં ઋષિ બોલ્યા કે "દિશારૂપ જ (દિગમ્બર) વસ્ત્રના પહેરનારા અમો, તમોને વિદાય કરવાની તૈયારી શું કરીએ ? કયાં તમારો દેવતાઈ વેષ અને કયાં અમારો વનવાસ (વૃક્ષની છાલ)નો વેષ ! અમારી કન્યા પોતાના પિયરના સામાન્ય વેષને દેખીને શું લજવાતી નથી ? વળી આ અમારી કમલમાલાએ, જન્મી ત્યારથી ફકત આ તાપસી પ્રવૃત્તિ જ નજરે દીઠી છે; એટલે આ વૃક્ષોને પાણી સિંચવાની કળા સિવાય બીજી કોઈપણ કળા તે જાણતી નથી. માત્ર તમારા ઉપર અત્યંત સ્નેહ રાખનારી
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આ ભોળીને શોકયો (તમારી બીજી સ્ત્રીઓ) તરફથી ઈષ્યરૂપ પીડા થવા દેશો નહીં.” રાજાએ ઉત્તર આપ્યો કે, "એને શોક્યો તરફથી 'પરા ભૂતિ' (ઘણી ઋદ્ધિ) થશે પણ પરાભૂતિ' (તિરસ્કાર) નહિ થાય. હું પણ એનું વચન ઉત્થાપીશ નહીં. અહીંયાં તો હું એને અલંકાર (દાગીના) તથા સુવસ્ત્ર વેષવડે શોભાવી શકતો નથી, પરંતુ સ્વ-સ્થાનકે ગયા પછી હું એના સંપૂર્ણ મનોરથોને પૂરા પાડીશ.” આવાં વચનો સાંભળી ગાંગીલ ઋષિ ખેદ પામીને બોલવા લાગ્યા કે, ધિક્કાર છે મને કે હું આ-જન્મ-દરિદ્રીની જેમ સાસરે વળાવતી વખતે પણ આ મારી પુત્રીને યોગ્ય વસ્ત્ર-વેય પણ સમર્પણ કરી શકતો નથી."
આમ બોલતા બોલતા ઋષિવરના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી, એટલામાં પાસે રહેલા એક આમ્રવૃક્ષમાંથી નિર્મળ (સ્વચ્છ) રેશમી વસ્ત્ર અને અત્યુત્તમ આભૂષણોની પરંપરા આકાશમાંથી જાણે - મેઘવૃષ્ટિ થતી હોય તેમ ચમત્કારિક રીતે પડવા લાગી. આ પ્રમાણે આભૂષણાદિકની વૃષ્ટિ થવાથી તેમણે અત્યંત ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ખરેખર આ ઉત્કૃષ્ટ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદયથી જ એની ભાગ્યદેવીએ આ વૃષ્ટિ કરી છે. ફળદાયક વૃક્ષો ફળ આપી શકે છે, મેઘ જળવૃષ્ટિ કરી શકે છે, પણ આશ્ચર્ય છે કે, આ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદયથી વૃક્ષે પણ વસ્ત્રાલંકારની વૃષ્ટિ કરી, માટે ધન્ય છે એ કન્યાના ભાગ્યને ! કહ્યું છે કે - "પુણ્યવંતના ભાગ્યોદયથી અસંભવિત પણ સંભવિત થઈ જાય છે. જેમ રામચંદ્રજીન પુણ્યોદયે સમુદ્રમાં પથ્થર પણ કરી શકતા હતા, તો વૃક્ષો વસ્ત્રાલંકાર આપી શકે એમાં શંકા જેવું શું છે?"
ત્યારપછી હર્ષિત થયેલા મહર્ષિને સાથે લઈને મૃગધ્વજ રાજા કમલમાલા સહિત ચિત્તને પ્રસન્ન કરનારા જિન-પ્રસાદ તરફ આવ્યો. ત્યાં ઋષભદેવસ્વામીને વિધિપૂર્વક વંદન કરીને સ્તવના કરવા લાગ્યો કે, "હે પ્રભુ! જેમ શિલામાં કોતરેલી મૂર્તિ તેમાં સ્થિર થઈને રહે છે, તેમ મારા હૃદયમાં પણ તમારું સ્વરૂપ સ્થિર થઈ રહ્યું છે. માટે હે ભગવાન્ ! તમારું પવિત્ર દર્શન મને ફરીને સત્વર થજો” એમ પ્રથમ તીર્થકરને વિનયપૂર્વક વંદન-સ્તવન કરીને કમલમાલા સહિત તે રાજા, દેવ-પ્રાસાદની બહાર આવીને ગાંગીલ ઋષિને માર્ગ પૂછવા લાગ્યો. ત્યારે મહર્ષિ બોલ્યા કે, તમારા નગરનો માર્ગ હું જાણતો નથી." ત્યારે રાજાએ કહ્યું - "અમારા નગરનો માર્ગ પણ તમે જાણતા નથી તો તમે મારું નામ કયાંથી જાણ્યું? મહર્ષિએ જવાબ આપ્યો, "સાંભળો, એક દિવસ આ મારી નવયૌવના કન્યાને જોઈ હું વિચારતો હતો કે આ મારી રૂપવતી કન્યાને યોગ્ય વર કોણ હશે? તેટલામાં આ આમ્રવૃક્ષ ઉપર બેઠેલા કોઈ શુકરાએ મને કહ્યું કે, "ઋષિવર ! એના વર માટે નું ફોગટ ચિંતા કરીશ નહીં, ઋતુધ્વજ રાજાના પુત્ર મૃગધ્વજ રાજાને આજે જ હું આ ઋષભદેવના પ્રાસાદમાં લાવીશ. કલ્પવલ્લિને યોગ્ય તો કલ્પવૃક્ષ જ હોય, તેમ આ કન્યાને યોગ્ય તે જ સર્વોત્કૃષ્ટ વર છે, માટે એની ચિંતા ન કર.” એમ કહીને તે શુકરાજ તત્કાળ ઉડી ગયો, પછી થોડા જ સમયમાં આપ અહીં પધાર્યા. "અનામત થાપણ તરીકે રાખેલી વસ્તુ જેમ પાછી અપાય” તેમ મેં એના કહેવાથી જ આ કન્યા તમને આપી છે. આ સિવાય બીજી વધારે વાત હું જાણતો નથી." એમ બોલી ગાંગીલ ઋષિ મૌન રહ્યા. હવે શું કરવું? એ ચિંતામાં રાજા આમતેમ જુએ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેવામાં અવસરનો જાણ ન હોય શું? તેમ પેલો પોપટ ઝટ પાસે આવી બોલવા લાગ્યો કે - " રાજ! તું મારી પાછળ આવ. હું તને માર્ગ દેખાડું. જો કે હું એક પક્ષી છું, છતાં પણ મારા પર વિશ્વાસ રાખનારને નિરાશ ન કરું. ચંદ્રમા સસલાને નિરંતર પોતાની પાસે જ નથી રાખતો શું? કોઈ સામાન્ય માણસ પણ મારે આશ્રયે આવ્યો હોય તો તેને નિરાશ ન કરું તો તમારા જેવા મહાન પુરુષને નિરાશ કેમ કરી શકું? હે આર્યશ્રેષ્ઠ રાજેન્દ્ર! હું ક્ષુદ્ર પ્રાણી છું. એમ સમજી તમે મને ભૂલી ગયા. પરંતુ હું તો તમને ભૂલનાર નથી." આવાં પ્રિય વાકયો સાંભળતાં જ રાજા આશ્ચર્ય પામ્યો અને ગાંગીલ ઋષિની રજા લઈ સ્ત્રી સહિત અશ્વ પર ચડીને તે પોપટ પાછળ ચાલ્યો. શીધ્રગતિથી પોપટ પાછળ ચાલતો, પોતાના રાજ્યની ચિંતાથી વ્યગ્ર થયેલો તે રાજા, થોડા જ વખતમાં પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને દૂરથી દેખી શકાય, તેટલો નજીક આવી પહોંચ્યો અને શુકરાજ ત્યાં પાસે રહેલા એક વૃક્ષની ટોચ પર બેસી ગયો. તે જોઈ ચિંતાતુર રાજા તેને આગ્રહપૂર્વક કહેવા લાગ્યો – "જો કે સામે નગરના કિલ્લા, મહેલ દેખાય છે, તો પણ નગર હજી ઘણું દૂર છે, માટે તે શકરાજ ! રીસાયેલા માણસની જેમ અહીંયાં જ કેમ બેસી ગયો?” હુંકારપૂર્વક તેણે પ્રત્યુત્તર આપ્યો "ડાહ્યા પુરુષો જે કાંઈ કાર્ય કરે છે, તે કંઈ કારણ વગર કરતા નથી, તેનું સબળ કારણ હોય છે. આગળ ન જતાં અહીંયાં જ અટકી રહેવાનું પણ એક સબળ કારણ છે, માટે જ હું અહીંથી આગળ જતો નથી.”
આથી અત્યંત ગભરાઈને રાજા પૂછવા લાગ્યો કે "એવું શું કારણ છે? તે સત્વર મને કહી દે" તેણે કહ્યું "સાંભળો, મહારાજ! ચંદ્રપુરીનગરીના ચંદ્રશેખર રાજાની બેન ચંદ્રાવતી નામે તમારી જે હાલામાં વ્હાલી રાણી છે, તે બહારથી જ મધુર ભાષણ કરનારી છે પણ અંદરથી કપટી અને તમારા પ્રત્યે દુષ્ટવૃત્તિ રાખનારી છે. ખરેખર એ રાણી ગોમુખ જેવી છતાં વાઘણ જેવી દેખાય છે. પાણીની માફક નારીની પણ નીચી જ ગતિ હોય છે. તમે જ્યારે કમલમાલાના મેળાપને માટે મારી સાથે રાજ્ય સૂનું મૂકી, આવતા રહ્યા, ત્યારે તે રાણીએ ડાકણની જેમ છલ કરીને પોતાના ભાઈ ચંદ્રશેખરને તમારું રાજ્ય તાબે કરવાનો આ અનુકૂળ અવસર છે એમ જણાવ્યું. પોતાના ધારેલા કામને પાર પાડવામાં સ્ત્રીઓમાં કપટ એ જ મોટું બળ હોય છે. સહજમાં આવી મળતા રાજ્યને લેવા કોણ ન ઉત્સુક હોય? તેમ તે ચંદ્રશેખર પોતાનું ચતુરંગ સૈન્ય લઈ તમારું રાજ્ય લેવાની આશાથી સત્વર તમારા નગર સમીપ આવી પહોંચ્યો છે. પણ અંદર રહેલા તમારા પ્રધાનો અને સેનાપતિ આદિએ ત્વરાથી નગરના દરવાજા બંધ કરી દીધા હોવાથી પ્રજાના પર જેમ સર્પ વીંટાઈ જાય, તેમ આ તમારા નગરને ચોતરફ પોતાના સૈન્યથી ઘેરીને તે રાજા નગરની બહાર જ સમુદ્ર સરખી સેના લઈ પડ્યો છે, કિલ્લા પર ચડીને તારા વીર તેજસ્વી સુભટો અભિમાનપૂર્વક ચંદ્રશેખરના સૈન્ય સાથે યુદ્ધ કરી રહ્યા છે. પરંતુ લોકમાં કહેવત છે કે - નાયક વિનાનું સૈન્ય હાર જ પામે, માટે તારા વિના શત્રુઓને તેઓ શી રીતે જીતી શકે? વળી આવું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં આપણે પણ એકદમ શી રીતે જઈ શકીએ? એ વિચારે જ મનમાં ખેદ ધરતો હું આ વૃક્ષ પર બેઠો છું અને વૃક્ષ પર બેસી જવાનું પણ એ જ કારણ છે.”
આવી હૃદય વિદારનારી વાર્તા સાંભળતાં જ અતિક્ષુબ્ધ થયેલા રાજાના અંત:કરણમાં જાણે પ્રવેશમાર્ગ મળ્યો હોય તેમ તીવ્ર સંતાપે પ્રવેશ કર્યો. આ વખતે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે,
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
"ધિક્કાર થાઓ આવી દુરાચારિણી સ્ત્રીના દુષ્ટ હૃદયને ! આશ્ચર્ય છે કે એ ચંદ્રશેખરની સાહસિકતાને તેમજ એની નિર્ભયતાને ! પોતાના સ્વામિના રાજ્યની પણ તૃષ્ણા કરી, જુઓ તો ખરા, આ કેટલો અન્યાય ! પણ એમાં એનો શું દોષ છે ? સૂનું રાજ્ય લેવા કોણ ઈચ્છા ન કરે ? ધણી વગરના ક્ષેત્રમાંથી દાણા પણ ચોરાઈ જાય છે, તો પછી ના રાજ્યનું શું કહેવું ? ધિક્કાર થાઓ મને ! કેમકે, હું પોતે જ વગર વિચારે મોહગ્રસ્ત, તેમ જ અવિવેકી બની રાજ્ય સૂનું મૂકી ચાલ્યો ગયો. પરિણામે આવી આપદામાં આવી પડું એમાં શી નવાઈ ! કોઈપણ બાબતમાં વગર વિચારે ઉતાવળ કરાય, કંઈ મુકાઈ જાય કે વિશ્વાસ ૨ખાય, અપાય, લેવાય, બોલાય, ખવાય કે વિનાશ કરાય તો પરિણામે પશ્ચાત્તાપ કરવાનો જ સમય આવે. કહ્યું છે કે - "સારું કે ખરાબ કોઈ પણ કામ કરતાં પહેલાં જ પંડિતોએ તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. કેમકે અસ્થિર ચિત્તથી વગર વિચારે ઉતાવળું કામ કર્યું હોય તો તેમાં એટલી બધી આપત્તિઓ આવી પડે કે – જેમ મર્મસ્થલમાં પેઠેલું શલ્ય મરણ સુધી દાહ કરનારી પીડા આપે છે, તેમ તેવા વગર વિચારે કરેલાં કાર્યોના પરિણામ મરણ પર્યંત ફ્લેશ આપે છે.”
૧૭
રાજ્ય મળવાની આશા જેણે છોડી દીધી છે એવા પશ્ચાત્તાપમાં પડેલા રાજાને શકરાજ કહેવા લાગ્યો કે, "પુરુષમાં પ્રવર ! હે રાજા ! તું તારા મનમાં ફોકટ ચિંતા ન કર. વૈદ્યના બતાવ્યા પ્રમાણે વર્તનારનો વ્યાધિ શું ગયા વિના રહે ? તેમ હું પણ તને એક ઉપાય બતાવું છું, તે ઉપાય અજમાવતાની સાથે જ તારું શ્રેય થશે. તું એમ ન જાણીશ કે મારું રાજ્ય ગયું. હજી તો તું ઘણાં વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કરીશ.” એવું તેનું બોલવું સાંભળીને નિમિત્તિયાના વચન પર જેમ આશા બંધાઈ. તેટલામાં અકસ્માત્ જાણે દાવાનલ જ સામે આવતો ન હોય એમ સશસ્ત્ર ચતુરંગી સૈન્ય પોતાની સામે ઝડપથી આવતું દેખીને તે સભય બનીને વિચારવા લાગ્યો કે - જે ચંદ્રશેખર રાજાની મારા મનમાં ઉદાસી આવી છે, એ જ સેના મને હણવાને મારી સામે આવે છે. હા ! હા !! હવે શું થશે ! ખરેખર ! આ વખતે આ કમલમાલાનો કેવી રીતે બચાવ કરી શકીશ અને આ શત્રુઓની સામે હું એકલો કેમ કરી યુદ્ધ કરી શકીશ ? આવી પરિસ્થિતિથી મુંઝાયેલો તે રાજા સ્તબ્ધ બની વિચાર કરે છે, તેટલામાં "જય જય ચિરંજીવો હે મહારાજ ! જયવંતા વર્તો ! હે મહારાજ ! આ અણીને વખતે તમે ઠીક જ આવી પહોંચ્યા. જૈમ હાથમાંથી નિધાન ખોઈ બેઠેલાને તે પાછું આવી મળે, તેમ મહારાજ ! આજે અમને તમારું દર્શન થયું. હવે અમને આદેશ આપો.” સ્વ-પરિચિત એવા પોતાના સૈનિકોનું જ આ વચન છે, એમ તેની ખાતરી થઈ, ત્યારે તે અત્યંત વિસ્મય પામી પ્રસન્ન ચિત્તે તેઓને પૂછવા લાગ્યો કે, "અરે, આ વખતે તમે અહીંયાં કયાંથી આવ્યા ? તેઓએ ઉત્તર વાળ્યો કે, "સ્વામિન્ ! તમે આવ્યા છો એમ જાણીને જ અમો અહીં તમારા દર્શનને માટે તેમજ તમારી પાસે તમારો આદેશ લેવા આવ્યા છીએ. આવા અવસર પર આજે અમને તમારું દર્શન થયું તે તો ખરેખર ભાગ્ય-યોગથી જ બન્યું છે.”
શ્રોતા, વક્તા અને જોનારને પણ ચમત્કાર ઉત્પન્ન કરે એવા આ સમાચાર સાંભળી રાજા વિચાર કરીને બોલવા લાગ્યો કે, "આપ્ત-વાકય અવિસંવાદથી, પરસ્પર વિરૂદ્ધતાના અભાવથી એટલે કે સત્ય,
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્વ પ્રકારે જેમ માનવા યોગ્ય હોય છે, તેમ આ શુકરાજનું વાકય પણ અનેક પ્રકારના મારા પર ઉપકાર કરવાથી સર્વ પ્રકારે માનવા યોગ્ય છે. એ શુકરાજના ઉપકારનો બદલો હું કેમ વાળી શકીશ? એને શી શી વસ્તુની ઈચ્છા છે, તે કેમ જાણી શકાય? ગમે તેટલા એના પર ઉપકાર કરીએ, પણ એણે કરેલા ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. કેમકે એણે પ્રથમથી સમયાનુસાર યથાયોગ્ય ઈચ્છિત વસ્તુપ્રાપ્તિ વગેરેના અનેક પ્રકારના ઉપકાર મારા પર કર્યા છે. કહ્યું છે કે,
प्रत्युपकुर्वन् बह्वपि न भवति पूर्वोपकारिणस्तुल्यः ।
एकोऽनुकरोति कृतं निष्कारणमेव कुरुतेऽन्यः ||३१|| "પ્રત્યુપકાર ગમે તેટલા કરો, પણ પહેલાં કરેલા ઉપકારીના ઉપકારની તુલના થતી નથી, કારણ કે તે ઉપકાર કરનારના કાર્યનું અનુકરણ કરે છે, ત્યારે પ્રથમ ઉપકાર કરનારનું કાર્ય બદલાની આશા વગર કરાયેલું હોય છે.
આમ વિચાર કરતો તે રાજા પ્રીતિપૂર્વક તે શુકરાજના સન્મુખ જોવા જાય છે. તેટલામાં જેમ સૂર્યોદય થતાં બુધનો તારો અદશ્ય થાય તેમ તે અલોપ થઈ ગયો. જાણે રાજા પાછો ઉપકારનો બદલો વાળશે, એવા ભયથી જ તે સંતાત્મા રિસાઈ ગયો હોય તેમ થોડા વખતમાં તો તે કેટલોક દૂર નીકળી ગયો. કહ્યું છે કે, "સજ્જન પુરુષોની કોઈક એવી અલૌકિક કઠોર ચિત્તવૃત્તિ છે કે, તેઓ ઉપકાર કરીને પ્રત્યુપકારના ભયથી તરત જ દૂર ખસી જાય છે.”
આવો જ્ઞાનનિધિ જો નિરંતર મારી પાસે રહે તો, મુશ્કેલી શી વસ્તુની છે એની મને ખબર જ ન પડે; કેમ કે, સર્વ કાર્ય યથાસમય કરવાનું તે જાણી શકે છે એવા સહાયકારીનો યોગ, પ્રાયઃ સર્વકાળે સર્વત્ર સર્વને હોય જ નહીં. કદાચિત્ કોઈને તેવાનો યોગ મળી જાય તો નિભંગીના હાથમાં આવેલા ધનની જેમ લાંબો સમય રહે નહિ. પણ એ પોપટ કોણ હતો? તેને આટલું જ્ઞાન કયાંથી? મારા પર આટલી બધી મમતા શા માટે ? એ કયાંથી આવ્યો? ને કયાં ગયો? વળી એ વૃક્ષ પરથી વસ્ત્રાલંકારાદિકની વૃષ્ટિ કેમ થઈ? આ સેના કેમ આવી? ઈત્યાદિક જે મારા મનમાં સંદેહ છે. તે જેમ ગુફાના અંધકારને દીપક જ દૂર કરવાને સમર્થ છે, તેમ જ્ઞાની વિના બીજો કોણ દૂર કરી શકે?
સર્વ રાજામાં મુખ્ય તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વિચારમાં વ્યગ્રચિત્ત થયેલો આમતેમ જુએ છે, તેટલામાં સેનાધિપતિએ રાજાને પૂછયું : "સ્વામિન્ ! આ બધું શું બન્યું?” ત્યારે તેણે તે સૈનિકોની પાસે શુકરાજ મળ્યો હતો ત્યાંથી માંડીને છેવટે તે અદશ્ય થયો, ત્યાં સુધીની બધી વાર્તા કહી સંભળાવી, તે સાંભળી લગભગ બધા સૈનિકો આશ્ચર્ય પામીને બોલવા લાગ્યા કે, "મહારાજ! એ પોપટ તમારા ઉપર અત્યંત ભાવ રાખે છે, માટે તે તમને પાછો કયારેક જરૂર મળશે અને તમારા મનની ચિંતા દૂર કરશે; કારણ કે આવો હિત-વત્સલ છેલ્લે એમ ઉપેક્ષા કરીને હંમેશ માટે જાય જ નહીં, વળી તમારા મનનો સંદેહ પણ એ જ આવીને દૂર કરશે, કારણ કે એ પોપટ જ્ઞાની જણાય છે અને જ્ઞાનીને વાંકા દૂર કરતાં કેટલી વાર? હાલ આપ આ સર્વચિંતા છોડી દઈને આપણા નગરમાં પધારી તેને પવિત્ર કરો. આપના દર્શન માટે અધીરા બનેલા નગરજનોને આપના દર્શન આપીને આનંદિત કરો."
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯
રાજાએ તેમનું કહેવું માન્ય કર્યું. સમયોચિત બોલેલું અને સમય પર કરેલું કોને સ્વીકારવા યોગ્ય ન થાય? મહામાંગલિક વાજિંત્રોના મધુર-ધ્વનિથી સર્વ દિશાઓને ગજાવનાર મહોત્સવપૂંક તે રાજાએ સ-પરિવાર સ્વનગર તરફ પ્રયાણ કર્યું. તે મૃગધ્વજ રાજાને આવતા જોઈને મોટી પાંખવાળા ગરુડને જોઈને પોતાના દરમાં બેઠા બેઠા પણ જેમ સર્પનો ગર્વ ગળી જાય તેમ’ ચંદ્રશેખરનો સર્વ ગર્વ ગળી ગયો. તેણે તે વખતે પોતાનું સ્વામિ-દ્રોહપણું ઢાંકવાને સમયસૂચક બુદ્ધિથી એક દૂતને ભેટ સાથે મૃગધ્વજ રાજાની પાસે તરત જ મોકલ્યો. રાજા પાસે આવીને પ્રણામ કરી તે બોલ્યો કે - "હે મહારાજ ! આપની પ્રસન્નતાને માટે તથા સઘળી વસ્તુસ્થિતિ આપને જણાવવા માટે ચંદ્રશેખર રાજાએ મને આપની પાસે મોકલ્યો છે. આપ કોઈ ધૂર્તના પ્રપંચને પરિણામે રાજ્ય સૂનું મૂકી, તેની પાછળ પાછળ ચાલ્યા ગયા છો એમ જાણી, અમારા રાજા ચંદ્રશેખર, આપના નગરની રક્ષા કરવા માટે, પોતાના સૈન્ય સહિત આવ્યા અને કેવળ રક્ષણ કરવાના હેતુથી જ નગરની ચારે બાજુથી વિંટાઈ વળ્યા. આ વસ્તુસ્થિતિને નહિ જાણતા આપના સુભટોએ હથિયાર સજી જેમ કોઈ શત્રુથી પરાભવ ન થાય તે હેતુથી રક્ષા કરવા આવેલા, તેમ છતાં અમારે આપના સૈનિકો તરફથી કેટલાય પ્રહાર સહન કરવા પડયા છે. તથાપિ સ્વામિનું કાર્ય સુધારવા જતાં મુસીબતો સહન કરવી પડે એમાં શું આશ્ચર્ય છે? પિતાના કાર્યમાં પુત્ર, ગુરુના કાર્યમાં શિષ્ય, પતિના કાર્યમાં સ્ત્રી અને સ્વામીનાં કાર્યમાં સેવક, પોતાના પ્રાણ તૃણ સમાન ગણે છે તે યોગ્ય જ છે."
તે દૂતનાં આવાં કપટયુક્ત વચન સાંભળીને રાજા મૃગધ્વજને તેની વાત વિષે શંકા તો ઉત્પન્ન થઈ, પરંતુ સરળ સ્વભાવથી એ સાચું કહે છે એમ તે વખતે માની લીધું, કેટલી દક્ષતા, સરળતા અને ગંભીરપણું ! પછી તે રાજાએ પોતાની પાસે આવતા તે ચંદ્રશેખર રાજાનો યોગ્ય સત્કાર કર્યો. ત્યારપછી લક્ષ્મી સરખી કનકમાલા સાથે વિષ્ણુની જેમ શોભતા મૃગધ્વજ રાજાએ મોટા મહોત્સવપૂર્વક નગર-પ્રવેશ કર્યો અને જેમ અદ્વિતીય એવી ચંદ્રકલાને મહાદેવે ભાલસ્થળ (કપાળ) પર સ્થાપન કરી તેમ કમલમાલાને પોતાના રાજ્ય-સિંહાસને પોતાની પાસે પટ્ટરાણી પદે બેસાડી.
જો કે પુણ્ય જ પુત્રાદિક પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, અને પુણ્યથી જ સંગ્રામમાં રાજાને જયની પ્રાપ્તિ થાય છે. સહાય કરનારા સૈનિકો તો નિમિત્ત માત્ર છે, તેમ પુત્રાદિકપ્રાપ્તિમાં મંત્ર પણ માત્ર સહાય કરે છે, એમ વિચારી પુત્રપ્રાપ્તિ માટે ગાંગીલ ઋષિએ આપેલા મંત્રને તે રાજાએ બતાવેલી વિધિ પ્રમાણે સાધ્યો. તેના પ્રભાવથી તેની સર્વ રાણીઓને એક એક પુત્ર થયો. સર્વ કારણોનો બરાબર યોગ મળી જાય તો કાર્યની જરૂર સિદ્ધિ થઈ શકે છે. જો કે ચંદ્રાવતી રાણી રાજાને ઘણી માનીતી હતી. છતાં પણ પ્રથમ પતિદ્રોહ કર્યો હતો. તેના પાપે માત્ર તેને પુત્ર થયો નહીં.
એક વખત મધ્યરાત્રિએ અર્ધ-નિદ્રાવસ્થામાં સુખે સૂતેલી કમલમાલા રાણીએ દિવ્ય પ્રભાવથી એક સ્વપ્ન જોયું. રાણી જાગીને પ્રાતઃકાળે રાજા પાસે આવીને કહેવા લાગી કે - " હે પ્રાણનાથ ! આજે મધ્યરાત્રિ વ્યતીત થયા પછી, અર્ધ-નિદ્રાવસ્થામાં હું સુખે સૂતી હતી તે સમયે મેં એક સ્વપ્ન જોયું, તેમાં મારા પિતા ગાંગીલ ઋષિના તપોવનમાં આવેલ પ્રાસાદમાં આપણે સાથે પ્રયાણ કરતાં પહેલાં જેનાં
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
છેલ્લાં દર્શન કર્યા હતાં તે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન થયાં. તેમણે મને કહ્યું કે "હે કલ્યાણિ ! હાલ તું આ પોપટને લઈ જા, પછી કોઈક વખતે વળી હંસ આપીશ.” એટલું કહીને પ્રભુએ મને હાથોહાથ સવંગ-સુલભ દિવ્ય વસ્તુના જેવો દેદીપ્યમાન પોપટ ભેટ આપ્યો.” પ્રભુના પોતાના હસ્તનો પ્રસાદ પામીને આખા જગતનું જાણે ઐશ્વર્ય પામી હોઉં એમ હું અત્યંત પ્રસન્ન થતી જાગૃત થઈ ગઈ. અણધાર્યા આવી મળેલા કલ્પવૃક્ષનું જ ફળ હોય તેમ હે પ્રાણનાથ ! એ સ્વપ્નનું શું ફળ થશે?"
રાણીનું વચન સાંભળીને, આનંદરૂપ કંદને નવ-પલ્લવિત કરવાને મેધરૂપ મીઠી વાણીથી તે રાજા સ્વપ્નના ફળને વિચારી કહેવા લાગ્યો કે, "હે પ્રિયે! જેમ દેવ-દર્શન અત્યંત દુર્લભ હોય છે, તેમ એવાં ઉત્તમ સ્વપ્ન પણ કોઈક ભાગ્યોદયથી જ પામી શકાય છે. એવું દિવ્ય સ્વપ્ન દેખવાથી દિવ્યરૂપ અને દિવ્ય સ્વભાવવાળા ઉદય થતા ચંદ્ર અને સૂર્ય જ ન હોય શું ? એવા બે પુત્રો તને અનુક્રમે થશે. પશ્ચિકુળ માં પોપટ અને રાજહંસ અત્યુત્તમ છે અને તેની તને સ્વપ્નમાં પ્રાપ્તિ થઈ, તો હે સુંદરી ! ક્ષત્રિય-કુળમાં ઉત્કૃષ્ટ એવા બે પુત્રોની આપણને પ્રાપ્તિ થશે. પરમેશ્વરે સ્વપ્નમાં સ્વહસ્તે જ તને પ્રસન્નતાપૂર્વક પ્રસાદ આપ્યો છે, તો તેમના જેવો જ પ્રતાપી પુત્ર આપણને મળશે, એમાં કાંઈ પણ સંશય નથી."
એવાં વચન સાંભળીને અત્યાનંદિત થયેલ તે કમલમાલા રાણી રત્નપ્રભા પૃથ્વી જેમ અમૂલ્ય રત્નોને ધારણ કરે છે અને આકાશ જેમ જગત-ચક્ષુ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભને ધારણ કરવા લાગી. તે દિવસથી ઉત્તમ રસના સિંચનથી જેમ મેરુપર્વતની પૃથ્વીમાં રહેલો કલ્પવૃક્ષનો કંદ પ્રતિદિન વધે, તેમ તે રાણીનો ગર્ભ પ્રતિદિન વધવા લાગ્યો, અને તેના પ્રભાવે ઉત્પન્ન થતા પ્રશસ્ત શુભ મનોરથોને રાજા સંપૂર્ણ સન્માનપૂર્વક પૂર્ણ કરવા લાગ્યો. શુભ દિવસે અને શુભ લગ્ન-લગ્નાશે, પૂર્વ દિશા જેમ પુનમના ચંદ્રનો પ્રસવ કરે, તેમ તે રાણીએ અત્યુત્તમ એવા પુત્રને સુખ-સમાધિપૂર્વક જન્મ આપ્યો.
રાજકુલની એવી રીત હોય છે કે, પટ્ટરાણીના પ્રથમ પુત્રનો જન્મ-મહોત્સવ અત્યંત વૈભવપૂર્વક કરવો; અને તે પ્રમાણે આ કમલમાલા રાણી પટ્ટરાણીપદે હોવાથી તેના પ્રથમ પુત્રનો જન્મ-મહોત્સવ અત્યુત્તમ રીતે રાજાએ કર્યો. ત્યારબાદ ત્રીજે દિવસે તે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાનો મહોત્સવ તેમણે અત્યંત ઉમંગથી કર્યો. છેકે દિવસે છઠ્ઠી-જાગરણનો મહોત્સવ પોતાની રાજ્ય-ઋદ્ધિને અનુસાર યથોચિત રીતે કરાવ્યો. સ્વપ્નાનુસાર પુત્રની પ્રાપ્તિ થઈ, માટે તે પુત્રનું શુકરાજ' એવું નામ મહોત્સવપૂર્વક આનંદથી શુભ દિવસે પાડવામાં આવ્યું, પાંચ સમિતિથી રક્ષાયેલો સંયમ જેમ વૃદ્ધિ પામે-તેમ ધવરાવવા, રમાડવા, હસાવવા, નવડાવવા તથા પાલન કરવા રાખવામાં આવેલી પાંચ ધાવમાતાઓથી સ્નેહપૂર્વક રક્ષાયેલો શુકરાજ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. માતાપિતાને આનંદ આપનારૂં અન્ન-પ્રાસન, લક્ષ્મીની સુદષ્ટિ સમું રિખણ (રમવું), હર્ષ ઉપજાવે તેવું ક્રમણ (ચાલવું), શુભ વચન, ચિત્તાકર્ષક વસ્ત્રપરિધાન તથા પ્રેમગ્રંથિના બંધન સમી વર્ષગાંઠ વગેરે શુભ પ્રસંગો અત્યંત ધામધુમથી રાજાએ નિર્વિઘ્ન ઉજવ્યા. જુઓ તો ખરા ભાગ્યની દશા ! ભાગ્યશાળીનું ભાગ્ય એવું હોય છે. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામતો શુકરાજકુમાર પાંચ વર્ષનો થયો. પાંચમે વર્ષે જેમ આંબો સર્વ રીતે ખીલે-ફળે, તેમ તે કુમાર, રૂપ, સંપદા, પરાક્રમ વગેરે સર્વોત્તમ ગુણોવડે જાણે બીજો ઈન્દ્રપુત્ર જયંત ન હોય? તેમ શોભવા
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
લાગ્યો. બાળક છતાં બોલવામાં જાણે પ્રૌઢ પુરુષ ન હોય શું ? તેવી ચતુરાઈ તથા મીઠાશ તેના વચનમાં હોવાથી સર્વને તે પ્રિય થઈ પડયો.
૨૧
એકદા વસંતઋતુનાં પુષ્પોની સૌરભથી મ્હેંકી રહેલા તથા ફલ-ફૂલોથી રમ્ય બાગની શોભા જોવાને રાજા પોતાની પટ્ટરાણી કમલમાલા અને શુકરાજકુમારને સાથે લઈને નગરના ઉદ્યાનમાં આવી આમ્રવૃક્ષની નીચે બેઠો. તે સમયે તેને પૂર્વની બનેલી સઘળી બીના યાદ આવવાથી પ્રસન્ન થઈને કમલમાલાને કહેવા લાગ્યો કે, "હે પ્રિય ! તે જ આ આમ્રવૃક્ષ છે, કે જેની નીચે હું વસંતૠતુમાં આવીને બેઠો હતો, અને શુકરાજ-પોપટની વાણીથી તારા રૂપનું વર્ણન સાંભળીને અતિશય વેગથી તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો અને તારા પિતાના આશ્રમ સુધી જઈ પહોંચ્યો. ત્યાં તારી સાથે લગ્ન કરી હું કૃતાર્થ થયો.”
આ બધી વાર્તા પિતાના ખોળામાં બેઠો બેઠો કુમાર સાંભળતો હતો અને એ સાંભળતાં જ કલ્પવૃક્ષની શાખા જેમ છેદાવાથી ધરતી પર તૂટી પડે તેમ શુકરાજકુમાર મૂર્છા યુક્ત થઈ નીચે ઢળી પડયો. માત-પિતાના હર્ષ-વૃક્ષની શાખા છેદાઈ ઢળી પડી ન હોય તેમ આ જોઈ અતિશય ગભરાઈ ગયેલાં માતાપિતાએ કોલાહલ મચાવી મૂકયો, તે સાંભળી સર્વે અનુચરો ત્યાં ભેગા થઈ ગયા અને કુમારની આવી હાલત જોઈ શોકપૂર્ણ સ્વરે બોલી ઉઠયા : "અરે રે ! આ શું થયું ?” એમ ઊંચે શબ્દે બોલતાં સર્વે આકુળ-વ્યાકુળ થઈ ગયાં; કારણ કે મોટાનાં સુખ-દુઃખની સાથે સર્વ સામાન્ય જનોનાં પણ સુખ-દુઃખ સંકળાયેલાં જ હોય છે. ચંદનનું શીતળ જળ છાંટવાથી તેમજ કેળના પત્રનો પવન વીંઝવાથી તેમજ બીજા યોગ્ય ઉપચારો (ઉપાયો) કરવાથી કેટલોક વખત ગયા બાદ તે શુકરાજકુમારને ભાન આવ્યું, ચેતના આવવાથી કમળની પાંખડીઓની જેમ પ્રકાશતી નેત્રરૂપ પાંખડી ઉઘડી, પણ મુખકમળ વિકસ્વર થયું નહીં, વિચારપૂર્વક તે ચારે બાજુ જોવા લાગ્યો, પણ ઘણી રીતે બોલાવવા છતાં કંઈ પણ બોલ્યો નહી. તીર્થંકરદેવ છદ્મસ્થાવસ્થામાં જેમ મૌન ધારણ કરે - તેમ તે કંઈપણ બોલ્યો નહીં. રાજકુમારનું આવું મૌન જોઈ સર્વે લોકો માનવા લાગ્યા કે, ખરેખર આને કોઈક દેવની અવકૃપાથી આમ બન્યું હોવું જોઈએ. તે કાંઈક શાંત થયો છે પણ અરે રે ! મહાખેદ ક૨વા લાયક એ છે કે -અમારા કોઈ દુષ્ટકર્મના ઉદયથી એની જીભ જલાઈ ગઈ છે.
આમ મહાચિંતામાં નિમગ્ન બનેલા તેના માતા-પિતા તેને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેમણે કુમારને બોલતો કરવા વિવિધ પ્રકારના ઉપાયો કરાવ્યા, પણ દુર્જન પર કરેલા ઉપકારની જેમ તે સર્વ ઉપચારો નિષ્ફળ ગયા. એ સ્થિતિમાં છ માસ વીતી ગયા. છતાં પણ કુમારનું મૌન તૂટયું નહિ, તેમજ તેનું રહસ્ય પણ કોઈ શોધી શકયું નહિ. અરેરે ! વિધાતાએ રત્નસમાન શ્રેષ્ઠ વસ્તુઓમાં પણ કંઈને કંઈ દોષ મૂકયો છે. ચંદ્રમાં કલંક, સૂર્યમાં ઉગ્ર તેજ, આકાશમાં શૂન્યતા, વાયુમાં ચંચલપણું, કૌસ્તુભ મણિમાં પાષાણપણું, કલ્પવૃક્ષમાં કાષ્ઠપણું, પૃથ્વીમાં રજકણ, સમુદ્રમાં ખારાશ, મેઘમાં શ્યામતા, અગ્નિમાં દાહકતા, જળમાં નીચગતિ, સુવર્ણના મેરુમાં કઠોરપણું, સુવાસિત કર્પૂરમાં અસ્થિરતા, કસ્તૂરીમાં કાળાશ, સજ્જનોમાં નિર્ધનતા, ધનિકોમાં મૂર્ખતા, રાજાઓમાં લોભ હોય તેમ આ રાજકુમારમાં મૌન પ્રવેશ્યું છે. મોટા ભાગ્યશાળી પુરુષોની દુર્દશા કયા સજ્જનના મનમાં ન ખટકે ? તે સમયે મળેલા સર્વ નગરજનો પણ અત્યંત શોક કરવા લાગ્યા.
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એવામાં ક્રીડારસના સાગર સમાન અને જગજનના નેત્રોનો અત્યંત આનંદકારી કૌમુદી મહોત્સવ-શરદ પુનમના ચંદ્રનો મહોત્સવ માણિકઠારી આ.સુ. ૧૫ પુનમનો દિવસ આવ્યો. તે સમયે ફરી નગરજનો સાથે તે રાજા પોતાની કમલમાલા મહારાણી અને શુકરાજને લઈને ઉદ્યાનમાં ગયો અને તે જ આંબાના વૃક્ષને જોઈને ખિન્ન ચિત્તથી રાણીને કહેવા લાગ્યો કે "હે દેવી ! જેમ વિષવૃક્ષ સર્વથા દૂરથી જ તજવા યોગ્ય હોય છે, તેમ આપણા આ શુકરાજકુમારને આવું વિષમ દુઃખ આ આમ્રવૃક્ષથી જ ઉત્પન્ન થયું છે, માટે એ પણ દૂરથી જ તજવા યોગ્ય છે.” આટલું બોલીને તે વૃક્ષ છોડીને બીજે સ્થાનકે જવાને તે તત્પર થાય છે, તેટલામાં અકસ્માત તે જ આમ્રવૃક્ષની નીચે અત્યંત પ્રમોદકારક દેવદુંદુભિનો નાદ થવા લાગ્યો. આવો ચમત્કાર જોઈને રાજા પૂછવા લાગ્યો કે - આ દિવ્ય ધ્વનિ કયાંથી ઉત્પન્ન થયો ? ત્યારે કોઈકે આવીને કહ્યું કે - "મહારાજેન્દ્ર! અહીંયાં શ્રીદત્ત નામના મુનિ તપશ્ચર્યા કરતા હતા, તેમને હમણાં જ કેવળકાન થયું છે અને તેથી દેવતાઓ દિવ્ય વાજિંત્રોના નાદથી તેનો મહોત્સવ ઉજવે
છે." એ સાંભળતાં જ રાજા પ્રસન્ન થઈ બોલ્યો "આ મારા પુત્રરત્ન જે મૌન ધારણ કર્યું છે, તેનું રહસ્ય - કેવળી જ કહી શકશે, માટે ત્યાં જવું યોગ્ય છે." એમ વિચારી તે પુત્ર તથા રાણી અને મોટા પરિવાર સાથે
ત્યાં જઈ વંદનાદિક ભક્તિ કરીને કેવળી સન્મુખ આવી બેઠો. ત્યારે કેવળીએ ફલેશનો નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી.
ત્યારબાદ વિનયપૂર્વક રાજા પૂછવા લાગ્યો કે - " હે પ્રભો ! આ શુકરાજકુમારની વાચા શા કારણથી બંધ થઈ ?" ઋષિમુખ્ય કેવળી મહારાજે જવાબ આપ્યો કે "એ બાળક હમણાં જ બોલશે.” તે સાંભળીને પ્રસન્નતાપૂર્વક રાજા બોલવા લાગ્યો કે - "મહારાજ, અમારે એ બાળક બોલે તો પછી શું જોઈએ? અમે એ જ ઈચ્છીએ છીએ." એટલે કેવળી બોલ્યા - "હે શુકરાજ ! આ સર્વના દેખતાં અમને વંદનાદિક કેમ કરતો નથી?" આ સાંભળતાં જ તે શુકારજે ઉઠીને સર્વજન સમક્ષ તે કેળવી ભગવાનને ઈચ્છામિ ખમાસમણો." સૂત્રના ઉચ્ચારપૂર્વક ખમાસમણ દઈ, વિધિપૂર્વક વંદન કર્યું. આ મહા ચમત્કાર દેખીને રાજા વગેરે સર્વ ચકિત થઈ બોલવા લાગ્યા કે - ખરેખર આ મહામુનિનો મોટો મહિમા પ્રગટ જોયો. કારણ કે જેને સેંકડો પુરુષો મંત્ર તંત્રાદિકથી પણ બોલાવવા શક્તિમાન થયા નહીં એવા આ બાળકને તેમના વાકયામૃતથી જ વાચા પ્રગટી. અહીંયાં ચિત્તને વિષે ચમત્કાર પામવામાં લીન બની ગયેલા લોકોની વચ્ચે રાજા સાશ્ચર્ય પૂછવા લાગ્યો કે, "સ્વામીન્ ! આ શું? ત્યારે કેવળીએ જણાવ્યું કે, "આ બાળકને મૌન રહેવાનું મુખ્ય કારણ પૂર્વભવનું જ છે; હે ભવ્યજનો ! સાવધાનતાપૂર્વક તે સાંભળો :
શુકરાજના પૂર્વભવનું વૃત્તાંત પૂર્વે મલયદેશમાં ભદીલપુર નામનું એક નગર હતું. ત્યાં આશ્ચર્યકારી ચરિત્રવાળો જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા એવો તો દાનવીર અને યુદ્ધવીર હતો કે તેણે પોતાના સર્વ યાચકોને અલંકારયુક્ત અને સર્વ શત્રુઓને કેદ કર્યા હતા. વળી ચાતુર્ય, ઔદાર્ય અને શૌર્યાદિક ગુણોનો તે ભંડાર હતો. એક વખતે તે પોતાના રાજ્ય સિંહાસન પર બેઠો હતો, તેવામાં છડીદારે આવી એવી વિનંતિ કરી કે, "મહારાજ ! વિજયદેવ નામના રાજાનો દૂત આપને મળવાની ઈચ્છાથી દરવાજા આગળ આવીને
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩
ઊભો છે; આપની આજ્ઞા હોય તો અહીં આવે.” રાજાએ તે દૂતને સત્વરે બોલાવી લાવવાની દ્વારપાળ ને આજ્ઞા કરી, ત્યારે તે સ્વ-કર્તવ્યને જાણનારો દૂત રાજા પાસે આવી વિનયપૂર્વક વંદન કરીને કહેવા લાગ્યો કે, "મહારાજ! સાક્ષાત્ દેવનગરી સમાન દેવપુરનગરમાં વિજયદેવ નામે રાજા રાજ્ય કરે છે; તે વાસુદેવના જેવો પરાક્રમી છે, જેમ યોગ્ય રાજનીતિથી શામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાય પેદા થાય, તેમ તેની પ્રીતિમતી નામે સતી મહારાણીએ ચાર પુત્ર પ્રસવ્યા પછી જેમ હંસલીની બંને પાંખો ઉજ્વળ હોય તેમ માતા-પિતાના બન્ને કુળની ઉદ્યોતક હંસી' નામે એક કન્યા પ્રસવી છે. એ નિયમ છે કે, જે વસ્તુ સ્વલ્પ હોય તે અતિશય પ્રિય લાગે, તેમ આ પુત્રી પણ માતા-પિતાને અત્યંત પ્રિય છે, તે હંસી બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે પ્રીતિમતી મહારાણીને સારસી’ નામે વળી બીજી કન્યા ઉત્પન્ન થઈ. સાક્ષાત્ જળાશયને શોભાવનારી જાણે બીજી સારસી જ ન હોય શું? પૃથ્વીમાં જે સાર સાર નિર્મળ પદાર્થો હતા તે જ લઈને જાણે વિધાતાએ તેને ઘડી ન હોય શું? એવી તે બંને બાલિકાઓ એટલી બધી સ્વરૂપવતી હતી કે, તે બન્નેને પરસ્પર તેમના સિવાય જગતની બીજી ઉપમા આપી શકાય નહીં. વળી તે બંનેની પરસ્પર એવી ઓ અલૌકિક પ્રીતિ છે કે, બન્નેનાં શરીર જુદાં દેખાય છે, તે પણ તેમને ખેદકારક થઈ પડ્યાં છે.
કામરૂપ હસ્તિને ક્રીડાવન સમાન યૌવનવયને પ્રાપ્ત થયેલી હંસીએ પોતાની લઘુબેન સારસીનો વિયોગ થવાના ભયથી પોતાના વિવાહની વાત જ માંડી વાળી, જ્યારે સારસી યૌવનાવસ્થાની સન્મુખ આવી પહોંચી ત્યારે બન્ને જણીઓએ પ્રીતિપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી કે, આપણાથી એકબીજાનો વિયોગ સહન થઈ શકશે નહીં, માટે આપણે એક જ વરને વરવું. તે બન્નેએ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી એટલે માતા-પિતાએ તેમને મનગમતો વર મેળવવા માટે ત્યાં યથાવિધ સ્વયંવર મંડપ રચ્યો, તેમાં એવી તો અલૌકિક મંચરચના કરવામાં આવી છે કે, જેનું વર્ણન મોટા કવિઓ પણ કરવાને અસમર્થ છે. ટૂંકમાં એટલું કે ત્યાં આપના જેવા બીજા પણ ઘણા રાજાઓ આવશે અને તે નિમિત્તે ત્યાં ઘાસ તેમ જ ધાન્યના એવા તો પુંજ ખડકાવ્યા છે કે – જેની આગળ મોટા પર્વતોની પણ શી ગણના ! અંગ, બંગ, કલિંગ, આંધ્ર, જાલંધર, મારવાડ, લાટ, ભોટ, મહાભોટ, મેદપાટ (મેવાડ), વિરાટ, ગૌડ, ચૌડ, મહારાષ્ટ્ર, કુરુ, ગુજરાત, આભીર, કાશ્મીર, ગોયલ્લ, પંચાલ, માલવ, હૂણ, ચીન, મહાચીન, કચ્છ, વચ્છ, કર્ણાટક, કોંકણ, નેપાળ, કાન્યકુબ્ધ, કુંતલ, મગધ, નૈષધ, વિદર્ભ, સિંધ, દ્રાવિડ ઈત્યાદિક અનેક દેશોના રાજા ત્યાં આવનાર છે; માટે મારા સ્વામિએ આપ (મલય દેશના મહારાજા)ને પણ નિમંત્રણ આપવા મને મોકલ્યો છે, તેથી આપ ત્યાં પધારી તે સ્વયંવરને શોભાવશો એવી આશા છે." - દૂતનાં આવાં વાકયો સાંભળતાં તેમનું ચિત્ત પ્રસન્ન થયું પણ સ્વયંવરમાં મળેલા ઘણા રાજાઓ વચ્ચે એ કન્યાઓ મને પરણશે કે બીજાને, એવા સંશયરૂપ હિંડોળામાં મનરૂપ માંકડું હિંચકવા લાગ્યું. પછી પંચ વચ્ચે મારે પણ જવું એ જ વધારે સારું છે એમ ધારી છેવટ તે જવાને તૈયાર થયો. પક્ષીઓના શુભ શુકનથી ઉત્સાહિત થયેલો તે દેવપુરનગરમાં જઈ પહોંચ્યો; ત્યાં બીજા પણ ઘણા રાજાઓ આવી પહોંચ્યા. વિજયદેવ રાજાએ બહુમાનપૂર્વક તેઓનો નગરપ્રવેશ કરાવ્યો. નિર્ધારેલા દિવસે અતિ-આદરસહિત યથાયોગ્ય ઉચ્ચ માંચડાઓ ઉપર સર્વ રાજાઓએ બેસીને દેવના વિમાનની જેમ તે
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વયંવર મંડપને શોભાયુક્ત કર્યો. ત્યારબાદ શુભ સ્નાનપૂર્વક શરીર પર ચંદન વગેરે ચર્ચાને અને સ્વચ્છ વસ્ત્ર વિભૂષિત થઈ, સરસ્વતી અને લક્ષ્મીના જેવી તે બન્ને બેનો હંસી અને સારસી પાલખીમાં બેસીને તે સ્વયંવર-મંડપમાં જ્યારે આવી ત્યારે અત્યુત્તમ કરિયાણા પર જેમ ઘણા ગ્રાહકોની દષ્ટિ ને મન ખેંચાય તેમ તે કન્યાઓ પર સર્વે રાજાઓની દષ્ટિ અને મન એકાગ્ર થવા લાગ્યાં. તેમનાં મન તથા દષ્ટિ કન્યાઓ તરફ જ દોડવા લાગ્યાં અને કામથી પરવશ બની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પોતાના અંતરના આશયને જણાવવાના કાર્યમાં ગૂંથાઈ ગયા.
જ્યારે વરમાળા લઈને બન્ને કન્યાઓ સ્વયંવર મંડપના મધ્યગત ભાગમાં આવી ઊભી રહી ત્યારે સુવર્ણ છડીની ધારનારી તથા પ્રથમથી સર્વ વૃત્તાંતની જાણનારી કુલમહત્તરા સર્વ રાજાઓનું વર્ણન કરવા લાગી. "હે સખી! આ રાજાધિરાજ રાજગૃહીના સ્વામિ છે; શત્રુના સુખનો ધ્વંસ કરવાના કાર્યમાં અત્યંત કુશળ એવા આ કોશલદેશ(અયોધ્યા)ના રાજા છે; સ્વયંવર-મંડપની શોભા વડે શોભતા આ ગૂર્જરદેશના રાજા છે; ઈન્દ્રપુત્ર જયંતના વૈભવને પણ વધી જાય એવા વૈભવથી વિરાજતો આ સિંધુ દેશાધિપતિ છે; શૌર્ય તેમજ ઔદાર્યના ક્રીડાસ્થાન સમા આ અંગાધીશ છે; પોતાના રૂપથી કામદેવના
અભિમાનને ચૂર્ણ કરનાર આ જંગ નરેશ છે; આ સદા સૌમ્ય અને મનોહર ઋદ્ધિ યુક્ત કલિંગદેશના રાજા છે; જેની લક્ષ્મીનો પાર નથી એવા આ માળવા દેશના રાજા છે; પ્રજા પાળવામાં દયાળુ આ નેપાળ દેશના રાજા છે; જેના સગુણોનું વર્ણન ન થઈ શકે એવા આ કુરુદેશના રાજા છે; શત્રુની શોભાને નિષેધનાર આ નૈષધના રાજા છે; યશરૂપ સુગંધિની વૃદ્ધિ કરનાર આ મલયદેશના રાજા છે.”
એવી રીતે સખીઓએ દરેક રાજાઓનાં નામ તથા ગુણ વર્ણન વડે ઓળખાવ્યા બાદ જેમ ઈન્દુમતી અજ રાજાને વરી તેમ આ બન્ને કન્યાઓ હંસી અને સારસીએ જિતારિ રાજાને વરમાળા આરોપી. આ વખતે મહેચ્છા, ઉત્સુકતા, સંશય, હર્ષ, વિષાદ, લજ્જા, પશ્ચાત્તાપ, ઈર્ષ્યાપ્રમુખ મનોવિકારથી કેટલાક રાજાઓ વ્યાપ્ત થઈ ગયા. આવા સ્વયંવરમાં કોઈ રાજા પોતાના આગમનને, કોઈ દૈવને ભાગ્યને) અને કોઈ અવતારને ધિક્કારવા લાગ્યા.
વિજયદેવ રાજાએ જિતારિ રાજા સાથે સન્માન અને દાનપૂર્વક શુભ સમયે કન્યાઓના લગ્ન-મહોત્સવનો સમારંભ કર્યો. ભાગ્ય વિના મનોવાંછિતની પ્રાપ્તિ થાય જ નહીં, એ નક્કી છતાં પણ કેટલાય પરાક્રમી રાજા આશા ન ફળતાં ઉદાસ થઈ ગયા. કેટલાક રાજાઓ ઈષ્ય ધરીને જિતારી રાજાને મારી નાખવાના કાર્યોમાં પ્રવર્તવા લાગ્યા, પણ તે યથાર્થ નામવાળા જિતારિનો કોણ પરાભવ કરી શકે ? કોઈ પણ તેને કાંઈ કરી શકયું નહીં. રતિ-પ્રીતિ જેવી સ્ત્રીઓથી કામદેવને પણ શરમાવતો તે જિતારિ રાજા પોતાના શત્રુરૂપ બનેલા સર્વે રાજમંડળના ગર્વને પણ જીતતો પોતાની બંને સ્ત્રીઓ (હંસી, સારસી) સહિત નિર્વિને પોતાની રાજધાનીમાં જઈ પહોંચ્યો. પછી અતિ-આડંબરપૂર્વક તે બે રાણીઓનો દેવીઓની જેમ રાજ્યાભિષેકનો મહોત્સવ કરી તેમને પોતાના બે ચક્ષુની માફક સમાન માનીને રાજા સુખ ભોગવવા લાગ્યો. હંસી રાણી પ્રકૃતિથી સરળ-સ્વભાવી હતી, પણ સારસી રાણી તો રાજાને પ્રસન્ન કરવા માટે કોઈ કોઈ વાર કપટ કરતી હતી. જો કે તે પોતાના પતિને પ્રસન્ન કરવા માટે જ કપટ કેળવતી હતી, તો પણ તેથી તેણે સ્ત્રી વેદકર્મ દઢપણે બાંધ્યું અને હંસીએ તો પોતાના સરળ
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
સ્વભાવથી સ્ત્રીવેદ વિચ્છેદ કરી નાંખ્યો, એટલું જ નહીં પણ રાજાને અત્યંત માન્ય થઈ. આશ્ચર્ય છે કે જીવો પોતાની મૂર્ખતાથી ફોકટ પોતાના આત્માને માયા (કપટ) કરવાથી નીચ ગતિમાં લઈ જાય છે.
૨૫
એક વખત તે રાજા પોતાની આ બે રાણીઓની સાથે રાજમહેલના ગોખમાં ઉભો ઉભો નગરીની શોભા જોતો હતો, તેટલામાં મનુષ્યના મોટા સમુદાયને નગરમાંથી બહાર જતો જોયો. તે જ વખતે તેણે તે વિષે તપાસ કરવા સેવકને આજ્ઞા કરી. તેણે તપાસ કરી આવી કહ્યું કે, રાજેન્દ્ર ! શંખપુરીનગરથી એક મોટો સંઘ આવ્યો છે, તે સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જાય છે, તે સાંભળી કૌતુકથી રાજા સંઘના ઉતારે ગયો, અને ત્યાં રહેલા શ્રી શ્રુતસાગરસૂરિને વંદન કર્યું, પછી સરલ આશયવાળા તે રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું કે, એ સિદ્ધાચલ તે કયો ? તે તીર્થ કેમ ? અને તે તીર્થનું માહાત્મ્ય શું છે ? ક્ષીરાશ્રવલબ્ધિના ધારક તે આચાર્યશ્રી બોલ્યા કે - રાજન્ ! આ લોકમાં ધર્મથી જ સર્વ ઈષ્ટ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં ધર્મ એ જ સર્વ સારમાં સારભૂત છે, નામધર્મ (જેનું માત્ર નામ ધર્મ હોય, પણ જેમાં ધર્મત્વ ન હોય તે) તો ઘણા છે પણ અર્હત્-પ્રણીત ધર્મ જ અત્યંત શ્રેયસ્કર-કલ્યાણ કરનાર છે; કેમ કે, સમ્યક્ત્વ (તત્ત્વશ્રદ્ધા), એ જ જેનું મૂળ છે, તેના વિના પ્રાણી જે તપ, જપ, વ્રત, કષ્ટાનુષ્ઠાનાદિક કરે છે, તે સર્વ ફળહીન વૃક્ષની જેમ વ્યર્થ છે. તે સમ્યક્ત્વ પણ ત્રણ તત્ત્વના ગ્રહણ કરવારૂપ છે; તે વીતરાગ દેવ, શુદ્ધ-પ્રરૂપક ગુરુ અને કેવલિ-ભાષિત ધર્મરૂપ છે. તે ત્રણ તત્ત્વમાં પણ પ્રથમ ‘દેવતત્ત્વ' અરિહંત જાણવા. અરિહંત દેવમાં પણ પ્રથમ અરિહંત શ્રી યુગાદિદેવ ઋષભદેવ' છે. એ અત્યંત મહિમાવંત દેવ જે તીર્થ પર બિરાજે છે. તે "સિદ્ધાચલ" નામનું તીર્થપણ મહાપ્રભાવિક છે. એ વિમલાચલ તીર્થ સર્વે તીર્થોમાં મુખ્ય છે; એ તીર્થનાં નામો પણ જુદાં જુદાં કારણે અનેક છે. જેમ કે, ૧. સિદ્ધક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાચલ, ૬. બાહુબલિ, ૭. સહસ્ત્રકમલ, ૮. તાલધ્વજ, ૯. કદંબગિરિ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તરશતકુલ, ૧૩. સહસ્ત્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લોહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિશેખર, ૧૮. પુંડરીક, ૧૯. મુક્તિનિલય, ૨૦. સિદ્ધિપર્વત, ૨૧. શત્રુંજય, એવાં એકવીશ નામ છે. તે પૈકી કેટલાંક મનુષ્યકૃત, કેટલાંક દેવકૃત અને કેટલાંક ઋષિકૃત મળી ૨૧ નામોમાંથી કેટલાંક આ અવસર્પિણીમાં થયાં છે; અને કેટલાંક હવે પછી થશે. આ વર્તમાન અવસર્પિણીનાં જે એકવીશ નામ મેં તને કહ્યાં, તેમાંનું "શત્રુંજય” એવું એકવીશમું જે નામ આવેલું છે, તે આવતા ભવે તારાથી જ પ્રસિદ્ધ થશે એમ અમે જ્ઞાની પાસેથી સાંભળેલું છે. વળી સુધર્માસ્વામીના રચેલા "મહાકલ્પ" નામના ગ્રંથમાં આ તીર્થનાં અષ્ટોત્તરશત (એકસો આઠ) નામ પણ કહેલાં છે. તે આ પ્રમાણે.
૧. વિમલાચલ, ૨. સૂરશૈલ, ૩. સિદ્ધક્ષેત્ર, ૪. મહાચળ, ૫. શત્રુંજય, ૬. પુંડરીક, ૭. પુણ્યરાશિ, ૮. શ્રીપદ, ૯. સુભદ્ર, ૧૦. પર્વતેન્દ્ર, ૧૧. દૃઢશક્તિ, ૧૨. અકર્મક, ૧૩. મહાપદ્મ, ૧૪. પુષ્પદંત, ૧૫. શાશ્વત, ૧૬. સર્વકામદ, ૧૭. મુક્તિગેહ, ૧૮. મહાતીર્થ, ૧૯. પૃથ્વીપીઠ, ૨૦. પ્રભુપદ, ૨૧. પાતાલમૂળ, ૨૨. કૈલાસ, ૨૩. ક્ષિતિમંડન, ૨૪. રૈવતગિરિ, ૨૫. મહાગિરિ, ૨૬. શ્રીપદગિરિ, ૨૭.
ક્ષીરાશ્રવલબ્ધિ-દૂધપાકના જેવી જેના વચનમાં મધુરતા (મીઠાશ) હોય તેવી શક્તિ.
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઈન્દ્રપ્રકાશ, ૨૮. મહાપર્વ, ૨૯. મુક્તિનિલય, ૩૦. મહાનંદ, ૩૧. કર્મસૂદન, ૩૨. અકલંક, ૩૩. સૌંદર્ય, ૩,. વિભાસન, ૩૫. અમરકેતુ, ૩૬. મહાકર્મસૂદન, ૩૭, મહોદય, ૩૮. રાજરાજેશ્વર, ૩૯. ઢંક, ૪૦. માલવતોય, ૪૧. સુરગિરિ, ૪૨. આનંદમંદિર, ૪૩. મહાયશ, ૪૪. વિજયભદ્ર, ૪૫. અનંતશક્તિ, ૪૬. વિજયાનંદ, ૪૭. મહાશૈલ, ૪૮. ભદ્રકર, ૪૯. અજરામર, ૫૦. મહાપીઠ, ૫૧. સુદર્શન, પર. ચર્ચગિરિ, પ૩. તાલધ્વજ, ૫૪. ક્ષેમકર, ૫૫. અનંતગુણાકાર, ૫૬. શિવંકર, પ૭. કેવળદાયક, ૫૮. કર્મક્ષય, પ૯, જ્યોતિસ્વરૂપ, ૬૦. હિમગિરિ, ૬૧. નગાધિરાજ, ૬૨. અચલા, ૬૩. અભિનંદ, ૧૪. સુવર્ણ, ૬૫. પરમબ્રહ્મ, ૬૬. મહેન્દ્રધ્વજ, ૬૭. વિશ્વાધિશ, ૬૮. કદંબક, ૬૯. મહીધર, ૭૦. હસ્તગિરિ, ૭૧. પ્રિયંકર, ૭૨. દુઃખહર, ૭૩. જયાનંદ, ૭૪. આનંદધર, ૭૫. યશોધર, ૭૬. સહસ્ત્રકમલ, ૭૭. વિશ્વપ્રભાવક, ૭૮. તમાકંદ, ૭૯. વિશાલગિરિ, ૮૦. હરિપ્રિય, ૮૧. સુરકાંત, ૮૨. પુણ્યકેશ, ૮૩. વિજય, ૮૪. ત્રિભુવનપતિ, ૮૫. વૈજયંત, ૮૬. જયંત, ૮૭. સ્વાર્થસિદ્ધ, ૮૮. ભવતારણ, ૮૯. પ્રિયંકર, ૯૦. પુરુષોત્તમ, ૯૧. કાંબૂ, ૯૨. લોહિતાક્ષ, ૯૩. મણિકાંત, ૯૪. પ્રત્યક્ષ, ૯૫. અસીવિહાર, ૯૬. ગુણકંદ, ૯૭. ગજચંદ્ર, ૯૮. જગતરણી, ૯૯. અનંતગુણાકર, ૧૦૦. અગશ્રેષ્ઠ, ૧૦૧. સહજાનંદ, ૧૦૨. સુમતિ, ૧૦૩. અભય, ૧૦૪. ભવ્યગિરિ, ૧૦૫. સિદ્ધશેખર, ૧૦૬. અનંતરલેશ, ૧૦૭. શ્રેષ્ઠગિરિ, ૧૦૮. સિદ્ધાચલ
આ અવસર્પિણીમાં પહેલા ચાર તીર્થકર ભગવંતો (ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામી)નાં સમવસરણ આ તીર્થ ઉપર થયાં છે. વળી ઓગણીસ તીર્થંકરો (સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વસ્વામી, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીરસ્વામી)ના સમવસરણ પણ થનાર છે. એક નેમિનાથ સિવાય આ ચોવીસીના બીજા બધા તીર્થકરો અહીંયા સમવસરશે. આ તીર્થ ઉપર અનંતા મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે-પામશે, માટે આ તીર્થનું નામ સિદ્ધક્ષેત્ર પ્રસિદ્ધ થયું છે. વિશ્વમાં પ્રશંસનીય શ્રી તીર્થકર-ભગવંતોએ પણ આ તીર્થની પ્રશંસા કરી છે, તેમજ મહાવિદેહમાં રહેલા ભવ્ય-પ્રાણીઓ તેનું નિરંતર સ્મરણ કરે છે. (જેમ સારી ભૂમિમાં વાવેલું બીજ અત્યુત્તમ ફળ આપે તેમ પ્રાયઃ શાશ્વત એવા આ તીર્થ ઉપર કરેલા જપ, તપ, પૂજા, સ્નાત્ર, દાનાદિક અનંત ફળને આપે છે) કહ્યું છે કે :
पल्योपमसहस्रं च ध्यानाल्लक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे सागरोपमसम्मीतम् ॥ शत्रुअये जिने दुष्टे दुर्गतिद्वितयं क्षिपेत् । सागराणां सहस्रं च पूजास्नात्रविधानतः ॥
• સિદ્ધગિરિ (શત્રુંજય)ના એકસો આઠ નામ મધ્યે ત્રેવીશ નામ ટીકાકારે મૂકેલાં છે. (અને આદિ એકસો આઠ નામ જાણવા એમ વર્ણવેલું છે, તે જ અનુક્રમે (એ ત્રેવીશ નામો) મૂકી મહાકલ્પનામાં ગ્રંથ નહીં મળવાથી (બાકીના) નામો ખમાસમણમાં નમસ્કાર કરવામાં આવતા દુહા તથા પૂજાદિકમાં શોધી મૂક્યાં છે, જેથી બીજાં પાઠાંતર હશે એમ સંભવે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
(પોતાના ઘરમાં બેઠાં પણ) શત્રુંજયતીર્થનું ધ્યાન ધરવાથી એક હજાર પલ્યોપમના પાપ જતાં રહે છે અને તે તીર્થયાત્રાનો કંઈ અભિગ્રહ ધારણ કરે તો એક લાખ પલ્યોપમનાં દુષ્કર્મો ક્ષય થાય છે. વળી તે તીર્થની યાત્રા કરવાને નિમિત્તે તે તરફ પ્રયાણ કરે તો એક સાગરોપમનાં પાપ નાશ થાય છે. તીર્થ ઉપર ચઢીને મૂળનાયકનાં દર્શન કરે તો તિર્યંચ અને નરક એ બે દુર્ગતિઓને દૂર કરે છે અને જો ત્યાં પૂજા, સ્નાત્ર ભણાવે તો એક હજાર સાગરોપમનાં અશુભ કર્મો ક્ષય થાય છે. એ તીર્થની યાત્રા કરવાને તેની સન્મુખ એક એક ડગલું ભરે તો દરેક ડગલે ડગલે કરોડો ભવનાં પાપથી મુક્ત થાય છે. કોઈ ભવ્ય જીવ શુદ્ધ-બુદ્ધિવાળો બીજા સ્થાન ૫૨ ક્રોડપૂર્વ વર્ષ સુધી ક્રિયા કરતાં જેટલાં શુભ ફળને પામે, તેટલું જ ફળ આ તીર્થ પર નિર્મળતાથી કરે તો અંતર્મુહૂર્તમાં પામી શકે. કહ્યું છે કે -
जं कोडिए पुण्णं कामिअआहारभोइआएं उ ।
? तं लहइ तित्थपुण्णं एगोववासेण सेत्तुंजे ||२८६||
ક્રોડવાર ઈચ્છિત આહારનું ભોજન સાધર્મીને કરાવતાં જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી થાય છે.
जं किंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए ।
तं सव्वमेव दिवं पुंडरिए वंदिए संते ||२८७||
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જેટલાંયે નામ રૂપ તીર્થ છે, તે બધાનાં દર્શન બરાબ૨નું ફળ એ સિદ્ધાચલને વંદન કરવાથી પામી શકાય છે.
पडिलाभंते संघं, दिट्ठमदिट्ठे अ साहू सित्तुंजे ।
कोडिगुणं च अदिट्ठे, दिट्ठे य अणतगं होइ ॥ २८८||
૨૭
ભવ્યજીવ શ્રેષ્ઠ એવા શત્રુંજયનાં દર્શન કરે અથવા ન કરે તો પણ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તો ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. શત્રુંજય પર્વતને જોયા વગર જ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તો ક્રોડગણું ફળ થાય અને તીર્થયાત્રા કરીને સ્વામિવાત્સલ્ય કરે તો અનંતગણું ફળ થાય.
नवकारसहिए, १ पुरिमड्ढेगासणं च आयामं ।
पुंडरियं च समरंतो, फलकंखी कुणइ अभत्तट्टं ॥२८९|| छट्ठट्ठमदसमदुवालसाण मासद्धमासखवणाणं । तिगरणसुद्धोर लहए सत्तुंजे संभरंतो अ ||२९०|l
શ્રી શત્રુંજયનું સ્મરણ કરતો, મન, વચન અને કાયાના એમ ત્રિકરણ શુદ્ધિવાળો ભવ્ય પ્રાણી નવકારસીથી છઠ્ઠનું, પોરસીથી અક્રમનું, પુરિમદ્ભથી ચાર ઉપવાસનું, એકાસણથી છ ઉપવાસનું, આયંબિલથી પંદર ઉપવાસનું અને ઉપવાસથી માસક્ષમણ (મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧. પોરસાણ, ૨. મુદ્દો, રૂ. સિત્તુંનં
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
नवि तं सुवण्णभूमिभूसणदाणेण अण्णतित्थेसु । जं पावइ पुण्णफलं, पूआण्हवणेण सत्तुंजे ||२९१||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શત્રુંજય તીર્થ ઉ૫૨ શ્રી મૂળનાયકજીને પૂજા-સ્નાત્ર કરતાં જેટલું પુણ્ય ઉત્પન્ન થાય, તેટલું પુણ્ય બીજા તીર્થ ઉપર સુવર્ણનું, ભૂમિનું તથા આભૂષણનું દાન કરવાથી પણ પામી શકાતું નથી. धूवे पक्खुववासो, मासक्खवणं कपूरधूवंमि ।
कित्तियमासक्खवणं, साहू पडिलाभिए लहइ ||२९२||
એ તીર્થ ઉપર ધૂપપૂજા કરે તો પંદર ઉપવાસનું ફળ થાય, કપૂરનો ધૂપ કરતા માસક્ષમણનું ફળ થાય અને એક પણ સાધુને પડિલાભે (વહોરાવે) તો કેટલાયે માસખમણનું ફળ થાય છે.
તળાવ, સરોવર, નદીઓ વગેરે જેવાં પાણીના સ્થાન તો ઘણાંયે છે પણ સર્વથી અધિક તો સમુદ્ર જ છે; તેમ બીજા સર્વ તીર્થ લઘુ છે, સર્વથી અધિક તીર્થ તો સિદ્ધક્ષેત્ર જ છે. જે એ તીર્થની યાત્રા કરી કૃતકૃત્ય થયો નથી તે મનુષ્યના ધન અને જીવિત શા કામનાં ? તેમનું કુટુંબ-ગૌરવ પણ શા કામનું ? જે મનુષ્ય એ તીર્થની યાત્રા ન કરી-તે જન્મ્યો અને ન જન્મ્યા બરાબર સમજવો; જીવ્યો પણ ન જીવ્યો જાણવો અને જ્ઞાની છતાં અજ્ઞાની જાણવો. દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયા એ સર્વ કષ્ટ-સાધ્ય છે, માટે બને તેટલી યાત્રા કરવી યોગ્ય છે, તથાપિ સુખે કરી થઈ શકે એવી આ તીર્થની યાત્રા શા માટે આદ૨પૂર્વક ન કરવી ? (જે પુરુષો પોતાના પગે ચાલીને શત્રુંજય તીર્થની યથાવિધિ સાત યાત્રાઓ કરે છે તે ધન્ય છે, અને જગતમાં સર્વમાન્ય છે.) પૂર્વાચાર્યોએ પણ કહેલું છે -
छद्वेणं भत्तेणं अपाणएणं तु सत्त जत्ताओ ।
जो कुइ सित्तुंजे, सो तइअभवे लहइ सिद्धिं ||२९३||
જે ચોવિહારો છઠ્ઠ કરી શત્રુંજય તીર્થની સાત વાર યાત્રા કરે, તે પ્રાણી ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે.
તે ગુરુની વાણીએ, જેમ કાળી માટી વર્ષા પડવાથી પલળી જાય, તેમ ભદ્રકત્વાદિ ગુણયુક્ત તે જિતારિ રાજાના હૃદયને કોમળ કરી નાંખ્યું. જગતમિત્ર સરખા એ ગુરુની વાણી એવી છે કે, જેણે તે રાજાને ક્ષીણકર્મવંત કરીને તેજ વખતે સમ્યક્ત્વ સહિત કર્યો. તે સમયે તેના એવા તો શુભ પરિણામ થયા કે, તત્કાળ જ તે તીર્થની યાત્રા કરવાની અભિરુચિ (ઈચ્છા) ઉત્પન્ન થતાં તેણે પોતાના પ્રધાનાદિકને બોલાવીને આજ્ઞા કરી કે હાલ તરત જ યાત્રાએ જવાની સામગ્રી તૈયાર કરો. તે વખતે વળી તેણે એવો કઠોર અભિગ્રહ ધારણ કર્યો કે, "જ્યાં સુધી એ તીર્થનાં પગે ચાલતો જઈ દર્શન ન કરી શકું, ત્યાં મારે અન્ન-પાણીનો સર્વથા (બીલકુલ) ત્યાગ છે.”
રાજાની આવી આકરી પ્રતિજ્ઞા સાંભળીને હંસી તથા સારસીએ પણ એવી જ કાંઈક પ્રતિજ્ઞા તત્કાળ ગ્રહણ કરી. જેમ "રાજા કરે તેમ પ્રજા કરે” એવો જ ન્યાય છે. માટે પ્રજા-વર્ગમાંના કેટલાકે પણ
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૯
તેવી જ પ્રકારાંતરની પ્રતિજ્ઞા ધારણ કરી. એવો કોઈ બનવા કાળ કે, લાંબો કાંઈ પણ વિચાર કર્યા વિના આવે અત્યંત આકરો અભિગ્રહ તેણે ગ્રહણ કર્યો ! અહો ! અહો ! મહાખેદ સરખી આ વાત બની કે - એ સિદ્ધાચલ તીર્થ કયાં રહ્યું? અને કેટલું બધું દૂર છતાં આવો અભિગ્રહ રાજાએ કેમ ગ્રહણ કર્યો? એમ પ્રધાનાદિક વિચાર કરવા લાગ્યા. મંત્રી વગેરે આમ ખેદ કરવા લાગ્યા ત્યારે ગુરુ પણ બોલવા લાગ્યા કે, જે જે અભિગ્રહ ગ્રહણ કરવા તે તે પૂર્વાપર વિચાર કરીને કરવા યોગ્ય છે. વિચાર્યા વિનાનું કાર્ય કરતાં પાછળથી ઘણો જ પશ્ચાત્તાપ થાય છે અને તેથી તે કાર્યમાં લાભની પ્રાપ્તિ તો કયાંથી જ થાય? પણ તેનાથી ઊલટું નુકસાન ભોગવવું પડે છે.
તે સાંભળી અતિશય ઉત્સાહી રાજા બોલવા લાગ્યો કે, હે મહારાજ ! અભિગ્રહ ધારણ કર્યા પહેલાં જ વિચાર કરવાનો હતો, પણ હવે તો જે વિચાર કરવો તે બધો ફોકટ જ છે. પાણી પીધા પછી જ્ઞાતિ, જાતિ પૂછવી અથવા મસ્તક મુંડન કરાવ્યા પછી તિથિ, વાર, નક્ષત્ર પૂછવાં, એ સર્વ ફોકટ જ છે. હવે તો જે થયું તે થયું. હું તો પશ્ચાત્તાપ વિના જ એ અભિગ્રહનો ગુરુના ચરણ-પસાયથી નિર્વાહ કરીશ. જો કે સૂર્યનો સારથી પાંગળો છે, તો પણ આકાશના અંતને શું પામી શકતો નથી? એમ કહીને શ્રી સંઘની સાથે ચતુરંગી સેના લઈને તે યાત્રાના માર્ગે ચાલવા લાગ્યો. કર્મરૂપ શત્રુને જ જાણે લુંટવાને જતો હોય શું? એમ ઉતાવળે ચાલતાં કેટલેક દિવસે કાશ્મીર દેશની એક અટવીમાં જઈ પહોંચ્યા. સુધા (ભૂખ), તૃષા (તરસ), પગથી ચાલવું, તેમ માર્ગમાં ચાલવાથી થતા પરિશ્રમને લીધે રાજા-રાણી અત્યંત આકુળ વ્યાકુળ થવા લાગ્યાં. ત્યારે સિંહ નામે વિચક્ષણ મંત્રીશ્વર (દિવાન) ચિંતાતુર થયેલો ગુરુ પાસે આવીને કહેવા લાગ્યો કે, મહારાજ! રાજાને હરકોઈ પ્રકારે પણ સમજાવો. ધર્મના કાર્યમાં જો સમજણ નહીં જ રાખે તો પછી જૈનશાસનની ખોટી રીતે નિંદા થશે. એમ બોલતો તે દિવાન ત્યાંથી રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે, હે રાજન્ !'લાભા-લાભનો તો વિચાર કરો, સહસાત્કાર (ઉતાવળ)થી=જે કાંઈ કામ અવિચારથી કરવામાં આવે તે પ્રાયે અપ્રમાણ જ હોય છે. ઉત્સર્ગમાં પણ અપવાદ માર્ગ સેવન કરવો પડે છે, તેટલા જ માટે "સહસાગારેણં” એવો આગાર (પાઠ) સિદ્ધાંતકારોએ દર્શાવેલો છે.
આવા દિવાનનાં વચન સાંભળીને શરીરથી અતિશય આકુળ થયો છતાં પણ મનથી તો સર્વથા અકળાતો જ નથી એવો તે રાજા ગુરુ પ્રત્યે બોલવા લાગ્યો કે, હે પ્રભુ! અસમર્થ પરિણામવંત હોય તેને જ એવો ઉપદેશ આપવો, પણ હું તો મારું વચન પાળવાને ખરેખર શૂરવીર છું. જો કે કદાચિત્ હું પ્રાણથી રહિત થઈ જાઉં તો પણ ભલે, પરંતુ મારી પ્રતિજ્ઞા તો નિશ્ચયથી અભંગ જ રહેશે. અહિંયાં પોતાના પતિને ઉત્સાહ વધારવાને તે વીર પત્ની (રાણીઓ) પણ તેવા જ ઉત્સાહવર્ધક વચનો બોલવા લાગી. દંપતીનાં આવાં વચન સાંભળીને, "અહો ! મહા આશ્ચર્ય કે આવું ધર્મમાં એકાગ્ર ચિત્ત છે, અહો! આશ્ચર્ય કે કેવું ધર્મી કુટુંબ છે? કેવા સાત્ત્વિક છે?” એવી પ્રશંસા સર્વ-જન કરવા લાગ્યા. હવે શું થશે? અથવા શું કરવું? એવી ઊડી આલોચનામાં આકુળ થવાથી જેનું હૃદય-કમળ તપ્ત થયું છે એવા સિંહ નામના દિવાનને, વિમલાચલ તીર્થનો અધિષ્ઠાયક ગોમુખ નામે યક્ષ રાત્રિના સ્વપ્નમાં પ્રગટ થઈ કહેવા લાગ્યો કે, "હે મંત્રીશ! તું શા માટે ચિંતા કરે છે? જિતારિ રાજાના પૈર્યથી વશ થયેલો હું પ્રસન્ન
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ થઈને વિમલાચલ તીર્થને અહિંયાં જ સમીપપણે લાવીશ, માટે તારી ચિંતા દૂર કર. આવતી કાલે પ્રભાત સમયે વિમલાચલ તીર્થના સન્મુખ ચાલતાં સર્વ શ્રી સંઘને વિમળાચલ તીર્થની યાત્રા કરાવીશ; જેથી સર્વના અભિગ્રહ પૂર્ણ થઈ શકશે."
આવાં હર્ષદાયક તેનાં વચન સાંભળીને દિવાન તેને પ્રણામપૂર્વક કહેવા લાગ્યો કે, "હે શાસન સંરક્ષક, આ વખતે આવીને તમોએ જેમ મને સ્વપ્નમાં આનંદદાયક વચનો કહ્યાં તેમ આ સંઘમાં ગુરુ પ્રમુખ બીજા પણ કેટલાક લોકોને સ્વપ્ન આપીને આવાં જ હર્ષદાયક વચનો સંભળાવો, કે જેથી સંપૂર્ણ લોકને નિશ્ચય થાય." એવાં વચનથી ગોમુખયક્ષે તેવી રીતે શ્રી સંઘમાં તેવાં જ સ્વપ્ન આપ્યાં. ત્યાર પછી તેણે તે મહાભયંકર અટવીમાં જ એક મોટા પર્વત ઉપર કૃત્રિમ વિમલાચલ તીર્થની રચના રચી, કેમકે દેવતાને દૈવિક-શક્તિથી શું અસંભવિત છે? દેવતાની વૈક્રિયશક્તિથી રચિત વસ્તુ માત્ર પંદર જ દિવસ રહી શકે છે, પણ ઔદારિક પરિણામથી પરિણાવેલી હોય તો ગિરનાર તીર્થ પર શ્રી નેમિનાથસ્વામીની મૂર્તિની જેમ અસંખ્યાતા કાળપર્યત પણ રહી શકે છે.
પ્રભાત સમયે રાજા, આચાર્ય, દિવાનો તેમજ બીજા પણ ઘણા લોકો પરસ્પર પોતાના સ્વપ્ન સંબંધી વાતો કરવા લાગ્યા. ત્યાર પછી ખુશી થયેલા બધા લોકો તીર્થ તરફ ચાલતા થોડા વખતમાં રસ્તામાં જ વિમળાચલ તીર્થને દેખતાં જ અત્યંત હર્ષિત થયા. પછી તે તીર્થ પર ચડીને દર્શન-પૂજા કરીને પોતાના અભિગ્રહ પૂર્ણ કરવા લાગ્યા. તેમજ હર્ષથી શરીરને રોમાંચિત કરતા પોતાના આત્માને પુણ્યરૂપ અમૃતથી પૂર્ણ પુષ્ટ કરવા લાગ્યા. ત્યાં વળી સ્નાત્રપૂજા, ધ્વજપૂજા આદિ કરણીઓ કરતા માળ વગેરે પહેરીને પોતાને ધન્ય માનતા ત્યાંથી મૂળ (પરા) શત્રુંજય તરફ યાત્રા માટે ચાલવા લાગ્યા. પણ રાજા ભગવંતના ગુણરૂપ ચૂર્ણથી જાણે કામણ જ ન કરાયું હોય ! એમ ફરી ફરીને પાછો ત્યાં જ આવીને મૂળ નાયકને નમન વંદન કરે છે; તેમ કરતાં પોતાના આત્માને સાતે નરકમાં પડતાં રોકવાને જ જેમ પ્રવર્યો હોય તેમ તે રાજા સાત વાર તીર્થ પરથી ઉતરીને આઠમી વાર ફરીને ચડયો ત્યારે સિંહ મિત્રએ પૂછયું કે - હે રાજેન્દ્ર ! આમ કેમ વારંવાર ઉતરીને પાછા ચડો છો ? રાજાએ જવાબ આપ્યો કે, જેમ માતાને બાળક મૂકી શકતો નથી તેમ આ તીર્થને હું પણ મૂકવા સમર્થ નથી; માટે અહિંયા જ નવું નગર વસાવીને આપણે તો રહીશું, કેમકે નિધાન સરખું આ સ્થાન પામીને કોણ પાછું મૂકે! !
પોતાના સ્વામિની આજ્ઞા, વિચક્ષણ વિવેકી કોણ લોપી શકે ! માટે જ તે દિવાને રાજાની આજ્ઞાથી તે જ પર્વતની પાસે વાસ્તુક-શાસ્ત્રની વિધિપૂર્વક નગર વસાવ્યું. "આ નગરમાં જે નિવાસ કરશે તેમની પાસેથી કાંઈ પણ કર લેવામાં આવશે નહીં." એવી વાણી સાંભળીને કેટલાક લોભથી, કેટલાક તીર્થ-ભક્તિના ભાવથી, તેમ કેટલાક સહજ-સ્વભાવથી પણ તે સંઘ મધ્યેના તેમજ બીજા લોક પણ આવીને વસ્યા. પાસે જ નવીન વિમલાચલ તીર્થ હોવાથી અને વિમળ (નિર્મળ) પરિણામીઓનો જ ઘણો ભાગ આવીને નિવાસ કરવાથી જ તે નગરનું નામ પણ "વિમલપુર” સાર્થક થયું. નવી દ્વારામતીનગરી વસાવીને જેમ શ્રીકૃષ્ણ વાસુદેવ વસ્યા, તેમ મોટી રાજ્ય-ઋદ્ધિને ભોગવતો અને શ્રી જિનેશ્વરના ધર્મધ્યાનથી યુક્ત આ રાજા પણ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યો.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૧.
તે નગરના ચૈત્ય ઉપર મિષ્ટ સ્વરનો બોલનારો એક પોપટ રાજહંસની જેમ તે જિતારિ રાજાને પરમાનંદકારી ક્રીડાના સ્થાનરૂપ થયો. જ્યારે જ્યારે તે રાજા જિનાલયમાં આવીને અહંતુ પ્રભુનાં દર્શન તથા ધ્યાનમાં નિમગ્ન થાય ત્યારે ત્યારે તે શુકનાં મિષ્ટ વચન સાંભળવામાં તેનું મન લાગતું; તેથી જેમ ચિત્રામણ પર ધૂમ લાગવાથી કાળાશ લાગી જાય તેમ, તેના શુભ ધ્યાનમાં તે પોપટનાં મિષ્ટ વચન પર (પ્રીતિ) થવાથી મલિનતા લાગી જતી. એમ કેટલોક કાળ ગયા પછી તેણે એક સમયે શ્રી ઋષભસ્વામિના સન્મુખ અણસણ કર્યું; કેમકે એવા વિવેકી પુરુષો છેલ્લી અવસ્થામાં સમાધિ-મરણની જ ચાહના રાખે છે. સમયની જાણ અને વૈર્યવંતી તે હંસી અને સારસી અને રાણીઓ તે વખતે રાજાને નિર્ધામણા કરાવતી નવકાર શ્રવણ કરાવવા લાગી. તે સમયે પેલો પોપટ તે જ દેરાસરના શિખર પર ચડીને મિષ્ટ વચનનો ઉચ્ચાર કરવા લાગ્યો, જેથી રાજાનું ધ્યાન તે પોપટ પર જ લાગી ગયું. તે જ સમયે રાજાનું આયુષ્ય પણ પરિપૂર્ણ થવાથી શુક-વચનના રાગને લીધે પોપટની જાતિમાં ઉત્પન્ન થયો.
આહાહા !! ભવિતવ્યતા પોતાના શરીરની છાયાની માફક દુર્લધ્ય છે. છેલ્લા (અંત) સમયે જે મતિ હોય તે જ આ આત્માની ગતિ થાય” એવી જે પંડિતજનની ઉક્તિ તેને આ રાજાએ પોપટની જાતિમાં જન્મી સિદ્ધ કરી. પોપટ, મેના, હંસ અને કૂતરા પ્રમુખની ક્રીડા સર્વથા તીર્થકરોએ અનર્થદંડપણે બતાવી છે તે સત્ય જ છે; નહીં તો આવા સમકાતિ રાજાની આવી નીચ ગતિ કેમ થાય? એ જીવોમાં રહેલી વિચિત્રતા સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. તેવા પ્રકારનો આ રાજાને ધર્મનો યોગ છતાં પણ જ્યારે આવી દુષ્ટ ગતિ થઈ, નરક અને તિર્યંચ એ બે ગતિઓ જ દુષ્ટ કર્મથી પ્રાણીએ બાંધેલી હોય, તેનો ક્ષય વિમલાચલ તીર્થની યાત્રાથી થઈ જાય છે, પણ એમાં વિશેષ એટલું જ વિચારવા યોગ્ય છે કે, ફરીને પણ તિર્યંચનો બંધ પડે તો તેને ભોગવે છે. અહિંયાં એટલું જરૂર યાદ રાખવાનું છે કે, "તીર્થની ભક્તિ-સેવાથી દુર્ગતિ નહીં, પણ શુભ ગતિ જ થવારૂપ આ તીર્થનો મહિમા હોવા છતાં પણ આ જિતારિ રાજાની તિર્યંચ ગતિ થવારૂપ દુર્ગતિ થઈ, તેમાં કાંઈ તીર્થના મહિમાની હાનિ થતી નથી, કેમકે એ તો પ્રમાદાચરણનું લક્ષણ જ છે કે, સુરત દુર્ગતિ પતન થાય. જેમકે કોઈ પણ રોગીને વૈદ્ય ઔષધાદિકથી નીરોગી કર્યા છતાં પણ કુપથ્યાદિકનું સેવન કરે અને તેથી ફરીને રોગીષ્ટ થાય, તેમાં વૈદ્યનો કાંઈપણ દોષ નથી; દોષ તો કુપથ્યનો જ છે, તેમ આ રાજાની પણ પ્રમાદના ફળથી દુર્ગતિ થઈ. જો કે પૂર્વભવકૃત કર્મયોગથી ઉત્પન્ન થયેલા દુર્ગાનથી કદાચિત્ તે શુકરૂપ તિર્યંચ થયો, તો પણ સર્વજ્ઞ-વાકય એવું છે કે, એકવાર પણ સમ્યકત્વનો લાભ થયો છે તે સર્વોત્કૃષ્ટ ફળવંત છે, માટે તેનું ફળ એને મળ્યા વિના રહેનાર નથી.” ;
ત્યારપછી આ જિતારિ રાજાની પાછળ સર્વ સંસ્કાર કરાવ્યા પછી તેની બન્ને રાણીઓ (હંસી અને સારસી) દીક્ષા અંગીકાર કરીને તપશ્ચર્યા કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવલોકમાં બન્ને દેવીઓને અવધિજ્ઞાનથી તપાસ કરતાં જણાયું કે, અમારો પૂર્વભવનો પતિ તિર્યચપણે ઉત્પન્ન થયો છે, જેથી તેઓએ તે શુક (પોપટ) પાસે આવીને તેને પ્રતિબોધ પમાડ્યો. છેવટે તે જ નવીન વિમલાચલ તીર્થના તે જ દેરાસરમાં તેને તેમણે અણસણ કરાવ્યું. જેથી તે જ દેવીઓના પતિપણે તે (પોપટ-જિતારિ રાજાનો જીવ) તે જ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયો. તેણે પોતાની બન્ને દેવીઓ દેવલોકથી વ્યા પછી કોઈક કેવળીને પૂછયું કે, હે સ્વામી ! હું સુલભબોધિ છું કે
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ
દુર્લભબોધિ છું? કેવળીએ કહ્યું કે, સુલભબોધિ છે. તેણે પૂછયું કે મહારાજ! હું કેવી રીતે સુલભબોધિ થઈ શકીશ? કેવળી બોલ્યા કે, આ તારી દેવીઓ મધ્યેની પહેલી દેવી જે હંસીનો જીવ છે તે અવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે ઋતુધ્વજ રાજાનો મૃગધ્વજ નામે પુત્ર થયો છે, અને બીજી સારસીનો જીવ અવીને કાશ્મીરદેશમાં આવેલા નવીન વિમલાચલ તીર્થની સમીપે જ થયેલા તાપસીના આશ્રમમાં પૂર્વભવમાં કરેલા કપટના સ્વભાવથી ગાંગીલ નામે ઋષિની કમલમાલા નામની કન્યા થઈ છે. એ બને પરણ્યા પછી તું વીને તેમનો જાતિસ્મરણને પામનારો પુત્ર થઈશ.
કેવલીભગવંતની આ પ્રકારની વાણી સાંભળીને દેવતાએ શુકનું રૂપ બનાવીને મિષ્ટ વાણીથી તને તાપસીના આશ્રમમાં લઈ જઈ તને કન્યા અને તેને લાયક અલંકારો આપ્યા. ત્યાંથી વળી તને પાછો લાવી તારા સૈન્ય સાથે મેળવીને તે સ્વર્ગમાં જતો રહ્યો. ત્યારપછી દેવલોકમાંથી ઍવીને તે જ દેવતા આ . તમારો "શુકરાજ" કુમાર ઉત્પન્ન થયો. તે પુત્રને લઈને તું આ આંબા નીચે બેસી કમલમલાની સાથે શુકવાણી સંબંધી વાત કરવા લાગ્યો, તે સાંભળતાં તેને (શુકરાજને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે વિચારવા લાગ્યો કે, હાલ મારા માતા-પિતાપણે છે, પરંતુ પૂર્વભવમાં તો એ બને મારી સ્ત્રીઓ હતી, માટે તેઓને માતા-પિતા કેમ કહી શકાય? તેથી મૌન કરવું જ શ્રેયસ્કર છે. ભૂતાદિક દોષ વિના પણ શુકરાને એટલા માટે મૌન કર્યું હતું, પણ આ મારું વચન તેનાથી ઉલ્લંઘન કરી શકાય નહીં, તેથી જ તે અમારા બોલાવવાથી બોલ્યો, એ બાળક છતાં પણ પૂર્વભવના અભ્યાસને લીધે નિશ્ચયથી સમ્યકત્વ પામ્યો છે. શુકરાજકુમારે પણ તેમજ સર્વ કબૂલ કર્યું. વળી શ્રીદત્ત કેવળી બોલ્યા કે, હે શુકરાજ ! એમાં શું આશ્ચર્ય છે? આ સંસારરૂપ નાટક એવું જ છે; કેમકે આ જીવે અનંતા ભવ ભમતાં એકેક જીવોની સાથે અનંતાનંત સંબંધ કરેલા છે. શાસ્ત્રમાં કહેલું છે કે-જે પિતા છે તે પુત્ર થાય છે ને પુત્ર છે તેંપિતા થાય છે. જે સ્ત્રી છે તે માતા થાય છે અને જે માતા છે તે સ્ત્રી થાય છે. એવી કોઈ જાતિ, જોશી (યોનિ) સ્થાન, કુળ કાંઈપણ નથી કે જેમાં સર્વ જીવો અનંતીવાર જન્મેલ કે મરણ પામેલ ન હોય તેટલા માટે કોઈ ઉપર રાગદ્વેષ કરવો નહીં. સમતાને ધારણ કરી પુરુષોએ માત્ર વ્યવહારમાર્ગને અનુસરવો. ત્યારપછી તે (શ્રીદત્ત કેવળી) કહે છે કે મારે પણ એવો જ કેવળ વૈરાગ્યના કારણભૂત સંબંધ બન્યો છે, તે વિશેષથી જેમ બન્યો છે તેમ જ કહી બતાવું છું. તે તમે સાંભળો.
કથાંતગર્ત શ્રી દત્તકેવળીનો પૂર્વભવ લક્ષ્મીના સ્થાનકરૂપ શ્રીમંદિર નામે નગરમાં દુઃખે દમી શકાય એવો સ્ત્રી-લંપટી અને કપટ-પ્રિય સુરકાંત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દાનીઓમાં અને ધનાઢયોમાં મુખ્ય એવો રાજ-માન્ય સોમશેઠ નામે નગરશેઠ હતો. તેને લક્ષ્મીના રૂપને પણ પોતાના રૂપથી જીતનારી સોમશ્રી નામની
સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામનો પુત્ર અને તેને શ્રીમતી નામે સ્ત્રી હતો. એ ચારે જણાનો યોગ તો ખરેખર પુણ્યના જ સંયોગથી થયો હતો. કહ્યું છે કે, "જેને પુત્ર વશ (કહ્યાગરો) અને ભક્તિવંત હોય, સ્ત્રી પોતાના ચિત્તને અનુકૂળ પ્રવર્તતી હોય, અને દ્રવ્ય વિષે સંતોષ હોય, તેને ખરેખર આ લોકમાં જ સ્વર્ગ છે."
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૩
એક દિવસ સોમશેઠ પોતાની સોમશ્રી સ્ત્રીને સાથે લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, તે વખતે સુરકાંત રાજા પણ દૈવયોગથી ત્યાં આવી ચઢયો, તે સોમશ્રીને દેખીને તત્કાળ રાગરૂપ સમુદ્રમાં તણાવા લાગ્યો, જેથી તે જ વખતે તેણીને બળાત્કારથી તે પોતાના અંતઃપુરમાં લઈ ગયો. કહ્યું છે કે – | "યૌવન, ધન-સંપદા, મોટાઈ, અવિવેકતા, એ એક પણ અનર્થકારક હોય છે, તયારે એ ચારે એકઠાં મળ્યાં હોય તો તે પ્રાણીને શું ન કરાવે? અર્થાત્ મહા અનર્થ કરાવી શકે છે."
રાજ્ય-લક્ષ્મીરૂપ લતાને અન્યાયરૂપ અગ્નિ તો ભસ્મ-કારક જ કહેલો છે. ત્યારે રાજ્યની વૃદ્ધિનો ઈચ્છનાર તો પરસ્ત્રી પર ચાહના પણ કેમ કરે? બીજા કોઈક લોકો અન્યાયમાં પ્રવર્તતા હોય તેઓને અટકાવનાર જ રાજા હોય છે, તેમ છતાં જ્યારે રાજા પોતે જ અન્યાય પ્રવર્તાવે ત્યારે તો ખરેખર મત્સ્યગળાગળ ન્યાયના જેમજ ગણી શકાય. ત્યાર પછી સોમશેઠના કહેવાથી પ્રધાન વિગેરે લોકોએ શાસ્ત્રોક્તિ તેમજ લોકોક્તિથી રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે અન્યાયથી રાજા તેવા વચનથી તો ઉલટો દુર્વાક્યો (ગાળો) બોલવા લાગ્યો, પરંતુ તે સ્ત્રીને પાછી સમર્પણ કરી નહિ. ખરેખર રાજાનું આવુ દુર્યાયીપણું મહા ખેદ કરવા અને ધિક્કારવા યોગ્ય છે. અરે ! શિખામણ દેનારના ઉપર પણ છેવટ તે (રાજા) સૂર્યના કિરણની માફક અગ્નિનો વરસાદ વરસાવવા લાગ્યો, તે જ વખતે પ્રધાન વગેરે શેઠને કહેવા લાગ્યા કે, "જેમ હસ્તિનો કે સિંહનો કાન ન પકડી શકાય તેમ અન્યાયી રાજાને પણ કાંઈ સમજાવી શકવાનો ઉપાય નથી. ચીભડાં સાચવવાને માટે જે વાડ કરવામાં આવે છે, તે જ વાડ ચીભડાં ખાય તો પછી તેનો (ચીભડાં) કેવી રીતે બચાવ કરી શકાય? લોકમાં પણ કહે છે કે -
"માતા જ પોતે પુત્રને વિષ આપે, પિતા જ પુત્રને વેચે અને રાજા સર્વસ્વ લૂંટી લે, ત્યારે કયાં પોકાર કરવો !
શ્રેષ્ઠી-મુખ્ય સોમશેઠ ઉદાસ થઈને પોતાના પુત્રની પાસે આવીને કહેવા લાગ્યો કે, ખરેખર આપણું દુર્ભાગ્ય કે જેથી મોટી વિટંબના આવી પડી છે. કહ્યું છે કે –
सह्यन्ते प्राणिभिर्बाढं, पितृमातृपराभवः ।
भार्यापराभवं सोढुं तिर्यंचोऽपि न हि क्षमाः ||४|| - "પ્રાણીઓ પોતાના માતા-પિતાના પરાભવ પ્રમુખમાં ઘણાં દુઃખોને સહન કરી શકે છે, પરંતુ તિર્યંચ સરખા પણ પોતાની સ્ત્રીનો પરાભવ ખમી શકતા નથી, તો પછી પુરુષ પોતાની સ્ત્રીનો પરાભવ કેમ સહી શકે ?”
હરકોઈ પ્રકારે એ રાજાને શિક્ષા કરીને પણ સોમશ્રીને પાછી મેળવવી જોઈએ અને તેનો ઉપાય માત્ર એટલો જ છે કે, તેમાં કેટલાક દ્રવ્યનો વ્યય થશે. આપણ પાસે છ લાખ દ્રવ્ય છે, તેમાંથી સાડાપાંચ લાખ દ્રવ્ય લઈ હું કયાંક દૂર જઈ કોઈ અતિશય પરાક્રમી (બળવંત) રાજાની સેવા કરી તે રાજાના બળની સહાયતાથી તારી માતાને જરૂર પાછી છોડાવી લાવીશ. • મત્સ્યગળાગળ ન્યાય-પાણીમાં રહેનારા મત્સાદિ જીવો (જલચરો) જેમ એક-બીજા પોતાની જાતિના જ પોતાનાથી નાના જીવો (ખાધેલા જીવો)ને ખાઈ (ગળી) જાય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પોતાના હસ્તમાં એવી કોઈ મોટી સત્તા હોય, કે પોતે જ સમર્થ હોય, છતાં પણ બીજા મોટા પુરુષનો આશ્રય લીધા વિના પોતાના મહાન કાર્યની સિદ્ધિ અશકય છે. જેમ કે પોતે ગમે તેવો સમર્થ હોય, તો પણ વહાણ કે તેવા જ બીજા કોઈ સાધનનો આશ્રય લીધા વગર શું મોટો સમુદ્ર તરી શકાય છે?
એમ કહીને તે શેઠ સાડાપાંચ લાખ દ્રવ્ય સાથે લઈને કોઈક દિશા તરફ ગુપ્ત રીતે ચાલ્યો ગયો; કેમક, પુરુષો પોતાની સ્ત્રીને માટે શું શું કામ કરતા નથી ? કહ્યું છે કે -
પ્રાણીઓ પોતાની પ્રાણપ્રિયાને માટે દુષ્કર પણ કાર્યો કરે છે. પાંડવોએ દ્રૌપદીને માટે શું સમુદ્ર ઉલ્લંઘન કર્યો નથી?
હવે સોમશેઠ પરદેશ ગયા પછી શ્રીદત્તની સ્ત્રીએ પુત્રીને જન્મ આપ્યો. અહો અફસોસ ! દુઃખ સમયે પણ દૈવ કેવો વાંકો થયો? શ્રીદત્ત અતિ-શોકાતુર થઈ વિચારવા લાગ્યો કે, "ધિક્કાર થાઓ મારા દુ:ખની પરંપરાને! કે માતા-પિતાનો વિયોગ થયો, લક્ષ્મીની હાનિ થઈ, રાજા પી થયો અને છેવટે પુત્રી જન્મી. પારકા દુઃખને દેખી સંતોષ માનનાર આદૈવ ખરેખર મારી ઉપર હજું શું શું કરશે? શ્રીદત્તે એવી રીતે ચિંતામાં પોતાના દશ દિવસો નિર્ગમન કર્યા. શ્રીદત્તને એક શંખદત્ત નામે મિત્ર હતો. તે તેને શિખામણ દઈ કહેવા લાગ્યો કે - હે મિત્ર! લક્ષ્મીને માટે આટલી બધી ચિંતા શું કરવા કરે છે? ચાલો આપણે મોટો સમુદ્ર ઓળંગી, દ્વીપાન્તર જઈ વ્યાપાર કરી દ્રવ્ય સંપાદન કરી સરખે ભાગે વહેંચી લઈશું. આવો નિશ્ચય કરી પોતાની સ્ત્રી તેમજ પુત્રી પોતાના સગા-વહાલાને સોંપી, શ્રીદત્ત પોતાના મિત્રની સાથે વહાણમાં બેસી સિંહલ નામના દ્વીપમાં ગયો. ત્યાં બન્ને જણે નવ વર્ષ સુધી વ્યાપાર કરી અતિશય લાભ મેળવી પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું. વળી વધારે લાભની આશાએ તેઓ ત્યાંથી કટાહ નામે દીપમાં ગયા અને ત્યાં પણ બે વર્ષ સુધી હર્ષથી રહી પ્રામાણિકપણે ઉદ્યમ કરતાં તેમણે આઠ ક્રોડ દ્રવ્ય મેળવ્યું; કેમકે, કર્મ અને ઉદ્યમ, એ બે કારણ બળવંત થયા, તો પછી ધન ઉપાર્જન કરતાં શી વાર લાગે?
તે બન્ને મિત્રો, વહાણોને પર્વત થવા હાથીઓથી અને સરસ કરીયાણાથી ભરી હર્ષવંત થતા પાછા ફર્યાં. તેમણે વહાણની અટારીમાં બેઠા બેઠા દરિયામાં તરતી એક પેટી જોઈ, તે ખલાસી પાસેથી મંગાવી લઈ વહાણ મધ્યેના સર્વ મનુષ્યોને સાક્ષી રાખી તે પેટીમાંનું દ્રવ્ય બન્ને વચ્ચે સરખે ભાગે વહેંચી લેવાનું ઠરાવી, તે પેટી ઉઘાડે છે, એટલામાં લીબુ (લીંબડી)ના પાનમાં વિંટાયેલી, ઝેરને લીધે લીલુંછમ શરીર થઈ ગયું છે એવી અને મૂછને લીધે બેભાન થઈ ગયેલી, એવી એક કન્યાને કોઈ દુષ્ટ સર્ષે સેલી હોવાથી કોઈએ તેણીને પેટીમાં નાંખી આ પાણીમાં તરતી મૂકેલી હોય એમ જણાય છે."
ત્યારપછી તેણે પાણી છાંટયું કે તરત જ તે કન્યાની મૂચ્છ ઉતરી ગઈ. તે સ્વસ્થ થઈ. પછી શંખદત્ત ખુશી થઈ કહેવા લાગ્યો કે, "આ મનોહર સ્વરૂપવંતી કન્યાને મેં સજીવન કરી છે માટે હું તેને પરણીશ." ત્યારે શ્રીદત્ત તેને કહેવા લાગ્યો કે, "એમ ના બોલ. આપણે બન્ને જણે પેટીમાંથી જે નીકળે તે સરખે ભાગે વહેંચી લેવાનો ઠરાવ કર્યો છે, માટે તારા ભાગ બદલ તું મારું સર્વદ્રવ્ય ગ્રહણ કરી અને કન્યા મને આપ." એવી રીતે પરસ્પર વિવાદ કરવાથી જેમ મીંઢળ ખાવાથી પેટનું અન્ન બહાર નીકળી જાય છે તેમ, આ કન્યાના અભિલાષથી બન્નેની અરસ-પરસની પ્રીતિ તૂટી ગઈ કહ્યું છે કે -
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
જેમ ચાવી (કુંચી) વાસેલા તાળાને ઉઘાડી નાખે છે, તેમ ખરા સ્નેહવંત પુરુષોના મનની પ્રીતિમાં સ્ત્રી સિવાય કોઈ ભેદ પડાવી શકતું નથી.'
૩૫
આવી રીતે બન્ને મિત્રો વિવાદ કરે છે. ત્યારે ખલાસીઓએ તેમને શિખામણ દીધી કે, "હમણાં ધીરજ કરો. અહીંથી નજીક સુવર્ણકૂલ નામનું બંદર છે, ત્યાં આપણાં વહાણો બે દિવસે જઈ પહોંચશે ને ત્યાંના બુદ્ધિવંત પુરુષોની પાસે તમારો ન્યાય તમે લેજો.” ખલાસીઓની શિખામણ સાંભળી શંખદત્ત તો શાંત થયો, પરંતુ શ્રીદત્ત મનમાં વિચાર કરવા લાગ્યો કે, "જ્યાં ન્યાય કરાવીશું ત્યાંના લોકો એણે (શંખદત્તે) સજીવન કરી છે, માટે એને જ અપાવશે; તેથી ત્યાં પહોંચતાં પહેલાં જ હું એનો ઘાટ ઘડી નાંખું.”
એવા દુષ્ટ-પરિણામથી કેટલાક પ્રપંચ કરી પોતાના ઉપર વિશ્વાસ બેસાડી, એક વખત રાત્રિના સમયે શ્રીદત્ત વહાણના ગોખ ઉપર ચઢી શંખદત્તને કહેવા લાગ્યો કે, "હે મિત્ર ! જો ! જો અષ્ટમુખવાળો મચ્છ જાય છે, આવો મગરમચ્છ તેં કયાંય પણ જોયો છે ?” આ કૌતુક જોવાને શંખદત્ત ગોખ ઉપર ચઢે છે, એટલામાં તેણે શત્રુની જેમ એવો તો ધક્કો માર્યો કે, તે તત્કાળ સમુદ્રમાં જઈ પડયો. અહો આશ્ચર્ય ! સુમુખી ગણાતી છતાં પણ દુર્મુખી સ્ત્રીઓને ધિક્કાર છે ! ધિક્કાર છે ! કેમકે, આ સ્ત્રીને માટે તદ્ભવ-મોક્ષગામી છતાં પણ શ્રીદત્તે મિત્રનો આવો દ્રોહ કર્યો ! પોતાના ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થવાથી તે દુર્બુદ્ધિવંત શ્રીદત્ત હર્ષવંત થઈ, પ્રાતઃકાળે ઉઠી કૃત્રિમ (લોકોને દેખાડવા રૂપ) પોકાર કરી કહેવા લાગ્યો કે, "અરે લોકો ! મારો મિત્ર કેમ કયાંય પણ દેખાતો નથી ?” ઈત્યાદિક અનેક કપટના આડંબરો નિર્વિષ સર્પની ફણાના આટોપની માફક કૃત્રિમ-કર્યા. છેવટે તે સુવર્ણકૂલ બંદરે આવી પહોંચ્યો. તેણે મોટામોટા હાથીઓ તે ગામના રાજાને અર્પણ કર્યા. તે રાજાએ તેનું મૂલ્ય આપી બીજા કરિયાણા વિગેરેનું દાણ છોડી દઈ તેનું સન્માન કર્યું; તેથી શ્રીદત્ત ત્યાં વખારોમાં માલ ભરી આનંદ સહિત વ્યાપારવણજ કરવા લાગ્યો. પછી તે કન્યાની સાથે લગ્ન કરવા ધારી, સુખ-વિલાસમાં દિવસો ગુજારતાં તે રાજાના દરબારમાં નિરંતર આવ-જાવ કરતો હતો, ત્યાં તેની ચામર વિંઝનારી સાક્ષાત્ લક્ષ્મીના જેવી રૂપવાળી મનોહર ગણિકાને દેખી તેણીના રૂપ ઉપર મોહિત થઈને શ્રીદત્તે કોઈક પુરુષને પૂછ્યું કે, "આ કોણ છે ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે, "આ રાજાની રાખેલી સુવર્ણરેખા નામની માનવંતી ગણિકા છે, પરંતુ તે અર્હ લાખ દ્રવ્ય લીધા સિવાય કોઈની સાથે વાતચીત પણ કરતી નથી.” ત્યારપછી શ્રીદત્તે અર્જુ લાખ દ્રવ્ય આપીને તે ગણિકાને બોલાવી. તેને તથા પોતાની સ્ત્રીને સાથે લઈ વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં બન્નેને પોતાની આજુબાજુ બેસાડી એક ચંપાના વૃક્ષની ઉત્તમ છાયા તળે વિશ્રામ લઈને તે બન્ને સ્ત્રીઓ સાથે કામ-કેલિ સ્વચ્છંદ હાસ્ય-વિનોદ કરવા માંડે છે. એટલામાં અનેક વાનરીઓના ટોળાંની સાથે કામ-કેલિમાં રસિક એક વિચક્ષણ વાનર પોતાની વાનરીઓ સાથે યથેચ્છ કામ-ક્રીડા કરતો ત્યાં
આવ્યો. તેને જોઈ શ્રીદત્ત, ગણિકાને પૂછવા લાગ્યો કે, "શું આ વાનર સાથેની બધી વાનરીઓ એની પોતાની સ્ત્રીઓ હશે ?” ત્યારે ગણિકાએ કહ્યું કે - "તિર્યંચોના માટે આમાં શું પૂછવું ? કેમકે આમાં કેટલીક તેની માતાઓ છે, કેટલીક બહેનો છે, કેટલીક છોકરીઓ છે અને કેટલીક બીજી પણ છે.” ગણિકાનું આવું વાકય સાંભળીને શ્રીદત્ત ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યો કે, "જો ખરેખર એમ જ હોય તો તેઓ
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અત્યંત નિંદવા લાયક ઠરે છે. હા! હા! ધિક્કાર ! ધિક્કાર! ! એ તિર્યંચો એટલા બધા અવિવેકી છે કે જેઓને પોતાની માતા, બહેન કે-પુત્રીનું પણ ભાન નથી? અરે એ એટલા બધા મૂર્ણ છે કે જેઓનું કૃત્યાકૃત્યનું ભાન પણ નથી? ત્યારે એવા પાપીઓનો અવતાર કે જન્મ શા કામનો છે?"
શ્રીદત્તનાં આવાં વચન સાંભળીને જતાં જતાં પાછો ખચકાઈ જતો હોય એમ વાનરીઓની સાથે જતાં, પાછો અટકી પાછું જોઈને તે વાનર શ્રીદત્તને કહેવા લાગ્યો કે, "અરે ! અરે ! દુષ્ટ! દુરાચારી ! પારકા દૂષણો શોધી કાઢી બોલવામાં જ તું વાચાળ જણાય છે, ડુંગર ઉપર બળતું દેખે છે, પણ પોતાના પગ તળે બળતું દેખતો નથી. કહ્યું છે કે –
રાઈ-સરસવ જેવાં પારકાં લઘુ છિદ્રો જોવાને મૂર્ખ પ્રાણી યત્ન કરે છે; પણ બીલીના ફળ જેવાં પોતાનાં મોટાં મોટાં છિદ્રો દેખાતાં છતાં પણ તે દેખતો નથી.
અરે મૂર્ખ ! પોતાની જ માતા અને પુત્રીને બે બાજુ પર બેસાડી તેમની સાથે કામ-ક્રીડા કરે છે અને વળી પોતાના મિત્રને પોતે જ ભરસમુદ્રમાં નાંખી દીધો. એવો તું પોતે જ પાપી છતાં અમને નિરપરાધીને કેમ નિદે છે? ધિક્કાર છે તને !” આમ કહીને ફાળ મારી તે વાનર પોતાની વાનરીઓ સહિત ચાલતો થયો. આ વચનો શ્રીદત્તને છાતીમાં વજૂ વાગ્યું હોય, તેવાં લાગ્યાં. ત્યારપછી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે, એ વાનર એવાં અયોગ્ય વાકય કેમ બોલી ગયો? એ કન્યા તો મને સમુદ્રમાંથી મળી આવેલી છે, ત્યારે એ મારી પુત્રી કેમ થાય ! તેમજ આ સુવર્ણરખા ગણિકા મારી જનેતા પણ શી રીતે થઈ શકે ? મારી માતા સોમશ્રી તો આનાથી કાંઈક ઉંચી અને શામળી છે. વયના અનુમાનથી કદાપિ આ કન્યા મારી પુત્રી થઈ શકે, પરંતુ આ ગણિકા તો મારી માતા સર્વથા હોય જ નહીં. સંશય-સાગરમાં ડૂબેલા તે શ્રીદતે ગણિકાને પૂછવાથી તેણીએ ઉત્તર વાળ્યો કે, "તું તો મૂર્ખ દેખાય છે, મેં તો તને આજે જ જોયો છે, અગાઉ કદાપિ તું માસ જોવામાં આવેલ નથી, છતાં પણ આવા પશુના વચનથી શંકાશીલ થાય છે, ત્યારે તું પણ પશુના જેવો જ મુગ્ધ દેખાય છે."
ગણિકાનાં વચન સાંભળીને પણ તેના મનનો સંશય દૂર ન થયો; કેમકે, "જ્યાં સુધી પાણીનું ગંભીરપણું (ઉંડાઈ) જાણી શકાય નહીં, ત્યાં સુધી પોતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી; તેમજ બુદ્ધિવંત પુરુષ કોઈ પણ કાર્યને સંશય દૂર ન થાય, ત્યાં સુધી તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી.” આવી રીતે સંશયમાં ગરક થયેલા શ્રીદતે આમતેમ ફરતાં તે જ વનમાં એક જૈન-મુનિને જોઈ નમસ્કાર કરી પૂછયું કે -
'મહારાજ ! વાનરે મને જે સંશય-સમુદ્રમાં નાંખેલો છે, તે તમારા જ્ઞાનથી ટાળી મારો ઉદ્ધાર કરો.” મુનિ મહારાજે કહ્યું કે, "સૂર્યની માફક ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વીમાં ઉદ્યોત કરનાર મારા કેવળજ્ઞાની ગુરુ આ પાસેના પ્રદેશમાં છે, તેમની પાસે જઈ તું તારા સંશયથી મુક્ત થા. પરંતુ તેમની પાસે જવાનું બની શકે તેમ ન હોય તો હું મારા અવધિજ્ઞાનના બળથી તને કહું છું કે, "જે વાકય વાનરે તને કહ્યું છે, તે સર્વજ્ઞના વાકયની જેમ સત્ય છે.” ત્યારે શ્રીદત્તે પૂછયું કે, "એમ કેમ બન્યું હશે.” મુનિરાજે જવાબ દીધો કે, "પહેલાં તારી પુત્રીનો સંબંધ તને કહું, તે તું સાવધાન થઈને સાંભળ :
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૭
"તારો પિતા સોમશેઠ પોતાની સ્ત્રી (સોમશ્રી)ને છોડાવવાને બળવંતની મદદ માટે છૂપી રીતે જતો હતો, ત્યારે રસ્તામાં સંગ્રામમાં ક્રૂર એવા સમર નામના પલ્લીપતિ (ભીલના રાજા)ને જોઈ, તેને સમર્થ જાણી, પાંચ લાખ દ્રવ્ય આપીને પ્રસન્ન કરી, ઘણા સૈન્ય સહિત તેને સાથે લઈ શ્રીમંદિરપુર ભણી પાછો આવ્યો. સમુદ્રરૂપ સૈન્ય આવેલું જોઈ તે નગરના લોકો ભયથી ત્રાસ પામી, જેમ સંસારરૂપ કેદખાનામાંથી ખેદ પામીને ભવ્ય પ્રાણી મોક્ષે જવાનો ઉદ્યમ કરે તેમ, તેમાંથી મુક્ત થવાને નિરુપદ્રવ સ્થાન તરફ નાસવા લાગ્યા. તે વખતે તારી સુમુખી મનોહર સ્ત્રી ગંગા મહા-નદીના કાંઠે આવેલા સિંહપુર નગરને વિપે પોતાની પુત્રી સહિત પોતાના પિતાને ઘેર જઈને રહી. કેમકે પતિવ્રતા સ્ત્રીઓને પોતાના ભર્તારના વિયોગ વખતે ભાઈ કે પિતા સિવાય બીજો કોઈ આશ્રય કરવા યોગ્ય નથી, માટે તે પિયરમાં પોતાના દિવસો ગુજારતી હતી.
એકદા અષાઢ માસમાં ધિક્કારવા યોગ્ય દુષ્કર્મના યોગે દુરાત્મા ઝેરી સર્પે તારી પુત્રીને ડંસ કર્યો, તેથી ચેતના રહિત બની ગયેલી તે કન્યાને તેની માતા તથા મામા વગેરેએ ઘણા પ્રકારના ઉપચારો કર્યા છતાં પણ જેમ વંધ્યા (વાંઝણી) સ્ત્રીને પુત્ર-પ્રાપ્તિ ન થાય તેમ તે ચેતના ન પામી; ત્યારે તેના મામા વગેરેએ વિચાર કર્યો કે, સર્પદંશી તો દીર્ઘ આયુષ્યવાળા હોય તો પ્રાયે જીવી શકે છે, માટે આને અકસ્માત અગ્નિ-દાહ કરવા કરતા લીંબપત્ર વચ્ચે વીંટાળીને એક સુંદર પેટીમાં મૂકી ગંગા નદીના પ્રવાહમાં તરતી મૂકવી એ શ્રેયસ્કર છે. એમ ધારી તેમણે તેમજ કર્યું, પરંતુ ચોમાસાના દિવસને લીધે અતિશય વરસાદ પડવાથી ગંગા નદીના પૂરે પવન જેમ વહાણને ખેંચી લઈ જાય તેમ કાંઠાના વૃક્ષોની સાથે તે પેટીને તાણી. તે પેટી તરતી તરતી તારે હાથ આવી. ત્યારપછીનો વૃત્તાંત તો તું જાણે છે, માટે ખરેખર એ તારી પુત્રી જ છે.” * હવે તારી માતાનું આશ્ચર્યજનક વૃત્તાંત તું સાવધાન થઈ સાંભળ :
"તે સમર નામા પલ્લીપતિના સૈન્યથી જેમ સૂર્યકાંતમણિ પાસે આવવાથી દુસહ દાવાનળ (વનનો અગ્નિ) પણ ઝાંખો પડી જાય તેમ, સૂરકાંત રાજા પણ નિસ્તેજ બની ગયો, એટલે તેની સામે યુદ્ધ કરવા સમર્થ ન થઈ શકયો. તેણે પોતાના નગરના દરવાજા બંધ કરીને પર્વત જેટલા ઊંચા ગઢ (કિલ્લા) સજ્જ કરી જળ, ઈઘણ, ધાન્ય, તૃણાદિકનો નગરમાં સંગ્રહ કરી લઈ ગઢના ઉપર એવા તો શૂરવીર સુભટો આયુધ સહિત ગોઠવી ઊભા રાખ્યા કે, કોઈપણ સાહસિક થઈ ખરેખર નગર સામે હલ્લો કરવા આવી શકે નહિ. જો કે આવી રીતનો સૂરકાંત રાજાએ પોતાના નગરનો જાપ્તો રાખ્યો છે, તો પણ તે પલ્લીપતિના સુભટો જેમ મહામુનિ મોહરાજાને ભેદવા દાવ તપાસે છે, તેમ તે નગરને ભેદવા દાવ તપાસવા લાગ્યા. યદ્યપિ તે કિલ્લા ઉપર રહેલા સુભટો ઉપરથી બાણનો વરસાદ વરસાવતા હતા, તો પણ જેમ હાથી અંકુશને ન ગણકારે તેમ, સમરનું સૈન્ય તેને (બાણના વરસાદને) તૃણ બરાબર ગણી એકદમ સામા ધસી આવી, જેમ જૂનાં માટીનાં વાસણને એક પથ્થરવડે ભાંગી નાખે, તેમ તે નગરના મોટા પણ દરવાજાના ભારે લોખંડના ઘણ વડે તત્કાળ ચૂરેચૂરા કરી નદીના પૂરની જેમ એકદમ નગરમાં પ્રવેશ કરવા લાગ્યું. તે વખતે તારો પિતા સોમ શેઠ પોતાની સ્ત્રીને
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મેળવવાની ઉત્કંઠાને લીધે સૈન્યના અગ્ર ભાગમાં હોવાથી તેમાં પ્રવેશ કરતાં જ શત્રુસૈન્ય તરફથી આવતા બાણના પ્રહારથી તત્કાળ મરણ પામ્યો. મનમાં શું ધારેલું હોય, પણ દૈવ કંઈનું કંઈ કરી નાંખે છે. સ્ત્રીને માટે આટલો બધો સમારંભ (ઉદ્યમ) કર્યો પરંતુ તેમાંથી પોતાનું જ મરણ નિપજ્યું. કથાસંગ્રહમાં ગ્રંથકારે કહેલું છે કે –
अन्नं यस्स हियए अन्नं वाहस्स उग्गस्स |
३८
अन्नं सियालहियए अन्नं हियाए कयंतस्स ||१||
હસ્તિ, પારધિ, સર્પ અને શિયાળના મનમાં ચહાય તે વિચાર ધારેલો હોય, પણ યમના હૃદયમાં જુદું જ હોય છે.
હવે ભયથી અત્યંત વિવલ હૃદયવાળો સૂરકાંત રાજા પણ પોતાનું નગર છોડીને તરત જ કયાંક નાસી ગયો; કેમકે પાપીઓનો જય કયાંથી હોય ? જેમ શિકારીના ત્રાસથી મૃગલી કંપાયમાન થાય, તેમ સુભટોના ભયથી ધ્રુજતી સોમશ્રીને, જેમ સ્મશાનના કૂતરાઓ મૃતક (મડદાં)ને ઝપાટામાં પકડી પાડે તેમ, પલ્લીપતિના સુભટોએ પકડી પાડી.
ત્યારપછી સમગ્ર નગરના લોકોને લૂંટીને સુભટો પોતાના દેશ તરફ જવાની તૈયારી કરતા હતા ત્યારે સોમશ્રી પણ લઘુ-લાધવી કળાથી છટકી જઈ દૈવ-યોગથી વનમાં નાસી ગઈ. ત્યાં ભ્રમણ કરતાં વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં ફળોનું ભક્ષણ કરવાથી તે થોડા વખતમાં નવ-યૌવના અને ગૌરાંગી બની ગઈ. ખરેખર મણિ, મંત્ર અને ઔષધિઓનો મહિમા અચિંત્ય (ન જાણી શકાય તેવો) છે. હવે કેટલાક વટેમાર્ગુ વ્યાપારીઓ તે માર્ગથી જતા હતા, તેમણે સોમશ્રીને જોઈ આશ્ચર્ય પામી પૂછ્યું કે, "તું દેવાંગના, નાગકન્યા, જળદેવી કે સ્થળદેવી કે કોણ છો ? કેમકે, મનુષ્યપ્રાણીમાં તો તારા જેવી મનોહર સૌંદર્યવાન કન્યા કોઈ હોય જ નહીં.” ત્યારે તેણીએ ગદ્દગદિત થઈને જવાબ આપ્યો કે, "હું દેવાંગના કે નાગકન્યા નથી, પણ હે વિચક્ષણો ! હું તો મનુષ્યપ્રાણી છું. દૈવ જ મારા ૫૨ કોપાયમાન થયો છે, કારણ કે મારા રૂપે જ મને આ દુઃખરૂપી કૂપમાં ઉતારી છે. ખરેખર ! નસીબ અવળું હોય ત્યારે ગુણ પણ દોષરૂપ થઈ પડે છે.” આવાં તેણીનાં કરૂણાજનક વચનો સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે-"જ્યારે તું આવી રૂપવતી છતાં દુ:ખી છે, ત્યારે અમારી સાથે સુખેથી દિવસો નિર્ગમન કર.” તેણીએ તેમની સાથે ઘણી ખુશીની સાથે રહેવાનું કબૂલ કર્યા પછી તેઓ તેણીને ઘણા જ યત્નથી રત્નની જેમ સાચવતાં સાથે લઈ પોતાના ધારેલા ગામ તરફ જવા નીકળ્યા.
જતાં જતાં તેણીના રૂપ, લાવણ્યતાદિક ગુણોથી રંજિત થયેલા તેઓ તેણીને પોતાની સ્ત્રી કરવાની અભિલાષા કરવા લાગ્યા, કેમકે, ભક્ષણ કરવા લાયક પદાર્થને દેખીને કયો ભૂખ્યો માણસ ભક્ષણ કરવાની વાંચ્છા ન કરે ? દરેક જણ તેણીના ઉપર મનમાં ને મનમાં અભિલાષા કરતાં કરતાં સુવર્ણકૂલ નામના બંદરે આવી પહોંચ્યા. તે બંદર વ્યાપારનું ખરેખરૂં મથક હોવાથી તેઓ માલ લેવા-વેચવાના કામમાં ગુંથાઈ ગયા, કેમકે, તેઓ એટલા જ માટે ત્યાં અતિશય પ્રયાસ કરી આવ્યા હતા. જે માલ સારો ને સોંઘો મળવા લાગ્યો તે લેવાને તેઓ એકદમ મંડી પડયા. વ્યાપારીઓની એ જ રીતિ છે કે, જે સસ્તું
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૯
મળે તેના ઉપર ઘણાની રૂચિ ઉત્પન્ન થાય છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રમાણે જેની પાસે જેટલું ઘન હતું, તે સર્વ માલ ખરીદ કરતાં ખૂટી જવાથી તેમણે વિચાર કર્યો કે, માલ તો હજુ ઘણો લેવાનો બાકી છે ને ધન તો ખૂટી ગયું, માટે તેનું કેમ કરવું? છેવટે તેઓ એ નિશ્ચય પર આવ્યા કે આ સોમશ્રીને કોઈક ગણિકાને ઘેર વેચી તેણીનું દ્રવ્ય આવે તે વહેંચી લઈએ. લોભ એ કોઈક અલૌકિક વસ્તુ છે, કે જેને પ્રાણી તત્કાળ વશ થઈ જાય છે. પછી તેમણે તે નગરમાં રહેનારી વિભ્રમવતી નામની ગણિકાને ઘેર સોમશ્રીને એક લાખ દ્રવ્ય લઈ વેચી નાંખી. તેઓ તે ધનનો માલ લઈ હર્ષભેર પોતાના સ્વદેશ ગયા.
આ સોમશ્રીનું નામ ગણિકાએ બદલાવી બીજું નામ સુવર્ણરેખા પાડયું છે, કેમકે સ્ત્રીઓ એક ઘેરથી બીજે ઘેર જાય તો ત્યાં પ્રાયઃ તેનું બીજું નામ પાડવામાં આવે છે. પોતાની કળા શિખવવામાં વિચક્ષણ વિભ્રમવતી ગણિકાઓ, સુવર્ણરેખાને થોડા વખતમાં ગીત-નૃત્ય, હાવભાવ, કટાક્ષ-વિક્ષેપાદિક અને કળાઓ શિખવી દીધી; કેમકે ગણિકાઓના ઘરમાં કે દુકાનમાં તેના જ રસિયા લોકો આવે છે. જેમ ગણિકાઓના ઘરમાં જન્મેલીને નાનપણમાં જ સંસ્કાર થયેલા હોવાથી તે પ્રથમથી જ કુટિલ વગેરે હોય છે; તેમ નહીં હોવા છતાં પણ આ સુવર્ણરેખા થોડા જ વખતમાં જન્મથી જ વેશ્યા ન હોય? તેવી થઈ ગઈ. કેમકે, પાણીમાં જે વસ્તુ મેળવીએ તે તદ્દરૂપ જ બની જાય છે. ધિક્કાર છે એવી કુસંગતિને ! કે જેથી સોમશ્રી તે જ ભવમાં પણ દુષ્ટ દેવના યોગથી ખરેખરા ગણિકાના વ્યવહારવાળી બની ગઈ. તે એવી તો કળા-કુશળ નીવડી કે, રાજાએ તેણીનાં ગીત, નૃત્યાદિક કળાથી અત્યંત પ્રસન્ન થઈ તેણીને બહુ સત્કારપૂર્વક પોતાની માનવંતી ચામર વીંઝનારી કરી રાખી.
મુનિ મહારાજ શ્રીદત્તને કહે છે કે, "હે શ્રીદત્ત ! એ જ તારી માતા છે, કે જે ભવાંતરને જ પામી ન હોય તેમ આકાર, રૂપ, રંગ વિગેરે સર્વે પ્રકારને લીધે જુદી જણાય છે, પણ તે તો સર્વ ઔષધીઓનો અચિંત્ય મહિમા છે, એમાં કાંઈ સંશય ન રાખીશ. તને ઓળખવા છતાં પણ લજ્જા અને લોભને લીધે તેણીએ તે વિષેની તને જાણ કરી નથી. અહો ! આ જગતમાં લોભરાજાનું પણ ખરેખરું પ્રબળ બળ વર્તે છે.
ખરેખર ધિક્કારવા યોગ્ય છે ગણિકાઓનો વહેવાર, કે જેમાં માઠાં કૃત્યની કંઈ પણ મર્યાદા નથી. વળી તેમાં એવો લોભ છે કે, પોતાના પુત્રની સાથે કુકર્મ કરતાં કંઈપણ શરમાતી નથી. અહર્નિશ નિંદવા યોગ્ય અને તજવા યોગ્ય કરણીઓ કરતાં પણ વિશેષ તજવા યોગ્ય વારાંગનાઓ છે. એમ પંડિત પુરુષોએ તેમનાં દુરાચરણ દેખાડીને તેણીઓને અયોગ્ય અને અમર્યાદાવાળી જણાવી છે.”
આવા મુનિનાં વાક્યો સાંભળીને ખરેખર ખેદયુક્ત વિસ્મય પામીને શ્રીદત્ત પૂછવા લાગ્યો કે, "હે ત્રિકાળજ્ઞાની મહારાજ ! આ વાનર કોણ હતો અને એને શું જ્ઞાન હતું? કે જેથી તેણે આ મારી પુત્રી અને માતાને જાણી તેણે મારી હાંસી કરીને પણ સવક્તાની જેમ વાકયો બોલી ગયો ! કે જે ખરેખર ઉપકારીની જેમ મને અંધ-કૂપમાં પડતાને બચાવનાર થયો. વળી એને મનુષ્ય-વાચા કયાંથી ?" મુનિ મહારાજે જવાબ આપ્યો કે, "હે ભવ્ય ! શ્રીદત્ત ! સાંભળ.
"સોમશ્રીમાં એકાગ્રચિત્ત થયેલો તારો પિતા શ્રીમંદિરનગરમાં પ્રવેશ કરતાં શત્રુના બાણના પ્રહારથી મરણ પામીને તત્કાળ વ્યંતરદેવપણે ઉત્પન્ન થયો. તે વનમાં ભ્રમરની પેઠે ફરતાં અહીંયાં આવ્યો હતો.
Page #61
--------------------------------------------------------------------------
________________
४०
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેણે તને જોઈ વિર્ભાગજ્ઞાનથી ઓળખીને કુકર્મમાં ગરક થયેલા તને ભવાંતર થયો હતો, તો પણ પોતાના પુત્ર ઉપર પિતા સદા હિતકારક હોય, માટે તારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી તે કોઈ વાનરમાં અધિ થઈ તને આ દેખાવ દેખાડી બોધ કરી જતો રહ્યો છે, પરંતુ આ તારી માતા સોમશ્રી ઉપર એને પૂર્વભવનો ગાઢ પ્રેમ હોવાથી હમણાં જ એ અત્ર આવી તારી સમક્ષ તેણીને સ્કંધ પર બેસાડી ક્યાંક લઈ જશે."
આ વાકય મુનિરાજ બોલી રહ્યા કે તરત જ તે જ વાનર ત્યાં આવી જેમ સિંહ અંબિકાને પોતાના સ્કંધ પર ચડાવી લઈ જાય, તેમ તેણીને સ્કંધ ઉપર બેસાડીને ચાલતો થયો, મોહરાજાનું કર્તવ્ય કેવું છે ! આ નજરોનજર જોઈને, અહો સંસારની વિટંબના! એમ ખેદયુક્ત બોલતો અને માથું ધુણાવતો શ્રીદત્ત ત્યાંથી મુનિને નમસ્કારાદિ કરીને પોતાની પુત્રીને સાથે લઈ નગરમાં ગયો. ત્યારબાદ સુવર્ણરેખાની અક્કા (વિભ્રમવતીગણિકાઓ) દાસીઓને પૂછયું કે, આજે સુવર્ણરેખા કયાં ગઈ છે? દાસીઓએ ઉત્તર આપ્યો કે, શ્રીદત્ત શેઠ અદ્વૈલાખ દ્રવ્ય આપી સુવર્ણરેખાને સાથે લઈ બાગ-બગીચામાં ફરવા ગયા છે. પછી અકાએ સુવર્ણરેખાને બોલાવવા માટે શ્રીદત્તને ઘેર દાસી મોકલી. તે શ્રીદત્તની દુકાન પર જઈને તેને પૂછવા લાગી કે, અમારી બાઈ સુવર્ણરેખા કયાં છે? તેણે કહ્યું કે, શું અમે તમારા ચાકર છીએ, કે તેની તપાસ રાખીએ ? કોણ જાણે કયાં ગઈ હશે? આ વચનો સાંભળીને દોષના ભંડાર જેવી દાસીએ જઈ અક્કાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો, કે જેથી તે સાક્ષાત્ રાક્ષસની માફક ક્રોધાયમાન થઈ રાજા પાસે જઈ ખેદયુક્ત પોકાર કરવા લાગી. રાજાએ પૂછ્યું કે- તું શા માટે ખેદકારક પોકાર કરે છે? તેણીએ જવાબ આપ્યો કે- ચોરમાં શિરોમણિ શ્રીદત્ત સુવર્ણરેખાને ચોરી લીધી છે. રાજા વિચારવા લાગ્યો કે, જે ઊંટની ચોરી છાની રહે નહીં. તેમ ગણિકાની ચોરી પણ બીલકુલ છુપાવી છુપે જ નહીં ! પછી રાજાએ શ્રીદત્તને બોલાવી પૂછયું, ત્યારે તે પણ કાંઈ ખરેખરો ઉત્તર ન દેતાં ગુંચવાડામાં પડયો. કહ્યું છે કે, "વાનર તાલ-સુર સાથે સંગીત ગાય છે અને પથ્થરની શિલા પાણીમાં તરે છે. તેના જેવું અસંભવિત (કોઈને વિશ્વાસ ન આવે તેવું) વાકય પ્રત્યક્ષ ખડું દેખાતું હોય તો પણ ન જ બોલવું."
ખરેખરો ઉત્તર શ્રીદત્ત આપતો નથી, માટે આમાં કાંઈ પણ કાવતરું હોવું જ જોઈએ, એવું મનમાં વિચારીને જેમ પરમાધામી પાપીને નરકમાં નાંખે તેમ, રાજાએ તેને કેદમાં પૂર્યો એટલું જ નહીં પણ ક્રોધાયમાન થયેલા રાજાએ તેની માલ-મિલકત જપ્ત કરવા ઉપરાંત તેની પુત્રી, દાસ, દાસી વગેરેને પોતાના સ્વાધીન કરી લીધા; કેમકે જેના ઉપર દૈવનો કોપ થયો, તેની ઉપર રાજાની કૃપા પણ કયાંથી હોય? નરકવાસ સમાન કારાગારના દુઃખ ભોગવતાં શ્રીદત્તે વિચાર કર્યો કે, જ્યારે મેં ખરેખરો વૃત્તાંત જાહેર કર્યો નહીં. ત્યારે જ મારા પર તેના ક્રોધરૂપ અગ્નિનો દુ:ખરૂપ વરસાદ વરસી રહ્યો છે; પરંતુ જો હું ખરેખરી હકીકત તેને નિવેદન કરૂં તો તેનો ક્રોધાગ્નિ શમી જઈ મને કારાગારના દુઃખમાંથી મુક્ત કરશે. આમ ધારીને તેણે કોટવાળ મારફત રાજાને કહેવરાવ્યું કે હું મારી ખરેખરી બીના જણાવવા માંગું છું. રાજાએ તેને બોલાવી પૂછયું, ત્યારે તેણે સર્વ હકીક્ત જેમ બની હતી તેમ કહી, અને છેવટમાં જણાવ્યું કે, સુવર્ણરેખાને વાનર તેનાં સ્કંધ પર ચઢાવીને લઈ ગયો છે.
આ વાત સાંભળીને સભાના લોકો વિસ્મય પામી ખડખડ હસી પડી કહેવા લાગ્યા કે, જુઓ, જુઓ ! આ કપટીની સત્યતા ! કેવી ચાલાકીથી પોતે છટકી જવા માંગે છે? રાજાએ પણ ક્રોધાયમાન
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૧
થિઈ તેનો વધ કરવાની કોટવાળને તત્કાળ આજ્ઞા કરી દીધી; કેમકે, મોટા પુરુષોનો રોષ અને તોષ (મહેરબાની) તત્કાળ ફળ આપનારા જ હોય છે. જેમ કસાઈ બકરાંને વધસ્થાને લઈ જાય તેમ કોટવાળ ના દુષ્ટ સુભટો શ્રીદત્તને વધસ્થાને લઈ જાય છે તે વખતે તે વિચારવા લાગ્યો કે, માતા અને પુત્રીની સાથે સંયોગ કરવાની ઈચ્છાથી તેમજ મિત્રનો વધ કરવાથી ઉત્પન્ન થયેલા પાપનું જ આ ફળ મને મળે છે, માટે ધિક્કાર છે મારા દુષ્કર્મને ! વળી આ પણ આશ્ચર્ય છે કે, સત્ય બોલવાથી પણ અસત્યના જેવું ફળ મળે છે, પરંતુ વિચાર કરતાં એમ જણાય છે કે, કર્મે જેના પર સમુદ્રની જેમ ઉછાળો માર્યો તેને રોકવાને કોણ સમર્થ છે? કહ્યું છે કે, "જેના કલ્લોલથી પર્વતોના મોટા પાષાણો પણ ભાંગી જાય એવા સમુદ્રને પણ સામો આવતાં પાછો વાળી શકાય, પણ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સારા અને નરસાં કર્મોનું દૈવિક પરિણામ દૂર કરવાને કોઈ સમર્થ થઈ શકતું નથી."
આ વખતે શ્રીદત્તના પુણ્યથી જ ન ખેંચાયા હોય તેમ મુનિચંદ્ર નામના કેવલીભગવંત વિહાર કરતા ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલકે રાજાને તે વિષે વધામણી આપવાથી તે પોતાના પરિવાર સહિત કેવલી સન્મુખ આવી વંદન કરીને બેઠા. પછી જેમ ભૂખ્યો માણસ ભોજનની વાંચ્છા કરે તેમ, તે દેશનાની યાચના કરવા લાગ્યો. જગબંધુ કેવલી મહારાજે કહ્યું કે, "જે પુરુષમાં ધર્મ કે ન્યાય નથી તે અન્યાયીને વાંદરાની ડોકમાં જેમ રત્નની માળા શોભે નહીં તેમ, દેશના શા કામની?" ચકિત થઈ રાજાએ પૂછયું કે, "મને અન્યાયી કેમ કહો છો ?" કેવલી મહારાજે ઉત્તર આપ્યો કે, "સત્ય-વક્તા શ્રીદત્તનો વધ કરવાની આજ્ઞા આપી માટે.” આ વચન સાંભળીને લજ્જિત થયેલા રાજાએ આદરમાનથી તેને (શ્રીદત્તને) પોતાની પાસે બેસાડીને પૂછયું કે, તું તારી ખરેખરી હકીકત જાહેર કર. તે પોતાની સાચી બીના કહેવા માંડે છે, તેટલામાં સુવર્ણરેખા જેની પીઠ પર બેઠેલી છે એવો તે જ વાનર ત્યાં આવી તેણીને નીચે ઉતારી કેવલી ભગવાનને નમસ્કારાદિ કરી સભા વચ્ચે બેસવાથી, સર્વ લોકો તેને જોઈ આશ્ચર્ય પામીને પ્રશંસા કરી બોલવા લાગ્યા કે, ખરેખર શ્રીદત્ત સત્યવાદી છે. અહિંયાં આ સર્વ વૃત્તાંતમાં જે જે સંશયો જેને રહ્યા હતા, તે તે કેવલી મહારાજને પૂછીને દૂર કર્યા. આ સમયે સરળ-પરિણામી શ્રીદત્ત તેમને (કેવલી ભગવાનને) વંદન કરી પૂછવા લાગ્યો કે, હે જગબંધુ મારી પુત્રી અને મારા માતા ઉપર મને સ્નેહરાગ કેમ ઉત્પન્ન થયો તે કૃપા કરી કહેશો. તેમણે કહ્યું કે, પૂર્વભવનો વૃત્તાંત સાંભળવાથી સર્વતને સ્પષ્ટપણે સમજવામાં આવશે.
પંચાળદેશના કપીલપુર નામના નગરમાં અગ્નિશર્મા બ્રાહ્મણને ચૈત્ર નામનો પુત્ર હતો. મહાદેવની જેમ તેને (ચત્રને) ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. હંમેશાં બ્રાહ્મણોને ભિક્ષા વિશેષ વહાલી હોય છે, માટે એક દિવસ ચૈત્ર પોતાના મૈત્ર નામના બ્રાહ્મણ મિત્ર સાથે કોંકણદેશમાં ભિક્ષા માગવા ગયો. ત્યાં ઘણાં ગામડાઓ ફરી ધન ઉપાર્જન કરી તે બન્ને જણ સ્વદેશ તરફ આવવા નીકળ્યા. રસ્તામાં લક્ષ્મીથી લોભાઈ માઠા પરિણામથી એક વખત ચૈત્રને સૂતો જોઈ મૈત્ર વિચાર કરવા લાગ્યો કે-આને મારી નાંખી હમણાં જ હું સર્વ ધન લઈ લઉં તો ઠીક થાય. આમ ધારીને તેનો વધ કરવા તે ઉઠયો; જે અર્થ (દ્રવ્ય) છે, તે અનર્થનું મૂળ છે. જેમ દુષ્ટ વાયુ મેઘનો નાશ કરે છે તેમ લોભી પુરુષ તત્કાળ વિવેક, સત્ય, સંતોષ, લજ્જા, પ્રેમ, કૃપા, વગેરેનો નાશ કરે છે. વળી તે જ વખતે દૈવયોગે તેના હૃદયમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિવેકરૂપ સૂર્યોદય થવાથી લોભરૂપી અંધકારનો નાશ થતાં તે (મત્ર) વિચારવા લાગ્યો કે, ધિક્કાર છે, ધિક્કાર છે મને, કે જે મારા ઉપર સંપૂર્ણ ખરો વિશ્વાસ રાખનાર છે તેને વિષે આવો અત્યંત નિંદનીય અને દુષ્ટ સંકલ્પ કર્યો ! માટે મને તેમજ મારા દુષ્કૃત્યને ધિક્કાર છે. એવી રીતે કેટલીક વાર સુધી પશ્ચાત્તાપ કર્યા પછી તેણે પોતાના ઘાતકીપણાની ધારણા ફેરવી નાંખી કહ્યું છે કે – "જેમ જેમ ખરજ (વલુર-ચુંટ) ખણીએ તેમ તેમ તે વૃદ્ધિ જ પામતી જાય; તેમ જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ પણ વૃદ્ધિ જ પામતો જાય છે." ત્યારપછી બન્નેના મનમાં કેટલીક વખત ઘાતકીપણું પ્રગટ થાય ને વળી વિરામ પામી જાય. એવા વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ સુધી તેઓ કેટલીક પૃથ્વી ભમ્યા.
વળી કહ્યું છે કે, "અતિ લોભ એ જ ખરેખર આલોકમાં પણ કષ્ટકારી જ છે.” એમ અતિ લોભમાં અંધ થયેલા તે બન્ને જણા છેવટે વૈતરણી નદીના પૂરમાં તણાવા લાગ્યા. જો કે પહેલાં લોભના પૂરમાં તણાયેલા હતા અને પાછળથી વૈતરણી નદીના પૂરમાં સપડાયા. તેથી તેઓ આર્તધ્યાનને લીધે પરદેશમાં જ મૃત્યુ પામી તિર્યચપણું પામી કેટલાક ભવ સુધી ભમ્યા. પછી તમે બન્ને શ્રીદત્ત અને શંખદત્ત નામે ઉત્પન્ન થયા, એટલે મૈત્ર શંખદત્ત અને ચૈત્ર તું (શ્રીદત્ત) થયો.
પૂર્વભવના મૈત્રે તને પહેલો મારી નાંખવાનો સંકલ્પ કરેલ હોવાથી તે આ ભવમાં શંખદત્તને પ્રથમથી જ સમુદ્રમાં ફેંકી દીધો. જેણે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય છે તેને તેવા જ પ્રકારનું કર્મ ભોગવવું પડે છે. એટલું જ નહીં પણ દેવા યોગ્ય દેવું હોય તે જેમ વ્યાજ સહિત આપવું પડે છે તેમ તેનાં સુખ કે દુઃખ તેથી વધારે ભોગવવાં પડે છે. તારી પૂર્વભવની ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીઓ તારા મરણ પછી વિયોગને લીધે વૈરાગ્ય પામી એવી તો તાપસણીઓ થઈ કે, મહિના-મહિનાના ઉપવાસ કરીને પારણાં કરતી હતી; કેમકે, કુળવંતી સ્ત્રીઓનો તો ખરેખર એ જ આચાર છે કે, વિધવાપણું પામ્યા પછી ધર્મનો જ આશ્રય કરે, કારણ કે તેથી તેમના આ ભવ અને પરભવ એમ બન્ને ભવ સુધરે છે; અને જો તેમ ન કરે તો તેમને બન્ને ભવમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. તે બન્ને તાપસણીઓમાંથી ગૌરીને એક દિવસે મધ્યાહ્ન સમયે પાણીની આકરી તૃષા લાગવાથી તેણીએ પોતાની કામ કરનારી દાસી પાસે પાણી માંગ્યું, પરંતુ મધ્યાહન સમય હોવાથી નિદ્રાવસ્થાને લીધે મીંચાઈ ગયેલા લોચનવાળી દાસી આલસ્યમાં પડી રહી, પણ તેને ઉત્તર કે પાણી દુર્વિનયીની જેમ ન આપી શકી. તપસ્વી, વ્યાધિવંત(રોગી), સુધાવંત (ભૂખ્યા), તૃષાવંત (તરસ્યો) અને દરિદ્રી એટલાને પ્રાયે ક્રોધ અધિક હોય છે, તેથી તે દાસી પર ગૌરી એકદમ કોપાયમાન થઈ તેણીને કહેવા લાગી કે, "શું તને કાળા સર્પ કરડી છે, કે તું મડદાની જેમ પડી રહીને પાણી કે જવાબ પણ આપતી નથી?
ત્યારે તેણીએ તત્કાળ ઉઠીને મીઠાં વચન બોલી પ્રસન્નતાપૂર્વક પાણી લાવી આપીને માફી માગી. પરંતુ ગીરીએ તેને દુર્વચન કહેવાથી મહા-દુષ્ટ નિકાચિત) કર્મ બાંધ્યું; કેમકે, હાસ્યથી પણ જો કોઈને દુર્વચન કહેલું હોય તો તેથી પણ ખરેખર દુષ્ટ કર્મ ભોગવવું પડે છે, તો પછી ક્રોધાવેશમાં બોલેલું હોય તેનું તો કહેવું જ શું? વળી ગંગા તાપસણી પણ એક દિવસ પોતાનું કામ હોવા છતાં દાસી બહાર ગયેલી હોવાથી તે કામ પોતાને હાથે કરવું પડયું પછી જ્યારે દાસી આવી ત્યારે તે ક્રોધાયમાન થઈ કહેવા લાગી કે, "શું તને કોઈએ કેદખાનામાં નાંખી હતી, કે કામ વખતે પણ હાજર ન રહી શકી ?" આમ કહેવાથી
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૩ ગૌરીની ઈર્ષાથી જ જાણે એણે પણ નિકાચિતકર્મ બાંધ્યું હોય નહીં એમ ગંગાએ પણ મહા-અનિષ્ટ કર્મ બાંધ્યું. એક સમયે કોઈક ગણિકાને કામી પુરુષની સાથે વિલાસ (કામભોગ) કરતી દેખીને ગંગા પોતાના મનમાં વિચાર કરવા લાગી કે, "ધન્ય છે આ ગણિકાને, કે જે અત્યંત પ્રશંસનીય કામી પુરુ પોની સાથે નિરંતર ભોગવિલાસ કરે છે! ભ્રમરના સેવવાથી જાણે માલતી કેમ શોભનીય દેખાતી હોય ! એમ કેવી આ ગણિકા શોભી રહી છે, અને હું તો કેવી નિર્ભાગિણીમાં પણ નિર્ણાગિણી છું ! ધિક્કાર છે મને કે હું પોતાના ભર્તારથી પણ સંપૂર્ણ સુખ ભોગવી શકી નહીં ! અને છેવટે વિધવા બનીને આવી વિયોગાવસ્થા ભોગવું છું.” આવાં દુર્ગાનથી તે દુર્બુદ્ધિ ગંગાએ, જેમ વર્ષાઋતુમાં લોખંડ મલિનતાને પામે તેમ, દુષ્ટ કર્મ બાંધ્યું. અનુક્રમે તે બન્ને સ્ત્રીઓ મરણ પામીને જ્યોતિષી દેવતાના વિમાનમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચ્યવીને ગોરી તારી પુત્રી અને ગંગા તારી માતાપણે ઉત્પન્ન થયાં. ગૌરીએ પૂર્વભવમાં દાસીને દૂર્વચન કહેલું હતું તેથી તે આ ભવમાં થયેલી તારી પુત્રીને સર્પનો ઉપદ્રવ થયો અને પૂર્વભવમાં ગંગાએ દુર્વચન કહેલ હતું, તેથી તે પલ્લીપતિના કબજામાં કેટલાક દિવસ સુધી કેદખાનામાં રહી
ગણિકાની પ્રશંસા કરી હતી તેથી આ ભવમાં તારી માતા છતાં ગણિકાપણું પામી. કેમકે કર્મને શું અસંભવિત છે? કર્મ ધારે તે કરી શકે છે. આશ્ચર્ય છે કે, વચન કે મનથી બાંધેલું કર્મ આલોવ્યું (વોસિરાવ્યું-ખમાવ્યું) ન હોય તો ભવાંતરમાં કાયાથી નિશ્ચ ભોગવવું પડે છે. તારી પુત્રી અને માતા પૂર્વ ભવમાં તારી સ્ત્રીઓ હતી અને તેણીઓના પર તને ઘણો પ્રેમ હતો, તેથી આ ભવમાં પણ તેણીઓને ભોગવવાની તેં મનથી વાંચ્છા કરી. કેમકે, પૂર્વ ભવમાં જે પાપારંભ સંબંધી સંસ્કાર હોય, તે જ સંસ્કાર ભવાંતરમાં પણ તેને ઘણું કરીને ઉદય આવે છે, પરંતુ આ વિષયમાં વધારે એટલું સમજવાનું કે, ધર્મ સંબંધી સંસ્કારો મંદ પરિણામથી થયેલા હોય તો તે કોઈકને ઉદય આવે ને કોઈકને ન પણ આવે, અને તીવ્ર પરિણામથી થયેલા સંસ્કારો તો ભવાંતરમાં સાથે આવે જ છે. આવાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સંસાર ઉપર ખેદ અને વૈરાગ્ય પામેલા શ્રીદત્તે તેમને વિનંતિ કરી કે – હે જગન્નિસ્તારક! જે સંસારમાં આવી દુર્ઘટ વિટંબનાઓ વારંવાર ભોગવવી પડે છે. ત્યારે તેવા સ્મશાનરૂપ સંસારને વિષે કયો વિચક્ષણ પુરુષ સુખ પામે? માટે હે જગદુદ્ધારક! સંસારરૂપી અંધકૂપમાં પડતા એવા મને ઉદ્ધારવાના ઉદ્યમરૂપ કોઈ ઉપાય બતાવો. ત્યારે કેવલી ભગવાને કહ્યું કે, પારાવાર એવી સંસારરૂપ અટવીનો પાર પામવાની તારી ઈચ્છા હોય તો એક મોટા બળવંત ચારિત્રરૂપ સૈન્યનો આશ્રય કર. ત્યારે તેણે કહ્યું કે, હે મહારાજ ! તમે જે કહો છો, તે મને ખરેખર પ્રિય છે, પરંતુ આ કન્યા કોને આપવી? કેમકે સંસાર સમુદ્રથી તરવાની ઉત્કંઠાવાળા મને આ કન્યાની ચિંતારૂપ પાષાણની શિલા કંઠે વળગી છે. જ્ઞાની બોલ્યા કે, તારી પુત્રી માટે તું જે ચિંતા કરે છે તે નિરર્થક છે; કેમકે, તારો મિત્ર શંખદત્ત જ તારી પુત્રીને પરણનાર છે. ત્યારે ખેદ પામતો ગદ્ગદિત કંઠે ચક્ષુઓમાંથી અશ્રુની ધારા વહાવતો શ્રીદત્ત કહેવા લાગ્યો કે,
૦ મલિનતાને પામે-કાટ વળી જાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
હે જગબંધુ મે દુષ્ટ, નિર્દયી અને મહાપાપીએ શંખદત્તને સમુદ્રમાં ફેંકી દીધો છે, તો હવે તેને મળવાની શી આશા? જ્ઞાનીએ કહ્યું કે, હે ભદ્ર! આમ તું ખેદ ન કર. બહુમાનથી તે બોલાવ્યો જ હોય નહિ! એમ તારો મિત્ર હમણાં જ અહિં આવશે.
આવી વાત સાંભળીને તે આશ્ચર્યપૂર્વક વિચાર કરે છે. એટલામાં તો શંખદત્ત ત્યાં તત્કાળ આવ્યો અને શ્રીદત્તને દેખતાં જ વિકરાળ-વદને ક્રોધાયમાન થતો યમરાજાની જેમ તેને મારવા દોડયો, પરંતુ રાજા પ્રમુખની મોટી સભા જોઈને તેમાં નેત્ર ક્ષોભાયમાન થવાથી તે જરા અટક્યો કે તુર્ત જ તેને કેવલી મહારાજ કહેવા લાગ્યા, કે શંખદત્ત! ક્રોધાગ્નિની તીવ્રતા પરના હૃદયને બાળે તેમાં શી નવાઈ? માટે તું ક્રોધને દૂર કર. ક્રોધી પુરુષ ચંડાળના જેવો ગણાય છે અને ચંડાળ સર્વ પ્રાણીઓને સ્પર્શ કરવા યોગ્ય નથી. લૌકિકશાસ્ત્રમાં પણ એમ જણાવેલું છે કે – જાતિચંડાળ ગંગામાં સ્નાન કરે તો તે કાંઈક પવિત્ર થાય, પણ કર્મ ચંડાળ તો બિલકુલ પવિત્ર થઈ શકતો નથી. જેમ જાંગુલીવિદ્યાના પ્રભાવથી સર્પનું ઝેર ઉતરી જાય છે, તેમ કેવળી મહારાજની આવી તત્ત્વ સંબંધી વાણી સાંભળીને તે (શંખદત્ત)નો ક્રોધ તરત જ શમી ગયો. ત્યારપછી શ્રીદતે શંખદત્તનો હાથ પકડીને પોતાની પાસે બેસાડયો.
ત્યારબાદ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા તે મુનિને શ્રીદત્તે પૂછયું કે, હે પૂજ્ય! આ શંખદત્ત સમુદ્રમાં પડયા પછી કેવી રીતે નીકળીને અહિંયા આવ્યો? તે કૃપા કરી કહેશો? મુનિમાં શ્રેષ્ઠ જ્ઞાની ગુરુએ તેના ઉત્તરમાં જણાવ્યું કે, આ શંખદત્ત સમુદ્રમાં પડયો કે તરત જ જેમ સુધાતુરને ખાવાને માટે ફળ તેમ એના હાથમાં એક પાટિયું આવ્યું; કેમકે જેની આયુષ્યરૂપ દોરી તુટી નથી તેનું આવું અકસ્માતું મૃત્યુ કેમ થાય? અનુકૂળ પવનની પ્રેરણાથી સમુદ્રમાં તરતો તરતો, જેમ અનુભવી વૈદ્યના બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવાથી રોગ મટી જાય છે તેમ, તે સાતમે દિવસે સમુદ્રનો પાર પામી કાંઠે આવ્યો. ત્યાં નજીક સારસ્વત નામના ગામમાં આવી વિશ્રામ લેવાની તૈયારી કરે છે, તેટલામાં સમુદ્રના પાણીથી શ્યામ અને નિસ્તેજ શરીરવાળા તે શંખદત્તને પોતાનો સ્નેહવંત સંવર નામનો મામો મળ્યો. તે તેને ઓળખવાથી તરત જ પોતાના ઘેર લઈ ગયો અને ખાનપાન ઔષધાદિ તેમજ તેલ વિગેરેનું મર્દન કરી, તેનું અંગ જો કે બળી ગયા જેવું કે ખવાઈ ગયા જેવું થયેલું હતું તો પણ જેમ જડ શિષ્યને ગુરુ ઉપદેશરૂપી ઉપાયથી સુ-શિક્ષિત કરે તેમ, સાજો કર્યો. ત્યારપછી તેણે પોતાના મામાને પૂછયું કે, અહિંથી સુવર્ણફૂલ બંદર કેટલું દૂર છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે, વીસ જોજન દૂર છે, અને ત્યાં હાલ મોટા ધનવાન વેપારીનાં કરિયાણાં વિગેરે માલ ભરેલાં વહાણો આવેલાં છે. આવું સાંભળતાં માત્ર તે રોષ અને તોષભર્યો પોતાના મામાની રજા લઈ અહીં સત્વર આવ્યો, અને તને દેખીને ક્રોધાયમાન થયો. પણ નિશ્ચય કરી સંસારમાં સંયોગ અને વિયોગ કર્માધીન છે. દયાના જ એક મોટા સાગરરૂપ તે કેવલી મહારાજ પૂર્વભવનો સંબંધ કહી શંખદત્તને શાંત કરી ફરીથી કહે છે. જેમ કોઈ ગાળ દે તેને સામી ગાળ દેવાય તેમ તે પૂર્વભવે તેને હણવાની ઈચ્છા કરી હતી તેથી આ ભવે તેણે તને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દીધો. હવે પછી બંને જણ પરસ્પર એવી પ્રીતિ રાખજો, કે જેથી તમને આ ભવ અને પરભવમાં સુખની પ્રાપ્તિ થાય; કેમકે સર્વ પ્રાણી પર મૈત્રી રાખવી એ ખરેખર સર્વાર્થની સિદ્ધિ કરનાર છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૫
આવાં જ્ઞાની ગુરુનાં વચન સાંભળીને તે બંને જણ પોતપોતાના અપરાધ ખમાવી નિરપરાધી બનીને તે દિવસ સફળ ગણવા લાગ્યા, કેમકે ગુરુનાં વચનથી શું ન થાય? કેવલી મહારાજ ધર્મદેશના આપતા કહેવા લાગ્યા કે, હે ભવ્ય જીવો! જેના પસાયથી સર્વ પ્રકારની ઈષ્ટ-સિદ્ધિ પમાય છે. એવા સમ્યક્ત્વાદિ ગુણોનો અભ્યાસ કરો; કેમકે, અન્ય દર્શનીઓની ઉત્કૃષ્ટ ક્રિયાનું સેવન આંબા વગેરે ફળની જેમ સ્વલ્પ અને સંખ્યાબદ્ધ સાંસારિક સુખરૂપ ફળ આપે છે અને જૈનધર્મ તો કલ્પવૃક્ષના ફળની જેમ સર્વ પ્રકારનાં પૌલિક અને આત્મિક સુખો આપવાને સમર્થ છે, આવી દેશના સાંભળીને તે બંને મિત્ર સહિત રાજા વિગેરે બીજા કેટલાએક પણ મોક્ષાભિલાષી થયેલા સમ્યકત્વમૂળ શ્રાવકના ધર્મને પામ્યા. એટલું જ નહીં પણ વાનરરૂપે બની આવેલો વ્યંતરપણ સમ્યકત્વ પામ્યો. ત્યારપછી જ્ઞાનીએ જણાવ્યું કે, સુવર્ણરેખાનું દારિક અને વ્યંતરનું વૈક્રિય શરીર છે તો પણ પૂર્વ-ભવના સ્નેહને લીધે તેમને પરસ્પર ઘણા કાળ સુધી સ્નેહભાવ રહેશે. ત્યારબાદ રાજાએ પણ જેનું સન્માન કીધું છે એવા શ્રીદત્તે નગરમાં આવી પોતાની અદ્ધઋદ્ધિ અને પુત્રી શંખદત્તને આપીને નિર્મળ બુદ્ધિથી બાકીનું દ્રવ્ય સાત ક્ષેતમાં વાવરી(ખરચી)ને તે જ જ્ઞાનીની પાસે આવી મહોત્સવથી દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચારિત્ર પાળવાથી મોહને જીતી હું કેવળજ્ઞાન પામ્યો છું. માટે હે શુકરાજ! મને પણ પૂર્વભવના માતા અને પુત્રી ઉપર સ્નેહરાગ ઉત્પન્ન થવાથી માનસિક દોષ લાગ્યો હતો. તેટલા માટે સંસારમાં જે કાંઈ આશ્ચર્યકારી સ્વરૂપ હોય, તે મનમાં રાખીને વ્યવહારપણે જે સત્ય ગણાતું હોય તે જ પ્રમાણે વર્તવું; કેમકે, જગતના વ્યવહાર છે તે પણ સત્ય છે. સિદ્ધાંતમાં દશ પ્રકારનાં સત્ય નીચે પ્રમાણે બતાવેલાં છે.
जणवय-समय-ठवणा नामे रुवे पडुच्च सच्चे अ ।
ववहार भावयोगे दसमे उवम्म सच्चे अ ||१|| ૧. જનપદસત્ય:- કોંકણદેશમાં પાણીને પિચ્ચ, નીર અને ઉદક કહે છે, માટે જે દેશમાં જે વસ્તુને જે નામથી બોલાવતા હોય તે દેશની અપેક્ષાએ જે બોલાય છે તે સત્યને જનપદસત્ય' કહેવાય છે.
૨. સંમતસત્ય:- કુમુદ, કુવલય પ્રમુખ અનેક જાતનાં કમળો કાદવમાં ઉત્પન્ન થયેલાં હોય છે, તે સર્વેને પંકજ કહેવાં જોઈએ, પરંતુ લૌકિક શાસ્ત્ર અરિવંદને પંકજ ગયું છે, પણ બીજા કમળોને પંકજપણે ગણ્યા નથી. તે સત્યને સંમતસત્ય' કહેવાય છે.
૩. સ્થાપના સત્ય:- કાષ્ઠ, પાષાણ વિગેરેમાં અરિહંત પ્રમુખની સ્થાપના; અથવા એક, બે, ત્રણ, ચાર વિગેરે અંકની સ્થાપના; અથવા પૈ, પૈસા, રૂપિયા, મોહોર વિગેરેમાં રાજા પ્રમુખના સિક્કા; તે સત્યને “સ્થાપના સત્ય' કહેવાય છે.
૪. નામ સત્યઃ- અપુત્ર છતાં કુળવર્ધન નામ ધરાવતો હોય; તે સત્યને નામસત્ય' કહેવાય છે. પ. રૂપસત્યઃ વેષ માત્રના ધરનાર યતિને પણ વ્રતી કહેવાય. તે સત્યને રૂપસત્ય' કહેવાય છે.
૬. પ્રતીત્યસત્યઃ જેમ ટચલી અંગુલિની અપેક્ષાએ અનામિકા લાંબી છે અને અનામિકાની અપેક્ષાએ ટચલી ટૂંકી છે, એમ એકેકની અપેક્ષાએ જે વાકયાર્થ બોલવામાં આવે; તે પ્રતીત્યસત્ય' કહેવાય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭. વ્યવહારસત્ય : પર્વતના ઉપર ધાસ બળતું હોય, તો પણ પર્વત બળે છે, માટલીમાંથી પાણી ઝમતું હોય તો પણ માટલી ઝમે છે, તેમ જ અનુદરા (કન્યા) અલોમિકા (એડકા) કહેવાય છે, એમ જે બોલવાનો વ્યવહાર છે તે ‘વ્યવહારસત્ય' કહેવાય છે.
૪૬
૮. ભાવસત્ય : બગલીને થોડા ઘણા પાંચે રંગ હોય છે, પરંતુ સફેદ રંગની અધિકતાથી તે સફેદ ગણાય છે, એમ વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ જેમાં અધિક હોય તેથી તેને તે રૂપે ગણી શકાય. તે 'ભાવસત્ય’ કહેવાય છે.
૯. યોગસત્ય : જેના હાથમાં દંડ હોય તે ઠંડી અને જેની પાસે ધન હોય તે ધની કહેવાય, તેમ જેની પાસે જે વસ્તુ હોય તેના ઉપરથી તેને તે નામે બોલાવી શકાતો હોય, તે યોગસત્ય' કહેવાય છે. ૧૦. ઔપમ્યસત્ય : આ તળાવ સમુદ્રના જેવું છે, એમ જેને ઉપમા અપાય; તે 'ઔપમ્યસત્ય' કહેવાય છે.
આવા પ્રકારનાં કેવલી મહારાજનાં વચન સાંભળીને સાવધાન થઈ તે શુકરાજ કુમાર પોતાના માતા-પિતાને પ્રગટપણે માતા, પિતા કહી બોલાવવા લાગ્યો કે જે સાંભળીને તે રાજા સર્વ પ્રસન્ન થયા. હવે રાજા શ્રીદત્તકેવલીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન્ ! ધન્ય છે તમોને ! કે જેમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. એવો વૈરાગ્ય મને કયારે ઉત્પન્ન થશે ? ત્યારે મુનિશ્રેષ્ઠ કેવલી મહારાજે કહ્યું કે, હે રાજન્ ! તારી ચંદ્રાવતી રાણીનો પુત્ર તારી દૃષ્ટિએ પડશે કે તત્કાળ તને દૃઢપણે વૈરાગ્ય ઉત્પન્ન થશે પછી કેવલીના વચનને વધાવી, પ્રણામ કરી પોતાના પરિવાર સહિત પ્રસન્નતાપૂર્વક રાજા પોતાના રાજ્યમહેલમાં આવ્યો. દયા અને સમ્યક્ત્વરૂપ બે નેત્રોથી જાણે અમૃતની વર્ષા જ વરસાવતો ન હોય ! એવો શુકરાજ જ્યારે દશ વર્ષનો થયો, ત્યારે કમલમાલા રાણીએ બીજા પુત્રને પ્રસવ્યો. અને તેની માતાને દેવતાએ આપેલા સ્વપ્નને અનુસારે તેનું નામ રાજાએ મોટા'મહોત્સવસહિત 'હંસરાજ' પાડયું. અમૃતના કિરણ ન હોય ! એવા ઉજ્જ્વળ જેના માતાપિતારૂપ બન્ને પક્ષ છે એવો હંસરાજકુમાર, રૂપ, કળા અને વયની સંપદારૂપ ગુણોથી વૃદ્ધિ પામવા લાગ્યો. જ્યારે તે પાંચ વર્ષની ઉંમરનો થયો, ત્યારે સર્વ જનને આનંદિત કરતો જેમ રામચંદ્રજીની સાથે લક્ષ્મણ ૨મે, તેમ શકરાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતો હતો. અર્થવર્ગ અને કામવર્ગની સાથે ક્રીડા કરતા બન્ને પુત્રોએ ધર્મવર્ગ પણ મુખ્યપણે સેવવો જ જોઈએ એમ જણાવવાને જ આવતા ન હોય એમ એકદા રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા રાજાની પાસે છડીદારે વિનયપૂર્વક આવી કહ્યું કે, મહારાજ ! દરબારના દરવાજા આગળ ગાંગીલ નામના ૠષીશ્વર સુ-શિષ્યની સાથે આપને મળવા માટે પધારેલા છે, તેમને જો આપની આજ્ઞા હોય તો પ્રવેશ કરાવું. આ સાંભળતાં ચકિત થયેલા રાજાએ તેને હુકમ કર્યો કે, તેમને પ્રવેશ કરાવ. પછી ગાંગીલૠષિ રાજસભામાં પધાર્યા કે તરત જ રાજાએ ઉઠી સન્માન આપી આસન પર બેસાડયા ને ક્ષેમકુશળ પૂછવાપૂર્વક તેમને અત્યંત આનંદ પમાડયો, ત્યારપછી પુરોહિત જેવા ઋષીશ્વર પણ રાજાને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે, તીર્થ, આશ્રમ તેમજ તાપસ પ્રમુખને ક્ષેમકુશળ છે.
પ્રથમ જે રાણીને પુત્ર થયો નહીં એમ કહેવામાં આવેલું છે તે રાણી.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૭
રાજાએ પૂછયું કે, હે મહારાજ ! અત્રે આપનું આગમન શા માટે થયું છે? ત્યારે કમલમાલાને પડદાની અંદર બોલાવી ગાંગીલ ઋષીશ્વર તેને કહેવા લાગ્યા કે, ગોમુખ નામના યક્ષરાજે આજ રાત્રિએ મને સ્વપ્ન આપીને જણાવ્યું કે, હું મૂળ શત્રુંજય તીર્થે જાઉં છું. ત્યારે મે પૂછયું કે, આ કૃત્રિમ શત્રુંજય તીર્થનું કોણ રક્ષણ કરશે? ત્યારે તેણે કહ્યું કે, જેમનું ચરિત્ર લોકોત્તર છે એવા તારા બે દહીત્ર ! દીકરી (કમલમાલા)ના દીકરા ) ભીમ અને અર્જુન જેવા બળવંત શુકરાજ અને હંસરાજ નામના છે તેમાંથી એકને અહિંયાં લાવી રક્ષણ કરવા રાખીશ તો તેના માહાસ્યથી આ તીર્થ નિરૂપદ્રવ રહેશે; કેમકે, લોકોત્તર ચરિત્રવાળા મોટા મહિમાવંતનો મહિમા ખરેખર મોટો જ હોય છે, ત્યારે મેં તે (ગોમુખયક્ષ)ને પૂછયું કે, તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ ઘણો દૂર હોવાથી મને ત્યાં પહોંચતાં ઘણા દિવસો નીકળી જશે માટે ત્યાંથી તેને બોલાવી લાવું ત્યાં સુધી આ શત્રુંજય તીર્થનું રક્ષણ કોણ કરશે? ત્યારે ગોમુખ યક્ષે કહ્યું કે, ત્યાં જઈ આવતાં ઘણો વિલંબ લાગે તેમ છે, તો પણ તું સવારે નીકળીને જઈશ તો બપોરે જ મારા પ્રભાવ (દેવીશક્તિ)થી તેને લઈ તું અહિં પાછો આવતો રહીશ. એમ કહીને તે યક્ષ તો ચાલ્યો ગયો. હું તે વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય પામ્યો. પરંતુ આજ સવારે ત્યાંથી નીકળી હજુ સુધી એક પહોર દિવસ ચઢયો નથી એટલામાં તો અત્રે આવી પહોંચ્યો છું, કેમકે, દેવી મહિમાથી શું બની શકતું નથી? માટે હે દક્ષદંપતિ ! દક્ષિણા આપ્યાની જેમ આ તમારા બે પુત્ર-રત્નમાંથી એક પુત્ર અને તીર્થરક્ષણ નિમિત્તે આપો, કે જેથી અમો બપોર થયા પહેલાં ઠંડા પહોરે વગર પરિશ્રમે અમારા આશ્રમે જઈ પહોંચીએ. આ વચન સાંભળીને બીજાની અપેક્ષાએ બાળ છે તો પણ પરાક્રમે કરી અબાળ હંસરાજ હંસના જેવા ધ્વનિથી બોલ્યો કે, હે પિતાજી ! એ તીર્થની રક્ષા કરવા તો હું જ જઈશ, માટે મને ખુશીથી રજા આપો. આવા તેના ઉદ્દગારો સાંભળી તેના માતાપિતાએ કહ્યું કે, હે પુત્ર! તારાં આવાં સાહસિક વચનને અમો અમારું શરીરનું લુંછણું કરીએ અર્થાત્ તારા વચનને વારી જઈએ. હે વ્હાલા પુત્ર! આટલી તારી લઘુવય છતાં પણ આવાં તારાં સાહસિક વચન ક્યાંથી?” તે વખતે ગાંગીલ ઋપીશ્વર બોલ્યા કે,
| "ક્ષત્રિય વંશનું આવું વીર્ય, અને બાલ્યાવસ્થામાં પણ આવું તેજ એ ખરેખર આશ્ચર્યકારક છતાં સત્ય જ છે. કારણ કે, સપુરુષ કે સૂર્યની મહત્તાની આડે તેની વય આવતી જ નથી. રાજાએ કહ્યું કે, "હે મહારાજ ! આટલા નાના બાળકને ત્યાં કેમ મોકલી શકાય? જો કે એ બાળક શક્તિમાન છે, તો પણ માતા-પિતાનો જીવ મોકલવાને કેમ ચાલે? શું એ તીર્થનું સંરક્ષણ કરવામાં કાંઈ ભય નથી? જેમ સિંહણ જાણે છે કે, મારી ગુફામાંથી મારા બચ્ચાંને લઈ જાય એવો બીજો કોઈ પણ બળીઓ આવી શકે તેમ નથી, તો પણ તે પોતાનાં બચ્ચાંને કોઈ પણ વખતે બીજા કોઈ લઈ જશે એવા ભયથી જરા માત્ર પણ દૂર મૂકતી નથી, તેમ સ્નેહીઓને સ્નેહી વિષે ખરેખર ડગલે ડગલે ભય માલૂમ પડયા વિના રહેતો નથી; માટે આવા લઘુ બાળકને કેમ મોકલી શકાય ?"
આવાં માતાપિતાનાં વચન સાંભળીને સમયસૂચક શુકરાજ ઉત્સાહપૂર્વક તેમને કહેવા લાગ્યો કે, "હે પૂજ્ય ! મને રજા આયો તો હું એ તીર્થની રક્ષા માટે જાઉં નાચનારને મૃદંગના શબ્દ, સુધાતુરને ભોજન-નિમંત્રણ, નિદ્રાળુ ઉંધણસી)ને શય્યા, જેમ મળે ને પ્રસન્ન થાય તેમ ત્યાં રક્ષણ કરવા જવાનું
Page #69
--------------------------------------------------------------------------
________________
४८
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મારે માથે આવે છે, એ વાત સાંભળતાં જ હું ઘણો પ્રસન્ન થયો છું; માટે મારા વ્હાલા માતા-પિતા! તમો મને ભક્તિ કરનારને આજ્ઞા આપી તીર્થભક્તિમાં સહાયક થાઓ.” આવાં વચન સાંભળીને રાજા દીવાનની સામે જોવા લાગ્યો, ત્યારે તેણે કહ્યું કે, આજ્ઞા આપનાર તમો છો, લઈ જનાર ઋષીશ્વર છે, રક્ષા પણ તીર્થની જ કરવી છે, રક્ષણ કરનાર શૂરવીર પરાક્રમી શુકરાજકુમાર છે, ગોમુખ યક્ષની સમ્મતિ પણ થઈ ચૂકી છે, આ તો ક્ષીરમાં ઘી અને સાકર નાખવા જેવું છે, છતાં તમે કેમ વાર લગાડો છો? આવું સાંભળીને માતાપિતાએ તેને રજા આપી. એટલે પ્રસન્ન થયેલો શકરાજ સ્નેહાળાં નેત્રથી આંસુ ઝરતાં માતાપિતાને નમી સાહસિક બનીને તે ગાંગીલ મુનિની સાથે ચાલતો થયો.
મહાપરાક્રમી ધનુર્ધર અર્જુનની જેમ બાણ નાખેલા ભાથાને સ્કંધ પાછળ બાંધીને તેની સાથે તત્કાળ ત્યાં જઈ પહોંચી શકરાજકુમાર શત્રુંજય તીર્થની સેવા આરાધના અને રક્ષણ માટે સાવધાન રહેવા લાગ્યો. ત્યાં તેના મહિમાથી તે ઋષિઓના આશ્રમના બાગ-બગીચામાં ઘણાં ફૂલ-ફળની વૃદ્ધિ થઈ, એટલું જ નહિ પણ વાઘ, સૂવર, ચિત્તા, વરૂ, દાવાનળ આદિ સર્વ પ્રકારના ઉપદ્રવો તેના પ્રભાવથી શાંત થઈ ગયા. ખરેખર આશ્ચર્ય છે કે, પૂર્વભવમાં સેવન કરેલા ધર્મના પ્રભાવથી આ શુકરાજનો આવો કોઈ અલૌકિક મહિમા છે, તીર્થકરના મહિમાથી જેમ ઉપદ્રવની શાંતિ થાય, તેમ આ શુકરાજ મનુષ્ય હોવા છતાં પણ તેનો મહિમા તેમના તુલ્ય જ થવા લાગ્યો, તાપસીની સાથે સુખે દિવસો નિર્ગમન કરતાં એકાદ રાત્રિના સમયે એક રુદન કરતી સ્ત્રીના શબ્દો સાંભળી દયાના દરિયા અને વૈર્યના નિધાન તે શુકરાજે તેની પાસે જઈ મધુર વચનથી તેને બોલાવી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ કહ્યું કે - | "ચંપાનગરીમાં નિર્ભયમાં પણ નિર્ભય શત્રુઓને મર્દન કરનાર અરિમર્દન નામે રાજા છે. તેની ગુણયુક્ત સાક્ષાત્ લક્ષ્મીના જેવી પદ્માવતી નામની પુત્રીની હું ધાવમાતા છું. એ પુત્રીને હું ખોળામાં લઈ રમાડતી હતી, તે વખતે જેમ કેસરી વાછડી સહિત ગાયને લઈ જાય તેમ કોઈક પાપી વિદ્યાધરે વિદ્યાના બળથી પુત્રી સહિત મને ત્યાંથી ઉઠાવી અહિં ફકત મને ફેંકી દઈ જેમ કાગડો ખાવાનું લઈ નાસી જાય તેમ તે પદ્મા રાજપુત્રીને લઈ કોણ જાણે કયાંય નાસી ગયો છે, તેના દુ:ખને લીધે હું રુદન કરું છું.
આ વચન સાંભળી શુકરાજે તેને આશ્વાસન આપીને ત્યાં જ રાખી અને પાછલી રાત્રે પોતે કેટલાંક ઘાસનાં ઝૂંપડાંઓમાં વિદ્યાધરને શોધવા લાગ્યો, તેટલામાં ત્યાં રુદન કરતા કોઈક પુરુષને દેખી તેની પાસે જઈ દયાથી તેને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે દયાળુને કહ્યા વિના દુઃખનો અંત આવનાર નથી' એમ જાણીને તેણે કહ્યું કે, "હે વીરકુમાર ! હું ગગનવલ્લભપુર નગરના રાજાનો વાયુ સમાન ગતિવાળો વાયુવેગ નામનો પુત્ર છું. કોઈક રાજાની પદ્માવતી નામની કન્યાને હરણ કરી લઈ જતાં તીર્થના મંદિર ઉપર આવતાં તીર્થના મહિમાને લીધે તે હું ઉલ્લંઘન ન કરી શકયો એટલું જ નહીં પણ મારી વિદ્યા જૂઠી પડી જવાથી હું તત્કાળ ધરતી પર પડી ગયો છું. પારકી કન્યા હરણ કરવાના પાપને લીધે હું પુણ્ય પરવરેલાની જેમ પડ્યો કે તરત જ મેં તે કન્યાને મૂકી દીધી, ત્યારે જેમ સમળીના મુખમાંથી છૂટી પડેલી પંખીણી જીવ લઈ નાસી જાય તેમ તે નાસી ગઈ. ધિક્કાર છે મને પાપીને કે અઘટિત લાભની વાંછાથી ઉદ્યમ કર્યો તો મૂળ વસ્તુને જ ખોઈ બેઠો.”
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૪૯
આ વિદ્યાધરનાં આવાં વચન સાંભળીને સર્વ વૃત્તાંતની માહિતગારી મળવાથી પ્રસન્ન થયેલો શુકરાતે કન્યાને ત્યાં જ શોધવા લાગ્યો, એટલામાં તો જાણે કોઈ દેવાંગના જ ન હોય ! એવી તે કન્યા તે મંદિરમાંથી તેને મળી. ત્યારપછી તે કન્યાને તેની ધાવમાતાનો મેળાપ કરાવી આપ્યો. અને તે વિદ્યાધરને પણ નાના પ્રકારના ઔષધાદિક ઉપચાર કરી સાજો કર્યો. વિદ્યારે પોતાને જીવિતદાન મળ્યું તેથી પ્રીતિપૂર્વક ઉપકાર માની કહ્યું કે, હું જીવીશ ત્યાં સુધી તમારો ચાકર થઈને રહીશ. ખરેખર પુણ્યનો મહિમા કેવો આશ્ચર્યજનક છે ! પછી શુકરાજે પૂછયું કે, તારી પાસે આકાશગામિની વિદ્યા વિદ્યમાન (હયાત) છે કે નહીં ? ત્યારે તેણે કહ્યું કે, વિદ્યા તો અક્ષર માત્ર છે, પરંતુ ચાલતી નથી, પણ જે પુરુષે એ વિદ્યા સિદ્ધ કરેલી હોય, તે પુરુષ જો મારે માથે હાથ મૂકી ફરીથી શરૂ કરાવે તો ચાલે, નહિ તો હવે એ મારી વિદ્યા ચાલનારી નથી. ત્યારે સમયસૂચક શુકરાજે કહ્યું કે, એવો હમણાં અહિંયાં બીજો કોણ છે? માટે એ તારી વિદ્યા પ્રથમ મને શિખવ, પછી તારા બતાવ્યા પ્રમાણે તે વિદ્યા સિદ્ધ કરી જેમ કોઈનું કંઈ ઉછીનું લીધું હોય તે પાછું અપાય તેમ તને હું જ પાછી આપીશ; એટલે તને તે જ વિદ્યા ફળીભૂત થશે. પછી પ્રસન્ન થઈને તે વિદ્યા તેણે શુકરાજકુમારને શિખવી. તેણે તે વિદ્યાને વિમલાચલના અને પોતાના પુણ્યબળથી તત્કાળ સિદ્ધ કરીને પાછી તે વિદ્યાધરને શિખવી, જેથી તેને તે પાઠ સિદ્ધવિદ્યાની જેમ તત્કાળ સિદ્ધ થઈ ગઈ. પછી તે બન્ને જણ ખેચરને ભૂચર સિદ્ધ વિદ્યાવાળા બન્યા. બીજી પણ કેટલીક વિદ્યાઓ વિદ્યાધરે શુકરાજકુમારને શિખવી. અગણિત પુણ્યનો જેને સંયોગ થયો તેને શું દુર્લભ છે?
ત્યારબાદ શુકરાજકુમાર ગાંગીલઋષિની રજા લઈનવા રચેલા વિમાનમાં તે બંને સ્ત્રીઓ (રાજકન્યા પદ્માવતી તથા તેની ધાવમાતા)ને બેસાડી વિદ્યાધરને સાથે લઈ ચંપાનગરીમાં આવ્યા, અને કન્યાને કોઈ હરણ કરી લઈ ગયું છે એમ સાંભળવાથી ઉત્પન્ન થયેલા ચિંતાતુર અંધકારમાં રાહુની જેમ વ્યાપ્ત થયેલા રાજાની પાસે જઈ બુધ ને ચંદ્ર સમાન તે બંને જણે ચિંતા દૂર કરી. તે અરિમર્દન રાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યા પછી તેણે જાણ્યું કે, શુકરાજ મારા મિત્રરાજનો પુત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું છે કે, મિત્રપુત્ર (શનિને સંસ્કૃતમાં મિત્રપુત્ર કહે છે)ના ઉપર રાજા (ચંદ્રનું સંસ્કૃત નામ)ને દ્વેષ હોય છે પણ આ શુકરાજ મિત્રપુત્ર હોવા છતાં અને હું રાજા હોવા છતાં તેના ઉપર મને અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો, તે મહાવિચક્ષણ, શૂરવીર અને મહોપકારી શુકરાજને અત્યંત હર્ષ અને ઉલ્લાસ સહિત પોતાની પદ્માવતી પુત્રી પરણાવી દીધી. કેમકે એમ કરવાથી જ પરમાનંદ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. લગ્ન વખતે શુકરાજને ઘણું દ્રવ્ય આપી રાજાએ પ્રીતિમાં વધારો કર્યો. રાજાની પ્રાર્થનાથી ઈન્દ્ર સમાન શુકરાજે કેટલાક દિવસ લીલા સહિત પદ્માવતી સાથે સંસારસુખ ભોગવતાં ત્યાં જ નિર્ગમન કર્યા. લૂણ વિના સ્વાદિષ્ટ ભોજન જેમ બે-સ્વાદ લાગે છે, તેમ પુણ્યની કરણી વિના આ લોક સંબંધી કેવળ સાંસારિક કરણીઓ સલ્ફળને આપનારી થતી નથી; માટે સાંસારિક કરણીઓ કરતાં પણ વિવેકી પુરુષે વચ્ચે વચ્ચે ધર્મ-કર્તવ્ય કરતાં જ રહેવું એ શ્રેયસ્કર છે.
આવો મનમાં વિચાર કરીને શુકરાજ થોડાક દિવસ પછી રાજાની રજા લઈ અને પોતાની સ્ત્રીને પૂછીને વિદ્યાધરની સાથે જિનપ્રતિમાને વંદન કરવા વૈતાઢય પર્વત ઉપર ગયો. ત્યાંની અલૌકિક રચનાઓ
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જોતાં તેઓ ખુશીની સાથે ગગનવલ્લભનગરે જઈ પહોંચ્યા. ત્યાં વાયુવેગ વિદ્યાધરે પોતાના માતા-પિતાને શુકરાજે કરેલો ઉપકાર કહ્યો, તેથી તેમણે હર્ષ પામીને તેણે પોતાની વાયુવેગા નામની કન્યા પરણાવી, જો કે શુકરાજને તીર્થયાત્રા કરવા જવાની ઘણી ઉતાવળ હતી, તો પણ લગ્ન કર્યા પછી અંતરંગ પ્રીતિપૂર્વક ઘણા આગ્રહથી તેને કેટલાક દિવસ સુધી તેમણે પોતાને ઘેર રાખ્યો. કહ્યું છે કે - ભાગ્યહીન પુરુષો જ્યાં જાય ત્યાં પગલે પગલે તિરસ્કાર પામે છે, તેમ ભાગ્યશાળીને પગલે પગલે સત્કાર સમાન) મળે છે.
એક દિવસ અક્રાઈમાં યાત્રા કરવાનો નિશ્ચય કરીને દેવતાની જેમ શોભતા એવા સાળા-બનેવી વિમાનમાં બેસી તીર્થવંદન કરવા નીકળ્યા. રસ્તામાં હે શુકરાજ ! હે શુકરાજ !' એવો કોઈ સ્ત્રીનો શબ્દ સાંભળીને તે બંને વિસ્મય પામ્યા અને તેની પાસે જઈ પૂછયું કે, "તું કોણ છે?" ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, "હું ચક્રને ધારણ કરનારી ચક્રેશ્વરી દેવી છું. ગુરુની શિક્ષાથી જેમ શિષ્ય પ્રવર્તે તેમ ગોમુખ નામના યક્ષના કહેવાથી કાશ્મીરદેશમાં રહેલા શત્રુંજય તીર્થની રક્ષા કરવા માટે હું જતી હતી, તેવામાં વચ્ચે માર્ગમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ઠિતપુરનગરે આવી પહોંચી ત્યારે ઉચ્ચસ્વરે રૂદન કરતી એક સ્ત્રીને જોઈ, તેથી તેના દુઃખે દુઃખી થયેલી હું આકાશથી નીચે ઉતરી તેની પાસે ગઈ, કેમકે દુઃખીયાના દુઃખમાં જે કોઈ ભાગ ન લે, તે શું જીવતો છે?
પોતાના મહેલની પાસે આવેલાં બાગમાં સાક્ષાત્ લક્ષ્મીના જેવી પણ શોકથી આકુળવ્યાકુળ બની ગયેલી તે સ્ત્રીને મેં પૂછયું કે હે કમલાક્ષિ ! તને શું દુઃખ છે? ત્યારે તેણીએ કહ્યું કે, "ગાંગીલ નામના ઋષિ મારા શુકરાજ નામના પુત્રને શત્રુંજય તીર્થની રક્ષા કરવા માટે ઘણા દિવસથી લઈ ગયા છે, પરંતુ તેના કુશળ સમાચાર હજુ સુધી મને કાંઈ મળ્યા નથી, એટલા માટે તેના વિયોગને લીધે હું રૂદન કરૂં છું.” ત્યારે મેં કહ્યું કે, "હે ભદ્રે ! તું રૂદન કરીશ નહીં. હું ત્યાં જ જાઉં છું. ત્યાંથી પાછા વળતાં તારા પુત્રના કુશળ સમાચાર તને હું કહેતી જઈશ." એમ તેને આશ્વાસન આપીને ત્યાંથી હું કાશ્મીરના શત્રુંજય તીર્થે ગઈ, પરંતુ તને નહીં દેખવાથી અવધિજ્ઞાનથી તારો વૃત્તાંત જાણીને અત્રે કહેવા આવી છું, માટે હે વિચક્ષણ ! તારા વિયોગથી પીડાતી તારી માતાને અમૃતના વર્ષાદની જેમ પોતાના દર્શનરૂપ અમૃતરસથી શાંત કર, જેમ સેવકો સ્વામીના વિચારને અનુસરીને જ વર્તે, તેમ સુ-પુત્ર, સુ-શિષ્ય અને સારી વહુઓ પણ તેમજ વર્તે છે. માતાપિતાને પુત્રો સુખને માટે જ હોય છે, પણ જ્યારે તેમના તરફથી દુઃખ ઉત્પન્ન થાય, તો પછી પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયા જેવું ગણાય. પિતાના કરતાં માતા વિશેષ કરીને પૂજવા યોગ્ય છે. જ્ઞાનીઓ પણ કહે છે કે - પિતાના કરતાં માતા સહસ્ત્રગણી વિશિષ્ટ માનવા યોગ્ય છે. કહ્યું છે કેरुढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं, पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः । विष्ठामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्यः, त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ||१|| | "નવ માસ પર્યત ગર્ભમાં ધારણ કર્યો; પ્રસવસમયે અતિશય આકરી શૂળ વિગેરેની દુસ્સહ વેદના સહન કરી, રોગાદિકના વખતે નાના પ્રકારનાં પથ્ય સેવન કર્યા, નવરાવવામાં, ધવરાવવામાં અને રડતાં છાનાં રાખવામાં ઘણો પ્રયાસ કર્યો, તથા મળમૂત્રાદિ ધોવા વગેરે ઘણાં કષ્ટો સહન કરી જેણે પોતાનો બાળક અહર્નિશ પાળ્યો, એવી માતાની જ ખરેખર સ્તવના કરો."
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૧
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આવાં વચન સાંભળીને જાણે શોકના કણિયા જ ન હોય એવાં આંસુ ઝરાવતો ચતુર શુકરાજ બોલ્યો કે; "આ અમૂલ્ય તીર્થોની પાસે આવીને તેની યાત્રા કર્યા વગર કેવી રીતે પાછો ફરી શકું ?” ગમે તેવું ઉતાવળનું કામ હોય; તો પણ યથોચિત અવસર પર આવેલું ભોજન નહીં જ મૂકવું જોઈએ, તેમ યથોચિત ધર્મકાર્ય પણ મૂકવું નહીં જ જોઈએ. વળી માતા તો આ લોકના સ્વાર્થનું કારણ છે, પરંતુ તીર્થ-સેવન તો આ લોક અને પરલોકના અર્થનું કારણ છે, માટે તીર્થયાત્રા કરીને તરત જ મારી માતાને મળવા આવીશ. તમે હવે અહિંયાંથી પાછાં વળો, હું તમારા પાછળ-પાછળ તુરત જ ત્યાં આવી પહોંચીશ. મારી માતાને પણ એમ જ કહેજો કે, "હમણાં જ આવે છે.” આમ કહેવાથી તે દેવી ક્ષિતિપ્રતિષ્ઠિતપુર તરફ ગઈ, અને શુકરાજકુમારે તીર્થયાત્રા કરવા જ્યાં શાશ્વતી પ્રતિમાઓ છે ત્યાં જઈ ત્યાંનાં ચૈત્યોને મોટા આશ્ચર્યપૂર્વક વંદનપૂજન કરીને પોતાના આત્માને કૃતાર્થ કર્યો. ત્યારપછી ત્યાંથી પાછા વળીને સત્વર પોતાની બન્ને સ્ત્રીઓને સાથે લઈ પોતાના સસરાની તેમજ ગાંગીલ ઋષિની રજા લઈને, શ્રી આદીશ્વરપ્રભુને નમીને, અનુપમેય અતિશય વિશાળ વિમાનમાં બેસીને ઘણા વિદ્યાધરોના સમુદાયથી પરિવરેલો શુકરાજ મોટા આડંબર સહિત પોતાના નગર સમીપ આવી પહોંચ્યો. નગરના ઘણા લોકો સામે આવી પગલે-પગલે પોતાના મુખથી જેની પ્રશંસા કરી રહ્યા છે એવો, સાક્ષાત્ ઈમહારાજનો પુત્ર જયંત જ ન હોય એવો શકરાજ નગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના પિતાના હુકમથી નગરવાસીઓએ તેના નગરપ્રવેશ સંબંધી મહોત્સવ કર્યો; કેમકે, તેનું આગમન વરસાદની જેમ સર્વને અત્યાનંદકારી થયું. ત્યારપછી શુકરાજ યુવરાજની જેમ પોતાના પિતાનું રાજ્ય સંભાળવા લાગ્યો. શું એવો સામર્થ્યવાન પોતાના પિતાની રાજ્યધુરા ન સંભાળે ? સર્વ લોકને ક્રીડાનંદમય સમુદ્રસમાન વસંતઋતુ આવી, ત્યારે તે રાજા પોતાના બન્ને પુત્રો તેમજ પરિવાર સહિત બાગ-બગીચામાં ક્રીડાર્થે આવ્યો.
ત્યાં સર્વજન સ્વ-સમુદાયથી સ્વચ્છંદ ક્રીડામાં પ્રવર્તવા માંડે છે, એટલામાં અકસ્માત્ મોટો કકળાટ શબ્દ સાંભળવાથી રાજાએ પૂછ્યું કે; આવો ભયંકર શબ્દ કયાંથી થયો ? ત્યારે તે શબ્દ થયાના પ્રયોજનનો માહિતગાર એક સુભટ આવી કહેવા લાગ્યો કે, "હે મહારાજ ! સારંગપુરનગરના વીરાંગ નામના રાજાનો પરાક્રમી સૂર નામનો પુત્ર, પૂર્વભવના વૈરભાવને લીધે ક્રોધાયમાન થયેલો જાણે હાથી જ આવતો ન હોય ! એમ બનીને હંસરાજકુંવર સાથે લડાઈ કરવા આવ્યો છે’ આ વાત સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે -
"હું તો માત્ર નામનો જ રાજા છું, રાજ્યકારભાર અને તેની સારસંભાળ તો શકરાજ કરે છે, તે વળી આશ્ચર્ય છે કે એ વીરાંગ રાજા તો મારો સેવક છતાં તેના પુત્રને મારા પુત્ર પર શું વૈરભાવ ?” પછી તે રાજા હંસરાજ તથા શકરાજને સાથે લઈ તેની સામે ત્વરાથી દોડવા ધારે છે, એટલામાં એક ભાટ આવી તેને કહેવા લાગ્યો કે "હે મહારાજ ! પૂર્વભવમાં હંસરાજે એને કંઈક પીડા ઉપજાવેલી છે, તેના વૈરભાવથી એ તેની જ સાથે યુદ્ધ કરવા માગે છે.” તે સાંભળી યુદ્ધ કરવા તત્પર થયેલા પોતાના પિતા તથા ભાઈને અટકાવી વીર-શીરોમણિ હંસરાજ પોતે સૈન્યબદ્ધ થઈને તેની સામે યુદ્ધ કરવા ચાલ્યો. ક્ષત્રિયપુત્ર કેમ ઝાલ્યો રહે ? તેમ સૂર રાજકુમાર પણ ઘણાં શસ્ત્ર જેમાં ભરેલાં છે એવા સંગ્રામના ૨થ પર બેસીને અભિમાનથી રણભૂમિએ આવ્યો. ત્યાં સર્વના દેખતાં ખરેખર આશ્ચર્યજનક અર્જુન અને કર્ણના સ૨ખું તે બન્નેનું શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ થયું.
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શ્રાદ્ધનાં ભોજન કરનારા બ્રાહ્મણોને જેમ ભોજનની તૃપ્તિ ન થાય તેમ તે બન્નેને કેટલાક વખત સુધી યુદ્ધની તૃપ્તિ ન થઈ, કે જેથી બન્ને સમાન બળવાળા મહોત્સાહી બૈર્યવાન શૂરવીરોની જયશ્રી પણ કેટલાક વખત સુખી સંશયપણાને ભજવા લાગી. કેટલીક વાર પછી ઈન્દ્ર મહારાજ જેમ પર્વતની પાંખો છેદી નાંખે તેમ હંસરાજે સૂરકુમારના સર્વ શસ્ત્રો છેદી નાંખ્યાં ત્યારે મદોન્મત્ત હસ્તિની જેમ મહા-ક્રોધાયમાન થઈને હંસરાજને મારવાને સૂરકુમાર વજૂના જેવી કઠણ મુઠી ઉપાડીને તેની સામે ધસ્યો. આ વખતે શંકિત રાજાએ તત્કાળ શુકરાજની સામે જોયું. ત્યારે અવસરના જાણ શકરાજે હંસરાજકુમારના શરીરમાં મોટી બળવંતી વિદ્યા સંક્રમણ કરી. તેના બળથી હંસરાજે કંદુકની જેમ સૂરકુમારને તિરસ્કાર સહિત ઉઠાવી એટલો બધો દૂર ફેંક્યો કે, તે તેના સૂરના) સૈન્યનું ઉલ્લંઘન કરીને તેની પેલી તરફની જમીન પર જઈ પડયો. તે જાણે તેણે (સૂરે) પોતાના સૈન્યનું લુંછણું જ કર્યું ન હોય! એમ દેખાવા લાગ્યો.
પેલી તરફ પડતાં જ તેણે એવી તો મૂચ્છ ખાધી કે, તેના સેવકોએ કેટલીકવાર સુધી સારવાર કરી ત્યારે જ તે સ્વસ્થ થયો. પરંતુ અંતરંગ ક્રોધાગ્નિ ન શમવાથી આત્મિક ચેતન (જ્ઞાન) ન પામ્યો, છેવટે તેને વિચાર ઉત્પન્ન થયો કે, ધિક્કાર છે મને, કે મેં ફોકટ આની સાથે ક્રોધ કર્યો, આવા રૌદ્રધ્યાનથી તો હું ખરેખર અનંત ભવ રખડીશ. પછી તે નિર્મળ બુદ્ધિવાન ક્રોધના વિરોધની (ક્રોધને લીધે થયેલી ઈર્ષાની) બુદ્ધિ તજી દઈ બે પુત્રો સહિત પાસે ઉભેલા મૃગધ્વજ રાજાની પાસે જઈ પોતાનો અપરાધ ખમાવવા લાગ્યો. તેથી ચકિત થઈને રાજાએ પૂછયું કે, "તે પૂર્વભવનું વૈર શી રીતે જાણું?" ત્યારે તેણે કહ્યું કે, જ્યારે જ્ઞાનદિવાકર શ્રીદત્તકેવળી મારે ગામ પધાર્યા હતા, ત્યારે મેં મારો પૂર્વભવ પૂછયો હતો, તેથી તેમણે મને કહ્યું હતું કે -
| "હે સૂર ! ભદિલપુરનગરમાં જિતારિ નામનો રાજા હતો. તેને હંસી તથા સારસી નામની બે રાણીઓ તથા સિંહ નામનો પ્રધાન હતો. તેમને સાથે લઈ જિતારિ રાજા આકરો અભિગ્રહ ધારીને સિદ્ધાચલની યાત્રા કરવા જતાં માર્ગમાં ગોમુખ નામના યક્ષે કાશ્મીરદેશમાં અવતારેલા (બનાવેલા) સિદ્ધાચલની યાત્રા કરી, ત્યાં વિમલપુરનગર વસાવીને કેટલાક કાળ સુધી રહી, છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યો. ત્યારપછી સિંહ નામનો પ્રધાન, જનેતા (જન્મ આપનારી માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, વહાલાનો મેળાપ અને સુ-ગોષ્ઠી (સારી વાર્તા) એ પાંચે વસ્તુઓ દુ:ખે કરી મૂકાય છે, માટે તે વિમલપુરીમાં લોકોને સાથે લઈ પોતાના ભદિલપુરનગર તરફ જવા નીકળ્યો. અદ્ધ માર્ગે જઈ પહોંચ્યો ત્યારે કાંઈક સાર વસ્તુ વિસરી ગયેલ યાદ આવવાથી તેણે પોતાના ચરક નામના સેવકને આજ્ઞા આપી કે – વિમલપુરનગર અમુક સ્થાનકે અમુક વસ્તુ આપણે ભૂલી આવ્યા છીએ. તે તું જઈને સત્વર લઈ પાછો આવ. ત્યારે તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું એકલો જ તે શૂન્ય સ્થાનકે શી રીતે જઈ શકીશ? આવું વાક્ય સાંભળીને પ્રધાને તેના પર ક્રોધ કર્યો તેથી તે ત્યાં ગયો. બતાવેલા સ્થાનકે તે વસ્તુની ઘણી જ તપાસ કરી પણ કોઈક ભીલ તરત જ લઈ ગયેલ હોવાથી તે વસ્તુ તેને મળી નહીં. ૦ સંશયપણાને ભજવા લગી- સંશયમાં પડી. + સંક્રમણ કરી-મૂકી.
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
પ૩
તેથી તેણે પાછા આવીને પ્રધાનને કહ્યું કે - ત્યાંથી તે વસ્તુ કોઈક લઈ ગયેલ હોવાથી મને મળી નહીં.' ત્યારે પ્રધાને ક્રોધ કરી કહ્યું કે - "તું જ ચોર છે, તે જ લીધી છે.”
એમ કહી તેને પોતાના સુભટો પાસે ખૂબ માર મરાવ્યો, જેથી તે કેટલાક વખત સુધી અચેતન થઈ ગયો. હા! હા ! જુઓ તો ખરા, લોભની મૂર્છા કેવી છે! તે મૂવંતને ત્યાં જ પડતો મૂકી સર્વ લોક પ્રધાનની સાથે ભદિલપુર તરફ ચાલ્યા ગયા. જ્યારે તેને શીતલ પવનથી કેટલીકવારે ચેતના આવી ત્યારે સ્વાર્થ-તત્પર સર્વ સાર્થને ગયેલો જોઈને વિચાર કરવા લાગ્યો કે - ધિક્કાર છે એવા પ્રભુતા (મોટાઈ)ના ગર્વમાં ગર્વિત પ્રધાનને ! કહ્યું છે કે -
चोरा चिल्लकाइ गंधिअ, भट्टा य विज्ज पाहुणया।
वेसा धूआ नरिंदा, परस्स पीडं न याति ||१|| "ચોર, બાળક, ગાંધી, માંગણ, વૈદ્ય, પરોણા, વેશ્યા, દીકરી, રાજા એટલા જણ પારકી પીડા જાણતા નથી.”
એવી રીતે વિચાર કર્યા પછી ચરક ભદિલપુરના માર્ગના અજાણપણાને લીધે માર્ગમાં ને માર્ગમાં ભમી-ભમીને ભૂખ-તરસથી પીડાતો આર્ત-રૌદ્ર ધ્યાનથી વનમાં ને વનમાં મરણ પામીને ભદિલપુરનગરની નજીકના વનમાં દેદીપ્યમાન વિષયુક્ત સર્મપણે ઉત્પન્ન થયો. તેણે એક વખતે તે જ સિંહ પ્રધાનને પૂર્વભવના વૈરથી દંશ કર્યો, તેથી તે તત્કાળ મરણ પામ્યો. સર્પ પણ મરણ પામીને નર્કમાં પડી ત્યાં ઘણી દુઃસહ વેદનાઓ ભોગવી આવીને વીરાંગ રાજાનો સૂર નામે તે પુત્ર થયો છે, અને સિંહપ્રધાન મરણ પામીને કાશ્મીરના વિમલાચલ તીર્થ ઉપરની વાવમાં હંસપણે ઉત્પન્ન થયો. ત્યાં તેણે જાતિસ્મરણ થવાથી વિચાર્યું કે - "પૂર્વે પ્રધાનના ભવમાં શત્રુંજય તીર્થની પૂર્ણ ભાવયુક્ત સેવા ન કરી, તેથી આ તિર્યચપણે ઉત્પન્ન થયો માટે હવે તીર્થનું પૂર્ણ સેવન કરું."
એમ ધારી તે ચાંચમાં પૃષ્પ લઈ પ્રભુજીનું પૂજન કરતો, વળી બે પાંખોમાં પાણી ભરી પ્રભુજીને પખાલ કરતો. એવી રીતે અનેક પ્રકારે પ્રભુભક્તિ કરી છેવટે મરણ પામી સૌધર્મ દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી અવીને તે પૂર્વના પુણ્યપ્રભાવથી મૃગધ્વજ રાજાનો હંસરાજ નામનો પુત્ર થયો છે.”
આ પ્રમાણે કેવળીનાં વચન સાંભળીને પૂર્વભવનો વૈરભાવ યાદ આવવાથી હંસરાજને મારી નાંખવાની બુદ્ધિ સુઝી હતી, તેથી હું આવ્યો હતો. જો કે મારા પિતાએ મને ત્યાંથી નીકળતાં ઘણો વાર્યો હતો, તો પણ હું અહીં વાર્યો ન રહ્યો, તેથી છેવટે આ તમારા હંસરાજપુત્રે મને સંગ્રામમાં જીતી લીધો. એટલા જ માટે પૂર્વ-પુણ્યથી હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તેથી હું તે જ શ્રીદત્ત નામના કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી નમીને, અજ્ઞાનરૂપી અંધકારથી દૂર થયેલા સૂરકુમારે પોતાને સ્થાનકે જઈ, માતા-પિતાની રજા લઈ, તત્કાળ દીક્ષા લીધી. કહ્યું છે કે –“ઘર્મસ્થ ત્વરિતા. પતિઃ II” ધર્મ તરત જ કરવો.
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જેનું મન જેમાં લાગેલું હોય તેને તે જ વસ્તુ ઉ૫૨ અભિરૂચિ થાય છે. મને પણ દીક્ષા લેવાની અભિરૂચિ છે પણ તેવો ઉત્કટ વૈરાગ્ય મને કેમ ઉત્પન્ન થતો નહીં હોય ! એવી રીતે વિચાર કરતો મૃગધ્વજ રાજા મનમાં સમજ્યો કે-મને કેવળીએ કહેલું જ છે કે-"જ્યારે ચંદ્રાવતીના પુત્રને જોઈશ કે તત્કાળ તને વૈરાગ્ય થશે.” પણ તેને તો હજી વાંઝણીની જેમ પુત્ર થયો જ નથી, ત્યારે હવે મારે શું કરવું ? આમ મનમાં ધારે છે, તેવામાં એક પુણ્યશાળી યુવાન પુરુષ રાજા પાસે આવી નમસ્કાર કરી ઊભો. ત્યારે રાજાએ પૂછ્યું કે - તું કોણ છે ? તે પુરુષ રાજાને ઉત્તર આપવા માંડે છે, એટલામાં તો આકાશવાણી થઈ કે -
૫૪
"હે રાજા ! ખરેખર આ ચંદ્રાવતીનો જ પુત્ર છે. એમાં જો તને સંશય રહેતો હોય તો અહીંયાંથી ઈશાનકોણમાં પાંચ યોજન ઉપર એક પર્વત છે. તેના પર કદલી નામનું એક વન છે. ત્યાં જઈ યશોમતી નામની જ્ઞાનવંતી જોગણીને પૂછીશ એટલે તે તેનો સર્વ વૃત્તાંત તને કહેશે.” આવી દેવવાણી સાંભળીને સાશ્ચર્ય મૃગજરાજા તે પુરુષને સાથે લઈ વનમાં ગયો. ત્યાં જોગણીએ પણ રાજાને કહ્યું કે, હે રાજન્ ! જે દેવવાણી થઈ છે. તે સત્ય જ છે. આ સંસારરૂપ અટવીનો માર્ગ મહાવિકટ છે, કે જેમાં તમારા જેવા વસ્તુ સ્વરૂપના જાણ પુરુષો પણ મુંઝાઈ જાય છે. પહેલેથી છેવટ સુધી આનો વૃત્તાંત તું ધ્યાનપૂર્વક સાંભળ :
"ચંદ્રપુરીનગરીમાં ચંદ્ર સમાન ઉજ્જ્વળ, યશસ્વી સોમચંદ્ર નામના રાજાની ભાનુમતી નામની રાણીની કુખે હેમવંત નામના ક્ષેત્રથી યુગલ સૌધર્મ દેવલોકે જઈ ત્યાં સુખ ભોગવી ચ્યવી આવી ઉત્પન્ન થયું. નવ-માસે એક સ્ત્રી અને એક પુરુષપણે જન્મ્યાં.
તેમનાં ચંદ્રશેખર અને ચંદ્રાવતી નામ આપ્યાં. શરીરની શોભાની સાથે પરસ્પર સ્પર્ધા કરતા બન્ને વધવા લાગ્યા. યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલા તેઓને પૂર્વભવ યાદ આવ્યો.
પછી ચંદ્રાવતીને તારી સાથે અને ચંદ્રાશેખરને યશોમતી સાથે પરણાવ્યાં પણ પૂર્વભવના સ્નેહભાવથી તે બંને (ચંદ્રાશેખર અને ચંદ્રાવતી) આ ભવમાં ભાઈ-બહેનપણે હોવા છતાં પણ તેઓનો પરસ્પર રાગ બંધાયેલો હતો. ધિક્કાર છે કામને ! જીવની ગતિ કોઈ અલૌકિક છે ! હા હા ! ભવરૂપ કૂપની કુવાસના ! કે જેથી આવી કુ-પ્રવૃત્તિ ઉત્તમ એવા બન્ને ભાઈ-બહેનમાં પણ થઈ ગઈ. તું જ્યારે પ્રથમ ગાંગીલ ઋષિના આશ્રમે ગયો હતો ત્યારે ચંદ્રાવતીએ ચંદ્રશેખરને પોતાનું વાંછિત પાર પાડવાને બોલાવ્યો હતો.
તે તો તારું રાજ્ય લેવાની જ વૃત્તિથી આવ્યો હતો પણ તારા પુન્યરૂપ જળથી જેમ અગ્નિ ઓલવાય તેમ તેનું ધારેલું પાર ન પડવાથી પોતાનો પ્રયાસ વૃથા ગયો ગણીને ચાલ્યો ગયો. વળી તે વખતે તે બંને જણાએ વિચક્ષણ એવા પણ તને કેવી રીતે વિવિધ પ્રકારની વચન-યુક્તિથી તારો ક્રોધ શમાવવા માટે સમજાવ્યો હતો, તે તું જાણે છે, ત્યારપછી ચંદ્રશેખરે કામદેવ નામના યક્ષનું આરાધન કર્યું, તેથી તે પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યો કે, મને તેં કેમ બોલાવ્યો ? ચંદ્રશેખરે ચંદ્રાવતીનો મેળાપ કરાવવા કહ્યું. ત્યારે યક્ષે તેને અદશ્ય બનવાનું અંજન આપ્યું, અને કહ્યું કે, "તમારા બંને જણાની ગુપ્ત પ્રીતિ જ્યાં સુધી ચંદ્રાવતીના પુત્રને મૃગજ રાજા દેખશે નહીં ત્યાં સુધી કોઈપણ જાણશે નહીં. જ્યારે તે તેને દેખશે ત્યારે
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તો તમારી તમામ ગુપ્ત વાત ખુલ્લી થઈ જશે.” એવાં યક્ષનાં વચન સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલો ચંદ્રશેખર ચંદ્રાવતીની પાસે ગયો, અને ઘણા કાળ સુધી તેની સાથે કામક્રીડા કરી; પરંતુ અદશ્ય અંજનના પ્રભાવથી તે તારા તેમજ બીજા કોઈના પણ જાણવામાં બીલકુલ આવ્યો નહીં. વળી એ ચંદ્રશેખરની સંમતિથી ચંદ્રાવતીને ચંદ્રાંક નામનો પુત્ર થયો, તથાપિ પક્ષના પ્રભાવથી તેના ગર્ભનાં ચિહ્ન પણ કોઈએ જોયાં નહીં.
૫૫
એ બાળકને જાતમાત્ર (જન્મના વખતથી જ) લઈને તેણે પોતાની સ્ત્રી યશોમતિને પાળવા આપ્યો હતો. તેણીએ પણ તેને પોતાના જ બાળકની જેમ પાળ્યો. ખરેખર સ્ત્રીઓનો પ્રેમ પોતાના પતિના વચન ઉપર કોઈક અલૌકિક જ હોય છે. પછી પ્રતિદિન દેદીપ્યમાન વિસ્તાર પામતા યૌવનવાળા ચંદ્રાંકને દેખી પતિ-વિયોગિની તે યશોમતી વિચારવા લાગી કે, "મારો ભર્તાર તો પોતાની બેન ચંદ્રાવતીની સાથે એવો આસક્ત થયો છે કે, તેનું મુખ પણ હું દેખી શકતી નથી; ત્યારે પોતાના આવેલા આંબાનાં ફળ પોતાને જ ચાખવાં યોગ્ય છે, એથી અતિશય ૨મણિક એવા આ ચંદ્રાંકની સાથે જ હું પણ કામક્રીડા કરું.” આમ મનમાં વિચારી વિવેકને દૂર મૂકી તેણીએ તેને એક વખત મિષ્ટ-વચનથી કહ્યું કે, "હે કલ્યાણકારી પુરુષરત્ન ! તું મને આદર (અંગીકાર કર), કે જેથી તું જ આ મોટા રાજ્યનો સ્વામી થઈશ.” છાતીમાં જાણે કોઈક વજ્રનો ઘા લાગ્યો હોય નહીં ? એવાં આ વચનો સાંભળીને તે તેણીને કહેવા લાગ્યો કે, "હે માતા નહીં સાંભળવા યોગ્ય વચન મને કેમ સંભળાવે છે, અને નહીં બોલવા યોગ્ય વચન કેમ બોલે છે ?” ત્યારે યશોમતી બોલી કે, હે પ્રિય ! હું તારી જનેતા=માતા નથી, તને જણનારી તો મૃગજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આ સત્ય છે કે અસત્ય ? એનો નિર્ણય કરવાને ઉત્સુક બનેલો ચંદ્રાંક યશોમતીનું વચન (કહેવું) નહીં કબૂલ કરતાં પોતાના માતા-પિતાની શોધ માટે નીકળ્યો હતો, તેવામાં તે જ તમને મળ્યો. બન્નેથી ભ્રષ્ટ થયેલી યશોમતી પતિ-પુત્રના વિયોગથી વૈરાગ્ય પામીને કોઈ જૈની સાધ્વીનો યોગ ન મળવાથી યોગિનીનો વેષ ધારણ કરી ફરનારી હું પોતે જ (યશોમતી) છું. ખરેખર ધિક્કારવા યોગ્ય સ્વરૂપને વિચારવાથી મને કેટલુંક જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હું કહું છું કે –
હે મૃગધ્વજ રાજેન્દ્ર ! આ ચંદ્રાંક જ્યારે તમને મળ્યો ત્યારે તે જ યક્ષે તમને આકાશથી વાણી કરી કહ્યું કે, "આ તારો જ પુત્ર છે.” વળી તે સંબંધી સત્ય વાતથી વાકેફ થવા માટે તેણે તમને મારી પાસે મોકલ્યા છે, માટે તું નિશ્ચિંત જાણ કે એ તારી સ્ત્રી ચંદ્રાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલો તારો જ પુત્ર છે.”
યોગિનીનાં આવાં વચન સાંભળવાથી તેને અત્યંત ક્રોધ અને ખેદ ઉત્પન થયો; કેમકે પોતાનાં ઘરનો દુરાચાર દેખીને કે સાંભળીને કોનું મન ન બળે ! ત્યારપછી તે રાજાને પ્રતિબોધવા માટે યોગિની ગાયન કરતી બોધક વચનથી ગીત ગાતાં બોલી કે :
ગીત
કવણ કેરા પુત્ર મિત્રા રે, કવણ કેરી નારી;
મુહિયાં મોહિઓ મેરી મેરી, મૂઢ ભણઈ અવિચારી. ૧
જાગિ ન જોગિ હો હો, જાઈ ન જોગ વિચારા; (એ આં(I)
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મહી અમારગ મારગ આદરી, જિમ પામીએ ભવ પારા. જાગિ૦૨ અતિહિં ગહના અતિહિં કૂડા, અતિહિં અથિર સંસારા; ભાંઓ છાંડી જોગજા માંડી, કીજઈ જિનધર્મ સારા. જાગિ) ૩ મોહેઈ મોહિઓ કેહિઈલ પોહિઓર, લોહિઈ વાહિઓ ધાઈ; મુસિઆપ બિંદું ભવિ અવરાકારણી, મૂરખ દુખીયો થાઈ. જાગિ૦ ૪ એકને જિઈ બિહુને ખેંચે છે, ત્રિણી સંચે ચારિર વારે;
પાંચેઈ૩ પાળે છઈને ૪ ટાળે૧૫ આપી આપ ઉતારે. જાગિ0 ૫ આવું વૈરાગ્યમય તેનું ગાયન સાંભળીને વૈરાગ્યવંત અને શાંતકષાયી થઈને તેને જણાવી ચંદ્રાંકને સાથે લઈ મૃગધ્વજરાજા પોતાની નગરીના ઉદ્યાને આવ્યો. નગર બહાર રહીને સંસારથી વિરક્ત અને વસ્તુ-સ્વરૂપમાં નિમગ્ન તે રાજાએ પોતાના બે પુત્રો તથા પ્રધાનને બોલાવવા ચંદ્રાંકને મોકલ્યો અને ઉદ્યાનમાં જ બોલાવી કહેવા લાગ્યો કે, "મારું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે, અને તેનાથી હું ઘણો પીડાયો છું, માટે મારું આ રાજ્ય શુકરાજકુમારને આપજો અને હું તો અહિંયાંથી જ દીક્ષા લઈને ચાલતો થઈશ. હું ઘેર આવવાનો જ નથી." આવી વાણી સાંભળી દીવાન વગેરે બોલવા લાગ્યા, કે, "સ્વામિનું! આપ ઘેર તો પધારો, ઘરે આપનો શો દોષ (ગુન્હો) કર્યો છે? કેમકે, બંધ તો પરિણામથી જ થાય છે; જેમકે નિર્મોહી પરિણામવાળાને ઘર પણ અરણ્ય (વન) સમાન છે અને મોહવંતને તો અરણ્ય પણ ઘર સમાન જ છે.” આવા તે લોકના આગ્રહથી રાજા પોતાના પરિવાર તથા ચંદ્રાંક સહિત નગરમાં આવ્યો. રાજાની સાથે ચંદ્રાંકને આવેલો દેખીને કામદેવ યક્ષે કહેલું વચન યાદ આવવાથી કોઈપણ જાણી શકે નહીં એમ સભ્ય પ્રચ્છન્નપણે ચંદ્રાવતી પાસે અદશ્ય અંજને કરી રહેલો ચંદ્રશેખર જીવ લઈને તત્કાળ ત્યાંથી પોતાના નગરે નાસી ગયો. મોટા મહોત્સવ સહિત મૃગધ્વજ રાજાએ શુકરાજને રાજ્યાભિષેક કર્યો, અને તેની પાસે પોતે દીક્ષા લેવાની રજા માંગી. હા-ના થતાં પણ જેમ તેમ કરીને તેની રજા મળ્યાથી જેમ રાત્રિ ગયાથી પ્રાતઃકાળે સૂર્યનો ઉદય થાય તેમ તે અલૌકિક શોભાને જ પામવા લાગ્યો. જો કે રાત્રિના ગયા પછી સૂર્ય ઉદય થાય તે કાંઈ આશ્ચર્યરૂપ નથી, પરંતુ આ મૃગધ્વજ રાજાને તો રાત્રિને સમયે પણ દીક્ષાના અધ્યવસાયરૂપ હૃદયમાં જ્ઞાનરૂપ એવો સૂર્યોદય થયો કે જેની શોભા એક અપૂર્વ જ બની રહી છે. તે પોતાના મનમાં વિચાર કરે છે કે, કયારે પ્રાતઃકાળ થશે અને કયારે દીક્ષા અંગીકાર કરીશ; વળી કયારે હું નિરતિચાર ચારિત્રવંત બનીને વિચરીશ, અને જ્યારે આ સર્વ કર્મનો ક્ષય કરીશ-એમ ઉત્કૃષ્ટ શુભધ્યાનના ચઢતા પરિણામના એક તાનમાં એવી કોઈક અલૌકિક ભાવના ભાવવા લાગ્યો કે, જેમ પ્રાતઃકાળ થતાં રાત્રિ ગઈ તેની સાથે સ્પર્ધાથી જ ગયાં ન હોય ! એમ પ્રાતઃકાળ થતાં જ તેને ભાવનારૂપ લીલાથી કઠિન ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૧ ક્રોધે, ૨. દુઃખી થયો, ૩, લોભથી, ૪. વળગ્યો, ૫. ફોકટ, ૬. અજ્ઞાનથી, ૭. દુઃખી, ૮. આત્મા શુદ્ધ કરવા, ૯. - રાગ-દ્વેષને, ૧૦. છાંડી દે, ૧૧. રત્નત્રયી, ૧૨. કપાય, ૧૩, મહાવ્રત, ૧૪. ક્રોધ, ૧૫. લોભ, મોહ, હાસ્ય, માન, હર્ષ, ૧૫. એ અંતરંગ શત્રુને ટાળવાથી.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
- પ૭
આશ્ચર્ય છે કે, આ લોકને માટે કરેલો મહાન યત્ન પણ નિષ્ફળ જાય છે, ત્યારે ધર્મના સંકલ્પમાત્રથી આ મૃગધ્વજ રાજાને કૈવલ્યની પ્રાપ્તિ થઈ, લોકાલોક સમસ્ત વસ્તુને જાણનારા મૃગધ્વજ કેવળીને તત્કાળ કેવળજ્ઞાનનો મહિમા (મહોત્સવ) કરનારા દેવોએ મોટા હર્ષથી સાધુ વેશ લાવીને આપ્યો. . .
તે સાંભળીને આશ્ચર્ય અને હર્ષ પામતાં શુકરાજ સહિત સર્વ પરિવાર આવીને તત્કાળ તેઓને વંદન કરવા લાગ્યા. તે વખતે તેઓને કેવળી મહારાજ અમૃતસમાન દેશના દેવા લાગ્યા કે, "હે ભવ્ય જીવો ! સાધુ અને શ્રાવકનો ધર્મ, એ બે સંસારરૂપ સમુદ્રથી તરીને પેલે પાર પહોંચવાને એક પૂલ સમાન છે, સાધુનો માર્ગ સરળ, અને શ્રાવકનો માર્ગ વક્ર છે. સાધુધર્મ કઠિન અને શ્રાવકધર્મ સુકોમળ છે; માટે એ બે ધર્મ (માર્ગ)માંથી જેનાથી જે બની શકે તેના ઉપર આદર કરો, આવી પવિત્ર વાણી સાંભળીને કમલમાલા રાણી, હંસ સમાન સ્વચ્છ સ્વભાવવાળો હંસરાજ, અને ચંદ્રાંક, એ ત્રણે જણ ઉત્કટ (તીવ્ર) વૈરાગ્ય પામીને તત્કાળ તેમની પાસે દીક્ષા લઈને આયુ પૂર્ણ થયે મોક્ષે ગયા. શુકરાજ વગેરે સર્વ પરિવારે પણ સાધુધર્મ ઉપર પ્રીતિ રાખી સમ્યકત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દુરાચારિણી ચંદ્રાવતીનો દુરાચાર મૃગધ્વજ કેવળી અને તેવા વૈરાગી ચંદ્રાંક મુનિએ પણ પ્રકાશ્યો નહીં, કારણ કે પારકાં દૂષણ કેમ પ્રગટ કરે?
કહ્યું છે કે, "સ્વશ્લાઘા (પોતાની મોટાઈ) અને પરનિંદા કરવી એ નિર્ગુણીનાં લક્ષણ છે અને પરગ્લાઘા (પારકી પ્રશંસા) અને સ્વનિંદા એ સદ્ગણીનાં લક્ષણ છે."
ત્યારપછી સૂર્ય જેમ પોતાના કિરણે કરી પૃથ્વીને પવિત્ર કરે છે તેમ તે મૃગધ્વજ કેવળી પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અન્યત્ર વિચરવા લાગ્યા અને ઈન્દ્ર સમાન પરાક્રમી શુકરાજ પોતાના રાજ્યને પાળવા લાગ્યો.
ધિક્કાર છે કામી પુરુષોના કદાગ્રહને ! કેમકે ત્યારપછી પણ ચંદ્રાવતી ઉપર અત્યંત સ્નેહરાગ રાખનાર અન્યાયી-શિરોમણિ ચંદ્રશેખર શુકરાજકુમારના ઉપર દ્રોહ કરવાને પોતાની કુળદેવી પાસે ઘણાં કષ્ટો કરીને પણ ફરી યાચના કરવા લાગ્યો. દેવીએ પ્રસન્ન થઈ પૂછયું કે, તું શું માગે છે? તેણે કહ્યું શુકરાજનું રાજ્ય મને આપ. ત્યારે તે કહેવા લાગી કે, શુકરાજ દઢ સમ્યકત્વધારી છે તે સિંહનો વિનાશ જેમ મૃગલી કરી શકે નહીં તેમ હું પણ તેનું રાજ્ય આપવા સમર્થ નથી. તે બોલ્યો કે, તું અચિંત્ય શક્તિમાન દેવી છો તો બળથી કે છળથી પણ એનું રાજ્ય મને જરૂર આપ. આવાં અત્યંત ભક્તિનાં વચનથી સુપ્રસન્ન થયેલી દેવી બોલી કે, "છળ કરીને એનું રાજ્ય લેવાનો એક ઉપાય છે, પણ બળથી લેવાનો ઉપાય એકેય નથી. જો શુકરાજ કોઈ કામના પ્રસંગથી બીજે સ્થાનકે જાય તો તે વખતે તું ત્યાં જઈ એના સિંહાસન પર ચઢી બેસજે એટલે મારી દૈવી શક્તિથી શુકરાજના સરખું તારું રૂપ બની જશે. પછી ત્યાં સુખેથી સ્વેચ્છાચારી સુખ ભોગવજે.” એમ કહીને દેવી અલોપ થઈ ગઈ. ત્યારપછી ચંદ્રશેખરે ચંદ્રાવતીને આ તમામ વાતથી વાકેફ કરી. એકદા શુકરાજને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવાની ઉત્કંઠા થવાથી તે પોતાની રાણીઓને કહેવા લાગ્યો કે, "હું શત્રુંજગ તીર્થની યાત્રા કરવા તે મુનિઓના આશ્રયે જઉં છું.” ત્યારે રાણીઓ બોલી કે, "અમો પણ તમારી સાથે આવીશું, કેમકે, અમારે તો વળી એક પંથ
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
દો કાજ'ના જેમ તીર્થની યાત્રા અને વળી અમારા માતા-પિતાનો મેળાપ થશે.” પછી પ્રધાન કે અન્ય કોઈને પણ કહ્યા વગર પોતાની સ્ત્રીઓને સાથે લઈ શુકરાજ વિમાનમાં બેસીને તીર્થયાત્રા કરવા નીકળ્યો. આ વૃત્તાંત ચંદ્રાવતીને માલુમ પડતાં તરત જ તેણીએ તે ચંદ્રશેખરને જણાવ્યું કે – તત્કાળ તે ત્યાં આવીને રાજ્ય સિંહાસન પર પરકાય-પ્રવેશ વિદ્યાવાન બેસે તેમ ચઢી બેઠો. રામચંદ્રના વખતમાં ચક્રાંક વિદ્યાધરનો પુત્ર સાહસગતિ જેમ સુગ્રીવ બન્યો હતો તેમ આ વખતે આ ચંદ્રશેખર શુકરાજના રૂપે બન્યો. બધા લોકો પણ એમ જ જાણે છે કે, એ જ શકરાજ રાજા છે.
૫૮
એક રાત્રે અકસ્માત્ પોકાર કરી ઉઠયો કે - "અરે સુભટો, દોડો-દોડો આ કોઈક વિદ્યાધર મારી રાણીઓને લઈ નાસી જાય છે.” તે સાંભળી સુભટો આમતેમ દોડવા લાગ્યા, પણ પ્રધાન વગેરે તો તેમની જ પાસે આવીને બોલવા લાગ્યા કે - "સ્વામિન્‚ ! તમારી તે બધી વિદ્યાઓ કયાં ગઈ ?” ત્યારે તેં કૃત્રિમ શુકરાજ ખેદ કરતો કહેવા લાગ્યો કે – હાં હાં ! ! શું કરીએ ! એ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓની સાથે પ્રાણના જેવી મારી વિદ્યાઓ પણ હરી ગયો. તે વખતે તેઓએ કીધું કે, મહારાજ, તમારી સ્ત્રીઓ સહિત વિદ્યાઓ ગઈ તો ખેર. જવા ઘો; તમારા પોતાના અંગને કુશળ છે તો બસ છે. આમ તે કપટીએ સર્વ રાજ્યમંડળ પોતાના પ્રપંચથી વશ કરી લીધું, અને ચંદ્રાવતીની સાથે પૂર્વવત્ ૨મણ ક્રીડા કરતો રાજ્ય કરવા લાગ્યો.
ત્યારબાદ કેટલેક દિવસો ખરો શકરાજ તે તીર્થની યાત્રા કરીને વળતાં પોતાના સસરા વિગેરેને મળીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં સ્ત્રીઓ સહિત આવ્યો. આ વખતે પોતે કરેલા કુકર્મથી શંકા પામતો ચંદ્રશેખર પોતાના ગવાક્ષમાં બેઠો હતો, તે ખરા શુકરાજને આવતો જોઈ કપટથી અકસ્માત્ વ્યાકુળ બનીને કોલાહલ (પોકાર) કરવા લાગ્યો કે, અરે સુભટો ! પ્રધાનો ! દરબારીઓ ! જુઓ - સાંભળો જે દુષ્ટ મારી વિદ્યાઓ અને સ્ત્રીઓનું હરણ કરી ગયો છે તે દુષ્ટ વિદ્યાધર મારું રૂપ બનાવીને (ધારણ કરીને) મને ઉપદ્રવમાં નાંખવા આવે છે; માટે તમો તેનીં પાસે જલ્દી જાઓ અને પ્રથમ જ તેને શામ વચનથી સમજાવી પાછો વાળો. કેમકે, કોઈક કાર્ય સુસાધ્ય હોય છે અને કોઈક કાર્ય દુઃસાધ્ય પણ હોય છે, માટે આવા અવસરે તો ઘણા જ યત્નથી કે યુક્તિથી તેઓને આવતા જોઈ ખરા શુકરાજે પોતાના મનમાં ધાર્યું કે, આ પ્રધાન સહિત બધા મારા માનને ખાતર આવે છે તો તેઓને મારે પણ માન આપવું ઉચિત છે, તેથી તે તત્કાળ પોતાના વિમાનમાંથી ઉતરીને એક આમ્રવૃક્ષની નીચે જઈને બેઠો. તેની પાસે જઈ પ્રધાન વગેરે નમી–સ્તવીને કહેવા લાગ્યા કે, "હે વિદ્યાધર ! વાદકારકના જેવી તમારી વિદ્યાશક્તિ હવે રહેવા ઘો. અમારા સ્વામીની વિદ્યા અને સ્ત્રીઓ પણ તમે જ હરી ગયા છો, તે સંબંધે હાલ અમો તમોને કાંઈ કહેતા નથી તો અમારા ઉપર દયા કરીને તત્કાળ પોતાના સ્થાને ચાલ્યા જાઓ.” આ શું કાંઈક વહેમમાં પડયા છે ? શૂન્યચિત્ત બન્યા છે ? વાયુ થયો છે ? કે ભૂત, પ્રેત કે પિશાચથી છલાણા છે ? કે શું ? આવા અનેક પ્રકારના સંકલ્પ કરતો વિસ્મય પામીને શુકરાજ બોલવા લાગ્યો કે, "હા હા ! પ્રધાન, હું પોતે જ શુકરાજ છું, અને મને આ તું શું કહે છે ?” પ્રધાન બોલ્યો, "મને પણ ઠગવા ધારે છે કે શું ? મૃગધ્વજ રાજાના વંશરૂપ સહકારમાં રમણ કરનાર શુકરાજ (પોપટ) સમાન અમારો સ્વામી શુકરાજ રાજા તો આ નગરમાં રહેલા મહેલમાં છે, અને તમે તો તે જ શુકરાજનું રૂપ ધારણ કરનાર કોઈક વિદ્યાધર છો, વધારે શું કહીએ ? પણ ખરો શુકરાજ તો બીલાડીને દેખીને જેમ પોપટ ભય પામે
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તેમ તમારા દર્શન માત્રનો પણ ભય રાખે છે; માટે હે વિદ્યાધરશ્રેષ્ઠ ! હવે ઘણું થયું, તમો તમારે સ્થાને જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ.”
૫૯
જો
આવાં પ્રધાનનાં વચનો સાંભળી ચિત્તમાં ખેદ પામતો ખરો શુકરાજ વિચારવા લાગ્યો કે, ખરેખર કોઈક કપટી મારું રૂપ ધારણ કરીને શૂન્યનો સ્વામી બની બેઠો દેખાય છે. રાજ્ય, ભોજન, શય્યા, સુંદર સ્ત્રી, સુંદર મહેલ અને ધન એટલી વસ્તુ શૂન્ય રાખવાની શાસ્ત્રમાં મનાઈ કરી છે, કેમકે એ વસ્તુ શૂન્ય ૨હે તો તત્કાળ તેને કોઈ પણ દબાવી સ્વામી બની બેસે છે. પણ હવે મારે શું કરવું? ખરેખર એને હણીને મારું રાજ્ય પાછું લેવું યોગ્ય છે; પરંતુ જો એમ કરું તો લોકમાં મારો એવો અપવાદ થશે કે, "મૃગજના પુત્ર શુકરાજને કોઈક પાપી ધૂતારાઓ મારી નાંખીને તેનું રાજ્ય પોતે પોતાના બળથી લઈ લીધું, તો તે મારાથી કેમ સાંભળી શકાશે ? ખરેખરો આ વિકટ સંકટનો વખત આવી પહોંચ્યો છે; કેમકે મેં તથા મારી બંને સ્ત્રીઓએ ઘણી નિશાનીઓ આપી, પરંતુ તે કોઈપણ પ્રધાને માન્ય કરી નહીં. હા હા ! ધિક્કાર છે એ કપટીની કપટજાળને ! આમ વિચારતો કાંઈક બીજો મનસૂબો મનમાં ધારીને ખેદ પામતો શુકરાજ પોતાના વિમાનમાં બેસીને આકાશમાર્ગે પાછો કયાંક ચાલ્યો ગયો. તે દેખી નગરમાં રહેલા શુકરાજને પ્રધાન કહેવા લાગ્યો કે, સ્વામી ! આ કપટી વિદ્યાધર વિમાનમાં બેસી પાછો જાય છે. એમ સાંભળીને તે કામમાં વ્યાંપેલો પોતાના ચિત્તમાં ઘણો જ પ્રસન્ન થયો. ઉદાસ ચિત્તવાળો (ખરો) શુકરાજ શુડાની જેમ વનમાં ભમવા લાગ્યો.
તેને તેની સ્ત્રીઓએ ઘણી પ્રેરણા કરી તો પણ તે પોતાના સસરાને ઘેર ગયો નહીં; કેમકે, પોતાને કાંઈ પણ દુઃખ પડયું હોય ત્યારે પંડિત પુરુષોએ પોતાના કોઈપણ સ્વજનવર્ગને ત્યાં જવું જ ન જોઈએ, અને સસરાને ઘેર તો આડંબર વિના જવું જ નહીં, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે, માટે કેમ જવાય ? વળી કહેલ છે કે, "સભામાં, વ્યાપારીઓમાં, દુશ્મનોમાં, સસરાને ઘેર, સ્ત્રીમંડળમાં અને રાજદરબારમાં (એટલાં સ્થાનકે) આડંબર વિના માન ન પામીએ.” ...
શૂન્ય વનમાં વાસમાં પણ વિદ્યાબળથી સર્વ સુખભોગની સામગ્રી તૈયાર કરી લીધી છે તો પણ પોતાનું રાજ્ય પારકાએ પચાવી પાડયાની ચિંતામાં શુકરાજે છ મહિના મહાદુઃખમાં ને દુઃખમાં નિર્વાહ કર્યા. અતિ ખેદકા૨ક વાત છે કે, આવા મહાન પુરુષોને પણ મોટો ઉપદ્રવ ભોગવવો પડયો. કયા પુરુષને સર્વ દિવસ સરખા સુખમય હશે ! કહ્યું છે કે,
कस्य वक्तव्यता नास्ति, को न जातो भरिष्यति ।
केन न व्यसनं प्राप्तम्, कस्य सौख्यं निरन्तरम् ||१||
"કોને કહેણી નથી, જન્મેલો કોણ મરણ પામતો નથી, કોણ દુષ્ટ (દુઃખ) નથી પામ્યો અને કોને સદાય સુખ હોય છે ?”
એક દિવસ સોરઠ દેશમાં વિચરતાં જેમ નદીનું પૂર પર્વતથી અટકે તેમ તેનું (શુકરાજનું) વિમાન આકાશે જતાં અટકયું; ત્યારે બળ્યાનો ફોલ્લો, દાઝયા ઉપર ડામ, પડયા ઉપર પાટુ, ચાંદા ઉપર ક્ષારક્ષેપ, જેમ દુ:ખદાયી હોય તેમ તેથી તેનું ચિત્ત શૂન્ય બની ગયું. પછી તે પરાક્રમી તત્કાળ નીચે
Page #81
--------------------------------------------------------------------------
________________
so
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉતરીને વિમાન ચાલતું અટકવાનું કારણ શું છે, તે તપાસવા લાગ્યો કે તરત જ ત્યાંની જમીન પર જેમ મેરુપર્વત ઉપર કલ્પવૃક્ષ શોભતું હોય તેમ સુવર્ણકમળ ઉપર બેઠેલા, દેવતાઓથી સેવિત પોતાના પિતા મૃગધ્વજ નામના કેવળીને તેણે જોયાં. તત્કાળ જ ખરી ભક્તિથી તેમને પ્રણામ કરીને તેણે આશ્રિત જનનું દુઃખ માતા, પિતા, હાલા મિત્ર કે સ્વામીને નિવેદન કરવાથી એકવાર (કાંઈક) શાંત થાય છે માટે પોતાનું રાજ્ય ગયા સંબંધી વૃત્તાંત જણાવ્યો. કેવળી મહારાજે કહ્યું કે, એ પણ તને પૂર્વભવના પાપકર્મના વિપાક ઉદય થવાથી જ થયું છે. મને કયા કર્મનો વિપાક ઉદય આવ્યો છે, એમ તેણે પૂછવાથી ઉત્તર આપતાં ગુરુ બોલ્યા કે, "હે શુકરાજ! સાંભળ :
તારા પૂર્વના જિતારિના ભવથી પણ પહેલાં કોઈક ભવમાં તું ભદ્રિક પ્રકૃતિવાન ન્યાયનિષ્ઠ શ્રીગ્રામ નામના ગામમાં એક ઠાકોર હતો. તને તારા પિતાએ પોતાનું રાજ્ય સોંપ્યું હતું, અને તારાથી નાનો અંતકનિષ્ઠ નામે તારો ઓરમાન ભાઈ પ્રકૃતિએ ક્રૂર હતો. તેને કેટલાંએક ગામ આપ્યાં હતાં. પોતાના ગામથી બીજે ગામે જતાં એક વખત અંતકનિષ્ઠ તને તારા નગરમાં મળવા આવ્યો. મેં તેને પ્રેમપૂર્વક બહુમાન આપી કેટલાક દિવસ પોતાની પાસે રાખ્યો. દરમ્યાન એક દિવસ હાંસીમાં તે તેને એમ કહ્યું કે, "તું કેવો મારી પાસે કેદીની જેમ પકડાયો છે ! હવે તારે મારા બેઠાં શી રાજ્યની ચિંતા છે? હાલ તું અહિંયાં જ રહે, કેમકે મોટા ભાઈ બેઠાં નાના ભાઈએ શા માટે લેશકારક રાજ્યની ખટપટ રાખવી જોઈએ ! ઓરમાન ભાઈ આવાં વચન સાંભળતાં તે બીકણ હોવાથી મનમાં વિચારવા લાગ્યો કે, "અરે ! આ મારું રાજ્ય તો ગયું કે શું! હા હા ! મહાખેદની વાત બની કે હું અહિંયાં આવ્યો. હાય ! હાય ! હવે હું કેમ કરીશ? મારું રાજ્ય મારે હાથે રહેશે કે જતું રહેશે?" એમ આકુળ-વ્યાકુળ થઈને વારંવાર તે મોટા ભાઈ પાસે પોતાને ગામ જવાની રજા માગવા લાગ્યો. કેટલીકવાર પછી તેણે જ્યારે જવાની રજા આપી ત્યારે જાણે જીવ જતો રહ્યો હોય નહીં (જાણે નવો જ અવતાર આવ્યો હોય નહીં) એમ પોતાના આત્માને માની તે ત્યાંથી જીવ લઈને ભાગ્યો. જ્યારે તે એને એવાં વચને હાસ્યથી કહ્યાં ત્યારે એ પૂર્વભવને વિષે) તે એ નિકાચિતકર્મ બાંધ્યું, તેના ઉદયથી જ રાજ્ય ભ્રષ્ટ થયો, જેમ વાનરો ફાળ ચૂકવાથી દીન બની જાય છે તેમ પ્રાણી સંસારી ક્રિયા કરી કર્મબંધન કરે છે તે વખતે ગર્વિત હોય છે, પણ જ્યારે તેને તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ખરેખર દીન બની જાય છે.
જો કે, તે ચંદ્રશેખર રાજાનું દુરાચરણ કેવળી મહારાજ સર્વ જાણે છે, તેણે પૂછેલ ન હોવાથી તેઓએ કાંઈપણ કહ્યું નહીં. એવો કોઈનો પણ દુરાચાર કેવળી પ્રકટ કરે જ નહીં. સાંસારિક કાર્યોમાં સ્વભાવથી જ ઉદાસ હોવાને લીધે અને જ્ઞાનનું એ જ ફળ ગણાવાને લીધે કેવળી પોતાની જ્ઞાન-શક્તિથી અનેકજનોનાં દુરાચાર સાક્ષાપણે જાણવા છતાં પણ વગર-પૂછયે કોઈને કહેતા જ નથી.
બાળકની જેમ પોતાના પિતા મૃગધ્વજ કેવળીના પગે વળગીને શુકરાજ કહેવા લાગ્યો કે, "હે સ્વામિન્ ! તમારા દેખતાં આ રાજ્ય કેમ જાય? ધવંતરી વૈદ્ય મળવા છતાં રોગનો ઉપદ્રવ કેમ ટકે? આંગણા આગળ કલ્પવૃક્ષની હયાતિમાં ઘરમાં દારિદ્રય કયાંથી થાય? સૂર્ય ઉદય થયે અંધકાર કયાં સુધી ટકે? માટે એવો કોઈક ઉપાય બતાવો કે જેથી આ મારું કષ્ટ દૂર થાય.” એવી અનેક પ્રાર્થના કરી ત્યારે કેવળી બોલ્યા કે, "ગમે તે દુ:સાધ્ય કાર્ય હોય તો પણ ધર્મ-ક્રિયાથી સુસાધ્ય બની શકે છે; માટે અહિંયાં
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
નજીકમાં આવેલા વિમલાચલ નામના તીર્થ ઉપર રહેલા શ્રીૠષભદેવસ્વામીની યાત્રા ભક્તિ સહિત કરીને એ જ પર્વતની ગુફામાં સર્વકાર્યની સિદ્ધિ આપવામાં સમર્થ એવા પંચ પરમેષ્ઠી નવકાર મંત્રનું છ મહિનાપર્યંત ધ્યાન કર, કે જેથી જેમ સિંહને દેખી શિયાળ નાસે તેમ તારો શત્રુ પોતાનું કપટ ખુલ્લું થઈ જવાથી પોતાની મેળે જ નાસી જશે.
૬૧
ગુફામાં રહીને ધ્યાન ધરતાં જ્યારે વિસ્તાર પામતું મોટું તેજ પ્રગટ થાય ત્યારે તારું કાર્ય સિદ્ધ થયું (શત્રુ નાસી ગયો) એમ જાણજે. દુર્જય એવા પણ શત્રુને જીતવાનો ખરો ઉપાય એ જ છે.” અપુત્રિયો પુત્રની પ્રાપ્તિ સાંભળી પ્રસન્ન થાય તેમ શકરાજ કેવળી મહારાજનાં વચનો સાંભળી પ્રસન્ન થયો, ત્યારપછી તેમને વિનયપૂર્વક વંદન કરીને વિમાનમાં બેસી તે વિમલાચલ તીર્થે ગયો. ત્યાં પ્રથમ તીર્થનાથ શ્રી ઋષભદેવસ્વામીની ઘણી ભક્તિ સહિત યાત્રા કરીને સર્વ પાપનો ઉચ્છેદક નવકાર મંત્ર યોગિની જેમ નિશ્ચલ વૃત્તિથી તેમના બતાવ્યા પ્રમાણે એવો જપવા લાગ્યો કે, અનુક્રમે છ માસે અકસ્માત્ જાણે પોતાનું જ તેજ ન હોય એમ વિસ્તાર પામતું તેજ પ્રગટ થવા લાગ્યું, એવા અવસરે ચંદ્રશેખરની ગોત્રદેવી તેની પાસે આવી કહેવા લાગી કે, "હે ચંદ્રશેખર ! હવે ઘણું થયું, તું તારા સ્થાનકે ચાલ્યો જા, કેમકે મારા પ્રભાવથી શુક૨ાજના જેવું જે તારું રૂપ બનેલું હતું, તે રૂપ રાખી શકું એવી હવે મારામાં શક્તિ રહી નથી. હું પોતે પણ નિઃશક્તા બની જવાથી મારે સ્થાને જઉં છું અને તું પણ ઘણું થયું, માટે ઉતાવળો તારા સ્થાનકે ચાલ્યો જા. હવે તત્કાળ જ તારું મૂળ રૂપ બની જશે.”
એમ કહીને જેટલામાં દેવી જાય છે એટલામાં તો તરત જ તેનું રૂપ બદલાઈ ગયું. આવાં વચન સાંભળનાર ચંદ્રશેખર લક્ષ્મીથી ભ્રષ્ટ થયેલાની જેમ હર્ષ રહિત ચિંતામાં પડેલા ચોરની માફક જેવામાં ત્યાંથી ભાગ્યો એવામાં તો તત્કાળ ત્યાં શુકરાજ આવી પહોંચ્યો. પહેલાંના શુકરાજના જ જેવું આ ખરા શુકરાજનું રૂપ દેખીને દીવાન વગેરે સર્વે તેને બહુમાન આપીને તેના વધારે સ્વરૂપથી વાકેફ ન હોવા છતાં પણ હર્ષથી વિચારવા લાગ્યા કે, ખરેખર કોઈક કપટી જ આ શુકરાજનું રૂપ ધારણ કરી આવેલો હતો તે હમણાં જ જતો રહ્યો.
શુકરાજને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું એટલે તે નિશ્ચિંત થઈને પહેલાની જેમ પોતાની પ્રજાને પાળવા લાગ્યો. પછી પ્રગટપણે પોતે (શત્રુંજય-સેવનનું) ફળ જોયેલ હોવાથી રાજ્ય કરતાં તે ઈન્દ્ર જેવો સંપત્તિવાન બનીને દૈવિક કાંતિવાળા નવા બનાવેલા વીણાવાદાદિકના આડંબર સહિત સર્વ સામંત, પ્રધાન, વિદ્યાધરો વગેરેના મોટા પરિવાર મંડળને સાથે લઈ મહોત્સવપૂર્વક વિમલાચલ તીર્થ ઉપર યાત્રા કરવાને આવ્યો. તેની સાથે સદાચાર સેવવાથી જાણે કોઈએ મારો દુરાચાર તો જાણ્યો જ નથી એમ ધારતો શંકા રહિત ચંદ્રશેખર પણ વિમલાચલની યાત્રા કરવા આવ્યો હતો. શુકરાજ સિદ્ધાચલે આવી તીર્થનાયક (શ્રી ઋષભદેવસ્વામી)ને નમી, સ્તવી, પૂજીને મોટા મહોત્સવ કરી સર્વ સમક્ષ એમ બોલવા લાગ્યો કે, "આ તીર્થ ઉપર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરવાથી મને શત્રુનો જય થયો (હું શત્રુથી મુક્ત-ભય રહિત થયો) માટે આ તીર્થનું "શત્રુંજય" એવું નામ અર્થ સહિત જ છે. એ નામથી આ તીર્થ મહા-મહિમાવંત થશે.” ત્યારપછી એ તીર્થ એ (શત્રુંજય) નામથી પૃથ્વીમાં ઘણું જ પ્રસિદ્ધ થયું છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આવા અવસરે ચંદ્રશેખર પણ શીતળ પરિણામથી તીર્થનાયકને દેખીને અત્યંત ઉલ્લાસાયમાન (રોમાંચિત) થવાથી પોતે કરેલાં કપટ અને પાપને નિંદવા લાગ્યો. ત્યારે તેને મહોદયપદધારી મૃગધ્વજ કેવળી મહારાજ મળ્યા. ત્યારે તેમને મોક્ષાર્થી તે પૂછવા લાગ્યો કે, "સ્વામિન્ ! કોઈપણ પ્રકારે કર્મથી મારો છૂટકારો થશે કે કેમ?"
ત્યારે કેવળી મહારાજે જણાવ્યું કે, "આ તીર્થ ઉપર મન, વચન, કાયાની શુદ્ધિથી આલોયણ લઈ, પશ્ચાત્તાપ કરી ઘણાં આકરાં તપ કરીશ તો તારાં પાપ પણ તીર્થમહિમાથી જતાં રહેશે. કહ્યું છે કે :
जन्मकोटिकृतमेकहेलया, कर्म तीव्रतपसा विलीयते ।
किं न दाह्यमतिबह्वपि क्षणादुच्छिखेन शिखिनाऽत्र दह्यते ||१|| "તીવ્ર આકરાં) તપ કરવાથી કરોડો ભવમાં કરેલાં કર્મ (પાપ) લીલામાત્રમાં જતાં રહે છે. ઊંચી અગ્નિની શિખામાં શું મોટાં કાષ્ઠ (લાકડાં) બળ્યા વિના રહે છે?" (અર્થાત્ નથી રહેતાં, એટલે બળી જાય છે તેમ જ તપથી પાપ નાશ પામે છે.)
આવાં વચન સાંભળીને તે જ મૃગધ્વજ કેવળીની પાસે પોતાનાં સર્વ પાપની આલોયણ લઈ, માસખમણ વગેરે ઘણાં આકરાં તપ તપીને તે જ તીર્થે ચંદ્રશેખર મોક્ષપદ પામ્યો
નિષ્કટક રાજ્યસુખ ભોગવતો શકરાજ રાજા પરમાત્ પુરુષોમાં એક દષ્ટાંતરૂપ જ થયો. વળી તેણે બાહ્ય (રાજાઓ) અત્યંતર (ક્રોધાદિક) બે પ્રકારના શત્રુઓને જીત્યા; રથયાત્રા, તીર્થયાત્રા, સંઘયાત્રા, એમ ત્રણ પ્રકારની યાત્રા ઘણી વાર કરી; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એમ ચાર પ્રકારના શ્રી સંઘની સમયે ભક્તિ કરી. એમ અનેક પ્રકારે વારંવાર તેણે ધર્મસેવન કર્યું. પદ્માવતી પટરાણી, વાયુવેગા લઘુપટરાણી, એમ જ બીજી પણ ઘણી વિદ્યાધરની પુત્રીઓ તેને રાણીઓપણે થઈ. (અર્થાત્ તે ઘણી સ્ત્રીઓનો સ્વામી થયો.) પદ્માવતી પટરાણીની કુખે પદ્માકર નામનો લક્ષ્મીના સ્થાન સમાન અને વાયુવેગાની કુખે વાયુસાર નામે પુત્ર જન્મ્યો. તે બન્ને જણા કૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધુમ્નકુમારની જેમ પોતાના ગુણે કરીને પોતાના પિતા (શુકરાજ)ના જેવા જ થયા. તેથી શુકરાજે પદ્માકરને રાજ્ય અને વાયુસારને યુવરાજપદ ખુશીથી સોંપ્યા. પછી બન્ને રાણીઓ સહિત દીક્ષા લઈને તે ભાવશત્રનો જય અને ચિત્તને સ્થિર કરવા માટે શત્રુંજય તીર્થે આવ્યા. પણ આશ્ચર્ય છે કે, તે મહાત્મા (શુકરાજ) જેમ જેમ પર્વત પર પગથિયાં ચઢવા લાગ્યા, તેમ તેમ શુક્લધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યા. ત્યાર પછી ઘણા કાળ સુધી પૃથ્વી પર વિચરતા અનેક પ્રાણીઓના અજ્ઞાન અને મોહરૂપ અંધકાર દૂર કરીને અનુક્રમે બન્ને સાધ્વીઓ સહિત શુકરાજ કેવળી મોક્ષસંપદા પામ્યા.
ભદ્રક પ્રકૃતિ, ન્યાયમાર્ગરતિ, વિશેષનિપુણમતિ, દઢનિજવચનસ્થિતિ, એ ચારે ગુણ પ્રથમથી જ પામ્યાને લીધે સમ્યક્ત્વારોહણ કરીને શુકરાજે તેનો નિર્વાહ કર્યો, જેનાથી તે પરંપરાએ શિવવધૂ વર્યા.
આ આશ્ચર્યકારક શુકરાજનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! પૂર્વોક્ત ચાર ગુણ પાળવાને ઉદ્યમવંત થાઓ.
ઈતિ ભદ્રત્વાદિગુણેષુ શુકરાજ કથા સમાપ્તા.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૬૩
શ્રાવકનું સ્વરૂપ नामाई चउभेओ सड्ढो भावेण इत्थ अहिगारो। तिविहो अभावसड्ढो दंसण-वय उत्तरगुणेहिं ||४||
(छाया-नामादिश्चतुर्भेदः श्राद्धो भावेनात्राधिकारः |
त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत-उत्तरगुणैश्च ||४||) શ્રાવક ચાર પ્રકારના છે. ૧. નામશ્રાવક, ૨. સ્થાપનાશ્રાવક, ૩. દ્રવ્યશ્રાવક અને ૪. ભાવશ્રાવક. (આ ચાર નિક્ષેપા ગણાય છે.)
૧લો-નામશ્રાવક શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ શ્રાવક' એવા નામને ધારણ કરનારો હોય છે, જેમ કોઈનું ઈશ્વર નામ હોય પણ તે દરિદ્ર હોય તેમ તે નામનિક્ષેપ ગણાય છે.
રજો - સ્થાપનાશ્રાવક : કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે પાપાણાદિકની પ્રતિમા કે છબી બનાવી હોય તે સમજવી. અર્થાત્ તેવી પ્રતિમા કે છબીને સ્થાપનાશ્રાવક સમજવા. એ સ્થાપનાનિક્ષેપો ગણાય છે.
૩જો-દ્રવ્યશ્રાવકઃ ભાવ ન હોવા છતાં, શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક કહેવાય છે. જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકા ધર્મની ક્રિયા કરી હતી. દ્રવ્યનિક્ષેપો ગણાય છે.
"વેશ્યા દ્વારાં દ્રવ્યકિયા” ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિથી ભેદ નીતિવડે વિના લડાઈએ ચંડપ્રદ્યોત આક્રમણ કરવું છોડી પોતાની નગરીએ ચાલ્યો ગયો. પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગ્યો છે માટે તેને બાંધી પકડી લાવવા ઉદૂર્ઘોષણા કરી. એક વેશ્યાએ રાજાની આ ઉદ્ઘોષણાનો સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયોગી સૂત્રોનો અભ્યાસ કર્યો. અને શ્રાવિકાનો સ્વાંગ સજી શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં ચૈત્યવંદન કરવા બેઠી. ખુબ ભક્તિપૂર્વક સ્તવનોથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે દીઠી. દર્શન કરી નીકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભોજનનું નિમંત્રણ આપ્યું, અને તેનું નામઠામ પૂછયું. કપટનિધાન ગણિકાએ કહ્યું કે, "હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબયોગે થોડા જ વખતમાં તે મૃત્યુ પામ્યો, હું શોક અને દુઃખથી મારા દિવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે આમ ખેદથી માનવભવ ૧ નિક્ષેપ-અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત ઉપચાર કરીને વસ્તુને ઘટાવવી.
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શા માટે એને કાઢે છે? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.” આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરું છું. જુદા જુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધર્મી એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.” અભયકુમારે ભોજન અવસરે કપટશ્રાવિકાના ઉતારે જઈ સપરિવાર તેને પોતાના ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર પીરસતી વખતે જાતે હાજર રહ્યો. કપટશ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસનો આટો છે, સચિત્ત છે કે અચિત્ત છે, વિગેરે પૂછી તપાસી પછી જ લેતી. આ પ્રમાણેની તેની ચોક્કસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ. કેટલાક વખત પછી કપટ નિધાન તેણીએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેનો સ્વીકાર કર્યો. ભોજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાયો. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યો કે તુર્ત તેણે બીજા દ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રદ્યોતનના નગરે પહોંચાડ્યો અને ચંડપ્રદ્યોતનને સોંપ્યો. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપધારી વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય.
૪થો-ભાવશ્રાવક - ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવશ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપો ગણાય છે.
જેમ નામગાય, સ્થાપનાગાય અને દ્રવ્યગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી. તેમ નામશ્રાવક, સ્થાપનાશ્રાવક અને દ્રવ્યશ્રાવકપણે મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવશ્રાવકનો અધિકાર કથન - કરવામાં આવશે. (ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ આ ગ્રંથ છે.)
ભાવશ્રાવકના ત્રણ ભેદ ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧. દર્શનશ્રાવક, ૨. વ્રતશ્રાવક અને ૩. ઉત્તરગુણ શ્રાવક.
૧. દર્શનશ્રાવક તે કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી, શ્રેણિક તથા કૃષ્ણાદિક જેવા 'પુરુષો સમજવા.
૨. વતશ્રાવક તે, સમ્યક્ત્વમૂળ સ્થૂળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધનરા : ૧. પ્રાણાતિપાત-ત્યાગ, ૨. અસત્ય-ત્યાગ, ૩. ચોરી-ત્યાગ, ૪. મૈથુન-ત્યાગ, ૫. પરિગ્રહ-પરિમાણ, એ પાંચે સ્થૂળથી તજાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી તે વ્રતશ્રાવક). આ વ્રતશ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દષ્ટાંતરૂપ બતાવે છે.
સુરસુંદરકુમાર શેઠની પાંચ સ્ત્રીઓનાં દાંત સુરસુંદરકુમાર એક વખત પોતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જોતો હતો. તેવામાં ત્યાં ગૌચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતાં તેણીઓને કહ્યું કે,
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૬૫
"તમે અમારાં પાંચ વચન અંગીકાર કરો તો તમારા સર્વ દુઃખ દૂર થશે.” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમારે આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, "આ કોઈક ઉલ્લંઠ મુનિ જણાય છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાનો ઉપાય પૂછયો ત્યારે તે તેણીઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઇને પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ. સ્ત્રીઓએ પૂછયું કે-તમો ક્યા પાંચ વચન અંગીકાર કરાવવા માંગો છો? મુનિએ કહ્યું - પહેલું, તમારે કોઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા) જીવને યાવજીવ સુધી મારવો નહીં, એવું દષ્ટાંતપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ આ પહેલું વ્રત અંગીકાર કર્યું.
આ જાણી સુરસુંદરકુમાર વિચાર કરવા લાગ્યો કે, ખરેખર આ કાંઈ ઉલ્લંઠ દેખાતો નથી. આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તો મને પણ ફાયદો મળશે, કેમકે તેઓ રિસાવાથી કોઈપણ વખતે મને મારી શકશે નહીં. માટે એણે મને ઉપકાર કર્યો. તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક પાછો એટલે ચાર મારીશ. બીજું મુનિ બોલ્યા કે, "તમારે કોઈપણ વખતે જૂઠું બોલવું નહીં; એવું પચ્ચખાણ લો. તેણીઓએ તે કબૂલ કીધું (આ વખતે શેઠે પણ પહેલાંની યુક્તિપૂર્વક એક એક દંડપ્રહાર ઓછો કરી ત્રણ મારવા ધાર્યું.)
ત્રીજો મુનિએ કહ્યું કે તમારે ચોરી-અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચક્ખાણ તે સ્ત્રીઓએ કર્યું. (ત્યારે વળી સુરસુંદરકુમારે એક પ્રહાર ઓછો મારવાનું ધારી બે બે બાકી રાખ્યા). ચોથું, શીયળ પાળ વા વિષે મુનિએ કીધું; એ પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠે એક એક પ્રહાર ઓછો કરી ફકત એક પ્રહાર કરવા નક્કી કર્યું.) પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે દરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું) પચ્ચકખાણ કરવાનું મુનિએ જણાવ્યું, તે તેણીઓએ અંગીકાર કર્યું. (એક એક કરવા ધારેલો બાકી રહેલો પ્રહાર પણ સુરસુંદર શેઠે આ વખતે માંડી વાળ્યો.) એમ પાંચે સ્ત્રીઓને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેઓના ભર્યારે પાંચે દંડ પ્રહાર બંધ કર્યા અને વળી વિચારવા લાગ્યો કે, હા! હા! હું મહાપાપી થયો; કેમકે જે મારા ઉપકારી તેના જ ઉપર મેં આવી વાત ચિંતવી. એમ પશ્ચાત્તાપ કરતો તત્કાળ તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પોતાનો અપરાધ ખમાવી પાંચે સ્ત્રીઓએ પાંચે વ્રત અંગીકાર કર્યા તેથી તેણે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે "વ્રતશ્રાવક" સમજવા..
૩. ઉત્તરગુણ શ્રાવક તે, વ્રતશ્રાવક અધિકારમાં બતાવ્યા મુજબનાં પાંચ અણુવ્રત, છઠું દિફપરિમાણવ્રત, સાતમું ભોગોપભોગપરિમાણવ્રત, આઠમું અનર્થદંડ પરિહારવ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે) નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાસિકવ્રત, અગિયારમું પૌષધોપવાસવ્રત, બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શન શેઠની જેમ "ઉત્તરગુણશ્રાવક” કહેવાય છે.
અથવા ઉપર કહેલાં બાર વ્રત મધ્યેનાં સમ્યક્ત્વ સહિત એક, બે, અગર તેથી વધારે લેવાં હોય તેટલાં કે તમામ બાર વ્રત ધારણ કરે તેને "વ્રતશ્રાવક” સમજવા અને ઉત્તરગુણશ્રાવક' તો નીચે લખ્યા મુજબ સમજવા.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સમ્યક્ત્વ
। સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે) તિવિહાર, ચઉવિહાર પચ્ચક્ખાણ કરનાર બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમા (પ્રતિમા) વહનાર તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહને ધારણ કરનાર; આનંદ, કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને 'ઉત્તરગુણશ્રાવક’ સમજવા.
SS
"વ્રતશ્રાવક"માં વિશેષ બતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવું નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની યોજના કરતાં, તેમજ ઉત્તરગુણ અને અવિરતના ભાંગાથી યોજના કરતાં, એક સંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્કસંયોગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે.
तेरस कोडी सयाई, चुलसीई जुयाइं बारस य लक्खा । सत्तासीइ सहस्सा, दुन्नि सया तह दुग्गा य ॥
તેરસો ચોરાસી કરોડ, બાર લાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા જાણવા.
અહિં કોઈકને કદાચ એવી શંકા ઉત્પન્ન થાય કે, મનથી, વચનથી, કાયાથી, કરૂં નહીં, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઈપણ ભાંગામાં કેમ કહ્યો નહીં ? તેને ઉત્તર બતાવે છે. શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય નહીં. કેમકે વ્રત લીધા પહેલાં જે જે કાર્ય જોડી રાખેલાં હોય તથા દીકરા વગેરેએ વ્યાપારમાં ઘણો લાભ મેળવ્યો હોય તેમજ કોઈએ એવો મોટો અલભ્ય લાભ મેળવ્યો હોય તો શ્રાવકથી અંતર્જલ્પરૂપ અનુમોદન થયા વિના રહેતું નથી. માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગો નિષેધ્યો છે, છતાં પણ (શ્રાવક) "પ્રજ્ઞપ્તિ" ગ્રંથમાં ત્રિવિધે ત્રિવિધે શ્રાવક માટે પચ્ચક્ખાણ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રીને વિશેષ પચ્ચક્ખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે :
केइ भांति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं ।
ત ન નો નિદ્દિક, પન્નત્તી વિશેષોનં ૧
કેટલાક આચાર્યો એમ કહે છે કે : ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ નથી એમ નહિ. જે કારણથી "પન્નત્તી"માં નીચે લખેલા કારણે શ્રાવકને 'ત્રિવિધ' પચ્ચક્ખાણ ક૨વાની જરૂર હોય તો કરવાં કહ્યાં છે.
पुत्ताइसंततिनिमित्तमत्तमेक्कारसिं पवण्णस्स ।
जंपंति केइ गिहिणो, दिक्खाभिमुहस्स तिविहंपि ||२||
શ્રાવકની પડિયા (પ્રતિમા) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહવિશેષનું પાલન કરવું તેના અગીયાર પ્રકાર છે. ૧. સમકિતપ્રતિમા, ૨. વ્રતપ્રતિમા, ૩. સામાયિકપ્રતિમા, ૪. પૌષધપ્રતિમા, ૫. કાયોત્સર્ગપ્રતિમા, ૬. અબ્રહ્મવર્જકપ્રતિમા, (બ્રહ્મવ્રત પાળે), ૭. સચિત્તવર્જકપ્રતિમા, (સચિત્ત આહાર ન કરે), ૮. આરંભવર્જકપ્રતિમા, ૯. પ્રેષ્યવર્જકપ્રતિમા, ૧૦. ઉચ્છિષ્ટવર્જકપ્રતિમા, ૧૧. શ્રમણભૂતપ્રતિમા.
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૭
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
કેટલાક આચાર્યો એમ કહે છે કે ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય પણ કોઈક કારણથી કે કોઈના આગ્રહથી પુત્રાદિ સંતતિ પાળવા માટે જો કાળ વિલંબ કરવો પડે એમ હોય તો શ્રાવકની અગ્યારમી પ્રતિમા વહે ત્યારે વચલા કાળમાં જો કાંઈપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ લેવાં હોય તો લેવાય છે.
जइ किंचिदप्यओअण-मप्पप्पं वा विसेसवत्थु ।
पच्चक्खेज्ज न दोसो, सयंभूरमणादिमच्छुब्व ||३|| જે કાંઈ અપ્રયોજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનું પચ્ચકખાણ, તેમજ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિત્તા પ્રમુખના ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મચ્છોના માંસનું ભક્ષણ કરવાનું પચ્ચકખાણ જો ત્રિવિધ ત્રિવિધ કરે તો તે કરવાની છૂટ છે. કેમકે, એ વિશેષ પચ્ચખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પ (કરી શકાય). વળી આગમમાં બીજા પણ કેટલાક પ્રકારના શ્રાવકો કહ્યાં છે.
શ્રાવકના પ્રકાર ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્રમાં કહ્યું છે કે :
चउबिहा समणोवासगा पन्नत्ता तं जहा -
१ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सव्वत्तिसमाणे || ૧. માતા-પિતા સમાન, એટલે માતા-પિતા જેમ પુત્ર ઉપર હિતકારી હોય તેમ સાધુ ઉપર હિતકર્તા, ૨. ભાઈ સમાન, એટલે સાધુને ભાઈની જેમ સર્વ કાર્યમાં સહાયક હોય; ૩. મિત્ર સમાન, એટલે મિત્ર જેમ મિત્રથી કંઈપણ અંતર ન રાખે તેમ સાધુથી કંઈપણ અંતર રાખે; અને ૪. શોક્ય સમાન, એટલે શોક્ય જેમ શોકયની સાથે સર્વ વાતે ઈર્ષ્યા જ કર્યા કરે તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર શોધ્યા કરે. વળી પણ પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે :
चउबिहा समणोवासगा पन्नत्ता तं जहा
१ आयंससमाणे २ पडागासमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥ ૧. દર્પણ સમાન શ્રાવક -"તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ સાર દેખાય" તેમ સાધુનો ઉપદેશ સાંભળી પોતાના ચિત્તમાં ઉતારી લે; ૨. પતાકા સમાન શ્રાવક- તે, જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત સ્થિર ન હોય; ૩. સ્થાણ સમાન શ્રાવક તે ખીલા જેવા, જેમ ખીલો કાઢી ન શકીએ તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં નાખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪. ખટકસમાન એટલે અશુચિ સરખો શ્રાવક-તે, પોતાના કદાગ્રહ રૂપ અશુચિને છોડે નહીં અને ગુરુને દૂ-વચનરૂપ અશુચિથી ખરડે.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આ ચાર પ્રકારના શ્રાવકો કયા નયમાં ગણી શકાય ? એમ જો કોઈ પૂછે તો તેને આચાર્ય ઉત્તર આપે છે કે, વ્યવહારનયમતે તો તેવા પ્રકારનો વ્યવહાર હોવાથી એ ચારે ભાવ-શ્રાવકપણે ગણાય છે, અને નિશ્ચયનયને મતે તો શોક સમાન તથા ખરંટક સમાન એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાયઃ ગણાવ્યાથી દ્રવ્ય-શ્રાવક જાણવા અને બીજા સર્વ પ્રકારના શ્રાવકોને ભાવ-શ્રાવક સમજવા. કહ્યું છે કે :
चिंतइ जइकज्जाई, न दिट्ठखलिओ न होई निन्नेहो।
एगंतवच्छलो जइ जणस्स जणणिसमो सड्ढो ||१|| સાધુનાં કામ (સેવા-ભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી સ્નેહ રહિત થાય નહીં, તેમજ સાધુ લોકો ઉપર સદાય હિત-વત્સલ રહે તે "માતા સમાન શ્રાવક" જાણવા.
हियए ससिणेहो च्चिअ, मुणिजणमदायरो विणयकम्मे ।
भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ||२|| . સાધુનો વિનય-વેયાવચ્ચ કરવામાં અનાદરવાળો હોય પણ હૃદયમાં સ્નેહવંત હોય અને કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને "ભાઈ સમાન શ્રાવક" જાણવા.
मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे ।
मन्नतो अप्पाणं, मुणीण सयणाओ अमहि |३|| સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તો તેમનાથી રીસાય ખરો, પણ પોતાનાં સગાંવહાલા કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે તેને "મિત્ર સમાન શ્રાવક" સમજવા. '
थड्ढो छिद्दप्पेही, पमायखलियाई निच्चमुच्चरइ ।
सड्ढो सबत्तिकप्पो, साहूजण तणसमं गणइ ||४|| પોતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જોતો રહે અને જરા માત્ર પણ છિદ્ર દીઠું હોય તો સર્વ સાંભળે તેમ બોલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે "શોકય સમાન શ્રાવક" સમજવા. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન -
गुरुभाणिओ सुत्तत्थो, बिंबिअइ अवितहे मणे जस्स। .
सो आयंससमाणो सुसावओ वन्निओ समए ||१|| ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલો હોય તે હૃદયમાં ખરેખરો ધારે. ગુરુ ઉપર સ્વચ્છ હૃદય રાખે; એવા જે શ્રાવક હોય તેને જૈનશાસનમાં "દર્પણ સમાન સુશ્રાવક" કહ્યાં છે.
पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूटेण | अविणिच्छिअ-गुरुवयणो, सो होइ पडाइआ तुल्लो ||२||
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૬૯
પવનવડે જેમ ધ્વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ભરમાઈ જાય અને ગુરુએ કહેલાં વચનનો વિશ્વાસ રાખે નહીં તે "પતાકા સમાન શ્રાવક” જાણવો.
पडिवन्नमसग्गाहं, न मुअइ गीयत्थसमणुसिट्ठो वि ।
थाणुसमाणो एसो, अपओसि मुणिजणे नवरं ||३|| આમાં એટલું વિશેષ છે કે, ગીતાર્થે ઘણો સમજાવ્યો હોય છતાં પણ પોતે લીધેલો કદાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે "ખીલા સરખો શ્રાવક" સમજવો. વિશેષ એ છે કે મુનિજન ઉપર દ્વેષ ન કરે.
उम्मग्गदेसओ निह्नवोसि, मूढोसि मंदधम्मोसि ।
इय सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ||४|| ગુરુ જો કે ખરો અર્થ કહેતા હોય તો પણ તે ન માનતાં છેવટે તેમને (ગુરુને) એમ પણ બોલવા માંડે કે "તું ઉન્માર્ગદર્શક છે, નિહૂનવ છે, મૂર્ખ છે, ધર્મથી શિથિલ પરિણામી છે." એમ દુ-ર્વચનરૂપ મળથી ગુરુને ખરડે તે "ખરટેક શ્રાવક" સમજવો. જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે "ખરંટક શ્રાવક" સમજવો.
जह सिढिलमसूई दवं, छुप्पं तं पिहु नरं खरंटेई।
एवमणुसासगंपि हु, दुसंतो भन्नई खरंटो ||५|| જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે "ખરંટક શ્રાવક" સમજવો.
निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि ।
ववहारओ य सड्ढा, वयंति जिणवरा ईमु ||६|| ખરંટક અને સપત્ની (શોકય સમા) શ્રાવક એ બન્નેને શાસ્ત્રકારે તો નિશ્ચયનયમતથી મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા.
શ્રાવક શબદનો અર્થ દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ યોગે કરીને અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે (પાતળાં કરે, કે ઓછાં કરે, કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને "શ્રાવક” કહીએ. અહીં "શ્રાવક” શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ "ભાવશ્રાવક”માં જ ઘટે છે. કહેલું છે કે :
अवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः । ભાવૃતw વર્નિત્ય, કાવ: સોમથીયો |૧
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે), અને વ્રત પચ્ચકખાણથી નિરંતર પરિવર્યો જ (વીંટાએલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
सम्मत्तदंसणाइ, पइदीअहं जइजणा सुणेइ अ |
सामायारि परमं, जो खलु तं सावगं बिति ||२|| . સમ્યક્ત્વાદિવાળો અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવ-શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ।
कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ||३|| નવ તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરી પાપને નષ્ટ કરે, (એટલું આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति शृणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ||४|| શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણો શ્રાવક કહે છે.
ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ ભાવ શ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહીં ભાવ-શ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે.
એવી રીતે "શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી દિન-કૃત્યાદિ છ કૃત્યમાંથી પ્રથમ દિન-કૃત્ય કહે છે. नवकारेण विबुद्धो, सरेई सो सकुल-धम्म-निअमाई । पडिक्कमिअ सुई पूईअ, गिहे जिणं कुणइ संवरणं ||५||
नवकारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म-नियमादीन् ।
प्रतिक्रम्य शुचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणम् ||५| 'નમો અરિહંતાણં' ઈત્યાદિ પદોથી જાગ્રત થયેલો શ્રાવક પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે. અહીંયાં એમ સમજવું કે-પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવંત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકનો અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચખાણ, નિયમ પ્રમુખનો દેખીતો જ લાભ થાય છે. જો તેમ ન કરે તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે.
લૌકિક શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે :
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૭૧
कम्मीणां धन संपडइ, धम्मीणां परलोअ ।
जिहिं सूत्ता रवि उव्वमई, तिहिं नर आओ न होय || હે મનુષ્ય! "કામકાજ કરનારા લોકો જો વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઊઠે તો તેઓને પોતાને પોતાના પારલૌકિક કૃત્યો શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઊંઘતા જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે."
કોઈકની નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જો પાછલો પહોર રાત્રિ રહેતાં ઊઠી ન શકાય તો પણ તેણે છેવટે ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નવકાર ઉચ્ચાર કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરવો. એટલે દ્રવ્યથી વિચારવું કે, "હું કોણ છું, શ્રાવક છું કે કેમ?" ક્ષેત્રથી વિચાર કરે કે, શું હું પોતાને ઘેર છું કે પર-ઘેર છું, દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું?" કાળથી વિચાર કરે કે, "અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગ્યો છે કે નહીં ?" ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ-વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ ?" એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય તો નાકના શ્વાસને રોકીને નિદ્રા-મુક્ત બને ત્યાર પછી દરવાજો કઈ દિશાએ, લઘુનીતિ કરવાનું ક્યાં છે? એવો વિચાર કર્યા પછી વડીનીતિ-લઘુનીતિ (ઝાડો-પેશાબ) કરે. સાધુ આશ્રયી ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે :
दवाइ उवओगं, उस्सासनिरुंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગૃત થઈને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)નો ઉપયોગ દીધા પછી નાસિકા બંધ કરીને શ્વાસોચ્છવાસ દબાવે જેથી નિદ્રા વિચ્છિન્ન થયા પછી લઘુનીતિ કરે. રાત્રે જો કાંઈપણ કાર્ય કોઈકને જણાવવા વિગેરેનું પ્રયોજન પડે તો મંદ-સ્વરે (હળવેથી) બોલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખાવો કે હુંકારો કરવો પડે તો પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં. કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી પ્રમુખ હિંસક જીવો માખી વગેરે હણવાનો ઉદ્યમ કરે; પાડોશી જાગે તો પોતાનો આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રેંટિયો ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજાળ નાંખનારા, પારધી, વાટમાડા, લૂંટારા, પારદારિક, તસ્કર, ધાડ પાડનાર વગેરે એક-એકની પરંપરાથી જાગૃત થઈ પોતાના હિંસાના કામમાં પ્રવર્તે; તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેલું છે કે -
जागरिआ धम्मीणं अधम्मीणं तु सुत्तया सेया । वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ||१||
Page #93
--------------------------------------------------------------------------
________________
૭ર .
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વચ્છ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે, "ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણીઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે." | નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્ત્વના ચાલતાં નિદ્રાવિચ્છેદ થાય છે? કહ્યું છે કે -
अम्भोभूतत्त्वयोर्निद्रा-विच्छेदः शुभहेतवे ||
व्योमवाय्वग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ||१|| જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રા-વિચ્છેદક થાય તો સારું, અને આકાશ, વાયુને અગ્નિતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય તો દુઃખદાયી જાણવું.
ચન્દ્ર-સૂર્ય નાડી वामा शस्तोदये सिते पक्षे कृष्णे तु दक्षिणा ।।
त्रीणि त्रीणि दिनानींदुसूर्ययोरुदयः शुभः ||२|| શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી.
शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के त्र्यहं त्र्यहम् ।।
वहन शस्तोऽनया वृत्त्या विपर्यासे तु दुःखदः ||३|| પડવેથી ત્રણ ત્રણ દિવસ શુક્લ પક્ષે સૂર્યોદયે ચંદ્રનાડી વહે અને કૃષ્ણપક્ષે સૂર્યનાડી વહે, તે વખતે જો વાયુતત્ત્વ હોય તો તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હોય તો દુઃખદાયી સમજવા.
शशांकेनोदयो वाय्वोः, सूर्येणास्त शुभावहम् ॥
उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ||४|| વાયુ-તત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય થાય અને સૂર્યનાડી વહે ને સૂર્યાસ્ત થાય તેમજ સૂર્યનાડી વહે ને સૂર્યોદય થાય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તો સુખકારી સમજવું.
કેટલાક શાસ્ત્રકારોએ તો વારનો પણ અનુક્રમ બાંધેલો છે. તે આવી રીતે = રવિ, મંગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સોમ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા. - કેટલાક શાસ્ત્રકારોએ સંક્રાંતિનો પણ અનુક્રમ બાંધેલો છે. મેષ સંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભ સંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી.
सार्द्धघटीद्वयं, नाडिरेकैकार्कोदयाद् वहेत् ।।
સરપદડીયાન્તિન્યાયો નાટયોઃ પુનઃ પુનઃ III સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ * ચંદ્ર, એમ કૂવાના રેટની જેમ આખો દિવસ નાડી ફર્યા કરે છે.
षत्रिंशद्गुरुवर्णानां या वेला भणने भवेत्।
सा वेला मरुतो नाडया नाडयां संचरतो लगेत् ॥६| છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલો વખત લાગે છે તેટલો વખત એક નાડીથી બીજી નાડીમાં વાયુને જતાં લાગે છે.
પાંચ તત્વની સમજ उर्ध्वं वहिनरधस्तोयं, तिरश्चीनः समीरणः ।
भूमिमध्यपुटे व्योम, सर्वगं वहते पुनः ||७|| ઊંચો પવન ચડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચો પવન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિર્થો પવન વહે ત્યારે વાયુતત્ત્વ, નાસિકાનાં બે પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાએ જ્યારે પવન ફેલાઈ જાય ત્યારે આકાશતત્ત્વ સમજવું.
તત્ત્વોનો અનુક્રમ वायोर्वनेरपां पृथ्व्या, ब्योम्नस्तत्त्वं वहेत् क्रमात् ।
वहन्त्योरुभयोर्नाडयो-तिव्योऽयं क्रमः सदा ||८|| સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથી તત્ત્વો નિરંતર રહે છે.
તત્ત્વોનો કાળ पृथव्याः पलानि पंचाशच्चत्वारिंशत्तथाऽम्भसः ।
अग्नेस्त्रिंशत्पुनर्वायोविंशतिर्नभसो दश ||९|| પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ. એમ તત્ત્વો અદલ-બદલ થયા કરે છે.
તત્વોમાં કરવાનાં કાર્યો तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ।
दीप्तास्थिरादिके कृत्ये तेजोवाय्वम्बरैः शुभम् ||१०|| પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિકાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે અને અગ્નિ, વાયુને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર અને સ્થિર કાર્ય કરવાં સારાં છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
७४
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તત્વોનું ફળ जीवितव्ये जये लाभे सस्योत्पत्तौ च वर्षणे । पुत्रार्थे युद्धप्रश्ने च गमनागमने तथा ||११|| पुथ्व्यप्तत्त्वे शुभे स्यातां वह्निवातौ च नो शुभौ ।
अर्थसिद्धिरथोा तु शिघ्रमम्भसि निर्दिशेत् ||१२|| वितव्य, ४५, दाम, qा, धान्यना उत्पत्ति, पुत्र-प्राप्ति, वृष्टि युद्ध, गमन, आमन, विरेन। પ્રશ્ન વખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય તો શ્રેયકારી અને જો વાયુ, કે અગ્નિ હોય તો અશુભ સમજવાં વળી અર્થસિદ્ધિ પૃથ્વીતત્ત્વમાં છે. પણ જળતત્ત્વમાં જલદી થાય છે. એમ સમજવું.
ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો. पूजाद्रव्यार्जनोद्वाहे दुर्गादिसरिदागमे । गमागमे जीविते च, गृहे क्षेत्रादिसंग्रहे ||१३|| क्रयविक्रयणे वृष्टी, सेवाकृषीद्विषज्जये।
विद्यापट्टाभिषेकादौ, शेभेऽर्थे च शुभः शशी ||१४|| हेवपू४न, द्रव्योपाठन-व्यापार, वन, २०य-Bिee देवा, नही त२वी, ४ा-भावामi, वितना प्रश्न, घर, क्षेत्र सेवi, virai, आई वस्तु सेवा-वेयवामi, [ भाववाना प्रश्न, नारी, ખેતીવાડી, શત્રુનો જય કરવો, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચંદ્રનાડી વહેતી હોય તો લાભકારી સમજવી.
प्रश्ने प्रारम्भणे चापि कार्याणां वामनासिका ।
पूर्णा वायोः प्रवेशश्चेत्तदा सिद्धिरसंशयम् ||१५|| કોઈપણ કાર્યનો પ્રારંભ કરતાં કે પ્રશ્ન કરતાં જો પોતાની ચંદ્રનાડી વહેતી હોય કે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય તો તે કાર્યની તત્કાળ નિઃસંશય સિદ્ધિ જ સમજવી.
સૂર્યનાડી વહે તે સમયે કરવા યોગ્ય કાર્યો बद्धानां रोगितानां च, प्रभ्रष्टानां निजात्पदात् । प्रश्ने युद्धविधौ वैरिसङ्गमे सहसा भये ||१६|| स्नाने पानेऽशने नष्टान्वेषपुत्रार्थमैथुने। विवादे दारूणेर्थे च, सूर्यनाडी प्रशस्यते ||१७||
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
*
૭૫
કેદમાં પડેલાને, રોગીને, પોતાના પદેથી ભ્રષ્ટ-થયેલાને, પ્રશ્નમાં, યુદ્ધ કરવામાં, શત્રુને મળ વામાં અકસ્માત્ ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભોજન કરવામાં, ગઈ વસ્તુ શોધવામાં, પુત્રને માટે મૈથુન સેવવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યમાં એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી. કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે :
विद्यारम्भे च दीक्षायां, शस्राभ्यासविवादयोः ।
राजदर्शनगीतादौ, मन्त्रयन्त्रादिसाधने ||१८|| (सूर्यनाडी शुभा) . વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનારંભ, મંત્ર, યંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે.
दक्षिणे यदि वा वामे, यत्र वायुर्निरन्तरम् ।
तं पादमग्रतः कृत्वा, निःसरेन्निजमन्दिरात् ||११|| ડાબી નાસિકાનો પવન ચાલતો હોય તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરેથી નીકળે.
अधमर्णारिचौराद्या विग्रहोत्पातिनोऽपि च ।
शून्याने स्वस्य कर्तव्याः सुखलामजयार्थिभिः ||२२|| દેવાદાર, શત્રુ-ચોર વિગેરે અને લડાઈ કરનારને શૂન્યાંગ (શ્વાસોશ્વાસ રહિત નાસિકા બાજુ) કરવાથી પોતાને સુખ, લાભ જયની પ્રાપ્તિ થાય છે.
स्वजनस्वामिगुर्वाद्या ये चान्ये हितचिन्तकाः ।
जीवाने ते ध्रुवं कार्या, कार्यसिद्धिमभीप्सुभिः ॥२१॥ સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય તેમને કાર્યસિદ્ધિના ઈચ્છુકે જમણી (ધ્વાસોશ્વાસવાળી નાસિકા) તરફ રાખવા જોઈએ.
प्रविशत्पवनापूर्णनासिकापक्षमाश्रितम् । '' પાર્વ શોતિયતો પ્રથમ કૃથિવીત llરરા શુક્લપક્ષ હોય કે કૃષ્ણપક્ષ હોય પણ દક્ષિણ કે વામ (જમણી કે ડાબી) જે નાસિકા પવનથી ભરાઈ પૂર્ણ થતી હોય, તે પગ ધરતી ઉપર પહેલાં મૂકીને શયાથી ઉઠવું.
ઉપર બતાવેલી રીતિ પ્રમાણે નિદ્રા તજીને શ્રાવક અત્યંત બહુમાનથી પરમ મંગળકારી નવકારમંત્ર મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે -
Page #97
--------------------------------------------------------------------------
________________
૭
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નમસ્કાર મહામંત્રનું સ્મરણ परमिट्टिचिंतणं माणसंभि, सिज्जागएण कायब् ।
सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु । શયામાં રહ્યા નવકાર મંત્ર ગણવો હોય તો, સૂત્રનો અવિનય નિવારવાને માટે મનમાં જ ચિંતવનરૂપે ગણવો.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, કોઈ પણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે (એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકાયે નવકારનો પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પહેલાં પંચાશક વૃત્તિમાં લખેલા છે.) શ્રાદ્ધ-દિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે :
सिज्जाद्वाणं पमत्तुणं चिठ्ठिज्जा धरणियले ।
भावबंधुजगन्नाहं णमुक्कारं तओ पढे ।। શયાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવ-ધર્મબંધુ જગન્નાથ નવકાર મંત્ર ભણવો. યતિ-દિનચર્યામાં વળી એમ લખેલું છે કે
जामिणिपच्छिमजामे, सब्वे जग्गंति बालवुड्ढाई।
परमिष्ठिपरममंतं, भणंति सत्तट्ट वाराओ ॥ રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વિગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાત-આઠ વાર ભણે (ગણે).
નવકાર ગણવાની રીત મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને (પલંગ) વિગેરેથી ઊઠી નીચે ઉતરી, પવિત્ર ભૂમિએ ઊભો રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધે અને કરજાપ આદિથી નવકાર ગણવો.
કમળબંધ ગણવાની રીત આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર "નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં "નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
bpi
हवाइ मंगल
नमो लोए सव्व साहूणं ॐ नमो अरिहंताएं नमो प्रायरियाण
भगवा च सव्वेसि
सव्वपावप्पासा
नमो उवज्झायाएं
एसो मच नमक्कारी
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું વિશેષ કહેલું
છે કેઃ
त्रिशुद्धया चिन्तयन्नस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥
99
મન, વચન, કાયાની એકાગ્રતાથી જે મુનિ એ નવકારનો એક સો આઠ વાર જાપ કરે તે ભોજન કરવાં છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે.
RAINE શ્રી નવકાર મંત્રનો પ્રભાવ
"નંદાવર્ત્ત" "શંખાવર્ત્ત" આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું છે કે - करआवत्ते जो पंचमंगलं, साहूपडिमसंखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥
કર આવર્તે (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિક છળી શકે
નહીં.
૧૧ હસ્તજપ ૧ આવૃત્ત, ૨ શંખાવૃત, ૩ નંદાવૃત્ત, ૪ વૃત્ત અને પ છૂવૃત્ત એ રીતે પાંચ પ્રકારે થાય છે. આ આવૃત્ત જમણા હાથની આંગળીઓથી ગણવો જોઈએ.
હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે, દરેક આંગળીમાં ત્રણ વેઢા તેમાં કનિષ્ઠા આંગળીના મૂળના વેઢાથી આ રીતે નવકાર ગણવા. #j
Page #99
--------------------------------------------------------------------------
________________
७८
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧. આવૃત્ત
૧૨
૧૦
કનિષ્ઠા
અનામિકા
મધ્યમાં ૨. શંખાવૃતા
૨
૩ અનામિકા
, ૧
૧૨
મધ્યમાં ૩. નંદાવર્ત
કનિષ્ઠા
૧૦ તર્જની
કનિષ્ઠા
અનામિકા મધ્યમાં
બીજી રીતે નંદાવર્ત
u
૪
die beste w
કનિષ્ઠા.
અનામિકા
મધ્યમાં ૪. ૐ વૃત્ત.
૧૨
m
૧૦
o
કનિષ્ઠા
અનામિકા
મધ્યમાં
તર્જની
૫. હંવૃત્ત
- ૧ -
૧૧ અનામિકા
૧૦
કનિષ્ઠા
મધ્યમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૭૯
શંખાવર્ત
નંદાવર્ત
)
(૪
શંખાવર્ત
G:
શંખાવર્ત, નંદાવર્ત, વિપરીતાક્ષર, વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય પ્રમુખ કષ્ટ સત્વર જાય છે.
જેનાથી કચ્છાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, રૂદ્રાક્ષ, ર્વિગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમ જ મેરૂને નહીં ઉલ્લંઘન કરતાં જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે:- .
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
अमुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरालङ्घने ॥
व्यग्रचित्तेन यज्जप्तं, तत्प्रायोऽपफलं भवेत् ।।१।। આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે.
संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः |
મૌનનાનાનસ: શ્રેષ્ઠો, નાપ: ધ્યપુરઃ પરઃ ||રા ઘણા માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કારી છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ એક એકથી અધિક ફળદાયી છે.
जापश्रान्तो विशेद्धयानं, ध्यानश्रान्तो विशेज्जपम् ।
द्वाभ्यां श्रान्तः पठेत्स्तोत्र-मित्येवं गुरुभिः स्मृतम् ||३|| જાપ કરતાં થાકે તો ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તો જાપ કરે, અને બન્નેથી થાકે તો સ્તોત્ર ગણે-એમ ગુરુએ કહેલું છે.
શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે :
જાપ ત્રણ પ્રકારના છે. ૧. માનસજાપ ૨. ઉપાંશુજાપ, ૩. ભાષ્યજાપ. માનસજાપ એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ, ઉપાંશુ જાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે પણ અંતર્જલ્પરૂપ અંદરથી બોલતો હોય એવો) જાપ અને ભાષ્યજાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારનાં જાપમાં ભાષ્યથી ઉપાંશુ અધિક અને ઉપાંશુથી માનસ અધિક છે. એવી જ રીતે તે શાંતિક પૌષ્ટિક આકર્ષણાદિક કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયત્નોથી સાધી શકાય એવો છે. અને ભાષ્યજાપ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઉપાંશુ જાપ સહેલાઈથી બની શકે એવો હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયકારી છે.
નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહેલું છે કે :
गुरुपंचकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा ।
जपनशतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात्फलम् । "અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહૂ એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે.
शतानि त्रीणि षड्वर्ण, चत्वारि चतुरक्षरम् । पंचाऽवणं जपन योगी, चतुर्थफलमश्नुते ||२||
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૮૧
"અરિહંત સિદ્ધ એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને "અરિહંત" એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને અવર્ણ' એટલે કેવલ (અરિહંતમાં રહેલો પ્રથમવર્ણ) અને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.
- પ્રવૃત્તિનુવૈત-મીષાં સ્થિત
फलं स्वर्गापवर्गों तु, वदन्ति परमार्थतः ||३|| આ બધા જાપનું આ ફળ પ્રવૃત્તિ થાય તે હેતુએ જ કહેવાયું છે. ખરી રીતે તો તેનું ફળ સ્વર્ગ અને મોક્ષ-પ્રાપ્તિ છે.
પાંચ અક્ષરનો મંત્ર ગણવાનો વિધિ नाभिपद्मस्थितं ध्यायेदकारं विश्वतोमुखम् । सिवर्ण मस्तकाम्भोजे, आकारं वदनाम्बुजे ॥ उकारं हृदयाम्भोजे, साकारं कण्ठपअरे ॥
सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ।।५।। નાભિકમલમાં સ્થાપેલા 'અ' કારને બાવો, મસ્તકરૂપ કમળમાં વિશ્વમાં મુખ્ય એવા સિ' અક્ષરને બાવો. અને મુખરૂપ કમળમાં આ કારને ધ્યાવો. હૃદયરૂપ કમળમાં 'ઉ'કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં “સા' કાર ચિંતવવો. સર્વ કલ્યાણકારી અસિઆઉસા' આવા બીજાક્ષર મંત્ર તથા બીજા સર્વસિદ્ધભ્ય:' એવા પણ મંત્રાલર સ્મરણ કરવા. :
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ।
ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकांक्षिभिः ||६|| આ લોકની ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નવકાર મંત્રની આદિમાં ૐ અક્ષર ઉચ્ચાર કરવો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે ૐકાર રહિત જાપ કરવો.
एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च।।
विप्लेषः क्रमशः कुर्याल्लक्ष्यभावोपपत्तये ||७|| એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ અરિહંતાદિકના ધ્યાનમાં લીન થવા માટે કરવો.
જાપનો પ્રભાવ જાપાદિક કરવાથી મહા-લાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે :
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं ध्यानकोटिसमो लयः ||१||
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પૂજા કરતાં ક્રોડગણો લાભ સ્તોત્ર ગણવામાં, સ્તોત્રથી ક્રોડગણો લાભ જાપ કરવામાં, જાપથી ક્રોડગણો લાભ ધ્યાનમાં અને ધ્યાનથી ક્રોડગણો વધારે લાભ લય(લીન થવા)માં છે.
ધ્યાનની સિદ્ધિ માટે જ્યાં જિનેશ્વર ભગવાનનાં જન્માદિ-કલ્યાણક થયાં હોય તે રૂપ તીર્થસ્થાન તથા હરકોઈ સ્થાનકે જ્યાં ધ્યાન સ્થિર થાય એવા એકાંત સ્થાનકે જઈ ધ્યાન કરવું.
ધ્યાનશતકમાં કહેલું છે કે:- "ધ્યાનના સમયે સાધુપુરુષે નિશ્ચયથી ખરેખર સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (વશ્યા, રંડા, નટ, વિટ, લંપટ) વર્જિત એકાંત સ્થાનનો આશ્રય લેવો. જેણે યોગ સ્થિર કીધા છે એવા નિશ્ચળ મનવાળા મુનિએ જનાકીર્ણ ન હોય એવાં ગામ, અટવી, (રણ) વન અને શૂન્ય સ્થાનક જે ધ્યાન કરવા યોગ્ય હોય તેનો આશ્રય લેવો, જ્યાં પોતાના મનની સ્થિરતા થતી હોય, યોગ સ્થિર રહેતા હોય, વળી જ્યાં ઘણા જીવોનો ઘાત થતો ન હોય એવા સ્થાને રહીને ધ્યાન કરવું. ધ્યાન કરવાનો વખત પણ એ જ છે કે, જે વખતે પોતાનો યોગ સ્થિર રહે, બાકી ધ્યાન કરનારને મનની સ્થિરતા રાખવા માટે રાત્રિ-દિવસનો કોઈ કાળ નિયમ નથી. શરીરની જે અવસ્થાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરી શકાય એમ હોય તે અવસ્થામાં ધ્યાન કરવું. સૂતાં, બેઠાં કે ઊભાનો કોઈ ખરેખરો નિયમ નથી. દેશ-કાળની ચેષ્ટાથી સર્વે અવસ્થાએ મુનિઓ ઉત્તમ કેવળ જ્ઞાનાદિકનો લાભ કરી પાપ રહિત થયા, માટે ધ્યાન કરવામાં દેશ કાળનો કાંઈ ખરેખર નિયમ નથી. જ્યાં જે સમયે ત્રિકરણ યોગ સ્થિર હોય ત્યાં તે વખતે ધ્યાનમાં વર્તવું શ્રેયસ્કર છે.”
નવકારનો મહિમા અને ફળ. નવકારમંત્ર આ લોક અને પરલોક એમ બન્ને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથસૂત્રમાં કહેલું છે કે :
નાતેફ વોર-સાવય વિસર નહmઈ-વંઘ-મયાÉી
चिंतिज्जंतो रक्खस रण-राजभयाई भावेण ||१|| ભાવથી નવકાર ગણતાં ચોર, સિંહ, સર્પ, પાણી, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ, રાજભય વિગેરે ભયો જતા રહે છે.
બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે - "પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ઋદ્ધિવંત થાય, અને મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્ગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે, નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરોપમમાં કરેલા પાપનો ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણી વગર શંકાએ તીર્થકર નામગોત્ર બાંધે છે, આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮,૦૮,૦૮,૮૦૮) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે.” • ૧. યોગ-મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
23
નવકારથી થતા આ લોકના ફળ ઉપર શિવકુમારનું દષ્ટાંત જાગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પોતાના મૃત્યુ સમયે શિખામણ આપી કે "કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્બસનથી નિર્ધન થયેલો ધનાર્થી કોઈક દુષ્ટ પરિણામવાળા યોગીના કહેવાથી તેનો ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખડ્ઝ લઈ ત્યાં તે યોગીએ તૈયાર રાખેલા મડદાના પગને મસળતો હતો; તે વખતે પોતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે-ત્રણ વાર તે શબ ઊભું થઈ તેને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શક્યું નહીં. છેવટે ત્રીજી વાર તે શબે પેલા યોગીનો જ વધ કર્યો કે જેથી તે યોગી જ સુવર્ણ પુરુષ બની ગયો, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તે વડે તેણે જિન-વૈચાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યા.
નવકારથી થતાં પરલોકના ફળ ઉપર વડની સમળીનું દષ્ટાંત ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કોઈક સમળીને પારધીએ બાણથી વીંધી નાખી. તેને પાસે રહેલા કોઈક સાધુએ નવકાર સંભળાવ્યો, તેથી તે મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા તેને છીંક આવતાં પાસે રહેલા કોઈકે "નમો અરિહંતાણં” એવો ઉચ્ચાર કર્યો, જેથી તે રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસો વહાણ માલના ભરીને ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તે જ વડના ઝાડ આગળ (જ્યાં પોતે મરણ પામી હતી ત્યાં જ) આવી અને "સમળીવિહાર ઉદ્ધાર" એવા નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું દેવાલય કરાવ્યું. એમ જે પ્રાણી મરણ પામતી વખતે પણ નવકારનું સ્મરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે.
ધર્મ-જાગરિકા તે માટે સૂતાં અને ઊઠીને તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયસ્કર છે. વળી ધર્મજાગરિકા કરવી (પાછલી રાત્રે વિચાર કરવો) તે પણ મહા-લાભકારક છે. કહેવું છે કે :
कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरुणो। को मह धम्मो के वा, अभिग्गहा का अवत्था मे ||१|| किं मे कडं किच्चं च किं सेसं, किं सक्कणिज्जं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवज्जयामि ||२|| . હું કોણ છું, મારી કઈ જાત છે? મારું કર્યું કુળ છે? મારા દેવ કોણ છે? ગુરુ કોણ છે? મારો ધર્મ કયો છે? મારો અભિગ્રહ કયો? મારી અવસ્થા શું છે? શું મેં મારું કર્તવ્ય કર્યું કે નહીં? કાંઈ ન કરવા યોગ્ય કર્યું કે શું? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતો નથી શું? અન્ય જન મારું સારું કે ખરાબ શું જુએ છે? અને હું પોતાનું સારું-ખરાબ શું જોઉં છું? મારામાં રહેલો હું કયો દોષ છોડતો નથી ?
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એમ જ આજે કઈ તિથિ છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકોમાં કયું કલ્યાણક છે? અથવા આજે મારે શું શું કરવું જોઈએ? ઈત્યાદિ વિચાર કરે.
આ ધર્મ-જાગરિકામાં ભાવથી પોતાનું કુલ, ધર્મ, વ્રત ઈત્યાદિકનું ચિંતવન, દ્રવ્યથી સદ્દગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં? પુરમાં? ગામમાં? અથવા સ્થાનમાં છું? કાળથી હમણાં પ્રભાત કે રાત્રિ બાકી છે? ઈત્યાદિ વિચાર કરવો. પ્રસ્તુત ગાથાના “સવથપ્પનિયમરૂ' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારનો અહીં સંગ્રહ કર્યો છે.
એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતાનો જીવ સાવધાન થાય છે. પોતાનાં કરેલાં પાપ, દોષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે આનંદ, કામદેવાદિક શ્રાવકો પણ પાછલી રાત્રે ધર્મ-જાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની પડિયા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા, માટે "ધર્મ-જાગરિકા જરૂર કરવી; ધર્મ-જાગરિકા કર્યા પછી જો પડિક્કમણું કરતો હોય તો તે કરે; પડિક્કમણું ન કરતો હોય તેણે પણ "રાગ” એટલે મોહ, માયા અને લોભથી ઉત્પન્ન થયેલા તે "કુસ્વપ્ન” અને "ષ" એટલે ક્રોધ, માન, ઈર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે "દુઃસ્વપ્ન" તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણમાં પહેલાના પરિહાર માટે એકસો આઠ શ્વાસોચ્છવાસનો અને બાકીના બેના પરિહાર માટે સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. વ્યવહાર-ભાષ્યમાં કહ્યું છે કે, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ન આવ્યું હોય તો સંપૂર્ણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જો સ્વપ્નમાં મૈથુન સેવ્યું હોય તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો.
કાયોત્સર્ગ "ચંદે સુનિમલયરા” સુધી એક લોગસ્સના પચ્ચીસ શ્વાસોચ્છવાસ ગણાય છે. એવો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી એકસો શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કર્યો ગણાય છે. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરવો હોય તો લોગસ્સ ચાર વાર “સાગરવરગંભીરા' સુધી ગણવા જોઈએ.”
અથવા દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં, અથવા હરકોઈ પણ સઝાય કરવા યોગ્ય પચ્ચીશ શ્લોકનું ધ્યાન કરવું - એ પ્રમાણે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલાં પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે કદાચિત મોહના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તો તત્કાળ ઊઠીને ઈરિયાવહિ પડિક્કમીને એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વિગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસ્સગ્ન કરવો. કદાપિ દિવસે સૂતાં જો કુસ્વપ્ન થયું હોય તો પણ કાયોત્સર્ગ કરવો. પણ તે જ વખતે કરવો કે સંધ્યાના પ્રતિક્રમણ વખતે કરવો, તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યો નથી) તેથી તે બહુ શ્રુતો પાસે જાણવા યોગ્ય છે.
સવપ્ન વિચાર વિવેકવિલાસમાં તો વળી સ્વપ્નવિચાર વિષે એમ લખેલું છે કે -
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
"સારું સ્વપ્ન દેખવામાં આવ્યા પછી સૂવું નહીં ને દિવસ ઊગ્યા પછી ઉત્તમ ગુરુની પાસે જઈને સ્વપ્ન કહેવું; અને નઠારું સ્વપ્ન દેખીને પાછું તરત સૂઈ જવું, ને તે કોઈને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે જેને બરોબર) હોય, પ્રશાંત (શીતળ પરિણામી) હોય, ધર્મપ્રિય હોય, નીરોગી હોય, જિતેન્દ્રીય હોય, એવા પુરુષને સારાં કે નઠારાં સ્વપ્નો ફળ આપે છે.
૮૫
૧. અનુભવેલું, ૨. સાંભળેલું, ૩. દીઠેલું, ૪. પ્રકૃતિના બદલવાથી, ૫. સ્વભાવથી, ૬. ઘણી ચિંતાથી, ૭. દેવના પ્રભાવથી, ૮. ધર્મના મહિમાથી, ૯. પાપની અધિકતાથી, એમ નવ પ્રકારનાં સ્વપ્ન આવે છે. આ નવ પ્રકારનાં સ્વપ્નોમાંથી પહેલાંનો છ પ્રકારનાં સ્વપ્નાં શુભ હોય કે અશુભ હોય પણ તે બધાં નિરર્થક સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપ્નાં ફળ આપે છે.
રાત્રિના પહેલા પ્રહરે સ્વપ્નમાં જોયું હોય તો બાર માસે ફળ આપે; બીજે પ્રહરે જોયું હોય તો છ માસે ફળ આપે; ત્રીજે પ્રહરે જોયું હોય તો ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહરે જોયું હોય તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાતે સ્વપ્ન જોયું હોય તો ખરેખર દશ દિવસમાં ફળ આપે અને સૂર્યોદય વખતે આવ્યું હોય તો તત્કાળ ફળ આપે. એકી સાથે ઘણાં સ્વપ્ન જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય; ચિંતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિકની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવાં. પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દેખે તો તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે. અશુભ સ્વપ્ન દીઠું હોય તો શાંતિક કૃત્ય કરવાં.”
સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે :- નઠારું સ્વપ્ન દેખીને થોડી રાત્રિ હોય તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈપણ વખતે કહેવું નહીં, તેથી તે ફળતું નથી.’ સ્વપ્ન દીઠા પછી તરત જ ઉઠીને જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરે અથવા નવકા૨ ગણે તો તે સારું ફળ આપે. ભગવાનની પૂજા રચાવે, ગુરુભક્તિ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો નઠારું સ્વપ્ન હોય તો પણ સારું સ્વપ્ન થાય છે. (અર્થાત્ તેનું શુભ સ્વપ્ન જેવું ફળ થાય છે.) દેવ, ગુરુ, તીર્થ અને આચાર્યનું નામ દઈ સ્મરણ કરી જે નિરંતર સૂવે તે કોઈ દિવસે પણ નઠારૂં સ્વપ્ન દેખે નહીં.
પ્રાતઃકાળની વિધિ
પોતાને દાદર (રીંગવોર્મ) વિગેરે થયું હોય તો થૂંક ઘસવું અને શરીરના અવયવો દૃઢ થાય તે માટે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાતઃકાળે પુરુષ પોતાનો જમણો હાથ અને સ્ત્રી પોતાનો ડાબો હાથ પુણ્ય પ્રકાશક હોવાથી જુએ.”
માતા, પિતા અને વૃદ્ધ ભાઈ વગેરેને જે નમસ્કાર કરે તેને તીર્થયાત્રાનું ફળ થાય છે, માટે દ૨૨ોજ વૃદ્ધવંદન કરવું. જેઓ વૃદ્ધ પુરુષોની સેવા કરતા નથી. તેઓથી ધર્મ, જેણે રાજાની સેવા કરી નથી. તેનાથી સંપદા, અને ઘણા માણસોએ સત્કારેલી વેશ્યાની મિત્રતા રાખે છે તેમનાથી આનંદ દૂર રહે છે.
પ્રતિક્રમણ કરનારને પચ્ચક્ખાણ કર્યા પહેલાં ચૌદ નિયમ ધારવાના હોય છે, તે ધારે, તેમજ પ્રતિક્રમણ ન કરતો હોય તેણે પણ સૂર્યોદયથી પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા. શક્તિ પ્રમાણે નમુક્કારસહિ ગંઠિસહિ, એકાસણ, બીયાસણ આદિ પચ્ચક્ખાણ કરવાં, ચૌદ નિયમ ધારેલા હોય તેણે દેશાવગાસિકનું
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ પચ્ચખાણ કરવું. વિવેકી પુરુષે સદ્ગુરુની પાસે સમ્યકત્વ-મૂળ શ્રાવકનાં યથાશક્તિ બારવ્રત અંગીકાર કરવાં. એ બારવ્રતને અંગીકાર કરવાથી સર્વ પ્રકારથી વિરતિપણું મળવાનો સંભવ રહે છે. વિરતિવંતને મહાફળની પ્રાપ્તિ થાય છે. અવિરતિને તો નિગોદીયા જીવોની જેમ મન, વચન, કાયાના વ્યાપાર ન હોવા છતાં પણ બહુ કર્મબંધાદિ મહાદોષનો સંભવ થાય છે. કહ્યું છે કે:- "જે ભાવવાળા ભવ્ય પ્રાણીએ થોડી પણ વિરતિ કરી છે તેને દેવતા પણ ચાહે છે, કેમકે તે વિરતિ (પચ્ચકખાણ) દેવતા પોતે કરી શકતા નથી. એકેન્દ્રિય જીવો કળવાહાર નથી કરતા, પણ વિરતિપરિણામના અભાવથી તેઓને ઉપવાસનું ફળ મળતું નથી. મન, વચન, કાયાથી પાપ કરતા નથી તો પણ અનંતકાળ સુધી એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણે જે રહે છે તે પણ અવિરતિનું જ ફળ છે. તિર્યંચો (અચ્છાદિક) કોરડા, આર, ભારવહન, વધ, બંધન વિગેરે સેંકડો દુઃખ પામે છે, તે જો પૂર્વ ભવમાં વિરતિ કરી હોત તો પામત નહીં.”
અવિરતિના ઉદયથી દેવતાઓની જેમ ગુરુ-ઉપદેશાદિકનો યોગ છતાં પણ નવકારશી માત્રનું પચ્ચકખાણ ન કીધું એવા શ્રેણિક રાજાએ ક્ષાયિક સમકિત હોવા છતાં અને વળી ભગવંત મહાવીરસ્વામીની વારંવાર વાણી સાંભળવા છતાં પણ કાગડા પ્રમુખના માંસ માત્રનું પચ્ચક્કાણ ન કીધું. પચ્ચખાણ કરવાથી જ અવિરતિને જીતાય છે. પચ્ચકખાણ વળી અભ્યાસથી થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં કુશળપણું આવે છે. અનુભવસિદ્ધ છે કે, લેખનકળા, પઠનકળા, ગણિતકળા, ગીતકળા, નૃત્યકળા વિગેરે સર્વ કળાઓ અભ્યાસ વિના સિદ્ધ થતી નથી, માટે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. કહેવું છે કે :
अभ्यासेन क्रिया सर्वा अभ्यासात्सकलाः कलाः ।
अभ्यासाद्धयानमौनादिः, किमभ्यासाय दुष्करम् ॥ અભ્યાસથી સર્વ ક્રિયા, સર્વકળા અને ધ્યાન - મૌનાદિક સિદ્ધ થાય છે. અભ્યાસને શું દુષ્કર છે? નિરંતર વિરતિ પરિણામનો અભ્યાસ રાખ્યો હોય તો પરલોકમાં પણ તે પાછળ આવે છે. કહેલ
जं अब्भसेइ जीवो, गुणं च दोसं च एत्थ जम्मंमि ॥
तं पावइ परलोए, तेणय अभासजोएण ॥ ગુણ અથવા દોષનો જેવો અભ્યાસ જીવ આ ભવમાં કરે તે ગુણ અને દોષ અભ્યાસના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું? તેની સવિસ્તાર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી રીતે જાણી, ઈચ્છા મુજબ પરિમાણ રાખી નિયમનો સ્વીકાર કરે તો તેનો ભંગ ન થાય, નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લેવો કે, જે રીતે આપણે પાળી શકીએ, સર્વ નિયમોમાં સહસાનાભોગાદિ ચાર આગાર છે એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તો પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર પણ ગ્રહણ ૦ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં.
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૮૭
કરે તો નિયમનો ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મનાં વિશે જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો.
પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધો હોય, તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાન્તિ વિગેરે થવાથી, જો સચિત્ત જલપાન, તાંબૂલ-ભક્ષણ, કાંઈક ભોજન વગેરે થાય અને પછી તપસ્યાનો દિવસ જણાય, તો મુખમાં કોળીયો હોય તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને, પ્રાસુક, જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભોજન થયું હોય તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી અને સમાપ્તિના અવસરે તે તપ વર્ધમાન (જટલા દિવસ પડયા હોય તેટલા વધારે કરીને) કરવું, એમ કરે તો અતિચાર માત્ર લાગે પણ નિયમનો ભંગ થાય નહીં. આજે તપસ્યાનો દિવસ છે, એમ જાણવા છતાં જો એક પણ દાણો ગળી લેવામાં આવે તો નિયમભંગ થવાથી નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાનો દિવસ છે કે નહીં? અથવા એ વસ્તુ લેવાય કે નહીં ? એવો મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લાગે.
ઘણો મંદવાડ, ભૂત-પિશાચાદિકના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પદંશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આગારનો ઉચ્ચાર કર્યો છે તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમનો ભંગ થાય તો મોટો દોષ લાગે છે માટે થોડો નિયમ લઈને તે બરાબર પાળવામાં જ ઘણો ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ, માટે જ પચ્ચખાણમાં આગાર રાખેલા છે.
જો કે કમલશ્રેષ્ઠીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો, તો પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જો પુણ્યને અર્થે નિયમ લે તો તેનું કેટલું ફળ કહેવું? કહ્યું છે કે પુણ્યની ઈચ્છા કરનાર પુરુ જે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલો નાનો હોય તો પણ કમલશ્રેષ્ઠીની માફક ઘણાં લાભને માટે થાય છે. પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠીનું દષ્ટાંત આગળ કહીશું.
નિયમ લેવાનો વિધિ પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મ સત્ય કરી માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર કે બે વાર એક વાર જિનપૂજા કે જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવાં કે આઠે થોયે કે ચારે થોથે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને જો ગુરુની જોગવાઈ હોય તો તેમને વૃદ્ધવંદન લઘુવંદનથી વાંદવા અને ગુરુની જોગવાઈ ન હોય તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય તેને) તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો. ચોમાસામાં, પાંચ પર્વણીમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્રપૂજા કરવાનો; માવજીવદર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી પ્રભુ આગળ ધરી • ગુરુનો વંદનવિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે.
Page #109
--------------------------------------------------------------------------
________________
८८
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પછીથી ખાવાનો; તેમજ દર વર્ષે જે નવાં ફળ-ફૂલ આવે તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો; દરરોજ સોપારી બદામ વિગેરે ફળ ચડાવવાનો), આષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી પર્યુષણ વિગેરે મોટી પર્વણીમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો, નિરંતર, પર્વણીમાં કે વર્ષમાં કેટલીક વાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિક ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો; દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે પ્રભુના જન્મકલ્યાણકાદિકે દેરાસરે મોટા આડંબર મહોત્સવપૂર્વક ધ્વજા ચડાવવાનો; પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટ પ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવાવનો; તેમજ રાત્રિજાગરણ કરવાનો નિરંતર કે ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાનો, ચૂનો ધોળાવવાનો, તથા ચિત્રામણ કરાવવાનો; પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતર કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વ જનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો; પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં અંત્તરાસણ, કટાસણાં(મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદોરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાનો; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરી શાળામાં મૂકવાનો; પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિકથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ ઉદ્ધરવાનો; દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસે પ્રમુખ સ્વાધ્યાય કરવાનો નિરંતર દિવસે નવકારસી પ્રમુખ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચકખાણ કરવાનો; બે ટાઈમના પ્રતિક્રમણ કરવાનો; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ.
ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં, તેમાં સાતમા ભોગપભોગ વ્રતમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુનું યથાર્થ જાણપણું રાખવું.
સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિક સર્વ જાતિના દાણાં, સર્વ જાતિનાં, ફળ, પત્ર, લૂણ, ખારી (ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં), માટી, ખડી, થરમચી, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં, પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે કણ તથા મગ, અડદ, ચણા આદિકની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં; કેમકે, કેટલીકવાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય; પાર વિગેરે દીધા વિનાના ફકત શેકેલા તલ, ઓળા, (પોપટા-લીલા ચણા) પોહોંક, સેકેલી ફળી, પાપડી તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખના વધારવા માટે રાંધેલાં ચીભડાં, કાકડી ૦૧. કેટલાક સ્થળોએ, ગામડાઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૮૯
તથા સચિત્ત બીજ જેમાં હોય એવાં સર્વ જાતિનાં પાકેલાં ફળ; એ બધાં મિશ્ર જાણવાં. જે દિવસે તલપાપડી કરી હોય તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વિગેરેમાં જો તલપાપડી નાંખી હોય તો તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશોમાં ઘણો ગોળ નાખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે.
વૃક્ષથી તત્કાળ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વગેરેનો તત્કાળનો કાઢેલો રસ કે પાણી; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિ યેર, સીંગોડા, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, ઘણા દબાવીને કણીયા રહિત કરેલ જીરું, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યારપછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે પ્રાયે અચિત્ત કીધેલા હોય તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એવો વ્યવહાર છે. જેમકે, કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય, એઓને ઘણું ઝીણું વાટેલું મીણ દઈ ખૂબ મર્દન કીધેલ હોય તો પણ પ્રાયે અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં, જે માટે ભગવતી સૂત્રના એકવીશમા શતકે ત્રીજા ઉદ્દેશમાં કહેલ છે કે, "વમય શિલા ઉપર વજુમય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયનો ખંડ (કાચી માટી વિગેરેનો કટકો) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તો પણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી.” (એવું સૂક્ષ્મપણું હોય છે, માટે પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના અચિંત્ત થતાં નથી.) વળી સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, (ઝીણી દ્રાક્ષ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડંગ, અખરોટ, તીમજા, જળદાળુ, પીસ્તાં, ચણકબાબા (કબાબચીની), સ્ફટિક જેવો ઉજ્વળ સિંધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણ (ભઠ્ઠીમાં પાકેલું લૂણ) બનાવટથી બનાવેલ હરકોઈ જાતિનો ખાર, કુંભારે મન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મોથ, કોંકણ દેશનાં પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગોડાં અને સોપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવા એવો વ્યવહાર છે. બૃહત્કલ્પસૂત્રમાં પણ કહે છે કે -
जोयणसयं तु गंतु, अणहारेणं तु मंडसंकती।
वायागणिधूमेण य, विद्धत्थं होइ लोणाई ||१|| "લૂણ વિગેરે સચિત્ત વસ્તુઓ જ્યાં ઉત્પન્ન થઈ હોય ત્યાંથી એકસો યોજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પોતાની મેળે અચિત્ત બની જાય છે.” અહીંયાં કોઈ એવી શંકા કરે કે, કોઈ પ્રબળ અગ્નિના શસ્ત્ર વિના માત્ર સો યોજન ઉપરાંત ગમન કરવાથી જ સચિત્ત વસ્તુઓ અચિત્ત કેમ થઈ શકે? તેને ઉત્તર આપતાં કહે છે-જે સ્થાનકે જે જે જીવો ઉપજેલા છે તે તે દેશમાં જ જીવે છે, ત્યાંના હવાપાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારનો અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પત્તિ-સ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે, વળી એક સ્થાનકેથી બીજે સ્થાનકે નાંખતાં, પછાડતાં અથડાવા-પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં, ઉથલપાથલ થવાથી અચિત્ત થાય છે. વળી સો યોજના
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે. લવણાદિ’ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચાર્ણ છે. પીપર, હરડે વિગેરે આચાર્ણ અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચીર્ણ છે.
સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ. . आरुहणे ओलहणे, निसिअण गोणाईणं च गाउन्हा ।
भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ||१|| ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમજ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણા રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે.
જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. ૧. સ્વકાયશસ્ત્ર, ૨. પરકાયશસ્ત્ર, ૩. ઉભયકાયશસ્ત્ર. સ્વકાયશસ્ત્ર : જેમકે - ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર, પરકાયશસ્ત્ર-જેમકે, પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી. ઉભયકાય શસ્ત્ર-જેમકે, માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે :
उप्पल पउमाई पुण, उन्हें दिन्नाइं जाम न धरंति, मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुंति ||१|| मगदंति अ पुष्फाई उदयेच्छूढाई जाम न धरंति;
उप्पल पउमाइ पुण, उदयेच्छूढाई चिरं हुंति ||२|| ઉત્પલ કમળ ઉદયનિય હોવાથી એક પ્રહર માત્ર પણ આત૫ (તડકા)ને સહન કરી શકતાં નથી કિંતુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો મચકુંદ, જાઈનાં ફૂલ ઉષ્ણયોનિય હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે (સચિત્ત રહે છે.) મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યાં હોય તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમળ, પદ્મકમળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાખ્યાં હોય તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતાં નથી.) લખેલ છે કે :
पत्ताणं पुष्फाणंसरडुफलाणं तहेव हरिआणं।
बिटमि मिलाणंमि नायव्वं जीव विप्पजढं || પત્રનાં, પુષ્પનાં સરડફળ (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળ)નાં તેમજ વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનાં અને સામાન્યથી સર્વ વનસ્પતિઓનાં બીટ (ડાળમાંથી ઊગતો
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૯૧ ફણસલો, મૂળ, નાળ (વચલી થડની દાંડી) કરમાય એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઈ છે.
વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠા શતકે પાંચમા ઉદ્દેશામાં સચિત્ત-અચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે :
(ભગવંતને શ્રી ગૌતમે પૂછયું કે, "હે ભગવાન્ ! શાલિ, કમોદના ચોખા, કલમશાળી ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ઘાલી કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે?"
(ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, "હે ગૌતમ ! જઘન્યથી ઓછામાં ઓછી) અંતર્મુહૂર્ત (કાચી બે ઘડી વાર) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈકમાં યોનિ રહે છે. ત્યારપછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે."
વળી પૂછે છે કે –
अह भंते कलया-मसूर-तिल-मुग्ग-मास-निप्फाव कुलत्थ-अलिसंदग-सइण पलि-मंथग-माइण एएसिणं-धन्नाणं अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छराई सेसं तं चेव ।।
પ્રશ્ન:- "હે ભગવન્! વટાણા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂકયાં હોય તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે?"
ઉત્તરઃ- જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યારપછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે.
પ્રશ્ન:- હે ભગવન્! અળસી, કુસુંબો, કોદરા, કાંગ, બંટી, રાલો, કોડસગ, શણ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે?
ઉત્તર:- હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેના જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.)
કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાગ્યમાં લખેલ છે કે, તેડુ તિવારિસાયં નિષ્ક્રતિ સેતુ ત્રિવર્ણાતીત વિધ્વસ્તયોનિમેવ પ્રદીતું ન્યતે | સેતુ: कर्पास इति तवृत्तौ ।। ૦ પ્રાકત કલાય શબ્દનો પર્યાય લખનાર શ્રાદ્ધવિધિના ટીકાકારે 'ત્રિપુટ' એવો પર્યાય લખ્યો છે. એનો અર્થ મક્કાઈ થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય.
આટો (લોટ) મિશ્ર થવાની રીત "નહિં ચાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પોષમાં ત્રણ દિવસ સુધી, મહા અને ફાગણમાં પાંચ પહોર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પહર સુધી, જેઠને અષાઢમાં રણ પ્રહર સુધી મિશ્ર રહે, ત્યારપછી અચિત્ત ગણાય છે અને ચાળેલો આટો તો બે ઘડી વાર પછી અચિત્ત થઈ જાય છે.”
શંકા-અચિત્ત થયેલ આટો અચિત્ત ભોજન કરનારને કેટલાક દિવસ સુધી કહ્યું? • (ઉત્તર આપતાં ગુરુ શ્રાવક આશ્રયી કહે છે કે, એમાં દિવસનો કાંઈ નિયમ નથી, પણ સિદ્ધાંતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. "દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણકાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિકની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, આદિમાં ફેરફાર થાય નહીં અને ઈયળ વિગેરે જીવો પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જો વર્ણાદિનો ફેરફાર થાય તો ન કહ્યું અને અવધિ પૂરી થયા છતાં વર્ણાદિ ન ફર્યા હોય તો પણ કલ્પે નહીં.
સાધુને આશ્રીને સાથવાની (શેકેલા ધાન્યના લોટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઈત્યાદિકમાં સાથવામાં જીવોત્પત્તિ થતી હોય ત્યાં તે લેવો નહીં. લીધા વિના નિર્વાહ ન થતો હોય તો તે દિવસનો કરેલો લેવો. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તો બે-ત્રણ દિવસનો કરેલો ને ચાર-પાંચ દિવસનો કરેલો હોય તો તે સર્વ ભેગો લેવો.
તે લેવાનો વિધિ આ પ્રમાણે છે-ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર માત્ર કંબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો પછી ઉચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યું હોય તે ઉપાડીને ઠીકરામાં મૂકવું એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય તો તે સાથવો વાપરવો અને જો જીવ દેખાય તો ફરી નવ વાર પ્રતિલેખન કરવું. તો પણ જીવ દેખાય તો ફરી નવ વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તો વાપરવો અને ન થાય તો પરઠવવો. તેમ છતાં નિર્વાહન થતો હોય તો, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવો. કાઢી નાંખેલી ઈયળ વિગેરે જીવ ઘરટ વિગેરેની પાસે ફોતરાનો મોટો ઢગલો હોય ત્યાં મૂકવા, તેવો ઢગલો ન હોય તો, ઠીકરામાં થોડો સાથવો નાખી બાધા ન થાય તેમ મૂકવા.
પકવાન આશ્રયી કાળ નિયમ - "સર્વ જાતિના પકવાન વર્ષાઋતુ (ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીતઋતુ (શિયાળા)માં એક મહિનો અને ઉષ્ણકાળ (ઉનાળા)માં વીસ દિવસ સુધી કલ્પે એવો વ્યવહાર છે.” આ ગાથા કયા ગ્રંથની છે એવો નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે - જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી કલ્પનીય છે. બાકી દિવસનો કાંઈ પણ નિયમ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૯૩
દૂધ, દહીં, છાશનો વિનાશકાળ
જો કાચા (ઉકાળ્યા વગરના) ગોરસ (દૂધ, દહીં, છાશ)માં મગ, અડદ, ચોળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહીં તો બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. આ ગાથામાં દુદિણુવરિ' (બે દિવસ ઉપરાંત)ને બદલે ‘તિવિષ્ણુવરિ’ (ત્રણ દિવસ ઉપરાંત) એવો પાઠ વિંચત છે. પણ તે ઠીક નથી તેમ જણાય છે; કારણ કે ‘થ્થઇર્દિતયાતીતમિતિ’ એવું શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનું વચન છે.
દ્વિદળ કોને કહેવું?
જે ધાન્યને પીલવાથી તલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણો રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય.
અભક્ષ્ય કોને કહેવાં ?
વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી વિગેરે, એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે બીજાં સર્વ જાતિનાં કોહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન પાન્નાદિ, બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય-એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની વૃત્તિથી જાણવું.
કાય,
વિવેકવંત પ્રાણીએ જેમ અભક્ષ્ય વર્જવાં, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, માટી, ટીંબલં, જાંબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડાં, આંબા વિગેરેના મહોર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણ વર્જન કરવાં; તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગોલાં, પાકાં કંકોડાં, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તુંબડાં, કોહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં તે દેશમાં ન વર્ષે તો ફોગટ જૈનધર્મની નિંદા થાય; અને અનંતકાય તો પારકે ઘેર ગંધાઈ અચિત્ત થયા હોય તો પણ નિઃચૂકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જો કે અચિત્ત થયાં હોય અને પોતાને પચ્ચક્ખાણ ન હોય તો પણ વર્ઝન જ કરવાં અને વળી મૂળો તો પંચાંગથી તજવા યોગ્ય છે, સુંઠ, હળદર તો નામ અને સ્વાદના બદલાવાથી સુકાયા પછી કલ્પે છે.
ઉકાળેલા પાણીની રીતિ
ઉનું પાણી ત્રણ વાર ઉકાળા ન આવે ત્યાં સુધી તો મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહેલ છે કે ઃ
જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે. (ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસોની આવ-જાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર
Page #115
--------------------------------------------------------------------------
________________
-
શ્રાવિધિ પ્રકરણ
મિશ્ર છે, પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે.
ચોખાના ધોવણમાં આદેશ-ત્રિકને મૂકીને તંદુલોદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યાથી અચિત્ત ગણાય છે.
(આદેશ-ત્રિક બતાવે છે) કોઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણવું. બીજા કોઈક આચાર્ય એમ કહે છે કે તે ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે તે જ્યાં સુધી ન ફુટી જાય ત્યાં સુધી મિશ્ર ગણવું. ત્રીજા કોઈ આચાર્ય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણાય છે.
એ ત્રણે આદેશ પ્રમાણ ગણાય એમ નથી જણાતા; કેમકે કોઈ વાસણ કોરું હોય તો તેને સુકાતાં વધારે વાર લાગે નહિ, તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તો તત્કાળ સુકાઈ જાય અને બીજાં વાસણ પણ તેમ ન હોય તો ઘણીવારે સુકાઈ શકે; માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઉચેથી ધોવણ વાસણમાં નાંખે તો પરપોટા ઘણા થાય, નીચેથી નાખે તો થોડા વખતમાં ફુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તો થોડીવારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણીવારે ચોખા ચડે, તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણ હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતો; માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરો હેતુ તો એ જ છે કે – જ્યાં સુધી ચોખાનું ધોવણ અતિ નિર્મળ ન થાય ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું, ઘણા આચાર્યોનો એ જ મત હોવાથી એ જ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણોથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાના પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે - ઉપર લખેલું પાણી પોતાના પાત્રમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે; એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભોજનમાં લેવું. વળી વરસાદ વરસતો હોય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતર્મુહૂર્ત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા યોગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલું છે(અચિત્ત થયેલું છે) પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિર્મળ થઈ રહે છે.
ચોખાનું ધોવણ પહેલું, બીજ, ત્રીજું; તત્કાળનું હોય તો અચિત્ત થાય છે, પરંતુ ચોથું, પાંચમું વિગેરે ધોવણ ઘણા કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે.
અચિત્ત જળ કયાં સુધી રહે તેનું કાળમાન. "ત્રણ ઉકાળે ઉકાળેલું પાણી અને પ્રાસુક જળ સાધુજનને કહ્યું છે, પણ ઉષ્ણકાળ ઘણો લૂખો હોવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે પણ કદાપિ રોગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તો રખાય અને શીતકાળ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૯૫
સ્નિગ્ધ હોવાથી શિયાળામાં ચાર પ્રહર અને ચોમાસામાં તે ત્રણ પ્રહર ઉપરાંત કાળ થતાં સચિત્ત થાય છે, માટે ઉપર લખેલા કાળ ઉપરાંત કોઈને અચિત્ત જળ રાખવાની ઈચ્છા હોય તો તેમાં ખારપદાર્થ નાખી રાખવું કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં.”
- કોઈપણ બાહ્યશસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથી જ અચિત્ત જળ છે એમ જો કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કે શ્રુતજ્ઞાની પોતાના જાણપણાથી જાણતા હોય તો પણ તે અવ્યવસ્થા-પ્રસંગના (મર્યાદા ટૂટવાના) ભયથી વાપરતા નથી, તેમ બીજા કોઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી.
વળી સંભળાય છે કે, ભગવાન વર્તમાન સ્વામીએ "આ દ્રહ સ્વભાવથી અચિત્ત જળથી ભરેલ છે અને વળી સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિક ત્રસ જીવથી પણ રહિત છે.” એમ કેવળજ્ઞાનથી જાણવા છતાં પણ પોતાના કેટલાક શિષ્યો તૃષા પીડિત થયેલા પ્રાણસંશયમાં હતા, તો પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમજ કોઈક વખતે શિષ્યો ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાડાં) નજીક છતાં પણ અનવસ્થાદોષરક્ષા બંદોબસ્ત રાખવા) માટે તેમજ શ્રુતજ્ઞાનનું પ્રામાણિકપણું બતાવવા માટે તે તલ વાપરવાની આજ્ઞા ન આપી.
જેમકે, પૂર્વધર વિના સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્યશસ્ત્રના સ્પર્શ વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે છે એમ જાણી શકતા નથી. એટલા જ માટે બાહ્યશાસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં.
વળી કોરડુ મગ, હરડેના ઠળિયા વગેરે જો કે નિર્જીવ છે તો પણ તેની યોનિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે કે નિઃશુકતા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી (મુખમાં ઘાલી) ભાંગવાં નહીં. જે માટે ઓઘનિર્યુક્તિની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં કોઈ પ્રશ્ન કરેલ છે કે, મહારાજ ! અચિત્ત વનસ્પતિની યતના કરવાનું શા માટે કહો છો ? ત્યારે આચાર્ય ઉત્તર આપ્યો કે, એ પણ અચિત્ત વનસ્પતિ છે તો પણ કેટલીક વનસ્પતિઓની યોનિ અવિનષ્ટ હોય છે. કેમકે ગળો, કોરડુ મગ આદિને અવિનષ્ટ યોનિ કહ્યા માટે (ગળી સુકેલી હોય તો પણ તે ઉપર પાણી સિંચીએ તો પાછી લીલી થઈ શકે છે) યોનિ રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ ફળવતી છે.
- એમ સચિત્ત-અચિત્તનું સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કરવાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભોગવવા યોગ્ય હોય તેનો નિશ્ચય કરીને, પછી જેમ આનંદ-કામદેવાદિક શ્રાવકોએ ગ્રહણ કર્યું. તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાપિ તેમ કરવાનું બની શકે નહીં; તો પણ સામાન્યથી દરરોજ એક બે ચાર સચિત્ત, દશ બાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખનો નિયમ કરવો. એમ દરરોજ સચિત્તાદિકનો અભિગ્રહ રાખતાં જુદા જુદા દિવસે દરરોજ ફેરવવાથી સર્વ સચિત્તના ત્યાગનું પણ ફળ મળી શકે છે. એકદમ સર્વ સચિત્તનો ત્યાગ થઈ શકતો નથી, પણ થોડા થોડા અદલબદલ ત્યાગ કરવાથી માવજીવ સર્વ સચિત્તના ત્યાગનું ફળ પામી શકાય છે.
ફૂલ-ફળના રસને માંસ-મદિરાદિના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતા છતાં જે વૈરાગી થયા એવા દુષ્કરકારકને વંદન કરું છું.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
- સચિત્ત વસ્તુઓમાં પણ નાગરવેલનાં પાન દુસ્યાજ્ય છે; બીજાં બધાં સચિત્તને અચિત્ત કર્યા હોય તો પણ તેનો સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીનો સ્વાદ પણ સુકાયા પછીએ પામી શકીએ છીએ, પરંતુ નાગરવેલનાં પાન તો નિરંતર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-ફૂલ, કંથુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહીં. કદાપિ કોઈને વાપરવાની જરૂર હોય તો તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહીં. વળી પાન તો કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેઓનાં પ્રત્યેક પત્રમાં અસંખ્ય જીવની વિરાધના હોવાથી બ્રહ્મચારીઓને તો ખરેખર ત્યજવા યોગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે :
"જે એમ કહેવું છે કે, પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે, તે પણ જ્યાં એક પર્યાપ્તો ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્ત થાય છે." જ્યારે બાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે. તેમજ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્યો હોય ત્યાં તે નિશ્રામાં સંખ્યાતપર્યાપ્ત હોય છે, એમ આચારાંગસૂત્રની વૃત્તિમાં કહેલું છે. એમ એક પત્રાદિકથી અસંખ્ય જીવની વિરાધના થાય છે; એટલું જ નહીં પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ-ફૂલનો સંભવ હોવાથી અનંત જીવનો વિઘાત પણ થઈ શકે છે. કેમકે, જળ લવણાદિક અસંખ્ય જીવાત્મક જ છે; તેમાં જો સેવાળ પ્રમુખ હોય તો અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતોમાં કહેલું છે કે :
એક પાણીના બિંદુમાં તીર્થકરે જેટલા જીવ કહ્યા છે તે જીવો જો સરસવ પ્રમાણ શરીર ધારણ કરે તો આખા જંબૂદ્વીપમાં સમાઈ શકે નહીં.
લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હોય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તો આખા જંબૂદ્વીપમાં સમાઈ શકે નહીં. * પૃથ્વીકાય અને અપકાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરુષે પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સર્વ સચિત્તનો ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજક (તાપસ)ના સાતસો.
શિષ્યોનું દષ્ટાંત. અંબડ નામના પરિવ્રાજકને સાતસો શિષ્યો હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એવો નિયમ લીધો હતો કે-અચિત્ત અને કોઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ સચિત્ત અને કોઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેઓ એક વખત ગંગાનદીના કિનારે થઈ ઉનાળાના દિવસમાં ચાલતા કોઈક ગામ જતા હતા, તે વખતે બધાઓની પાસે પાણી ખૂટી ગયું, તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા. પણ નદી કિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં. છતાં કોઈના આપ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાણે વાપરવાનો નિયમ હતો તેથી તે કેમ વાપરી શકાય? અર્થાતુ ન વાપરતાં તે તમામ સાતસો પરિવ્રાજકોએ ત્યાં જ અણસણ કર્યા. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કોઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મદેવલોક (પાંચમે દેવલોકે) ઈન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તનો ત્યાગ કરે છે તે મહાત્મા મહા-સુખને પામે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ચૌદ નિયમ ધારવાની વિગત જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિય લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીતિ નીચે મુજબ છે.
૧. સચિત્તઃ મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો સામાન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, "પ્રમાણવંત નિર્જીવ પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે."
૨. દ્રવ્ય- સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વદ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરંબો, પુરી, ક્ષીર, દૂધપાક, એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. જેમકે, રોટલો, રોટલી, પોળી, માંડા, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટો, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ હોવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુ-પરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવા હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.)
૩. વિગઈઃ (વિગત) વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧. દૂધ, ૨. દહીં, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, ૬. કઢા વિગય. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.)
૪. ઉવાણહ (ઉપાનહ) - પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાં, કાષ્ઠની પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી.
૫. તંબોલ (તાંબૂલ) પાન, સોપારી, ખેરસાર કે કાથો વિગેરે સ્વાદિમ વસ્તુઓનો નિયમ કરવો.
૬. વત્થ (વસ્ત્ર) : પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતાઊ કે ધોતી અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી.
૭. કુસુમ - અનેક જાતિનાં ફૂલ સુંઘવાનો, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર ઘાલવાનો, કે શધ્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે-નિયમ થાય છે, પણ દેવ-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી.
૮. વાહરાઃ રથ, અશ્વ, પોઠીયો, પાલખી વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ કરવો.
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯. સયણ (શય્યા) : ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વિગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો. ૧૦. વિલેવણ (વિલેપન) : પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વિગેરેનો નિયમ કરવો. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત કંકણ, ધૂપ વિગેરે ક૨ે છે. ૧૧. બંભ (બ્રહ્મચર્ય) : દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ.
૧૨. દિસિ (દિશાપરિમાણ) : અમુક અમુક દિશાએ આટલા કોશ અથવા યોજનથી આગળ ન જવાનો નિયમ કરવો.
૯૮
૧૩. રહાણ (સ્નાન) : તેલ ચોળીને ન્હાવું તે કેટલીવાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી.
૧૪. ભાત – રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિમાણ કરવું.
-
અહીંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેનો યથાશક્તિ નિયમ કરવો. પચ્ચક્ખાણ કરવાની રીતિ
એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચક્ખાણ કરવાં. તે નવકારશી, પોરસી વિગેરે કાલ-પચ્ચક્ખાણ જો સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તો શુદ્ધ થાય; નહીં તો નહીં. બાકીનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જો સૂર્યના ઉદય પહેલા ઉચ્ચરેલી જે જે પચ્ચક્ખાણનો જેટલો જેટલો કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. જો સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પોરસી આદિ પચ્ચક્ખાણ કર્યાં હોય તો તે પચ્ચક્ખાણની પૂર્તિ ઉપર બીજું કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી અને તેની અંદર તો શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. નવકારસહી પચ્ચક્ખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્ત માત્ર (બે ઘડી)નું છે અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જો નવકાર ગણ્યા વિના ભોજન કરે છે તો તેના પચ્ચક્ખાણનો ભંગ થાય છે કેમ કે “હાએ સૂરે નમુક્કારસહિઅં” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદનો ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળ પચ્ચક્ખાણ પૂરું થાય તે વખતે જ ગ્રંથિસહિતાદિ પચ્ચક્ખાણ કરવાં. ગ્રંથિસહિત પચ્ચક્ખાણ બહુ વાર ઔષધ ખાનાર તથા બાળ-ગ્લાનાદિક (માંદા વિગેરે)થી પણ સુખે બની શકે એવું છે. વળી નિરંતર અ-પ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કર્યું હતું. તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેલું છે કે :
"જે પ્રાણી નિત્ય અપ્રમાદી ગણાતા ગ્રંથિસહિત પચ્ચક્ખાણ પારવા માટે ગ્રંથિ બાંધે છે તે પ્રાણીએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણી ગંઠિસહિત પચ્ચક્ખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠિસહિત પચ્ચક્ખાણને પાળતા પોતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો તો ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કરો, કેમકે, જૈનસિદ્ધાંતના જાણ પુરુષો ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું અણસણના જેટલું પુણ્ય પામવાનું બતાવે છે.”
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભોજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથિસહિત પચ્ચક્ખાણ પાળવા ગ્રંથિ બાંધે છે, તેમાં દ૨૨ોજ એક વાર ભોજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બેવાર ભોજન કરનારને અઠાવીસ ચૌવિહારા ઉપવાસનું ફળ મળે એવો વૃદ્ધવાદ છે. (ભોજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દ૨૨ોજ ખરેખર બે ઘડી વાર લાગે છે. તેથી એક વાર ભોજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવાર ભોજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં લાગવાથી દરેક માસે અઠાવીશ ઉપવાસનો લાભ થાય, એમ વૃદ્ધ પુરુષો ગણાવે છે.) જે માટે પઉમચરિય'માં કહેલ છે કે :
-
૯૯
"જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભોજન કરે છે, તેને દર માસે અઠયાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણી દ૨૨ોજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોના ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુઃસ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલા જ તપથી જિનવરનો ભક્ત; પલ્યોપમકોટી પ્રમાણ આયુ:સ્થિતિ દેવલોકમાં પ્રાપ્ત કરે છે. અમે દ૨૨ોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.”
એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું ફળ ઉપર પ્રમાણે સમજવું.
જે જે પચ્ચક્ખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચક્ખાણ હોય તેનો વખત પૂરો થવાથી આ અમુક પચ્ચક્ખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભોજન વખતે પણ યાદ કરવું. જો ભોજન વખતે પચ્ચક્ખાણને યાદ ન કરે તો કદાપિ પચ્ચક્ખાણનો ભંગ થઈ જાય છે.
અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ
૧. અશન-અન્ન, પક્વાન્ન માંડા, સાથુઓ વિગેરે જ ખાવાથી ક્ષુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨. પાન-છાશ, મદિરા, પાણી તે પાણી કે પાન કહેવાય. ૩. ખાદિમ (ખાદ્ય) - સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, પોંખ વગેરે ખાદિમ ગણાય છે. ૪. સ્વાદિમ (સ્વાદ્ય) – સુઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, ખેરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવંગ, કુઠ, વાવડંગ, બીડલવણ, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપળીમૂળ, ચકણબાબા, કચરો, મોથ, કાંટાસેળીઓ, કપૂર, સંચળ, હરડાં, બેહડાં કુંભઠ (કુમટીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડો, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપૂર, સોપારી વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચનસારોદ્વારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે કે “અજમો એ ખાદિમ જ છે.
સર્વ જાતિના સ્વાદિમ, એલથી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કલ્પે (વાપરી શકાય). વેસણ, વરીયાળી, શોવા (સુઆ) આમલગંઠી, આંબાગોટી, કોઠાપત્ર, લીંબુપત્ર, વગેરે ખાદિમ હોવાથી પણ દુવિહારમાં કલ્પે નહીં. તિવિહારમાં તો ફકત પાણી જ કલ્પે છે. પણ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ફુકારેલ પાણી, ઝામેલ પાણી તથા કપૂર, એલચી, કાથો, એરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તો કહ્યું, પણ ગાળેલ ન હોય તો ન કલ્પે.
યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં સ્વાદિમપણે ગણાવેલાં છે અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાશ પાનકમાં (પાણીમાં) ગણાવેલ છે; પણ દુવિહાર પ્રમુખમાં ન કલ્પે એવો વ્યવહાર છે. નાગપુરીયગચ્છના ભાષ્યમાં કહેલ છે કે :
. દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. - સ્ત્રી-સંભોગ કરવાથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને કહ્યું છે. કેમકે પચ્ચકખાણ જે છે તે લોમઆહાર (શરીરની ત્વચા શરીરમાં આહારનું પ્રવેશ થવું)થી નથી, પણ ફકત કવળ આહાર (કોળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે)નું જ પચ્ચખાણ કરાય છે. જો એમ ન હોય તો ઉપવાસ; આંબિલ એકાસણમાં પણ શરીર ઉપર તેલમર્દન કરવાથી કે ગાંઠ-ગુમડાં ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચકખાણ ભંગ થવાનો પ્રસંગ આવશે, પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમઆહારનો તો નિરંતર સંભવ થયા જ કરે છે, ત્યારે પચ્ચકખાણ કરવાના અભાવનો પ્રસંગ આવશે.
અણાહારી ચીજોનાં નામ લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ) પેશાબ, ગળો, કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે) ઉપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કોઈક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કોઈક દવા છે), આસંઘ, રીંગણી (ઉભી બેઠી), એળીયો, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કેથેરી, કેરડામૂળ, jઆડ, બોડથોડી, આછી, મજીઠ, બોળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એવો હોય તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિક કારણે વાપરવાં કલ્પ છે. કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે - | સર્વથા એકલો જે ભૂખને શમાવે તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે.
કૂર (ભાત) સર્વ પ્રકારે સુધા શમાવે છે, છાશ-મદિરાદિક તે પાન (પાણી), ખાદિમ તે માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજવો.
વળી સુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય એવાં જે લૂણ, હીંગ, જીરું વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપૂરાદિક, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુંઠમાં + ગોળ નાંખેલ હોય તે કાંઈ સુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણાવેલ છે. • ૧. તિવિહાર પણ ઓષ્ઠ ચર્વણથી ભાંગે છે. + ગોળનો વિકાર ઢીલો ગોળ, ઉકાળેલો શેરડીનો રસ,
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
અથવા ભૂખથી પીડાયેલો જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણવો. ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિક કોઈ આહારરૂપ છે અને કોઈક અણાહારરૂપ છે.
૧૦૧
ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આદિક ઔષધ અપાય છે તે અણાહાર છે.
અથવા જે પદાર્થ ક્ષુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે અને ક્ષુધાવંતને જે ખાતાં પોતાના મનને અપ્રિય લાગે છે તે અણાહાર કહેવાય છે.
મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પંચમૂળનો કાઢો (ઘણો કડવો હોય છે તે), ફળ તે આમળાં, હરડે, બહેડાદિક એ સર્વ અણાહાર ગણવાં, એમ ચૂર્ણીમાં કહેલ છે. નિશીથચૂર્ણમાં એવી રીતે લખેલ છે કે, "મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લીંબડાના અણાહાર સમજવાં.”
પચ્ચક્ખાણના પાંચ સ્થાન (ભેદ)
પચ્ચક્ખાણમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારશી, પોરસી વિગેરે કાળ પચ્ચક્ખાણ પ્રાયઃ ચોવિહાર કરવાં. બીજા સ્થાનમાં વિગઈનું, આંબિલનું, નીવિનું પચ્ચક્ખાણ કરવું, તેમાં જેને વિગઈનો ત્યાગ ન કરવો હોય તેણે પણ વિગઈનું પચ્ચક્ખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણ કરનારને પ્રાયે મહાવિગઈ (દારૂ, માંસ, માખણ, મધ)નો ત્યાગ જ હોય છે, તેથી વિગઈનું પચ્ચક્ખાણ સર્વને લેવા યોગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, બીયાસણું (બેસણું); દુવિહાર, તિવિહાર, ચોવિહારનું પચ્ચક્ખાણ કરવું. ચોથા સ્થાનમાં પાણસ્સ (પાણીના આગારો (પાઠ) લેવા)નું પચ્ચક્ખાણ કરવું. પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિક ચૌદ નિયમ સાંજ-સવારે સંક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવિ પ્રત્યે તિવિહાર-ચોવિહાર થાય છે, પણ અપવાદથી તે નીવિ પ્રમુખ પોરસી પ્રમુખનાં પચ્ચક્ખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે :
સાધુને રાત્રિએ ચોવિહાર હોય અને નવકારશી ચોવિહાર હોય. ભવચરિમ, ઉપવાસ અને આયંબિલ તિવિહાર અને ચોવિહાર બન્ને હોય છે. બાકીનાં પચ્ચક્ખાણો દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે.
નીવિ અને આયંબિલ આદિનો કલ્પ્યાકલ્પ્ય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પોતપોતાની સામાચારીવડે જાણવો. તેમજ પચ્ચક્ખાણભાષ્યથી અનાભોગ (અજાણતાં મુખમાં પડેલ), સહસારેનં (અકસ્માત્ મુખમાં પડેલ) એવા પાઠનો આશય સમજવો. એમ જો ન કરે તો પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ પડિલ્લામિય એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે ‘સૂ પુડ્સ’ એ પદનું વ્યાખ્યાન બતાવે છે.
જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ
સૂચિ એટલે મળોત્સર્ગ (લઘુનીતિ-વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વ સ્નાન-દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે. કારણ કે-મલ-મૂત્ર વિગેરે
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૨
પ્રકાર લોક-પ્રસિદ્ધ હોવાથી શાસ્ત્ર તે ક૨વા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુનો ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે. મલિન પુરુષે ન્હાવુ, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્કયતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ત એવા ઈહ-પરલોક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફળતા છે. એ મુજબ અન્ય સ્થળોએ પણ જાણવુ. શાસ્ત્રકારને સાવદ્ય આરંભમાં એ વાચિક અનુમોદના કરવી યોગ્ય નથી. કહેલું છે કે :
પાપવર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં, એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં લાગે એવું સમજી શકે નહીં તેને બોલવું પણ યોગ્ય નથી. તો પછી ઉપદેશ આપવો કેમ યોગ્ય હોય ?
મલોત્સર્ગનો ત્યાગ મૌનધારી થઈને નિદૂર્ષણ યોગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરવો ઉચિત છે. કહેલું છે કે :
લઘુનીતિ, વડીનીતિ, મૈથુન, સ્નાન, ભોજન. સંધ્યાદિકની ક્રિયા, પૂજા અને જાપ, એટલાં મૌન થઈને કરવાં.
વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે :
લઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા
વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બન્ને સંધ્યા વખતે (સવારે-સાંજે) જો મળમૂત્ર ક૨વા હોય તો ઉત્તર દિશા સન્મુખ કરવાં અને રાત્રે કરવાં હોય તો દક્ષિણ દિશા સામે કરવાં.
પ્રભાતની સંધ્યાનું લક્ષણ
· સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યનો અર્ધ ઉદય ન થાય ત્યાં સુધી પ્રભાતની સંધ્યાનો કાળ ગણાય છે.
સાયંકાળની સંધ્યાનું લક્ષણ
જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયો હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્રો દેખાતાં ન હોય ત્યાં સુધી સાયંકાળ (સંધ્યા) ગણાય છે.
મળમૂત્ર કરવાનાં સ્થાન
રાખનો કે છાણનો ઢગલો પડયો હોય તેમાં, ગાયને બેસવા-બાંધવાના ઠેકાણામાં, રાફડા ઉપર, ઘણાં માણસે જ્યાં મળમૂત્ર કીધા હોય તેમાં, આંબા, ગુલાબ પ્રમુખના થડમાં, અગ્નિમાં, સૂર્ય સામે, માર્ગ વચ્ચે, પાણીના સ્થાનમાં, સ્મશાન આદિ ભયંકર સ્થાનમાં, નદીને કાંઠે, નદીમાં, સ્ત્રી તથા પોતાના પૂજ્યના દેખતાં. એટલાં ઠેકાણાં મૂકીને મળમૂત્ર કરવાં; પરંતુ આકરી પીડા થઈ હોય તો એટલા ઠેકાણે પણ મળમૂત્ર કરવાં.
ઓધનિર્યુક્તિ વગેરે આગમમાં પણ સાધુ આશ્રયીને એમ કહેલું છે કે :
-
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૦૩
સાધુ મહારાજ આશ્રયી જ્યાં બીજા કોઈ આવી ન ચડે, તેમ બીજો કોઈ દેખી ન શકે એવા સ્થાનકે જ્યાં બેસતાં નિંદા ન થાય કે કોઈ સાથે લડાઈ ન થાય એવા સ્થાનકે; સરખી ભૂમિમાં એટલે પડી ન જવાય એવા સ્થાનકે; ઘાસ પ્રમુખે ઢાંકેલી ભૂમિ વર્જિત સ્થાને કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં કદાપિ વીંછી, સર્પ, કીડા, પ્રમુખ હોય તો વ્યાઘાતનો સંભવ થાય; અને કીડી વિગેરે હોય તો મરી જાય. થોડા કાળની કરેલી ભૂમિકામાં, વિસ્તર્ણ ભૂમિમાં, જઘન્યથી પણ એક હાથની જમીનમાં; જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિકથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં અતિશય આસન્ન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ ઘર, આરામાદિકને નજીક નહીં અને ભાવથી આકરી પીડા થઈ હોય તો તેવા સ્થાન પાસે પણ વોસિરાવે); બિલ વર્જિત સ્થાનકે; બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે; એવાં સ્થાનકે મળમૂત્ર વોસિરાવે (ત્યાગ કરે.)
દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ વર્જીને તેમ જ ત્રણ વાર પ્રમાર્જીને ત્રણ વાર અનાદિ નરસુરાદો એવો પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે.
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્રનો ત્યાગ ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત-પિશાચાદિકનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાસિકામાં પવન આવવાથી અર્શ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિન્દા થાય છે.
જેને કૃમિ નીકળતાં હોય તે છાયામાં મલ ત્યાગ કરે પણ જો તડકામાં બેસવું જ પડે તો, બે ઘડી પર્યત છાયા કરી ત્યાં ઉભો રહે.
મૂત્ર રોકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાનત્વ (મંદવાડ)ની પ્રાપ્તિ થાય છે.
મળ, મૂત્ર, ઘૂંક, બળખો, સળેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી જુનાગ૬ નમ્સ પારો એમ કહીને વોસિરાવવો, અને વોસિરાવ્યા પછી તત્કાળ વોસિરે વોસિરે એમ ત્રણવાર ચિંતવવું. વળી સળેખમાદિને તો તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંકવાં.
સંમૂર્છાિમની ઉત્પત્તિ જો એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડ્યાં રહે તો તેમાં અસંખ્ય સંમૂર્છાિમ (માતા-પિતાના સંયોગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેનો નાશ થવાનો દોષ લાગે છે. માટે પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં કહેવું છે કે -
"હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્ય કયાં ઉપજે? (ઉત્તર) હે ગૌતમ ! મનુષ્યક્ષેત્રમાં પિસ્તાલીસ લાખ યોજનમાં, અઢી દ્વીપમાં જે દ્વીપ-સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ (જ્યાં અસિ, મણિ, કૃષિ, કર્મ કરી લોકો આજીવિકા કરે છે)માં, છપ્પન અંતરદ્વીપ જ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં, બળખામાં, નાસિકામાં, વમન-(ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં, વીર્ય અને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યના પુદગલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રીપુરુષના સંયોગમાં, નગરની જાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. પણ તે કેવા ઉત્પન્ન થાય? તેનો ઉત્તર) એક અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના (દખાવ)વાળા, અસંશી (મન વગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂર્છાિમ જીવ ઉપજે છે, માટે બળખા, સળેખમ ઉપર ધૂળ કે રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા."
દાતણ અંગે માર્ગદર્શન દાતણ વિગેરે કરવું હોય તો નિર્દોષ સ્થાનમાં જાણીતા વૃક્ષના પ્રાસુક અને કોમલ દંતકાથી અથવા દાંતની દઢતા કરનાર તર્જની આંગળીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાખવી.
વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે :
"દાંત દઢ કરવા માટે દાંતની પીઠિકા (પેઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું."
દાતણ કરતાં શુભસૂચક અગમચેતી. દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે તેમાં પહેલો કોગળો કરતાં તેમાંથી જો એક બિંદુ ગળામાં ઊતરી જાય તો તે દિવસે તુરત ઉત્તમ ભોજન પામે.
દાતણનું પ્રમાણ અને તે કરવાનની રીતિ વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું જેનો કૂચો સારો થઈ શકે એવું, જેની અણી પાતળી હોય, દશ આગળ લાંબુ પોતાની ટચલી આંગળીના અગ્રભાગ જેટલું જાડું, જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થયેલા દાતણથી ટચલી અને દેવપૂજાની અંગુલીની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બન્ને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે પૂર્વ દિશા સામે સ્થિર આસને દાતણ કરવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય તેમ મૌન રહી દાતણ કરવું. દુર્ગન્ધવાળું, પોલું, સુકું, મીઠું, ખાટું અને મારું દાતણ ઉપયોગમાં લેવું નહીં.
દાતણ ન કરવા વિષે. વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને, અને પડવો, પાંચમ, આઠમ, નવમી, પુનમ, અમાવાસ્યા એ છ તિથિઓએ દાતણ ન કરવું.
વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ દાતણ ન હોય તો મુખશુદ્ધિ કરવાનો વિધિ એવો છે કે- બાર કોગળા પાણીના કરવા અને જીભની ઊલ તો જરૂર દરરોજ ઉતારવી, જીભ ઉપરથી ઊલ ઉતારવાની દાતણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પોતાની સન્મુખ પવિત્ર જગ્યાએ ફેંકવી.
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૦૫
દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી
જો દાતણની ચીર પોતાની સામે પડે તો સર્વ દિશાઓમાં સુખ-શાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તો સુખ માટે થાય, એથી વિરૂદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ક્ષણવાર ઉભી રહીને પછી જો દાતણની ચી૨ પડી જાય તો શાસ્ત્ર જાણનારે એમ કહેવું કે આજે જરૂ૨ મિષ્ટઆહાર મળશે.
દાતણ કરવાના નિષેધ વિષે
ખાંસી, શ્વાસ, અજીર્ણ, શોક, તૃષા, મોઢું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા રોગવાળાઓએ દાતણ કરવું નહીં.
વાળ સમારવા વિષે
માથાના વાળ નિત્ય સ્થિર થઈને કોઈની પાસે સાફ કરાવવા, પણ પોતે એક સાથે બે હાથવડે વાળ સમારવા નહીં.
દર્પણ જોવાથી અગમચેતી
તિલક ક૨વાને કે મંગળ માટે દ૨૨ોજ દર્પણ જોવું, પણ દર્પણમાં જે દિવસે પોતાના મસ્તક વિનાનું પોતાનું ઘડ દેખાય તે દિવસથી પંદર દિવસે પોતાનું મૃત્યું જાણવું.
જે દિવસે ઉપવાસ, આયંબિલ અને એકાસણાદિકનું પચ્ચક્ખાણ કરેલ હોય તે દિવસે મોઢું, દાતણ · મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધ જ સમજવું; કેમકે, તપ એ જ મહાફળકારી છે લૌકિકમાં પણ એ જ વ્યવહા૨ છે કે, "ઉપવાસાદિક તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિકમાં દાતણનો નિષેધ લૌકિકશાસ્ત્રોમાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેલું છે કે :
પડવે, અમાવાસ્યા, છ, મધ્યાહ્ન, નવમી અને સંક્રાંતિને દિવસે દાતણ કરવું નહીં. ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણનો સંયોગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ, એ ચાર વાનાં કોઈપણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે. સ્નાન કરવું હોય તો પણ જ્યાં કીડીનું દ૨, નીલફૂલ, સેવાલ, કુંથુંઆ જીવ વિગેરે ઘણા થતા ન હોય, જ્યાં વિષમભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય એવી જમીન ઉ૫૨, ઉપરથી ઉડીને આવી પડતા જીવોની યતનાપૂર્વક ગળણાથી ગાળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહેલ છે કે :
ત્રસાદિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત્ત અને ગાળેલા પ્રમાણવંત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે.
વ્યવહારમાં કહેલું છે કે :
નગ્ન થઈને, રોગી હોય ત્યારે, પરદેશથી આવીને, બધાં વસ્ત્ર સહિત, ભોજન કીધા પછી, આભૂષણ પહેરીને અને ભાઈ વગેરે સગાં-વહાંલાને મંગળ માટે વળાવી આવીને તરત સ્નાન ન કરવું.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અજાણ્યા પાણીથી જેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય એવા પાણીમાં પેસીને, મલિન લોકોએ મલિન કરેલા પાણીમાં અને સેવાળ કે ઝાડના ગુચ્છથી ઢંકાયેલા પાણીમાં પેસીને સ્નાન કરવું એ યોગ્ય નથી. શીતળ જળથી સ્નાન કરીને તરત ઉષ્ણ ભોજન, તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરીને તરત શીતળ અન ખાવું નહીં. અને સ્નાન કરીને તેલ માલીસ કરવું નહીં.
સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ સ્નાન કરીને ઊઠયા પછી તરત જ પોતાના શરીરની કાંતિ બદલાઈ જાય, માંહોમાંહે દાંત ઘસાવા લાગે અને શરીરમાંથી મૃતકના જેવી ગંધ છૂટે તો તે પુરુષ ત્રીજે દિવસે મરણ પામે. સ્નાન કરી રહ્યા તરત જ જો હૃદય અને બે પગ એકદમ સુકાઈ જાય તો છઠે દિવસે મરણ પામે એમાં સંદેહ નથી.
સ્નાન કરવાનો જરૂરી સમય મૈથુન સેવ્યા પછી, ઉલટી કર્યા પછી, સ્મશાનના ધૂમ્રનો સ્પર્શ થયા પછી, નઠારું સ્વપ્ન દીઠા પછી અને ક્ષૌરકર્મ (હજામત કરાવ્યા) પછી શુદ્ધ નિર્મળ પવિત્ર જળથી જરૂર સ્નાન કરવું.
હજામત ન કરાવવા વિષે તૈલાદિ મર્દન કીધા પછી, સ્નાન કીધા પછી, ભજન કીધા પછી, વસ્ત્રાભૂષણ પહેર્યા પછી, પ્રયાણ કરવાને દિવસે, રણમાં જવા વખતે, વિદ્યા યંત્ર-મંત્રાદિકનો પ્રારંભ કરવા વખતે, રાત્રે, સંધ્યાકાળે, પર્વને દિવસે અને નવમે દિવસે જે દિવસે હજામત કરાવી હોય તે દિવસથી નવમે દિવસે) હજામત કરાવવી નહીં.
ઉત્તમ પુરુષે દાઢી અને મુંછના વાળ તથા નખ એક પક્ષમાં એક જ વાર લેવરાવવા (ઉતરાવવા); અને પોતાના દાંતવડે કે હાથવડે પોતાના નખ ચાવવા કે ઉચ્છેદ કરવા નહીં.
નાન વિષે સ્નાન એ શરીરને પવિત્રતાનું અને સુખનું, તેમજ પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ છે. બીજા અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે :
પાણીથી કેવળ શરીરની ચામડીની જ થોડા સમય પૂરતી શુદ્ધિ થાય છે અને તેના સ્નાનથી એકાંતે શુદ્ધિ જ થાય છે એવું પણ નથી; કારણ કે તેવા પ્રકારના રોગીઓને જરાપણ શુદ્ધિ હોતી નથી. શરીરમાં રહેલા અન્ય કાન, નાક આદિમાં રહેલા મેલને દૂર ન કરતું હોવાથી, અથવા તો પાણીમાં રહેલા અપકાય સિવાયના બીજા જીવોને ઉપદ્રવ કરનાર ન હોવાથી જલસ્નાન દ્રવ્યસ્નાન (બાહ્યસ્નાન) કહેવાય છે.
જે ગૃહસ્થ ઉપર લખેલી વિધિવડે દેવ-ગુરુની પૂજા કરવા માટે જ દ્રવ્યસ્નાન કરે છે તેને તે પણ શોભનીય છે. દ્રવ્યસ્નાન શોભનીય છે, તેનો હેતુ બતાવે છે :
દ્રવ્યસ્નાન એ ભાવશુદ્ધિનું નિમિત્ત છે એ અનુભવ સિદ્ધ છે. અપકાયની વિરાધનાનો દોષ હોવા
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૦૭
છતાં, સમ્યક્ત્વશુદ્ધિ આદિ ગુણો પ્રાપ્ત થતા હોવાથી શુભ છે.
પૂજા કરવામાં અપંકાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી. એવી શંકા રાખનારાઓને ઉત્તર આંપતાં ગુરુ કહે છે કે, "પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે "પૂજા" એ ભાવનયથી દોષ રહિત જ સમજવી."
ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાની આજ્ઞા છે, તેથી "દ્રવ્યસ્નાન પાપને માટે છે.” એવું બોલવાવાળા લોકોનો મત અસત્ય છે.
તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તો ફકત દેહની કાંઈક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તો એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છઠ્ઠી અધ્યાયમાં કહેલું છે કે :
હજારો ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેકડો તીર્થના સ્નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ(મચ્છાદિક) જળમાં જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તેઓનો, મનનો મેલ દૂર થયો ન હોવાથી સ્વર્ગમાં જતા નથી. ગંગાના સ્નાન વિના પણ શમ, દમ, સંતોષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી શુદ્ધ થાય છે, બ્રહ્મચર્યાદિકથી શરીર શુદ્ધ થાય છે. રાગાદિકથી મન મલિન થાય છે, અસત્ય બોલવાથી મુખ મલિન થાય છે અને જીવહિંસાદિકથી કાયા મલિન થાય છે, તો તેથી ગંગા પણ દૂર જ રહે છે. ગંગા પણ એમ જ કહે છે કે – પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે.
ગંગા કોને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ કોઈક કુળપુત્ર ગંગા પ્રમુખ તીર્થ કરવા જવા લાગ્યો ત્યારે તેની માતાએ તેને કહ્યું કે - હે પુત્ર! આ મારું તુંબ (તુંબડું) તું સાથે લઈ જા અને જ્યાં જ્યાં તું સ્નાન કરે, ત્યાં ત્યાં તેને પણ નવરાવજે. કુળપુત્રે માતાનું કહેવું માન્ય કરી, જે જે તીર્થે ગયો, તે તે તીર્થે તુંબડાને નવરાવ્યું. છેવટ ગંગા પ્રમુખ તીર્થની યાત્રા કરી, પોતાને ઘેર આવ્યો અને માતાનું તુંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યો, અરે ! આટલું બધું કડવું શાક કયાંથી કાઢયું? માતાએકહ્યું કે – શું હજી એની કડવાશ ગઈ નહીં ? તે આ તુંબડાને ખરેખર સ્નાન કરાવ્યું જ નહીં હોય. પુત્ર બોલ્યો કે નહીં, નહીં, મેં તો એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બોલી કે-જો એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઈ નહીં, ત્યારે તો ખરેખર તારું પાપ પણ કેવી રીતે ગયું? પાપ તો ખરેખર ધર્મક્રિયા અને જપ-તપ વડે જ જાય છે. જો એમ ન હોય તો આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહીં ? ત્યારે તે પણ પ્રતિબોધ પામ્યો અને જપ-તપ કરવા શ્રદ્ધાવંત થયો.
સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ પ્રમુખ જો હોય તો અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલા પોરા પ્રમુખ ત્રસ-જીવની વિરાધનાનો સંભવ હોવાથી સ્નાન કરાવમાં દોષ પ્રખ્યાત જ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જળ એ જીવમય જ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે :
કરોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મળેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષ્મ ભ્રમરના પ્રમાણે કલ્પના કરી હોય તો ત્રણે જગતમાં પણ સમાઈ શકે નહીં.
ભાવનાનનું સ્વરૂપ ધ્યાનરૂપી જળે કરીને જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેનો આશ્રય લઈને કર્મરૂપ મેલ ધોવાય તેને ભાવસ્નાન કહે છે.
જે કોઈક પ્રાણીને સ્નાન કરવાથી પણ જો ગુમડું, ચાઠું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યશુદ્ધિ ન થાય તો તે પુરુષે અંગપૂજા માટેના પોતાના ફૂલ-ચંદનાદિક બીજા કોઈને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પોતે દૂરથી અગ્રપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બલે આશાતનાનો સંભવ થાય છે, માટે અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે કે :
આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કોઈપણ ભાગમાંથી પરૂ કે રસી વિગેરે વહેતું હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તો તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે.
અશુદ્ધિપૂર્વક પૂજા કરવાનું ફળ કામરૂપ નગરમાં કોઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયો, તેનો જન્મ થતાં જ, તેના પૂર્વભવના વૈરી વ્યંતર દેવતાએ ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણનો રાજા, વનમાં ફરવા નીકળેલો હતો. તેણે તે બાળકને વનમાં પડેલો દેખી પોતે અપુત્રીઓ હોવાથી, તેને પોતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળીપોષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડયો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંજમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા. ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગરલોકો તેમને વંદન કરવા આવ્યા. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણી માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને જોયો કે, તરત જ તેણીનાં સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને ધરતી પર પડવા લાગી. આ જોઈ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે -
હે મહારાજ ! મને દેખીને આ ચંડાળણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી?
કેવળીએ કહ્યું હે – રાજન્ ! એ તારી માતા છે, તું તો મને વનમાંથી મળ્યો હતો. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુષ્પ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણવાં છતાં પણ એમાં શું થયું? એમ અવજ્ઞા કરીને પ્રભુને તે ચડાવ્યું હતું, તેથી તું ચંડાલ થયો છે.
કહેલું છે કે :- અયોગ્ય ફળ, ફૂલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તો તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ સ્ત્રીધર્મ (રજસ્વળા)માં આવેલી છતા પણ દેવપૂજા કરી; તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણી થઈ છે.
આવાં વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અપવિત્રતામાં અને જમીન પ૨ પડેલા પુષ્પથી પૂજા કરવાને લીધે નીચગોત્ર બાંધ્યું તે ઉપર માતંગની કથા કહી.
૧૦૯
ઉપરના દૃષ્ટાંતમાં બતાવ્યા મુજબ નીચગોત્ર બંધાય છે, માટે પડી ગયેલ પુષ્પ સુગંધીયુક્ત હોય તો પણ પ્રભુને ચડાવવું નહીં. જરા માત્ર પણ અપવિત્રતા હોય, તો પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્ત્રીએ મોટી આશાતનાઓનો દોષ હોવાથી પૂજા કરવી નહીં.
પૂજા કરતી વખતે કેવા વસ્ત્ર જોઈએ ?
પૂર્વોક્ત રીતે સ્નાન કર્યા પછી, પવિત્ર, સુકોમળ, સુગંધી, રેશમી કે સુતરાઉ વસ્ત્ર રૂમાલ પ્રમુખથી અંગલુંહણ કરી, બીજાં શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનું વસ્ત્ર યુક્તિપૂર્વક ઉતારી ભીના પગથી મલિન જમીનને નહીં ફરસતા પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઉભા રહીને મનોહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહોળાં અને સફેદ બે વસ્ત્ર પહેરવાં.
શાસ્ત્રમાં કહેલું છે કે - યથાયોગ્ય નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી ધૂપેલા અને ધોએલાં બે વસ્ત્ર પહેરે. લૌકિકમાં પણ કહેલું છે કે - હે રાજન્ ! દેવપૂજાના કાર્યમાં સાધેલું, બળેલું, ફાટેલું કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એક વાર પણ પહેરેલું, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધું હોય તેવું વસ્ત્ર ન પહેરવું. એક જ વસ્ત્ર પહેરીને ભોજન કરવું નહીં, તેમજ દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ કંચુકી(કાંચળી) પહેર્યા વિના પૂજા ન કરવી.
એવી રીતે પુરુષને બે અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પે નહીં.
દેવપૂજા પ્રમુખમાં ધોએલાં વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરોદકાદિક જેવાં ધોળાં જ વાપરવાં. ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધોળાં જ વસ્ત્ર નિશીથ આદિમાં કહેલાં છે. “સેઅવનિઅસળો” સફેદ વસ્ત્ર પહેરીને (પૂજા કરવી) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલું છે.
ક્ષીરોદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હોય તો સુંદર રેશમી ધોતીયાં વાપરવા.
પૂજાષોડશકમાં પણ "સિતશુમવસ્ત્રેળ" "સફેદ શુભ વસ્ત્રો” એમ લખ્યું છે. તેની (પૂજાષોડશકની) વૃત્તિમાં કહ્યું છે કે, સિતવસ્ત્રે શુમવસ્ત્રેળ ઃ શુમમિત્ત સિતાવન્યવત્તિ પટ્ટયુ માવિત્તપીત વિવર્ષાં પરિવૃદ્ઘતે સફેદ અને શુભ વસ્ત્રો વાપરવાં, શુભ અહિંયા કોને ગણવાં ? તો કે-સફેદ કરતાં જુદાં પણ પટોળાં વિગેરે કલ્પે. રાતાં પીળાં વિગેરે વર્ણવાળાં પણ ગ્રહણ કરાય છે.
પ્રાપ્તાડિએ ઉત્તરાખંગ રેફ એવા આગમના પ્રમાણથી ઉત્તરાસંગ અખંડ એક જ કરવું પણ બે ખંડ જોડીને કરેલું ન જોઈએ. રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવા છતાં પણ હંમેશાં પવિત્ર જ છે એ લોકોક્તિ જિનપૂજામાં અપ્રમાણિક છે. રેશમી વસ્ત્રો પણ બીજાં વસ્ત્રોની માફક, ભોજન, મલમૂત્ર, અશુચિસ્પર્શ-વર્જન આદિથી સાચવવાં, દેવપૂજામાં વા૫૨વાનાં વસ્ત્ર વારંવાર ધોવાં, પવાં વિગેરેથી સાફ રાખવાં. થોડી વાર જ વાપરવાં.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પરસેવો, સળેખમ, થુંક, બળખો એ વસ્ત્રથી ન લુછવા, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણ નહીં જ લુંછવા, તેમજ પોતાના સાંસારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં બાળ, વૃદ્ધ, સ્ત્રી પ્રમુખનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તો અપવિત્ર થવાના દોષનો સંભવ થાય છે.
કુમારપાળ મહારાજાનાં પૂજાનાં વસ્ત્રો અને સાળવીઓ. સંભળાય છે કે, કુમારપાલ રાજાનાં પૂજા માટેનાં વસ્ત્રો બાપડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા ત્યારે રાજાએ કહ્યું કે નવું વસ્ત્ર મને આપ, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવુ રેશમી વસ્ત્ર તો અહીંયાં મળતું જ નથી. પણ સવાલાખ દ્રવ્યના મૂલથી નવાં વસ્ત્ર બંબેરા નગરીમાં બને છે, પરંતુ ત્યાંનો રાજા તે એક દિવસ પહેરીને પછી જ અહીંયાં મોકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ બંબેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર મોકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી. તેથી કુમારપાળ રાજા તેના પર કોપાયમાન થયો.
જેથી તેણે ચાહડને બોલાવી કહ્યું કે, આપણું મોટું સૈન્ય લઈને તું બંબેરા નગરે જઈ જય કરીને ત્યાંનાં પટોળા અને પટોળાંના કારીગરોને અહીંયાં લઈ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરું, પણ વિશેષ ખરચ ન કરતો. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મોટું સૈન્ય લઈ ત્રીજે પ્રમાણે ચાહડ બંબેરા જઈ પહોંચ્યો. બંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું પરંતુ કુમારપાળે ના પાડેલી હોવાથી તેણે આપ્યું નહીં.
છેવટે રાજાના ભંડારના દ્રવ્યનો વ્યય કરીને (જેણે જેમ માંગ્યું તેને તેમ આપીને) ચૌદસે ઊંટડીઓ ઉપર ચડેલા બે બે શસ્ત્રધારી સુભટોને સાથે લઈ અકસ્માતું રાત્રિને સમયે બંબેરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાત્રે ત્યાંના લોકોમાં સાતસો કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેઓને વિઘ્ન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહોરમાં પોતાના સૈનિક બળથી તેણે ત્યાંના કિલ્લાના ચૂરેચૂરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિનો-દરબારનો ગઢ તાબે કર્યો. પછી પોતાના રાજા કુમારપાળ ની આણ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સોના મહોર અને અગીયારસે ઘોડા તથા ત્યાંના સાતસો સાળવીઓને સાથે લઈ તે મોટા મહોત્સવ સહિત પાટણ નગરે આવી કુમારપાળ રાજાને નમ્યો.
કુમારપાળ બોલ્યો કે, 'તારી નજર મોટી તે મોટી જ રહી, કેમકે તે તો મારા કરતાં પણ ઘણો ખરી કીધો, એટલો ખરચ તો હું પોતે ગયો હોત તો પણ થાત નહીં.'
આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યો કે, મહારાજ ! જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારા જ બળથી કીધું છે, કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાની જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા સાથે મોટા સ્વામી છે ત્યારે જ થયું ને?
આવાં વચન સાંભળીને રાજા ઘણો જ ખુશી થયો અને રાજ્યપરટ્ટ' એવું બિરૂદ આપી મોટો માનસાળી કર્યો.
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧૧
પૂજામાં દ્રવ્યશુદ્ધિ પોતે જ સારા સ્થાનથી અથવા જેના ગુણ જાણતો હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફૂલ આદિ વસ્તુ લાવવી. ફુલો વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારો મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવાદિરહિત સારું કેશર-કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વણેલા અને ઉંચા આખા ચોખા, શોધેલો ધૂપ અને દીપ, સરસ નૈવેદ્ય તથા મનોહર ફલો ઈત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે.
પૂજા માટે ભાવશુદ્ધિ કોઈ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, આલોક-પરલોકની સુખની ઈચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક, વ્યાકૂલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે -
મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી. એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહચૈત્ય માટે પણ સમજવી.
દેરાસરમાં પ્રવેશ વિધિ દેરાસરની જમણી દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરુષે દેરાસરમાં પ્રવેશ કરવો, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીઓ દેરાસરમાં પ્રવેશ કરવો. પણ દેરાસરના દરવાજા આગળ ના પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરુષે જમણો જ પગ મૂકીને ઉપર ચઢવું.
પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. સમુચ્ચયથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે –
ત્રણ નિસહિં ચિંતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણ કે નાડાછડી બાંધીને હાથની હથેળી વળી ચંદનના રસથી વિલેપનવાળી કરી ધૂપથી ધૂપી પછી ભગવંતની (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજાત્રિક (અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય પણ પ્રભુસાક્ષીએ પચ્ચકખાણ કરે.
(મૂળ ગ્રંથ ગાથા દહી) विहिणा जिणं जिणगेहे गंतुं अच्चेइ उचियचिंतरओ। उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे ||६||
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
विधिना जिनं जिनगृहे गत्वाऽर्चति उचितचिन्तारतः उच्चरति प्रत्याख्यानं दढपंचाचारः गुरुपार्श्वे ||६||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતના મંદિરે જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને (દેરાસરની દેખરેખ કરી) વિધિપૂર્વક જિનની પૂજા કરે. પછી પંચાચારમાં દ્રઢ થયેલો શ્રાવક ગુરૂ પાસે પચ્ચક્ખાણ કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે.
સમૃદ્ધિવાનને જિનમંદિર જવાનો વિધિ
મંદિર જનાર જો રાજા પ્રમુખ મહર્ષિક હોય તો સર્વ ઋદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનનો મહિમા વધારવા માટે મોટી ઋદ્ધિપૂર્વક મંદિરે જાય. જેમ દશાર્ણભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયો હતો તેવી રીતે જાય.
દશાર્ણભદ્ર રાજાની કથા
ન
દશાર્ણ નામના દેશમાં દશાર્ણ નગરને વિશે દશાર્ણ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. એક વખતે સેવકે આવી ખબર આપ્યા કે, 'પ્રાતઃકાળે મહાવીર ૫૨માત્મા આપણા ઉદ્યાનમાં પધારવાના છે.’ રાજા હર્ષિત થયો અને તેણે સંકલ્પ કર્યો કે, કોઈએ ભગવંતને વાંઘા ન હોય તેથી ઋદ્ધિથી હું કાલે વંદન કરૂં.’ આ રીતે મોટા અહંકારથી પોતાની સર્વઋદ્ધિથી ભગવંતને વાંદવા નીકળ્યો. તેણે પોતાની સ્ત્રીઓને સુંદર આભૂષણોથી સોના ચાંદી અને હાથીદાંતની પાંચસો પાલખીઓમાં બેસાડી અને નગરના શેઠશાહુકારોને સાથે લીધા. અઢાર હજાર હાથી, ચોવીસલાખ ઘોડા, એકવીસ હજા૨ ૨થ, એકાણું કરોડ પાયદળ લશ્કર, એક હજાર સુખપાળ, સોળ હજર ધ્વજાઓ સહિતના આડંબરપૂર્વક સમવસરણ સમીપે આવ્યો. અને હાથી ઉપરથી ઉતરી અભિગમ સાચવવાપૂર્વક મહાવીર પરમાત્માને વંદન કર્યું."
આ પ્રસંગ સૌધર્મેન્દ્રે અવધિજ્ઞાનથી જાણ્યો અને દશાર્ણભદ્રનું અભિમાન દૂર કરવા તેણે પોતાની દિવ્યઋદ્ધિ વિકુર્તી. તેણે પાંચસોબાર સૂંઢવાળા-મસ્તકવાળા ચોસઠહજાર હાથી વિષુર્વ્યા. દરેક મસ્તકે આઠ આઠ દંતશૂળ, પ્રત્યેક દંતુશૂળે આઠ આઠ વાવો, પ્રત્યેક વાવે આઠ આઠ કમળો, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીઓ અને પ્રત્યેક પાંખડીયે બત્રીસ બદ્ધ નાટકો વિકર્યાં. દરેક કમળની મધ્યકર્ણિકાના ભાગ ઉપર એક એક ઈન્દ્રપ્રસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઈન્દ્ર પોતે બેઠો હોય તેમ વિકર્યું અને તેણે પણ હસ્તિ ઉપરથી ઉતરી ભગવંતને વિધિપૂર્વક વંદન કર્યું.
દશાર્ણભદ્રરાજાને ઈન્દ્રની આવી સમૃદ્ધિ જોઈ પોતાની સમૃદ્ધિનો ગર્વ ઉતરી ગયો. વિચારધારામાં દશાર્ણભદ્રને વૈરાગ્ય થયો. અને તેને પોતાની સમૃદ્ધિ તુચ્છ લાગી. છેવટે જેને સર્વ ઈન્દ્રો અને જગત્નાં સર્વપ્રાણીઓ પ્રણમે એવી કૈવલ્ય લક્ષ્મીઋદ્ધિ પ્રાપ્ત કરવા ભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. દશાર્ણભદ્રને ચારિત્ર અંગીકાર કરેલ દેખી સૌધર્મેન્દ્ર વિસ્મય પામ્યો અને દશાર્ણભદ્રરાજર્ષિને વંદના કરી કહેવા લાગ્યો કે, 'હે ભગવંત આપ મારો અપરાધ ક્ષમા કરજો આપ પરાક્રમી, તેજસ્વી છો ?’ ઈન્દ્ર અપરાધ ખમાવી સ્વર્ગે ગયો. દશાર્ણભદ્ર રાજર્ષિ ઘણા પ્રકારની તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.”
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧૩
શક્રેન્દ્ર બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ આવી રીતે બતાવી છે.
તે એક હાથીને ચાર હજારને છનું દંતશૂળ, બત્રીસ હજાર સાતસોને અડસઠ વાવો, બે લાખ બાસઠ હજાર એકસો માલીસ કમળ, અને તેટલી જ સંખ્યા કર્ણિકામાં રહેલા પ્રાસાદાવર્તાસકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરોડ, ચુંમાલીસ લાખ કમળની પાંખડીઓ જાણવી. એવા ચોસઠ હજાર ઐરાવણ હાથી હતા. તેમનાં મુખ વિગેરેની સર્વ સંખ્યા આ મુજબ છે, તેના કુલ ત્રણ કરોડ, સતાવીસ લાખ ને અડસઠ હજાર મુખની સંખ્યા સમજવી અને છવીસ કરોડ. એકવીસ લાખ, ચુમાલીશ હજાર કુલ દાંતની સંખ્યા જાણવી. કુલ વાવો-બસો નવ કરોડ, ઈકોતેર લાખ, બાવન હજાર, કુલ કમળ સોલસો સત્તોતેર કરોડ, બહોંતર લાખ, સોળ હજાર, કર્ણિક નાટક અને પાંખડી-સોળ કોડાકોડી, સીત્તોતેર લાખ કરોડ, બહોંતેર હજાર કરોડ, એકસો આઠ કરોડ, અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચસે કોડાકોડી, છત્રીસ કોડાકોડી, સત્યાસી લાખ કોડી, નવ હજાર કોડી, સો કોડી વીસ કરોડ જાણવી. એમ આવશ્યકસૂત્રની ચૂર્ણીમાં કહેલું છે.
વળી એકેકા પ્રાસાદાવતસકમાં આઠ આઠ અગ્રમહિષીની સાથે તે સર્વ ઈન્દ્રની સંખ્યા સર્વ કમળના બરાબર સમજવી અને સર્વ ઈન્દ્રાણીની સંખ્યા તેર હજાર, ચારસો એકવીસ કરોડ, સીત્તોત્તેર લાખ, અઠયાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સર્વ સરખા શૃંગારના ધારણ કરનારાં એકસો આઠ દેવકુમાર ને એકસો આઠ દેવકુમારી જાણવી. - વાજિંત્રની જાત તથા સંખ્યા:- ૧ શંખ, ૨. શંગિકા(સીંગડી), ૩. શંખિકા, ૪. પેયા, ૫. પરિપરિકા, ૬. પણવ, ૭. પટ૭, ૮. ભંભા, ૯. હોરંભા, ૧૦. ભેરી, ૧૧. ઝલરી, ૧૨. દુંદુભિ, ૧૩. મુરજ, ૧૪. મૃદંગ, ૧૫. નાંદી મૃદંગ, ૧૬. આલિંગ, ૧૭. કુસ્તુમ્મ, ૧૮. ગોમુખ, ૧૯. મરદલ, ૨૦. વિપંચી, ૨૧. વલ્લકી, રર. ભ્રામરી, ૨૩. પભ્રામરી, ૨૪. પરિવાદિની, ૨૫. બબ્બીવિશા, ૨૬.
સુઘોષા, ૨૭. નંદિઘોષા, ૨૮. મહતી, ૨૯. કચ્છપી, ૩૦. ચિત્રવીણા, ૩૧, આમોટ, ૩૨. ઝંઝ, • ૩૩. નકુલ, ૩૪. તૂણા, ૩૫ તુંબવીણા, ૩૬. મુકુંદ, ૩૭. હુડુક્કા, ૩૮. ચિરચિકી, ૩૯. કરટી, ૪૦. ડિડિમ, ૪૧. કિણિત, ૪૨. કદંબ, ૪૩. દર્દક, ૪૪. દર્દરિકા, ૪પ. કુતુંબર, ૪૬. કળશિકા, ૪૭. તળ, ૪૮. તાળ, ૪૯. કરતાલ, ૫૦. રિગીશકા, ૫૧. મકરિકા, પર. શિશુમારિકા, પ૩. વંશ, ૫૪. પાલી, ૫૫. વેણુ, પ. પરીલી, ૫૭. બંધુકા, એ વાદિક વાજિંત્રોની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વગાડનારા એકસો ને આઠ સમજવા.
૧. શંખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, મોટો શંખ સમજવો. ૨. શૃંગીકા (સીંગડી)એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩. શંખિકા-નાનો શંખ - એ ગંભીર સ્વરનું વાજિંત્ર છે. ૪. પેયા-મોટી કાહલા વાજિંત્ર છે. પ. પરિપત્રિકા-એ કરોળીયાના પડની જેમ બહારથી ચામડું મઢેલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લોકોમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પણવ તથા પટહ એ બન્ને એક જ જાતિના છે, નાનો તે પણવ અને મોટો તે પટ ગણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચર્મવેખિત હોય છે એને પડો વાજિંત્ર કહે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૮-૯-૧૦-ભંભા, હોરંભા, ભેરી એ ત્રણ વાજિંત્ર એક જ સરખા હોય છે, ઢોલના આકારે હોય છે. ૧૧. ઝલ્લરી તે ચર્મથી વેષ્ટિત વિસ્તીર્ણ વંશવાળી ગોળ આકારે હોય છે. ૧૨. દુંદુભિ-તે ઢોલને આકારે સાંકડે મુખે હોય છે એ દેવવાજિંત્ર છે. ૧૩. મુરજ તે મોટો મર્દલ.
૧૪. મૃદંગ તે લઘુ મૃદંગ. ૧૫. નંદિ મર્દલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહોળું મુખ હોય છે. એને લોકોમાં મૃદંગ કહે છે. ૧૬. આલીંગ તે માટે મૃદંગ સમાન છે. ૧૭. કુતુંબ તે ચર્મવેખિત થડ નામનું વાજિંત્ર છે. ૧૯. મર્દલ તે બન્ને તરફ સરખું હોય છે. ૨૦. વિપંચી તે ત્રણ તંતુવાળી વીણા સમજવી. ૨૧. વલ્લકી તે સામાન્ય વીણા. - ૨૪. પરિવાદિની તે સાત તંતુવાળી વીણા. ૨૮. મહતીત સો તંતુવાળી વીણા, કુસુમ્બ તુંબ વીણા-તંબુરો તુંબ યુક્ત વીણા ૩૬. મુકુંદ તે મુરજ વિશેષ છે, કે પ્રાયઃ અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. ૩૭. હુડુક્કા એવા નામનું વાજિંત્ર વિશેષ છે.
૪૦. ડિડિમ તે અવસરને જણાવનાર પણવ જેવો છે. ૪૨. કડંબા, કરટિકા, ૪૩. દર્દક, એ પ્રસિદ્ધ છે. ૪૪. નાના દર્દકને દર્દરિકા કહેવાય છે. ૪૭. તળ એ હાથથી વગાડવાનું એક જાતિનું તાલ છે. ૫૪. વાલી એ મુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. પ૭. બંધુક એ પણ તુણને મળતું વાજિંત્ર મુખથી રૂંકી વગાડવાનું છે. બાકીના ભેદો લોકથી જાણી લેવા.
વધારે નામ ગણાવેલાં છતાં પણ ઓગણપચાસ વાજિંત્રોમાં સર્વનો સમાવેશ થઈ જાય છે. જેમ વેણુ, વિણા, વાલી, પરલી, બંધુકા એ બધાનો શંખમાં સમાવેશ થાય છે. શંખ, શંખિકા, શૃંગી, ખરમુખી, પેયા, પર૫રીકા એ બધા ફંકવાથી વાગે છે. પટહ પણ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હોરંભા એ બને અફાતાં (ઘાવ કરતાં) વાગે છે. ભેરી, ઝલ્લરી, દુંદુભી તાડના કરતાં વાગે છે. મુરજ, મૃદંગ, નાંદી, મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલીંગ, કસ્તુમ્બ, ગોમુખી, મઈલ એ જોરથી તાડતાં આંગળીથી વાગે છે. વિપંચી, વીણા અને વલ્લકી મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી પભ્રામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે.
બબ્બીસા, સુઘોષા, નંદિઘોષા, તારના ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કૂટતાં વાગે છે. આમોટ, ઝંજા, નકુલ, એ વાજિંત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબવીણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હુડુક્કા, ચિચ્ચિકી એ મૂર્ખના કરતાં વાગે છે. કરટી, ડિડિમ, કિત, કબ વગાડતાં વાગે છે. દર્દર, દર્દરી, કુતુંબર, કરશિકા એ ઘણું તાડન કરતાં વાગે છે. તળતાળ, કાંસોતાળ એ વગાડતાં વાગે છે. રીગિસીકા, લત્તિકા, મકરિકાં, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફૂંકતાં વાગે છે. આ સર્વ વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીઓ એકી સાથે વગાડે છે અને ગાય છે.
બત્રીસબદ્ધ નાટકનાં નામ. અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર (સ્વસ્તિકને આકારે નાચવું, એમજ શ્રીવચ્છ, નંદાવર્ત, સરાવસંપુટ, ભદ્રાસન, કળશ, મત્સ અને દર્પણ, એઓના આકારે નાટક કરવું. એને અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧૫
નામા નાટક કહે છે.) ૨. વાસંતી, લતા, પાલતાં પ્રવિભક્તિચિત્ર. (આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવસંપુટ, મત્સનું ઈડું, મગરમત્સનું ઈડું, જારમાર, પુષ્પશ્રેણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩. ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પદ્મલતા, પ્રવિભક્તિચિત્ર નામા નાટક.
૪. એક તરફ વક્ર, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચક્રવાળ, ચક્રાદ્ધ અક્રવાળ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૫. ચંદ્રાકાર, સૂર્યાકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિચિત્ર નામનું નાટક.
૬. ચંદ્ર ઊગવાના આકારનો દેખાવ, સૂર્ય ઊગવાના આકારનો દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભક્તિચિત્ર નામા નાટક, ૭, ચંદ્રના અને સૂર્યના આગમનની રચના ને ગમનાગમન પ્રવિભક્તિ નામનું નાટક. ૮. ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૯. ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૧૦. ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહોરગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભક્તિચિત્ર નામા નાટક.
૧૧. વૃષભ-સિંહનાં લલિત, ગજ-અશ્વનાં વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાનાં વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાના વિલંબિત, રૂપ દુત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. ૧૨. સાગર નાગર પ્રવિભક્તિચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભક્તિચિત્ર. ૧૪. મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર.
૧૫. ક ખ ગ ઘ ડ પ્રવિભક્તિચિત્ર. ૧૬. ચ છ જ ઝ ઝ પ્રવિભક્તિચિત્ર. ૧૭. ટ ઠ ડ ઢ ણ, પ્રવિભક્તિચિત્ર, ૧૮. ત થ દ ધ ન પ્રવિભક્તિચિત્ર, ૧૯. પ ફ બ ભ મ પ્રવિભક્તિચિત્ર. ૨૦. અશોક, આમ્ર, જંબુ, કોસંબ, પલ્લવ પ્રવિભક્તિચિત્ર, ૨૧. પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આગ્રલતા, વનલતા, અતિમુક્તલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર, રર. દ્વત પ્રવિભક્તિચિત્ર, ૨૩. વિલંબિત પ્રવિભક્તિચિત્ર, ૨૪. કુતવિલંબિત પ્રવિભક્તિચિત્ર, ૨૫. અંચિત પ્રવિભક્તિચિત્ર, ૨૬. રિભિત પ્રવિભક્તિચિત્ર, ર૭. અંચિત રિભિત પ્રવિભક્તિચિત્ર.
૨૮. આરભટ પ્રવિભક્તિચિત્ર, ર૯. ભશોળ પ્રવિભક્તિચિત્ર, ૩૦. આરભટ ભશોળ પ્રવિભક્તિચિત્ર, ૩૧. ઉત્પાત, નિપાત, પવૃત્ત, સંકુચિત પ્રસારિત, રેચક, વંચિત, ભ્રાંત, સંભ્રાંત પ્રવિભક્તિચિત્ર, ૩ર. તીર્થકરાદિ મહાપુરુષ ચારિત્રાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર, એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. એ પ્રમામણે રાયપૂસણીય સૂત્રમાં છે. ઋદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીતિ પ્રમાણે પોતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય.
સામાન્ય પુરુષોને દેરાસરે જવાનો વિધિ સામાન્ય સંપદાવાળા પુરુષો ઉદ્ધતાઈને ત્યજી લોકો હાંસી ન કરે એવા પોતાના કુળાચારને કે પોતાની સંપદાને અનુસરતા વેષ(વસ્ત્ર-આભૂષણ)નો આડંબર કરીને પોતા ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરાસર દર્શન કંરવા જાય. '
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શ્રાવકના પંચાભિગમ ૧. પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી, વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છોડીને. ૨. મુકુટ મૂકીને બાકીના બીજા સર્વઆભૂષણ પ્રમુખ અચિત્ત દ્રવ્યને સાથે રાખીને. ૩. એક પનાના વસ્ત્રનું ઉત્તરાયણ કરીને, ૪. ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કંઈક મસ્તક નમાવતાં "નમો જિણાણ” એમ બોલતો, ૫. મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતો "નિસાહિ” એ પદને ઉચ્ચારતો દેરાસરમાં પેસે. મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે.
રાજાના પંચાભિગમ રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહન-૧ ખઞાદિ સર્વ શસ્ત્ર, ૨. છત્ર. ૩. વાહન, ૪. મુકુટ, પ. બે ચામર બહાર મૂકે.
નિશીહિ અહીંયાં એમ સમજવાનું છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચઢતા જ પ્રથમ નિશીહિ ત્રણ વાર કહેવી એવો વિધિ છે, પણ તેને એક જ (નિસાહિ) ગણાય છે; કેમકે, આ પ્રથમ નિતીતિથી ગૃહસ્થનો ફકત ઘરનો જ વ્યાપાર ત્યજાય છે, માટે બોલાય ત્રણવાર, પણ આ નિસીહિ એક જ ગણાય.
ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાર્ય કરવું હોય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવો હોય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પોતાના જમણા અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેલું
ત્યારપછી નમોનિમાં બોલીને અર્ધા અવનત (જરાનીચો વળી) પ્રણામ કરીને અગર પંચાંગનમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલ્લસિત મનવાળો બની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ સ્તુતિ-સ્તોત્ર બોલતો બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાનો ઉપયોગ રાખતો જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળો થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પોતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તો બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તો છોડે જ નહીં.
પ્રદક્ષિણા દેવાની રીત પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતો. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા-ડાબા પાસમાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧૭
સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામનાં બિંબ ઘણું કરી સ્થાપન કરેલાં હોય છે, “વર્નવદંત: પૃષ્ણ ભગવાનની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાકય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હોય તો તે દોષ ચારે દિશામાંથી ટળે છે.
- ત્યારપછી દેરાસરનું પ્રમાર્જન, પોતીયા વિગેરેનું નામું લખવું, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયોગ્ય ચિંતાપૂર્વક પૂજા વિગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી "નિસીહિ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં રહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલું છે કે :
"ત્યારપછી નિસાહિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્રભુ આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. ત્યારપછી હર્ષના વશથી ઉલ્લાસ પામતો મુખકોશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી મોરપીંછીથી પ્રભુને પ્રાર્થના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રાર્થના પોતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયોગ્ય અષ્ટપટ મુખકોશ બાંધીને જિનબિંબની પૂજા કરે.” મુખનો શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકોશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાનો ઉપયોગ કરવો કે જેથી આશાતનાનો સંભવ ન થાય.
અભિષેક ઘર દેરાસરે પૂજા કરવી હોય તો પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભોજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ-રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઊભો રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતો અભિષેક કરે. ' વાછત્તifમ સામિક સુમેરુસિહમિ પાયરિં !
तिअसासुरेहि ण्हवीओ ते धन्ना जेहिं दिठोसि ॥ | "હે સ્વામી! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સોનાના કળશોથી અસુર-સુરોએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બોલી તેનો અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો. અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવવો, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન, કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જન કરવું. સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી:
નવ અંગની ચંદનાદિકથી પૂજા પગના બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે.
"સરસ સુગંધીવંત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી. ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાલસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચે અંગે તથા હૃદયે તિલક કરે તો છ અંગે એમ સળંગે પૂજા કરીને તાજાં વિકસ્વર પુષ્પથી સુવાસિત પ્રભુની પૂજા કરે."
પહેલાંની કરેલી પૂજા કે આંગી ઉતારી પૂજા થાય કે નહીં? જો કોઈકે પહેલાં પૂજા કરેલી હોય કે આંગીની રચના કરેલી હોય અને તેની પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શોભા બની શકે એમ હોય તો પૂર્વપૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વપૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદભાષ્યમાં કહેલું છે કે - | "હવે કોઈ ભવ્યજીવે ઘણો દ્રવ્ય-વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તે જ પૂજાને વિશેષ શોભા થાય તેમ જો હોય તો તેમ કરે.” અહીંયાં કોઈ એમ શંકા કરે કે પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો પૂર્વની આંગી નિર્માલ્ય થઈ. તેનો ઉત્તર આપતાં બતાવે છે કે – | "નિર્માલ્યના લક્ષણનો અહીંયાં અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય કોને કહેવાય? તે બતાવે છે-જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.”
"જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણાદિક-કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હોય તો પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વના ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હોય તો એક જ રેશમી વસ્ત્રથી એકસો આઠ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને અંગલુંછન કરનારા વિજયાદિક દેવતા જંબૂદ્વીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય?
નિર્માલ્યનું લક્ષણ જે કોઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હોય, દેખનારા ભવ્ય જીવોને આનંદદાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી એમ બહુશ્રુત પૂર્વાચાર્યોએ સંઘાચારની વૃત્તિમાં કહેલું છે. વળી શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસારપ્રકરણમાં તો એમ કહે છે કે :
"દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧. પૂજા માટે કલ્પેલું, ૨. નિર્માલ્ય થયેલું. ૧. જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ, દ્રવ્યપૂજા માટે તૈયાર કરેલું કલ્પેલું કહેવાય
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ક ૧૧૯
છે, એટલે પૂજા માટે કહ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયોગી છે. ૨. અક્ષત, ફળ(બદામ), નૈવેધ, વસ્ત્રાદિક જે એક વાર પૂજાના ઉપયોગમાં આવી ગયું એવો દ્રવ્યનો સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્ય ગણાય છે, અને તે દ્રવ્યનો દેરાસરમાં ઉપયોગ થાય છે.
અહીંયાં પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કોઈપણ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રોમાં કયાંય પણ એવો આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય પણ તેવો કોઈપણ ગચ્છમાં દેખાતો નથી. જે કોઈ ગામમાં આવકનો ઉપાય ન હોય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાનો પણ વિધિ છે. જો અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તો તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમો આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય છે, એ જ ઉક્તિ ખરી ઠરે છે;
કેમકે શાસ્ત્રોમાં લખેલ જ છે કે “મો વિખä વિતિ શીયસ્થા' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તો સર્વજ્ઞ જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ વગેરે આચ્છાદન ન થાય અને શોભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આફ્લાદ થવાથી પૃથ્યવૃદ્ધિનું કારણ બની શકે.
પૂજાના ત્રણ પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૂદુ ગંધ કાષાયિકાદિક વસ્ત્ર કરી અંગલુછણાં કરવાં. કેસર, ચંદન, કપૂર આદિથી ગોશીષચંદનનું વિલેપન અને પ્રભુની આંગી કરવી. ગૌચંદન, કસ્તુરી પ્રમુખે કરી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવી, બહુ મૂલ્યવાળા રન, સુવર્ણ, મોતીનાં આભૂષણ અને સોના-રૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી; જેમકે,
વસ્તુપાળ મંત્રીએ પોતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબોને રત્ન તથા સોનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસ તીર્થકરો માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેલું છે કે :
ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તો ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણનો સદાય ખપ કરવો, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (વિવિધ પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર વગેરે બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા વગેરેનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પ પગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી.
જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરા, નારીયેળ, સોપારી, નાગરવેલનાં પાન, સોનામહોર, રૂપામહોર, વીંટી, મોદક વગેરે મૂકવાં, ધૂપ ઉખેવવો, સુગંધવાસ પ્રક્ષેપ કરવો, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે.
બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે :| "સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વસ્ત્ર કરીને નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પોતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેલું છે કે :
"જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થુંક, બળખો નાખવા પ્રમુખ આશાતનાનાં કારણે વર્જે."
દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિયે તો મૌન જ રહેવું, જો તેમ બની શકે નહીં તો પણ પાપહતુક વચન તો સર્વથા ત્યજવું; કેમકે, નિશીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દોષ લાગે; માટે પાપ-હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકો કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી કેમકે, તેથી અનુચિતતાનો પ્રસંગ આવવાનો સંભવ રહે છે. દેવ-પૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જીણહાકનું દષ્ટાંત
ધોળકાનો વાસી જીણહાક નામનો શ્રાવક દરિદ્રપણાથી ઘીનાં કુડલાં અને કપાસાદિનો ભાર વહીને ગુજરાન ચલાવતો હતો. તે ભક્તામરસ્તોત્ર ભણવાનો પાઠ એકાગ્રચિત્તે કરતો હતો. તેની લયલીનતા - દેખીને ચક્રેશ્વરીદેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયો. તેને એક દિવસે પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચોર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણીને તે પાટણ આવ્યો.
ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાન આપી દેહની રક્ષા નિમિત્તે એક ખગ્ર આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુતુલ્ય નામનો સેનાપતિ બોલ્યો કે, મહારાજ ! (સેનાપતિ) ખાંડલ તાસુ સમપિઈ, જસુ ખાંડેઈ અભ્યાસ;
જિહા ઈક્કે સમપિઈ, તોલા ચેલઉ કમ્પાસ. ૧ - • ખાંડું તેને જ આપવું જોઈએ જેને ખાંડાનો અભ્યાસ હોય જિણહાને તો તુલ, કુલડાં અને કપાસ જ આપવો જોઈએ.
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૧ (જીણો) અશિધર ધનુધર કુંતધર, સત્તીધરાય છે બહુઆ;
શત્રુશલ્ય રણી સૂરનર, જણણીએ વિરલ પસુય. ૨ ઘોડો, શસ્ત્ર, શાસ્ત્ર, વિણા, વાણી, પુરુષ, નારી એટલા વાનાં સારા પાસે આવે તો સારાં બને છે, અને નઠારા પાસે આવે તે નઠારાં બને. આવાં તેનાં વચન સાંભળીને પ્રસન્ન થઈને રાજાએ જીણહાકને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ કરી બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચોર' એવું નામ પણ ન રહ્યું.
એક વખતે સોરઠ દેશનો ચારણ જીણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યો, તેણે તે જ ગામમાંથી ઊંટની ચોરી કરી. તેને પોતાના ઘાસના ઝુંપડા આગળ બાંધ્યું. છેવટે કોટવાળનો સુભટ તેને પકડી જીણહાકની પાસે લાવ્યો, તે વખતે જીણહાક દેવ-પૂજા કરવા લાગેલો હોવાથી મુખથી બોલ્યો નહીં પણ પોતાના હાથમાં ફૂલ લઈ તેને મસળી નાખી સુભટોને જણાવ્યું કે એને મારી નાંખો. સુભટો તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યો કે -
જીણહાનઈ, જીણવરહ, ન મિલઈ તારોતાર;
જિણી કરી જિનવર પૂજિઈ, તે કિમ મારણહાર. ૧ ચારણનું આવું બોલવું સાંભળીને જીણહાક લજવાઈ ગયો અને તેનો ગુન્હો માફ કરી છોડી દઈને તેને કહ્યું કે, હવે પછી આવી ચોરી કરીશ નહીં. તે સાંભળી ચારણ બોલ્યો કે -
એક્કા ચોરી સા કીયા, જા ખોલડઈ ન માઈ;
બીજી ચોરી કિમ કરેઈ, ચારણ ચોર ન થાઈ. ૨ આવાં તેનાં વાકય સાંભળીને, આ તો ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બોલે છે? તેણે જણાવ્યું કે ચોર હોય તે ઊટની ચોરી કરે? કદાપિ કરે તો શું તેને પોતાને ખોલડાઈ એટલે ઝુંપડે બાંધે? આ તો મેં તારી પાસે દાન લેવાને જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યારપછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તકભંડાર વગેરે ઘણાં શુભ કૃત્યો કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે. | મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી.
દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા દ્વારબિંબ અને સમવસરણબિંબ (દરવાજા ઉપરની એક ચોમુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજાં બિંબોની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ લારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે
૦ તલવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તો જગમાં ઘણા પુરુષો હોય છે પણ શત્રુઓને શલ્યરૂપ અને રણમાં શૂરવીર - પુરુષોને જણનારી તો કોઈ વિરલ માતા જ હોય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
હોય તેમ તેમ તેમની પૂજા કરતો જાય તો મોટા દેરાસરમાં ઘણો પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તો પૂજનની દ્રવ્ય સામગ્રી રહી.(બચી) હોય તો થાય અને થઈ રહી હોય તો રહી પણ જાય. તેમ જો શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થે એમ કરવામાં આવે એટલે કે જે દેરાસરમાં આવે ત્યાં ત્યાં પૂજા કરતો આગળ જાય તો છેવટે તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય, તેથી એ યુક્ત નથી.
માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જવું યોગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તો ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદન કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂળનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તત્યતાને વિષે પણ કારબિંબની અને સમવસરણબિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે -
(ત્યારપછી) સુધર્મા સભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરી. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગોશીર્ષચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગામસૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેવું છે માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે -
પૂજા કરતાં વિશેષ પૂજા તો મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળ નાયક પર સર્વ લોકની દષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે.
મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે શંકાકારનો પ્રશ્ન શંકાકાર પ્રશ્ન કરતાં પૂછે છે કે, જો મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તો, બધા તીર્થકર તો સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવો જોઈએ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમ જ હોય તો આ મોટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં. જો એમ કોઈ સમજે તો તેને ગુરુ ઉત્તર આપે છે -
મૂળનાયકની પહેલી પૂજા કરવામાં દોષ ન હોવા સંબંધી ઉત્તર સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયકભાવે તો સર્વ તીર્થકરો સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થકરની વંદના,
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૩
પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષોની આશાતના કાંઈ જ્ઞાનીએ દીઠી નથી.
જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી અને સોના-રૂપાદિક-ધાતુની કે રત્ન-પાષાણની પ્રતિમાની પૂજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવા જ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે.
જેમ ધર્મવંત પ્રાણીની પૂજા કરતાં બીજાં લોકોનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાનો પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી.
ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવના નિમિત્ત માટે જ કરે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અબોધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બોધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાક પૂજા-આંગીનો મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે.
"સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંતમુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તો વિશેષ કરી પ્રશાંતમુદ્રાવાળી જ હોય છે, તેથી ઝટ બોધ પામી શકાય છે, માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એ જ યોગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) કે ઘરદેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિએ અતિશય વિશિષ્ટ સુંદરાકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાંહે તો પિત્તળ, તાંબા, રૂપા, વિગેરેનાં જિનઘર (સિંહાસન) હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તો હાથીદાંતનાં કે આરસનાં ઘણાં જ શોભાયમાન લાગે એવી કોરણી ચિત્રામણવાળાં કરાવવાં. તેમ ન બને તો પણ પિત્તળની જાળી પટ્ટીવાળી, હીંગળોક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શોભાયમાન, અત્યુત્તમ કાષ્ઠનાં પણ કરાવવાં. તેમજ દેરાસર તથા ઘરદેરાસરે વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુનો ધોળાવવો, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણો ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુંઠીયા વગેરે એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શોભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પોતાનાં પહેરવાનાં ધોતીયાં કે વાપરવાનાં વસ્ત્ર વગેરે મૂકવાં નહીં. મોટા દેરાસરની જેમ ઘર દેરાસરની પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ.
પ્રતિમાજીની સાચવણી પિત્તળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક બંગલુંછણેથી લુહ્યા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગલુછણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રતિમાઓ ઉજ્વળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણી રહી જાય તો પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન થોડું એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજ્વળતા થાય છે.
નાગજળ અંગે વળી એમ ધારવું જ નહીં કે ચોવીશવટો અને પંચતીર્થી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળનો અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે, કેમકે, જો એમ દોષ લાગતો હોય તો ચોવીશવટામાં કે પંચતીર્થીમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળનો જરૂર સ્પર્શ થાય જ છે. રાયપાસેણી સૂત્રમાં કહ્યું છે કે :
राइप्पसेणाइज्जे, सोहम्मे सुरियाभदेवस; जीवाभिगमे विजयापूरीइ विजयाइ देवाणं १ भिंगार लोमहत्थय लूहया धूवदहणमाइअ; पडिमाणं सकहाणय पूआए इक्कयं भणियं २ निबुंअ जिणंद सकहा सग्ग समुग्गेसु तिसु वि लोएस: अनोन्नं संलग्गा, नवणं जलाइडिं संपुठ्ठा ३ पुव्वधर कालविहिओ, पडिमाइ संति केसुवि पुरेसुः वत्तक्खा खेत्तक्खा, महक्खा गंथ दिठाय, ४ मालधराइआणवि; धुवण जलाइ फुसेइ जिणबिंबे; पुत्थय पत्ताइणवि, उवरुवरि फरिसणाइअ ५ ताणिज्जइ नो दोसो, करणेचउव्विस वठ्ठयाइणं; आयरणाजुत्तिओ, गंथेसु अदिस्समाणत्ता ६.
રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે અને જીવાભિગમસૂત્ર તથા જંબુદ્વીપપન્નત્તિ સૂત્રમાં વિજયાપુરી રાજધાની પોળીયાદેવનો અને વિજયાદિક દેવતાનો અધિકાર છે. ત્યાં નાના કળશ, મોરપીંછી અંગલુછણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વ જિનની દાઢાઓની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મોક્ષ પામ્યા જે જિનવર, તેઓની દાઢા ઈન્દ્ર લઈને દેવલોકમાં રહેલા સીકામાં ડાભડાઓ અને વળી ત્રણ લોકમાં જ્યાં જ્યાં જિનની દાઢીઓ છે તે સર્વ ઉપરાઉપર મુકાય છે, એકબીજા માંહોમાંહે સંલગ્ન છે તેઓને એકબીજાઓને જળાદિકનો સ્પર્શ, બંગલુહણાનો સ્પર્શ એકબીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્વધર પૂવાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વક્તા (એક જ અરિહંતની) નામે. અને બીજી ક્ષેત્રા (એક પાષાણ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાપ્યા (ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૧૭૦ પ્રતિમાઓ એક જ પટ્ટક ઉપર કરી હોય તે) નામે, એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીર્થી પ્રતિમાઓમાં ફૂલની વૃષ્ટિ કરનાર માળાધર દેવતાનાં રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓનો અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેનો પણ દોષ લાગવો જોઈએ. પણ તેમાં કંઈ દોષ નથી લાગતો અમે ચોવીસ વટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૫
કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા વગેરેનો દોષ લાગતો નથી. એમ આચરણા અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે :
કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનનો પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કોઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધના નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠીના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર ચોવીસ તીર્થકરની ચોવીસી ભરાવે છે. કોઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સીત્તેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવેછે.
તેમજ પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરોમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ ગ્રંથોક્ત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એક જ પ્રતિમા હોય તો તે વક્તા કહેવાય: એક જ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હોય તો તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એકજ પાટપ્રમુખ ઉપર એકસો સિત્તેર પ્રતિમાઓ હોય તો તે મહા નામથી કહેવાય.
તે માટે ત્રણ તીર્થી, પંચતીર્થી, ચોવીસી વગેરેમાં ઘણા તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. એ પ્રમાણે અંગપૂજાનો અધિકાર સમાપ્ત થયો.
અગ્રપૂજા અધિકાર સોના-રૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજ્વળ શાલિ વગેરે અખંડ ચોખાથી અથવા સફેદ સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા દરરોજ સોનાના યવથી શ્રીવીર પ્રભુના સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા. અથવા રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા.
તેમજ વિવિધ પ્રકારનાં ભાત વગેરે રાંધેલાં અશન, સાકરનું પાણી, ગોળનું પાણી વિગેરે પાણી, પફવાન, ફળાદિક ખાદિમ, તંબોળ પાનના બીડાં વગેરે સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગોશીષચંદનના રસ કરી પંચાંગુલીના મંડળ તથા ફૂલના પગર ભરવા, આરતી ઉતારવી, મંગળદીપક કરવો, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાગ્યમાં કહેલ છે કે :- ગાયન કરવું, નાટક કરવું, વાજિંત્ર વગાડવાં, લુણ ઉતારવું, પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જે કરણીઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે.
નૈવેધપૂજા દરરોજ પોતાને ઘેર રાંધલા અનાથી પણ કરવા વિષે નૈવેદ્યપૂજા દરરોજ કરવી. કેમકે, એ સુખેથી થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે એટલા જ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછયું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભોજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેદ્યથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે આગીયો વૈતાળ દરરોજના સો મુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂત-પ્રેતાદિક પણ રાંધેલા ખરી, ખીચડા, વડા વગેરેનાં ભોજન કરવા માટે જ ઉત્તરાયણાદિકમાં યાચના કરે છે. તેમજ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી જે બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે. .
નૈવેધપૂજાના ફળ ઉપર દષ્ટાંત એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભોજન કરીશ. કેટલોકકાળ પોતાના દઢ નિયમથી વીત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભોજનનો સમય થઈ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડૂત પોતાના દ્રઢ નિયમથી ચળ્યો નહિ. તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યો કે, "જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.”
સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડૂત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરા તેને જ વરી. તેણી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય છે કે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.”
અન્નાદિક સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પફવાનાદિક ભોજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેધ અને આરતી આદિ માટે આગમમાં પણ કહેલું છે;
નૈવેધ ચઢાવવા સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણ આવશ્યકનિયુક્તિમાં કહેલ છે કે, "ફીડુ વી” બળી (નૈવેદ્ય) કરાય છે. શ્રી નિશીથમાં પણ કહેલું છે કે - "(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિક નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પેટી સન્મુખ મૂકીને) દેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યારપછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર-વિભૂષિત ભગવંતની પ્રતિમા જુએ છે.”
નિશીથસૂત્રની પીઠિકામાં પણ કહે છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે.
નિશીથની ચૂર્ણિમાં પણ કહે છે કે:- સંઘરૂરીયા રમો વિવિફર્સ્ટ ઉમુન્નો ન વસ્થમાફ વિરને ઝરે સંપ્રતિ રાજા તે રથજાત્રા આગળ વિવિધ પ્રકારનાં ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક(કોડા), વસ્ત્ર આદિનું ભેટશું કરે.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૭
બૃહત્કલ્પમાં પણ કહે છે કે, તીર્થકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી તીર્થકરને અર્થે કરેલો આહાર સાધુને જ્યારે કહ્યું, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નૈવેદ્યની તો શી વાત?
પ્રતિષ્ઠાપાહુડમાંથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહેલ છે કે - "આરતી ઉતારીને મંગળદીવો કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેદ્ય કરવો.”
મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહે છે કે, "અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવો, મોરપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિનું વિલેપન, વિવિધ પ્રકારના બલિ (નૈવેદ્ય), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કાર કરીને, પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ કરીએ.” આ મુજબ અગ્રપૂજાનો અધિકાર સમાપ્ત થયો,
ભાવપૂજાનો અધિકાર ભાવપૂજા તો જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી નિસીહિ' કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવંતની જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષ તો સાઠ હાથ તેમજ મધ્યમ ભેદતો દશ હાથથી માંડી ઓગણસાઠ હાથનો અવગ્રહ રાખીને (દૂર રહીને) ચૈત્યવંદન કરવા બેસવું. શાસ્ત્રમાં કહેલું છે કે :
ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશ (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવને કરી ચૈત્યવંદન કરે.
નિશીથસૂત્રમાં કહેલ છે કે - "તે ગંધાર શ્રાવકસ્તવન-સ્તુતિઓને ભણતો તે ગિરિગુફામાં રાત-દિવસ રહ્યો."
વસુદેવહિંડીમાં પણ કહેવું છે કે :- "સમ્યકત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાત:કાળે શ્રાવકના સામાયિકાદિક પચ્ચકખાણ લઈને કર્યા છે કાઉસ્સગ્ગ સહિત થઈ વંદન (દવવંદન) જેણે એવો” એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાયોત્સર્ગ સ્તુતિ કરીને ચૈત્યવંદન કર્યા છે એમ કહ્યું છે.
ચૈત્યવંદનના ભેદ જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાષ્યમાં કહેવું છે કે -
બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો નાઈ એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે; અથવા નમો રિહંતા એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક, સ્તવન વિગેરે કહેવાથી, નાની જાતિના શ્લોક કહેવાથી ઘણા નમસ્કારો પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ મુસ્થા નું હોવાથી એકવાર મુલ્યુi જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે તેમ) એ જઘન્યચૈત્યવંદન કહેવાય છે. | મધ્યમચૈત્યવંદન તે પ્રથમથી ગરિરંતવેથા થી માંડી કાઉસ્સગ્ન કરી એક થોઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થોઈ છેલ્લી કહેવી તે મધ્યમચૈત્યવંદન કહેવાય છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પંચદંડક તે, ૧. શક્રસ્તવ (નમુત્યુણ), ૨. ચૈત્યસ્તવ (અરિહંતઈયાણ), ૩. નામસ્તવ (લોગસ્સ), ૪. શ્રુતસ્તવ (પુફખરવરદીવઢ), ૫. સિદ્ધસ્તવ (સિદ્ધાણં-બુદ્ધાણં), એ પાંચ દંડક જેમાં આવે એવું જય વિયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતોમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટચૈત્યવંદન કહેવાય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવે કરી જઘન્યચૈત્યવંદન કહેવાય છે. અને બે-ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમચૈત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શક્રસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટચૈત્યવંદના કહેવાય છે.
ઈરિયાવહી પહેલી પડિક્કમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીરાયતે પ્રણિધાનસૂત્ર તથા નમુત્યણું કહી બમણું ચૈત્યવંદન કરે, ફરી ચૈત્યવંદન કહી નમુસ્કુર્ણ કહે. વળી અરિહંતઈયાણ કહી ચાર થઈએ દેવ વાંદે, એટલે ફરી નમુત્થણ કહે. તેમાં ત્રણ વાર નમુત્થણે આવે એ મધ્યમચૈત્યવંદના કહેવાય છે. એક વાર દેવ વાંદે તેમાં શક્રસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લે, એમ સર્વ મળી ચાર શક્રસ્તવ થયાં. એમ બે વાર કરવાથી તો આઠ શકસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચૈત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટચૈત્યવંદન કરી કહેવાય છે. શક્રસ્તવ કહેવું, વળી ઈરિયાવહી, પડિક્કમીને એક શક્રસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શકસ્તવ થાય, ફરી ચૈત્યવંદન કહી, નમુત્થણે કહી, અરિહંતચેઈઆણે કહી, ચાર થોઈ કહે. ફરી ચૈત્યવંદન નમુત્થણે કહી, ચાર થોઈ કહી, બેસી નમુત્યુર્ણ કહી સ્તવન કહીને જય વયરાય કહે, એમ પાંચ શક્રસ્તવ થવાથી ઉત્કૃષ્ટચૈત્યવંદના કહેવાય છે.
સાત વખત કરાતાં ચૈત્યવંદના (૧) રાઈપડિક્કમણામાં, (૨) મંદિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચકખાણ પારવાનું), (૪) દિવસચરિમનું (ગૌચરી કર્યા પછી), (૫) દેવસીપડિક્કમણમાં, (૬) શયન સમયે (સંથારા પોરસી ભણાવતાં), (૭) જાગીને. એમ દરરોજ સાધુને સાતવાર ચૈત્યવંદન કરવા કહ્યું છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવાં તે નીચે મુજબ -
જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીતિ પ્રમાણે અથવા બે વખતના આવશ્યકનાં બે, સુવા-જાગવાના તથા ત્રણ ત્રિકાળ દેવવંદના થાય, સૂવાની વખતે ન કરે તેને પાંચ વાર થાય અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય, ઘણા દેરાસરના જુહાર કરનારને તો વળી ઘણીવાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજાં ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તો પણ ત્રિકાળ દેવ તો જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે –
"હે દેવાનુપ્રિયે ! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચૂક, નિશ્ચલ અને એકાગ્ર ચિત્તે કરી દેવ વાંદવા. હે પ્રાણીઓ ! અપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગૂર, એવા આ મુનષ્ઠશરીરથી આ જ સાર છે. તેમાં પહેલાં પહોરે જ્યાં સુધી દેવને અને સાધુને વંદાય નહીં ત્યાં સુધી પાણી પણ પીવું નહીં તેમજ મધ્યાહને જ્યાં સુધી દેવ ન વાંઘા હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું. તેમજ પાછલે પહોરે ખરેખર તેમજ કરવું જ્યાં સુધી દેવ ન વાંઘા હોય ત્યાં સુધી રાત્રિયે શય્યા ઉપર સૂવું પણ નહીં."
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૯
બીજે સ્થળે પણ કહ્યું છે કે, "સવારે ચૈત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાહને ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન કલ્પતું નથી."
ગીત, નૃત્ય, વાજિંત્ર, સ્તોત્ર એ અગ્રપૂજામાં ગણાવેલાં ભાવપૂજામાં પણ અવતરે છે, વળી એ મહાફળદાયી હોવાથી ઉદયનરાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી પોતે જ કરવાં.
નિશીથચૂર્ણિમાં કહેલું છે કે - "સ્નાન કરીને કર્યા છે કૌતુકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવત્ આઠમ-ચૌદશના દિવસે ભક્તિરાગે કરી પોતે જ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે મૃદંગ વગાડતો."
ત્રણ અવસ્થા ભાવના - જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાષ્યમાં કહેવું છે કે -
ભગવંતને સ્નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશના દેખાવથી તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવના રૂપે કરી, ભગવંતની છબસ્થાવસ્થા ભાવવી. (છબસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા).
છદ્મસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (ર) રાજ્ય અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાનાં રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખાવથી, રાજ્યાવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખાવથી સાધુપણાની અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી. પ્રતિમાની બે પાસે રહેલા દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્યધ્વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણે જ થઈ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયો.
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો (૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા (૩) ઋદ્ધિવંતની કરવા યોગ્ય સર્વોપચારિકી પૂજા એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે.
પંચોપચારિકી પૂજા “પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા, ધૂપપૂજા, દીપપૂજા એમ પંચોપચારિકી પૂજા સમજવી.” અષ્ટોપચારિકી પૂજા
"જળપૂજા, ચંદનપૂજા, પુષ્પજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજ, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકરના કર્મને હણનારી હોવાથી અષ્ટોચારિકી પૂજા ગણાય છે."
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્વોપચારિકી પૂજા "જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ બૃહભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે." કહેલું છે કે -
પોતે પોતાના હાથે પૂજાના ઉપકરણો લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપકરણ મંગાવે તે બીજી પૂજા અને મનથી પોતે ફળ-ફૂલ વગેરે પૂજા કરવાને મંગાવવાનો વિચાર કરવારૂપે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના યોગથી કરવી, કરાવવી અને અનુમોદવી; એમ પણ ત્રણ પ્રકાર થાય છે તથા પુષ્પથી, નૈવેદ્યથી, સ્તુતિથી અને આજ્ઞાપાલન એમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી.
લલિતવિસ્તરામાં કહેવું છે કે :- પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પૂજા, સ્તુતિ (ગાયન) પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ-પ્રતિપાલન), એ ચાર વસ્તુઓ યથોત્તર અનુક્રમથી પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન અશનાદિ ભોગ્ય વસ્તુ સમજવી. જે માટે ગૌડકોશમાં લખેલ છે કે, "આમિય શબ્દથી ભોગવવા યોગ્ય અશનાદિક વસ્તુ સમજવી."
પ્રતિપત્તિ પુનરવિનાતોપવેશપરિપત્રના પ્રતિપત્તિ એટલે "સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે.” એમ આગમોક્ત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા.
જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી. ફૂલ ચડાવવાં, સુગંધ વાસ ચડાવવો, એ આદિક સત્તર ભેદ, સ્નાત્ર પૂજા એ આદિક એકવીસ પ્રકારની પૂજાના ભેદો. વળી અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતભૂત થાય છે.
પૂજાના સત્તર ભેદ ૧. સ્નાત્રપૂજા, વિલેપનપૂજા, ૨. વાસપૂજા, ચક્ષુયુગલપૂજા (ચક્ષુયુગલ ચઢાવવાં), ૩. ફલપૂજા, ૪. પુષ્પમાળપૂજા, ૫. પંચરંગી છૂટાં ફૂલ ચઢાવવાની પૂજા, ૬. ચૂર્ણપૂજા (બરાસનું ચૂર્ણ ચઢાવવું) ધ્વજ, ૭. આભરણ (મુગટ) પૂજા, ૮. પુષ્પગૃહપૂજા, (ફુલનું ઘર ચઢાવવું), ૯. પુષ્પ-ફુલપ્રગરપૂજા (છૂટા ફૂલોનો ઢગલો કરવો), ૧૦. આરતી ઉતારવી, મંગળદીવો કરવો, અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧. દીપક પૂજા, ૧૨. ધૂપપૂજા, ૧૩. નૈવેદ્યપૂજા, ૧૪. ફળપૂજા, ૧૫. ગીત પૂજા, ૧૬. નાટક પૂજા, ૧૭. વાજિંત્રપૂજા.
પૂજા સંબંધી ઉપયોગી સૂચનો ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલાંક ઉપયોગી સૂચનો તથા એકવીસ પ્રકારી પૂજાનો વિધિ નીચે મુજબ લખેલ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૧
"પૂર્વદિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમદિશા સન્મુખ દાતણ કરવું, ઉત્તરદિશા સન્મુખ શ્વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મ ઉભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પોતાના ઘરના ઓટલાથી દોઢ હાથ ઊંચી જમીન ઉપર ઘર-દેરાસર કરવું. પોતાના ઘરથી નીચી જમીન ઉપર ઘરદેરાસર કે દેરાસર કરે તો દિન-પ્રતિદિન તેના વંશની અને સંતતિ-પૂત્રપૌત્રાદિકની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે, પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરે. દક્ષિણદિશા વર્જન કરવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવી યોગ્ય છે.
જો પશ્ચિમ દિશા સન્મુખ ઉભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તો ચોથી સંતતિથી (ચોથી પેઢીથી) વંશનો ઉચ્છેદ થાય અને દક્ષિણદિશા સન્મુખ ઊભા રહી પૂજા કરે તો તેને સંતતિ જ ન થાય નિર્વશ થાય.) અગ્નિકોણમાં ઉભા રહી પૂજા કરે તો દિનદિન ધનની હાનિ થાય, વાયવ્યકોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્ર જ ન હોય (થાય), નૈઋત્યકોણમાં ઉભા રહી પૂજા કરવાથી કુળનો ક્ષય થાય અને ઈશાનકોણમાં ઉભા રહી પૂજા કરે તો તે એક સ્થાનકે સુખે કરીને બેસી શકે નહીં.
બે પગના અંગુઠે, બે ઢીંચણે, બે હાથે, બે ખભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઈપણ વખતે પૂજા કરવી નહીં. કપાળે, કંઠે, હૃદયકમળ, ઉદરે એ ચાર સ્થાનકે તિલક કરવાં. નવસ્થાનકે (૧. બે અંગુઠા, ૨. બે ઢીંચણ, ૩. બે હાથ, ૪, બે ખભે, ૫. મસ્તકે, ૬. કપાળે, ૭. કંઠે, ૮. હૃદયકમળ, ૯. ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ પુરુષે પ્રભાતે વાસપૂજા, મધ્યાહ્નકાળે ફુલપૂજા અને સંધ્યાકાળે ધૂપ-દીપપૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવો મૂકવો. અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતની જમણી તરફ બેસીને કરવાં.
"હાથથી લેતાં અથડાઈને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ વગેરે કોઈપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લોક કે હિંસા કરનાર કોઈપણ જીવે સ્પર્શેલું, ઘણા ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કીડા વગેરેએ કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભક્તિવંત પ્રાણીએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવાં નહીં; કળીને પણ છેદવી નહિ, ચંપાના કે કમળના ફૂલના બે ભાગ કરે તો તેથી પણ મોટો દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી.
"શાંતિક કાર્યમાં શ્વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને કાર્યસિદ્ધિ માટે પાંચ વર્ણના ફૂલો વાપરવાં; પંચામૃતનો અભિષેક કરવો, ઘી તથા ગોળનો દીવો કરવો, અગ્નિમાં લૂણ નિક્ષેપ કરવું એ પૌષ્ટિક કાર્યમાં ઉત્તમ જાણવાં. સાંધેલાં, છેદેલાં, રાતા રંગવાળાં, દેખીતાં, ભયંકર વસ્ત્ર પહેરવાથી દાન, પૂજા, તપ, હોમ, સામાયિક પ્રતિક્રમણ વગેરે સાંધ્ય કૃત્ય નિષ્ફળ થાય છે. પદ્માસને સુખે બેસી શકાય એવા સુખાસને બેસી નાસિકાના અગ્રભાગે નયન સ્થાપી વસ્ત્રથી (મુખકોશથી) મુખ ઢાંકીને મૌનપણે ભગવંતની પૂજા કરવી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એકવીસ પ્રકારી પૂજાનાં નામાં "૧. સ્નાત્રપૂજા, ૨. વિલેપનપૂજા, ૩. આભૂષણપૂજા, ૪. પુષ્પપૂજા, ૫, વાસક્ષેપપૂજા, ૬. ધૂપપૂજા, ૭. દીપપૂજા, ૮. ફળપૂજા, ૯. તંદુલ (અક્ષત)પૂજા, ૧૦. નાગરવેલના પાનની પૂજા, ૧૧. સોપારીપૂજા, ૧૨. નૈવેદ્યપૂજા, ૧૩. જળપૂજા, ૧૪. વસ્ત્રપૂજા, ૧૫. ચામરપૂજા, ૧૬. છત્રપૂજા, ૧૭. વાજિંત્રપૂજા, ૧૮. ગીતપૂજા, ૧૯. નાટકપૂજા, ૨૦. સ્તુતિપૂજા, ૨૧. ભંડારવર્ધનપૂજા.”
"એમ એકવીસ પ્રકારની જિનરાજની પૂજા સુરાસુરના સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ છે, તેને કલિકાલના યોગથી કુમતિ લોકે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય તેને ભાવની વૃદ્ધિ માટે પૂજામાં યોજવી."
અશુભવસ્તુ વર્જન તેમજ ઈશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેકવિલાસમાં કહેલું છે. વળી વિવેકવિલાસમાં કહ્યું
"વિષમાસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચો રાખી ડાબા હાથથી પૂજા કરવી નહીં, સુકેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વિખરાઈ ગઈ હોય, જેને નીચ લોકોએ સ્પર્શ કરેલા હોય, વિકસ્વર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા કરવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એકબીજાનાં લાગવાથી વિંધાયેલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને સ્પર્શેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, સુગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હોય એવાં ફૂલ વર્જવાં.”
વિસ્તારથી પૂજાના અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વદિવસે ત્રણ, પાંચ, સાત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્ર પૂજા ભણાવવી.
સ્નાત્રપૂજા ભણાવવાની રીતિ સવારમાં પહેલાં નિર્માલ્ય ઉતારવાં, પખાલ કરવો, આરતી મંગળદીવો કરવો. એ સંક્ષેપથી પૂજા થાય છે. ત્યારપછી સ્નાત્રાદિ સવિસ્તાર બીજી પૂજાના પ્રારંભમાં દેવની આગળ કેસરવાસિત જળે ભરેલો કળશ સન્મુખ સ્થાપન કરવો. ત્યારપછી હાથ જોડીને નીચે પ્રમાણે કહેવું -
અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિકના વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનોહર અને પોતાના સ્વાભાવિક રૂપવડે ત્રણ જગતને જીતનારું જિનબિંબ અમારું રક્ષણ કરો."
ઉતાર્યા છે કુસુમ અને આભૂષણ જેનાં એવું અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ, ભવ્ય જીવના મનને હરનારી મનોહર છે શોભા જેની એવું અને સ્નાત્ર કરવાના બાજોઠ ઉપર રહેલું વતી રાગનું રૂ૫ અમને મોક્ષ આપો, એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલો કળશ કરવો. અંગલુછણું કરી સંક્ષિપ્તથી પૂજા કરવી.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૩
ત્યારપછી નિર્મળ જળથી ધોયેલા અને ધૂપથી ધુપેલા કળશમાં સ્નાત્ર કરવા યોગ્ય સુગંધી જળ ભરી તે કળશોને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ત્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા, ત્યારપછી પોતાનું ચંદન હાથમાં લઈને તિલક કરી, હાથ ધોઈ પોતાના ચંદનથી હાથ લેપીને હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ (કેસરથી વાસિત છૂટા ફૂલ) ભરેલી રકેબી હાથમાં લઈ કુસુમાંજલિનો પાઠ ઉચ્ચાર કરે.
સેવંત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમર્પણ કરે છે” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં.
"સુગંધના લોભથી ખેંચાઈ આવેલા ભમરાઓના ઝંકારશબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરો.” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળ શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, એવી રીતે કુસુમાંજલિએ તિલક, ધૂપ, પાન વગેરેનો આડંબર કરવો. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામનો જન્માભિષેકના કળશનો પાઠ બોલવો,
ત્યારપછી ઘી, શેલડીનો રસ, દૂધ, દહીં, સુગંધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવો. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવો અને સ્નાત્ર કરતાં ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું, પણ ઉઘાડું રાખવું નહીં.
જે માટે વાદીવૈતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે સ્નાત્રજળની ધારા જ્યાં સુધી પડે ત્યાં સુધી મસ્તક શૂન્ય ન રખાય માટે મસ્તક ઉપર પુષ્પ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં (પખાલ કરતાં) ચામર વીંઝવા, ગીત-વાજિંત્રનો આડંબર સર્વ શકિતથી કરવો. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવું હોય તો શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ બોલવો.
"ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા હોય જ નહિ શું? એવી ભગવંતના અભિષેકના જળની ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતોના ભાગનો ફરીને પણ ભેદ કરો.” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અંગલુછણાં કરી વિલેપન, આભષણ વગેરેથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. સર્વ પ્રકારનાં ધાન્ય, પક્વાન્ન, શાક, વિગય, ઘી, ગોળ, સાકર, ફળાદિક બલિ ચઢાવવું. જ્ઞાનાદિક રત્નત્રયીની આરાધના નિમિત્તે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સ્નાત્ર કરવામાં લઘુ-વૃદ્ધનો વ્યવહાર ઉલ્લંઘન કરવો નહીં.
વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવકની પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અચ્યતેન્દ્ર ત્યારપછી યથાક્રમથી છેલ્લો સૌધર્મેન્દ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની જેમ મસ્તકે લગાડે તો તેમાં કાંઈપણ દોષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેવું છે કે – દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પોતાને સર્વે અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શાન્તિજન અંગે રામના ચરિત્રના ઓગણત્રીસમા ઉદેશામાં અષાડ સુદ ૮થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાનિકા (અઠ્ઠાઈ) મહોત્સવના અધિકારમાં કહેલ છે કે તે હવણ શાંતિ જળ, રાજાએ પોતાના મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પોતાની રાણીઓને મોકલાવ્યું અને તે રાણીઓએ પોતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણીને વૃદ્ધ કંચુકી સાથે મોકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણી શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણીવારે પણ વૃદ્ધ કંચુકીએ હવણ જળ લાવીને પટરાણીને આપ્યું, અને કહેવા લાગ્યો કે, હું વૃદ્ધ છું તેથી વાર લાગી; તો માફ કરો. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિજળ પોતાને મસ્તકે લગાવ્યું, તેથી તેનો માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી.
વળી મોટી શાંતિમાં પણ કહેલ છે. કે, શાંતિપનીય મસ્ત વાતવ્ય શાંતિજળ મસ્તકે લગાડવું. વળી પણ સંભળાય છે કે, પ્રતિવાસુદેવ જરાસંઘે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સૈન્યને મુક્ત કરવા ભગવાન શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમનો તપ કરી આરાધન કરેલા ધરણેન્દ્ર પાસે પાતાળલોકમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાર્શ્વનાથ પ્રભુના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો.
વળી જિનેશ્વર ભગવંતની દેશનાં થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ વગેરેએ ત્યાં ઉછાળેલી કૂરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ રાજા લે છે, બાકીની સર્વજન લે છે. બળી મસ્તક ઉપર નાખવાના પ્રભાવથી પણ રોગોષદ્રવની શાંતિ થાય છે, એટલું જ નહિ પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતો નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સદગુરુપ્રતિષ્ઠિત મોટા મહોત્સવ કરી લાવેલા રેશમી ધ્વજ-પતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સાથે વાજતેગાજતે ધ્વજ ચઢાવવો. પછી બધાએ યથાશક્તિ પહેરામણી કરવી. હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદીવો પ્રભુની સન્મુખ પ્રગટાવવો. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
"તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રીસંઘને મંગળ પમાડો.”
લૂણ ઉતારવા અંગે એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
"સર્વ પ્રકારે ભાંગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં ! એવું લૂણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુઓ.”
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૫
ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતારવું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરવો. બે બાજુએ ઉંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં, પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતી આ પાઠ બોલવાપૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઉતારવી.
આરતી અંગે "મરકતરત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકથી મંડિત મંગળદીવાને સ્નાત્ર કરનારના હાથથી જેમ ભમાડાય છે, તેમ ભવ્ય પ્રાણી-જીવોની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ.)”
| ત્રિષષ્ટિશલાકાપુરુષના ચરિત્રમાં પણ કહેવું છે કે - "કરવા યોગ્ય કરણી કરીને કૃતકૃત્ય થઈને ઈન્દ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જ્યોતિવંત ઔષધીના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઈન્દ્ર પણ પોતે દીપવા લાગ્યો. શ્રદ્ધાળુ એવા જે બીજા ઈન્દ્રોએ જે વખતે છૂટાં ફૂલોનો સમુદાય વિખેર્યો છે તે વખતે સૌધર્મેન્દ્ર પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી." ત્યારપછી મંગળદીવો પણ આરતીની જેમ પૂજવો અને નીચે લખેલી ગાથાઓ બોલવી.
મંગળ દીવા અંગે "ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીએ વિચરતા હતા, ત્યારે સંકોચાઈ ગયો છે પ્રતાપ જેનો એવો સૂર્ય પોતાનાં શાશ્વતા વિમાનથી આપનાં દર્શન કરવા આવ્યો, ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે! તેમ હે નાથ ! સુરસુંદરીયે સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડેલો) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.”
એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદીવો ઉતારી, પ્રભુના ચરણકમળ આગળ દેદીપ્યમાન લાગે એમ સન્મુખ મૂકવો. મંગળદીવો ઉતારતાં આરતી જો ઓલવાઈ જાય તો કાંઈ દોષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (મુખ્યતાએ) ઘી, ગોળ, કપૂર મૂકવો જેથી મહાલાભ પમાય.
લૌકિક શાસ્ત્રમાં કહેલ છે કે :
પરમેશ્વરની પાસે કપૂરથી દીવો કરે તો અશ્વમેધ યજ્ઞનું ફળ પામે, અને તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે.”
"શ્રી હરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં અવળે મા વા એવો પાઠ દેખાય છે. તેથી આ સ્નાત્રવિધાનમાં દર્શાવેલી 'મુવતારૂંવાર' એ ગાથા તેમની (શ્રીહરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ સ્નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી, પણ સ્નાત્રપૂજાના પાઠથી જોઈ લેવી.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વળી સ્નાત્રાદિકમાં સામાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે, તો પણ તેમાં કાંઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અર્હત્ ભગવંતની ભક્તિનું પોષક હોય તે કોઈ આચાર્યને અસમંત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી
લેવું.
અહીંયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતારવો, લુણ ઉતારવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગચ્છોમાં અને પરદર્શનમાં પણ જમણી બાજુથી કરાય છે.
શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો એવી રીતે સ્પષ્ટાક્ષરથી લખેલું છે કે :लवणाई उतारणं पायलित्तसूरियाई पुव्वपुरिसेहि, संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिज्जई ।
લવણ આરતીનું ઉતારવું. પાદલિપ્તસૂરિ આદિક પૂર્વપુરુષોથી સંહારક્રમથી કરવું. અનુજ્ઞાત છે, પણ હમણાં તો જમણી બાજુથી કરાય છે.
સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા-પ્રભાવનાદિકના સંભવથી પરલોકના ઉત્તમફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ-સ્નાત્ર ચોસઠ ઈન્દ્રો પણ કરતા હતા, તેમની જેમ આપણે પણ કરીએ તે તેમને અનુસાર કર્યું કહેવાય, તેથી આલોકના ફળની પ્રાપ્તિ જરૂર થાય જ છે એમ
સમજવું.
કેવી પ્રતિમા પૂજવી? પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે, તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે ગુરુકારિતા' ગુરૂ જે માતા-પિતા, દાદા, પરદાદા પ્રમુખ, તેણે ભરાવેલી (કરાવેલી) પ્રતિમા પૂજવી," કોઈક આચાર્ય એમ કહે છે કે "પોતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી." વળી કેટલાક આચાર્ય એમ કહે છે કે "વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી.
માતા-પિતા પ્રમુખે કરાવેલી પ્રતિમાં જ પૂજવી, એવો વિચાર ચિત્તમાં ધરવો નહીં. મમકાર કે આગ્રહ રાખીને અમુક જ પ્રતિમા પૂજવી-એવો આશય રાખવો નહીં. જ્યાં જ્યાં પ્રભુમુદ્રા-સમ-આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થકરનો આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે, અને જો એમ ન હોય તો ખરેખર પોતાનો હઠવાદ કરવાથી અત્ બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો પ્રસંગ બળાત્કારથી તેના ઉપર આવી પડે.
વળી કોઈના મનમાં એવો વિચાર આવે કે અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઉલટો દોષ લાગે છે, પણ એમ ધારવું નહીં કે, અવિધિની અનુમોદનાના પ્રકારથી આજ્ઞાભંગનો દોષ લાગે. અવિધિકૃત પ્રતિમા પૂજનથી પણ કાંઈ દોષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે કલ્પભાણમાં કહેલ છે કે :
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૭
નિશ્રાકૃત તે કોઈક ગચ્છનું ચૈત્ય, અનિશ્રાકૃત તે ગચ્છ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચૈત્યે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતાં જો ઘણીવાર લાગે અને તેટલીવાર ટકી શકાય એમ ન હોય તો એકેક થોય (સ્તુતિ) કહેવી. પણ જે જે દેરે ગયા ત્યાં સ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું.
ચેત્ય સંભાળ. જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક વગેરે ન હોય એવા દેરાસરને અસંવિજ્ઞ દેવકુલિકા કહીએ. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા-દેરાસરમાં) જો કરોળિયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકોને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેનાં પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાવનાં હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે, તેમ તમે પણ જો દેરાસરની સારસંભાળ સારી રાખીને વર્તશો તો તમારા માન-સત્કાર થશે. વળી તે સેવકો એટલે દેરાસરના ચાકરો જો દેરાનો પગાર ખાતા હોય તો તથા તે દેરાસરની પાછળ ગામની લાગત (લાગી) ખાતા હોય કે ગામ ગરાસ જમીન ભોગવતા હોય તો તેને નિર્ભર્જના પણ કરે (ઠપકો આપે) કે તમે દેરાસરની લાગત ખાઓ છો; છતાં પણ તેની દિરાસરની) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની યતના ન કરે તો તેમાં દેખતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પોતાને હાથે ઉખેડી નાખે તો તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય જ્યારે સાધુએ પણ ઉવેખવાં નહીં, ત્યારે શ્રાવકની શી વાત?
અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં, કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક વગેરેના અભાવે છૂટ આપવામાં આવેલી છે, તો તે કૃત્ય શ્રાવકનું હોવાથી શ્રાવકે કદીપણ વિસારી મૂકવું નહીં. જરૂર યથાશક્તિ દેરાસરની સારસંભાળ કરવી જોઈએ. આ બધો પૂજાનો અધિકાર હોવાથી પ્રસંગથી આવેલો અધિકાર બતાવ્યો છે.
નિર્ધનને દ્રવ્ય-ભાવ-પૂજા ઉપર લખેલી સ્નાત્રાદિકની વિધિનો વિસ્તાર તો ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધનરહિત શ્રાવક તો સામાયિક લઈને જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજ) ન હોય તો ઈર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિશીહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગુંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમકે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નહીં અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે.
પ્રશ્ન :- સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હોય?
ઉત્તર - સામાયિક તો પોતાને સ્વાધીન છે, તે તો જ્યારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ ફૂલ વગેરે કૃત્ય તો પરાધીન છે, સામુદાયિક કામ છે પોતાને સ્વાધીન નથી, અને કોઈક વખતે બીજો કોઈક દ્રવ્ય ખરચ કરનાર હોય, ત્યારે જ બની શકે એમ છે, માટે સામાયિક કરતાં પણ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાથી કાંઈ દોષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
સમ્યગ્દષ્ટિ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિર્ધન શ્રાવકે સામાયિક પાળીને પણ દ્રવ્યસ્તવ કરવું.
દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે :- આ રીતે આ સર્વ વિધિ ઋદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પોતાના ઘરમાં સામાયિક લઈ જો કોઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તો સુસાધુની જેમ ઉપયોગવંત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવરૂપ કામ હોય તો સાયાયિક મૂકીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે."
આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં "વિહિપા” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ પ્રમુખ ચોવીસ મૂળદ્વારે કરી બે હજાર ચુમ્બોતેર બાબતો જે ભાષ્યમાં ગણાવી છે. તે સર્વબાબતો ધારવી, જેમકે
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમોતેર બાબતો (૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિનું કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણવાર પ્રણામ કરવ, (૪) ત્રણવાર પૂજા કરવી, (પ) બિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનો ત્યાગ કરવો, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી, (૮) વર્ણાદિક ત્રણ આલંબવા, (૯) ત્રણ પ્રકારની મુદ્રાઓ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દશત્રિક ગણાય છે. ઈત્યાદિક સમજવું.
૧. ત્રણ નિસીહ - દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારનો ત્યાગ કરવા રૂપ પ્રથમ નિશીહિ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસીહિ જાણવી. ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસહિ જાણવી. ૩.
૨. ત્રણ પ્રદક્ષિણા - જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૩. ત્રણ પ્રકારના પ્રણામ:-(૧) જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબદ્ધ પ્રણામ ૨. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજો અર્ધવનત પ્રણામ. ૩. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજો પંચાંગ પ્રણામ.
૪. ત્રણ પ્રકારની પૂજા -ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા. ૩.
૫. ત્રણ અવસ્થા - પિંડસ્થ એટલે છvસ્થાવસ્થા. ૧. પદસ્થ એટલે કેવળીઅવસ્થા ૨. રૂપાતીત
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૯
એટલે સિદ્ધાવસ્થા ૩.
૬. જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જોવું. ૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુંજવી.
૮. નમુસ્કુર્ણ વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩.
૯. ત્રણ મુદ્રા - બે હાથની દશે આંગળીઓ માંહોમાંહે મેળવી કમળના ડોડાના આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાંની વચમાં આગળથી ચાર આંગળનો અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસ્સગ્ન કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાસુક્તિમુદ્રા ૩.
૧૦. ત્રણ પ્રતિધાન - જાવંતિ ચેઈયાઈ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરુને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશત્રિક છે.
૨. પ્રભુ આગળ જવાનો એટલે દેરાસરમાં પ્રવેશ કરવાનો વિધિ તે અભિગમ પંચ પ્રકારનો છે. (અભિસન્મુખ, ગમ=જવું એ અર્થથી.)
૩. સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણા પડખે રહેવું તે બે દિશિ. ૪. પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારનો છે. ૫. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે વંદનાના ત્રણ ભેદ. ૬. પંચાંગમુદ્રાએ (૫ અંગ વડે) પ્રણિપાત=નમસ્કાર કરવો અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. ૭. પ્રભુના ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લોક બોલવા તે નમસ્કારનો ૧ ભેદ.
૮. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ,
૯. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાકયો છે.
૧૦. એક શ્વાસોશ્લાસ જેટલા કાળમાં બોલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે.
૧૧. નમુત્યુર્ણ-અરિહંતચેઈયાણ-લોગસ્સ-પુખરવરદી-અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ સૂત્રો તે પ દંડકસૂત્ર કહેવાય છે. • ૧૨. પાંચ દંડકસૂત્રોમાં અધિકાર (એટલ મુખ્ય વિષય) ૧૨ છે. ૧૩. અરિહંત-સિદ્ધ-મુનિ અને સિદ્ધાંત એ ચાર વંદનીય (વંદના કરવા યોગ્ય) છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪. જે વંદનયોગ્ય નહિ પરંતુ સ્મરણીય=માત્ર સ્મરણ કરવા યોગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫. નામ સ્થાપનાં દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન=અરિહંત.
૧૬. થોય એટલે સ્તુતિ તે એક જ થોયજોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે.
૧૭..ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઈચ્છા રાખવામાં આવે છે તે ૮
નિમિત્ત.
૧૮. તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ.
૧૯. કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગનો ભંગ ન ગણાય તે ૧૬ આગાર (એટલે અપવાદ).
૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યોગ્ય છે તે ૧૯ દોષ.
૨૧. કયાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેનો કાળનિયમ દર્શવવો તે ૧ ભેદ.
૨૨. પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાનો ૧ ભેદ.
૨૩. એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ.
૨૪. દેરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની (મોટી આશાતના) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
એ પ્રમાણે ૩૦ ૫ ૨૩ ૩ ૧ ૧ ૧૬૪૭-૧૮૧૯૭ ૫ ૧૨ ૪ ૧ -૪ ૪ ૮૧૨ ૧૬ ૧૯-૧-૧--૭ ૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા.
વિધિપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કોઈ વખત અવિધિથી કરાય તો અલ્પફળ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિનો હેતુ પણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
જેમ ઔષધ અપથ્યથી ખાવામાં આવે તો તેથી ભયંકર દુખની પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તો તેથી ભયંકર મહાકષ્ટ થાય છે.
ચૈત્યવંદનાદિથી જો અવિધિથી થાય તો તેને ઉલટું પ્રાયશ્ચિત આવે છે જે માટે મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે :
અવિધિથી ચૈત્યોને વાંદતા બીજા ભવ્ય જીવોને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, એ જ કારણ માટે અવિધિથી ચૈત્યને વાંદે, તેને પ્રાયશ્ચિત્ત આપવું.”
દેવતા, વિદ્યા અને મંત્રાદિક પણ વિધિપૂર્વક આરાધે, તો જ તેનું ફળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિનો હેતુ થાય છે.
ચિત્રકારનું દૃષ્ટાંત
અયોધ્યાનગરીમાં સુરપ્રિય નામે યક્ષ હતો, તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલું આશ્ચર્ય હતું કે જે દિવસે તેની યાત્રા ભરાવવાની હોય, તે દિવસે એક ચિતારો તેના મંદિરમાં જઈ તેની મૂર્તિ આલેખે કે, તત્કાળ તે ચિતારો મરણ પામે.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૧
જો કોઈ વરસે યાત્રાના દિવસે કોઈપણ ચિતારો ચિતરવા ન જાય તો તે વર્ષે ગામના ઘણા લોકોને મરણ પમાડે, એથી કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા, તેથી જાણે સાંકળમાં બાંધી રાખ્યા ન હોય શું? એમ તે રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમનાં નામ ઉતારી લઈ તે દરેકના નામની ચીકી કરી એક ગોળામાં ભરી રાખી અને એવો ઠરાવ કર્યો કે દર વર્ષે એક ચીઠ્ઠી કાઢવી. તેમાં જે નામની ચીઠ્ઠી આવે તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય.
એમ કરતાં કેટલાંક વર્ષ વિતી ગયા બાદ એક વરસે એક વૃદ્ધા સ્ત્રીને એક જ પુત્ર હતો, તેમના નામની ચીઠ્ઠી નીકળવાથી તેને જવાનો વારો આવ્યો. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર કે જે તેના ધણીની જ પાસે ચિત્રકારની કળા શીખેલો હોવાથી તે વૃદ્ધાના પુત્રને ભાઈ સમાન ગણીને તેને ફકત મળવા માટે જ આવેલો હતો.
તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે, ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને યક્ષ તેનો પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જઉં અને તે યક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરુ-ભાઈને બચાવી શકીશ અને જો મારી કલ્પના ખરી ઠરશે તો હું પણ બચીશ, વળી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાખીશ.
એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યો કે, હે માતા! જો તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે, તો આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પોતે યક્ષની મૂર્તિ ચિતરવા જઈશ. તેણીએ તેને ઘણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જ્યારે ચિતરવાનો દિવસ આવ્યો, ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું. વળી શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી બધાં શુદ્ધ લઈ ત્યાં ગયો. અષ્ટપટનો મુખકોશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવી, પવિત્ર મૃત્તિકા (માટી) અને ગૌના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી ધૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી.
ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ, પ્રમુખથી પૂજા કરી નમસ્કાર કરતો ખમાવવા લાગ્યો કે, "હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જો કાંઈ મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે 'માગ, માગ, હું તારા ઉપર તુષ્ટમાન છું.” ત્યારે તે હાથ જોડીને બોલ્યો કે, યક્ષરાજ ! જો તમે મારા ઉપર તુષ્ટમાન છો, તો આજ પછી કોઈપણ ચિતારાને મારવો નહીં.” તેણે તે કબૂલ કરી કહ્યું કે, 'એ તો તેં પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈક માંગ.” તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે, જેનું તે એક અંશ અંગ દીઠું હશે, તેનું આખું અંગ તું ચીતરી શકીશ. એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારો તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયો.
- એક વખતે તે કૌશાંબીના રાજાની સભામાં ગયેલો, તે વખતે રાજાની રાણીનો એક અંગુઠો જાળી વિગેરેમાંથી દીઠેલ હતો, તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયો, પણ છબી તપાસતાં રાણીની જંધા ઉપર તિલક હતું, તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેને મારી નાખવાની આજ્ઞા આપી, ત્યારે તે ગામના સર્વ ચીતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે, સ્વામી! એને યક્ષે વરદાન આપ્યું છે, તેથી જેનું એક અંશ અંગ તેણે દીઠું હોય તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારૂં એક કુબડી દાસીનો પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું, તેણે તે ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેનો જમણો હાથ કાપી નાખવાની આજ્ઞા આપી, જેથી જમણા હાથ રહિત થયો. પછી તેણે તે જ યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષે તેને તે પણ આપી.
ત્યારપછી તેણે પોતાના હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથથી મૃગાવતી રાણીની છબી ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડી. તે જોઈ તેને વશ થઈને તેણે કૌશાંબીના શતાનીક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે –
તારી મૃગાવતી રાણી મને આપ, નહીં તો જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કૌશાંબી નગરીને વીંટીને પડયો, પછી શતાનીક રાજા મરણ પામ્યો, ત્યારે ચંડપ્રદ્યોતે મૃગાવતી રાણીને કહેવરાવ્યું કે, હવે તું મારી સાથે પ્રીતિ કર, તેણીએ કહેવરાવ્યું કે, હું તારે વશ છું. પણ તારા સૈનિકોએ મારી નગરીનો કિલ્લો તોડી નાંખ્યો છે, તે ઉજ્જયિની નગરીથી ઈટો મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્ન-પાણીની સગવડ કરી આપે તો હું તારી પાસે આવું. ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું.
એવામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રદ્યતન રાજા વગેરે વાંદવા આવ્યા. આ વખતે એક ભલે આવી ભગવંતને પૂછયું કે, “યા સા' ભગવંતે ઉત્તર વાળ્યો કે, “સા સા’ ત્યારપછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પૂછયો. ભગવંતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા ચંડપ્રદ્યોતનની આઠ રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી.
અવિધિએ કરવા કરતાં ન કરવું સારું એ વિધાન અંગે. જ્યારે અવિધિથી કરવાથી આવો અનર્થ થાય છે. ત્યારે તો તેના કરતાં ન કરવું એ જ સારું છે એમ ધારવું નહીં. કેમકે શાસ્ત્રમાં કહેલું છે કે -
અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે, એમ જે બોલે છે, તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો નથી, તેથી જ એમ બોલે છે. કેમકે પ્રાયશ્ચિત્તવિધાનમાં તો એમ છે કે, જેણે બિલકુલ નથી કીધું, તેને ભારે પ્રાયશ્ચિત્ત આવે છે અને જેણે કીધું, પણ અવિધિથી કીધું છે, તો તેને હલકું પ્રાયશ્ચિત્ત આવે છે, માટે સર્વથા ન કરવું. તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતાં જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તેવો ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે, એ જ શ્રદ્ધાવંત શ્રાવકનું લક્ષણ છે, જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે – | "શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિ-માર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે, નહિ તો કોઈક દ્રવ્યાદિક દોષથી હણાયો થકો ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે.”
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૩
જેની ક્રિયા વિધિ-સંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિ-સંયુક્ત કરવા ધારતા હોય તેમને ધન્ય છે, વિધિ-માર્ગના ઉપર આદર-બહુમાન રાખનારને ધન્ય છે, વિધિ-માર્ગને નિંદે નહીં એવા પુરુષોને પણ ધન્ય છે.
થોડાભવમાં મોક્ષપદ પામનારને વિધિ-સંયુક્ત કરવાનો પરિણામ સદાકાળ હોય છે, અને અભવ્ય તથા દુર્ભ (ઘણા ભવે મોક્ષપદ પામનાર)ને વિધિ-માર્ગનો ત્યાગ અને અ-વિધિ-માર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે.
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભોજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેથી વિચારીને વિધિપૂર્વક (રીત મુજબ) સેવન કરે તો સંપૂર્ણ ફળદાયક છે, અને જો વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તો કેટલીક વખત અલ્પ લાભકારી થાય છે.
અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત સંભળાય છે કે - દ્રવ્યાર્થી કોઈ બે પુરુષ દેશાંતરે જઈ કોઈક સિદ્ધપુરુષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરુષે તેઓને દેવાધિષ્ઠિત મહિમાવંત તુંબ-ફળના બીજ આપી તેનો આમ્નાય બતાવ્યો કે - સો વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યોગે એને વાવવાં. જ્યારે તેનો વેલો ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખવો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમ ને એમ રાખી નીચે એવો કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સૂકેલા વેલાને બાળી નાંખવો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચોસઠ તોલા તામ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધ ભસ્મ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે.
એમ બંને જણાને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સુવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ, પણ સુવર્ણ ન થયું, માટે યથાવિધિ થાય તો જ સંપૂર્ણ ફળદાયક નીવડે છે.
હરકોઈ પણ ધર્માનુષ્ઠાન પોતાની શક્તિ પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિ-શાતાનાનો દોષ દૂર કરવા માટે અવિધિ-આશાતના મિચ્છા મિ દુક્કડ' એમ બોલવું કે જેથી તેનો વધારે દોષ લાગતો નથી.
ત્રણ પ્રકારની પૂજાનું ફળ પહેલી અંગપૂજા વિજ્ઞોપશમની (વિનોનો નાશ કરનારી); બીજી અગ્રપૂજા અભ્યદય પ્રસાધની (મોટો લાભ આપનારી); અને ત્રીજી ભાવપૂજા નિવૃત્તિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેના અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા.
અહીં આગળ કહી ગયા છીએ કે, અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં,
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સંઘયાત્રા વગેરેનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે :
સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા-સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કેમકે એ સર્વ ભાવસ્તવનાં કારણ છે, માટે દ્રવ્યસ્તવ ગણાય છે.
જો દ૨૨ોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તો પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ
કરવું.
જો મહાસમુદ્રમાં પાણીનું એક બિંદુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે, તેમ વીતરાગની પૂજા પણ જો ભાવથી થોડી પણ કરી હોય તો તે પણ લાભકારી થાય છે.
એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિક ભોગવ્યા વિના ઉદાર ભોગોને ભોગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે.
પૂજા કરવાથી મન શાંત થાય છે, મન શાંત થવાથી વળી ઉત્તમ ધ્યાન થાય છે. ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે, અને મોક્ષમાં નિરાબાધિત સુખ છે.
पुष्पाद्यर्चा तदाज्ञा च तद्द्द्रव्यपरिरक्षणम् ॥
उत्सवास्तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ||६||
પુષ્પાદિકથી પૂજા કરવી, તીર્થંકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થંકરની ભક્તિ થાય છે.
દ્રવ્યસ્તવના બે ભેદ
દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આભોગદ્રવ્યસ્તવ અને અનાભોગદ્રવ્યસ્તવ. કહ્યું છે કે ઃ
વીતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિએ કરીને જે વીતરાગની પૂજા આચરવામાં આવે તે "આભોગદ્રવ્યસ્તવ” ગણાય છે. એ આભોગદ્રવ્યસ્તવથી ચારિત્રનો લાભ થાય છે, અને સકલ કર્મનું નિર્દેલન જલ્દી થાય છે માટે 'આભોગદ્રવ્યસ્તવ' કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ
કરવો.
પૂજાની વિધિ જાણતા નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતા નથી, એવા જે શુભ પરિણામની જિનપૂજા કરે છે તે 'અનાભોગદ્રવ્યસ્તવ' કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગદ્રવ્યસ્તવ પૂજા પણ ગુણનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે; કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યક્ત્વનો લાભ થાય છે. અશુભ કર્મનો ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનારા કેટલાક ભવ્ય જીવોને વીતરાગના ગુણ જાણેલા નથી તો પણ પોપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉ૫૨ પ્રીતિ ઉત્પન્ન થાય છે.
જેનું મરણ ખરેખર પાસે જ આવેલું હોય એવા રોગ પુરુષને પથ્ય ભોજન ઉ૫૨ જેમ દ્વેષ ઉપજાવે છે, તેમ ભારેકર્મી કે ભવાભિનંદી (જેને સંસાર વધારે પ્રિય હોય એવા) જીવોને ધર્મ ઉપર પણ આફરો
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૫
કેપ હોય છે. એટલા જ માટે ખરેખર તત્ત્વના જાણ પુષ્પો જિનબિંધ ઉપર કે જિનપ્રણિત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી દ્વેષનો લેશ પણ વર્જે છે.
ધર્મફત્ય ઉપર દ્વેષ રાખવા સંબંધી કુંતલા રાણીનું દષ્ટાંત પૃથ્વીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણી નામે પટ્ટરાણી હતી. તે જિનધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણીઓને પણ વારંવાર ધર્મના કામમાં યોજનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શોકય પણ ધર્મિષ્ઠ થઈને તેનું બહુમાન કરતી હતી.
એક વખતે રાણીઓએ પોતપોતાના નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવા શરૂ કર્યો. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સાધર્મિકવાત્સલ્ય ઘણી ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે દેખી પટ્ટરાણી શોકય-સ્વભાવથી પોતાના મનમાં ઘણી અદેખાઈ કરવા લાગી, પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવંત કરાવેલ હોવાથી તેનો સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈ પણ શોકયનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે.
પોતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ(હર્ષ) પામે, શોક્યોનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે તો તેથી તે બળી મરે છે. અહોહો! મત્સરની દુરંતતા ! ધર્મ ઉપર પણ આટલો બધો લેષ આવા ષનો પાર પણ પામવો અતિદુઃસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે :
ઈર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષાણ જેવાં ડૂબે તેમાં શું નવાઈ? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષજ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિક ગુણોમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈ, આદિમાં લોકોને મત્સર હોય છે, પણ ધિક્કાર છે કે ધર્મનાં કાર્યમાં પણ મત્સર છે!
બીજી રાણીઓ તો બીચારી સરળ સ્વભાવની હોવાથી પટ્ટરાણીનાં કૃત્યોની અનુમોદના વારંવાર કરે છે. પણ આના (પટ્ટરાણીના) મનમાંથી ઈર્ષ્યા સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એવો કોઈક દુર્નિવાર રોગ ઉત્પન્ન થયો કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લીધાં, તેથી શોક્યો ઉપરના દ્વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શોક્યોનાં દેરાં, પ્રતિમા, મહોત્સવ, ગીતાદિકની ઈર્ષ્યા કરવાથી પોતાના બનાવેલા દેરાસરના બારણા આગળ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ, તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના નોકરો મારે, કૂટે તો પણ દેરાસર મૂકે નહીં. પાછી ફરી ફરીને ત્યાં ને ત્યાં જ આવીને બેસે. આમ કેટલોક કાળ વીત્યા પછી ત્યાં કોઈક કેવળજ્ઞાની આવ્યા. ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછયું કે, કુંતલા મહારાણી મરણ પામી કયાં ઉત્પન્ન થયાં?
ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીઓ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરોજ ખાવાનું નાખી પરમ સ્નેહથી કહેવા લાગી કે, હે મહાભાગ્યા! તું પૂર્વભવે અમારી ધર્મદાત્રી, મહાધર્માત્મા હતી. હા ! હા ! તે ફોકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યો, તેથી તું અહીં કૂતરી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તરીકે ઉત્પન્ન થઈ છે, તે સાંભળીને ચૈત્યાદિક દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કૂતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિકની સમક્ષ પોતે પોતાના કેષભાવના કર્મને ખપાવી આલોવીને, અણસણ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દેવી થઈ. માટે ધર્મ ઉપર દ્વેષ ન કરવો.
ભાવસ્તવનો અધિકાર અહીંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા-જિનાજ્ઞા પાળવી, એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા બે પ્રકારની છે. (૧) સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ. સ્વીકારરૂપ એટલે શુભકરણીનું આસેવન કરવું (આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધનો ત્યાગ કરવો. સ્વીકાર પક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણો લાભકારી છે. કેમકે, જે જે તીર્થકરે નિષેધ કરેલાં કારણો છે, તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તો પણ વિશેષ લાભકારી થતું નથી.
જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ બે પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિકના સ્વીકારથી અને કેટલાક કુપથ્થોને દૂર કરવાથી રોગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપથ્યનો ત્યાગ ન કરે તો કાંઈ રોગ જઈ શકતો નથી, તેમ શુભકરણી ચાહે તેટલી કરે, પણ જ્યાં સુધી ત્યજવા યોગ્ય કરણીઓ ત્યાગે નહીં ત્યાં સુધી જવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી.
ઔષધ વગર પણ વ્યાધિ ફકત કુપથ્યનો ત્યાગ કરવાથી જઈ શકે છે, પણ કુપથ્યનો ત્યાગ કર્યા વગર સેંકડો ઔષધો કરે તો પણ તે રોગની શાંતિ થતી નથી.
એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે તો પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બને ભેગા થઈને રોગને નાબૂદ કરે છે તેમ સ્વીકાર અને પરિહાર એ બને આજ્ઞાનું પાલન થાય તો જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહેલું છે કે :
વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાલાભકારી છે, કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મોક્ષ અને સંસાર માટે થાય છે. પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા હેય અને ઉપાદેયને વિષય કરનારી હોય છે. આશ્રવ સર્વથા ત્યજવા યોગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે.
દ્રવ્ય અને ભાવાસ્તવનું ફળ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનારો વધારેમાં વધારે બારમા દેવલોકે જાય, અને ભાવસ્તવથી તો પ્રાણી અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે.
દ્રવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી દ્રવ્યસ્તવમાં જો કે પકાયના ઉપમદનરૂપ કોઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે તેમાં કરનાર, જોનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમકે કોઈક નવા વસેલા ગામમાં સ્નાન-પાનને માટે લોકોને કૂવો ખોદતાં તરસ, થાક, અંગ મલિન
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૭
થવું, ઈત્યાદિક થાય, પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કૂવો સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક, અંગની મલિનતા વિગેરે ઉપશમાવી સર્વ કાળ સર્વ પ્રક્વરનાં સુખનો આપનાર, થઈ પડે છે, તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું.
આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે - સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા, વિરતાવિરતિ દેશવિરતિ-શ્રાવક તેઓને કૂવાના દષ્ટાંથી સંસારને પાતળો કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુક્ત છે.” બીજે ઠેકાણે પણ કહે છે કે - આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેલા). છ કાયના જીવના વધનો ત્યાગ નહિ કરી શકનાર એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.'
વાયુના જેવા ચપળ, મોક્ષપદનો અંતરાય કરનાર, ઘણા છે સ્વામી જેના એવા સાર વગરના થોડા ધનથી, સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પોતાને આધીન એવી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે વાણિયો સારામાં સાર નિર્મળ પુણ્ય ગ્રહણ કરે છે, તે જ વાણિયો વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે.
પૂજાના મનોરથથી પણ થતાં પુણ્ય દેરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત (એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઉઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઉઠી પગલું ભરતાં અર્કમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાળુને દશમ (ચાર ઉપવાસ)નું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક (પંદર ઉપવાસનું) ફળ અને જિનેશ્વર ભગવંતને પોતાની દષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણી પામે છે.
પદ્મચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે-જિનેશ્વર ભગવંતના દેરાસરમાં ગયાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાના દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું - ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ ગણાવેલ છે.
પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સો ઉપવાસનું, ચંદનાદિકથી વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીત-વાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે.
ત્રિકાળ પૂજા જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે :
પ્રા:કાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રિમાં કરેલા પાપને હણે છે. મધ્યાહ્નકાળે ચંદનાદિકથી કરેલી પૂજા જન્મથી કરેલાં પાપો હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપ-દીપાદિવડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહાર, શયન, વિદ્યા, મળમૂત્રનો ત્યાગ, ખેતીવાડી, એ સર્વ કાળ પ્રમાણે સેવન કરેલાં હોય તે જ સલ્ફળના આપનાર થાય છે, તેમ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તો ફળ આપે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરતાં પ્રાણી સમ્યક્ત્વને શોભાવે છે, તેમજ તીર્થકર નામકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. ગયા છે દોષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેન્દ્ર પ્રવર્તે તો પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંતગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તો આયુષસમાપ્તિ પર્યત પણ પૂજાનો કે ગુણનો અંત આવે નહીં, માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કોઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ! તમે અદશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તો અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એ જ શ્રેયસ્કર છે.
પૂજામાં બહુમાન-વિધિની ચતુર્ભાગી જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યફ વિધિ એ બન્ને હોય તો જ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચોભંગી બતાવે છે.
૧. સાચું રૂપું અને સાચી મહોર છાપ, ૨. સાચું રૂપું અને મોટી મોહોર છાપ, ૩. સાચી મોહોર છાપ, પણ ખોટું રૂપું, ૪. ખોટી મોહોર છાપ અને રૂપું પણ ખોટું. • ૧. દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને સાચી વિધિ. એ પહેલો ભાંગો સમજવો. ૨. સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગો સમજવો. ૩. સાચી વિધિ છે, પણ સમ્યગું બહુમાન નથી, આદર નથી, એ ત્રીજો ભાંગો સમજવો. ૪. સાચી વિધિ પણ નથી અને સમ્યગું બહુમાન પણ નથી એ ચોથો ભાંગો સમજવો.
ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચોથો ભાંગો બિલકુલ સેવન કરવા લાયકન થી.
એટલા જ માટે બૃહતુભાષ્યમાં કહે છે કે - વાંદરાના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સંમજવું અને મોહોર છાપ સમાન સર્વ બહારાની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનો સંયોગ મળવાથી વંદના સત્ય જાણવી; જેમ રૂપું અને મોહોર સત્ય હોય તે રૂપિયો બરાબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બંને હોવાથી સત્ય સમજવી. બીજા ભાંગા સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ ક્રિયા શુદ્ધ નથી, તે પણ માનવા યોગ્ય છે, બહુમાન છે, ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે? એ તો કેવળ લોકોને દેખાડવારૂપ જ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. ચોથો ભાંગો પણ કશા કામનો નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચોથા ભાંગાને તત્ત્વથી વિચારીએ તો વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયીને થોડો અથવા ઘણો વિધિ અને બહુમાન સંયુક્ત એવો ભાવસ્તવ કરવો.
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૯
અનુષ્ઠાન
શ્રી જિનશાસનમાં ૧. પ્રીતિઅનુષ્ઠાન, ૨. ભક્તિઅનુષ્ઠાન, ૩. વચનઅનુષ્ઠાન, ૪. અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિનો સ્વાદ ઉત્પન્ન થાય છે, બાળકાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુદ્ધ વિવેકનંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યે ભક્તિઅનુષ્ઠાન કહે છે. બંનેમાં (પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં) પરિપાલણા (લેવા-દેવાની ક્રિયા) સરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિનો હોય છે, તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલો તફાવત છે.
સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્શ્વસ્થદિને નહીં. ફળની આશા ન રાખનારો ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરુષોએ અસંગ અનુષ્ઠાન જાણવું, તે જિનકલ્પી વગેરેને હોય છે.
જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ-પ્રયોગથી ચક્ર ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે, એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં.
બાળકની પેઠે પ્રથમથી પ્રીતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભક્તિઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપિયાના સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયોગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાનને પરમ પદ પામવા કારણપણે બતાવેલ છે.
બીજા ભાંગાના રૂપિયા સમાન (સાચું રૂપું પણ ખોટી મોહોર) અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરુષોની ક્રિયા જો કે અતિચારથી મલિન હોય તો પણ શુદ્ધતાનું કારણ છે, જેમકે રત્ન ઉપર મેલ લાગેલો હોય, પણ જો અંદરથી શુદ્ધ છે, તો બહા૨નો મેલ સુખે દૂર કરી શકાય છે.
ત્રીજા ભાંગા સરખી ક્રિયા (મોહોર છાપ સાચી પણ રૂપું ખોટું) માયાતૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભોળા લોકોને ઠગવા માટે કોઈ ધૂર્વે શાહુકારનો વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારાથી દેખાવમાં ઘણી જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી કદાપિ ઈહલોકમાં માન, યશ, કીર્તિ. ધન પ્રમુખનો તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલોકમાં દુર્ગતિને જ પામે છે માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય જ નથી, ચોથા ભાંગા જેવી ક્રિયા (બંને ખોટા)
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રાયે અજ્ઞાનપણાથી અશ્રદ્ધાનપણાથી કર્મના ભારેપણાથી ભવાભિનંદી જીવોને હોય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બંનેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધના-વિરાધના એ બંનેથી શૂન્ય છે પણ ધર્મનો અભ્યાસ કરવાના ગુણથી કોઈક વખત શુભ નિમિત્તપણે થાય છે જેમ-કોઈ શ્રાવકનો પુત્ર ઘણી વાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જો કે તે ભવમાં કોઈ સુકૃત્ય કર્યા નહોતાં તો પણ મરણ પામીને મલ્યના ભવમાં સમકિત પામ્યો.
ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવપૂજા થાય તો યથોક્ત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવો. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે.
વિધિ અને બહુમાન ઉપર ધર્મદત્ત નૃપની કથા રૂપાના જિનમંદિરથી શોભતા એવા રાજપુરનગરમાં ચંદ્રમાની જેમ શીતકર અને કુવલયવિકાસી એવો રાજધર નામે રાજા હતો. જેમની પાસે દેવાંગનાઓએ પોતાની રૂપસંપદા જાણે થાપણ મૂકી હોય નહિ! એવી રીતે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસો રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વર્જીને બાકી સર્વે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતોષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રાણી મનમાં ઘણો જ ખેદ પામી.
પંક્તિભેદ સહન કરવો કઠણ છે, તેમાંય પ્રમુખ માણસને જો પંક્તિભેદ થાય તો તેના વડે તે સહન કરાવો એ ખૂબ જ કઠણ છે. અથવા જે વસ્તુ દેવાધીન છે, તે વસ્તુની બાબતમાં મુખ્ય-અમુખનો વિચાર કરવાથી શું લાભ થવાનો? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ પામનારા મૂઢ હૃદયવાળા લોકોની મૂઢતાને ધિક્કાર થાઓ.
દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નિવડી, ત્યારે તો પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયો નિષ્ફળ જાય, ત્યારે આશા સફળ ન થાય.
એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની જેમ રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે- "હે ભદ્રહું અહીં યથેચ્છ છૂટથી રમતો હતો. તેમને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર જીવોને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તે પોતે વંધ્યાપણું ભોગવવા છતાં પાછું એવું અશુભ કર્મ કેમ કરે છે? શુભકર્મથી ધર્મ થાય છે અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે.”
પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, "હે ચતુર શિરોમણે ! તું મને એમ કહે છે? તને હું થોડીવારમાં મૂકી દઉં પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કર્મ હું હંમેશાં કરું છું, તો પણ શાપ પામેલી સ્ત્રીની જેમ મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો? પુત્ર વિના હું દુઃખી છું, તે તું શી રીતે જાણે છે? અને મનુષ્યની વાણી શી રીતે બોલે છે?
૧. કમળને ખીલવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૫૧
હંસ બોલ્યો "હારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લોકમાં કરેલું શુભકર્મ તો વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્યો જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મ જ જીવોને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિપ્નની શાંતિ વગેરે ન થાય, તો તે બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પથ્ય સમાન અદ્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ હારા મનોરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની જેમ ઝટ કયાંય ઉડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો; ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવનો એવો સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સશુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યકત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતિ રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીનો એ કોઈ મોટો ચમત્કારી ગુણ જાણવો. એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે - "હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે?"
રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાત્ જ હોય નહિ! એવા કોઈ દિવ્ય પુરુષે આવી રાજાને કહ્યું, "હે રાજન્ ! પોતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ-લોક, પરલોકમાં તારી ઈષ્ટસિદ્ધિ થશે." એવું સ્વપ્ન જોવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગ્યો. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસમાં રહે? પછી કોઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દોહલો ઉત્પન્ન થયો. ફૂલફળને અનુસરતું થાય તેમાં શી નવાઈ?
દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નીકળતાં થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે. અને બાકી રહેલા મનુષ્યોની કાર્યસિદ્ધિ તે પોતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતીનો દોહલો દુઃખથી પૂર્ણ કરાય એવો હતો, તો પણ રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દોહલો તત્કાળ પૂર્ણ કર્યો. જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથી જ શત્રુને નાશ કરનારો પુત્ર પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયો.
રાજધર રાજાને પુત્ર-જન્મ સાંભળી ઘણો જ હર્ષ થયો, તેથી તેણે પૂર્વે કોઈ સમયે નહિ કરેલો એવો
Page #173
--------------------------------------------------------------------------
________________
૧પર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે પુત્રનો જન્મોત્સવ વગેરે કાર્યો તે સમયે કર્યા અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભટણા માફક મૂક્યો, ત્યારે ઘણી સંતુષ્ટ થયેલી પ્રીતિમતી રાણીએ પોતાની સખીને કહ્યું કે,
"હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવો ઘણો જ ઉપકાર મારા ઉપર કર્યો, તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરુષ જેમ દૈવયોગથી પોતાનાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. ' પ્રીતિમતી આમ બોલે છે, એટલામાં માંદા માણસની જેમ તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઈ ગયું. અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂચ્છ ખાઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી.
તુરત પરિવારના તથા આસપાસના લોકોએ દૃષ્ટિદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ કલ્પના કરી ઘણા ખેદથી ઉંચે સ્વરે પોકાર કર્યો કે, "હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું? " ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન વગેરે લોકોએ ત્યાં આવી અને માતા-પુત્રને શીતળ ઉપચાર કર્યા, તેથી થોડીવારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મનો યોગ ઘણો આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ, રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા.
તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહીં અને ચઉવિહાર, પચ્ચકખાણ કરનારની જેમ ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતા-પિતા, મંત્રી અને નગરના લોકો ઘણા દુઃખી થયા, શું કરવું? તે કોઈને સૂઝ પડતી નથી, ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેચાયેલ જ હોય નહીં ! એવા એક મુનિરાજ મધ્યાહુન સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકોએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું.
ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, "હે રાજન્ ! આ બાળકને રોગાદિકની અથવા બીજી કોઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાનાં દર્શન કરાવો. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે." મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દર્શન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લોકો આશ્ચર્ય અને સંતોષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછયું કે "આ શું ચમત્કાર !” મુનિરાજે કહ્યું, કે હે રાજન્ ! તને આ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ.
ધર્મદત્તનો પૂર્વભવ જેમાં નિંઘ પુરુષ થોડા અને ઉત્તમ પુરુષ ઘણા છે એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરદષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતો. બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવો તે રાજાનો ચિત્રમતિ નામે મંત્રી હતો; અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારો વસુમિત્ર નામે
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૫૩
શ્રેષ્ઠી તે મંત્રીનો મિત્ર હતો. નામથી જ એક અક્ષર ઓછો, પણ ઋદ્ધિથી બરાબરીનો એવો એક સુમિત્ર નામે ધનાઢય વણિકપુત્ર વસુમિત્રનો મિત્ર હતો. વણિકપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની બરાબરીનો અથવા તેનાથી અધિક ચઢતો પણ થાય છે.
સારાકુળમાં જન્મ્યાથી પુત્ર સરખો માન્ય એવો એક ધન્ય નામે સુમિત્રનો સેવક હતો. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા લાયક સરોવરે ગયો. સારાં કમળ, સારી શોભા અને સારું જળ ધરાવનારા તે સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે ધન્ય સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયો. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વનો ઘણો પરિચય હોવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, "હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લભ છે.” આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એનો ઉપયોગ. જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ." ધન્ટે કહ્યું, "આ કમળનો ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન ઉપયોગ કરીશ."
પછી ધન્ય વિચાર કર્યો કે; "સુમિત્ર જ સર્વે સજ્જનોમાં શ્રેષ્ઠ છે, અને તેથી જ મહારો પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કોણ વધુ સારો લાગે? હવે, ભોળા સ્વભાવના ધન્યું એમ વિચારી, જેમ કોઈ દેવતાને ભેટશું આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, મહારાં શેઠ વસુમિત્ર સર્વે લોકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે, તેમના મહારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણું કરૂં તોપણ તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું
ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે "આ લોકમાં મારાં સર્વ કાર્ય સફળ કરનારો એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે." વસુમિત્રનાં એવાં વચનથી ધન્ય તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે "મારાં કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે, કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હોવાથી તેની દષ્ટિનો પ્રભાવ પણ દેવની જેમ ઘણો અદ્ભુત છે. તેની કુરદષ્ટિ જેની ઉપર પડે તે ઘણો માતબર હોય તો પણ કંગાળ જેવો થઈ જાય અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તો પણ માતબર થાય."
ચિત્રમતિનાં એવાં વચનથી ધન્ય તે કમળ કૃપરાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરુની સેવા કરવામાં તત્પર હતો, તેથી તેણે કહ્યું કે, જેના ચરણકમળને વિષે મારા જેવા રાજાઓ ભ્રમરની જેમ તલ્લીન રહે છે, તે જ સદ્ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, તેમનો યોગ સ્વાતિ નક્ષત્રના જળની જેમ સ્વલ્પ મળે."
કૃપરાજા એમ કહે છે, એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કોઈ ચારણ મુનિ દેવતાની જેમ ત્યાં આકાશમાંથી ઉતર્યા. આશ્ચર્યની વાત છે કે આશારૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે ! કૃપરાજા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આદિ લોકો મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઈ, વંદના આદિ કરી પોતપોતાને ઉચિત સ્થાને બેઠા પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેણું મૂક્યું. ત્યારે ચારણમુનિએ કહ્યું કે, "જો તારતમ્યથી કોઈપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતું હોય તો તેનો છેડો અરિહંતને વિષે જ આવવો યોગ્ય છે.
કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતને જ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ-લોકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થયેલી કામધેનુ સમાન છે." - ભદ્રક સ્વભાવનો ધન્ય, ચારણમુનિના વચનથી હર્ષ પામ્યો અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવંતને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું, તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો અને શુભ ભાવના ભાવવા લાગ્યો.
એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હોય નહીં? એવું એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક જ છે. શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કોઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે.
પછી પોતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચારે કન્યાઓ પોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વંદના કરવા આવે અને એવી ભાવના ભાવે કે "રાંક પશુની જેમ
અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદવાનો નિયમ પણ લેવાતો નથી, એવા મને ધિક્કાર થાઓ.” કુપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલોકે ગયા.
ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલોકે મહદ્ધિક દેવતા થયો; અને તે ચારે માળીની કન્યાઓ તેની ધન્યની) મિત્રદેવતા થઈ. કૃપ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેમ સ્વર્ગમાં ઈન્દ્ર છે, તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભનગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી આવીને ચિત્રગતિ વિદ્યાધરનો પુત્ર થયો. તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના લોભથી પોતાના બાપને મારી નાખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો. લોભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દૈવયોગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણો ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે, "હાય હાય! હવે હું શું કરું? કોના શરણે જાઉં? કોને શું કહું? પૂર્વભવે પુણ્ય ઉપાજર્યું નહીં, તેથી પોતાના પુત્રથી જ મહારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો, તો હજી પણ હું ચેતી જઉં.”
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ લોચ કર્યો, દેવતાઓએ આવી સાધુનો વેષ આપ્યો. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા; અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની જેમ અપ્રતિબદ્ધ વિહાર કર્યો. (સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું
(ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે, તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારો મોહ દૂર કરવા માટે અહીં આવ્યો. હવે બાકીનો સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રનો જીવ દેવલોકમાંથી અવીને તું રાજા થયો, અને સુમિત્રનો જીવ આવીને તારી પ્રીતિમતી નામે રાણી થઈ એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પોતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવા કોઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામ્યો. ખેદની વાત છે કે, સમજુ મનુષ્યો પણ પોતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. "મહારા કરતાં પહેલાં મારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઈનું ખોટું ધાર્યું હોય તો પણ તે પોતાને ઘણું જ આકરૂં ફળ આપ્યા વગર રહે નહીં.
ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછયું કે, હું અહીંથી આવીને કયાં ઉત્પન્ન થઈશ? ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થયાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, "માતા-પિતા ધર્મ પામ્યા ન હોય, તો પુત્રને ધર્મની સામગ્રી કયાંથી મળે? મૂળ કૂવામાં જો પાણી હોય, તો જ પાસેના હવાડામાં સહજથી પાણી આવે.” એમ વિચારી પોતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તને સ્વપ્ન દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય જીવો દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. બીજા કેટલાક લોકો મનુષ્યભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વ)ને ખોઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી અવીને તમારો પુત્ર થયો. એની માતાને સારા સ્વપ્ન આવ્યાં અને સારાં દોહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે. તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દોહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં.
ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જોવાથી અને હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પોતાના મનથી જ એવો નિયમ લીધો કે, "જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના હારે વાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પે.”
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે -નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલો ધર્મ થોડો ઉપાજર્યો હોય તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે, અને બીજો ધર્મ ઘણો ઉપાર્જન કર્યો હોય તો પણ અલ્પ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઈ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધીર્યું હોય તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય, અને જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તો ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી.
૧૫૬
તત્ત્વોને જાણનાર પુરુષ હોય તો પણ અવિરતિનો ઉદય હોય તો શ્રેણિક રાજાની જેમ તેનાથી નિયમ લેવાતો નથી. અને અવિરતિનો ઉદય ન હોય તો લેવાય છે, તો પણ કઠણ વખત આવતાં દૃઢતા રાખી નિયમનો ભંગ ન કરવો, એ વાત તો આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્તે પૂર્વભવથી આવેલી ધર્મરુચિથી અને ભક્તિથી પોતાની એક મહિનાની ઉંમરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈકાલે જિનદર્શન અને જિનવંદના કર્યાં હતાં, માટે એણે દૂધ વગેરે પીધું, આજે ક્ષુધા-તૃષાથી પીડાયો, તો પણ દર્શનનો-વંદનાનો યોગ ન મળવાથી એણે મન દૃઢ રાખી દૂધ ન પીધું, અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયો, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું.
પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા કરવા ધાર્યું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની જેમ મળી આવે છે એ મહિમાવંત પુરુષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ-ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચ્યવીને જુદા જુદા મ્હોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓનો યોગ પણ સાથે જ રહે છે.”
મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લોકો નિયમ સહિત ધર્મનો સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. "પુત્રને પ્રતિબોધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની જેમ ઊડી વૈતાઢય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ-સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એવો જાતિસ્મરણ પામેલો ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની જેમ પાળતો દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હોવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકોત્તર સદ્ગુણ જાણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધવા લાગ્યા.
તે ધર્મદત્તના સદ્ગુણોને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરે જ "જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં” એવો અભિગૃહ લીધો. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું આદિ બહોંતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલી જ હોય નહીં ! તેમ સહજમાત્ર લીધાથી જ શીઘ્ર આવડી ગઈ, પુણ્યનો મહિમા ઘણો ચમત્કારી છે ! પછી ધર્મદત્તે "પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરુ પાસેથી પોતે સારા શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
"ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૫૭
શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડ્યું. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારો તે ધર્મદત્ત અનુક્રમે મધ્યમ વય પામ્યો. ત્યારે જાડી શેલડીની જેમ તેનામાં લોકોત્તર મીઠાશ આવી. એક દિવસે કોઈ પરદેશી પુરુષે ધર્મદત્તને અર્થે ઈન્દ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટશું કર્યું.
જગતમાં તે અશ્વ પણ પોતાની માફક અસાધારણ છે, એમ જાણી યોગ્ય વસ્તુઓ યોગ કરવાની ઈચ્છાથી તે જ સમયે પિતાની આજ્ઞા લઈને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચઢયો. સમજુ માણસને પણ મોહ વશ કરી લે છે. એ ઘણી ખેદની વાત છે! ધર્મદત્તના ઉપર ચડતાં જ પોતાનો અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું! અથવા ઈન્દ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથી જ કે શું? તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ગયો, થોડીવારમાં દેખાતો હતો, તે ક્ષણમાત્રમાં અદશ્ય થયો અને હજારો યોજના ઉલ્લંઘી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યો ગયો. | સર્પના ફૂત્કારથી, વાનરોના બત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચીત્કારથી, ચમરી ગાયના ભોંકારથી, રોઝના ત્રટકારથી અને શિયાળીયાના ખરાબ ફત્કારથી ઘણી જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદરે લેશ માત્ર પણ ભય મનમાં રાખ્યો નહીં. એ તો ખરું છે કે સારાં પુરુષ વિપત્તિના વખતે ઘણી જ ધીરજ રાખે છે અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની જેમ અટવીમાં યથેષ્ટ ફરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ જેમ પોતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતો હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો.
પરંતુ જિન-પ્રતિમાનું પૂજન કરવાને યોગ ન મળવાથી માત્ર દુઃખી થયો. તો પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારો નિર્જલ ચઉવિહારો ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવા છતાં પણ સુધા-તૃષાથી અતિશય પીડાયેલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પોતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દઢતા છે ! લૂ લાગવાથી અતિશય કરમાઈ ગયેલી ફૂલની માળાની જેમ ધર્મદત્તનું આખું શરીર કરમાઈ ગયું હતું તો પણ ધર્મની દઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું.
આથી એક દેવ પ્રગટ થઈ તેને કહેવા લાગ્યો. અરે સત્યપુરુષ ! બહુ સારું ! કોઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું વૈર્ય ! પોતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષે જ તમારી દઢતા નિરૂપમ છે, શકેન્દ્ર તમારી પ્રકટ પ્રશંસા કરી તે યોગ્ય છે. તે વાત મહારાથી ખમાઈ નહિ તેથી મેં અહીં અટવીમાં લાવીને તમારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી છે. હે સુજાણ ! તમારી દઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માંગવું હોય તે માગો."
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરી કહ્યું કે, "હે દેવ! જ્યારે તને યાદ કરું ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.”
પછી તે દેવ "એ ધર્મદત્ત અદ્ભુત ભાગ્યનો નિધિ ખરો. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો.” એમ કહેતો ધર્મદાનું વચન સ્વીકારી તે જ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી "મને હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?" એવા વિચારમાં છે એટલામાં તેણે પોતાને પોતાના મહેલમાં
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જોયો, ત્યારે ધર્મદરે વિચાર્યું કે, "હમણાં મે દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તો પણ તેણે પોતાની શક્તિથી મને મારા સ્થાનકે લાવી મૂક્યો. અથવા પ્રસન્ન થયેલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?"
હવે ધર્મદત્ત રાજપુત્રે પોતાના મેળાપથી માબાપને, બીજા સગાવહાલાને તથા પોતાના ચાકરોને આનંદ પમાડયો, પુણ્યનો મહિમા અદ્ભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને પછી પારણું કર્યું. ધર્મનિષ્ઠ પુરુષોનો આચાર ઘણો આશ્ચર્યકારી હોય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચોથીનું ધર્મણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે લક્ષ્મીદેવીએ જ પોતાનાં ચાર રૂપ બનાવ્યાં હોય નહીં ! એવી રીતે તેઓ દેખાવા લાગી. એક દિવસે તે કન્યાઓ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી.
તેથી "જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન કલ્પ." એવો નિયમ લઈ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઈ એવો નિયમ કર્યો કે, "આપણા પૂર્વભવનો મિલાપી ધનનો મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું. અને બીજા કોઈને વરીશું નહીં. તે જાણી પૂર્વદેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને અર્થે મોટો સ્વયંવર મંડપ કરાવ્યો, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયો નહીં, કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં ફળપ્રાપ્તિ થાય કે નહીં? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં કયો સમજુ માણસ જાય !”
એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરોનો રાજા ચારિત્રવંત થયેલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા, તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂછયું કે, "મારી પુત્રીને પરણી હારું રાજ્ય ચલાવવા યોગ્ય કોણ પુરુષ છે?” પ્રજ્ઞપ્તિએ કહ્યું, "તું તારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે." વિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણો હર્ષ પામ્યો અને ધર્મદત્તને બોલાવવાને અર્થે રાજપુરનગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઈ દેવતાની જેમ અદશ્ય થઈ કૌતુકથી ધર્મરતિનાં સ્વયંવરમંડપે આવ્યો. અદશ્ય રહેલા બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હોય નહિ ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જોવામાં આવ્યા. આ સર્વ લોકો "હવે શું થશે?" એમ મનમાં વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિ અરૂણ સહિત સૂર્ય જેમ પ્રાતઃકાળે પ્રગટ થાય, તેમ પોતે અને ધર્મદત્ત ત્યાં શીધ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ધર્મદત્તને જોતાંની સાથે જ સંતોષ પામી અને જેમ રોહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ । આરોપી. પૂર્વભવનો પ્રેમ અથવા દ્વેષ એ બંને પોતપોતાને ઉચિત એવાં કૃત્યોને વિષે જીવને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાઓ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પોતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસાડી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદત્તે, વિદ્યાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વ રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયો. ત્યાં વિવિધ પ્રકારનાં ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું.
૧૫૯
તે જ સમયે વિદ્યાધરે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરોની પાંચસો કન્યાઓનું વૈતાઢય પર્વત ઉપર પાણિ ગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પોતાને નગરે આવ્યો અને ત્યાં પણ રાજાઓની પાંચસો કન્યાઓ પરણ્યો. તે પછી રાજધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણી પુત્ર ધર્મદત્તને માથે વૃદ્ધિને અર્થે સોંપી; અને ચિત્રગતિએ સદ્ગુરુની પાસે પોતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પોતાનો સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કોણ પોતાના આત્માનું હિત ન કરે ? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મોક્ષે ગયા.
ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધી પછી હજારો રાજાઓને સહજમાં જીતી લીધા અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા અને એક ક્રોડ પાયદલ એટલા સૈન્યની સાહ્યબીવાળો થયો. ઘણા પ્રકારની વિદ્યાનો મદ ધરનાર હજારો વિદ્યાધરોના રાજાઓ ધર્મદત્તના તાબે થયા. એ રીતે
ઘણાકાળ સુધી ઈન્દ્રની જેમ તેણે ઘણું રાજ્ય ભોગવ્યું. સ્મરણ કરતાં જ આવનારો જે પૂર્વે પ્રસન્ન થયેલ દેવતા હતો, તેની સહાયથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરુ ક્ષેત્રની જેમ મારી, દુર્ભિક્ષ વગેરે જેમાં નામ પણ ન જણાય એવો કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પામ્યો.’ પણ હવે તો યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણો તત્પર હતો. "પોતાના ઉપર ઉપકાર કરનારનું પોષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મદત્તે નવા ચૈત્યમાં પ્રતિમા બેસાડી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પોતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પોષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ "જેવો રાજા તેવી પ્રજા.” એવી કહેવત પ્રમાણે ઘણાખરા જૈનધર્મી થયા.
તે જૈનધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદત્તે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પોતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દૃઢ ભક્તિથી તીર્થંકર નામકર્મ બાંધ્યું, અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સહસ્ત્રાર દેવલોકે દેવતા થયો તથા તે ચારે રાણીઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલોકે ગઈ પછી ધર્મદત્તનો જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી ચ્યવ્યો.
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધર્મદત્તનો જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરદેવ થયો અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તનો જીવ તીર્થંકરનામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયો. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંયોગ કેવો આશ્ચર્યકારી છે ? સમજુ જીવોએ આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની જેમ જિનભક્તિ તથા બીજાં શુભકૃત્ય કરવાને અર્થે હંમેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે.
દેરાસરની ઉચિત ચિંતા, સારસંભાર
૧૬૦
હવે "પત્તિઅવિંતરો" (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી; વિનાશ પામતા દેરાંના ખૂણા-ખાંચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, રકેબી, કુંડી, લોટા, કળશ વિગેરેને સમારવા, મંજાવવા, શુદ્ધ કરાવવા; પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા; દીવા-દીવીઓ પ્રમુખ ચોખ્ખા (સાફ) કરવા; આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી; દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની યોજના કરવી; ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ વગેરેનો સંગ્રહ કરવો; આગળ યુક્તિ કહેવાશે એવી ચૈત્યદ્રવ્યની દક્ષા(સંભાળ) કરવી, ત્રણ ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખાં અને ઉઘરાણી કરવી-કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું.
તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ ચોખ્ખી રીતે નામું લેખું કરવું-કરાવવું. પોતે જઈને કરવું. તથા દેવના કામ માટે રાખેલા ચાકરોને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા; તેમાં દેવદ્રવ્ય ખોટું ન થાય તેમ યતના કરવી; તે કામમાં યોગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સર્વ દેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિરંતર યત્ન કરવો. એ ચિંતા (સારસંભાળ) અનેક પ્રકારની છે. જે સંપદાવંત શ્રાવક હોય તે પોતે તથા પોતાના દ્રવ્યથી તે પોતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કોઈકની પાસે કરાવવા યોગ્ય હોય તો તેની પાસે કરાવી આપે. જેવું સામર્થ્ય હોય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે, પણ શક્તિનું ઉલ્લંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવું કાંઈ કામ દેરાસરનું હોય તો તે બીજી નિસીહિ પહેલાં કરી લે અને થોડા વખતમાં બની શકે એમ ન હોય તો બીજી નિસીહિની ક્રિયા કરી લીધા પછી યથાયોગ્ય-યથાશક્તિ કરે.
એવી જ રીતે ધર્મશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પણ દ૨૨ોજ યથાશક્તિયે કરવામાં ઉદ્યમ કરવો. કેમકે દેવ-ગુરુ-ધર્મના કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કોણ કરે ? માટે શ્રાવકે જ જરૂ૨ ક૨વી. પણ ચાર બ્રાહ્મણ વચ્ચે મળેલી એક સારણગૌની જેમ આળસમાં ઉવેખવાપણું કરવું નહીં. કેમકે દેવ, ગુરુ, ધર્મનાં કામને ઉવેખી નાંખે અને તેની બનતી મહેનતે સારસંભાળ ન કરે તો સમકિતમાં પણ દૂષણ લાગે, જ્યારે તેનું મન દુઃખાય, ત્યારે તેને અત્યંત ઉ૫૨ ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દૃષ્ટાંત છે કે, "કોઈક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈકે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે દેખી, મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પ્રથમ દિનકૃત્યપ્રકાશ ચોડી." તે માટે પોતાનાં સગાંવહાલાંના કામ હોય તેના કરતાં પણ અત્યંત આદરપૂર્વક દેરાસર વગેરેનાં કામમાં નિત્ય પ્રવર્તમાન રહેવું યોગ્ય છે. કહેલ છે કે :
શરીર દ્રવ્ય અને કુટુંબ ઉપર, સર્વ પ્રાણીઓને સાધારણ રીતે પ્રીતિ રહે, પણ મોક્ષાભિલાષી પુરુષોને તો શ્રીતીર્થકર જિનશાસન અને સંઘ ઉપર અત્યંત પ્રીતિ હોય છે.
આશાતનાના પ્રકાર જ્ઞાનની, દેવની અને ગુરુની, એ ત્રણેની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે.
જ્ઞાનની આશાતના પુસ્તક, પાટી, ટીપણ, જપમાળા વગેરેને મુખમાંથી નીકળેલું થુંક લગાડવાથી; અક્ષરોના હીનાધિક ઉચ્ચાર કરવાથી, જ્ઞાન ઉપકરણ પોતાની પાસે છતાં અધોવાયુ સરવાથી જે આશાતના થાય છે. એ સર્વ પ્રકારની જ્ઞાનની જઘન્ય આશાતના સમજવી.
અકાળે પઠન, પાઠન, શ્રવણ, મનન કરવું; ઉપધાન, યોગ વહ્યા વિના સૂત્ર ભણવું, ભ્રાંતિથી અશુદ્ધ અર્થની કલ્પના કરવી; પુસ્તકાદિકને પ્રમાદથી પગ વગેરે લગાડવું, જમીન ઉપર પાડવું; જ્ઞાનનાં ઉપકરણ પોતાની પાસે છતાં આહાર-ભોજન કરવું કે લઘુનીતિ કરવી; આ સર્વ પ્રકારની જ્ઞાનની મધ્યમ આશાતના જાણવી.
પાટી ઉપર લખેલા અક્ષરોને થુંક લગાડી ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું, સૂવું, જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પોતાની પાસે છતાં વડી નીતિ કરવી; જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરવી, તેના સામાં થવું; જ્ઞાન કે જ્ઞાનીનો નાશ કરવો; ઉત્સુત્ર ભાષણ કરવું, એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે.
દેવની આશાતના વાસક્ષેપ, બરાસ કે કેસરની ડબી તથા કેબી, કળશ વગેરે ભગવંતને અફળાવવાં, અથવા નાસિકા-મુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડકાડવાં, તે દેવની જઘન્ય આશાતના.
ઉત્તમ નિર્મળ ધોતીયાં પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમા જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજનદ્રવ્ય પ્રભુને ચડાવવાં, પૂજાની વિધિનો અનુક્રમ ઉલ્લંઘન કરવો તે મધ્યમ આશાતના.
તે પ્રભુની પ્રતિમાને પગ લગાડવો; સલેખમ, બળખો, થુંક વિગેરેનો છાંટો ઉડાડવો; નાસિકાના સલેખમથી મલિન થયેલા હાથ પ્રભુને લગાડવા; પ્રતિમા પોતાના હાથેથી ભાંગવી. ચોરવી, ચોરાવવી, વચનથી પ્રતિમાના અવર્ણવાદ બોલવા વગેરે દેવની ઉત્કૃષ્ટ આશાતના છે. તે વર્જવી જોઈએ
બીજી રીતે દેરાસરની જઘન્યથી ૧૦ ભેદે, મધ્યમથી ૪૦ ભેદે, અને ઉત્કૃષ્ટથી ૮૪ ભેદે આશાતના વર્જવી તે બતાવી છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જિનમંદિરની જઘન્ય ૧૦ આશાતના ૧. દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા-બુટ પહેરીને જવું, ૫. સ્ત્રી-સંભોગ કરવો, ૬. શયન કરવું, ૭. થુંકવું, ૮. પેશાબ કરવો, ૯. વડી નીતિ કરવી, ૧૦. જુગાર વિગેરે રમત કરવી. એ પ્રકારે દેરાસરની અંદરની દશ જઘન્ય આશાતના વર્જવી.
જિનમંદિરની મધ્યમ ૪૦ આશાતના ૧. દેરાસરમાં પેશાબ કરવો, ૨. વડીનીતિ કરવી, ૩. જોડા-બુટ પહેરવા. ૪. પાણી પીવું, ૫. ભોજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્ત્રીસંભોગ કરવો, ૮. તંબોળ ખાવું, ૯. થુંકવું, ૧૦. જુગાર રમવું, ૧૧. જુ-માંકડ જોવા-વિણવા, ૧૨. વિકથા કરવી, ૧૩. પલાંઠી વાળીને બેસવું, ૧૪. જુદા જુદા પગ લાંબા કરીને બેસવું, ૧૫. પરસ્પર વિવાદ કરવો, (બડાઈ) કરવી, ૧૬. કોઈની હાંસી (મશ્કરી) કરવી, ૧૭. કોઈ પર ઈર્ષા કરવી, ૧૮. સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઉંચા આસન ઉપર બેસવું, ૧૯. કેશ શરીરની વિભૂષા (શોભા) કરવી.
૨૦. છત્ર ધારવું, ૨૧. તલવાર રાખવી, રર. મુગટ રાખવો, ૨૩. ચામર ધરાવવા, ૨૪. ઘરણું નાખવું (કોઈની પાસે માંગતા હોઈએ તેને દેરાસરમાં પકડવો.), ૨૫. સ્ત્રીઓની સાથે માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં, ૨૬. કોઈપણ જાતિની ક્રીડા કરવી (પાના, ગંજીફો વિગેરે રમવા), ૨૭. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી, ૨૮. મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ૨૯. ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ૩૦. દેરામાં પ્રવેશ વખતે સચિત વસ્તુને દૂર છોડે નહીં, ૩૧. અચિત્ત પદાર્થ શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર ન પહેરવાના દાગીના ઉતારી નાખવા). - ૩૨. એકસાટિક (અખંડ વસ્ત્ર)નું ઉત્તરાયણ કર્યા વિના દેરામાં જવું, ૩૩. પ્રભુની પ્રતિમા દીઠે થકે પણ બે હાથે ન જોડવા, ૩૪. છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫. પ્રભુને ચઢાવવા યોગ્ય ન હોય એવા પદાર્થ ચડાવવા, ૩૬. પૂજા કરવા છતાં અનાદરપણું રાખવું, ભક્તિબહુમાન ન રાખવાં, ૩૭. ભગવંતની નિંદા કરનાર પુરુષોને અટકાવે નહીં, ૩૮. દેવદ્રવ્યનો વિનાશ થતો દેખી ઉવેખે, ૩૯. છતી શક્તિએ દેરે જતાં વાહનમાં બેસે, ૪૦. દેરામાં વડેરાથી પહેલાં ચૈત્યવંદન કે પૂજા કરે. જિન ભવનમાં રહેતાં ઉપરના એક પણ કારણને સેવે તો મધ્યમ આશાતના થાય છે. તે વર્જવી.
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના ૧. ખેલ-નાસિકાનું લીંટ નાંખે, ૨. જુગાર, ગંજીફ, શેતરંજ, ચોપાટ વગેરેની રમત કરે, ૩. લડાઈ કરે, ૪. કળા તે ધનુષ વિગેરેની (કળા) શીખે, ૫. કોગળા કરે, ૬. તંબોળ ખાય, ૭. તંબોળનો કૂચો નાંખે, ૮. કોઈને ગાળ આપે, ૯. લઘુનીતિ-વડીનીતિ કરે, ૧૦. હાથ, પગ, મુખ, શરીર, ધુવે, ૧૧. કેશ સમારે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વિગેરે ખાય, ૧૫. ગુમડાં, ચાઠાં વગેરેની છાલ-ચામડી ઉખેડીને નાંખે, ૧૬. મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭. ઉલટી કરે, ૧૮. દાંત પડી જાય તે પડવા દે, ૧૯. વિશ્રામ કરે (વિસામો લે), ૨૦. ગાય, ભેંસ, ઉંટ, ઘોડા, બકરાં, ઘેટાં વગેરે
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૬૩ ઉપર દમન કરે, ૨૧. દાંતનો મેલ પાડે, રર. આંખનો મેલ પાડે, ર૩. નખ પાડે, ૨૪. ગાલનો મેલ નાખે, ૨૫. નાસિકાનો મેલ નાંખે, ૨૬. મસ્તકનો મેલ નાંખે, ૨૭. કાનનો મેલ નાંખે, ૨૮. શરીરનો મેલ નાંખે, ૨૯. મંત્ર તે ભૂતાદિકના નિગ્રહની મંત્ર સાધના અથવા રાજ્યના પ્રમુખ કાર્યનો વિચાર કરવા પંચ ભેળાં થઈ બેસે, ૩૦. વિવાહ વગેરેનાં સાંસારિક કાર્ય માટે પંચ મળે, ૩૧. બેસીને પોતાના ઘરના કે વેપારનાં નામાં લેખાં લખે, ૩૨. રાજાના વિભાગનો કર અથવા પોતાના સગાંવહાલાંઓને આપવા યોગ્ય વિભાગની વહેચણી કરે, ૩૩. પોતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં અથવા દેરાસરના ભંડારમાં સાથે રાખે, ૩૪. પગ ઉપર પગ રાખી (ચડાવી) બેસે, ૩૫. દેરાસરની ભીંત ઓટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬. પોતાના વસત્ર સુકાવે, ૩૭. મગ, ચણા, મઠ, તુવેરની દાળ સુકાવે, ૩૮. પાપડ, ૩૯, વડી, ખેરો, શાક, અથાણા વિગેરે કરવા હરકોઈ પણ પદાર્થ સુકાવે, ૪૦. રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, ભોંયરા, ભંડાર વિગેરેમાં સંતાવું. ૪૧. દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાનાં કોઈપણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરવું, ૪૨. સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભોજનકથા, વિકથા કરવી. ૪૩. પોતાના ઘરકામ સારૂં કોઈ પ્રકારના યંત્ર, ધાણી વિગેરે શસ્ત્ર અસ્તરા વિગેરે ઘડાવવા, તૈયાર કરાવવા, ૪૪. ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઉંટ વિગેરે રાખવા, ૪૫. ટાઢ પ્રમુખના કારણથી બેસી તાપણી પ્રમુખનું સેવન કરવું, ૪૬. પોતાના સાંસારિક કાર્ય માટે સંધન કરવું, ૪૭. રૂપિયા, મહોર, ચાંદી, સોનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮. દેરાસરમાં પેસતાં-નીકળતાં નિસીહિ અને આવસ્સહિ કહેવું ભૂલી જવું, ૪૯. છત્ર, ૫૦. પગરખાં, ૫૧. શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું, ૫૩. તેલ પ્રમુખ ચોળાવવું, ૫૪. સચિત્ત ફૂલ વગેરે જે કાંઈ હોય તે દેરાસરથી બહાર ન કાઢી નાંખવાં. ૫૫. દરરોજ પહેરવાના દાગીના દરે જતાં ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લોકોમાં પણ નિંદા થાય છે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દરે જતાં પહેરવાની મનાઈ છે છતાં પહેરે છે. ૫૬. જિનપ્રતિમા દેખીને બે હાથ ન જોડવા, ૫૭. એક પનાવાળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાયણ કીધા વિના દેરામાં જાય, ૫૮. મુકુટ મસ્તકે બાંધી રાખે, ૫૯. માથા ઉપર પાઘડીમાં કપડું વીંટવું, ૬૦. માથામાં પાઘડી વિગેરે ઉપર ઘાલેલું ફૂલ કાઢી ન નાંખે, ૬૧. હોડ પાડે (શરત કરે) જેમકે મુઠીએ નાળીયેર ભાંગી આપે તો અમુક આપું, કર. દડાગેડીથી રમત કરવી, ૬૩. કોઈ પણ મોટા માણસને જુહાર (સલામ) કરવા, ૬૪. જેમ લોકો હસી પડે એવી કોઈ પણ જાતની ભાંડચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫. કોઈને તિરસ્કાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ, ચોર, એમ બોલવું, ૬૬. કોઈની પાસે લહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડવો અથવા લંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭. રણસંગ્રામ કરવો, ૬૮. ચોટલી વાળ ઓળવા, ૬૯. પલાંઠી બાંધીને બેસવું, ૭૦. પગ સાફ રાખવા માટે કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧. બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨. શરીરના સુખ માટે પગે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે), ૭૩. હાથ પગ ધોવા વિગેરે કારણથી ઘણું પાણી ઢોળી દેરામાં જતાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪. ધૂળવાળ પગથી આવી પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ પૂળ કરે-ધૂળ ઉડાડે, ૭૫. મૈથુન સેવે, કામકેલી કરે, ૭૬. માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકણ, જૂ પ્રમુખ વીણીને નાખે અથવા વીણે, ૭૭.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભોજન કરે, ૭૮. ગુહ્યસ્થાન બરોબર ઢાંકયા વિના જેમ તેમ બેસી લોકને (ગુહ્યસ્થાન) દેખાડે તથા દષ્ટિયુદ્ધ તથા બાહુયુદ્ધ કરે, ૭૯. વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈને બતાવે) ૮૦. વેચાણ અથવા સાટું કરે, ૮૧. શય્યા કરી સૂવે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણીથી ઝીલે, ૮૩. સ્નાન કરે, ૮૪. દેરાસરમાં સ્થિતિ કરે (રહે). દેરાસરમાં આવું વર્તન કરવાથી આ આશાતાનાઓ થાય છે-તેથી તેનું વર્જન કરવું.
બૃહભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના ૧. કોઈ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨. પૂજામાં આદર ન રાખવો, ૩. ભોગ, ૪. દુષ્ટ પ્રણિધાન કરવાં, ૫. અનુચિત પ્રવૃત્તિ કરવી, એમ પાંચ પ્રકારથી આશાતના થાય છે.
૧. અવજ્ઞા આશાતના તે – પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું.
૨. આદર ન રાખવો (અનાદર આશાતના) તે-જેવા તેવા વેશથી પૂજા કરવી, જેવે તેવે વખતે પૂજા કરવી, શૂન્યચિત્તે પૂજા કરવી.
૩. ભોગ આશાતના તે - દેરાસરમાં તંબોળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબોળ ખાતાં જ્ઞાનાદિકના લાભનો નાશ કીધો માટે આશાતના કહેવાય છે.
૪. દુષ્ટ પ્રણિધાન તે - રાગદ્વેષ-મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં કરવું.
૫. અનુચિત પ્રવૃત્તિ તે-કોઈના ઉપર ઘરણું નાખવું, સંગ્રામ કરવો, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કાંઈ પણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરવો. એટલાં વાનામાંથી હરકોઈ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે, તે તજવા યોગ્ય છે.
ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના હંમેશાં અવિરતિ દેવતા પણ સર્વથા વર્જે છે. જે માટે કહેલું
છે કે -
"વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈપણ વખતે અપ્સરાઓની સાથે હાસ્ય-વિનોદ પણ આશાતના થવાના ભયથી કરતા નથી."
ગુરુની તેત્રીશ આશાતના. ૧. ગુરુની આગળ ચાલે તો આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈપણ કામ વિના ગુરુની
આગળ ચાલવાથી અવિનયનો દોષ લાગે છે, માટે યોગ્ય નથી. ૨. ગુરુના બે પાસે બરોબર ચાલે તો અવિનયી જ ગણાય માટે આશાતના થાય છે. ૩. ગુરુની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તેમાંથી ઉછળેલા સળેખમ,
બળખાનો છાંટો ગુરુને લાગવાથી દોષનો સંભવ થવાથી આશાતના થાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૬૫ ૪. ગુરુને પીઠ કરી બેસે તો અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫. ગુરુને બે પડખે બરોબર બેસે તો પણ અવિનયનો દોષ લાગવાથી આશાચના સમજવી. ૬. ગુરુની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭. ગુરુની આગળ ઉભા રહે તો દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮. ગુરુની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય તે અવિનય છે માટે આશાતના સમજવી. ૯. ગુરુની પાછળ ઉભા રહેવાથી થુંક, બળખો લાગવાનો સંભવ થવાથી આશાતના થાય છે. ૧૦. આહાર પાણી કરતાં પહેલાં ગુરુથી પહેલાં ચળ કરી (હાથ મોઢું ધોઈ) ઉઠી જાય તો આશાતના
ગણાય. ૧૧. ગુરુથી પહેલાં ગમનાગમનની આલોયણા લે તો આશાતના સમજવી. ૧૨. રાતે સૂતા પછી ગુરુ બોલે કે, કોઈ જાગે છે? એમ પૂછવા છતાં પોતે કાંઈક જાગતો હોય પણ
આળસથી ઉત્તર ન આપે તો આશાતના લાગે. ૧૩. ગુરુ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બોલી ઉઠે તો આશાતના લાગે. ૧૪. આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરુને કહે તો આશાતના લાગે. ૧૫. આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે તો આશાતના સમજવી. ૧૬. આહારપાણીની નિમંત્રણા પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે તો આશાતના લાગે. ૧૭. ગુરુને પૂછયા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે તો આશાતના
લાગે. ૧૮. ગુરુને આપ્યા પછી સ્નિગ્ધાદિક આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. - ૧૯. ગુરુને બોલ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે તો આશાતના સમજવી. ૨૦. ગુરુના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે-જવાબ આપે તો આશાતના લાગે. ૨૧. ગુરુએ બોલાવ્યા છતાં પણ પોતાને સ્થાનકે જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે. ૨૨. ગુરુએ કંઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો? એમ ઉત્તર કરે તો આશાતના લાગે. ૨૩. ગુરુએ કંઈ કહે થકે તેવા જ વચનથી જવાબ કરે કે તમે જ કરોને? તો આશાતના લાગે. ૨૪. ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુઃખ પામે તો આશાતના લાગે. ૨૫. ગુરુ કંઈક કહેતા હોય તો વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે, એમ કહી ગુરુ
કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ૨૬. ગુરુ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પોતે વાત કહેવા મંડી જાય તો આશાતના લાગે. ર૭. ગુરુની પર્ષદા (પરખદા) ભાંગી નાંખે, જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલેહણ વેળા થઈ
એમ કહી સર્વને ઉઠાડી મૂકે તો ગુરુનું અપમાન કર્યું કહેવાય તેથી પણ આશાતના લાગે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૮. ગુરુએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે તે તે
કથાનો વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કીધું ગણવાથી આશાતના
સમજવી. ર૯. ગુરુની શય્યા (આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦. ગુરુના સંથારા (સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય છે. ૩૧. ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨. ગુરુથી ઉંચા આસને બેસે તો આશાતના થાય. ૩૩. ગુરુથી સરખે આસને બેસે તો પણ આશાતના થાય.
આવશ્યકચૂર્ણમાં તો "ગુરુ કહેતા હોય તે સાંભળી વચમાં જ પોતે બોલે કે હા એમ છે.” એમ કહે તો પણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઉચ્ચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણાવી તેત્રીસ જ રાખી જણાય છે.
ગુરુની ત્રિવિધ આશાતના ગુરુની વળી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે.
૧. ગુરુને પગ વગેરેથી સંઘદૃન કરવું તે જઘન્ય આશાતના ૨. સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના; અને ૩. ગુરુનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તો પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તો પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના.
સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમ તેમ ફેરવતાં વસ્ત્ર-સ્પર્શ, અંગ સ્પર્શ કે પગથી સ્પર્શ કરવો તે જધન્યઆશાતના; ૨. ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમઆશાતના સમજવી. ૩. સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તો ઉત્કૃષ્ટઆશાતના સમજવી.
| દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના " એવી રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (ઓશો), મુહપત્તિ, દાંડો, દાંડી વગેરે પણ ગરવી નાળતિય અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણો પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય' જો વધારે રાખે તો આશાતના થાય માટે યથાયોગ્ય જ રાખવાં, વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતા આશાતના લાગે છે અને તેની પછી આલોયણ લેવી પડે છે, જે માટે મહાનિશીથસૂત્રમાં કહેવું છે કે -
"અવિધિથી ઉપર ઓઢવાનો કપડો (કપડું), રજોહરણ, દાંડો, જો વાપરે તો ઉપવાસની આલોયણ
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૬૭
આવે છે. માટે શ્રાવકે ચરવલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં, અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દોષની ઉત્પત્તિ થાય; માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં.
ઉસૂત્રભાષણ આશાતના વિષે આશાતનાના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારનો હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીવોએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે :- ઉસૂત્રના ભાષકને બોધિબીજનો નાશ થાય છે અને અનંત-સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરુ પો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જૈનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક એની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત-સંસારી થાય છે.
દેવદ્રવ્યાદિ નાશ-આશાતના કરવાનું ફળ એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર-પાત્રાદિકનો નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેવું છે કે -
દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ)રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકનો નાશ ભક્ષણ કરવાથી અવગણના કરવાથી સમજવો.
શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તો એમ કહેવું છે કે :
દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે.
સાધારણદ્રવ્યનું લક્ષણ દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે-દેરું, પુસ્તક, આપ ગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને) યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય, તેનો વિનાશ કરવો અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેનો ઉપભોગ કરવો તે સાધારણ દ્રવ્યનો વિનાશ કર્યો કહેવાય છે. કહેલું છે કે –
જેનો બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યનો નાશ થતાં દેખી સાધુ પણ જો ઉપેક્ષા કરે તો અનંતસંસારી થાય છે. અહીંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાપાણ, ઈટ, નળીયા વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે, એક યોગ્ય અને બીજો અતીતભાવ. યોગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકે કરેલો વિનાશ અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લોકોએ કરેલો વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૮
અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં "અપિ" ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા. એટલે શ્રાવક કે સાધુ જો દેવદ્રવ્યનો વિનાશ થતો ઉપેક્ષે તો અનંતસંસારી થાય છે.
પ્રશ્ન :- મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા અનુમોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ ?
ઉત્તર ઃ- સાધુ જો કોઈક રાજા, દીવાન, શેઠ વગેરેની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જો નવું દેરાસર બંધાવે, તો તમે કહો છો તેમ દોષ લાગે, પણ કોઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કોઈ ચૈત્યદ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો તેમાં કાંઈ દોષ નથી. પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે જિનેશ્વરોની આજ્ઞાનું આરાધન થાય છે. જો દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાનો કે દેરાસર દ્વેષીનો તેને કષ્ટ આપીને પણ બચાવ કરવો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમ કાંઈ પ્રતિજ્ઞા ભંગ પણ થતો નથી. આગમમાં પણ એમ જ કહેલું છે કે –
દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ યોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ કયાંથી હોય ? એમ પ્રશ્ન કરવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, ઉપર લખેલાં કારણ જો પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તો તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર, ગામ, ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તો ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શક્તિયે જો ન નિવારે તો અભક્તિ ગણાય છે, માટે જો દેવદ્રવ્યનો કોઈ વિનાશ કરતો હોય તો તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે; ન નિવારે તો દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપિ સર્વ સંઘનું કામ પડે તો સાધુ, શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય) પાર પાડવું, પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે :
દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞા-હીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કોઈક અંગઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરુષ પાસેથી આ કારણથી દેવદ્રવ્યનો છેવટ વિનાશ થાય, તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખરો વિચાર કીધા વિના આપે તે. જેથી છેવટે દેવદ્રવ્યનો વિનાશ કરે તે પ્રજ્ઞાહીન કહેવાય છે.
જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આપે જ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી ઉવેખી નાખે તો તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિન-પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરે ગુણોની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તો મંદિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજનો પણ યોગ મળી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૬૯ - જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારું એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અલ્પભવમાં મોક્ષપદ પામનાર થાય છે.
જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન-ગુણને દીપાવનારું એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અર્વત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી? પંદર કર્માદાન કુ-વ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં, પણ ખરા માલની લેવડદેવડ કરનારા સવ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે -
જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાએલા અજ્ઞાની જીવો ભવસમુદ્રમાં ડૂબે છે.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કોઈને દેવદ્રવ્ય ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે.
દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાંત સાકેતપુર નામના નગરમાં અરિહંતનો ભક્ત એવો સાગરશ્રેષ્ઠી નામનો એક સુશ્રાવક રહેતો હતો. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું, અને કહ્યું કે મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો' પછી સાગરશ્રેષ્ઠીએ લોભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઈ મૂકી અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મોધે ભાવે આપે અને લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એશીમાં ભાગરૂપ એક હજાર કાંકણીનો લાભ લીધો અને તેથી મહાઘોર પાપ ઉપામ્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થયો. * ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડગોલિકાને ગ્રહણ કરવાને અર્થે તેને વજૂઘરટ્ટમાં પડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે દેવદ્રવ્યથી તથા ગુરુદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે, તેથી ઈહલોકે કુલનાશ અને મરણ પછી નરકગતિ થાય છે.
નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્ય લાંબો મહામત્યે થયો. તે ભવે કોઈ સ્વેચ્છે તેનો સર્વાંગે છેદ કરી મહા-કદર્થના કરી તેથી મરણ પામી ચોથી નરકે નારકી થયો. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
હજા૨ કાંકણી જેટલા દેવદ્રવ્યનો ઉપભોગ કર્યો હતો, તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બોકડો, ઘેટો, હરણ, સસલો, સાબર, શિયાળિયો, બિલાડી, ઉંદર, નોળિયો, કોલ, ગિરોલી, સર્પ, વીંછી, વિષ્ટાના કૃમિ, પૃથ્વીકાય, અખાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડા, પતંગ, માખી, ભમરો, મચ્છર, કાચબો, ગર્દભ, પાડો, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે, જીવયોનિમાં પ્રત્યેક જીવયોનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહન કરીને તે મરણ પામ્યો. પછી ઘણું ખરૂં પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુરનગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિને કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં છતાં જ વસુદત્તશ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્તશ્રેષ્ઠી મરણ પામ્યો અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લોકોએ તેનું 'નિપુણ્યક' એવું નામ પાડયુ. કોઈ રાંકની પેઠે જેમતેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યો.
૧૭૦
એક દિવસ તેનો મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દૈવયોગે તે જ રાત્રીએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને જેને ધેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કોઈ ઠેકાણે ધરધણી જ મરણ પામ્યો. 'આ પારેવાનું બચ્ચું છે ? કે બળતી ગાડરી છે ? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ? એવી રીતે લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામે સાગરશ્રેષ્ઠીનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિનગરીએ ગયો. ત્યાં વિનયધ૨ શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધ૨ શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયા શ્વાનની જેમ તેને કાઢી મૂકયો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો.
કહ્યું છે કે-સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈ ને ભોગવે છે, જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક 'યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.’ એમ વિચારી સમુદ્રતીરે ગયો.
ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢયો. શ્રેષ્ઠીની સાથે ક્ષેમ-કુશળથી પરદ્વીપે ગયો અને મનમાં વિચાર કરવા લાવ્યો કે, મ્હારૂં ભાગ્ય ઉઘડયું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં, અથવા મ્હારું દુર્દેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. ૨ખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી ક૨વાને અર્થે જ કે શું ? તેનાં દુદૈવે લાકડીનો પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કકડા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દૈવયોગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યો
અને ત્યાંના ઠાકોરના આશ્રય નીચે રહ્યો.
એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનસીબ જાણીને કાઢી મૂકયો.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
કહ્યું છે કે-એક માથે ટાલવાળો પુરુષ માથે તડકો લાગવાથી ઘણો જ તપી ગયો અને શીતળ છાયાની ઈચ્છાથી દૈવયોગે બિલીના ઝાડ નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક હોટા બિલીના ફળથી તેનું માથું કડાક' શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે, કમનશીબ પુરુષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસો નવાણું સ્થળોના વિષે ચોર, જળ, અગ્નિ, સ્વચક્ર, પરચક્ર, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂકયો.
ત્યારે તે મહા દુઃખી થઈ એક મોટી અટવીમાં આરાધકજનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામના યક્ષના મંદિરે આવ્યો. પોતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા યક્ષે તેને કહ્યું કે, દરરોજ સંધ્યા સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગયેલાં પિચ્છ તારે લેવાં."
યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છ સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યા. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છો ભેગાં થયાં, એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુર્દેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, "બાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિણ્ડાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો, ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છ પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયો અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિચ્છા પણ જતાં રહ્યાં !
ખરૂં છે કે દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ. તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે ધિક્કાર થાઓ મને ! કેમકે મેં ફોગટ આટલી ઉતાવળ કરી.” એમ દિલગીરી કરતા નિપુણ્યકે આમતેમ ભમતાં એક જ્ઞાની ગુરુને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછયું.
જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, "જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વિગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભોગ, દ્ધિ અને સુખનો લાભ થશે." તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધો કે, "મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો.
તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો, તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થયો, તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણી તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાર્જીને તે પોતાને નગરે આવ્યો. સર્વે મોટા શેઠોમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થયો. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સારસંભાળ દરરોજ પોતાની સર્વ શક્તિથી કરે, દરરોજ મોટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાર્જીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાર્થ થઈ, યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિથી જિનભક્તિરૂપ પ્રથમ
સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી મરણ પામીને, ચ્યવી સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું પામી, અવીને અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ ભોગવી મોક્ષે જશે.
જ્ઞાન અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત ભોગપુર નગરમાં ચોવીસ ક્રોડ સોનૈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુણ્યસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા, એક દિવસે ધનાવહ શ્રેષ્ઠીએ કોઈ નિમિત્તિયાને પૂછયું કે, "હારા બન્ને પુત્રો આગળ જતાં કેવા નીડવશે ?” નિમિત્તિયાએ કહ્યું કર્મસાર જડ સ્વભાવનો અને ઘણો જ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે, પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પોતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવો જ દુઃખી થશે, તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ નિપુણ થશે. બન્ને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.”
શેઠે બને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સર્વ વિદ્યાઓ ભણ્યો. કર્મસાર તો ઘણો પરિશ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. ઘણું શું કહીએ? લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ "એ સર્વથા પશુ છે." એવો નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું, પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે ગાજતે પરણાવ્યા. માંહોમાંહે કલહન થવો જોઈએ એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર ક્રોડ સોનૈયા જેટલો ભાગ વહેંચી આપી બન્ને પુત્રોને જુદા રાખ્યા અને ધનાવહ શેઠ પોતાની પત્ની સાથે સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પોતાના સ્વજન-સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગ્યો છે, જેમાં તેને પૈસે ટકે નુકશાન ન થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર ક્રોડ સોનૈયા તે ખોઈ બેઠો, પુણ્યસારના બાર ક્રોડ સોનૈયા તો ચોરોએ ખાતર પાડીને લૂંટી લીધા. બન્ને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું, બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પોતાના પિયર ગઈ. કહ્યું છે કે-લોકો ધનવંતની સાથે પોતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે અને કોઈ નિર્ધન સાથે ખરેખર નજીકનું સગપણ હોય તે કહેતાં પણ શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના લોકો તજી દે છે અને ધનવાન પુરુષોનાં ગીત ગાય છે. "તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છો.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા.
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૩
બીજો કાંઈ ઉપાય ન હોવાથી બન્ને જણા કોઈ મ્હોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યો હતો, તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલો પગાર પણ આપે નહીં. "ફલાણે દિવસે આપીશ." એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણો વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યસારે તો થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂર્ત લોકો તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠીઆની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રોહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધિની શોધખોળ વગેરે કૃત્યો તેણે મોટા આરંભથી અગીયારવાર કર્યો, તો પણ પોતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકયો નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુઃખો ભોગવવાં પડયાં.
પુણ્યસારે તો અગિયાર વાર ઘન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખોયું. છેવટે બને જણા બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્રીપે ગયા. ત્યાંની ભક્તજનોને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, "તમે બન્ને ભાગ્યશાળી નથી.દેવીનું વચન સાંભળી કર્મસાર ઉઠયો. એકવીસ ઉપાવસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો ત્યારે પુણ્યસારે કહ્યું, "ભાઈ ખેદ કરીશ નહીં. આ ચિંતામણિરત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો ત્યારે હોટા ભાઈએ કહ્યું, "ભાઈ! ચિંતામણિરત્ન કાઢ, આપણે જોઈએ કે, રત્નનું તેજ વધારે છે કે ચંદ્રમાનું તેજ વધારે છે?” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમાં ઉપર એમ આમતેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડ્યું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંગ થયો. પછી એક સરખા દુ:ખી થયેલા બન્ને ભાઈ પોતાને ગામે આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાનો પૂર્વભવ પૂછયો ત્યારે જ્ઞાનીએ કહ્યું "ચંદ્રપુરનગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થયેલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સોંપ્યું. તે બન્ને શેઠો સોંપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કોઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું. અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, "સાધારણ દ્રવ્ય તો સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરું તો શી હરકત છે?" એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજુ નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્મ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. ૦ વીશ કોડીએ એક કાંકિણી, ચાર કાંકિણીએ એક પણ, અને તેવા સોળ પણે એક દ્રમ્મ થાય.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વેદાંતીઓએ પણ કહ્યું છે કે-પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યનો અભિલાષ ન કરવો. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણો તે પાછો રૂઝાતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.
નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્થગ્યોનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાવેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસનો જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા. બાર દ્રમ્ય દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડયું. આ ભવમાં પણ બાર ક્રોડ સોનૈયા જતા રહ્યા, બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તો પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું. તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભોગવવું પડયું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણી જ મંદતા વગેરે માઠું ફળ થયું.” | મુનિરાજનું એવું વચન સાંભળી બન્ને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મસાર બાર હજાર દ્રમ્મ જ્ઞાનખાતે તથા પુણ્યસારે બાર હજાર દ્રમ્ય સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એવો નિયમ લીધો. પછી પૂર્વભવના પાપનો ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું, તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બન્ને ભાઈની પાસે થોડા વખતમાં બાર ક્રોડ સોનૈયા જેટલું ધન થયું, તેથી તે મોટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અંતે દીક્ષા લઈ તે બન્ને જણા સિદ્ધ થયા. - જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની જેમ શ્રાવકને ન જ કલ્પ. સાધારણદ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તો જ વાપરવું કલ્પ, નહિ તો નહીં, સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષે જ વાપરવું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તો જે દ્રવ્ય ગુરુના ચૂંછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાઓને આપવામાં કાંઈપણ યુક્તિ દેખાતી નથી. અર્થાત્ શ્રાવક-શ્રાવિકાને અપાય નહીં. પૌષધશાળાદિકના કાર્યમાં તો તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ -પત્રાદિક શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા, તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન લખાવવું, સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યોગ્ય નથી. કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નોકારવાળી આદિ તો પ્રાયે શ્રાવકોને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે, અને તે ગુરુએ આપી હોય તો તે વાપરવાનો વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ-સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિકનું વહોરવું પણ ન કલ્પ. ૧. ગુરુની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારી ભેટ તરીકે મૂકેલું.
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૫
આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ થોડું પણ જો પોતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે તો, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મ્હોટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ થોડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો ઉપભોગ સર્વ પ્રકારે વર્જવો. માટે જ માળ પહેરાવવી, પહેરામણી, ત્યંછન ઈત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઈ શકે તો જેમ શીઘ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે.
દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ૠષભદત્તનું દૃષ્ટાંત
મહાપુર નામે નગ૨માં અરિહંતનો ભક્ત એવો ઋષભદેવ નામે હોટો શ્રેષ્ઠી રહેતો હતો. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયો. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેદદ્રવ્ય શીઘ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચોરોએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને "શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એવો મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી ઋષભદત્ત શ્રેષ્ઠીનો પ્રાણ લીધો. ઋષભદત્તનો જીવ મરણ પામી તે જ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયો.
તે નિત્ય જળાદિક ભાર ઘેર-ઘેર ઉપાડે છે. તે નગર ઉંચું હતું. અને નદી ઘણી ઉંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહોરાત્ર ભાર ઉપાડવાનો અને આકરી સુધા તથા પીઠ ઉપર માર સહવાનો. એવા એવા કારણથી તે પાડાએ ઘણા કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસ નવા બનાવેલા જિનમંદિરનો કોટ બંધાતો હતો, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જોઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈપણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં.
પછી પૂર્વભવના પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યો, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને ઋણમાંથી મુક્ત કર્યો, પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુક્તિ પામ્યો. આ રીતે દેવદ્રવ્યાદિ આપતાં વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત કહ્યું.
દેવદ્રવ્ય આદિ તરત જ આપવા અંગે
આમ કબૂલ કરેલું દેવાદિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષો બીજા કોઈનું દેવું હોય તો પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા; તો પછી દેવાદિદ્રવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય ? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તો ઉપર કહેલો દેવાદિ દ્રવ્યોપભોગનો દોષ માથે આવે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડીયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાધિદ્રવ્યોપભોગનો દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તો વખતે દુર્દેવના યોગથી દુર્ભિક્ષ, દેશનો નાશ, દારિદ્રયપ્રાપ્તિ ઈત્યાદિક થાય, તો પછી ગમે તેટલું કરે તો પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે આ વિષયમાં એવું દષ્ટાંત છે કે -
દેવદ્રવ્યના સંભાળનારને લાગતા દોષ અંગે દાંત મહેન્દ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નૈવેદ્ય, દિીવો, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચનો વિચાર કરવો, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકો પોતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીનો મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણો ખેદ પામ્યો. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આળસ કરવા લાગ્યો, "જેવો ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે." એવો લોકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું, પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર દિષ્ટાંત કહ્યું છે.
દેવદ્રવ્ય વ્યવસ્થિત આપવા અંગે તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારું આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું, કારણ કે, તેમ કરવાથી કોઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાનો દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઈટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી, આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દિવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તો વાપરવાથી કદાચિત્ મલિન થવાનો તથા તૂટવા-ફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દષ્ટાંત છે કે :
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૭
મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દષ્ટાંત ઈન્દ્રપુરનગરમાં દેવસેન નામે એક વ્યહવારી હતો અને ધનસેન નામે એક ઊંટસ્વાર તેનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી-ફૂટીને પાછી લઈ જાય, તો પણ તે સ્નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું. ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પોતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાળાં થયાં. કોઈ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના સ્નેહનું કરણ પૂછતાં તેમણે કહ્યું કે, "એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઊંટડી થઈ . કહ્યું છે કે – જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરના કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારો બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દાંત છે.
દેરાસરની સામગ્રીનો ઉપયોગ માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પોતાને અર્થે બીજો દીવો પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં, દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પોતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે લગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તો દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મ્હોટો નકરો આપવો. કહ્યું છે કે –
જે મૂઢ પુરુષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પોતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરો આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત્ ભાંગી-તૂટી જાય તો પોતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂં કરેલો દીવો દર્શન કરવાને અર્થે જ જો જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલો હોય, તો તે તેટલા કારણથી દેવદીપ થતો નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તે, દેવદીપ થાય, મુખ્યમાર્ગથી તો દેવદીપને અર્થે કોડીયાં, બત્તી અથવા, ઘી, તેલ પોતાને કામે ન વાપરવાં. કોઈ માણસે પૂજા કરનાર લોકોને હાથ-પગ ધોવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તો તે જળથી હાથ-પગ ધોવાને કાંઈ હરકત નથી.
છાબડિઓ અંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદિ વસ્તુ પોતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પોતાના ઘરમાં કાંઈ પ્રયોજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મકૃત્યોમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલો તંબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નહીં. કારણ કે, મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તો, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ.
૧૭૮
શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્ધ્વસ પરિણામ વગેરે દોષની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તો પણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જો કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું, કારણ કે, તેવો લોકવ્યવહાર છે, પરંતુ જે પોતાના અર્થે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તો તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.
કોઈ સાધર્મીભાઈ સીદાતો હોય, તો તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જ જો ઘણીવાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોનારૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. 'ઉજમણા આદિ કૃત્યોમાં પોતાના નામથી મોટા આડંબરે માંડયા હોય તો લોકમાં ઘણી પ્રશંસા થાય' એવી ઈચ્છાથી થોડો નકરો આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દૃષ્ટાંત છે.
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત
કોઈ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પોતાની મ્હોટાઈ ઈચ્છનારી હતી. તે હંમેશાં થોડો નકરો આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે, તથા મનમાં એમ જાણે છે કે, "હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગે ગઈ, તો પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગથી આવી કોઈ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઈ.
પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો પરચક્રનો મ્હોટો ભય આવ્યાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો, તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરિકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મ્હોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ મ્હોટા લોકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૯
છે કે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મારાં હાથમાં દેડકો આવ્યો ! એ તારો દોષ નથી પણ મહાસં પૂર્વકર્મનો દોષ છે, પછી શેઠે એ પુત્રીનો ઉત્સવ થયો નથી માટે સ્ફોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. લગ્ન દિવસ નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો.
મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર જન્મી હતી, અને સાસરા આદિ સર્વે લોકને માનીતી હતી, તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભોગવવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, "પૂર્વભવે તે થોડો નકરો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને સ્ફોટો આડંબર દેખાડયો. તે જે દુષ્કર્મ ઉપામ્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલોયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે.
માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિયેર, લાડુ આદિ વસ્તુ જેનું મૂલ્ય હોય તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજો માણસ કાંઈ મૂકે, તો તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી.
ઘરદેરાસરમાં ચઢાવેલ અક્ષતાદિની વ્યવસ્થા પોતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભોગ(કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હોય તો સર્વલોકને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તો, ગાંઠનું ન ખરચતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે.
ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાંથી ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હોય તો કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગ જોતાં માળીને માસિક પગાર જુદો જ આપવો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ હોટા જિનમંદિરે મૂકવી. નહીં તો "ઘર દેરાસરની વસ્તુથી ઘર-દેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી.” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવું યોગ્ય નથી.
પોતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલો દ્રવ્ય વ્યય કરે છે. તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નીપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. તેમજ જિનમંદિરે આવેલા નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળી લેવી. સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહીં. કારણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે.
સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જો કદાચિત ચોર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય તો સારસંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણ કે, અવશ્ય થનારી વાત-ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી.
પારકું દ્રવ્ય ન વાપરવું. યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું. વાંચન આદિ ધર્મકૃત્યોમાં જો બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તો, તે ચાર-પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરુ, સંઘ આદિ લોકોની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું. એમ ન કરે તો દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘ પૂજા આદિ નૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ, હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે.
પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? તેમજ માતા-પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જો તેના પુણ્યને અર્થે દ્રવ્ય. ખરચવાનું હોય તો, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારે કહેવું કે, "તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરો.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વલોકો જાણે એવી રીતે ખરચવું. પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે તો પુણ્યને સ્થાનકે પણ ચોરી આદિ કર્યાનો દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હણતા આવે છે. કહ્યું છે કે-જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલ્બિપી દેવતાનું આયુષ્ય બાંધે.
સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક - મુખ્યવૃત્તિએ વિવેકી પુરુષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૧
બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જો તે દ્રવ્યથી સહાય કરાય, તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે.
લૌકિકમાં પણ કહ્યું છે કે-હે રાજેન્દ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે, રોગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો?" માટે જ પ્રભાવના, સંઘની પહેરામણી, દ્રવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણા આદિ વસ્તુ સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે, યોગ હોય તો ધનવાન્ કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો સર્વેને સમાન આપવું.
સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠક્કરે ધનવાન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તે જ ખાતે વાપરવું જોઈએ.
માતાપિતાદિ અંગે તો પુચ જીવતાં જ કરવું મુખ્યમાર્ગે જોતાં તો, પિતા આદિ લોકોએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિલોકોએ પિતા પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ કરવું. કારણ કે, કોણ જાણે કોનું કયાં અને શી રીતે મરણ થશે? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જુદું જ વાપરવું પણ પોતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યોમાં ન ગણવું. કારણ કે, તેથી ધર્મસ્થાનને વિષે વ્યર્થ દોષ આવે છે.
તીર્થયાત્રા અંગે કાટેલું દ્રવ્ય એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે આટલું દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી જ ગાડીભાડું, ખાવું-પીવું, મોકલવું વગેરે માર્ગ આદિ સ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકો કોણ જાણે કે, કઈ ગતિ પામશે? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય, તેટલું દેવ-ગુરુ આદિનું દ્રવ્ય થયું. તે દ્રવ્ય જો પોતાના ઉપભોગમાં વાપરે તો દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાનો દોષ કેમ ન લાગે?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય તેની આલોયણા તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય તેના પ્રમાણમાં પોતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલોયણા મરણ સમય નજીક આવે ત્યારે તો અવશ્ય કરવી. વિવેકી પુરુષે પોતાની અલ્પ શક્તિ હોય તો ધર્મના સાત ક્ષેત્રોને વિષે પોતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કોઈનું ઋણ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતે કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તો બિલકુલ ન જ રાખવું, કહ્યું છે કે -
શ્રેષ્ઠ પુરુષે કોઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કોઈ પળે ન રાખવું, તો પછી અતિ દુસહ દેવાદિકનું ઋણ કોણ માથે રાખે ?
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોખ્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે જેમ કમલ પડવાના ચંદ્રને, નોળિયો નોળિયણને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરુષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારવાની જરૂર નથી.
પચ્ચકખાણની વિધિ હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિશે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા શ્રાવકે ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરુ પાસે ઉચ્ચરવું, જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી.
પચ્ચકખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મસાક્ષિક, બીજાં દેવસાક્ષિક અને ત્રીજાં ગુરુસાફિક તેનો વિધિ આ પ્રમાણે :- જિનમંદિરે દેવવંદન અર્થે, સ્નાત્ર મહોત્સવના દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્દગુરુની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિર ન હોય તો ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સદ્ગુરુને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે.
ગુરુવંદનાનું ફળ એ વંદનાનું ફળ બહુ મોટું છે. વળી કહ્યું છે કે-માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મને ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દઢગ્રંથિ શિથિલ કરે. કૃષ્ણ ગુરુવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થકર નામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પોતાના (શીતલાચાર્યના) ચાર ભાણેજોને પહેલાં ક્રોધથી દ્રવ્યવંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.
ગુરુવંદનના પ્રકાર અને વિધિ ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષામાં કહ્યું છે કે-ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજ થોભનંદન અને ત્રીજો દ્વાદશાવર્તવંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું. બે ખમાસમણાં દે તે બીજાં થોભવંદન જાણવું, અને બાર આવર્ણ, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત વંદન કરે તે ત્રીજાં દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સર્વ સંધે માંહોમાંહે કરવું. બીજાં થોભવંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવવંદન તો આચાર્ય, ઉપાધ્યાય, આદિ પદે રહેલા મુનિરાજને જ કરવું. જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી.
ભાષ્યમાં કહ્યું છે કે-પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને કુસુમિણ દુસુમિણ ટાળવાને માટે સો ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરે, દુઃસ્વપ્નાદિ પોતે અનુભવ્યા હોય તો એકસો આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. પછી આદેશ માંગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણાં દઈ રાઈએ
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૩
આલોવે પછી ફરીથી બે વાંદણાં દે, અભિંતર રાઈ (અભુઠિઓ)ખમાવે, પછી વાંદણાં દઈ, પચ્ચકખાણ કરે, પછી ભગવાનાં ઈત્યાદિ ચાર ખમાસમણાં દેઈ, પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરૂં? એ બે ખમાસમણે બે આદેશ માગી સક્ઝાય કરે એ પ્રમાણે પ્રભાત વખતનો વંદનવિધિ કહ્યો છે.
સંધ્યા સમયે વંદનનો વિધિ-પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણાં દે, પછી દિવસ ચરિમ પચ્ચકખાણ કરે પછી બે વાંદણાં દઈ દેવસિઅ આલોવે, પછી બે વાંદણાં દઈ દેવસિઅ ખમાવે, પછી ચાર ખમાસમણાં દઈ આચાર્યદિકને વાંદીને આદેશ માગી દેવસિયપાયચ્છિત્ત વિસોહણને અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સક્ઝાય સંદિસાહું? અને સઝાય કરું? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણાં દઈ સક્ઝાય કરે, એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે. ગુરુ કોઈ કામમાં વ્યગ્ર હોવાથી જે દ્વાદશવર્ત વંદના કરવાનો યોગ ન આવે તો, થોભવંદનથી જ ગુરુને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરુ પાસે પચ્ચખાણ કરવું. કહ્યું છે કે -
પોતે જે પહેલાં પચ્ચકખાણ કર્યું હોય તે જ અથવા તેથી વધારે ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે, ધર્મના સાક્ષી ગુરુ છે. ધર્મકૃત્ય ગુરુ સાક્ષીએ કરવામાં આટલા લાભ છે. એક તો (ગુરુસાક્ષીએ ધર્મ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરુના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયોપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચકખાણ. લેવાય છે, એ ત્રણ લાભ છે.
શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-પ્રથમથી જ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તો પણ ગુરુ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. એક જ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ યોગ હોય તો ગુરુ સાક્ષિએ જ ગ્રહણ કરવા.
અહીં પંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને નેવું પ્રતિકાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
પચ્ચક્ખાણનું ફળ હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ. ધમિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરોની બત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી વૃદ્ધિ પામ્યો. એ ઈહલોકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદિનો કરનાર દઢપ્રહારી છ માસ તપ કરીને તે જ ભવે મુક્તિ જનારો થયો. એ પરલોકનું ફળ જાણવું કહ્યું છે કે -
ધમ્પિલકુમાર તથા દઢપ્રહારીની કથા કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત પિતા અને સુભદ્રા માતાને ત્યાં ધમિલકુમાર જન્મ્યો. ઉંમર લાયક થતાં ધમિલનાં લગ્ન યશોમતી સાથે થયાં. ધમ્મિલ્લ અતિ ધર્મનિષ્ઠ હોવાથી સંસાર સુખથી વિમુખ રહ્યો.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
યશોમતી દ્વારા સુભદ્રાએ અને તેની દ્વારા સુરેન્દ્રદત્તને આની જાણ થઈ. શેઠે કમને ધમિલને જુગારીઓની સોબતમાં મુકયો. જાગારમાંથી તે વેશ્યાગામી બની અંતે વસંતસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત બન્યો. પિતા પાસેથી તે જે ધન મંગાવે તે પિતા મોકલવા માંડયા, સમય જતાં એટલો બધો લુબ્ધ બન્યો કે પિતાની અને માતાની માંદગી પ્રસંગે તેને કહેણ મોકલ્યું પણ તે તેણે ગણકાર્યું નહિ. હાથનાં કર્યા હૈયે વાગ્યાં'ના બળાપાપૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ સસરાના મૃત્યુ પછી સુભદ્રાએ પણ પતિભક્તિને મુખ્ય રાખી ધન મોકલ્યું. તે ધન ખૂટયું ત્યારે સર્વ વેચી યશોમતી પિયર ગઈ.
હવે વસંતસેનાને ધમ્મિલ ધન વિનાનો હોવાથી અકારો લાગ્યો. વસંતતિલકાને તેણે કહ્યું કે, 'તું વેશ્યાપુત્રી છે માટે તે નિર્ધનનો સંગ છોડી દે' હે માતા હૃદયના પ્રાણાધાર ધમિલને હું નહિ છોડી શકું ? તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ આમ કહ્યું : વસંતસેનાએ સમય જતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલને ઉપાડી દૂર જંગલમાં મૂકયો. ધમ્મિલ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પુછતાં ખબર પડી કે માતા પિતા મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.” કર્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયો પણ તેને દિવ્ય પ્રેરણાએ રોકયો. તે આગળ જંગલમાં વધ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા. મુનિએ તેને વિષય વાસના છોડી ધર્મ માર્ગે પ્રવર્તવા ખૂબ સમજાવ્યું પણ તેમાં તેને પોતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ તક તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે ધમિલ! તું ૩૨ રાજકન્યાઓનો સ્વામી થઈશ, પુષ્કળદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ.’ તે જ રાત્રિએ કોઈ ધમ્મિલને બદલે આ ધમિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમિલ્લ ૩ર રાજકન્યાઓ પરણ્યો. યશોમતી અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશાગ્રપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર ભળાવી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલોકે ગયો. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધમિલ્લનું દષ્ટાંત છે.
દઢપ્રહારીની કથા વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું ધન વિષયાદિકમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગ્યો. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટકયો એટલે તેને ગામ બહાર કાઢી મૂકયો તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ચોરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે દૂર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતો તે તુરત જ મરી જતો આથી લોકો તેને દઢપ્રહારી કહેવા લાગ્યા.
એક વખત દઢપ્રહારીએ પોતાના સાથીદારો સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હોત. તેને ઘણાં છોકરાં હતાં. છોકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ-ચોખા ભેગા કરી ખીર બનાવરાવી હતી. ધાડપાડુઓ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૫
ઉપાડ્યું. છોકરાંઓએ રોકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અર્ગલા ઉપાડી દેવા માંડી. દઢપ્રહારીને ખબર પડી કે મારા સાથીદારોને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેત તરવારના એક જ ઝાટકાથી બ્રાહ્મણના બે કકડા કર્યા. આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યો એટલે બ્રાહ્મણની ગર્ભણી સ્ત્રી ચોરોને ગાળો ભાંડી રહી હતી તેને તરવારથી કાપી નાંખી તેનો ગર્ભ પણ કકડા થઈ ભૂમિ ઉપર પડ્યો. આ બધા દ્રશ્યથી બાળકો ન સમાય તેવા કરૂણ સ્વરે રોવા લાગ્યા. ક્રૂર દઢપ્રહારીને બાળકોના રૂદને ઢીલો બનાવ્યો. તે ચોરી કરીને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા તેને સાલવા લાગી. બહાર ઉદ્યાનમાં એક મુનિને જોઈ, નમી, પોતાનું પાપ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું, મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઈ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ છ માસ સુધી તેનો તિરસ્કાર કર્યો કારણ કે તે હત્યારો છે, તેમ સૌ જાણતા હતા. દઢ પ્રહારી મુનિ સમજતા હતા કે મેં પાપ ઘોર કર્યું છે. તો તેનું ફળ પણ મારે ધોર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તો આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢપ્રહારીએ પોતાનું કલ્યાણ સાધ્યું.
પચ્ચકખાણ કરવાથી આશ્રવ દ્વારનો ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસોને ઘણો ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સદાય અનંત સુખને આપનાર એવું મોક્ષ સુખ મળે છે.
ગુરુ પાસે કેમ બેસવું? પછી શ્રાવકે સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરુનું આગમન થાય તો, તેમનો સારી રીતે આદરસત્કાર સાચવવો અને વળી ગુરુને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તો સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું, ગુરુ આસને બેઠા પછી પોતે આસને બેસવું. ગુરુને ભક્તિથી વંદના કરવી. ગુરુની સેવાપૂજા કરવી અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણવો. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂંઠે પણ ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે-પલાંઠી વાળવી, ઓઠિંગણ દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, એટલાં વાનાં ગુરુ પાસે વર્જવા.
દેશના સાંભળવાની રીતિ. વળી કહ્યું છે-શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી મન-વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરોબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રમાણે ગુરુની આશાતના ટાળવાને માટે ગુરુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી.
૧૮૬
દેશના-શ્રવણના લાભો
કહ્યું છે કે-શાસ્ત્રથી નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂં, સદ્ગુરુના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે.
ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય, સમ્યક્ત્વનું જ્ઞાન થાય, સંશય ટાળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિનો લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે, મોક્ષની ઈચ્છા થાય, શક્તિ માફક દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એવો પ્રદેશી રાજા, આમરાજા, કુમારપાળ, થાવચ્ચાપુત્ર વગેરેનાં દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે -
જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તો બુદ્ધિનો મોહ જતો રહે, કુપંથનો ઉચ્છેદ થાય. મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળવો. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કોઈ ઉપકાર કરવામાં ખામી રાખતો નથી. એ ઉપર પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે.
પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દષ્ટાંત
શ્વેતાંબીનગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેનો મંત્રી હતો. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવસ્તિનગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર શ્વેતાંબીનગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે -"હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, મ્હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતો, મરણ સમયે મેં એમને કહ્યું કે, "મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ-સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં.
વળી ચોરના મેં નખ જેવડા કટકા કર્યા તો પણ કયાંય પણ મને જીવ દેખાયો નહીં. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયો નહીં. વળી મેં છિદ્ર વિનાની કોઠી અંદર એક માણસને પૂર્યો અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયો. તેના
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૭
શરીરમાં પડેલા અસંખ્ય કીડા મે જોયા. પણ તે માણસનો જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણ માર્ગ મારા જોવામાં આવ્યો નહીં, એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.”
શ્રીકેશી ગણધરે કહ્યું "તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહીં. તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તો પણ તેમાં અગ્નિ, દેખાય એમ નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તોળો, તથાપિ તોલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તોળશો, તો તોલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરેલો માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સભળાય, પણ તે શબ્દ કયે માર્ગે બહાર આવ્યો? તે જણાય નહીં. તેમજ કુંભની અંદર પૂરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો? અને કુંભીની અંદર થયેલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા? તે પણ જણાય નહીં.”
એવી રીતે શ્રીકેશી ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું, "આપ કહો છો તે વાત ખરી છે. પણ કુળપરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું?” શ્રીકેશી ગણધરે કહ્યું, "જેમ કુળપરંપરાથી આવેલા દારિદ્રય, રોગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયો.
તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તે પરપુરુષને વિષે આસક્ત થઈ. એક દિવસે પૌષધને પારણે પ્રદેશ રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી અને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયો. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ અને બીકથી જંગલમાં નાસી ગઈ, ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોંચી.
એક વખત આમલકલ્પાનગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભ દેવતાને પૂર્વભવ તથા દેવના ભવથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશી રાજાનું દષ્ટાંત છે.
આમરાજા બપ્પભટ્ટસૂરિના અને કુમારપાળરાજા શ્રી હેમચંદ્રસૂરિનાં સદુપદેશથી બોધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે.
આમરાજાની કથા પાંચાળ દેશમાં કુંભ નામના ગામના બપ્પક્ષત્રિય પિતા અને ભટ્ટીનામની માતાનો સુરપાળ નામે પુત્ર હતો. દીક્ષા વખતે ગુરૂમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું. તે રોજના એક હજાર શ્લોક કંથસ્થ કરી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શકતા હતા. ગુરૂએ તેમને જ્યારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું.
એક વખત ગ્વાલીયરના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર પિતાથી રીસાઈને બપ્પભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યનો શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાએ રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પોતાને નગર બોલાવ્યા અને કહ્યું કે, આ રાજ્યનો આપ સ્વીકાર કરો.' સૂરિએ કહ્યું કે, દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી તો અમારે રાજ્યને શું કરવું છે?” રાજા આશ્ચર્ય પામ્યો પછી ગુરૂના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યો અને તેમાં સુવર્ણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યો. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપને વર્ણનાત્મક એક શ્લોક બોલી ઉઠયો. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અન્યોક્તિવાળો શ્લોક તેના પ્રાસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયો. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યો કે, હે રાજનું! તે પાપનો સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વૃથા જીવન ગુમાવી ન દે.' રાજાએ ત્યારપછી ગુરૂ મહારાજ પાસે વ્રતો ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બન્યો.
આમ રાજાને પોતાના પૂર્વભવ જાણવાની ઈચ્છા થઈ અને તેણે હું પૂર્વભવમાં કોણ હતો? તેમ ગુરૂ મહારાજને પૂછયું. ગુરૂએ તેને કહ્યું કે હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે અદ્યાપિ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકો દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યો. ગુરૂ મહારાજની સાનિધ્યતામાં સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દિગંબરીઓએ બચાવી પાડેલ તે તીર્થ શ્વેતામ્બરીઓને પાછું અપાવ્યું. ઈત્યાદિ વિસ્તાર ચતુર્વિશતિ પ્રબંધમાં છે.
- કુમારપાલની કથા હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું -
धर्मो जीवदया तुल्यो, क्वापि जगतीतले
तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः ।। (આ જગતમાં જીવદયા તુલ્ય કોઈ ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ.)
આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી કુમારપાળે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતનો સ્વીકાર કર્યો. અને અઢાર દેશમાં અમારિ પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પોતાની લાગવગ હતી ત્યાં અમારિ પળાવી. કુવે કુવે સર્વ જળાશયે પાણી ગળાવવાની વ્યવસ્થા કરાવી, એક વખત કુમારપાળે સામાયિકમાં પગે
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ચોંટેલ મંકોડો સેવકોથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દૂર મૂકી. પોતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નથી. સાત વ્યવસનો હિંસાના કારણરૂપ હોવાથી પોતાના દેશમાંથી તેનો નિષેધ કરાવ્યો ઈત્યાદિ સર્વ કુમારપાળ પ્રબંધથી જાણવું. હવે થાવચ્ચામપુત્રની કથા સંક્ષેપથી કહે છે.
૧૮૯
થાવચ્ચાપુત્રની કથા
દ્વારિકાનગરીમાં કોઈ સાર્થવાહની થાવચ્ચા નામે સ્ત્રી ઘણી ધનવતી હતી. થાવચ્ચાપુત્ર એ નામે ઓળખાતો તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યો.
થાવચ્ચા માતાએ ઘણો વાર્યો, તો પણ તેણે દીક્ષા લેવાનો વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચા માતા પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવચ્ચાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, "તું દીક્ષા લઈશ નહીં પરંતુ તું વિષયસુખ ભોગવ.” થાવચ્ચાપુત્રે કહ્યું કે, "ભય પામેલા માણસને વિષયસુખ ગમતા નથી.” કૃષ્ણે પૂછ્યું, "મારા છતાં તને ભય શાનો?” થાવચ્ચાપુત્રે કહ્યું, "મૃત્યુનો.”
પછી કૃષ્ણે પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવચ્ચાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂર્વી થયા અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યા.
તે સમયે વ્યાસનો પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પોતાના એક હજાર શિષ્ય સહિત હતો. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાષ્ઠી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારો હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય, તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતો હતો.
તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાનો શૌચમૂળ ધર્મ લેવરાવ્યો હતો. થાવચ્ચાપુત્ર આચાર્યે તેને જ ફરી પ્રતિબોધ કરી વિનયવાળા જિનધર્મને અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠના દેખતાં શુકપરિવ્રાજકને તથા થાવચ્ચાપુત્ર આચાર્યને એકબીજાને નીચે લખ્યા પ્રમાણ પ્રશ્નોત્તર થયા.
શુકપરિવ્રાજક :- "હે ભગવન્ ! + સરિસવય ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ?” થાવચ્ચાપુત્ર કહે, "હે શુકપરિવ્રાજક ! સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય(શર્ષપ, શર્શવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે.
+ ‘સરિસવય’ આ માગધી શબ્દ છે. ‘સદ્રશવય’ અને ‘સર્વપ‘ એ બે સંસ્કૃત શબ્દનું માગધીમાં ‘સરસવય’ એવું રૂપ થાય છે. સદ્રશવયા એટલે સરખી ઉંમરનો અને સર્પપ એટલે સરસવ.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા, શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક. પ્રાસુક સરિસવાય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અને પણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાક, અજાત, અને પણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્ય અને માસ પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો), બીજો અર્થ માસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્યમાષ (અડદ).
એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યે બોધ કર્યો ત્યારે પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવચ્ચપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબોધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા.
એટલામાં હંમેશાં લૂખો આહાર ખાધામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા, ત્યાં તેમનો ગૃહસ્થપણાનો પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પથ્યનો સારો યોગ મળ વાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તો પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી વિહાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક ચોમાસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો, ત્યારે પંથ કે ખમાવવાને અર્થે તેમના પગે પોતાનું માથું અડાયું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પોતાના ગુરુને રોપમાન થયેલા જોઈને પંથકે કહ્યું "ચાતુર્માસમાં થયેલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો."
પંથકનું એવું વચન સાંભળી શેલકમુનિરાજ વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, "રસવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્ત્રાપુત્રની કથા છે. ૧. ‘કુઝન્થ' શબ્દ માગધી છે. કુલત્થ' (કળથી) અને કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું કુલત્થ' એવું માગધીમાં એક જ રૂપ થાય છે. ૨. માસ (મહિનો), મેષ (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં ‘માન' એવું એક જ રૂપ થાય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૧
ક્રિયા અને જ્ઞાન વિષે તે માટે દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવો. સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિત ઉદ્યમ કરવામાં પ્રવૃત્ત થવું, કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી, પણ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેવું છે કે, ક્રિયા જ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભક્ષ્ય અને ભોગને જાણવાથી મનુષ્ય) તેના સુખનો ભોગી થઈ શકતો નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તો પણ નદીમાં જો હાથ હલાવે નહીં તો તે ડૂબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે, એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે.
દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપાક્ષિક ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુકૂલપાક્ષિક જ હોય ને સમ્યત્વી હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયસ્કરી છે.
જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેલું છે કે – અજ્ઞાનથી કર્મક્ષય થાય તે મંડુક(દેડકા)ના ચૂર્ણ સરખો જાણવો. (જેમ કોઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલો છતાં તેના કલેવરનું જો ચૂર્ણ કીધું હોય તો તેમાંથી હજારો દેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્ય જ્ઞાન સહિત ક્રિયા તો મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી.)
જેટલાં કર્મ ઘણા ક્રોડો વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (કર્મ) મન-વચન-કાયાની ગુપ્તિવાળો જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણો તપ ફલેશ કરતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણારૂપ અલ્પ ફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમદકાચાર્યની જેમ સમ્યક્રક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં.
તામલિતાપસ તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે મેં સુખ વૈભવ ખૂબ ખૂબ ભોગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ તે સવારે ઘરનો ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંખના કરી. મૃત્યુ પામી ઈશાનેન્દ્ર થયો. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે તપસમત્વપૂર્વક કર્યું હોત તો અવશ્ય મુક્તિ પામત. (આનો વિસ્તૃત અધિકાર-ભગવતી સૂત્ર-શતક ૩ ઉદેશા-૧.
પૂરણ તાપસ પૂરણ તાપસ વિભેલ સંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતો હતો. તે ઋદ્ધિવંત અને
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પુત્રપરિવારથી પરિવર્યો હતો. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે 'મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યાં છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.' સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. આતાપના લેવા માંડી તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પડેલું મુસાફરને આપે છે, બીજામાં પડેલું કૂતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં પડેલું પોતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી. સાઠ દિવસના ઉપવાસને અંતે મૃત્યુ પામી ચમરચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે. આ ચરમેન્દ્રે પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પોતાનાથી અધિક ઋદ્ધિ વૈભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે 'સૌધર્મેન્દ્ર કયાં છે ?’ તેજ વખતે સૌધર્મેન્દ્રે વજ્ર મૂકયું. વજ્ર દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ 'હે ભગવંત તમે મારૂં શરણ' એમ બોલતો તેમના બે પગની અંદર ભરાઈ ગયો. ઈન્દ્રે તુર્ત ઉપયોગ મુકી વજ્રને પાછું ખેંચી લીધું અને ચમરેન્દ્રને કહ્યું કે 'આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારો ભય રાખવાની જરૂર નથી.' પછી બન્ને ઈન્દ્રો ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા.
અંગાર મર્દક
અંગારમર્દક : ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે વિજયસેન સૂરિના શિષ્યે રાત્રે સ્વપ્નમાં પાંચસો હાથીથી યુક્ત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વપ્ન ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે ' કોઈ અભવ્ય ગુરૂ પાંચસો સારા શિષ્યો સહિત આવશે.’ તે પછી રૂદ્રાચાર્ય પાંચસો શિષ્યો સહિત આવ્યા. વિજયસેનસૂરિએ તેમની વૈયાવચ્ચ ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુનીતિએ જતાં પગથી ચમચમ શબ્દ થતાં રૂદ્રાચાર્યના શિષ્યો કોલસાને નહિ જાણવાથી અને જીવ છે તેવી બુદ્ધિથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ માટે ઉઠયા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો તેમને દયા ન આવી અને બોલી ઉઠયા કે 'અહો ! આ અરિહંતના જીવો પોકાર કરે છે.’ આ શબ્દ વિજયસેનસૂરિએ અને તેમના શિષ્યોએ સાંભળ્યો. સવારે તેમણે તેમના શિષ્યોને રૂદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિર્યુક્ત કર્યા. જે માટે કહેવાય છે કે –
૧૯૨
જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરુષનું જ્ઞાન તથા મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્ફલ છે. અહીં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણ આંધળાનું, માર્ગના જાણ છતાં ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખોટે માર્ગે ચાલવા ઈચ્છા રાખનાર પુરુષનું એમ ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવા; કારણકે, દૃષ્ટાંતમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કોઈ ઠેકાણે જઈ શકતા નથી.
ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણનો સંયોગ થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે; માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરવો એ રહસ્ય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૩
સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે ષેિ એવી રીતે ગુરુ વાણી સાંભળીને ઉઠતી વખતે સાધુના કાર્યનો નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે- સ્વામી, આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ નિરાબાધ સુખે વર્તા? આપના શરીરમાં કાંઈ પીડા તો નથી? આપના શરીરમાં કંઈ વ્યાધિ તો નથી ને? કાંઈ વૈદ્ય કે ઔષધાદિકનું પ્રયોજન છે? આજે આપના કાંઈ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે? એમ પ્રશ્ન કરવાથી (પૂછવાથી) મહાનિર્જરા થાય છે, કહેલું છે કે -
ગુરુની સામા જવું, વંદન કરવું, નમસ્કાર કરવો, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં કરેલાં પણ કર્મ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવંદનાવસરે પૂર્વમાં ઈચ્છકાર સુહરાઈ ઈત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ, અહીં સંપૂર્ણપણે જાણવા માટે અને તેનો ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ બોલવો.
ગુરુને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કીધા પછી વિશેષથી કરવી, જેમકે, "સુહરાઈ સુહદેવસી સુખતા શરીર નિરાબાધ ઈત્યાદિક" બોલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરુના સમ્યક સ્વરૂપ જાણવા માટે છે તથા તેના ઉપાયની યોજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને, રૂછારી ભવન પસાય છરી સુખU TU નેvi મસા-પાઇ વાફ-સાફમેvi वत्थपडिग्गहकंबलपायपुच्छणेणं पाडिहारिअपीठफलगसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयवं अणुग्गहो कायव्वो।
ઈચ્છા કરી હે ભગવન્! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયપુંછણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શયા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારો (શયાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ,) એમ પ્રગટપણે નિમંત્રણા કરવી.
આવી નિમંત્રણા તે વર્તમાનકાળે બૃહતુવંદના કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તો સૂર્ય ઊગ્યા પછી જ્યારે પોતાને ઘેર જાય ત્યારે નિમંત્રણા કરે. જેને ગુરુની પાસે પ્રતિક્રમણ કરવાનો યોગ બન્યો ન હોય તેણે તો જ્યારે ગુરુને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણેભાગે તો દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈદ્યાદિકની પાસે ચિકિત્સા (રોગની પરીક્ષા) કરાવી ઔષધાદિક આપે. જેમ યોગ્ય હોય એમ પથ્યાદિક વહોરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે -
જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિક, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યોગ્ય લાગે તેમ આપવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ્યારે પોતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈ દઈને વહોરાવે. જો એમ ન કરે તો ઉપાશ્રયે કરેલી નિમંત્રણા નિષ્ફલ થાય છે અને નામ દઈને વહોરાવતાં પણ જો સાધુ વહોરે નહીં તો પણ લાભ છે. કહ્યું છે કે -
મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણા કરવાથી) વધારે પુન્ય થાય છે. અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે; માટે દાન તો કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે. - ગુરુને જો નિમંત્રણા ન કરીએ તો આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી, માટે નિમંત્રણા ન કરવાથી મોટી હાનિ થાય છે.
દરરોજ સાધુને નિમંત્રણા કરતાં પણ જો આપણે ઘેર વહોરવા ન આવે તો પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે.
દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દષ્ટાંતા જેમ વિશાળા નગરીમાં છબસ્થ અવસ્થામાં ચાર મહિનાના ઉપવાસ ધારણ કરી કાઉસ્સગે ઉભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરરોજ પારણાની નિમંત્રણા કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણી નિયંત્રણા કરી પોતાને ઘેર આવી, ઘરઆંગણે બેસી ભાવના ભાવવા લાગ્યો કે –
અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે, ઈત્યાદિક ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને પારણું તો પ્રભુએ મિથ્યાદષ્ટિ કોઈક (પૂર્ણશેઠ)ને ઘેર ભિક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં, એટલો જ માત્ર તેને લાભ થયો. બાકી તે વખતે જો જીર્ણશેઠ દેવદુંદુભિનો શબ્દ ન સાંભળત તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીએ કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે.
આહારાદિક વહોરાવવા ઉપર શાલિભદ્રનું દાંત તથા ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થકર ગોત્રની બાંધનારી રેવતી શ્રાવિકાનું દષ્ટાંત જાણવું.
શાલિભદ્ર
ગોભદ્રશેઠ અને ભદ્રા શેઠાણીનો પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતો. શ્રેણિકની પત્નીએ એક રત્નકંબલની રાજા પાસે માંગણી કરી. પણ રાજા તે ન લઈ શક્યો જે શાલિભદ્ર સોળે કંબલ લઈ લીધી અને તેની સ્ત્રીઓએ એક દિવસ પહેરી બીજે દિવસે કાઢી નાંખી, શ્રેણિક આવા વૈભવીને દેખવા જાતે ગોભદ્ર શેઠને ત્યાં આવ્યો. તેનો વૈભવ અને સમૃદ્ધિ જોઈશ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યો. પણ રાજાના આવવાથી શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જાગ્યો તેને પ્રથમ તો લાગેલું કે રાજા કોઈ દયની વસ્તુ હશે માટે ખરીદી લો.” પણ માતાએ સમજાવ્યું કે તે તો આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી છીએ.” શાલિભદ્રને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છોડયો મોહ છોડયો સંયમ લીધું અને છેવટે ઈચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની ઋદ્ધિ એ પૂર્વભવના મુનિદાનનો પ્રતાપ હતો.
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૫
પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાનો પુત્ર હતો. ઉત્સવના પ્રસંગમાં સૌ છોકરાઓએ ખીર ખાધી તે આ બાળકે જોઈ મા પાસે ખીરની માગણી કરી. માતાએ લોકો પાસેથી દૂધ ચોખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કોઈ તપસી મુનિ પધાર્યા. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહોરાવી અને અનુમોદના આપી કે 'અહો મારું આવું ભાગ્ય કયાંથી ?” પછી તેણે ખીરભોજન કર્યું. રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ બાળકે તે દાનને અનુમોદના આપી. અંતે મૃત્યુ પામી તે શાલિભદ્ર થયો.
રેવતી શ્રાવિકા શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોવેશ્યા મુકી. તેજો વેશ્યાને લીધે ભગવાન લોહીના અતિસારથી છ માસ પીડાયા. સિંહમુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી કોળાપાક હોરી ભગવાનને વપરાવ્યો. જેથી ભગવાનનો રોગ શાંત થયો. અને રેવતી શ્રાવિકાએ તે કોળાપાક એવી પ્રબળ ભાવનાવૃદ્ધિથી વહોરાવ્યો કે તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું અને આવતી ચોવીશીમાં સત્તરમાં સમાધિ નામે તીર્થંકર થઈ મોક્ષ પામશે.
ગ્લાન સાધુની વૈયાવચ્ચ ષેિ. ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે, હે ગૌતમ! જે ગ્લાન સાધુની સેવા કરે છે, તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દર્શનને અંગીકાર કરે છે તે ગ્લાનની સેવા કર્યા વગર રહે જ નહીં. અહંતના દર્શનનો સાર એ છે કે, જિનઆણા પાળવી.
ગ્લાનની સેવા કરવા ઉપર કીડા અને કોઢથી પીડિત થયેલા સાધુનો ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનંદ નામા વૈદ્યનું દષ્ટાંત સમજવું.
જીવાનંદ વૈધ ભગવાન ઋષભદેવનો જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાનંદ વૈદ્ય પણે ઉત્પન્ન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્રો હતા. એક વખત ગુણાકર મુનિ વહોરવા પધાર્યા. તેમને કોઢનો રોગ હતો અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રો ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ લઈ આવ્યા. જીવાનંદ લક્ષપાક તૈલ લાવ્યો. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબલ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબલમાં ચોંટયા. રત્નકંબલ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે બે ત્રણવાર કરી મુનિને રોગ રહિત કર્યા, આ પુણ્ય ઉપાર્જનથી છએ મિત્રો ઍવી બારમે દેવલોકે ગયા. તેમજ સુસ્થાનકે સાધુને ઉતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે, જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે –
વસતિ (ઉપાશ્રય), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક જો અધિક ધનવાન ન હોય તોય થોડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જોગથી યુકત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે. તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કોશા શ્રાવિકા વિગેરે સંસારરૂપ સમુદ્ર તર્યા છે.
જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બેન જયંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શયાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી સમવસર્યા. જયંતી પોતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ ત્યાં તેણે ભગવંતનો જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસ ખમણને અંતે નિર્વાણ પામી. (ભગવતીસૂત્ર શતક ૧૨. ઉદ્દેશો-૨).
વંકચૂલની કથા એક નગરીમાં વિમલયશ નામે રાજાને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુષ્પચૂલના ઉદ્ધત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળી કાઢી મૂક્યો તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલોએ વંકચૂલને તેનો રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્યો.
એક વાર તેની અટવીમાં કોઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયો. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧. અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨. સાત આઠ પગલાં પાછા હઠીને કોઈના ઉપર ઘા કરવો. ૩. રાજાની સ્ત્રી ભોગવવી નહિ. ૪. કાગડાનું માંસ ખાવું નહિ. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચયે વંકચૂલ હળવા પરિણામવાળો થયો.
સમય જતાં આ ચારે નિયમોની કસોટીનો પ્રસંગ વંકચૂલને પોતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થયો. એક સમયે ચોરોની સાથે કોઈ સાર્થને લુંટી તે જંગલમાં પેઠો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનોહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પોતાને નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદારો મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડી કે અજ્ઞાત ફળ કિંપાકનાં હતાં. રાત્રે ઘેર આવ્યો. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કોઈ જુવાન પુરુષ સાથે એક જ શયામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેનો ક્રોધ સમાયો નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાવી મુકવાનો નિશ્ચય કર્યો કે તુરત જ મુનિનો નિયમ યાદ આવ્યો અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરુષે અવાજ કર્યો કે એ કોણ છે?' આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉઠયો કે અરે આ તો મારી બેન વંકચૂલા.” એકવાર વંકચૂલ ઉજ્જયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બારણેથી દાખલ થયો. જુવાન દેખાવડા વંકચૂલને જોઈ રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પોતાની સાથે ભોગ ભોગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ રોકકળ કરી ચોર ચોર' બૂમ પાડી. પહેરેગીરો વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતો તેથી તેને
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૭
છોડી મુક્યો અને પોતાના પુત્રપણે સ્થાપ્યો. એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયો વૈદ્યોએ કાગડાના માંસનો ઉપચાર કરવા કહ્યો. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાનો નિર્ણય કર્યો. છેવટે વંકચૂલ નિયમોને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવલોકે ગયો.
અવંતી સુકુમાર ઉજ્જૈની નગરીમાં ધના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિ સુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતો. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણી પાસે વસતિની યાચના કરી રાત્રિ વાસ રહ્યા. રાત્રે પ્રતિક્રમણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુલ્મના વર્ણનનો સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિ સુકુમારે ઉંચા કાને સાંભળ્યો, અને તેણે પોતે તે સર્વે અનુભવ્યું હોય તેમ લાગ્યું, રાત્રેને રાત્રે તે મુનિઓ પાસે ગયો આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે જોયું છે ?' 'અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે.” અવંતિ સુકુમારે વળતાં કહ્યું કે 'ભગવંત ! આ સ્થાન હું શી રીતે મેળવી શકું?' સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે. તે મુનિના ઉત્તરથી અવંતિ સુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બન્યો. અણસણ આદરી એક જ દિવસનો સંયમ પાળી મૃત્યુ પામી અવંતિ સુકુમાર નલિનીગુલ્મ વિમાનમાં ગયો.
કોશાવેશ્યા પાટલીપુરમાં કોશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોધ કરવા ગુરૂ આજ્ઞા લઈ સ્થૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા હાવભાવ વિલાસ તથા તેમનો અને પોતાનો પૂર્વસંબંધ વિગરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ ક્ષુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બાવ્રત આપ્યાં. ચોથાવ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ સિવાય બીજાનો સંગ ન કરવો તેવો તેણે નિયમ લીધો.
એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મોકલ્યો રથકાર યુવાન અને કામદેવ સરખો હતો. રથકારે આવતા વેત પોતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દુર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તોડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેનો ગર્વ તોડવા સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે “આંબાનું તોડવું કે સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચવું કઠિન નથી પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતી સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે, રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કોશ્યાએ બોધ પમાડ્યો. આ રીતે વસતિદાન આપવાથી કોશાવેશ્યા મુનિના પરિચય ઉપદેશ પામી પ્રતિબોધ પામી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જેનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા શ્રાવક સર્વ પ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકો (જેનના પી)ને નિવારે, અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયોગ્ય શિક્ષા આપે, જે માટે કહેવું છે કે -
છતી શક્તિએ આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી.
જેમ અભયકુમારે પોતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભિખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા.
અભયકુમાર શ્રેણિક રાજાનો બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઠિયારાએ સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાત લોકો ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કરી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી તેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને આ રત્નરાશિ જોઈએ તે લઈ જાઓ' લોકોનાં ટોળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પર્શ ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.' ભેગા થયેલા સૌ એકબીજા સામું જોઈ પાછા ફર્યા. અભયકુમારે કહ્યું કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યો. જ્યારે તમે દોડતા આવ્યા તો તમે ભીખારી છો કે તે?' નિંદા કરનાર લોકો શરમિંદા થયા અને તેમને પોતાની ભૂલ સમજાઈ.
સાધ્વીને સુખશાતા પૂછવી જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું, તેમજ (સાધુની જેમ) સાધ્વીને પણ સુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, કુશીળીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવો. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓ વગેરેને તેઓની પાસે નવા અભ્યાસ વિગેરે કરવા રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની વગેરેને તેઓની પાસે શિપ્યારૂપે સમર્પવી.
વિસ્મૃત થઈ ગયેલી કરણીઓ તેઓને સ્મરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવવાં. એક વાર અયોગ્ય વર્તણુક થાય તો કઠણ, નિષ્ફર વચન કહીને ધમકાવવાં; તેમ કરતાં પણ જો ન માને તો પછી કઠોર વચન કહીને પણ તાડના-તર્જના કરવી. ઉચિત સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં.
ગુરુ પાસે અભ્યાસ કરવો. ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવો. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૯ આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયું જાણીને) દાન આપવું અને નવો અભ્યાસ કરવો, એવી કરણીઓ કરવામાં દિવસ વાંઝિયો ન કરવો. * પોતાની સ્ત્રી, ભોજન અને ધન, એ ત્રણ પદાર્થમાં સંતોષ કરવો, પણ દાન, અધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં, ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી દીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું ત્વરાથી કરી લઉં અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે હું તો અજર અમર છું માટે શીખાય એટલું શીખે જ જવું, એવી બુદ્ધિ ન રાખે તો શીખી જ શકાય નહીં.
અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસનો કરનાર મુનિ નવા નવા પ્રકારના સંયોગ (વૈરાગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે પ્રાણી આ લોકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણી આવતા ભવમાં તીર્થકરપદને પામે છે. અને જે પોતે બીજા શિષ્યાદિકને સમ્યજ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલો બધો લાભ થશે તેનું શું કહેવાય?
ઘણી જ થોડી બુદ્ધિ હોય તો પણ નવો અભ્યાસ કરવામાં ઉદ્યમ રાખવાથી માપ-તુષાદિક મુનિની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાનાદિકનો લાભ પામી શકાય છે. માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એ જ શ્રેયસ્કર છે.
માસતુષ મુનિની કથા એક આભીરના પુત્રે મોટી ઉંમરમાં દીક્ષા લીધી. આવશ્યકના યોગોધ્વહન પછી ઉત્તરાધ્યયનના યોગ વખતે તેને પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો તેથી તેને ઘણી મહેનત કર્યા છતાં કાંઈ આવડ્યું નહિ. આથી ગુરૂએ 'મા રૂપ મા તુષ” એટલે કોઈપણ ઉપર ક્રોધ ન કરવો કે પ્રેમ ન રાખવો.” એ પદ ગોખવાનું આપ્યું. આ પદ સતત મોટા અવાજથી મુનિ ગોખવા લાગ્યા પણ તે બરાબર યાદ ન રહેતાં મા રુષ મા તુષ'ને બદલે માસ તુષ માસ તુષ” ગોખતાં છોકરાઓએ તેમનું નામ નિંદા અને હાસ્યથી માસ તુષ' પાડ્યું. લોકોના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પોતાના પૂર્વ કર્મને સંભારી મુનિ સંવેગમાં સ્થિર થયા. બાર બાર વર્ષ સુધી આ પદ ગોખું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણ તેનો ભાવ. "ક્રોધ ન કર અને પ્રેમ ન કર.” તે તો હૃદયગત વણાઈ ગયો અને મુનિ ક્ષેપક શ્રેણિ પામી મા રૂષ મા તુષ પદના જ્ઞાન સાથે સર્વ જ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા.
દ્રવ્ય ઉપાર્જન વિધિ જિનપૂજા કરી ભોજન કર્યા પછી જો રાજા વગેરે હોય તો કચેરીમાં, દીવાન વગેરે હોટો હોદેદાર હોય તો રાજસભામાં, વ્યાપારી વગેરે હોય તો બજાર કે દુકાને અથવા પોતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનનો વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ મધ્યમ અધમ જાતિ-કુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એક સરખો ખરેખર) ન્યાય કરવો.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨OO
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ન્યાય ઉપર દષ્ટાંત - કલ્યાણકટકપુર નગરને વિષે યશોવર્મા રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયમાં ખરો ન્યાય આપનાર છે. એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધ્યો હતો. એક વખતે તેની રાજ્ય અધિષ્ઠાયિકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયો કે, આ રાજાએ જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરો છે કે ખોટો છે તેની પરીક્ષા કરવી જોઈએ.’ એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઉભી રહી.
એવા અવસરમાં તે જ રાજાનો પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતો તે જ માર્ગે આવ્યો. ઘણા જ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો; જેથી ગાય પોકાર કરવા લાગી અને જેમ રોતી હોય એમ આમતેમ જોવા લાગી, તેને અવાજ કરતાં કોઈક પુરુષે કહ્યું કે, રાજદરબારમાં જઈ તારો ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી, અને પોતાના શીંગડાના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી.
આ વખતે રાજા ભોજન કરવા બેસતો હતો, છતાં તે ઘંટાનો શબ્દ સાંભળી બોલ્યો કે, અરે કોણ ઘંટા વગાડે છે? નોકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી ! કોઈ નથી. તમો સુખેથી ભોજન કરો. રાજા બોલ્યો આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભોજન કરાય ? એમ કહી ભોજન કરવાનો થાળ એમ જ પડતો મૂકી પોતે ઉઠીને દરવાજા આગળ જુએ છે તો ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યો કે, શું તને કોઈએ પીડા આપી છે! તેણીએ માથું ધુણાવીને હા કહી. જેથી રાજા બોલ્યો કે, ચાલ મને દેખાડ, કોણ છે? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જે જગાએ વાછરડાનું કલેવર પડેલું હતું ત્યાં આવી તે ગાયે બતાવ્યું
ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નોકરોને હુકમ કર્યો છે, જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવો. આ હકીકત કેટલાક લોકો જાણતા હતા, પરંતુ તે વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે? એવું સમજી કોઈ બોલ્યું નહીં તેથી રાજા બોલ્યો કે, જ્યારે આ વાતનો નિર્ણય અને ન્યાય થશે ત્યારે જ હું ભોજન કરનાર છું. તો પણ કોઈ બોલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઉભા એક લાંઘણ થઈ તથાપિ કોઈ બોલ્યું નહિ.
ત્યારે રાજપુત્ર પોતે જ આવીને કહેવા લાગ્યો કે, "પિતાજી ! હું એના ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનો હોય તે મારો કરો.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બોલાવી પૂછયું કે, આ ગુન્હાનો શો દંડ કરવો? તેઓ બોલ્યા કે સ્વામી ! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય? રાજા બોલ્યો કે કોનું રાજ્ય? કોનો પુત્ર ! મારે તો ન્યાયની સાથે સંબંધ છે, મારે તો ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
છે કે, દુષ્ટનો દંડ, સજ્જજનો સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે.
૨૦૧
સોમનીતિમાં પણ કહેલું છે કે, "અપરાધના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરવો.” માટે આને શું દંડ આપવો યોગ્ય લાગે છે ? તે કહો. તો પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ પણ બોલ્યા નહીં, અણબોલ્યા રહ્યા. રાજા બોલ્યો-આમાં કોઈનો કંઈ પણ પક્ષપાત રાખવાની જરૂર નથી, ન્યાયથી જેણે જેવો અપરાધ કીધેલો હોય તેને તેવો દંડ આપવો જોઈએ. માટે આણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણ ચક્કર ફેરવવું યોગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહીંયાં તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને કહ્યું કે, આના ઉપર ગાડીનું ચક્કર ચલાવો, પણ તેણે ગાડી ચલાવી નહીં.
ત્યારે લોકો ના પાડતાં છતાં પણ રાજા પોતે તે ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે, તે જ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની (બનેલી ગાયને બદલે ખરી દેવીએ) જયજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી કહ્યું કે - રાજન્ ! ધન્ય છે તને, તેં આવો ન્યાય અધિક પ્રિયતમ ગણ્યો, માટે ધન્ય છે તને, તું ચિરકાળપર્યંત નિર્વિઘ્ન રાજ્ય કર, હું ગાય કે વાછરડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું એવું ચિરકાળ રાજ્ય નિર્વિઘ્ને ચલાવજે. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ.
રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાનું અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણકય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે -
રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકોનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં મ્હોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા એ બન્નેના હિતના કાર્યનો કરનાર મળવો મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાનો ધર્મ સાચવીને ન્યાય ક૨વો.
વ્યાપાર-વિધિ
વ્યાપારીઓને ધર્મનો અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે) તો ધર્મમો વિરોધ થતો નથી. તે જ વાત મૂલગાથામાં કહે છે –
વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન-વચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે. વળી દેશાદિક વિરુદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે. તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે, ઉચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરામાત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે કે પોતે અંગીકાર કરેલ વ્રત પચ્ચક્ખાણ કે
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લોભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત-પચ્ચખાણ ભૂલી જઈ ધન કમાવાની દષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણા જણને પ્રાયે વ્યાપાર વખતે એમ જ વિચાર આવી જાય છે કે -
"એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુપે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું."
ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર
અહીં અર્થચિંતા કરવી એમ આગળ કહેવું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થ-ચિંતા કરે છે. કેવલિ-ભાષિત આગમ તેવા સાવદ્ય વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે? અનાદિકાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોકો જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહોરાત્ર ઉદ્યમ કરે છે. તેના એક લાખમાં ભાગ જેટલો પણ ઉદ્યમ જો ધર્મમાં કરે તો શું મેળવવાનું બાકી રહે ?
આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિકલોકો વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પોતાની વિઘાથી, કણબી લોકો ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોકો ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લોકો સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે.
વ્યાપાર
ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ, આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. "ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણાં છે." એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જઈએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
વિધા ઔષધ, રસ, રસાયન, અંજન, વાતુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી વિવિધ પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માંદો પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણો લાભ થાય છે. ઠેકઠેકાણે બહુમાન મળે છે.
કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે; તથા રોગીના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસોના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરુષોના મિત્ર જોષી જાણવા.
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૦૩
વ્યાપારમાં ગાંધીનો જ વ્યાપાર સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સો ટકે વેચાય છે. આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે-સુભટો રણસંગ્રામની, વૈદ્યો મોટા મોટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણો ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લોકોમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લોકો માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય?
કેટલાક વૈદ્ય તો પોતાના સાધર્મી દરિદ્રી, અનાથ મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવા ઈચ્છે છે. અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રોગીને ખવરાવે અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધવંતરીની જેમ જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે. હવે થોડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદ્યની જેમ ઈહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી.
ખેતી હવે ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી તથા ત્રીજી બન્ને-વરસાદ તથા પાણીથી થનારી. ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો પાળીને પોતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે –
હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર પામર લોકોની, ખડ્ઝની ધારા ઉપર સુભટોની લક્ષ્મી તથા શૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત્ બીજી કાંઈ વૃત્તિ ન હોય અને ખેતી જ કરવી પડે તો વાવવાનો સમય વગેરે. બરાબર ધ્યાનમાં રાખવો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તો મનમાં ઘણી દયા રાખવી. કેમકે જે ખેડૂત વાવવાનો વખત ભૂમિનો ભાગ કેવો છે? તે તથા તેમાં કયો પાક આવે? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય, તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતો હોય, તેણે પોતાના મનની અંદર રહેલો દયાભાવ છોડવો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વર્જવું.
કળા કૌશલ્ય હવે શિલ્પકળા સો જાતની છે, કહ્યું કે-કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિલ્પ જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકની બીજાથી જુદી પાડનારી હોવાથી જુદી ગણીએ તો ઘણા જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થયેલું તે શિલ્પ કહેવાય છે, ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવેલું ખેતી-વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-આચાર્યના ઉપદેશથી થયેલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે અને ખેતી, વ્યાપાર, આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહીં પ્રત્યક્ષ કહ્યાં, બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે.
કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે બુદ્ધિથી કર્મ (કાર્ય કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દષ્ટાંત કહે છે -
બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તેમણે બુદ્ધિ આપનારા લોકની દુકાને જઈ પાંચસો લપિયા આપી એક બુદ્ધિ લીધી "બે જણા લડતા હોય ત્યાં ઉભા રહેવું નહીં." ઘેર આવ્યો મિત્રોએ પાંચસો રૂપિયે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી તથા પિતાએ પણ ઘણો ઠપકો આપ્યો. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો, ત્યારે દુકાનદારે કહ્યું કે "જ્યાં બે જણાની લડાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું." એમ તું કબૂલ કરતો હોય તો રૂપિયા પાછા આપું. તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આપ્યા.
હવે એક સમયે માર્ગમાં બે સુભટોનો કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભો રહ્યો. બને સુભટોએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યો, ન્યાય કરવાનો સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સુભટોએ મદનને કહ્યું, "જો મારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે, તો તારું આવી બન્યું એમ જાણજે." એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થયેલા ધન શ્રેષ્ઠીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ દ્રમ્મ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે તું તારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયો, એ બુદ્ધિકર્મ ઉપર દષ્ટાંત કહ્યું છે.
વ્યાપાર આદિ કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા.
સેવા. ૧ રાજાની, ૨. રાજાના અમલદાર લોકોની, ૩ શ્રેષ્ઠીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહોરાત્ર પરવશતા આદિ ભોગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે સેવક કાંઈ ન બોલે તે મૂંગો કહેવાય, જો છૂટથી બોલે તો બકનારો કહેવાય, જો આવો બેસે તો બુદ્ધિહીન કહેવાય, જો સહન કરે તો હલકા કુળનો કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવો સેવાધર્મ બહુ જ કઠણ છે.
જે પોતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથુ નમાવે, પોતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજો કોણ મૂર્ખ હશે?
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૦૫ પારકી સેવા કરવી તે શ્વાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નચ છે એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ કરવો. કેમકે-મોટો શ્રીમાન્ હોય તેણે વ્યાપાર કરવો, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા કરવી.
સેવા કોની કરવી સમજી, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવા જ ગુણ હોય, તે ધણીની સેવા કરવી. કેમકે જે કાનનો કાચો ન હોય તથા શૂરવીર, કરેલા ઉપકારનો જાણ, પોતાનું સત્ત્વ રાખનારો, ગુણી, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનારો એવો ધણી સેવકને ભાગ્યથી મળે છે, ક્રૂર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળનો રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પોતાનો અધિપતિ ન કરવો. જે માણસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવંત થવાને ઈચ્છે છે, તે પંગુ છતાં પોતાને ઋદ્ધિપ્રાપ્ત થવાને અર્થે સો યોજના પગે જવાની ધારણા કરે છે; અર્થાત્ તે નકામી એમ સમજવું.
કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે-વૃદ્ધ પુરુષોની સંમતિથી ચાલનારો રાજા સપુરુષોને માન્ય થાય છે, કારણ કે ખરાબ ચાલના લોકો કદાચિત તેને ખોટે માર્ગે દોરે તો પણ તે જાય નહીં. ધણીએ પણ સેવકના ગુણ પ્રમાણે તેનો આદર સત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે – જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંકિતમાં ગમે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાંગી જાય છે.
સેવક કેવો હોય ? સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમકે, સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારો હોય તો પણ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાનો? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારો ન હોય તો તેથી પણ શું લાભ થવાનો? | માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હોય તે જ રાજાના સંપકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થઈ પડે એવા જાણવા અને જેમનામાં ગુણ ન હોય તે સેવક સ્ત્રી સમાન સમજવા.
કદાચિત્ રાજા પ્રસન્ન થાય તો તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકો તો તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાધ્ર, હાથી અને સિંહ એવા ક્રૂર જીવોને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરુષોએ "રાજાને વશ કરવો એ વાત સહજ છે."
રાજાને વશ કરવાની રીતિ રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે :- ડાહ્યા સેવકે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધણીની બાજુએ બેસવું, તેના મુખ ઉપર દષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીનો સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવા. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઉંચા આસન ઉપર પણ ન બેસવું, ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે બહુ પાસે બેસીએ તો ધણીની અકળામણ થાય, બહુ દૂર બેસે તો બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજી કોઈ માણસને ખોટું લાગે અને પાછળ બેસે તો ધણીની દષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.
સ્વામિ આદિને વિનંતિ કયારે કરવી થાકી ગયેલો; સુધાથી તથા તૃપાથી પીડાયેલો ક્રોધ પામેલો, કોઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારો તથા બીજા કોઈની વિનંતિ સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણી હોય તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું.
| "પૂર્વે મેં જ એ સળગાવ્યો છે, માટે હું એની અવહેલના કરું, તો પણ એ મને બાળશે નહીં" એવી ખોટી સમજથી જો કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે તો તે તત્કાળ બાળી નાંખે છે. તેમ "મેં જ એને હિમ્મતથી રાજપદવીએ પહોંચાડ્યો છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી પણ અડાડે તો તે રુષ્ટ થયા વગર રહે નહીં. માટે તે રુટ ન થાય તેમ ચાલવું.
કોઈ પુરુષ રાજાને ઘણો માન્ય હોય તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરવો, કારણ કે, "ગર્વ વિનાશનું મૂળ છે." એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :
દિલ્હી શહેરના બાદશાહના મોટા પ્રધાનને ઘણો ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે, "રાજ્ય મારા ઉપર જ ટકી રહ્યું છે." એક સમયે કોઈ મોટા માણસ આગળ તેણે ગર્વની વાત પણ કહી દીધી, તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયો અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનારો એક નજીકમાં મોચી હતો તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નિશાની તરીકે રાંપડી લખતો હતો, તેનો વંશ હજી દિલ્હીમાં હયાત છે.
રાજસેવાની શ્રેષ્ઠતા આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તો ઐશ્વર્ય આદિનો લાભ થવો અશકય નથી. કહ્યું છે કે – શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ-પોષણ અને રાજાનો પ્રાસાદ એટલાં વાનાં તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરો, પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુનો સંહાર થાય નહિ. કુમારપાળ નાસી ગયા, ત્યારે વીસરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું.
કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પોલિયાનું કામ કરતો હતો. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પોતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ દિનાં સર્વ કામો પણ રાજસેવામાં જ સમાઈ જાય છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
એ મંત્રી આદિનાં કામો ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્લ્ડવાં.
કહ્યું છે કે-જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પોતાના પહેરવાનાં વસ્ત્ર વેચાતાં લઈને પહેરે છે કે શું ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. શ્રાવકે કેવાં રાજકાર્ય તત્ત્વાં ?
૨૦૭
હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે તો પણ ગુપ્તિવાળા, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તો ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે-તલા૨, કોટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કોઈ માણસને સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત્ કોઈ શ્રાવક સ્વીકારે તો તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની જેમ શ્રાવકોના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસોએ પાપમય એવા રાજકાર્યો કરવા છતાં તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પુણ્ય ઉપાર્જ્ડ નહિ તે માણસોને દ્રવ્યને અર્થે ધૂળ ધોનારા લોકો કરતાં પણ હું મૂઢ જાણું છું.
પોતાની ઉ૫૨ રાજાની ઘણી કૃપા હોય તો પણ તે શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કોપાવવો નહીં, તથા રાજા આપણને કાંઈ કાર્ય કરવા સોંપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જકરવી, એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવો હું કોઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં. મિથ્યાત્વથી મોહિત મતિવાળો રાજા કે ચક્રવર્તી ન થાઉં, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તો સમકિતના પચ્ચક્ખાણમાં "વિત્તીકંતારેણં” એવો આગાર રાખ્યો છે, તેથી કોઈ શ્રાવક જો મિથ્યાદષ્ટિની સેવા કરે, તો પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાનો યોગ મળે, તો મિથ્યાર્દષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
ભિક્ષા
સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર, ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે-હે ભગવતી ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે.
કેમકે માણસ જ્યાં સુધી મોઢેથી "આપો" એમ બોલે નહીં, એટલે માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજ્જા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉડાડીને લઈ જતો નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું એ યાચકોને લઈ જઉં તો મારી પાસે એ કાંઈ માંગશે.
રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનારો માણસ નિષ્કાળજી, બહુ ખાનારો, આળસુ અને ઘણી નિદ્રા લેનારો હોવાથી જગતમાં તદ્દન નકામો થાય છે. કહ્યું છે કે -
ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ કોઈ કાપાલિકના ભિક્ષા માંગવાના ટીકરામાં એક ઘાંચીના બળદે મોઢું ઘાલ્યું ત્યારે ઘણો કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, "મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મોટું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવ્યાથી આ નકામો થઈ પડે, માટે મને બહુ દિલગીરી થાય છે.
ભિક્ષાનાં ત્રણ ભેદ શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે એ કે-તત્ત્વનાં જાણ પુરુષોએ ૧ સર્વસંપન્કરી, ૨ પૌરુપદની, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને માવજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે. જે પુરુષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની જેમ સાવદ્ય આરંભ કરનારા સાધુની પૌરુષની કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનારો તે મૂઢ સાધુ, શરીરે પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેનો કેવળ પુરુષાર્થ નાશ પામે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી; એ લોકો જે પોતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિભિક્ષા કહેવાય છે. વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લોકો ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરી ધર્મી શ્રાવકે ભિક્ષા માગવી વર્જવી.
બીજાં કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તો પણ જેમ દુર્જનની મૈત્રીથી દોષો છે તેમ તેનાથી લોકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનારો થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે.
ઓઘનિર્યુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે, જીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહાર-નિહાર કરતાં તથા ગોચરીએ અન્નગ્રહણ કરતાં જો કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તો બોધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કોઈને લક્ષ્મી અને સુખ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે -પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, થોડી ખેતીમાં છે. સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તો બિલકુલ છે જ નહીં. ઉદરપોષણ માત્ર તો ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે-રૂત, અમૃત, મૃત, પ્રભૃત અને સત્યામૃત એટલા ઉપાયથી પોતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પોતાનો નિર્વાહ કદી પણ ન કરવો. ચૌટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃત તે ખેતી અને સત્યાવૃત એટલે વેપાર જાણવો. વિણક લોકોને તો દ્રવ્ય સંપાદન કરવાનો મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે-લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળવનમાં રહેતી નથી, પણ પુરુષોના ઉદ્યમરૂપ સમુદ્રમાં તેનું મુખ્યસ્થાન છે.
વિવેકી પુરુષે પોતાનો અને પોતાના સહાયક ધન, બળ, ભાગ્યોદય, દેશ, કાળ આદિનો વિચાર કરીને જ વ્યાપાર કરવો; નહીં તો ખોટ વગેરેનો સંભવ રહે છે. કહ્યું છે કે-બુદ્ધિશાળી પુરુષે પોતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તો લોકમાં કાર્યની અસિદ્ધિ, લજ્જા, ઉપહાસ, હીલના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કે -દેશ કયો છે ? મારા સહાયકારી કેવા છે ? કાળ કેવો છે ? મારે આવક તથા ખર્ચ કેટલું છે ? હું કોણ છું અને મારી શક્તિ કેટલી છે ? એ વાતનો દ૨૨ોજ વારંવાર વિચાર કરવો.
શીઘ્ર હાથ આવનારાં, વિઘ્ન વિનાનાં, પોતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધનો ધરાવનારાં એવાં કારણો પ્રથમથી જ શીઘ્ર કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી પુણ્ય અને પાપમાં કેટલો ભેદ છે ? તે જણાવે છે.
વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ
વ્યાપારમાં વ્યવહારની શુદ્ધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે.
દ્રવ્યશુદ્ધિ
તેમાં દ્રવ્યશુદ્ધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું. કહ્યું છે કે – ધર્મને પીડા કરનારૂં તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારું કરિયાણું ઘણો લાભ થતો હોય, તો પણ પુણ્યાર્થી લોકોએ કદિ ન લેવું કે ન રાખવું. તૈયાર થયેલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. .
વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય, તેમ હંમેશાં ચાલવું. દુર્ભિક્ષ આદિ આવ્યે છતે બીજી કોઈ રીતે નિર્વાહ ન થતો હોય તો, ઘણા આરંભથી થાય એવો વ્યાપાર તથા ખરકર્મ વગેરે પણ કરે. તથાપિ ખરકર્મ વગેરે કરવાની ઈચ્છા મનમાં ન રાખવી. તેવો પ્રસંગ આવ્યે કરવું પડે તો પોતાના આત્માની અને ગુરુની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજ્જા રાખીને જ તેવાં કાર્ય કરવાં.
સિદ્ધાંતમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે-સુશ્રાવક તીવ્ર આરંભ વર્ષે અને તે વિના નિર્વાહ ન થતો હોય તો મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અર્થે જ તીવ્ર આરંભ કરે; પણ આરંભ-પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કોઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે, એવા ધન્ય મહામુનિઓ ત્રણકોટિએ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કેવા માલનો વ્યાપાર ન કરવો? નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય? એવી શંકા હોય; અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થયેલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી લેવું. એટલે વખતે ખોટ આવે તો સર્વેને સરખે ભાગે આવે, કેમકે વ્યાપારી પુરુષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતો હોય તો, તેણે કરિયાણાં દીઠા વિના બાનું ન આપવું, અને આપવું હોય તો બીજા વ્યાપારીઓની સાથે આપવું.
ક્ષેત્રશુદ્ધિ ક્ષેત્રથી તો જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી અને વ્યસન આદિનો ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરવો. બીજે બહુ લાભ થતો હોય તો પણ ન કરવો.
કાલશુદ્ધિ કાળથી તો બાર માસની અંદર આવતી ત્રણ અઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જવી, અને વર્ષાદિઋતુ આશ્રયી જે જે વ્યાપારનો સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જવા. કઈ ઋતુમાં કયો વ્યાપાર વર્જવો? તે આ ગ્રંથમાં જ કહીશું.
ભાવશુદ્ધિ ભાવથી તો વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે : ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે, એમની સાથે થોડો વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતો નથી. પોતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લોકોથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકોની સાથે થોડો વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે-ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કોઈ કાળે પણ વ્યાપાર ન રાખવો.
ઉધાર કોને ન આપવું? પાછળથી આડું બોલનાર લોકોની સાથે ઉધારનો વ્યાપાર પણ ન કરવો, કેમકે - વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે, તો પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિંમત જેટલું નાણું તો ઉપજશે, પણ આડું બોલનારા લોકોને ઉધાર આપ્યું હોય તો તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષ કરી નટ, વિટ(વેશ્યાના દલાલ), વેશ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારનો વ્યાપાર થોડો પણ ન કરવો. કારણ કે તેથી મૂળ દ્રવ્યનો પણ નાશ થાય છે.
વ્યાજ-વટાવનો વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણો ફલેશ તથા વિરોધ થાય. વખતે ધર્મની હાનિ થાય. તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૧૧
મુગ્ધશેઠનું દષ્ટાંત. જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેનો મુગ્ધ નામે એક પુત્ર હતો. મુગ્ધ પોતાના નામ પ્રમાણે ઘણો ભોળો હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતો હતો. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીએ શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલી નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે મોટા ઉત્સવથી પોતાના પુત્રને પરણાવ્યો. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી. ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો.
"હે વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રખવી, ર કોઈને વ્યાજે દ્રવ્ય ધર્યા પછી તેની ઉઘરાણી ના કરવી, ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી, ૪ મીઠું જ ભોજન કરવું, ૫ સુખે જ નિદ્રા લેવી, ૬ ગામે ગામ ઘર કરવું, ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો, ૮ ઉપર કહેલી વાતમાં કાંઈ શંકા પડે તો પાટલિપુત્ર નગરે સોમદત્ત શ્રેષ્ઠી નામે મારો સ્નેહી રહે છે તેને પૂછવું.
મુગ્ધશ્રેષ્ઠીએ પિતાનો આ ઉપદેશ સાંભળ્યો, પણ તેનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યો નહીં. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠી ઘણો દુઃખી થયો. ભોળપણમાં સર્વ નાણું ખોયું. સ્ત્રી આદિલોકોને તે અપ્રિય બન્યો. "એકે કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખૂટી ગયું, એ મહામૂર્ખ છે.” એમ લોકમાં તેની હાંસી થવા લાગી..
પછી તે મુગ્ધશ્રેષ્ઠી) પાટલીપુત્ર નગરે ગયો. સોમદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશનો ભાવાર્થ પૂછયો. સોમદત્તે કહ્યું "સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી ખોટું વચન બોલવું નહીં. અર્થાત્ સર્વલોકને પ્રિય લાગે એવું વચન બોલવું. ર કોઈને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પોતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પોતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઈ હોય, તો જ તેની તાડના કરવી. તેમ ન હોય તો તે તાડના કરવાથી રોપ કરીને પિયર અથવા બીજે કોઈ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિંવા બીજી કોઈ રીતે આપઘાત કરે, ૪. મીઠું જ ભોજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાંજ ભોજન કરવું, કારણ કે, પ્રીતિ તથા આદર એ જ ભોજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારે જ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. ૫ સુખે જ નિદ્રા કરવી એટલે જ્યાં કોઈ પ્રકારની શંકા ન હોય, ત્યાં રહેવું એટલે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પોતાની ઘરની જેમ ત્યાં ભોજનાદિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો એટલે તારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય બંધાય છે, તે ભૂમિ ખોદવી, જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે.” સોમદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવાર્થ સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લોકમાં માન્ય થયો. એ રીતે પુત્રશિક્ષાનું દષ્ટાંત કહ્યું છે. તે
માટે ઉધારનો વ્યવહાર ન જ રાખવો, કદાચિત્ તે વિના ન ચાલે તો સત્ય બોલનાર લોકોની સાથે જ રાખવો.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ચોગ્ય વ્યાજ લેવું વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે છે, જેથી શ્રેષ્ઠ લોકમાં આપણી હાંસ ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદર જ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમકે જેટલાં વચનનો નિર્વાહ કરી શકો, તેટલાં જ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા માર્ગમાં મૂક્વો ન પડે, તેટલો જ ભાર પ્રથમથી ઉપાડવો. કદાચિત્ કોઈ ઓચિંતા કારણથી ધનની હાનિ થઈ જાય, અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણ પાછું ન વાળી શકે, તો કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણદારને સંતોષ કરવો. એમ ન કરે તો વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડે.
દેવું ન રાખવું. વિવેકી પુરુષે પોતાની સર્વ શક્તિથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો. આ ભવે અને પર ભવે દુઃખ દેનારું ઋણ ક્ષણ માત્ર પણ માથે રાખે એવો કોણ મૂઢમતિ હશે? કહ્યું છે કે - ધર્મનો આરંભ, ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુનો ઉચ્છેદ અને અગ્નિનો તથા રોગનો ઉપદ્રવ મટાડવો, એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું. ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે. પોતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણ પાછું આપી ન શકાય તો, પોતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણ ઉતારવું, એમ ન કરે તો આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડો, બળદ, ઉંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે.
| ઉત્તમ લેણદાર કોણ! શાહુકારે પણ ઋણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માંગવું નહીં, કારણ કે, તેથી ફોગટ સંકલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, "તને આપવાની શક્તિ આવે ત્યારે મારું ઋણ આપજે અને ન આવે તો મારું એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી ઋણનો સંબંધ માથે ન રાખવો; કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તો, આવતે ભવે પાછો તે ઋણનો સંબંધ હોઈ વૈર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે :
ભાવડ શેઠનું દષ્ણતા ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો, તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂકયો.
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
૨૧૩
તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, "એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગું છું, તે આપો; નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરી છઢે દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન
પણ સારા થયા.
પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, "મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજય ગયો. ત્યાં લેપ્ટમમ પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ૠણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી.
ઋણના સંબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે. તે લોકમાં પ્રસિદ્ધ છે માટે ઋણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો. બીજું વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછું ન આવે, તો મનમાં એમ જાણવું કે તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તો, તે ધર્માર્થે ગણવાનો માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરુષે સાધર્મિક ભાઈઓની સાથે જ મુખ્ય માર્ગે વ્યવહા૨ ક૨વો, એ યોગ્ય છે. મ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય, અને તે જો પાછું ન આવે તો તે દ્રવ્ય ધર્માર્થે છે એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી, માટે તેનો કેવળ ત્યાગ કરવો અર્થાત્ તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે તો તે શ્રીસંધને ધર્માર્થે વાપરવાને અર્થે સોંપવું.
ધન-શસ્ત્ર વગેરે ખોવાય તો તેને વોસિરાવવાં
દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જો ચોર આદિ ચોરાઈ ગયેલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તો તે દ્વારા થતા પાપના ભાગીદાર આપણે થતા નથી એટલો લાભ છે. વિવેકી પુરુષે અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો.'એમ ન કરે તો અનંતા ભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં માઠાં ફળ ભોગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શિકારીએ હરણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હરણ હણાયો તે ધનુષ્ય, બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તો, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે – દૃઢ નિશ્ચયવાળો, કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તો લક્ષ્મી કેટલી દૂર જવાની ?
૨૧૪
જ્યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થોડું ઘણું તો નાશ પામે જ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થયેલા ધાન્યના પર્વત સરખા ઢગલા મળે, તો પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી ખોટ પણ ખમવી પડે. સમયે દુર્દેવથી ધનની હાનિ થાય, તો પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખોટ ગયેલું દ્રવ્ય ધર્માર્થ ચિંતવવું.
તેમ કરવાનો માર્ગ ન હોય તો તેનો મનથી ત્યાગ કરવો અને લેશમાત્ર પણ ઉદાસીનતા ન
રાખવી. કહ્યું છે કે-કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલો ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષો આપત્કાળ આવ્યે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બન્ને મોટા પુરુષોને ભોગવવી પડે છે. જુઓ ! ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ ! "ફાગણ માસે મારી સર્વ શોભા એકદમ હરણ કરી” એમ જાણી તું શા માટે ઝાંખો પડે છે ? થોડા સમયમાં વસંતૠતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ તારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દૃષ્ટાંત કહેવાય છે. જે નીચે પ્રમાણે છે – આભડ શેઠનું દૃષ્ટાંત
પાટણમાં શ્રીમાળી જ્ઞાતિનો નાગરાજ નામે એક કોટિધ્વજ શ્રેષ્ઠી હતો, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેષ્ઠી કોલેરાના રોગથી મરણ પામ્યો. 'શ્રેષ્ઠીને પુત્ર નથી’ એમ જાણી રાજાએ તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પોતાને પિયર ધોળકે ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાનો દોહલો ઉત્પન્ન થયો, તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યે પુત્ર થયો તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકોમાં 'આભડ’ એવા નામે પ્રખ્યાત થયો. પાંચ વર્ષનો થયો ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી "નબાપો, નબાપો.” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયો, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પરણ્યો. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટીધ્વજ થયો. તેને ત્રણ પુત્ર થયા.
અનુક્રમે સમય જતા માઠા કર્મના ઉદયથી તે આભડ નિર્ધન થયો. પોતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પોતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને રાંધીને ખાતો હતો. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે-જે લક્ષ્મી સ્નેહથી ખોળામાં બેસાડનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી બીજા ઉડાઉ લોકોના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભડ શ્રી હેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉભો થયો. દ્રવ્ય પરિમાણનો બહુ સંક્ષેપ કરેલો જોઈ શ્રી હેમાચાર્યજીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે નવ લાખ દ્રમ્પનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું.
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૧૫ પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો તેણે ધર્મકાર્યમાં વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ એકઠાં થયાં.
એક સમયે આભડે પાંચ દ્રમ્મ આપી એક બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો, તેને ઓળખી ખરીદ્યો, તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા, તેથી અનુક્રમે તે પૂર્વે હતો તેવો દ્રવ્યવાન થયો. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું વૃત વહોરાવતા. પ્રતિદિન સાધર્મિક વાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ આભડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વ સંઘની પૂજા બે વાર થતી હતી. તથા વિવિધ પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ જીર્ણમંદિરનો જીર્ણોદ્ધાર થતા હતા તથા ભગવાનની મનોહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી.
એવાં ધર્મકૃત્ય કરતાં આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંતસમય નજદીક આવ્યો ત્યારે આભડે ધર્મખાતાનો ચોપડો વંચાવ્યો, તેમાં ભીમરાજાના સમયના અઠાણું લાખ દ્રમ્મનો વ્યય થયેલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દિલગીર થઈને કહ્યું કે - "મેં કૃપણે એક ક્રોડદ્રમ્પ પણ ધર્મકાર્યમાં વાપર્યા નહીં." તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ્ય ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક ક્રોડ અને આઠ લાખ દ્રમ્મ ધર્મખાતે થયા. વળી બીજા આઠ લાખ દ્રમ ધર્મને માટે વાપરવાનો આભડના પુત્રોએ નિશ્ચય કર્યો. પછી કાળ-સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયો. આ રીતે આભડનો પ્રબંધ કહ્યો છે.
વૈર્યવૃત્તિ પૂર્વભવે દુષ્કતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે, તો પણ મનમાં ધીરજ રાખવી, કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણ સમાન છે. સર્વે દિવસ સરખા કોના રહે છે? કહ્યું છે કે આ જગતમાં સદાય સુખી કોણ છે? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કોણ નથી? અને વિષયાસક્ત કોણ નથી? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનું મૂળ એવો સંતોષ જ નિત્ય મનમાં રાખવો. તેમ ન કરે તો ચિંતાથી આ લોકનાં તથા પરલોકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે ચિંતા નામે નદી આશારૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે હે મૂઢ જીવ! તું તે નદીમાં ડૂબે છે, તને એમાંથી તારનાર સંતોષરૂપ જહાજનો આશ્રય લે. વિવિધ પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે, "પોતાની ભાગ્યદશા જ હણ છે." તો કોઈ ભાગ્યશાળી પુરુષનો સારી યુક્તિથી કોઈપણ રીતે આશ્રય કરવો. કારણ કે કાષ્ઠનો આધાર મળે તો લોઢું અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં આવી છે કે –
ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દષ્ટાંત એક ભાગ્યશાળી શેઠ હતો. તેનો વણિકપુત્ર (મુનિમ) ઘણો જ વિચક્ષણ હતો. તે પોતે ભાગ્યહીન છતાં શેઠના સંબંધથી દ્રવ્યવાન થયો. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિર્ધન થયો. પછી તે
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતો હતો, પણ નિર્ધન જાણી તેની સાથે શેઠના પુત્રો એક અક્ષર પણ બોલતા નહોતા. ત્યારે તેણે બે ત્રણ સારા માણસોને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચોપડામાં પોતાના હાથે અક્ષરથી લખ્યું કે, "શેઠના બે હજાર ટંક મારે દેવા છે.”
૨૧૬
આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનિમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, "વ્યાપારને અર્થે થોડું ધન મને આપો તો હું થોડા દિવસમાં તમારું દેવું આપું.”
પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનિમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રોના આશ્રયથી તે મુનિમ ધનવાન થયો.
અહંકાર ન કરવો.
ܗܘ
નિર્દયપણું, અહંકાર, ઘણો લાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉ૫૨ પ્રીતિ રાખવી એ પાંચ વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે, એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષે દ્રવ્ય આદિ ઘણું મળે તો પણ અહંકાર વગેરે ન કરવો.
કેમકે-જે સત્પુરુષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય અને પોતે સંકટમાં આવે તો સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કોઈની સાથે સ્વલ્પમાત્ર પણ ક્લેશ ન કરવો. તેમાં પણ મોટા પુરૂષોની સાથે તો કયારે પણ ન જ કરવો. કહ્યું છે કે-જેને ખાંસીનો વિકાર હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપ૨ આસક્તિ ન કરવી અને પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી.
જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે ક્લેશ ન કરવો, ભંડારી, રાજા, ગુરુ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ અને ક્રૂર તથા નીચ એવા પુરુષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરવો. કદાચિત્ કોઈ મોટા પુરુષની સાથે દ્રવ્ય આદિનો વ્યવહાર થયો હોય તો વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, ક્લેશ આદિ ન કરવો.
પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કે-ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ફિતુરીથી. નીચ પુરુષને અલ્પ દ્રવ્યાદિકના દાનથી અને આપણી બરાબરી હોય તેને પોતાનું પરાક્રમ દેખાડી વશ કરવો.
ધનના અર્થી અને ધનવાન એ બન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે- બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે.' મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઈન્દ્રિયનિગ્રહ એ ત્રણ
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૧૭ ધર્મના કારણ છે. તથા સર્વસંગનો પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનલેશ તો સર્વથા વર્જવો. શ્રી દાદ્રિસંવાદમાં કહ્યું છે કે - (લક્ષ્મી કહે છે.) હે ઈન્દ્ર! જ્યાં મોટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાર્જે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું છું. (દરિદ્ર કહે છે.) હંમેશાં ધૂત (જુગાર) રમનાર સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હંમેશાં રહું છું.
ઉઘરાણી કેમ કરવી? વિવેકી પુરુષે પોતાના લહેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી નિંદા ન થાય તેવી રીતે કરવી, એ જ યોગ્ય છે. એમ ન કરે તો દેવાદારની દાક્ષિણ્યતા, લજ્જા વગેરેનો લોપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે, માટે જ પોતે કદાચિતુ લાંઘણ કરે તો પણ બીજાને લાંઘણ ન કરાવે, પોતે ભોજન કરીને બીજાને લાંઘણ કરાવવી એ સર્વથા અયોગ્ય જ છે. ભોજન આદિનો અંતરાય કરવો એ ઢંઢણ કુમારાદિકની જેમ ઘણું દુઃસહ છે.
ટંટણકુમારની કથા ઢંઢણકુમાર એ કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતાં ત્યાં નિર્દોષ ભોજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંદી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણ વંદન કર્યું. કોઈ ભાવિક શ્રાવકે ઢંઢણને પ્રતિલાવ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પૂછયું કે મારું પૂર્વનું અંતરાય કર્મ વિચ્છેદ પામ્યું કે શું? ભગવાને કહ્યું, "આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણ વાંઘા તેથી આ ભિક્ષા મળી છે” ઢંઢણ તે આહાર પરઠવવા ચાલ્યા. પરઠવતાંજ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.
સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ સલાહથી જ પોતાનું સર્વકામ સાધવું. કેમકે શામ, દામ, દંડ અને ભેદ એ કાર્યસાધન કરવાના ચાર ઉપાય બહુ પ્રસિદ્ધ છે, તો પણ શામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. બાકીના ઉપાય તો કેવળ નામના જ છે, કોઈ તી તથા ઘણા ક્રૂર હોય તો પણ તે શામથી વશ થાય છે. જુઓ જિદ્વામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસીની જેમ તેની જીભની) સેવા કરે છે. લેણદેણના સંબંધમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધો પડે તો માંહોમાંહે વિવાદ (ઝગડો) ન કરવો, પરંતુ ચતુર લોકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષતાથી જે કાંઈ કહે તે માન્ય કરવું, તેમ ન કરે તો ઝગડો ન પડે.
કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તો પારકા પુરુષો જ મટાડી શકે, કારણ કે ગુંચવાઈ ગયેલા વાળ કાંચકીથી જ જુદા થઈ શકે છે, ન્યાય કરનારા પુરુષોએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય તો જ સારી રીતે સર્વ વાતનો વિચાર કરીને કરવો, જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું, કારણ કે, લોભ ન રાખતાં સારી રીતે ન્યાય કરવામાં આવે તો પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મોટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી દેવું
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ન હોય તો તે માથે પડે છે અને કોઈનું ખરું દેવું હોય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે કે -
૨૧૮
શેઠની પુત્રીનું દૃષ્ટાંત
એક ઋદ્ધિવંત શ્રેષ્ઠી લોકમાં બહુ પ્રખ્યાત હતો, તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય, તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી, તે હંમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં વધારે વારે, પણ તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેષ્ઠીને બોધ ક૨વાને અર્થે પુત્રીએ ખોટો ઝગડો માંડયો, તે એ રીતે કે-પૂર્વે થાપણ મૂકેલા મારા બે હજા૨ સોનૈયા આપો તો જ હું ભોજન કરું, એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી, કોઈપણ રીતે માને નહીં પિતાજી વૃદ્ધ થયા તો પણ મારા ધનનો લોભ કરે છે ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી.
પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા, તેમણે આવીને વિચાર કર્યો કે આ શ્રેષ્ઠીની પુત્રી છે, અને બાળ-વિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ. એમ વિચારી ન્યાય ક૨ના૨ પંચોએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેષ્ઠીએ એ પુત્રીએ ફોગટ મારું ધન લીધું અને લોકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાવ્યો, એવો વિચાર કરી મનમાં બહુ ખેદ પામ્યો. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી રીતે કહી સમજાવી સોનૈયા પાછા આપ્યા, તેથી શ્રેષ્ઠીને હર્ષ થયો અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતારવાથી જ્યાં ત્યાં ન્યાય કરવાનું છોડી દીધું, આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત છે.
કોઈની ઈર્ષ્યા ન કરવી
માટે ન્યાય કરનાર પંચોએ જ્યાં ત્યાં જેવો તેવો ન્યાય ન કરવો. સાધર્મીનું, સંઘનું, મોટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તો ન્યાય કરવો. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરવો. લક્ષ્મીની પ્રાપ્તિ કર્યાધીન છે. માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે ? તેથી બન્ને ભવમાં દુઃખપાત્ર થાય છે.
કહ્યું છે કે-જેવું બીજાનું ચિંતવે, તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઈને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની; ઔષધિમાં લાભ થવાને અર્થે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી, કારણ કે, જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યોગથી કદાચિત્ દુર્ભિક્ષાદિ આવે તો પણ વિવેકી પુરુષે "ઠીક થયું" એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દૃષ્ટાંત કહે છે કે –
મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત
બે મિત્ર હતા, તેમાં એક ધૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભોજન ક૨વા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જણી ધૃતના ખરીદનારને ઘરની અંદર અને
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૧૯
બીજાને બહાર બેસાડીને જમાડ્યા. બન્ને જણા ખરીદી કરીને પાછા તે જ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે સ્ત્રીએ ચામડાં ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડયા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દષ્ટાંત કહ્યું છે. કહ્યું છે કે –
उचिअ मुत्तुण कलं, दवादिकमागयं च उक्करिसं।
निवडिअमविआणंतो परससंतं न गिण्हिज्जा ||६|| વ્યાખ્યા:- સો રૂપિયે ચાર-પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા "વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય.” એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રણ ગણી વૃદ્ધિ થાય તેટલો લાભ વિવેકી પુરુષે લેવો. તથા જે ગણિમ, ધારિમાદિ વસ્તુનો કાંઈ કારણથી ક્ષય થઈ ગયો હોય, અને આપણી પાસે હોય તો તેનો ચઢતે ભાવે જેટલો લાભ થાય તેટલો લેવો; પણ એ વિના બીજો લાભ ન લેવાય.
તાત્પર્ય એ છે કે જો કોઈ સમયે ભાવિભાવથી સોપારી આદિ વસ્તુનો નાશ થવાથી પોતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણો અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને લેવો, પણ "સોપારી આદિ વસ્તુનો જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું.” એમ મનમાં ન ચિંતવે. તેમજ કોઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણી નથી, એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજવટાવ અથવા ક્રય-વિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટજનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલો લાભ મળે તેટલો જ લેવો. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે.
ખોટાં માપ-તોલ ન રાખવાં તેમજ ખોટાં કાટલાં અથવા ખોટાં માપ રાખીને, ચૂનાધિક વ્યાપાર કરીને રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, આયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લઈને, ફૂડ-કપટ કરીને, ખોટું અથવા ઘસાયેલું નાણું આપીને, કોઈના ખરીદ-વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકો ભરમાવી ખેંચી લઈને, નમૂનો એક બતાવી બીજો માલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકનો વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા જ પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં.
કહ્યું છે કે-જે લોકો વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લોકો મોહજાળમાં પડી પોતાના જીવને ઠગે છે; કારણ કે, તે લોકો કૂડ-કપટ ન કરત તો વખતે સ્વર્ગનાં તથા મોક્ષનાં સુખ પામત. આ ઉપરથી એવો કુતર્ક ન કરવો કે ફૂડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકો વ્યાપાર ઉપર શી રીતે પોતાની આજીવિકા કરે? આજીવિકા તો કર્મને આધીન છે, તો પણ વ્યવહાર શુદ્ધ રાખે તો ઉલટા ગ્રાહકો વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. આ વિષય ઉપર એક દષ્ટાંત કહે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વ્યવહારશુદ્ધિ અંગે હેલાક શેઠનું દષ્ટાંત એક નગરમાં ફેલાક નામે શેઠ હતો. તેને ચાર પુત્ર હતા, તથા બીજો પરિવાર પણ મોટો હતો. હેલાક શ્રેષ્ઠીએ ત્રણ શેર, પાંચ શેર આદિ ખોટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી ખોટાં તોલ માપ વાપરીને તે લોકોને ઠગતો હતો. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેષ્ઠીને સમજાવ્યા.
શ્રેષ્ઠીએ કહ્યું કે, "શું કરીએ! એમ ન કરીએ તો નિર્વાહ શી રીતે થાય? કહ્યું છે કે ભૂખ્યો માણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે, "હે તાત ! એમ ન કહો, કારણ કે વ્યવહાર શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે. કહ્યું છે કે-લક્ષ્મીના અર્થી સારા માણસો ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તો તેમનાં સર્વ કાર્યધર્મથી જ સિદ્ધ થાય છે, ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત ! પરીક્ષા જોવાને અર્થે છ માસ સુધી વ્યવહાર કરો. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતી થાય તો આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કરવા માંડયું.
વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ગાંઠે ચાર તોલા સોનું થયું. પછી "ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખોવાય તો પણ તે પાછું હાથ આવે છે." એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લોઢું મઢાવીને તેનું એક કાટલું પોતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું, એક માછલી "કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણી તે ગળી ગઈ. ધીવરે તે માછલી પકડી ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શ્રેષ્ઠીને આપ્યું. તેથી શ્રેષ્ઠીને તથા તેના પરિવારના સર્વ માણસોને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો.
આ રીતે શ્રેષ્ઠીને બોધ થયો ત્યારે તે સમ્યફ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી મોટો ધનવાન થયો. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલો પ્રખ્યાત થયો કે-તેનું નામ લીધાથી પણ વિદ્ધ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લોકો વહાણ ચલાવવાની વખતે "હેલા હેલા” એમ કહે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દાંત કહ્યું છે.
કર્મચંડાળ વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું અથવા તેમની થાપણ ઓળવવી, એ તેમની હત્યા કરવા સમાન છે; માટે એ તથા બીજાં મહાપાતકો વિવેકી પુરુષે અવશ્ય વર્જવાં. કહ્યું છે કે-ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ્ન એ ચાર કર્મચંડાળ કહેવાય છે અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહીં વિસેમીરાનો સંબંધ કહીએ છીએ.
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૧
વિશ્વાસઘાત ઉપર વિસેમીરાનું દષ્ટાંત વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણો મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતો હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા રાખવાને અર્થે કેવળ મધુર વચન બોલનારા જ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનો, ધર્મનો અને ભંડારનો વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે.
એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, "મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે - રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તો વિનાશ કરે છે અને બહુ દૂર હોય તો તે પોતાનું ફળ બરાબર આપી શકતી નથી, માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખો.
નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનંદને પોતાની વિદ્વત્તા બતાવવા કહ્યું કે, "રાણીના ડાબા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં બતાવ્યો નથી." ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યો, તેથી તેણે શારદાનંદનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો.
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે "કોઈ સહસા કાર્ય ન કરવું. વિચાર ન કરવો એ મોટા સંકટોનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સંપદાઓ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનારને પોતે આવીને વરે છે. પંડિત પુરુષોએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામનો યત્નથી નિર્ણય કરવો; કારણ કે અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની જેમ મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પોતાના ઘરમાં શારદાનંદનને છૂપાવી રાખો. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયો. સંધ્યાસમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢયો. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતો, તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખોળામાં વાનર સૂતો હતો.
એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખો. વાનર વાઘના મુખમાં પડ્યો હતો, પણ વાઘ હસ્યો, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યો. વાધે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યું કે, "હે વાઘ ! પોતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે, તે જડ લોકોની શી ગતિ થશે?"
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર વિસેમિરા, વિસેમિરા, એમ કહેતો જંગલમાં ભટકવા લાગ્યો. રાજપુત્રનો ઘોડો એકલો જ નગરમાં જઈ
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પહોંચ્યો. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પોતાના પુત્રને ધેર આણ્યો. ઘણા ઉપાય કર્યાં, તો પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યા.
૨૨૨
"જે રાજપુત્રને સાજો કરે તેને હું મારું અર્ધ રાજ્ય આપીશ.” એવો ઢંઢેરો પીટાવવાનો રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, "મહારાજ ! મારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, "વિશ્વાસ રાખનારને ઠગવો એમાં શી ચતુરાઈ ? તથા ખોળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ?”
શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્રે "વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ મૂકયો. "સેતુ(રામે બંધાવેલી સમુદ્રની પાળ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધિ થતો નથી." આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધો. "મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજાં વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂકયો. "રાજન્ ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તો સુપાત્રે દાન આપ, કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર મૂકયો.
પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે, "હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ?” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનંદને કહ્યું કે, "હે રાજન્ ! દેવ-ગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાણ્યો, તેમ આ વાત પણ હું સમજું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યો કે, "શું શારદાનંદન !" સામે "હા"નો જવાબ મળતાં બન્નેનો મેળાપ થયો અને તેથી બન્ને જણાને ઘણો આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
પાપના પ્રકાર
આ લોકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજાં જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજાં મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુપ્તલઘુપાપ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્તમહાપાપ છે.
જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજાં લોકલજ્જા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકો કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુપાપ જાણવું; લજ્જા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે, જાહેર મહાપાપથી શાસનનો ઉડ્ડાહ આદિ થાય છે કુળાચારથી જાહેર લઘુપાપ કરે તો થોડો કર્મબંધ થાય અને જો ગુપ્ત લઘુ પાપ કરે તો તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મન-વચન-કાયાથી
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૩
અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ મોટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુપ્ત પાપ કરે છે.
અસત્યનો ત્યાગ કરનાર માણસ કોઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્યન્તરફ થઈ તે માણસ નિર્લજ્જ થાય છે અને નિર્લજ્જ થયેલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પોતાના ઉપર વિશ્વાસ રાખનારનો ઘાત કરવો આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે-એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તોલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગવો એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે. માટે કોઈને ઠગવાનું સર્વથા તજવું.
ન્યાયમાર્ગને જ અનુસરો ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે-ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થોડું, પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમનો પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકો ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો થોડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટો પોતાનો નાશ જ થાય છે, જુઓ, રોંટના ઘડા છિદ્રથી પોતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાયેલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે.
શંકા - ન્યાયવાન એવા પણ કેટલાક લોકો નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પીડાયેલા દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકો પણ ઐશ્વર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય?
સમાધાનઃ-ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી. - શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે -૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે.
જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની જેમ સંસારમાં દુ:ખ રહિત નિરુપમ સુખ પામે છે, તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું, અજ્ઞાન કષ્ટ કરનારા જીવો કોણિક રાજાની જેમ મોટી ઋદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. જે જીવો દ્રમક મુનિની જેમ પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પાળે છે. તેમને પુણ્યાનુબંધી પાપ જાણવું. જે જીવો કાલશૌકરિકની જેમ પાપી, ઘાતકી કર્મ કરનારા, અધર્મી, નિર્દય, કરેલા પાપનો પસ્તાવો ન કરનાર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાણવું.
પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસના પામ્યો તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યનો આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં; તે જીવો પરભવે આપદા સહિત સંપદા પામે આ રીતે કોઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી, તો પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કાંઈ શક નથી, કેમકે દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરોવેલા લોઢાના કાંટાની જેમ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હોય તે વ્યવહાર, તથા ઘર-હાટ કરાવવાં. લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છોડવું; કારણ કે, કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લોકો મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને ક્રૂરતાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ખ જાણવા.
વિવેકી પુરુષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવું. કહ્યું છે કે – ઈન્દ્રિયો જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સદ્ગણોની પ્રાપ્તિ થાય છે; ઘણા સગુણોથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે જાણ પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પોતાની વસ્તુ ગુપ્ત રાખવી.
કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો, અસત્ય ન બોલવું, પણ એમ કહેવું કે, "એવા સવાલનું શું કારણ છે?" વગેરે જવાબ ભાષાસમિતિથી આપવો. રાજા, ગુરુ વગેરે મોટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તો, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે-મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું અને પોતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું સત્ય વચન એ એક માણસને મોટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દાંત સંભળાય છે, તે એ કે -
સત્યવચન ઉપર મહણસિંહનું દષ્ટાંત દિલ્હી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતો હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછયું કે, "તારી પાસે કેટલું
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
૨૨૫
ધન છે ?” ત્યારે મહણસિંહે કહ્યું કે, "હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, મારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે." "મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણો પ્રસન્ન થયો અને તેણે મહણસિંહને પોતાનો ભંડારી બનાવ્યો.
ભીમ સોનીનું દષ્ટાંત
આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તો પણ સત્ય વચનને ન છોડે એવો શ્રી જગચંદ્રસૂરિનો શિષ્ય ભીમ નામે સોની રહેતો હતો. એક વખતે શસ્ત્રધારી યવનોએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યો, ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખોટા ટંકનું તે લોકોને ભેટણું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો.
મિત્ર કેવો કરવો !
વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારું એવો એક મિત્ર કરવો કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણોથી આપણી બરાબરીનો, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે-રાજાનો મિત્ર તદ્દન શક્તિ વિનાનો હોય તો પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે -
આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઉભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તો આપણો કાંઈ પણ આદર સત્કાર થાય નહીં, અને તેને જો આપણે ઘેર આવે તો આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તો પણ કોઈ પ્રકારે જો મોટાની સાથે પ્રીતિ થાય તો તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે – ભાષામાં પણ કહેલું છે કે ઃ પોતે જ સમર્થ થઈને રહેવું અગર કોઈ મોટો પોતાને હાથ કરી રાખવો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાનો આ ઉત્તમ ઉપાય છે.
-
મોટા પુરુષે હલકા માણસની સાથે પણ મૈત્રી કરવી, કારણ કે મોટા પુરુષ ઉપર કોઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે, પંચાખ્યાનમાં કહ્યું છે કે :- બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. ક્ષુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વે મોટા લોકો એકત્ર થાય, તો પણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે, પણ તે ખડ્ગ આદિ શાસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થાય નહીં. તેમજ કહ્યું છે કે-તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પથ્થર, રક્ષા, લોઢું, સોય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં.
દુર્જનો સાથે કેવી રીતે વર્તવું દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે મિત્રને શુદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા.
કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમકે-કોઈ સ્થળે પળ પુરુષોને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિદ્દા, કલહ, ફલેશ કરવામાં નિપુણ એવા દાંતોને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાનો સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય.
પ્રીતિ હોય ત્યાં લેણ-દેણ ન કરવી જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરવો અને પોતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઉભા ન રહેવું. સોમનીતિને વિષે પણ કહ્યું છે કે - જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહીં, પોતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકવી નહીં, તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં; કારણ કે અવિશ્વાસ ધનનું મૂળ છે અને વિશ્વાસ અનર્થનું મૂળ છે.
કહ્યું છે કે-વિશ્વાસુ તથા અવિશ્વાસુ બન્ને માણસો ઉપર વિશ્વાસ ન રાખવો, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળથી નાશ કરે છે. એવો કોણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હોય તો તેનો લાભ ન કરે ? કહ્યું છે કે-શેઠ પોતાના ઘરમાં કોઈની થાપણ આવી પડે ત્યારે તે પોતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે જો એ થાપણનો સ્વામી શીધ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુ આપીશ." વળી એમ પણ કહ્યું છે કે-ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની જેમ રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેષ્ઠીનું દાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર શેઠનું દષ્ટાંત ધનેશ્વર નામે એક શેઠ હતો. તેણે પોતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું ક્રોડ ક્રોડ સોનૈયા દામ ઉપજે, એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કોઈને જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અમાનત મૂક્યાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયો. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ. કહ્યું છે કે-પુરુષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે અને દૈવયોગથી કાંઈ જૂદું જ થાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૭
ધનેશ્વર શ્રેષ્ઠીનો અંતસમય સમીપ આવ્યો ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયું. શ્રેષ્ઠીએ કહ્યું કે-"પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તો પણ તે જ્યાં ત્યાં વિખરાયેલું હોવાથી મારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અમાનત મૂકયાં છે, તે મારા સ્ત્રી-પુત્રાદિકને અપાવજો." એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યો.
સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી. ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલાવ્યો અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તો પણ લોભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયો. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશો રત્નો અપાવી શકયા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત કહ્યું છે.
કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે :
ધન આપતાં સાક્ષી રાખવાથી થતો લાભ એક વણિક ધનવાન હતો પરંતુ સાથે સાથે તેટલો જ ઠગ પણ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરોની ઘાડ નડી. ચોરોએ જાહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું "સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજો, પણ મને મારશો નહીં." પછી ચોરોએ "આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે." એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો, તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પોતાને ગામ ગયો.
કેટલોક વખત જતાં એક દિવસે ચોરો વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પોતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો, અને છેવટે તે વાત રાજકારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું, "દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું, "આ મારો સાક્ષી છે." ચોરોએ કહ્યું, "તારો કેવો સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાડયો. ત્યારે ચોરોએ કહ્યું, "તે આ નથી. તે કાબરચિત્ર વર્ણનો હતો અને આ તો કાળો છે.” આ રીતે પોતાના મુખે જ ચોરોએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દષ્ટાંત છે.
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી? થાપણ મૂકવી કે લેવી હોય તો છાની મૂકવી નહીં, કે લેવી નહીં. પણ સ્વજનોને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સંમતિ વિના થાપણ હલાવાય પણ નહીં. તો પછી વાપરવાની તો વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આદિ ન હોય તો સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે, ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીધ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે.
પોતાના નિર્વાહને અર્થે ચંદ્રમાં જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તો વખતે વખતે પરાભવ આદિ થવાનો સંભવ છે. કહ્યું છે કે – ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનો નાશ કરવાને માટે રાજાનો આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પોતાનું ઉદરપોષણ કરતું નથી ? ઘણા કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે.
ધમદિના સોગન ન ખાવા હવે, વિવેકી પુરુષે જાગાર, કિમિયા આદિ વ્યસનોનો દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે – દેવનો કોપ થાય ત્યારે જ ધૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ-એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગન વગેરે ન ખાવા, અને તેમાં પણ વિશેષે કરીને દેવ, ગુરુ, જ્ઞાન આદિના તો ન જ ખાવા. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ ચૈત્ય(દવ)ના સાચા અથવા જુઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણ પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે-દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસોએ પોતે ઉત્પન્ન કરેલા હોય છે.
પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પોતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરવો, તેથી પોતાના કુટુંબના માણસોનો વિયોગ થતો નથી. ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ ગુણ પોતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવો, પણ પરદેશ ન જવું. પોતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારેવારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામો વગેરે પણ જોવાય છે. કોણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાનો ફલેશ માથે લે? કહ્યું છે-હે અર્જુન ! દરિદ્રી, રોગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે.
હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરવો પડે તો પોતે વ્યાપાર ન કરવો, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવવો; પરંતુ સમ્યફ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૯
થયેલા મુનિમો પાસે વ્યાપાર ચલાવવો. જો કોઈ સમયે પોતાને પરદેશ જવું પડે તો સારું મુહૂર્ત, સારા શુકન આદિ જોઈ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું, અને સાથે પોતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકો પણ લેવા તથા માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવો નહિ. પણ ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે અથવા રહેવું પડે તો પણ આ રીતે જ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તો સર્વ લોકોનું વિઘ્ન ટળે છે. આ વિષય ઉપર દગંત છે, તે આ રીતે -
અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દષ્ટાંત એકવીસ માણસો ચોમાસામાં કોઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં ભારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, "આપણામાં કોઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરની ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહીં જ આવવું." તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમો પુરુષ બહાર નીકળતો નહોતો. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢયો. ત્યારે વીસ જણા ઉપર વિજળી પડી. તેઓમાં એક જ ભાગ્યશાળી હતો.
માટે ભાગ્યશાળી પુરુષોની સંગાથે જવું, તથા જે કાંઈ લેણદેણ હોય, અથવા નિધિ આદિ રાખો હોય તો તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તો અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તો દુર્દેવના યોગથી જો કદાચિત પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તો ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે.
પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો વિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લોકોને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે – જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી. કોઈને તાડના કરી તથા બાળકને રોવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જો પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તો તે કરીને જવું.
કહ્યું છે કે ઉત્સવ, ભોજન, મોટું પર્વ તથા બીજાં પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તો પરગામે જવું નહીં એમ જ બીજી વાતોનો પણ શાસ્ત્રાનુસાર વિચાર કરવો. વળી કહ્યું છે કે-દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્વસ્ત્રીને તાડના, વમન તથા ઘૂંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તો પરગામે ન જવું.
પોતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુનો પગ આગળ મૂકવો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણ પુરુષે માર્ગે જતાં સામા
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગયેલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. પક્વ અથવા અપક્વ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદું એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. ઘૂંક, ગ્લેખ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયો બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું.
કલ્યાણના અર્થી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું તથા મધ્યાહન સમયે અથવા મધ્યરાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. ક્રરપુરુષ, રખેવાળ, ચાડીયા, કારુલોક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાફ કયાંય પણ ગમન ન કરવું.
લક્ષ્મીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તો પણ પાડા, ગર્દભ, અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથ છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનાર લોકો ઉપર વિશ્વાસ ન રાખવો. સેકડો કાર્ય હોય તો પણ કયાંય એકલા ન જવું. જુઓ-એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરવો.
બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડું જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લોકો ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પોતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણું ધરાવે છે, સર્વે પોતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે.
જ્યાં બંદીવાનોને તથા ફાંસીની શિક્ષા પામેલા લોકોને રાખતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું, જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફોતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષનો અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીનો તથા કૂવાનો કાંઠો અને જ્યાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું. ઘણો પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થયેલો પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતો નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૧
સત્કાર્યોના મનોરથો કરવા જોઈએ માણસ છેક આડંબર રહિત હોય તો તેનો જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કોઈપણ સ્થળે વિશેષ આડંબર છોડવો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પોતાની યોગ્યતા માફક સવગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશે બહુલાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે.
કાષ્ઠ શ્રેષ્ઠી આદિની જેમ લેવા-વેચવા આદિ કાર્યમાં આરંભમાં, વિઘ્નનો નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગૌતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વકાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આરંભ-સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય મોટા મનોરથ કરવા. કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મનોરથ કરવા, કારણ કે પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલો યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાનો કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી.
લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે-ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે; માટે જો સુપાત્રે દાન ન કરે તો ઉદ્યમ અને લક્ષ્મી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તો જ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની દ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે-ઋદ્ધિ ત્રણ પ્રકારની છે; એક ધર્મઋદ્ધિ, બીજી ભોગદ્ધિ અને ત્રીજી પાપઋદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગઋદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપદ્ધિ કહેવાય છે. પૂર્વેભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારો:
પાપદ્ધિ અંગે દષ્ટાંત વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની-એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણપુરુષ તેમણે દીઠો, ચારમાંથી એક જણે કહ્યું, "દ્રવ્ય છે." સુવર્ણપુરુષે કહ્યું, "દ્રવ્ય અનર્થ આપનારું છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરુષને તજ્યો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું, "નીચે પડ” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેકયો, તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણામાંથી બે જણા ભોજન લાવવાને અર્થે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગયેલા બે જણા બહાર
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રહેલાને અર્થે વિષમિશ્રિત અન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગપ્રહારથી મારી નાખી પોતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણા મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરનાં પુષ્પો ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુષ્પો નાનાં કહેવાયાં છે, એ વાત સત્ય છે, તો પણ દરરોજનાં પુણ્ય નિત્ય કરતા રહીએ તો તેથી પણ મોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય તથા બીજાં એવા જ કારણ હોય તો પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરવો. કહ્યું છે કે થોડું ધન હોય તો થોડામાંથી થોડું પણ આપવુ, પણ મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે? કોને મળવાની? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજે જ કરવું. પાછલે પહોરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, "એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને કેટલું બાકી રાખ્યું છે?"
દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો. દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરવો, કેમકે - વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષ્મી મળવાથી ઉદ્યમ છોડી ન દેવો. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરુષ થોડા પૈસા મળવાથી પોતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દૈવ પણ પોતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે.
અતિ લોભ પણ ન કરવો. અતિ લોભ પણ ન કરવો. લોકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કરવો તથા લોભનો સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લોભને વશ થયેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં બુડીને મરણ પામ્યો.
હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઈને પણ મળવાનો સંભવ નથી, રંક પુરુષ ચક્રવર્તીપણું વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તો પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી, ભોજન, વસ્ત્ર આદિ તો ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. લોકમાં પણ પરિમિત પ્રમાણવાળી) વસ્તુ માગે તો મળે છે અને અપરિમિત પ્રમાણ વિનાની) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી.
જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હંમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહોનિશ ઘણી ચિંતા કરનાર શ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજાં દાંત અહિં જાણવાં, વળી કહ્યું છે કે-માણસોના
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૩
મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાનો દાસ થયો તે ત્રણે જગતનો દાસ થયો. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યા.
ધર્મ, અર્થ અને કામનું સેવના ગૃહસ્થ પુરુષે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એકબીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની.જેમ ધર્મનો અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો કયો માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે, તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની જેમ માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને શકય છે, ગૃહસ્થને નહીં. - ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું; કારણ કે – બીજભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનારા) કણબીની જેમ અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે-જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લોકનું સુખ ભોગવે તે સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા, મૂળભોજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષયસુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજભોજી કહેવાય અને જે માણસ પોતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુઃખ દઈને દ્રવ્યનો સંગ્રહ કરે, પણ યોગ્ય જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે પણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી.
કુપણે કરેલો દ્રવ્યસંગ્રહ હવે કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ પારકો કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચોર આદિ લોકો કૃપણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે જે ધનને ભાંડુ ઈચ્છે, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બળાત્કારથી ખોટે માર્ગે ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના યોગથી તેમ થાય, ત્યારે ઉત્તરોત્તરથી બાધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે :
કામને બાધા થાય તો પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું, કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તો પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે-ગમે તો કોપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતો હોય, તો પણ માણસ જો પોતાના ધર્મને બાધા ન ઉપજાવે, તો તેણે એમ જાણવું કે, "હું મોટો ધનવાન છું.” કારણ કે, ધર્મ તે જ સપુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની જેમ વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી.
આવક મુજબ ખર્ચનું પ્રમાણ દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-જેટલી નાણાંની આવક હોય તેના ચોથા ભાગનો સંચય કરવો; બીજો ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડવો, ત્રીજો ચોથો ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાનો ઉપભોગમાં લગાડવો અને ચોથો ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવો. કેટલાક અમે કહે છે કે - પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે.
કેટલાક લોકો કહે છે કે - ઉપર આપેલાં બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કોને વલ્લભ નથી? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવો કરવો હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પોતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુનો ક્ષય કરવો હોય અથવા, ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષો (એ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાનો ચોથો ભાગ) પણ ખોટે માર્ગે જાય તો એક હજાર સોનૈયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે ક્રોડોધનનું છૂટા હાથથી ખરચ કરે, તો લક્ષ્મી તેને કોઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે :
નવી વહુનું દષ્યતા એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટાવડે પગરખાને ચોપડતાં જોયો. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, "મારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?" એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૫
ધાર્યું. એક દિવસે "મારું માથું દુઃખે છે." એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું "મને પહેલાં પણ કોઈ વખતે એવો દુઃખાવો થતો હતો, ત્યારે ઉંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતો." તે સાંભળીને સસરાને ઘણો હર્ષ થયો. તેણે તુરત ઉંચા મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે – દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કૂવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે.
વિધાપતિનું દષ્ટાંત વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણો ધનવાન હતો. લક્ષ્મીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, "હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, તારા પુણ્યને લીધે હું તારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતનો કદાચ ભંગ થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરુષને બેસારવાને માટે પટ્ટહસ્તીની સૂંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટે તે પાંચમે ભવે મોક્ષ પામ્યો.
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીત આ લોકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે પવિત્ર પુરુષો પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરુરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરુષો પોતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે.
દેવ અને ચશ શેઠનું દણંત દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા, કોઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જોવામાં આવ્યું. દેવ શ્રેષ્ઠી સુશ્રાવક, પોતાનાં વ્રતને દઢ વળગી રહેલો અને પર-ધનને સર્વ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અનર્થ સમાન ગણનારો હોવાથી પાછો વળ્યો, યશશ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, "પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી." એમ વિચારી તેણે દેવ શ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું અને પાછું મનમાં એમ વિચાર્યું કે,
મારા મિત્રને ધન્ય છે, કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છૂપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીધું, અનુક્રમે બને શ્રેષ્ઠી પોતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછ્યું. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી.
દેવશ્રેષ્ઠીએ કહ્યું "અન્યાયથી મેળવેલું એ કોઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી; કેમકે, જેમ કાંજી અંદર પડે તો દૂધનો નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યું. "પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે?" એવા લોભથી યશશ્રેષ્ઠી સર્વ કરિયાણું પોતાની વખારે લઈ ગયો, તે જ દિવસની રાત્રીએ ચોરોએ યશશ્રેષ્ઠીની વખારે ધાડ પાડી, સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરિયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયો. તેથી યશશ્રેષ્ઠી પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયો અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જીને સુખ પામ્યો.
આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન પેદા કરવા ઉપર બે મિત્રોની કથા કહી, આ વિષય ઉપર લૌકિક શાસ્ત્રમાં નીચે મુજબ દગંત છે.
સોમરાજાનું દષ્ટાંત ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે "સુપર્વને વિષે દાન આપવા યોગ્ય સારું દ્રવ્ય કયું? અને દાન લેવાને સુપાત્ર કોણ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળવો સર્વ લોકોને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમકે જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રનો યોગ મળવો કઠણ છે, તેમ શુદ્ધ મનનો દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળવો પણ દુર્લભ છે.
તે સાંભળી સોમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કરી તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વબ્રાહ્મણોને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારું મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે -
"જે બ્રાહ્મણ લોભથી રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘોર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે પોતાના પુત્રનું માંસ ખાવું તે સારું, પણ રાજા
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૭ પાસેથી દાન ન લેવું, દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા છે અને દશ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિ, પુરાણ આદિનાં વચનોથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હું રાજદાન નહીં લઉં.”
પછી મંત્રીએ કહ્યું, "રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાર્ગે મેળવેલું સારૂં નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી." વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહ્મણને બેસવા સારું આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા.
બીજા બ્રાહ્મણો તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, "રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તો કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તો પણ ન્યાયથી ઉપાર્જેલા તેથી ખુટયા નહીં. વળી અક્ષયનિધિની તથા જેમ ક્ષેત્રમાં વાવેલા સારા બીજની જેમ લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સોમ રાજાની કથા છે.
દાન આપતાં થતી ચોલંગી ૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રદાન એ બેના યોગથી પ્રથમ ભાંગો થાય છે, એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સમક્તિ વગેરેનો લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહીં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું.
૨. ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્રદાન એ બેનો યોગ થવાથી બીજો ભાગો થાય છે. એ પાપાનુબંધી પુણ્યનું કારણ હોવાથી એથી કોઈ કોઈ ભવમાં વિષયસુખનો દેખીતો લાભ થાય છે; તો પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. અહીં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે :
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભવોમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વાગ સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારો સેચનક નામે ભદ્ર જાતિનો હાથી થયો. તેણે લાખ બ્રાહ્મણોને જમાડયા ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મદેવલોક જઈ ત્યાંથી આવી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિકપુત્ર થયો. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું તો પણ અંતે તે પહેલી નરકે ગયો.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩. અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્રદાન એ બેના મળવાથી ત્રીજો ભાંગો થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે, પણ ધાન્ય નીપજતું નથી, તેમ આનાથી પરિણામે સુખનો સંબંધ થાય છે. તેથી રાજાઓ, વ્યાપારીઓ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમ કે – એ લક્ષ્મી ૧કાશયષ્ટિની જેમ શોભા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને માત્ર ક્ષેત્રોમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે. અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એનાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે.
સ્વાતિ નક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તો ઝેર અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે, જુઓ, તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ, પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે? આ વિષય ઉપર આબુ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દાંત લોકપ્રસિદ્ધ છે. મોટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે તો, તે ધનથી આ લોકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહીં મમ્મણ શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં.
અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ બેના યોગથી ચોથો ભાંગો થાય છે. એથી માણસ આ લોકમાં સપુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે માટે એ ચોથો ભાંગો વિવેકી પુરુષોએ અવશ્ય તજવો. કેમ કે - અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાય મેળવેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને એવા જ (બુક્કસ) હલકી જાતનાં લોકો ધરાઈ રહે છે.
ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જો સુપાત્રે આપે તો, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળ વેલું ઘણું ધન આપે તો પણ તેથી કાંઈ ખરૂં ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતો હોય તે કાલકૂટ નામે ઝેરનું ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાનો નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારો, કલહ કરનારો, અહંકારી અને પાપકર્મી હોય છે. અહીં રંક શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંક શ્રેષ્ઠીની કથા નીચે પ્રમાણે છે.
અન્યાયથી મેળવેલ ધનથી દુખી થનાર રંકશેઠનું દષ્ટાંત મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાનો ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાયાક બહુ દરિદ્રી હતો. મોટો ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘેર ચાકરી કરી પોતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગયેલા કાકૂયાક રાત્રિએ સૂઈ રહ્યો, એટલામાં પાતાકે સંભો દઈને કહ્યું કે, "ભાઈ આપણા ખેતરોના કયારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી?" એવો ઠપકો સાંભળી તુરત પોતાની ૧. એક જાતની ઘાસની સાંઠી.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૯
પથારી છોડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનારા પોતાના જીવની નિંદા કરતો છતાં કોદાળા લઈ ખેતરે ગયો; અને કેટલાક લોકોને ફાટી ગયેલા કયારડાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછયું, "તમે કોણ છો?" તેના જવાબમાં તેમણે કહ્યું કે, "અમે તારા ભાઈના ચાકર છીએ." પાછું કાકૂયાકે પૂછયું કે, "મારા ચાકર કોઈ ઠેકાણે છે?" તેમણે કહ્યું કે, "વલભીપુરમાં છે.”
અનુક્રમે કેટલોક સમય ગયા પછી અવસર મળતાં જ કાકૂયાક પોતાનો પરિવાર સાથે લઈ વલભીપુર ગયો. ત્યાં ગોપુરમાં ભરવાડ લોકો રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તે લોકોની મદદથી જ એક નાની દુકાન કાઢીને રહ્યો. કાકૂયાક શરીરે બહુ દૂબળો હોવાથી ભરવાડ લોકો તેને "રંકશ્રેષ્ઠી” એવા નામથી બોલાવવા લાગ્યા. એક સમયે કોઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતો હતો. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતા "કાકૂ તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગયેલા કાપેટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, પોતે સોમનાથની યાત્રાએ ગયો.
એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચુલા ઉપર તાવડી મૂકી, તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું. અગ્નિનો સંયોગ થતાં જ તે તાવડી સુવર્ણમય થયેલી જોઈ કાકૂયાકે નિશ્ચયથી જાણ્યું કે, "આ તુંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સારી વસ્તુ અને તે તુંબડી બીજે સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો, ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનું ઘી તોળી લેતાં કાકૂયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી તે ઉપરથી કાકૂયાકે નિશ્ચય કર્યો કે એ પાત્રની નીચે ઉઢાણી છે તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કોઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી.
આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાંથી અને ખોટાં માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધી પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેષ્ઠીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કોઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળ્યો, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી, આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રક શ્રેષ્ઠી કેટલાક કરોડો ધનનો માલિક થયો. પોતાનું ધન કોઈ તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાનો પાર વિનાનો અહંકાર એવા કારણોથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લોકોને ઉખેડી નાંખ્યા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા આદિ દુષ્ટ કામો કરી પોતાની લક્ષ્મી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી.
એક સમયે રંકશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી રંકશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયો અને ત્યાં કોડો સોનૈયા ખરચી મોગલ લોકોને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મોગલોએ વલ્લભીપુરના રાજ્યના તાબાનો દેશ ભાંગી નાખ્યો, ત્યારે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રકશ્રેષ્ઠીએ સૂર્યમંડલથી આવેલા અચ્છના રખેવાળ લોકોને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટક્રિયાનો પ્રપંચ કરાવ્યો.
પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતો કે-સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લોકો પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘોડો આકાશથી ઉડી જાય. પછી ઘોડા ઉપર સવાર થયેલો રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેષ્ઠીએ પંચવાજિંત્રો વગાડનાર લોકોને ફોડયા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડયાં. એટલે ઘોડો આકાશમાં ઊડી ગયો. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂઝયું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યો અને સુખે વલ્લભીપુરનો ભંગ કર્યો. કહ્યું છે કે-વિક્રમ સંવત્ ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યું, કશ્રેષ્ઠીએ મોગલોને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો.
વ્યવહાર-શુદ્ધિનું સ્વરૂપ અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને માટે ઉદ્યમ કરવો. કેમકે-સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે, વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થનો તો માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તો સર્વે ધર્મકૃત્યો સફળ થાય છે.
દિનકૃત્યકારે કહ્યું છે કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હોય તો આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તો માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે. તથા તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે તે તે કૃત્ય તેનું સફળ થાય પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વ તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પોતાને તથા પરને અતિશય દુર્લભબોધિ કરે છે.
માટે વિચક્ષણ પુરુષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્યો કરવાં કે-જેથી મૂર્ખજનો ધર્મની નિંદા કરે નહીં. લોકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા ઘોડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘોડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જેવો આહાર ભોગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારો પ્રયત્ન કરવો.
દેશવિરૂદ્ધ વળી દેશાદિ વિરુદ્ધ વાતનો ત્યાગ કરવો, એટલે જે વાત દેશવિરૂદ્ધ (દશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી.
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ :
૨૪૧
હિતોપદેશમાલામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વર્ષે, તો તે સમતિ અને ધર્મ પામે, તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશવિરુદ્ધ છે. બીજાં પણ જે દેશમાં શિખ લોકોએ જે વર્યું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુનો વિક્રય કરવો એ દેશવિરૂદ્ધ છે.
તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલનો વ્યાપાર કરનાર બ્રાહ્મણો જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની જેમ ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તો ચૌલુક્ય વગેરે કુળમાં થયેલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે.
કાળવિરૂદ્ધ હવે કાળવિરૂદ્ધ આ રીતે :- શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળ માં, જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણો જ ચીકણો કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશમાં પોતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન હોવા છતાં જવું; તથા ભયંકર દુકાળ પડયો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન થઈ શકાય એવા મોટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વિના તથા કોઈની તેવી સહાય વગેરે વિના જવું કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તો બીજો કોઈ અનર્થ સામો આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય.
અથવા ફાગણ માસ ઉતરી તલ પિલવા, તલનો વ્યાપાર કરવો, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણી જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી, ગાડાં ખેડવાં વગેરે. એવો મોટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય.
રાજવિરૂદ્ધ . હવે રાજવિરૂદ્ધ આ રીતે રાજા વગેરેના દોષ કાઢવા. રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા લોકોની સોબત કરવી, વૈરીના સ્થાનકમાં લોભથી જવું, વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવો, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો, નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણી સાથે નમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુસહ છે.
જેમ ભુવનભાનુ કેવળીના-જવરૂપ રોહિણીનું થયું તેમ. તે રોહિણી નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તો પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દોષો બોલવાથી રાજાને તેના ઉપર રોષ ચઢયો, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રી હોવાથી માનીતી એવી રોહિણીની
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જીભના કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થયેલી રોહિણીએ અનેક ભવોમાં જિદ્વાછેદ વગેરે દુઃખો સહ્યાં.
પરનિંદા અને સ્વરૂતિ ન કરવી લોકની તથા વિશેષે કરીને ગુણીજનોની નિંદા ન કરવી. કેમકે લોકની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે – ખરા ખોટા પારકા દોષ બોલવામાં શું લાભ છે? તેથી ધનનો અથવા યશનો લાભ થતો નથી, એટલું નહીં પણ જેના દોષ કાઢીએ, તે એક પોતાનો નવો શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧. પોતાની સ્તુતિ, ૨. પારકી નિંદા, ૩. વશ ન રાખેલી જીભ, ૪. સારાં વસ્ત્ર અને પ. કપાય. આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારો ઉદ્યમ કરનારા એવા મુનિરાજને 'પણ ખાલી કરે છે.
જો પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તો તે ગુણો વગર કહ્યું પોતાનો ઉત્કર્ષ કરશે જ, અને જો તે (ગુણો) ન હોય તો ફોગટ પોતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્રો હસે છે, બાંધવજનો નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે અને તેનાં મા-બાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પોતાની મોટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચગોત્રકર્મ બંધાય છે. તે કર્મ કરોડો ભવ થયે પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે, નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે, એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે :
પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દષ્ટાંત સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો તે મોટો ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર મોટો ઉપકાર કરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હંમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, "મુસાફર લોકો પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પોતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.”
એક વખતે ભૂખ તરસથી પીડાયેલો એક કાર્પટિક આવ્યો. તેના ઘરમાં કંઈ ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ અને તેથી તે મરી ગયો. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમળીએ મોઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડ્યું હતું. કાર્પટિક મરણ પામ્યો, તેથી ઘણી ખુશી થયેલી બ્રાહ્મણીએ કહ્યું કે, "જુઓ, આ કેવું ધર્મિપણું !” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, "દાતાર (શ્રેષ્ઠી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમળીના મોઢામાં સપડાયેલો હોવાથી પરવશ છે, સમળીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી, તેથી તે કાળીકૂબડી અને કોઢ રોગવાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લોકપ્રસિદ્ધ દષ્ટાંત છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૪૩
સાચા દોષો પણ ન બોલવા અંગે ત્રણ પુતળીનું દષ્ટાંત હવે કોઈ રાજાની આગળ કોઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે :- એકના કાનમાં દોરો નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિંમત ફુટી કોડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખેલો દોરો તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો, તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિંમત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલો દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત પંડિતો કરી શક્યા નહીં. એ સાચા દોષો પણ ન કહેવા ઉપર દાંત છે.
લોકવિરૂદ્ધ આચરવું નહીં સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતઘ્ન થવું. ઘણા લોકોની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લોકમાં પૂજાયેલાનું અપમાન કરવું. સદાચારી લોકો સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણો ઉજળો અથવા ઘણો મલિન વેષ વગેરે કરવો. એ સર્વ લોકવિરૂદ્ધ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે.
વાચકશિરોમણિ શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધર્મી લોકોનો આધાર લોક છે, માટે જે વાત લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી. લોકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે-લોકવિરૂદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે..
ધર્મવિરૂદ્ધ હવે ધર્મવિરૂદ્ધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જા તથા માંકડ વગેરે તડકે નાખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લખો વગેરે ફોડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજૂબત મોટા જાડા ગળણાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખવો.
આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, હાતાં, કાંઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં. રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર બળખો, કોગળો વગેરેનું પાણી તથા તાંબુલ વગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખવો. દેવ, ગુરુ તથા સાધર્મિ એમની સાથે દ્વેષ કરવો, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહુ રાખવો, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકમ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પદોની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશવિરૂદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લોકવિરૂદ્ધ આચરણ કરે તો તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરૂદ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરૂદ્ધકર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે.
ઉચિત આચારો અને તેના નવ ભેદ હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાડયું છે, તે અહીં લખીએ છીએ. માણસમાત્રનું માણસપણું સરખું છતાં કેટલાક માણસો જ આ લોકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નક્કી જાણવું
તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કે - ૧. પોતાના પિતા સંબંધી, ૨. માતા સંબંધી, ૩. સગા ભાઈ સંબંધી, ૪. સ્ત્રી સંબંધી, ૫. પુત્ર-પુત્રી સંબંધી, ૬. સગાવહાલાં સંબંધી, ૭. વડીલ લોકો સંબંધી, ૮. શહેરના રહીશ લોકો સંબંધી તથા ૯. અન્ય દર્શની સંબંધી, એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણસે કરવું જોઈએ.
હવે પિતાના સંબંધમાં મન-વચન-કાયાંથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું જોઈએ તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે કે –
પિતાનું ઉચિત. પિતાની શરીર-સેવા ચાકરની જેમ પોતે વિનયથી કરવી, તે એમ કે – તેમના પગ ધોવા તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવું ‘ભોજન, બિછાનું, વસ્ત્રો, ઉવટણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, કોઈના કહેવાથી પરાણે અથવા કચવાતા અને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં.
કહ્યું છે કે -પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાનો સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તો પણ કયાંથી આવે? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરે જ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની જેમ સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ "હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરૂં છું.” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ.અધૂરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. *
સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પોતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તો જ કરવું. તથા સેવા ગ્રહણ આદિ
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૪૫
તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણો તેમનો અભ્યાસ કરવો. બુદ્ધિનો પહેલો ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યના રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે.
કહ્યું છે કે-જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી જુદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરોડો તરૂણ લોકો પણ તે જાણી શકતા નથી. જુઓ રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. પોતાના મનમાંનો અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવો.
પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જો કદાચ પિતા કોઈ કામ કરવાની ના કહે તો તે ન કરે, કોઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તો પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન કરે.
જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણા માતાના મનોરથ પૂર્ણ કર્યા, તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સદ્ગુરુની સેવા કરવી, ધર્મ સાંભળવો, વ્રત પચ્ચકખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવુ, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોનો ઉદ્ધાર કરવો, વગેરે જે ઈચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે.
પિતાના ધર્મ-મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લોકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કોઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલો ભાર ઉતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનોને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જોડયા વિના ઉપકારનો ભાર હલકો કરવાનો બીજો કોઈ ઉપાય જ નથી.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. તે આ રીતે-૧. મા-બાપના, ૨. ધણીના અને ૩. ધર્માચાર્યના.
માતા-પિતાદિના ઉપકારનો બદલો કોઈ પુરુષ જાવજીવ સુધી પ્રભાતકાળમાં પોતાનાં માબાપને શત પાક તથા સહસ્ત્રપાક તેલવડે અભંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંધોદક, ઉષ્ણોદક અને શીતોદક એ ત્રણ જાતના પાણીથી ત્વવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાક શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન જમાડે, અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે તો પણ તેનાથી પોતાના મા-બાપના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પરંતુ જો તે પુરુષ પોતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તો જ પુરુષથી પોતાનાં માબાપના ઉપકારનો બદલો વાળી શકાય.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વામીના ઉપકારનો બદલો કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે અને તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની જેમ તે પછી ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહનો ભોગવનારો એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતો તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે તો પણ તેનાથી તે ધણીના ઉપકારનો બદલો વાળી શકાય નહીં, પરંતુ જો તે માણસ પોતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતર્ભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તેનાથી ધણીના ઉપકારનો બદલો વાળી શકાય.
ધમચિાર્યના ઉપકારનો બદલો કોઈ પુરુષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળો એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જો ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેનો બરાબર વિચાર કરી મરણનો સમય આવે મરણ પામી કોઈ દેવલોકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પોતાના તે ધર્માચાર્યને જો દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે, અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પણ તે પુરુષ કેવલિભાપિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી, અંતર્ભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરુષથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાય.
માતપિતાની સેવા કરવા ઉપર, પોતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસાડી કાવડ પોતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે પણ માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દષ્ટાંત જાણવું.
પોતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કોઈ મિથ્યાત્વી શ્રેષ્ઠીના મુનિમપણાથી પોતે મોટો થયેલો, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થયેલા મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પોતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલનાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની જેમ જ સમજવું.
માતાના ઉચિતની વિશેષતા હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે - તે કહે છે. માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૪૭
હોય છે અને સ્ત્રીનો સ્વભાવ એવો હોય છે કે, નજીવી બાબતમાં તે પોતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે વર્તવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે.
મનુએ કહ્યું છે કે-ઉપાધ્યાયથી દસગણા શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે – પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરુષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરુષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા પુરુષો તો જાવજીવ તીર્થની જેમ માને છે. પશુઓની માતા પુત્રને જીવતો જોઈને ફકત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યોથી સંતોષ પામે છે અને લોકોત્તર પુરુષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. હવે ભાઈભાડું સંબંધી ઉચિત આચરણ કહે છે.
ભાઈઓનું ઉચિત પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવો, નાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુ માનવો. "મોટા ભાઈ માફક” એમ કહેવાનું કારણ એ છે કે, “જ્યેષ્ટો ભ્રાતા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે એમ કહ્યું છે, માટે મોટા ભાઈ માફક એમ કહ્યું. જેમ લક્ષ્મણ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા નાના ભાઈએ પણ મોટા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ નાના-મોટા ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણમાં ધ્યાન રાખવું.
ભાઈ પોતાના ભાઈને જુદો ભાવ ન દેખાડે, મનમાંનો સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુ:ખ પડશે ત્યારે ઉપયોગી થશે તે ખ્યાલથી કાંઈ ધનનો સંગ્રહ કરવો જોઈએ, એમ ધારી જો કાંઈ છૂપું રાખે તો એમાં કાંઈ દોષ નથી.
ભાઈને શિખામણ હવે નઠારી સોબતથી પોતાનો ભાઈ ખરાબ રસ્તે ચડે તો શું કરવું, તે વિષે કહે છે.
વિનય રહિત થયેલા પોતાના ભાઈને તેના દોસ્તો પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા વગેરે લોકો પાસે શીખામણ દેવરાવે, પણ પોતે તેનો તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારો ભાવ હોય તો પણ બહારથી તેને પોતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જો તે ભાઈ ઠેકાણે ન આવે તો તેનો એ સ્વભાવ જ છે" એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેના વિષે દાન. આદર વગેરે બાબતમાં સમાન દષ્ટિ રાખવી, એટલે પોતાના સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આગતા-સ્વાગતા કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પોતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં થોડો પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં મન બગડે છે અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લોકોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમકે –
૧. ઉત્પન્ન કરનાર, ૨. ઉછેરનાર, ૩. વિદ્યા આપનાર, ૪. અન્ન-વસ્ત્ર દેનાર અને ૫. જીવ બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧. રાજાની સ્ત્રી, ૨. ગુરુની સ્ત્રી, ૩. પોતાની સ્ત્રીની માતા, ૪. પોતાની માતા, ૫. પોતાની ધાવમાતા. એ પાંચે માતા કહેવાય છે. ૧. સગોભાઈ, ૨. સાથે ભણનાર, ૩. મિત્ર, ૪. માંદગીમાં માવજત રાખનાર અને પ. માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણીની એકબીજાને સારી રીતે યાદ કરાવવી. કેમ કે-જે પુરુષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેનો પરમબંધુ કહેવાય.
ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રી ઋષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણ ભાઈઓનું દગંત જાણવું. ભાઈ માફક દોસ્તની સાથે પણ ચાલવું.
સ્ત્રીનું ઉચિત આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિ વચન કરી, સારું માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિ-વચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે પ્રીતિવચન જેવું બીજાં વશીકરણ નથી, કળાકૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજો ધર્મ નથી અને સંતોષ સમાન બીજાં સુખ નથી.
પુરુષ પોતાની સ્ત્રીને વરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પોતાનું કુટુંબ ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જોવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાય-સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે અને તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં.
આભૂષણ આદિ આપવાનું કારણ એ કે-સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે લક્ષ્મી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઈન્દ્રિયો વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે - ત્યાં હલકાં લોકોના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
- ૨૪૯
પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની જેમ પ્રાયે બગડે છે, માટે નાટક જોવા વગેરે કામો તજવાં.
પુરુષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગે અથવા કોઈને ઘેર જતાં અટકાવે, કુશીલિની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું સગા-વહાલાનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણથી છૂટી-એકલીને જુદીન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની જેમ કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવું-ફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તો મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી.
સ્ત્રીઓનાં ગૃહકાર્યો સ્ત્રીઓએ ઘરમાં કયાં કયાં કામ કરવાં એ વિષે કહે છે - પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી આદિ વાસણ ધોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયો દોહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વગેરે ચોખ્ખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેનો વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્યો જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહકાર્યો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૃત્યોમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે.
સ્ત્રીની સાચવણી શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે-પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું, અને પોતાનો આત્મા સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યત રાખવો. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી-એમ કહ્યું, એનું કારણ એ છે કે-પ્રાયે માંહોમાંહે જોવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે-જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરુષને વિશે સ્ત્રીને દઢ પ્રેમ થાય છે. ન જોવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશાં મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી.
સ્ત્રી સાથે વર્તના પુરુષ વગર કારણે ક્રોધાદિકથી પોતાની સ્ત્રીની આગળ "તારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચનન કહે, કાંઈક અપરાધ થયો હોય તો તેને એકાંતમાં એવી શીખામણ દે કે પાછો તે એવો અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આગળ કહે નહીં." "તારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન
Page #271
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બોલવાં, એનું કારણ એ છે કે, કોણ એવો મૂર્ખ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીનો છાંટો પણ ન પામે અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે, અથવા નરકાવાસ ભોગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓનો ભર્તાર થવું, એ ઠીક નથી.
૨૫૦
કદાચ કોઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે, તો તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈનો વારો ખંડિત ન કરવો, કારણ કે શોકયનો વારો તોડાવીને પોતાના પતિની સાથે કામસંભોગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે-એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમભદ્રની સ્ત્રીની જેમ સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું, કેમકે પાંવાહ : સ્ત્રીપુ માર્વવત્ પાંચલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થયેલાં દેખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થયેલો પણ અનુભવવામાં આવે છે.
નગુણી સ્ત્રી હોય તો બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કોઈપણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે "ગૃહિણી તે ઘર.” એવું શાસ્ત્રનું વચન છે. "ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનનો લાભ સ્ત્રી આગળ કરે તો તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી મોટાઈ ગુમાવે.
ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કોમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરી, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે સ્ત્રી પુવ પ્રમવતિ યાર્ તદ્ધિ પેર્દ વિનષ્ટન્” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તો તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે.
મંથર કોળીનું દૃષ્ટાંત
કોઈ નગ૨માં મંથર નામનો એક કોળી હતો. તે વણવાનો દાંડો વગેરે કરવાને અર્થે લાકડાં લેવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તો પણ તે સાહસથી તોડવા લાગ્યો. ત્યારે વ્યંતરે કોળીને કહ્યું "વર માગ" તે કોળીના ઘરમાં તેની સ્ત્રીનું જોર હોવાથી તે સ્ત્રીને પૂછવા ગયો. માર્ગમાં તેને એક (ઘાંયજો) દોસ્ત મળ્યો, તેણે કંહ્યું, "તું રાજ્ય માગ." તો પણ તેણે સ્ત્રીને પૂછયું સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે -
–
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૫૧
"પુરુષ લક્ષ્મીના લાભથી ઘણો વધી જાય ત્યારે પોતાના જૂના દોસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે એમ વિચારી તેણે ભર્તારને કહ્યું કે, "ઘણા દુઃખદાયી રાજ્યને લઈને શું કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક માગ એટલે તારાથી બે વસ્ત્ર સાથે વણાશે.” પછી કોળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આપ્યું. પણ લોકોએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કોળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખ્યો.
અર્થાત્ – જેને પોતાને અક્કલ નથી. તથા જે મિત્રનું કહેવું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથર કોળીની જેમ નાશ પામે. ઉપર કહેલો પ્રકાર કવચિત્ બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તો તેની સલાહ લેવાથી ઉલટો ઘણો ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ-તેજપાળનું દષ્ટાંત જાણવું.
સારા કુળમાં પેદા થયેલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પોતાના સાધર્મિક અને પોતાના સગા-વહાલામાં આવેલી સ્ત્રીઓની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે પ્રીતિ કરવાનું કારણ એ છે કે-ખરાબ કુળમાં જન્મેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને રોગાદિક થાય તો તેની ઉપેક્ષા પુરુષ ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યોમાં સ્ત્રીને તેનો ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણ કે પુરુષ સ્ત્રીના પુણ્યનો ભાગ લેનારો છે; તથા ધર્મકૃત્ય કરાવવું એ જ પરમ ઉપકાર છે. પુરુષનું સ્ત્રીના સંબંધમાં આ વિગેરે ઉચિત આચરણે પ્રય જાણવું.
પુત્રનું ઉચિતા હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું-ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન-પાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કળામાં કુશળ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જો સંકડાયેલું અને દુર્બળ રહે તો તે કોઈ કાળે પણ પુષ્ટન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચ વર્ષનો થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષનો થાય ત્યાં સુધી તાડના કરવી, અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની જેમ વર્તવું. પિતાએ પુત્રને ગુરુ, દેવ, ધર્મ, સુખી તથા સ્વજન એમનો હંમેશાં પરિચય કરાવવો. તથા સારા માણસોની સાથે તેને મૈત્રી કરાવવી.
ગુરુ આદિકનો પરિચય બાલ્યાવસ્થાથી જ હોય તો વલ્કલચીરિની જેમ હંમેશાં મનમાં સારી ભાવના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકોની સાથે મૈત્રી કરી હોય તો કદાચ નશીબના વાંકથી ધન ન મળે તો પણ આવનારા અનર્થ તો ટળી જાય જ, એમાં શક નથી. અનાર્ય દેશમાં થયેલા એવા પણ આકુમારની અને અભયકુમારની મૈત્રી તે જ ભવમાં સિદ્ધિને અર્થે થઈ.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨પર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
- પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જોડવો તથા અનુક્રમે તેને ઘરની માલિકી સોંપવી. "કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી” એમ કહેવાનું કારણ એ છે કે કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તો તેમનો તે ગૃહવાસ નથી. પણ માત્ર વિટંબણા છે; તથા એકબીજા ઉપરનો રાગ ઉતરી જાય તો કદાચ બને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દાંત સંભળાય છે. તે એ કે -
કડાનું દાંત ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણો કુરૂપ અને નિર્ગુણી એવો પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરુષ સારો અને સ્ત્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચોરે ખાતર પાડયું અને બન્ને કજોડાને જોઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરુષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરુષ પાસે ફેરવી નાંખી.
જ્યાં સુરૂપનો યોગ થયો, તે બન્ને સ્ત્રી-પુરુષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીનો યોગ થયો, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો ત્યારે ચોરોએ આવીને કહ્યું કે, "હે મહારાજ ! રાત્રિને વિષે પરદ્રવ્યનો અપકાર કરનારા અને વિધાતાની ભૂલ સુધારી, એક રત્નને બીજા રત્નની સાથે યોગ કર્યો." ચોરનું વચન સાંભળી હસનારા રાજાએ તે જ વાત પ્રમાણ કરી.
વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. "તેને ઘરના કાર્યભારમાં જોડવો." એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયેલો પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય તેમજ ઘણાં દુઃખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતની જાણ થઈ અનુચિત વ્યય કરવાનું મનમાં ન લાવે. "ઘરની માલિકી સોંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે મોટા લોકોએ યોગ્ય કાર્ય નાનાને માથે નાખવાથી નાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને નાનો પુત્ર યોગ્ય હોય તો તેને માથે જ નાંખવો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાનો, તથા તેની શોભા વગેરે વધવાનો પણ સંભવ છે.
પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રોની પરીક્ષા કરી સોમો પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સોંપ્યું. પુત્રની જેમ જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ યોગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચોખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. ચોથી વહુ રોહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉજ્જિતા, ભોગવતી અને રક્ષિતા એ ત્રણે મોટી વહુઓને અનુક્રમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું.
પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તો તેને ઘૂતાદિ વ્યસનથી થતો ધનનો નાશ, લોકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતો અટકે છે. તથા લાભ, ખરચ અને સિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે તેથી તે સ્વચ્છંદી થતો
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
નથી, તથા પોતાની મોટાઈ રહે છે.
"પુત્રની પ્રશંસા ન જ કરે." એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તો પુત્રની પ્રશંસા જ ન ક૨વી. કહ્યું છે કે “ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તો બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તો સ્તુતિ કરવી, પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે અને વૃથા અહંકાર વગેરે આવે છે.
૨૫૩
પિતાએ પુત્રને રાજસભા દેખાડવી તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા, પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે - રાજસભાનો પરિચય ન હોય તો કોઈ વખતે દુર્દેવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાંખે. કેમકે-રાજદરબારમાં જવું, રાજાના માનીતા લોકો જોવા, તેથી કાંઈ અર્થ લાભ ન થાય તો પણ અનર્થનો નાશ તો થાય જ, માટે રાજસભાનો અવશ્ય પરિચય કરાવવો.
પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય અને કારણ પડેથી ત્યાં જવું પડે તો ત્યાંના લોકો એને પરદેશી જાણીને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે, માટે પરદેશના આચાર-વ્યવહાર દેખાડવા. પિતાની જેમ માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પોતાને કાંઈ ઓછું પડયું એમ માનનારો હોય છે. આ વિષયમાં સાવકીમાએ આપેલી અડદની રાબડી ઓકનાર પુત્રનો દાખલો જાણવો.
સગાં સંબંધીઓનું ઉચિત
પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લોકો સ્વજન કહેવાય છે. તેમનાં સંબંધમાં પુરુષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ-સગાઈ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમનો હંમેશાં આદરસત્કાર કરવો. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તો પોતાની પાસે રાખવા. સ્વજનોને માથે કાંઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તો પોતે પણ હંમેશાં ત્યાં જવું તથા તેઓ નિર્ધન અથવા રોગાતુર થાય તો તેમનો તે સંકટમાંથી ઉદ્ધાર કરવો.
કેમકે-રોગ, આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય: સ્વજનનો ઉદ્ધાર કરવો તે ખરેખર જોતાં પોતાનો જ ઉદ્ધાર કરવા બરાબર છે, કેમકે રહૅટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કોઈની રિદ્રી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તો પૂર્વે આપણે જેના ઉપર ઉપકાર કર્યા હોય તેઓ જ આપણો આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનોનો સંકટમાંથી ઉદ્ધાર કરવો જ.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પુરુષે સ્વજનોની પૂંઠે (પાછળથી) નિંદા ન કરવી; તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્ક વાદ ન કરવો, કારણ કે તેથી ઘણા કાળની પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે, પુરુષે સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય તો તેના ઘરમાં પ્રવેશ ન કરવો, તેમની સાથે પૈસાનો વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરુનું અથવા ધર્મનું કાર્ય હોય તો તેમની સાથે એકદિલ થવું.
સ્વજનોની સાથે પૈસાનો વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે; પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં, એક વાદવિવાદ, બીજો પૈસાનો વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રી-સાથે ભાષણ.
ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે સંસારી કામમાં પણ સ્વજનોની સાથે એકદીલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તો પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તો જરૂર એકદિલપણું હોવું જ જોઈએ. કેમકે, તેવાં કાર્યોનો આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંઘનાં કાર્યો એકદિલથી થાય તેમાં જ નિર્વાહ તથા શોભા વગેરેનો સંભવ છે, માટે તે કાર્યો સર્વની સંમતિથી કરવાં. સ્વજનોની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓનો દાખલો છે, તે નીચે પ્રમાણે છે :
સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત પ્રથમ તર્જની (અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડાહી હોવાથી અહંકાર પામી મધ્યમા (વચલી) આંગળીને કહે છે, "તારામાં શા ગુણ છે?” મધ્યમાએ કહ્યું, "હું સર્વે આંગળીઓમાં મુખ્ય, મોટી અને મધ્ય ભાગમાં રહેનારી છે. તંત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેનો નાશ કરવાને માટે ચપટી વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું.”
એમ જ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, "દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેની નવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે કરવાનું; તથા જળ, ચંદન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું મારા તાબામાં છે." પછી ચોથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, "હું પાતળી હોવાથી કાનની અંદર ખણવા આદિ ઝીણાં કામો કરી શકું છું, શરીરે દુઃખ આવે છેદાદિ પીડા સહું છું. શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું.”
તે સાંભળી ચારે આંગળીઓએ માંહમાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછયું કે, તારામાં શા ગુણ છે?” અંગૂઠાએ કહ્યું, અરે ઓ ! હું તો તમારો ધણી છું! જુઓ લખવું, ચિત્રામણ કરવું. કોળીયો વાળવો, ચપટી વગાડવી, ટચકારો કરવો, મૂઠી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લોચ કરવો, પીંજવું, વણવું, ધોવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટો કાઢવો, ગાયો વગેરે દોહવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પપૂજા કરવી વગેરે
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૫૫ કાર્યો મારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, શ્રી જિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કરવો વગેરે કાર્યો એકલા મારાથી જ થાય છે.” તે સાંભળી ચારે આંગળીઓ અંગૂઠાનો આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી.
ગુરુનું ઉચિત સ્વજનના સંબંધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. પુરુષે દરરોજ ત્રણ ટંક ભક્તિથી તથા શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યો દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામો કરવાં. તથા તેમની પાસે શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવો.
ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધર્મી લોકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પોતાની શક્તિ પ્રમાણે રોકે; પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે-મોટાઓની નિંદા કરનાર જ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે તથા ધર્માચાર્યનો સ્તુતિવાદ હંમેશાં કરે, કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યના છિદ્ર ન જોવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની જેમ તેમને અનુવર્તવું, તથા પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવોને પોતામાં જેટલી શક્તિ હોય, તેટલી શક્તિથી વારવા.
પ્રશ્ન:- "પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જોવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રની જેમ શી રીતે વર્તવું?"
ઉત્તર :- ખરી વાત છે, ધર્માચાર્ય તો પ્રમાદથી અને મમતાથી રહિત જ છે, પણ જુદી જુદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જુદો જુદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે - "હે ગૌતમ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે, એક માતા-પિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શોકય સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ.
પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓનો, જિનમંદિરનો તથા વિશેષે કરી જિનશાસનનો કોઈ વિરોધી હોય અથવા કોઈ અવર્ણવાદ બોલતો હોય, તો તેને સર્વ શક્તિથી વારવો." આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવર્તીના પૌત્ર જયકુમાર, જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લોકોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘનો ઉપદ્રવ ટાળ્યો હતો, તેનો દાખલો જાણવો.
પુરુષે પોતાનો કંઈ અપરાધ થએ છતે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે "આપ કહો તે યોગ્ય છે.” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તો તેમને એકાંતમાં "મહારાજ! આપ જેવા ચરિત્રવંતને આ વાત ઉચિત છે કે?" એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એવો સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરવો. અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા કપટ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રહિત અનુસંગ ધારણ કરવો, પુરુષ પરદેશમાં હોય તો પણ ધર્માચાર્યે કરેલા સમ્યક્ત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઈત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું:
સ્વ-નગર-નિવાસીઓનું ઉચિત
પુરુષ જે નગરમાં પોતે રહેતો હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજીવિકા કરનારા લોકો રહેતા હોય, તે "નાગર" એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. નગરમાં રહેનાર લોકોને દુઃખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પોતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તો પોતે પણ સંકટમાં પડયા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તો પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકો જો કુસંપમાં ૨હે. તો રાજાના અધિકારીઓ તેમને, શિકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તો પણ પોતાની મોટાઈ વધારવા સારું સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી તથા કોઈએ કોઈની ચાડી ન કરવી.
એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તો તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તો પણ યવનની જેમ કોઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂર્ખની જેમ કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે ક૨વા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તો પણ તે જો ઘણી ભેગી થાય, તો તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ બાંધે છે.
મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાનો કોપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કે –એક પટાવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનાર ભારંડ પક્ષીની જેમ કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એક બીજાનાં મર્મોનું રક્ષણ કરતા નથી. તે રાફડામાં રહેલા સર્પની જેમ મરણ પર્યંત દુઃખ પામે છે.
કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તો ત્રાજુઆ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પોતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. પ્રબળ લોકોએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેનો દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લોકો માંહોમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તો ઘણા બલિષ્ઠ લોકો પણ વગડામાંથી જુદા પડેલા સિંહની જેમ જ્યાં ત્યાં પરાભવ જ પામે છે.
માટે માંહોમાંહે સંપ રાખવો એજ સારું છે. કેમકે-માણસોનો સંપ સુખકારી છે, તેમાં પણ પોતપોતાના પક્ષમાં તો અવશ્ય સંપ હોવો જ જોઈએ. જુઓ ફોતરાથી પણ જુદા પડેલા ચોખા ઊગતા નથી. જે
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૫૭ પર્વતોને ફોડી નાંખે છે તથા ભૂમિને પણ વિચારે છે, તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રોકે છે. એ સંપનો મહિમા છે.
પોતાનું હિત ઈચ્છનારા લોકોએ ધનનો વ્યય કરનારા રાજાના દેવસ્થાનના અથવા ધર્મખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણનો વ્યવહાર ન કરવો અને જ્યારે આમ છે તો રાજાની સાથે વ્યવહાર ન જ કરવો. એમાં તો કહેવું જ શું?
રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ કે, તે લોકો ધન લેવું હોય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગયે બેસવા આસન, પાન-બીડાં આદિ આપી ખોટો-દેખાડવાનો ભભકો દેખાડે છે અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લેણું માગીએ, ત્યારે "અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું ?" એમ કહી પોતે કરેલા તલના ફોતરા સરખો યતિચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તે જ વખતે મૂકી દે છે એવો તેમનો સ્વભાવ છે. કહ્યું છે કે-૧. બ્રાહ્મણમાં ક્ષમા, ૨. માતામાં દ્વેષ, ૩. ગણિકામાં પ્રેમ અને ૪. અધિકારીઓમાં દાક્ષિણ્યપણું એ ચારે અનિષ્ઠ જાણવાં, એટલું જ નહીં, પણ તે ઉલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે.
કહ્યું છે કે – લોકો પૈસાદાર માણસ ઉપર ખોટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે; પણ નિર્ધન માણસ અપરાધી હોય તો પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કોઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તો તરવાર દેખાડે છે. તો પછી સ્વભાવથી ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી? આ રીતે સરખો ધંધો કરનારા નાગર લોકના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. સરખો ધંધો ન કરનારા નાગર લોકોની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું.
અન્ય ધર્મીઓનું ઉચિત નાગર લોકોએ એક-બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહ્યું. હવે, અન્યદર્શની લોકોની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ.
અન્ય દર્શની ભિક્ષુકો આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું.
જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે.
આચાર ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનાદિકના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે.
શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે – જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો. દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.
સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી, જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાનાં સંબંધમાં અભ્યત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઉભું રહેવું) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું.
અવસરોચિત વચનથી થતો લાભ અવસરે કહેલા યોગ્ય વચનથી ઘણો લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરોડ મૂલ્યના મોતીના ભરેલા છ મૂડ, એકેક તોલમાં ચૌદ ભાર જેટલો એવા ધનના બત્રીશ કુંભ, શૃંગારના રત્નજડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને રાજ-પિતામહ એ બિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચોવીશ સારા જાતિવંત અશ્વ વગેરે ઋદ્ધિ આપી. ત્યારે આંબડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ ઋદ્ધિ યાચકજનોને આપી.
એ વાતની રાજા પાસે કોઈએ ચાડી ખાધી, ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આંબડમંત્રીને કહ્યું કે, "કેમ તું મારા કરતાં પણ વધારે દાન આપે છે?" આંબડે કહ્યું "મહારાજ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તો અઢાર દેશના ધણી છો, એમાં આપ તરફથી પિતાજીનો કાંઈ અવિનય થયેલો ગણાય?" વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈને આંબડને રાજપુત્ર એવું બિરૂદ આપ્યું અને પૂર્વે આપી હતી તે કરતાં બમણી ઋદ્ધિ આપી.
ગ્રંથાંતરમાં કહ્યું છે કે-દાન દેતાં, ગમન કરતાં, સૂતાં બેસતાં, ભોજન-પાન કરતાં, બોલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર હોય તો જ તે મનોહર લાગે છે માટે સમયને, જાણ પુરુષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમકે એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા ક્રોડો ગુણો છે. એક ઉચિત આચરણ ન હોય તો સર્વ ગુણોનો સમુદાય ઝેર માફક છે, માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડી દેવું. તેમજ જે આચરવાથી પોતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લૌકિક શાસ્ત્રમાં ઉપકારનું કારણ હોવાથી અહીં દેખાડીએ છીએ.
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૫૯
મૂર્ખનાં સો લક્ષણ "રાજા ! સો મૂર્ખ કયાં? તે સાંભળ, અને તે તે મૂર્ણપણાનાં કારણ છોડ. તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામીશ."
૧. છતી શક્તિએ ઉદ્યમ ન કરે, ૨. પંડિતોની સભામાં પોતાનાં વખાણ કરે, ૩. ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪. દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે, ૫. જાગાર, કિમિયા વગેરેથી ધન મેળ વવાની આશા રાખે, ૬. ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખે, ૭. બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે. ૮. વણિક થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે, ૯. માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦. પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે,
૧૧. ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨. ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરે, ૧૩. ચંચળ સ્ત્રીનો ભર્તાર થઈ ઈર્ષા રાખે, ૧૪. શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, ૧૫. પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, ૧૬. અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે, ૧૭. અવસર આવે નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮. બોલવાનો અવસર આવે મૌન રાખે, ૧૯. લાભને અવસરે કલહ-કલેશ કરે, ૨૦. ભોજનને સમયે ક્રોધ કરે, ૨૧. મોટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨. સાધારણ બોલવામાં ફિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩. પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, ૨૪. સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, ૨૫. સ્ત્રીની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬. પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ૨૭. કામી પુરુષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮. યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯. પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે; ૩૦. અમારું મોટું કુલ એવા અહંકારથી કોઈની ચાકરી ન કરે,
૩૧. દુર્લભ એવું દ્રવ્ય આપીને કામભોગ સેવે, ૩૨. મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય, ૩૩. રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪. અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫. કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, ૩૬. મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, ૩૭. કૃતજ્ઞ પાસે ઉપકારના બદલાની આશા રાખે, ૩૮. અરસિક પુરુષ આગળ પોતાના ગુણ જાહેર કરે, ૩૯. શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, ૪૦. રોગી છતાં પરેજી ન પાળે,
૪૧. લોભથી સ્વજનને છોડી દે, ૪ર. મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન બોલે, ૪૩. લાભનો અવસર આવે આળસ કરે, ૪૪. મોટો ઋદ્ધિવંત છતાં કલહ-કલેશ કરે, ૪૫. જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઈચ્છા કરે. ૪૬. મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭. દુર્બળ લોકોને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, ૪૮. જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, ૪૯. ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રૂચિ ન રાખે, ૫૦. બીજાએ સંચય કરેલું ધન ઉડાવે.
૫૧. માન રાખી રાજા જેવા ડોળ ઘાલે, પર. લોકોમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩. દુઃખ આવે દીનતા બતાવે, ૫૪. સુખ અને ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫. થોડા બચાવવાને અર્થે ઘણો વ્યય કરે, ૫૬. પરીક્ષાને અર્થે ઝેર ખાય, ૫૭. કિમિયામાં ધન હોમ, ૫૮. ક્ષય રોગ છતાં
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રસાયન ખાય, ૫૯. પોતે પોતાની મોટાઈનો અહંકાર રાખે. ૬૦. ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય.
૬૧. નિરંતર વગર કારણે આમ તેમ ભટકતો રહે, ૬૨. બાણના પ્રહાર થયા હોય તો પણ યુદ્ધ જુએ, ૬૩. મોટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪. થોડું ધન છતાં આડંબર મોટો રાખે, ૬૫. હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬. પોતાને શૂરવીર સમજી કોઈની બીક ન રાખે, ૬૭. ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૭. હાંસી કરતાં મર્મ વચન બોલે, ૬૯. દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે, ૭૦. લાભ નક્કી નહીં છતાં ખરચ કરે,
૭૧. પોતાના ખરચનો હિસાબ રાખવામાં પોતે કંટાળો કરે, ૭૨. નશીબ ઉપર ભરોસો રાખી ઉદ્યમ ન કરે, ૭૩. પોતે દરિદ્રી થઈ વાતો કરવામાં વખત ગુમાવે, ૭૪. વ્યસનાસક્ત થઈ ભોજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫. પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે, ૭૬. કઠોર સ્વર છતાં ગીત ગાય, ૭૭, સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮. કૃપણતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯. જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦. સભાનું કામ પૂરું થયા વિના ઘરમાંથી ઉઠી જાય,
૮૧. દૂત થઈ સંદેશો ભૂલી જાય, ૮૨. ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય, ૮૩. યશને અર્થે ભોજનનું ખર્ચ મોટું રાખે; ૮૪. લોક વખાણ કરે એવી આશાથી થોડો આહાર કરે, ૮૫. જે વસ્તુ થોડી હોય તે ઘણી ભક્ષણ કરવાની મરજી રાખે, ૮૬. કપટી અને મીઠા બોલા લોકોના પાસમાં સપડાય, ૮૭. વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮. બે જણા કાંઈ મસલત કરતા હોય તો વચ્ચે ત્રીજો જાય, ૮૯, આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦. અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે;
૯૧. ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય, ૯૨. લોકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૯૩. યશને અર્થે અજાણ માણસનો જામીન જાય, ૯૪. હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૫. બધે ભરોસો રાખે, ૯૬. લોક વ્યવહાર ન જાણે, ૯૭, યાચક થઈ ઉષ્ણ ભોજન જમવાની ટેવ રાખે, ૯૮. મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, ૯૯. કુકર્મ કરતાં શરમાય નહીં અને ૧૦૦. બોલતાં બહુ હસે, તે મૂર્ખ જાણવો." આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે.
અન્ય હિતવચનો વળી જેથી આપણો અપજશ થાય તે છોડવું. વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે વિવેકી પુરુષે સભામાં બગાસું, છીંક, ઓડકાર, હાસ્ય વિગેરે કરવાં પડે તો મોં આગળ કપડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખોતરવું નહીં અને હાથ મરડવા નહીં. પલાંઠી વાળવી, પગ લાંબા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને ખરાબ ચેષ્ટા ન કરવી, અવસર અને કુલીન પુરુષોનું હસવું માત્ર હોઠ પહોળા થાય એટલું જ હોય છે. પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૬૧
બગલમાં સીસોટી વગાડવા આદિ અંગવાઘ, અગર પ્રયોજને તૃણના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખોતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં, વિવેકી પુરુષે ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પોતાની પ્રશંસા સાંભળી મનમાં અહંકાર ન લાવવો તથા સમજુ લોકો વખાણ કરે તો તે ઉપરથી આપણામાં ગુણ છે એટલો નિશ્ચય ફકત કરવો, પણ • અહંકાર ન કરવો. વિચક્ષણ પુરુષોએ પારકા વચનનો અભિપ્રાય બરાબર ધારવો.
નીચ માણસ હલકાં વચન બોલે તો તેનો બદલો વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરુષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાનકાળમાં ભરોસો રાખવા યોગ્ય ન હોય. તે વાતમાં એ એમ જ છે એવો સ્પષ્ટ પોતાનો અભિપ્રાય ન જણાવવો. વિવેકી પુરુષોએ પારકા માણસ પાસેથી શરૂ " કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કાંઈ દાખલા-દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવું કોઈનું વચન હોય તો તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કબૂલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તેને પહેલેથી જ તેમ કહી દેવું, પણ મિથ્યાવચન કહીને ખાલી કોઈને ધક્કા ન ખવરાવવા.
સમજા લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પોતાના શત્રુઓને તેવાં વચન સંભળાવવાં પડે તો તે પણ અન્યોક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવાં. જે પુરુષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરોણા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પોતાની સંતતિ, ભાઈયાત, ચાકર, બહેન, આશ્રિત લોકો સગાં-સંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સરખું સૂર્ય તરફ ન જોવું, તેમજ ચંદ્ર-સૂર્યનું ગ્રહણ, ઊંડા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશમાં ન જોવું. સ્ત્રી-પુરુષનો સંયોગ, મૃગયા, તરુણ અવસ્થામાં આવેલ નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રીડા અને કન્યાની યોનિ એટલા વાનાં ન જોવાં. '
વિદ્વાન પુરુષ પોતાના મુખનો પડછાયો તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ. કારણ કે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનનો ભંગ, ગઈ વસ્તુનો શોક તથા કોઈનો નિદ્રાભંગ કોઈ કાળે પણ ન કરવો. ઘણાની સાથે વૈર ન કરતાં ઘણાના મતમાં પોતાનો મત આપવો. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરુષોએ સર્વે સારા કાર્યમાં અગ્રેસર થવું. માણસો કપટથી પણ નિઃસ્પૃહપણું દેખાડે તો પણ તેથી ફળ નીપજે છે. પુરુષોએ જે કૃત્ય કરવાથી કોઈનું નુકશાન નીપજે એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કોઈ કાળે અદેખાઈ કરવી નહીં.
પોતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિનો સંપ થાય તેમ કરવું, કારણ કે એમ ન કરે તો માન્ય પુરુષોની માનખંડના અને અપશય થાય. પોતાની જાતિ છોડીને પરજાતિને વિષે આસક્ત થયેલા લોકો કુકર્મમાં રાજાની જેમ મરણપર્યંત દુઃખ પામે છે. જ્ઞાતિઓ માંહોમાંહે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે અને સંપમાં રહે તો જેમ જળમાં કમલિની વધે છે તેમ વૃદ્ધિ પામે. સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલો પોતાનો મિત્ર, સાધર્મી, જ્ઞાતિના આગેવાન, મોટા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ગુણી તથા પુત્ર વિનાની પોતાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને મોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું.
મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે- પુરુષે બ્રહ્મમુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થનો વિચાર કરવો. સૂર્યને ઊગતાં તથા આથમતાં કોઈ વખતે પણ ન જોવો. પુરુષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઈ હરકત હોય તો ગમે તે દિશાએ મુખ કરીને મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદના કરવી, તેમજ ભોજન કરવું. હે રાજા ! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો, કારણ કે તે હોય તો જ ધર્મ વગેરે થાય છે.
જેટલો ધનનો લાભ હોય તેનો ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પોષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, આરિસામાં મુખ જોવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરથી આઘે જઈ મળ-મૂત્ર કરવું, પગ ધોવા, તથા એંઠવાડનાંખવો. જે પુરુષ માટીના ગાંગડા ભાંગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે તે આ લોકમાં લાંબું આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું તથા નગ્ન થઈને નહાવું, નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એઠા હાથ વિગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એઠા હાથ મસ્તકે ન લગાડવા.
માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય વિના શીખામણને અર્થે કોઈને તાડના પણ ન કરવી. પુરુષોએ કોઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રિએ હાવું સારું નથી, તથા ભોજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન જાવું. ગુરુનો દોષ ન કહેવો, ગુરુ ક્રોધ કરે તો તેમને પ્રસન્ન કરવા તથા બીજા લોકો આપણા ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં.
હે ભારત ગુરુ, સતી સ્ત્રીઓ, ધર્મી પુરુષો તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈપણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત થયેલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કરવો, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લોકોની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં, તથા એકલા મુસાફરી કરવી નહીં.
હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા અગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવળી
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૬૩
અથવા દૂર દષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવવા નહીં. હોઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઠું હોય તે ભક્ષણ ન કરવું, તથા કોઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તો ચોરમાર્ગે જવું નહીં.
ઉનાળાની તથા ચોમાસાની ઋતુમાં છત્ર લઈને તથા રાત્રિએ અથવા વગડામાં જવું હોય તો લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કોઈએ પહેરેલાં હોય તો પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈર્ષા કરવી નહીં તથા પોતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈર્ષા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષા કરવી નહીં.
હે મહારાજ ! રાત્રીએ જળનો વ્યાપાર, દહીં અને સાથવો તેમજ મધ્યરાત્રિએ ભોજન કરવું નહીં. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચા કરીને ન સૂવું. ગોદોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચી પણ ન બેસવું. પુરુષે તદ્દન પ્રાતઃકાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણા અજાણ માણસોની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિનદર્પણમાં પોતાનું મુખ વિગેરે જોવું નહીં. હે રાજા ! પંડિત પુરુષે એક કમળ અને કુવલય વર્જીને રાતી માળા ધારણ કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન્ ! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બોલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભોજન, શયા ઉપર દીવો, તથા અધમ પુરુષોની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં, નાક ખોતરવું નહીં, પોતે પોતાનાં પગરખાં ન ઉપાડવાં, માથે ભાર ન ઉપાડવો, તથા વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહીં. પાત્ર ભાંગે તો પ્રાયે કલહ થાય છે અને ખાટ ભાંગે તો વાહનનો ક્ષય થાય. જ્યાં શ્વાન અને કૂકડો વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી.
ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલાં સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જોનારા માણસોને કાંઈ ભાગ ન આપી પોતે જ એકલો જે માણસ ભોજન કરે, તે કેવળ પાપભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પોતાની જ્ઞાતિનો ઘરડો થયેલો માણસ અને પોતાનો દરિદ્રી થયેલો મિત્ર એમને ઘરમાં રાખવાં.
ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવો. કારણ કે, સ્વાર્થી માણસે ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકસાન નમવું નહીં. થોડું ખરચી ઘણાનો બચાવ કરવો એમાં જ ડહાપણ છે. લેણું-દેણું તથા બીજા કર્તવ્ય કર્મ જે સમયે કરવાં જોઈએ તે સમયે શીધ્ર ન કરાય તો તેની અંદર રહેલો રસ કાળ ચુસી લે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પોતે જ બેસે તે પુરુષ અધમ જાણવો. અંગમાં કોપ નહીં
• રાતું કમળ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
છતાં કોપ કરે. નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણી છતાં ગુણીનો દ્વેષ કરે એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા.
માતાપિતાનું પોષણ ન કરનારો, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનારો અને મૃત પુરુષનું શય્યાદાન લેનારો એ ત્રણે જણાને ફરીથી મનુષ્યનો અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની જેમ નમ્ર થવું, પણ સર્ષની જેમ કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનારો પુરુષ અવસર આવે અનુક્રમે ફરીથી મોટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની જેમ ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા યોગ્ય થાય છે.
બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની જેમ અંગોપાંગનો સંકોચ કરી તાડનાઓ સહન કરવી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લોકો હોય તો પણ તેમને બલિષ્ઠ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામો પવન હોય તો પણ એક જથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરુષો શત્રુને એકવાર વધારીને તેનો તદન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષો સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે.
લોકો પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યા પુરુષ એક તીક્ષ્ણ શત્રુથી બીજા તીક્ષ્ણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પ્રાણી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાંખે છે, તેમ પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે પાડર્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવરો, નદીઓ, શસ્ત્રધારી પુરુષો, સ્ત્રીઓ અને રાજાઓ-એમનો વિશ્વાસ કોઈ કાળે કરવો નહીં.
પશુ અને પંખીથી લેવાના ગુણો સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણો લેવી, સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. બગલાની જેમ અર્થનો વિચાર કરવો. સિંહની જેમ પરાક્રમ કરવું, વરુની માફક લૂંટવું અને સસલાની જેમ નાસી જવું. ૧. સૌના પહેલાં ઉઠવું, ૨. લઢવું, ૩. બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪. સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શિખામણો કૂકડા પાસેથી લેવી.
૧. એકાંતમાં સ્ત્રીસંભોગ કરવો, ૨. ધિઠાઈ રાખવી, ૩. અવસર આવે ઘર બાંધવું, ૪. પ્રમાદન કરવો અને ૫. કોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણો કાગડા પાસેથી લેવી. ૧. મરજી માફક ભોજન, ૨. અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખવો, ૩. સુખે નિદ્રા લેવી, ૪. સહજમાં જાગૃત થવું, ૫. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬. શૂરવીર રહેવું. એ છ શીખામણો કૂતરા પાસેથી લેવી.
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૬૫ ૧. ઉપાડેલો ભાર વહેવો, ૨. ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩. હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણો ગધેડા પાસેથી લેવી.
આ વિગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણનો સુશ્રાવકોએ સમ્યફ પ્રકારે વિચાર કરવો. કહ્યું છે કે-જે માણસ હિત કયું? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પોતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણતો નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભોગવવું, પહેરવું, બોલવું. એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાનું જાણવો. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી. '
વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે -
વિનયપુરનગરમાં ધનવાન એવો વસુભદ્રનો ધનમિત્ર નામનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણો દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણો દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધિરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તો પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય
ઉદ્વિગ્ન થઈ, ગજપુરનગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પુછયો. - કેવળી ભગાવને કહ્યું, "વિજયપુરનગરમાં ઘણો કૃપણ એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો. તે ઘણો મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામનો શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયો. કાંઈક ભાવથી તથી કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો. તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાનનો પુત્ર થયો. અને અમને મળ્યો તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણો દરિદ્રી અને દુઃખી થયો. જે જે રીતે કર્મ કરાય છે, તે જ રીતે તેના કરતાં હજારગણું ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.
કેવળીના એવા વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરવો, એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘર દેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતો. તથા બીજા, ત્રીજા વગરે પહોરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહાર શુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યો.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આગળ જતાં ધનમિત્ર જુદા ઘરમાં રહ્યો અને ધર્મિષ્ઠ જાણીને કોઈ શેઠે તેને પોતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોનો સમુદાય વગડામાં જવા નીકળ્યો ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતો હતો. ગાયોના સમુદાયનો ધણી ગોવાળિયો "આ અંગારા છે.” એમ સમજીને સોનાનો નિધિ નાંખી દેતો હતો, તેને જોઈ ધનમિત્રે કહ્યું, "આ સોનું છે, કેમ નાંખી દો છો ?" ગોકુળના ધણીએ કહ્યું, "પૂર્વે પણ અમારા પિતાજીએ આ સોનું છે એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે." ધનમિત્રે કહ્યું, "હું ખોટું કહેતો નથી.” ગોકુળના ધણીએ કહ્યું, "એમ હોય તો અમને ગોળ વગેરે આપીને તું જ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ત્રીસ હજાર સોનૈયા મળ્યા. તથા બીજાં પણ તેણે ઘણું ધન મેળવ્યું, તેથી તે મોટો શેઠ થયો. તે જ ભવમાં ધર્મનું માહાત્મ કેટલું સાક્ષાત્ દેખાય છે?
એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્રશેઠને ઘેર એકલો જ ગયો. ત્યારે સુમિત્રશેઠ ક્રોડ મૂલ્યનો રત્નનો હાર બહાર મૂકીને કાંઈ કાર્યને અંગે ઘરમાં ગયો અને તુરત પાછો આવ્યો. એટલામાં રત્નનો હાર કયાંય જતો રહ્યો. ત્યારે "અહીં બીજો કોઈ આવ્યો નથી માટે તેં જ લીધો." એમ કહી સુમિત્ર ધનમિત્રને રાજસભામાં લઈ ગયો. ધનમિત્રે જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમકિતી દેવતાનો કાઉસ્સગ્ન કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની ઓટીમાંથી જ રત્નનો હાર નીકળ્યો. તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું. | "ગંગદત્ત નામનો ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદત્તે પોતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિંમતનું રત્ન કોઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તો પણ પોતાની સ્ત્રીને વિષે મોહ હોવાથી ગંગદત્તે તેને તારા સગાવ્હાલાઓએ જ તે રત્ન ચોર્યું છે.” એમ કહી ખોટું આળ દીધું. પછી શેઠની સ્ત્રી બહુ દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થયો. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાખ્યા. હમણાં રત્નનો હાર હરણ કર્યો હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણા ભવ સુધી વેરનો બદલો વાળશે.
"અરે રે! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું, ધનમિત્રના પુણ્યથી સમ્યગુદષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છોડાવ્યો." જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલ રાજા તથા ધનમિત્ર મોટા પુત્રને પોતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ મુક્તિએ ગયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનમિત્રની કથા છે.
मज्झण्हे जिणपूआ, सपुत्तदाणाइजुत्ति भुंजित्ता । पच्चक्खाइ अ गीअत्यअंतिए कुणइ सज्झायं ||८||
मध्याह्न जिनपूजा-सुपात्रदानादि युक्त्या भुंक्त्वा । प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम् ||८||
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
ર૬૭ મધ્યાહ્ન પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભોજન માટે નીપજાવેલા હોય તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિનો અનુક્રમ ઉલ્લંઘન નહીં કરતાં પછી ભોજન કરવું. અહીં ભોજન કરવું એ અનુવાદ છે. મધ્યાહ્નની પૂજા અને ભોજનના કાળનો કંઈ નિયમ નથી, કેમકે ખરેખરી સુધા લાગે એ જ ભોજનનો કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાહ્ન થયા પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભોજન કરે તો તેમાં કંઈ બાધ આવતો નથી.
આયુર્વેદમાં તો વળી આવી રીતે બનાવેલું છે કે-પહેલા પહોરમાં ભોજન કરવું નહીં, બે પહોર ઉલ્લંઘન કરવા નહીં (ત્રીજો પહોર થયા પહેલાં ભોજન કરી લેવું). પહેલા પહોરમાં ભોજન કરે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તો બળની હાનિ થાય છે.
સુપાત્રે દાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે. શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઈચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષનો છે કે દુર્ભિક્ષનો છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે? તથા પાત્ર (મુનિરાજ) આચાર્ય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, રોગી, સમર્થ કિંવા અસમર્થ છે? ઈત્યાદિ વિચાર મનમાં કરવો અને હરિફાઈ, મોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, "બીજા લોકો દાન આપે છે માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ.” એવી ઈચ્છા, ઉપકારનો બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવા.
પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેંતાળીશ તથા બીજા દોષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્ર આદિ વસ્તુ, પ્રથમ ભોજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પોતે પોતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહીને પોતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવી. આહારના બેતાળીસ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાંથી જોઈ લેવા, દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું.
મુનિરાજનો યોગ ન હોય તો, મેઘ વિનાની વૃષ્ટિ માફક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તો હું કૃતાર્થ થાઉ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે - જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઈ, તે વસ્તુ કોઈપણ રીતે સુશ્રાવકો ભક્ષણ કરતા નથી, માટે ભોજનનો અવસર આવે દ્વાર તરફ નજર રાખવી.
મુનિરાજનો નિર્વાહ બીજી રીતે થતો હોય તો અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્મિક્ષ આદિ હોવાથી જો નિર્વાહ ન થતો હોય તો આતુરના દષ્ટાંતથી તે જ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગયેલા, ગ્લાન થયેલા, લોચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવો આહાર જેને જે યોગ્ય હોય
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભૈષજ્ય (ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું) એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તો મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી? ઈત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિથી જાણી લેવો. એ સુપાત્રદાન જ અતિથિસંવિભાગ દ્રત કહેવાય છે.
કહ્યું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનુ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તે જ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સુખની સૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તી વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થોડા સમયમાં જ નિર્વાણ સુખનો લાભ થાય છે. કહ્યું છે કે – ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન અને ૫. કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભોગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભોગ-સુખાદિક મળે છે.
સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકો અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગુદષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાદષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મોટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. - ૧. અનાદર, ૨. વિલંબ, ૩. પરામુખપણું, ૪. કડવું વચન અને ૫. પશ્ચાત્તાપ એ પાંચ વાનાં શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે. ૧. ભ્રમર ઊંચી ચઢાવવી, ૨. દષ્ટિ ઊંચી કરવી, ૩. અંતવૃત્તિ રાખવી, ૪. પરાગમુખ થવું, ૫. મૌન કરવું અને ૬. કાળવિલંબ કરવો, એ છ પ્રકારનો નકારો કહેવાય છે. ૧. આંખમાં આનંદનાં આંસુ, ૨. શરીરના રૂવાટાં ઊંચા થવાં, ૩. બહુમાન, ૪. પ્રિય વચન અને પ. અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે.
સુપાત્ર દાન અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારની કથા સંપત્તિના મોટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી, તેમાં સમરસિંહ એવું યથાર્થ નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતો હતો. માઠી અવસ્થામાં આવી પડેલા લોકોનાં દુઃખોને હરણ કરનારો વસુસાર નામનો એક મોટો ધનાઢય વ્યાપારી તે રવિશાળામાં રહેતો હતો. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રત્ન સરખા ઉત્કૃષ્ટ ગુણોને ધારણ કરનાર રત્નસાર નામે એક પુત્ર હતો. તે એક વખતે પોતાના દોસ્તો સાથે વનમાં ગયો. વિચક્ષણ રત્નસારે ત્યાં વિનયંધર આચાર્યને જોઈ વંદન કરી તેમને પૂછયું કે, "હે મહારાજ ! આ લોકમાં પણ સુખ શી રીતે મળે છે?”
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
•
૨૬૯
આચાર્યશ્રીએ કહ્યું, "હે દક્ષ ! જીવ સંતોષની વૃદ્ધિ રાખવાથી આ લોકમાં સુખી થાય છે; પરંતુ બીજી કોઈ રીતે સુખી નથી થતો. સંતોષ દેશથી અને સર્વથી એવા બે પ્રકારનો છે. તેમાં દેશ સંતોષથી ગૃહસ્થ પુરુષોને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અંગીકારથી ગૃહસ્થ પુરુષોને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સંતોષની વૃદ્ધિ તો મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારૂં સુખ આ લોકમાં જ મળે છે.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે – "એક માસના દિક્ષા પર્યાયવાળા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વાણવ્યંતરની, બે માસના દીક્ષાપર્યાયવાળા ભવનપતિની, ત્રણ માસના દીક્ષા પર્યાયવાળા અસુરકુમારની, ચાર માસના પર્યાયવાળા જ્યોતિષીની, પાંચ માસના પર્યાયવાળા ચંદ્ર-સૂર્યની, છ માસના પર્યાયવાળા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસના પર્યાયવાળા સનકુમારવાસી દેવતાની, આઠ માસ સુધી પાળનારા મહેન્દ્ર, બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીયાર માસ સુધી પાળનારા રૈવેયકવાસી દેવતાની તથા બાર માસ સુધી સંયમ પાળનારા અનુત્તરોપપાતિક દેવતાના મનમાં ઉત્પન્ન થયેલ સુખની પ્રાપ્તિનું ઉલ્લંઘન કરે છે."
જે માણસ સંતોષી નથી. તેને ઘણાં ચક્રવર્તિ રાજ્યોથી, અખૂટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનોથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કોણિક રાજા, મમ્મણ શેઠ, હાસા-પ્રહાસાનો પતિ વગેરે મનુષ્યો સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા. કેમકે અભયકુમારની જેમ સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતોષી એવા ચક્રવર્તીને તથા ઈન્દ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જોનારા સર્વે દરિદ્ર થાય છે; પણ નીચે નીચે જોનારા કયા માણસની મોટાઈ વૃદ્ધિ પામી? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતોષને સાધવાને અર્થે તું પોતાની ઈચ્છા માફક ધન-ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણ કર.
ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તો પણ તેથી પાર વિનાનું ફળ મળે છે; પરંતુ નિયમ લીધા વિના ઘણો ધર્મ આચર્યો હોય તો પણ તેથી સ્વલ્પમાત્ર ફળ મળે છે; જુઓ! કૂવામાં માત્ર ઝરણું હોય છે, તો પણ તે નિયમિત હોવાથી તેનું જળ કોઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે માણસે નિયમ લીધો હોય તો સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તો સારી અવસ્થામાં હોય છતાં પણ કદાચ ધર્મકૃત્ય મુકાય છે. તેમજ નિયમ લીધો હોય તો જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દોરડું બાંધવાથી જ જાનવરો પણ ઉભા રહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જુઠ, જળનું જીવિત શીતળપણું અને ભક્ષ્યનું જીવિત ઘૃત છે, માટે ડાહ્યા પુરુષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણો જ મજબૂત પ્રયત્ન કરવો, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની સુખે પ્રાપ્તિ થાય છે."
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રત્નસારકુમારે સદ્ગુરુની એવી વાણી સાંભળીને સમ્યક્ત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધું. તે એ રીતે કે :- "મારી માલિકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતીના અને પરવાળાના એમ એકેકના આઠ આઠ મૂડા, નાણાબંધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સો મૂડા ધાન્ય, એક લાખ ભાર બાકીનાં કરીયાણાં, ૬૦ હજાર ગાયો, પાંચસો ઘર તથા દુકાનો, ચારસો વાહન, એક હજાર ઘોડા અને હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મારે રાજ્ય અને રાજ્યનો વ્યાપાર પણ ન સ્વીકારવો. શ્રદ્ધાવંત એવો રત્નસારકુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમા અણુવ્રતનો અંગીકાર કરી શ્રાવક ધર્મ પાળવા લાગ્યો.
બીજે કોઈ વખતે તે પાછો પોતાના શુદ્ધ મનવાળા દોસ્તોની સાથે ફરતાં ફરતાં "રોલંબલોલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શોભા જોતો તે ક્રીડા પર્વત ઉપર ગયો. ત્યાં કુમારે દિવ્ય રૂપ અને દિવ્ય વેષ ધારણ કરનારું તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નર જોડલું જોયું. તે બન્નેનું મુખ ઘોડા જેવું અને બાકીનો શરીરનો તમામ ભાગ માણસ સરખો, એવું કોઈ દિવસે ન જોયેલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, જો એ માણસ અથવા દેવતા હોય તો એનું મુખ ઘોડા જેવું કેમ હોય? માટે એ માણસ નથી, અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થયેલ કોઈ દેવતાનું વાહન હશે" તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું, "હે કુમાર તું કુ-કલ્પના કરીને મારી ફોગટ વિડંબના શું કરવા કરે છે? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્યંતર દેવતા છું પણ તું માત્ર તિર્યંચ સરખો છે, કારણ કે, તારા પિતાએ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખ્યો છે."
અરે કુમાર! સમરાંધક નામનો એક નીલવર્ણ ધારણ કરનારો ઉત્તમ ઘોડો તારા પિતાને કોઈ દૂર દ્વીપમાં પૂર્વે મળ્યો. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનારો, હલકા કાનનો, ઠેકાણા વગરનો, પગે પગે દંડ કરનારો અને ક્રોધી હોય છે. તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા મુખને ધારણ કરનારો, ટુંકા કાનને ધારણ કરનારો, બહુ જ ચપળ, સ્કંધને વિષે બેડીરૂપ ચિહન ધારણ કરનારો અને પ્રહાર ન ખમી શકે એવો છે આ રીતે ખરાબ રાજા સરખો તે અશ્વ છે ખરો, તો પણ એ આશ્ચર્ય છે કે - તે સર્વ લોકોના મનને ખેંચનારો તથા પોતાની ધણીની સર્વ પ્રકારે ઋદ્ધિ વધારનારો છે. કેમકે-કુશ મુખવાળા, નહીં બહુ જાડા તથા નહીં બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા, ઊંચા બંધને અને પહોળી છાતીને ધારણ કરનારા, સ્નિગ્ધ રોમરોજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃષ્ઠભાગે ઘણા જ વિશાળ અને ઘણા વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણોને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું."
પવન કરતાં પણ ચપળ એવો તે ઘોડો "અસવારનું મન વધારે આગળ દડે છે કે, હું દોડું છું” એવી હરીફાઈથી જ કે શું? એક દિવસમાં સો ગાઉ જાય છે. જાણે લક્ષ્મીનો અંકુર જ હોય નહીં ! એવા બેસવા લાયક ઘોડા ઉપર જે પુરુષ અસવાર થાય, તે સાત દિવસમાં જગમાં શ્રેષ્ઠ એવી વસ્તુ મેળવે છે. એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર ! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતો નથી, અને પોતે
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
પંડિતાઈનો મોટો અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી મારી વગર કારણે નિંદા કરે છે ! જો તું તે ઘોડો મેળવીશ, તો તારું ધૈર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયો.
૨૭૧
રત્નસારકુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યો, અને પોતાને ઘણો જ ઠગાયેલો માની આકૂળ-વ્યાકૂળ થઈ શોક કરવા લાગ્યો, પછી ઘરના મધ્ય ભાગમાં જઈ બારણાં દઈ પલંગ ઉપર બેઠો. ત્યારે દીલગીર થયેલા પિતાએ આવી તેને કહ્યું કે, "હે વત્સ ! તને શું દુઃખ થયું ? કાંઈ મનને અથવા શરીરને પીડા થઈ નથી ને ? જો કાંઈ તેવું હોય તો હું તેનો ઉપાય કરૂં” જે હોય તે વાત મને કહે, કેમકે મોતીની પણ કિંમત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં આવાં વચનથી સંતોષ પામેલા રત્નસારે શીઘ્ર બારણાં ઉઘાડયાં, અને જે વાત બની હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી.
પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, "હે વત્સ ! એ અમારો પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિ૨કાલ ફરતાં રખે અમને પોતાના વિયોગથી દુ:ખી કરે” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ઘોડો ઘણી મહેનતે ગુપ્ત રાખ્યો, પણ તે હવે તારા હાથમાં સોંપવો જ પડશે, પરંતુ તને યોગ્ય લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ઘોડો આપ્યો. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમા૨ને ઘોડો મેળવવાથી ઘણો આનંદ થયો, શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે કોને આનંદ ન થાય ? પછી ઘણો બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉદયાચલ પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘોડા ઉપર ચઢયો અને વયથી તથા શીળથી સરખા એવા શોભતા ઘોડા ઉપર બેઠેલા શ્રેષ્ઠમિત્રોની સાથે નગરથી બહાર નીકળ્યો. ઈન્દ્ર જેમ પોતાના ઉચ્ચઃશ્રવા નામના અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, જેની બરાબરીનો અથવા જેથી ચઢિયાતા લક્ષણવાળા ઘોડો જગતમાં પણ નથી. એવા ઉચ્ચઃશ્રવા સમાન તે ઘોડારૂપી રત્નને ઘોડા ફેરવવાના મેદાનમાં ફેરવવા લાગ્યો.
ડાહ્યા એવા કુમારે તે ઘોડાને આક્ષેપથી અનુક્રમે થોરિત, વલ્ગિત, લુત, અને ઉત્તેજિત એ ચાર ગતિમાં (ચાર પ્રકારની ચાલમાં) ચલાવ્યો. પછી શુક્લધ્યાન જીવને પાંચમી ગતિએ પહોંચાડે છે ત્યારે તે જીવ જેમ બીજા સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ઘોડાને આસ્યંદિત નામની ગતિએ પહોંચાડયો, ત્યારે તે ઘોડાએ બીજા સર્વે ઘોડાને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલો એક બુદ્ધિશાળી પોપટ હતો, તેણે કાર્યનો પાર ધ્યાનમાં લઈ વસુસાર શેઠને કહ્યું કે, "હે તાત ! આ મારો ભાઈ રત્નસારકુમાર હાલમાં અશ્વરત્ન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકનો ઘણો રસિક એવો કુમાર ચાલાક મનનો છે; ઘોડો હરિણ સરખો ઘણો ચાલાક અને ચાલતાં જબરા કૂદકા મારનારો છે, અને દૈવની ગતિ વીજળીના ચમકારા કરતાં પણ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનું પરિણામ કેવું આવશે ?
સારા ભાગ્યનો જાણે એક સમુદ્ર જ હોય નહીં ! એવા મારા ભાઈનું અશુભ તો કોઈ ઠેકાણે થાય જ નહીં, તથાપિ સ્નેહવાળા લોકોના મનમાં પોતાની જેના ઉપર પ્રીતિ હોય તેવી બાબતમાં અશુભ કલ્પનાઓ
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭ર
શ્રોદ્ધવિધિ પ્રકરણ
આવ્યા વિના રહેતી નથી. સિંહ જ્યાં જાય ત્યાં પોતાની પ્રભુતા જ ચલાવે છે, તથાપિ તેની માતા સિંહણનું મન પોતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુઃખી થાય છે. એમ છતાં પણ પહેલાંથી જ પોતાની શક્તિ પ્રમાણે યતના રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હોય, તેવામાં જ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારું દેખાય છે, માટે હે તાત ! હે સ્વામિનું આપની આજ્ઞા થાય તો હું કુમારની શોધ માટે એક પાળાની માફક તુરત જઉં. દૈવ ન કરે અને કદાચ કુમાર ઉપર કાંઈ આપદા આવી પડે તો, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચનો વગેરે સંભળાવી તેને સહાય પણ કરું.”
પછી શેઠના મનમાં જે અભિપ્રાય હતો તેને મળતી વાત કરનાર પોપટને શેઠે કહ્યું કે, "હે ભલા પોપટ ! તેં બહુ સારું કહ્યું. તારું મન શુદ્ધ છે, માટે હે વત્સ ! હવે તું શીધ્ર જા અને ઘણા વેગથી ગમન કરનારા એવા રત્નસારકુમારને વિકટ માર્ગમાં સહાય કર. લક્ષ્મણ સાથે હોવાથી રામ જેમ સુખે પાછા આવ્યા, તેમ તારા જેવો પ્રિય મિત્ર સાથે હોવાથી તે કુમાર પોતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પાછો પોતાને સ્થાનકે આવશે." શેઠનાં એવાં વચન સાંભળી પોતાને કૃતાર્થ માનનારો તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સબુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળ્યો. બાણની જેમ ગમન કરનાર તે પોપટ તુરત જ કુમારને આવી મળ્યો. કુમારે પોતાના નાના ભાઈની જેમ પ્રેમથી બોલાવી ખોળામાં બેસાર્યો. જાણે મનુષ્ય રત્નની (રત્નસારની) પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાના અહંકારમાં આવ્યો હોય નહીં ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અથ્વોને નગરની પાછળ ભાગોળના ભાગમાં જ મૂકયા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદ પુરુષોને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્વરને પાછળ મૂકેલા બાકીના ઘોડા પ્રથમથી જ નિરુ ત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઉભા રહ્યા. * હવે અતિશય કૂદકા મારનારો, જમીનથી પ્રાયે અદ્ધર ચાલનારો કુમારનો ઘોડો જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિને સ્પર્શ પણ કરતો નહોતો. તે સમયે નદીઓ, પર્વતો, જંગલની ભૂમિઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું! વેગથી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘોડો કૌતુકથી ઉત્સુક થયેલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પોતાના થતા શ્રમ તરફ કોઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘોડો અનુક્રમે વારંવાર ફરતી ભીલની સેનાથી ઘણી ભયંકર એવી શબરસેના નામની મોટી અટવામાં આવ્યો.
તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા જંગલી કૂર જાનવરોની ગર્જનાઓના બહાનાથી જાણે "હું સર્વ અટવીમાં અગ્રેસર છું" એવા અહંકાર વડે ગર્જના જ કરતી ન હોય! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવરો કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીઆના શબ્દના બહાનાથી "અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તો શીઘ આમ આવી” એમ કહી કુમારને બોલાવતી જ ન હોય ? એવી દેખાતી હતી. તે મોટી અટવીમાંના વૃક્ષ પૂજતી શાખાઓના ટુંકના બહાનાથી જાણે તે
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૩
અધ્વરત્નનો વેગ જોઈ, ચમત્કાર પામી પોતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવા દેખાતાં હતાં. તે મહાઇટવીમાં ભિલ્લની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થે શું ! કિન્નરીની જેમ મધુર સ્વરથી ઉભટ ગીતો ગાતી હતી.
આગળ જતાં રત્નસારકુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસકુમારને સ્નેહવાળી નજરથી જોયો, તે તાપસકુમાર મર્યલોકમાં આવેલા નાગકુમાર જેવો સુંદર હતો; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જોતાંવેંત જ સ્નેહવાળી દેખાતી હતી અને તેને જોતાં જ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી, તે તાપસકુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસારકુમારને જોઈને, જેમ વરને જોવાથી કન્યાના મનમાં લજ્જા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજ્જા, ઉત્સુકતા, હર્ષ વગેરે મનોવિકાર ઉત્પન્ન થયા. ઘણા મનોવિકારથી ઉત્તમ એવો તાપસકુમાર મનમાં શૂન્ય જેવો થયો, તથાપિ કોઈપણ રીતે ધર્મ પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. "હે જગવલ્લભ ! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર અને અમારી સાથે વાતચીત કર.”
તારા નિવાસથી કયો દેશ અને કયું નગરજગતમાં ઉત્તમ અને પ્રશંસા યોગ્ય થયું? તારા જન્મથી કયું કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયું? તારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પની જેમ સુગંધીવાળી થઈ? કે જેની અમે પ્રશંસા કરીએ? એવો સૈલોકયને આનંદ પમાડનારો તારો પિતા ક્યો? તને પણ પૂજવા યોગ્ય એવી તારી માન્ય માતા કોણ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રેષ્ઠ એવો તું જેમની સાથે સંબંધ રાખે છે, તે સજ્જનની જેમ જગતને આનંદ પમાડનારાં તારાં સ્વજન કયાં? જે વડે જગતુમાં તું ઓળખાય છે, તે મોટાઈનું સ્થાનક એવું તારું નામ કયું? તારે પોતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું? કેમકે, તું કોઈ પણ મિત્ર વિના એકલો જ દેખાય છે. બેંજાનો તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું? અને મારી સાથે તું પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?”
તાપસકુમારનું એવું મનોહર ભાષણ પૂર્ણપણે સાંભળતાં એકલો રત્નસાર જ નહીં, પરંતુ ઘોડો પણ ઉત્સુક થયો, તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉભો રહ્યો. ઉત્તમ અશ્વોનું વર્તન અસવારની મરજી મારફ જ હોય છે. રત્નસાર તાપસકુમારના સૌન્દર્યથી અને બોલવાની ચતુરાઈથી મોહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકાયો નહીં. એટલામાં તે ભલો પોપટ વાચાળ માણસની માફક ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યો. જે સર્વ અવસરનો જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ?
પોપટ કહે છે, "હે તાપસકુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે? હાલમાં તેં અહિં કાંઈ વિવાહ માંડયો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુર જ છે, તથાપિ તે તને કહું છું. સર્વ વ્રતધારીઓને ઘેર આવેલો અતિથિ સર્વ પ્રકારે પૂજવાલાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે ચારે વર્ગોનો ગુરુ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનો ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓનો ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોનો ગુરુ ઘેર આવેલો અતિથિ છે; માટે હે તાપસકુમાર ! જો તારું ચિત્ત આ કુમાર ઉપર હોય તો. એની ઘણી પરોણાગત કર. બીજા સર્વ વિચાર કોરે મૂકી દે.”
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થયેલા તાપસકુમારે રત્નના હાર સરખી પોતાની કમળ માળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે - "હે શ્રેષ્ઠ કુમાર ! તું જ જગમાં વખાણવા લાયક છે, કારણ કે, તારો પોપટ વચનચાતુરીમાં ઘણો જ નિપુણ છે. તારું સૌભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે; માટે હે કુમાર ! હવે ઘોડા ઉપરથી ઉતર, મારો ભાવ ધ્યાનમાં લઈ મારો પરોણો થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળોથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ નાનું સરખું એક તળાવ છે. આ સઘળો સુંદર વનનો સમુદાય છે, અને અમે તારા તાબેદાર છીએ. મારા જેવા તાપસથી તારી પરોણાગત તે શી થવાની? નગ્ન તપસ્વીના મઠમાં રાજાની આસના-વાસના તે શી થાય? તથાપિ હું મારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે વરખડાનું ઝાડ પોતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું? માટે શીઘ મહેરબાની કરી આજ મારી વિનંતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરુષો કોઈની વિનંતિ કોઈ પણ વખતે ફોગટ જવા દેતા નથી."
રત્નસારના મનમાં ઘોડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતો. પાછળથી જાણે સારા શુકનો જ ન હોય એવાં તાપસકુમારનાં વચનથી તે નીચે ઉતર્યો. પછી તે બન્ને કુમારો જાણે જન્મથી માંડીને જ મિત્ર ન હોય! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા; તે હમણાં પ્રીતિથી એકબીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માંહોમાંહે આલિંગન કરીને મળ્યા. પછી માંહોમાંહે દઢ થયેલી પ્રીતિ તેવી ને તેવી જ રાખવાને અર્થે તે બન્ને જણા એક-બીજાનો હાથ પકડી થોડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા.
પ્રીતિથી માંહોમાંહે હસ્તમેળાપ કરનારા અને કુમારો જંગલની અંદર ક્રીડા કરનાર બે હાથીના બચ્ચાંની જેમ શોભવા લાગ્યા. તાપસકુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવો, ક્રીડા કરવાનાં સ્થાનકો વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં.
ફળોની તથા ફૂલોની ઘણી સમૃદ્ધિ થવાથી નમી ગયેલાં એવાં, પૂર્વે કોઈ સમયે જોવામાં ન આવેલાં, કેટલાંક વૃક્ષો નામ દઈ દઈને તાપસકુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં પછી રત્નસાર, તાપસકુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની જેમ એક નાના સરોવરમાં હાયો. તાપસકુમારે રત્નસારને સારી રીતે હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલ-ફળાદિ લાવી મૂકયાં.
તે આ પ્રમાણે-જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લોકોનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધરી થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળો, ઘણાં નાળિયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળો, ખજૂરનાં ફળો, મીઠાશનું માપ જ ન હોય! એવાં ઘણાં રાયણનાં ફળો, પાકાં ક્ષીરામલકીનાં ફળો, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવા હારબંધ ચારોળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજ ફળો, સારાં મધુર બીજોરાં, સુંદર નારંગીઓ, સર્વોત્કૃષ્ટ દાડમો, પાકાં સાકર નિંબૂ, જાંબૂડાં, બોર, ગૂંદાં, પીલુ, ફણસ, શીંગોડા, સકરટેટી, ચીભડાં પાકાં તથા કાચાં એવાં જુદા જુદા વાલુક ફળો, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્રાક્ષ વગેરેનાં સરસ શરબતો.
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૫
નાળિયેરનું તથા સ્વચ્છ સરોવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આમ્બવેતસ, આમલી, નિંબૂવિગેરે; સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સોપારીઓ, પહોળા અને નિર્મળ પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ભોગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચંપક, કેતકી, માલતી, મોગરા, કુંદ, મચકુંદ, ઘણા જ સુગંધી જાત જાતનાં કમળો, હર્ષ ઉત્પન્ન કરનારા ડમરો આદિ પુષ્પો તથા પત્રો; તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થયેલાં કૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસકુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુઓ બરોબર ગોઠવીને રત્નસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુઓ મૂકવાનું કારણ એ છે કે, તે અટવીમાં સર્વ ઋતુનાં ફળ-ફૂલ હંમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે, માટે વિસ્તારથી સર્વે વસ્તુ તાપસકુમારે મૂકી.
પછી મોટા મનને ધારણ કરનારા રત્નકુમાર તાપસ કુમારે કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘણા આદરથી એકવાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષણ કરી જ ન હોય! એવી તે સર્વ વસ્તુઓ ઉપયોગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની એવી જ મહેરબાની હોય છે ! પછી તાપસકુમારે, રાજા ભોજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પોપટને તેની જાતિને ઉચિત એવાં ફળોથી તૃપ્ત કર્યો. ઘોડાને પણ તેની જાતિને લાયક આસના-વાસના કરી, તથા યોગ્ય વસ્તુ ખવરાવી તાપસકુમારે થાક વિનાનો તથા તૃપ્ત કર્યો. ઠીક જ છે. મોટા મનવાળો પોપટ રત્નસારકુમારનો અભિપ્રાય સમ્યફ પ્રકારે જાણી પ્રીતિથી તાપસકુમારને પૂછવા લાગ્યો કે –
હે તાપસકુમાર ! જેને જોતાં જ રોમરોજી વિકસ્વર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વ્રત તે કેમ આદર્યું! સર્વે સંપદાઓનો જાણે એક સુરક્ષિત કોટ જ ન હોય ! એવું આ તારું સ્વરૂપ કયાં? અને સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન કરનારું એવું આ તાપસ વ્રત તે કયાં? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કોઈના ભોગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે તારું આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથી જ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાંખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેશ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવા વલ્કલોને શી રીતે સહન કરી શકે? જોનારની નજરે મૃગજળની જેમ બંધનમાં નાંખનાર એવો આ તારો કેશપાશ કૂર એવા જટાબંધનો સંબંધ સહેવા લાયક નથી. આ તારું સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યોગ્ય એવા નવનવા ભોગોપભોગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણી દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસકુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હોવાથી, ભાગ્યયોગથી, માઠા કર્મથી, કોઈના બલાત્કારથી, કોઈ મહાતપસ્વીનો શાપ હોવાથી અથવા બીજા કયા કારણથી આ કઠણ તપસ્યાનો સ્વીકાર કર્યો ? તે કહે."
પોપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસકુમારે એક સરખી નેત્રમાંથી ઝરતી આંસુધારાના બહાનાથી અંદર રહેલા દુઃખને વમતો ન હોય ! તેવી ગદ્ગદ્ સ્વરથી કહેવા લાગ્યો - "હે ભલા પોપટ ! હે ઉત્તમકુમાર ! તમારી બરાબરી કરી શકે એવો જગતમાં કોણ છે? કારણ કે અનુકંપાપાત્ર એવા મારે વિષે તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પોતાને અથવા પોતાના કુટુંબીઓને દુઃખી જોઈ દુઃખી
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થયેલા કોણ દેખાતા નથી? પણ પારકા દુઃખથી દુઃખી થનારા પુરુષો ત્રણે જગત્માં હશે તો માત્ર બે-ત્રણ જ હશે.
કહ્યું છે કે-શૂરવીર, પંડિત તથા પોતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢય લોકો, પૃથ્વી ઉપર પગલે પગલે હજારો જોવામાં આવશે, પણ જે પુરુષનું મન પારકા દુઃખી માણસને પ્રત્યક્ષ • જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુઃખી થાય એવા સત્પુરુષો જગત્માં પાંચ કે છ જ હશે,
સ્ત્રીઓ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સપુરુષ સિવાય બીજો કોણ રક્ષણ કરનારો છે? માટે હે કુમાર ! મારી જે હકીકત છે તે હું તારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય?"
તાપસકુમાર આમ બોલે છે, એટલામાં મદોન્મત્ત હાથીની જેમ વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારો, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કોઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘોર ધૂમાડામાં અતિશય ગર્વ કરનારો, ન સંભળાય એવા મહાભયંકર ધુત્કાર શબ્દથી દિશાઓમાં રહેનારા માણસોના કાનને પણ જર્જર કરનારો. તાપસ કુમારના પોતાના વૃત્તાંત કહેવાના મનોરથરૂ૫ રથને બળાત્કારથી ભાંગી નાંખી પોતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારો, અકસ્માતુ ચઢી આવેલા મહાનદીના પૂરની જેમ સમગ્ર વસ્તુને ડુબાડનારો તથા તોફાની દુષ્ટ ઉત્પાત પવનની જેમ ખમી ન શકાય એવો પવન સખત વેગથી વાવા લાગ્યો.
પછી કાબેલ ચોરની માફક મંત્રથી જ કે શું! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસકુમારને હરણ કર્યો, ત્યારે પોપટ અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસકુમારનો વિલાપ માત્ર સાંભળ્યો કે "હાય હાય ! ઘણી વિપત્તી આવી પડી ! સકળ લોકોના આધાર, અતિશય સુંદર, સંપૂર્ણ લોકોના મનનું વિશ્રાંતિ સ્થાનક, મોટા પરાક્રમી, જગની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર ! આ દુઃખમાંથી મને બચાવ ! બચાવ !!!”
ક્રોધથી યુદ્ધ કરવા તૈયાર થયેલો રત્નસાર "અરે પાપી! મારા જીવિતના જીવન એવા તાપસકુમારને હરણ કરીને ક્યાં જાય છે?" એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકરાળ તલવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઈ વેગથી તેની પછવાડે દોડયો ભલે, પોતાને શૂરવીર સમજનાર લોકોની રીતિ એવી જ છે. વિજળીની જેમ અતિશય વેગથી રત્નસાર થોડોક દૂર ગયો, એટલામાં રત્નસારના અદ્ભુત ચરિત્રથી અજાયબ થયેલા પોપટે કહ્યું કે, "હે રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની જેમ કેમ પાછળ દોડે છે? તાપસકુમાર કયાં અને આ તોફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય તેમ આ તોફાની પવન તાપસકુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને પવન કયાં અને કેવી રીતે લઈ ગયો? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપકુમારને અસંખ્ય લક્ષ યોજન દૂર લઈ જઈને કયાંય સંતાઈ ગયો, માટે તું હવે શીધ્ર પાછો ફર.”
ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલો રત્નસાર પોપટના વચનથી પાછો આવ્યો અને ઘણો ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કે "હે પવન મારા પ્રેમનું સર્વસ્વ એવા તાપસકુમારને
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૭
હરણ કરી તે દાવાગ્નિ સરખું ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય ! તાપસકુમારનો મુખચંદ્રમાં જોઈ મારા નેત્રરૂપ નીલકમળો કયારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દષ્ટિ-વિલાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખો હું તેનાં કલ્પવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારંવાર મોંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ?” સ્ત્રીના વિયોગથી દુઃખી થયેલા પુરુષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પોપટે યથાર્થ જે વાત હતી, તે કહી.
"હે રત્નસાર! જેને માટે તું શોક કરે છે, તે નક્કી તાપસકુમાર નથી. પણ કોઈ પુરુષે પોતાની શક્તિથી રૂપાંતર કરી ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવું મારી ધારણામાં આવે છે. તેના દેખાયેલા જુદા જુદા મનોવિકારથી, મનોહર વચન બોલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજાં એવાં જ લક્ષણોથી હું તો નક્કી એમ અનુમાન કરું છું કે તે એક કન્યા છે. એમ ન હોત તો મેં પૂછ્યું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ તો સ્ત્રી જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરુષને વિષે એવા લક્ષણનો સંભવ જ નથી. તે ઘનઘોર પવન નહોતો પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તો તે પવને પેલા તાપસકુમારને જ હરણ કર્યો, અને આપણા બે જણાને કેમ છોડી દીધા? હું તો નક્કી કહી શકું છું કે, તે કોઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કોઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરેખર એમ જ છે. દુષ્ટદેવ આગળ કોનું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છુટશે, ત્યારે જરૂર તને જ વરશે.
કેમકે જેને કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યનો ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે. તેમ તે કન્યા પણ તારા શુભ કર્મનો ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંક શીઘ મળશે. કેમકે, ભાગ્યશાળી પુરુષોને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર! હું જો કલ્પના કરીને કહું છું તો તારે તે કબૂલ રાખવી. એ તો સત્યપણું અથવા અસત્યપણું થોડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર! તું ઉત્તમ વિચારવાળો છતાં મુખમાંથી ન ઉચ્ચરાય એવો આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરુષને કામની નથી.”
કર્તવ્યના જાણ એવા રત્નસારકુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પોપટની વાણી મનમાં ધારીને શોક કરવો મૂકી દીધો. જાણ પુરુષનું વચન શું ન કરી શકે? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસકુમારને ઈષ્ટદેવની જેમ સંભારતા છતાં અશ્વપ્રયાણ કરતાં અનુક્રમે હજારો મોટાં વનો, પર્વતો, ખીણો, નગરો, સરોવરો અને નદીઓ ઉલ્લંઘી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડોથી શોભતું ઉદ્યાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવા સુગંધી પુષ્પોને વિષે ભમતા ભ્રમરોના ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન ન આપતું હોય ! એવું દેખાતું હતું. પછી બન્ને જણા તે ઉદ્યાનમાં જતાં ઘણો હર્ષ પામ્યા.
એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પોતાની ધ્રૂજતી ધ્વજાથી હે કુમાર ! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈષ્ટ વસ્તુનો લાભ થશે.” એમ કહી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રત્નસારકુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયો. પૂજાવિધિના જાણ એવા રત્નસારકુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલોવડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી.
"સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહ્યા છે, એવા દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મારો નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થનો ઉપદેશ કરનારા, પરબ્રહ્મ, સ્વરૂપવાન અને પરમ યોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મસ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિદેવને મારા નમસ્કાર થાઓ. મહાત્મા, વંદન કરવા યોગ્ય, લક્ષ્મીનું અને મંગળનું સ્થાનક તથા યોગીપુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મારા નમસ્કાર થાઓ." ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરોજી વિકસ્વર થઈ છે, એવા રત્નસારકુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્ત્વાર્થની પ્રાપ્તિ થવાથી એમ માન્યું કે "મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું."
પછી રત્નસાર કુમાર તૃપાથી મંદિરના આગલા ભગામાં રહેલી શોભારૂપ, પીડાયેલા માણસની જેમ ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શોભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલા રત્નસાર, મદોન્મત્ત ઐરાવત હાથી ઉપર બેઠેલા ઈન્દ્રની જેમ શોભવા લાગ્યો. પછી રત્નસારકુમારે પોપટને કહ્યું કે, "તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી ?" પોપટે કહ્યું કે, "હે મિત્ર ! વિષાદ ન કર, હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શુકન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસકુમાર મળશે." એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણોથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જોનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનોહર, પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર. બીજા મયૂરોને પોતાની અલૌકિક શોભાથી હરાવનાર અને ઈન્દ્રના અશ્વને પણ પોતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર તે સ્ત્રી બેઠી હતી.
સ્ત્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિદેવી જેમ દેખાતી હતી. કમલિનીની જેમ પોતાના સર્વ શરીરમાંથી તે કમળપુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્ત-પલ્લવના કંપાવવાથી. અનેક પ્રકારના અંગ-વિક્ષેપથી, મનનો અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનોહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકિત થયું.
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૯
હરણી જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણાકાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઈ, પછી રત્નસારકુમારે તે સ્ત્રીને કહ્યું, "હે સુંદર સ્ત્રી! જો તારા મનને કાંઈ પણ ખેદ ન થતો હોય તો હું કંઈક પૂછું છું.” તે સ્ત્રીએ "પૂછો, કાંઈ હરકત નથી.” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી, બોલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાનો મનોવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો.
"ઘણા સુવર્ણની શોભાથી અલૌકિક શોભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પોતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વજા જેવો કનકધ્વજ નામે રાજા હતો. તે રાજાએ પોતાની અમી નજરથી તણખલાને પણ અમૃત સમાન કર્યા. એમ ન હોત તો તેના શત્રુઓ દાંતમાં તણખલાં પકડી તેનો સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત? પ્રશંસા કરવા જેવા ગુણોને ધારણ કરનારી અને સ્વરૂપથી ઈન્દ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતું એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વપ્ન તેના જોવામાં આવ્યું.
મનમાં રતિ અને પ્રીતિ ઉત્પન્ન કરનારું, રતિ અને પ્રીતિ એ બન્નેનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠીને પ્રીતિથી મારા ખોળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવો સંબંધ હતો. શીધ્ર જાગૃત થયેલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પોતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મોટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન શકાય એવા આનંદપુરથી તે પરિપૂર્ણ ભરાઈ ગઈ. પછી તેણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયું હતું, તેવું સ્વપ્ન કહ્યું. સ્વપ્નવિચારના જાણ એવા રાજાએ પણ સ્વપ્નનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે | "હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારું અને જગતમાં સારભૂત એવું એક કન્યાનું જોડું તને થશે.” એવું વચન સાંભળી કન્યાનો લાભ થવાનો છતાં પણ કુસુમસુંદરીને ધણો જ હર્ષ થયો. ઠીક જ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હોય તો કોને ન ગમે? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ. વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડવર્ણના મિષથી તે નિર્મળ થઈ ન હોય! ગર્ભમાં જડને (પાણીને) રાખનારી કાદંબિની (મેઘની પંક્તિ) જો કૃષ્ણવર્ણ થાય છે, તો ગર્ભમાં મૂઢને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જોડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે બે પુત્રીનું જોડું અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનું અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું નામ રાખ્યું.
જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓ વડે લાલનપાલન કરતી બન્ને કન્યાઓ ત્યાં મોટી થવા લાગી, તે બને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઈ. બુદ્ધિશાળી મનુષ્યોને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર? પહેલેથી તે કન્યાઓની રૂપસંપદામાં કાંઈ ખામી નહોતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શોભવા લાગી. કામદેવે જગતને જીતવા માટે બે હાથમાં પકડવાનાં બે પગ જ ઉજ્વળ કરી રાખ્યાં ન હોય ! એવી તે કન્યાઓની શોભા દેખાતી હતી.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્પની બે જિહ્વા માફક અથવા ક્રૂર ગ્રહનાં બે નેત્ર માફક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પોતાનું મન વશ રાખવામાં કોઈનું ધૈર્ય ટકી ન રહ્યું. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જુદી ન પડનાર, સર્વકાર્યોમાં અને સર્વ વ્યાપારોમાં સાથે રહેતી, રૂપ તથા શીલ માંહોમાંહેથી સરખી એવી તે કન્યાઓની જન્મથી જ બંધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તો બે આંખની જ આપી શકાય. કહ્યું છે કે –"સાથે જાગનારી, સાથે સૂઈ રહેનારી, સાથે હર્ષ પામનારી અને સાથે શોક કરનારી બે આંખોની જેમ જન્મથી માંડીને નિશળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે."
કન્યાઓ યૌવનદશામાં આવી, ત્યારે કનકધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યો કે - "એમે એમના જેવો વર કોણ મળશે? રતિ તથા પ્રીતિનો જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેનો એક જ વર શોધી કાઢવો જોઈએ. જો કદાચ એમને જુદા વર થશે, તો માંહોમોહે બન્નેનો વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં ક્યો ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે? એક કલ્પલતાને ધારણ કરી શકે એવું એક પણ કલ્પવૃક્ષ નથી, તો બન્નેને ધારણ કરનારો કયાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવો વર નથી. હાય ! હાય! હે કનકધ્વજ ! તું એ કન્યાઓનો પિતા થઈને હવે શું કરીશ? યોગ્ય વરનો લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થયેલી આ કન્યાઓની શી ગતિ થશે?" એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપી ગયેલો કનકધ્વજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક કાઢવા લાગ્યો.
શંકરની દષ્ટિ સામા પુરુષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તો પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તો ખરી જ! કહ્યું છે કે પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાનો મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પોતાની પરિપૂર્ણ ઋદ્ધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેનો અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાનો ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થયેલો જશ મનોહર ત્રણ ગીતો વડે ગાતી જ ન હોય! એમ લાગતી હતી. ત્રણ ગીતોમાં મલયપર્વત ઉપરથી આવતા પવનનો સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કોકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું. - તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થયેલી તે બન્ને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કોઈ હાથીના બચ્ચા ઉપર તો કોઈ ઘોડા ઉપર, કોઈ ખચ્ચર જાતિના ઘોડા ઉપર, તો કોઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતનાં વાહનમાં બેસી ઘણો સખીઓનો પરિવાર તેમની સાથે નીકળ્યો. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક શોભવા લાગી. શોકનો સમૂળ નાશ કરનારાં ઘણાં અશોકવૃક્ષો જેમાં સર્વત્ર વ્યાપી રહ્યાં છે, એવા અશોકવન નામના ઉદ્યાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી.
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૧
અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પોની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પોતાનાં નેત્રોનો મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જવા લાગી. યૌવનદશામાં આવેલી અશોકમંજરી ક્રીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશોકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પડેલો ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થયેલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશોકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થયેલો અશોકવૃક્ષ વિકસ્વર પુષ્પોના મિષથી પોતાની રોમરાજી વિકસ્વર, કરવા લાગ્યો કે શું ! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે-હિંડોળા ઉપર બેસી હિંચકા ખાનારી અશોકમંજરી તરુણ પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રોને પણ હિંડોળે ચઢયાં હોય તેમ હિંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમંજરીનાં રત્નજડિત મેખલા આદિ આભૂષણો જાણે પોતે ત્રુટી જશે એવા ભયથી રુદન કરવા લાગ્યાં કે શું! એમ લાગ્યું. . ક્રીડારસમાં નિમગ્ન થયેલી અશોકમંજરી તરફ તરુણ પુરુષો વિકસ્વર રોમરાજીવાળા થઈ અને તરુણ સ્ત્રીઓ મનમાં ઈર્ષા આણી ક્ષણમાત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો ત્રટ ત્રટ શબ્દ કરી અકસ્માતુ તૂટી ગયો, અને તેની સાથે લોકોના મનમાંનો ક્રીડારસ પણ જતો રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળ-વ્યાકુળ થાય છે, તેમ હિંડોળો તૂટતાં જ સર્વ લોકો "આનું હવે શું થશે?" એમ કહી આકુળ-વ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા.
એટલામાં જાણે કૌતુકથી આકાશમાં ગમન કરતી ન હોય ! એવી તે અશોકમંજરી હિંડોળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થયેલી સર્વે લોકોના જોવામાં આવી. તે વખતે લોકોએ, "હાય હાય ! કોઈ યમ સરખો અદશ્ય પુરુષ એને હરણ કરી જાય છે!!” એવા ઉચ્ચ સ્વરે ઘણો કોલાહલ કર્યો. પ્રચંડ ધનુષ્યો અને બાણના સમુદાયોને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશોકમંજરીનું હરણ ઉંચી દષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શકયા નહીં. ઠીક જ છે. અદશ્ય અપરાધીને કોણ શિક્ષા કરી શકે?
કનકધ્વજ રાજા કાનમાં શૂળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વજૂ પ્રહાર થયાની માફક ઘણો દુઃખી થયો. "હે વત્સ ! તું કયાં ગઈ ! તું મને કેમ પોતાનું દર્શન દેતી નથી? હે શુદ્ધ મનવાળી ! પૂર્વનો અતિશય પ્રેમ તે છોડી દીધો કે શું? હાય હાય !!” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતો હતો, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, "હાય હાય! હે સ્વામિન્! અશોકમંજરીના શોકથી જર્જર મનવાળી થયેલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂચ્છ ખાઈને પડી, તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હોય! એવી જણાય છે." કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના બળી ગયેલા ભાગ ઉપર ફોલ્લો થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીધ્ર તિલકમંજરી પાસે આવ્યો.
પછી તિલકમંજરીને ચંદનનો રસ છાંટવા આદિ ઠંડા ઉપચારો કરવાથી મહામહેનતે સચેતન થઈ, અને વિલાપ કરવા લાગી. "મદોન્મત્ત હસ્તિની જેમ ગગન કરનારી મારી સ્વામિની! તું કયાં છે? તું
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મારા ઉપર ઘણો પ્રેમ રાખનારી છતાં મને અહીં મૂકીને કયાં ગઈ ! હાય હાય! ભાગ્ય વિનાની મારા પ્રાણ તારા વિયોગથી શરણ વિનાના અને ચારેબાજુથી બાણ વડે વીંધાયેલા જેવા થયેલા હવે શી રીતે ટકી શકશે? હે તાત ! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એવો મારી બનેનનો વિયોગ હું હવે શી રીતે સહન કરૂં?" એવો વિલાપ કરનારી તિલકમંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી.
જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાઈ જાય છે. તેમ તે ઉભી ઉભી જ એટલી સૂકાઈ ગઈ, કે, કોઈને પણ તેના જીવવાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી, "હે દુર્દેવ! તે નિર્દય થઈ એવું દુઃખ મને શા સારું આપ્યું? તું એક મારી પુત્રીને હરણ કરી ગયો અને બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ મારા દેખતાં મરણ પામશે. હાય ! હાય! નિભંગી એવી હું હણાણી ! ! હે ગોત્રદેવીઓ! વનદેવીઓ! આકાશદેવીઓ ! તમે હવે તુરત જ પાસે આવો. અને એ મારી પુત્રીને કોઈપણ રીતે લાંબા આયુષ્યવાળી કરો.” રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દુઃખથી પોતે દુઃખી થઈ ઉચ્ચસ્વરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લોકોને શોક થયો, એમાં શું કહેવું? અશોક એવું નામ ધરાવનારાં ઝાડો પણ ચારે તરફથી શોક કરતાં હોય એમ લાગ્યું.
તે વખતે તે લોકોના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી શકતો ન હોય ! એવો સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશોકમંજરીના વિરહથી થયેલા શોકે માર્ગ દેખાડયો તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શોક હોવાથી પ્રથમથી જ ઘણા આકુળવ્યાકુળ થયેલા સર્વ લોકો, બહાર અંધકાર થઈ ગયો ત્યારે ઘણા જ અકળાયા. મલિન વસ્તુમાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે કિરણ જેનાં એવો ચંદ્રમા રૈલોકયને મલિન કરનારા અંધકારને દૂર કરતો જાહેર થયો. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃદ્ધિથી તિલકમંજરીને પ્રસન્ન કરી.
પછી રાત્રિને પાછલે પહોરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઊઠે છે, તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી, અને મનમાં કપટ ન રાખતાં સખીઓનો પરિવાર સાથે લઈ ઉદ્યાનની અંદર આવેલા ગોત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચક્રેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમળોની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનંતી કરી :- "હે સ્વામિની ! મેં જો મનમાં કપટ રહિત ભક્તિ રાખીને સર્વ કાળ તારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તો આજ મારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણીથી દીન મારી બહેનની શુદ્ધિ કહે. હે માતાજી ! એ વાત તારાથી ન બને તો, "મેં ભોજનનો આ જન્મ છે, ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિનો જાણ માણસ પોતાના ઈષ્ટ માણસના અનિષ્ટની કલ્પના મનમાં આવે તો શું ભોજન કરે." ?
તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને બોલવાની યુક્તિ જોઈ ચક્રેશ્વરીદેવી પ્રસન્ન થઈ શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તો શું ન થાય? ચક્રેશ્વરીએ હર્ષથી કહ્યું કે, "હે તિલકમંજરી ! તારી
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
બહેન તારી પેઠે છે. હે વત્સે ! તું મનમાં ખેદ કરે છે તે છોડી દે અને ભોજન કર. અશોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દૈવયોગે તેનો અને તારો મેળાપ પણ થશે. "મારો મારી બહેનની સાથે મેળાપ કયાં, કયારે, કેવી રીતે થશે ?” એમ જો તું પૂછતી હોય તો સાંભળ. વૃક્ષોની બહુભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મોટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે, તે સમૃદ્ધ અટવીમાં કોઈ ઠેકાણે પણ રાજાનો હાથ પેસી શકતો નથી. ત્યાં સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંના શિયાળીયાં પણ અંતઃપુરમાં રહેલી રાણીઓની જેમ સૂર્યને કોઈ કાળે જોઈ શકતાં નથી.
૨૮૩
ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી ઋષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત મોટું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શોભતો રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શોભે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાનો સાર લઈને પ્રતિમા ઘડી કે શું ? કોણ જાણે ! હે તિલકમંજરી તું તે પ્રશસ્ત અને અતિશય જાગતી પ્રતિમાની પૂજા કર. તેથી તારી બહેનનો પત્તો મળશે અને મેળાપ થશે, તેમજ તારું બીજું પણ સર્વ સારૂં જ થશે. દેવાધિદેવ જિનેશ્વર મહારાજની સેવાથી શું ન થાય ? જો તું એમ કહીશ કે "તે દૂર મંદિરે પૂજા ક૨વા દ૨૨ોજ હું શી રીતે જાઉં અને પાછી શી રીતે આવું ?” તો હે સુંદરી ! હું તેનો પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યનો ઉપાય ગડબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તો કાર્ય સફળ થતું નથી, શંકરની જેમ ગમે તે કાર્ય ક૨વા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવો એક મારો ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હંસ સરસ્વતીને લઈ જાય છે. તેમ મારા આદેશથી તે દેવ મયૂરપક્ષિનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.”
ચક્રેશ્વરીદેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથી જ પડયો કે શું ? કોણ જાણે. એવો મધુર કેકારવ કરનારો એક સુંદર પિંછાવાળો મયૂરપક્ષિ કયાંકથી પ્રકટ થયો. જેની ગતિની કોઈ બરોબરી ન કરી શકે એવા તે દિવ્ય મયૂરપક્ષી ઉપર બેસી તિલકમંજરી દેવીની જેમ જિનેશ્વરદેવની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે અને પાછી જાય છે. જ્યાં તિલકમંજરી આવે છે, તે જ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી. તે જ આ મંદિર ! તે જ હું તિલકમંજરી અને તે જ એ મારો વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર ! આ મારો વૃત્તાંત મેં તને કહ્યો. હે ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરો થયો. હું દરરોજ અહીં આવું છું મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં મારી બહેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. હે જગતમાં શ્રેષ્ઠ ! હે કુમાર ! રૂપ વગેરેથી મારા સરખી એવી કોઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ સ્થળે તારા જોવામાં આવી ?”
તિલકમંજરીએ અવો પ્રશ્ન કર્યો ત્યારે રત્નસાર કુમારે વશ થયાની જેમ મધુર સ્વરથી કહ્યું કે, "બીક પામેલી હરણીની જેમ ચંચળ નેત્રવાળી ત્રૈલોકયની અંદર રહેલી સર્વ સ્ત્રીઓમાં શિરોમણી એવી હે તિલકમંજરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્દન તારા જેવી તો કયાંથી ? પરંતુ એક અંશથી પણ તારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં આવશે પણ નહીં કેમકે જગતમાં જે વસ્તુ હોય, તે જ જોવામાં આવે, ન હોય તે કયાંથી આવે ?
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તથાપિ હે સુંદરી! દિવ્યદેહને ધારણ કરનારો, હિંડોળા ઉપર ચઢી બેઠેલો, શોભતી ભરજવાનીની અવસ્થામાં આવી પહોંચેલો, લક્ષ્મીદેવી સરખો મનોહર એવો એક તાપસકુમાર શબરસેના અટવીમાં મારા જોવામાં આવ્યો. તે માત્ર વચન મધુરતા, રૂપ, આકાર વગેરેથી તારા જેવો જ હતો.
મોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસકુમારે સ્વાભાવિક પ્રેમથી જે મારો આદરસત્કાર કર્યો, તે સર્વ વાતનો સ્વપ્ન માફક વિરહ થયો. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે મારું મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હોય એમ લાગે છે. તે તાપસકુમાર જ તું છે અથવા તો તમારી બેન હશે, એમ લાગે છે; કેમકે, દૈવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે.” - કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એવો પોપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યો કે, "હે કુમાર! એ વાત પહેલેથી મેં જાણી હતી. અને તને કહી પણ હતી. હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરેખર કન્યા જ છે અને તે પણ એની બહેન જ છે. મારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયો છે, તેથી આજ કોઈ પણ રીતે તેનો મેળાપ થશે.” તિલકમંજરીએ પોપટનાં એવાં વચન સાંભળી કહ્યું કે, "હે શુક! જગતમાં સારભૂત એવી મારી બહેનને જો હું આજે જોઈશ, તો હું નિમિત્તના જાણ એવા તારી કમળવડે પૂજા કરીશ."
આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી "હે ચતુર ! બહુ સારું વચન કહ્યું.” આ પ્રમાણે તે પોપટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નુપૂરથી શોભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળી જ પડતી ન હોય ! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબો આકાશપંથ કાપવાથી થાકી ગયેલી તથા બીજી હંસીઓ અદેખાઈથી, હંસો અનુરાગદષ્ટિથી અને કુમાર વગેરે લોકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસારકુમારના ખોળામાં પડી આળોટવા લાગી અને ઘણી જ પ્રીતિથી જ કે શું? કુમારના મોં તરફ જ જોતી તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાએ બોલવા લાગી. | "સત્ત્વશાળી લોકોની પંક્તિમાં માણિજ્યરત્ન સમાન, શરણે આવેલા જીવો ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર! તું મારી રક્ષા કર, શરણની અર્થી એવી હું શરણે જવા યોગ્ય એવા તારા શરણે આવી છું. કેમકે, મોટા પુરુષો શરણે આવેલા લોકોને વજૂના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખો શીતળ થાય, પરમાણુનો મેરુ થાય, મેરુનો પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઊગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરુષો શરણે આવેલા જીવને કલ્પાંત થયો પણ છોડતા નથી. ધીર પુરુષો શરણે આવેલા જીવોની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે અને પ્રાણને પણ તણખલા જેવો ગણે છે.” - રત્નસારકુમાર કમળ સરખા કોમળ એવા તે હંસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો, "હે હંસી ! બીકણની માફક મનમાં બીક ન રાખ! કોઈ મનુષ્યોનો રાજા, વિદ્યાધરોનો રાજા તથા વૈમાનિક દેવતાનો અથવા ભવનપતિનો ઈન્દ્ર પણ મારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હંસી !
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૫
મારા ખોળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવાં પોતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?" એમ કહી દયાળુ રત્નસારકુમારે આકુળ-વ્યાકુળ થયેલી હંસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી.
આ કોણ છે? કયાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે? એવો સંશય કુમાર વગેરે લોકોના મનમાં આવે છે. એટલામાં શત્રુના ક્રોડો સુભટોનાં ભયંકર વચન તેમને કાને પડયાં. તે એવી રીતે કે "કોણ રૈલોકયનો અંત કરનારા યમને કોપાવે? કોણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કોણ પ્રલયકાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?" એવાં વચન સાંભળતાં જ ચતુર પોપટના મનમાં શંકા આવી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગ્યો.
એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણી શૂરવીર સેના તેના જોવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈક દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કોણ જાણે કયા કારણથી પોપટ શૂરવીર પુરુષોનું વ્રત પાળ વામાં અગ્રેસર થયો. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુઓની સેનાને હોંકારો કરીને કહ્યું કે, "અરે વિદ્યાભર સુભટો! દુષ્ટ બુદ્ધિથી કયાં દોડો છો? દેવતાથી પણ ન જીતાય એવો કુમાર આગળ બેઠો છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દોડનારા સર્પનો મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવો તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જો ક્રોધ ચઢશે તો યુદ્ધની વાર્તા તો દૂર રહી ! પણ તમને નાસતાં પણ ભૂમિનો છેડો નહીં આવે." વિદ્યાધરના સુભટો વીરપુરુષ સરખો પોપટનો એવો હોંકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે –
એ કોઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમન હોય તો એ આ રીતે વિદ્યાધરોને પણ હોંકારથી શી રીતે બોલાવે ? આગળ રહેલો કુમાર કેવો ભયંકર છે? કોણ જાણે આજ સુધી વિદ્યાધરોનાં ઘણાં સિંહનાદ પણ અમે સહન કર્યા છે, એમ છતાં આજ આ એક પોપટનો તુચ્છ હોંકારો અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરોને પણ ભય ઉત્પન્ન કરે એવો જેનો પોપટ પણ શૂરવીર છે, તો આગળ રહેલો કુમાર કોણ જાણે કેવો હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તો પણ અજાણ્યાની સાથે કોણ યુદ્ધ કરે ! કોઈ તરવાનો અહંકાર રાખતો હોય તો પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?"
બીક પામેલા, આકુળવ્યાકુળ થયેલા અને પરાક્રમથી ભ્રષ્ટ થયેલા સર્વે વિદ્યાધરના સુભટો પોપટનો હોંકારો સાંભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળકો પિતા પાસે જઈને કહે, તેમ તે સુભટોએ પોતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પોતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય? સુભટોનું વચન સાંભળતાં જ વિદ્યાધર રાજાનાં નેત્ર રોષથી રક્તવર્ણ થયાં અને વીજળીની જેમ આમતેમ ચમકારો મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ ભ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ઠ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે :
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
"અરે સુભટો ! શૂરવીરતાનો અહંકાર ધારણ કરનારા, પણ ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કોઈ દેવતા કે ભવનપતિ તે શું? અરે રાંક સુભટો ! તમે હવે મારું પરાક્રમ જોતા રહો.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાખનાર ખગ અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખો બાણનો સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારું ધનુષ્ય, એક હાથમાં જાણે પોતાની મૂર્તિમંત યશ જ ન હોય ! એવો ગંભીર સ્વરવાળો શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂ૫ નામને બંધનમાં નાંખનારો નાગપાશ. એક હાથમાં યમરૂપ હાથીના દંત સરખો શત્રુનો નાશ કરનાર ભાલો અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સરખો મોટો મુગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળો બિંદિપાળ, અને બીજા હાથમાં તીક્ષ્ણપણાથી જેની કોઈ બરોબરી ન કરી શકે એવું શલ્ય, એક હાથમાં મોટું ભયંકર તોમર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂં ત્રિશૂળ, એક હાથમાં પ્રચંડ લોહદંડ અને બીજા હાથમાં મૂર્તિમંત પોતાની શક્તિ જ ન હોય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુનો નાશ કરવામાં ઘણો નિપુણ એવો પટ્ટીશ અને બીજા હાથમાં કોઈ પણ રીતે ફુટી ન શકે એવો દુસ્ફોટ, એક હાથમાં વૈરી લોકોને વિન્ન કરનારી શતની અને બીજા હાથમાં પરચક્રને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વીસ હાથમાં અનુક્રમે વીસ આયુધો ધારણ કરી તે વિદ્યાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારો થયો.
વળી એક મુખથી સાંઢ જેમ ત્રાકાર શબ્દ કરે તેમ હોંકારો કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની જેમ ગર્જના કરતો, ત્રીજા મુખથી સિંહ સરખો સિંહનાદ કરતો, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારું અટ્ટહાસ્ય કરતો પાંચમા મુખથી વાસુદેવની માફક મોટો શંખ વગાડતો, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની જેમ દિવ્ય મંત્રોનો જાપ કરતો, સાતમાં મુખથી મોટો વાનર જેમ બુક્કારવ કરે છે, તેમ બુક્કારવ કરતો, આઠમા મુખથી પિશાચની જેમ ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતો, નવમા મુખથી ગુરુ જેમ કુશિષ્યોને તર્જના કરે છે, તેમ પોતાની સેનાને તર્જના કરતો, દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીનો તિરસ્કાર કરે, તેમ રત્નસારકુમારનો તિરસ્કાર કરતો એવો તે વિદ્યાધર રાજા જુદી જુદી ચેષ્ટા કરનારા દશ મુખથી જણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર ન થયો હોય ! એવો દેખાતો હતો.
એક જમણી અને એક ડાબી એવી બે આંખો વડે પોતાની સેના તરફ અવજ્ઞાથી ધિક્કારથી જોતો, બે આંખવડે પોતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતો, બે આંખવડે પોતાના આયુધોને હર્ષથી અને ઉત્કર્ષથી જોતો, બે આંખવડે પોપટને આક્ષેપથી અને દયાથી જોતો, બે આંખવડે હંસી તરફ પ્રેમથી અને સમજાવટથી મયૂરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જોતો, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જોતો, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જોતો, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જોતો એવો તે વિદ્યાધર રાજા પોતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું! પોતાની વીસ આંખવડે ઉપર કહ્યા મુજબ જુદા જુદા વીસ મનોવિકાર પેદા
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૭
કરતો હતો.
પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એવો, પ્રલય કાળની જેમ કોઈથી ન ખમાય એવો અને ઉત્પાતની જેમ જગતુને ક્ષોભ ઉત્પન્ન કરનાર એવો થઈ આકાશમાં ઉછળ્યો. વાનર સરખો પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત્ રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામ્યો.
ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગળ કોણ સામો ઊભો રહે? કોણ પુરુષ દાવાગ્નિીની બળતી જ્વાલાને પીવા ઈચ્છે? હશે, બીક પામેલો પોપટ શ્રીરામ સરખા રત્નસારકુમારને શરણે ગયો. તેવો ભય આવે બીજો કોણ શરણ લેવા યોગ્ય છે? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હોકારો કરી બોલાવ્યો. "અરે કુમાર ! છેટે ચાલ્યો જા, નહિ તો હમણાં નાશ પામીશ. અરે દુષ્ટ! નિર્લજ્જ! અમર્યાદ ! નિરંકુશ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખોળામાં લઈને બેઠો છે? અરે ! તને બિલકુલ કોઈની બીક કે શંકા નથી? જેથી તું મારા આગળ હજી ઊભો છે. તે મૂર્ણ! હંમેશાં દુઃખી જીવની માફક તું તરત મરણને શરણ થઈશ."
આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પોપટ શંકાથી, મયૂરપક્ષી કૌતુકથી, કમળ સમા નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત્ હાસ્ય કરીને કહ્યું. "અરે ! તું વગર પ્રયોજને કેમ હાવરાવે છે? એ હીવરાવવું કોઈ બાળક આગળ ચાલશે, પણ શૂરવીર આગળ નહિ ચાલે. બીજાઓ તાલી વગાડવાથી ડરે છે. પરંતુ પડહ વાગે તો પણ ઘીઠાઈ રાખનારો મઠમાંનો કપોતપક્ષી બિલકુલ નહીં બીએ. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તો પણ હું નહીં મૂકું, એમ છતાં સાપના માથામાં રહેલા મણિની જેમ તું એની ઈચ્છા કરે છે માટે તને ધિક્કાર થાઓ. અરે ! એની આશા છોડીને તું શીધ્ર અહીંથી દૂર થા. નહીં તો હું તારા દશ મસ્તકથી દશ દિપાળોને બલિ આપીશ.”
એટલામાં રત્નસારકુમારને પોતે સહાય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીધ્ર પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવ્યો જ ન હોય! તેમ કુમારની પાસે આવ્યો. પૂર્વભવે કરેલાં પુણ્યોની બલિહારી છે! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, "હે કુમાર! તું તારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં પાડું, અને તારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખ.” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરનો પક્ષ-મળવાથી તક્ષકાદિકની માફક કુમાર બમણો ઉત્સાહ પામ્યો અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચડે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢયો.
ત્યારે ચંદ્રચૂડે શીધ્ર એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુચ્છ કરનારૂં ધનુષ્ય અને બાણનાં ભાથાં આપ્યાં. તે વખતે રત્નસારકુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલાં ધનુષ્યનો મોટો ટંકાર શબ્દ કરતો આગળ આવ્યો. પછી બન્ને મહાન યોદ્ધાઓએ ધનુષ્યના ટંકારથી દશે દિશાઓને બરી કરી નાંખે એવું બાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્યને જોડવું અને છોડવું દક્ષ પુરુષોથી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી.
ઠીક જ છે. જળથી ભરેલો નવો મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાનો પૂર્વાપર ક્રમ ક્યાંથી જણાય? બાણ ફેંકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કોઈ કાળે પણ આકુળ-વ્યાકુળ ન થાય એવા તે બન્ને વીરોનાં બાણ જ માંહોમાંહે એક-બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ લાગ્યું નહીં. ઘણો ક્રોધ પામેલા તે બન્ને મહાયોદ્ધાઓનું ઘણા કાળ સુધી સેલ્સ, બાવલ્લ, તરી, તોમર, તબલ, અર્ધચંદ્ર, અર્ધનારા, નારાચ વગરે જાતજાતનાં તી બાણોથી યુદ્ધ ચાલ્ય સંગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ઘણો કાળ સંગ્રામ થયો તો પણ થાકયા નહીં. સરખે સરખા બે જબ્બર જુગારી હોય તો તેમનામાં માંહોમાંહે કોણ કોને જીતે? તેનો જેમ સંશય રહે છે, તેમ તે બન્ને જણામાં કોણ જીતશે? તેનો સંશય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના બળથી અને બીજો દેવતાના બળથી બલિષ્ટ થયેલા, વાલિ અને રાવણ સરખા તે બન્ને યોદ્ધાઓમાં કોનો જય થાય, તે શીધ્ર શી રીતે નક્કી કરાય?
સારી નીતિથી ઉપાર્જન કરેલું ધન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્મનું બળ ઘણું હોવાથી રત્નસારકુમારનો અનુક્રમે જય થયો. તેથી વલખા થયેલા વિદ્યાધર રાજાએ પોતાનો પરાજય થયો એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પોતાની સર્વ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યો. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારો તે વિદ્યાધર રાજા, સહસ્ત્રાર્જુનની માફક કોઈથી ન ખમાય એવો થયો. મનમાં શુદ્ધ વિચાર રાખનારો રત્નસારકુમાર "અન્યાયથી સંગ્રામ કરનાર કોઈપણ પુરુષની કોઈ કાળે જીત ન થાય” એમ ધારી ઘણો ઉત્સાહવંત થયો.
વિદ્યાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વરત્નની ચાલાકીવડે પોતાનો બચાવ કરનારા કુમારે તુરત જ સુર નામે બાણ હાથમાં લીધું. શાસ્ત્રો શી રીતે તોડવાં? તેનો મર્મ જાણનાર કુમારે, અસ્ત્રાવડે જેમ વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તોડી નાંખ્યાં. પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચંદ્ર બાણવડે વિદ્યાધર રાજાના ધનુષ્યના પણ શીધ્ર બે કટકા કર્યા અને બીજા અર્ધચંદ્ર બાણવડે કોઈથી ન ભેદાય એવો વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે, એક વણિકકુમારમાં પણ એવું અલૌકિક પરાક્રમ હતું. લાખના રસ સરખો લોહીનો ઝરનારો અને છાતીમાં થયેલા પ્રહારથી દુઃખી થયેલો વિદ્યાધર રાજા હથિયાર વિનાનો હોવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થયેલા પીપળાના ઝાડ જેવો થયો.
| વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતો, તો પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હોવાને લીધે કોઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાવડે કર્યા. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખો રૂપો પવનના તોફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં. તે સમયે પ્રલયકાળમાં ભયંકર વાદળાં સરખાં તે રૂપોથી સર્વ પ્રદેશ રોકાયેલો હોવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પોતાની નજર ફેરવી ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જોવાય એવો વિદ્યાધર રાજા જ તેના જોવામાં આવ્યો. એટલું થયું તો પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર ભય પણ ન લાગ્યો. ધીર પુરુષો કલ્પાંતકાળ આવી પડે તો પણ કાયર થતા નથી.
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૯ પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટનો વખત આવે ધીર પુરુષો અધિક પરાક્રમ પ્રગટ કરે છે. કુમારને ભયંકર સંકટમાં સપડાયેલો જોઈને ચંદ્રચૂડ દેવતા હાથમાં મોટો મુદુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊઠયો. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખો વિદ્યાધર રાજા શી ક્ષોભ પામ્યો. તથાપિ ઘણું બૈર્ય પકડી પોતાના સર્વ રૂપથી, સર્વ ભુજાઓથી, સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યો. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદ્ભુત હોવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતઘ્ન માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા.
જેમ ઈન્દ્રવજૂવડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર્ધર થયેલા ચંદ્રચૂડે મુદ્ગરવડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યો. ચંદ્રચૂડે પોતાની સર્વ શક્તિથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યો, ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવો ભયંકર અવાજ થયો. વિદ્યાબળથી અહંકારી થયેલા, રૈલોકયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ સરખું મજબૂત માથું તે પ્રહારથી છેડાયું નહિ. તથાપિ તેની બહુરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીને જ કે શું! કાગડાની જેમ શીધ્ર નાસી ગઈ. દેવતાની સહાય આશ્ચર્યકારી હોય એમાં શક નથી.
"આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખો ભયંકર લાગતો હતો. અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેનો પરાભવ ન કરાય એવો દેવતા સહાયકારી મળ્યો.” એમ વિચારી બીકણની માફક વિદ્યાધર રાજા નાસી ગયો. કહ્યું છે કે – જે ભાગે તે જીવે. પાયદળનો સ્વામી તે વિદ્યાધળ રાજા જાણે પોતાની ભાગી ગયેલી ઈષ્ટ વિદ્યાને જોવાને અર્થે તેની પાછળ શીઘ વેગથી દોડતો ગયો.
સંનિયોગ શિષ્ટ (પરસ્પર સંયોગથી બની ગયેલાં) બે કાર્યોમાં જેમ એકનો નાશ થવાથી બીજાનો પણ નાશ થાય છે, તેમ વિદ્યાનો લોપ થતાં જ વિદ્યાધર રાજાનો પણ લોપ થયો. સુકુમાર કુમાર કયાં? અને કઠોર વિદ્યાધર ક્યાં? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યો. એનું કારણ કે, જ્યાં ધર્મ હોય, ત્યાં જય છે. વિદ્યાધર રાજાના સેવક જે વિદ્યાધરો હતા, તે પણ તેની સાથે જ નાસી ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેનો પ્રકાશ પાછળ શું રહે? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યો.
અતિશય ચમત્કાર ઉત્પન્ન કરનારૂં કુમારનું એવું ચરિત્ર જોઈને તિલકમંજરી હર્ષથી વિકસ્વર થયેલી રોમરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, "ત્રણે લોકમાં શ્રેષ્ઠ એવો એ તરૂણકુમાર પુરુષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જો મારી બહેન હમણાં મળે તો આવા ભથરનો લાભ થાય." એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફક હંસીને ઉપાડી લીધી, અને તેથી હંસી કહે છે કે :
"ધીર પુરુષોમાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરુષોની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ ! તું ચિરકાળ જીવતો અને જવંતો રહે. હે ક્ષમાશીલ કુમાર ! દીન, રાંક, અતિશય બીકણ
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અને અકાર્ય એવી મેં મારે માટે તને ઘણો ખેદ આપ્યો, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવો મારા ઉપર ઉપકાર કરનારો બીજો કોઈ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યોથી પણ ન મળી શકે એવા તારા ખોળામાં આવીને બેઠી. ધનવાન પુરુષના પ્રસાદથી જેમ નિર્ધન પુરુષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુઃખી જીવ તારા યોગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું, "મીઠું બોલનારી હે હંસી! તું કોણ છે? વિદ્યાધરે તને શી રીતે હરણ કરી? અને આ મનુષ્યની વાણી તું શી રીતે બોલે છે તે કહે પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી :
"મોટા જિનમંદિરથી શોભતા વૈતાઢય પર્વતના ઉચ્ચ શિખરના અલંકારભૂત એવા રથનૂપુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારો અને સ્ત્રીઓને વિષે આસક્ત એવો તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એકદા તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનોવેધક અંગચેષ્ટા કરનારી અશોકમંજરી નામે રાજકન્યા જોઈ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હિંડોળા ઉપર ક્રીડા કરનારી સાક્ષાત્ દેવાંગના સરખી તે કન્યાને જોઈ વિદ્યાધર રાજા ક્ષોભ પામ્યો પછી તેણે તોફાની પવન વિતુર્વીને હિંડોળા સાથે રાજકન્યાને હરણ કરી. પોતાનો મતલબ સાધવા યથાશક્તિ કોણ પ્રયત્ન ન કરે?" - વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે મોટી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણની જેમ બીક પામવા લાગી. અને ટીટોડીની માફક આક્રંદ કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું, "હે સુંદર સ્ત્રી! તું બીકથી કેમ ધ્રુજે છે? દિશાઓને વિષે નજર કેમ ફેંકે છે? અને તે સુંદરી ! આજંદ પણ કેમ કરે છે? હું કોઈ બંદીખાનામાં રાખનારો કે પરસ્ત્રીલંપટ નથી, પણ તારો દાસ થઈ તને પ્રાર્થના કરું છું. માટે મારી સાથે પાણિગ્રહણ કર અને તમામ વિદ્યાધરોની તુ સ્વામિની થા." - "અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લોકો દુષ્ટ અને અનિષ્ટચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઈચ્છે છે, એમને અતિશય ધિક્કાર થાઓ !!” મનમાં એવો વિચાર કરનારી અશોકમંજરીએ વિદ્યાધર રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય તે પુરુષને કયો સપુરુષ મોઢે ના-હા નો જવાબ સરખો આપે ! "માતા-પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવું દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખેથી એ મારી ઈચ્છા ફળીભૂત કરશે.” મનમાં એવી આશા રાખીને વિદ્યાધર રાજાએ શાસ્ત્રી જેમ પોતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પોતાનું સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારી તેનું સ્મરણ કર્યું.
કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપકુમારના સ્વરૂપમાં પ્રક્ટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળો એવો વિદ્યાધર રાજા કેટલીયવાર અશોકમંજરીને મનાવતો હતો. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યાં, તે અશોકમંજરીને તિરસ્કારરૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણી સરખા લાગ્યા. રાખમાં હોમ કરવો, જળના પ્રવાહમાં પેશાબ કરવો અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશોકમંજરીને વિષે નકામા થયા, તો પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં.
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
ર૯૧
ચિત્તભ્રમ રોગવાળા પુરુષની માફક કામી પુરુષોને દુરાગ્રહ કહી ન શકાય એવો હોય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કાંઈ કાર્યને બહાને પોતાને શહેર ગયો. ત્યારે વેષ ધારી તાપસકુમારે હિંડોળાની ક્રીડા કરતાં તને જોયો, તાપસકુમાર તારા ઉપર ભરોસો રાખી પોતાની હકીક્ત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયો, અને મણિરત્નોથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, "અરે દેખાતી ભોળી! ખરેખર ચતુર! અને બોલવામાં ડાહી! એવી સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઈની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને તારા વશમાં પડેલા મને ઉત્તર સરખો પણ આપતી નથી! હજી મારી વાત કબૂલ કર, દુરાગ્રહ મૂકી દે, નહીં તો દુઃખદાયી યમ સરખો હું તારા ઉપર રુષ્ટ થયો એમ સમજ.”
એવું વચન સાંભળી, મનમાં ધૈર્ય પકડી અશોકમંજરીએ કહ્યું. અરે વિદ્યાધર રાજા ! છળબળથી શું લાભ થાય ! છળવંત તથા બળવંત લોકોથી કદાચ રાજ્યઋદ્ધિ આદિ સધાય, પરંતુ કોઈ કાળે પણ છળ -બળથી પ્રેમ ન સધાય. બન્ને જણાના ચિત્ત પ્રસન્ન હોય તોજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે. જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાનો સ્ત્રી-પુરુષોનો પ્રેમ શા કામનો ? એવો સ્નેહ વિનાનો સંબંધ તો જંગલમાં બે લાકડાઓનો પણ માંહોમાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજો કયો પુરુષ સ્નેહ રહિત બીજા માણસની મનવાર કરે? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.”
અંકુશ વિનાનો વિદ્યાધર રાજા અશોકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણો રોષ પામ્યો અને મ્યાનમાંથી શીધ્ર પગ બહાર કાઢી કહેવા લાગ્યો કે, અરેરે ! હમણાં હું તને મારી નાખું! મારી પણ નિંદા કરે છે !” અશોકમંજરીએ કહ્યું, "અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જો મને છોડવાની તારી ઈચ્છા ન હોય તો તું બીજો કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.”
પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજાના મનમાં વિચાર આવ્યો કે "હાય હાય ! ધિક્કાર થાઓ ! આ શું મે દુષ્ટ બુદ્ધિનું કામ માંડયું? પોતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલિક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કયો પુરુષ ક્રોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે? શોપચારથી જ સર્વઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષે કરી લાગુ પડે છે, પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે – "સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.”
કૃપણનો સરદાર જેમ પોતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખડ પાછું શીઘ મ્યાનમાં રાખ્યું; અને નવો સૃષ્ટિકર્તા જેવો થઈ કામકારી વિદ્યાથી અશોકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિકયરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી તેના મનમાં કાંઈક શંકા આવી. તેથી તેણે સાવચેત રહી એક વખતે પોતાના ભર્થારને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુવચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કોઈથી મનાવી શકાય નહીં એવી થઈ, એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓનો સ્વભાવ એવો જ હોય છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ
કમળાએ પોતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખુંચેલું શલ્ય જેમ કાઢે તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી મૂકી. કમળાએ શોકયભાવથી હંસીને કાઢી મૂકી, પણ તે જ હંસીને ભાગ્યોદયથી અનુકૂળ પડયું, જાણે નરકમાંથી બહાર ન નીકળતી હોય તેમ વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ 'વિદ્યાધર આવશે’ એવી બ્લીકથી ઘણી આકૂળ-વ્યાકૂળ થયેલી હંસી ધનુષ્યથી છૂટેલા બાણની માફક વેગથી ગમન કરતી થાકી ગઈ, અને પોતાના ભાગ્યોદયથી વિશ્રાંતિ લેવા અહીં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય તેમ તમને જોઈ તમારા ખોળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ ! તે હંસી હું જ છું - અને જે મારી પાછળ આવ્યો અને જેને તમે જીત્યો, તે જ હું કહું છું તે વિદ્યાધર છે.”
૨૯૨
તિલકમંજરી પોતાની બહેનની એવી હકીકત જાણી બહેનના દુઃખથી દુઃખી થઈ ઘણો જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે, તિલકમંજરીએ કહ્યું, "હાય ! હાય ! હે સ્વામિન ! ભયની જાણે રાજધાની જ ન હોય ! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી ? દૈવની વિચિત્ર ગતિને ધિક્કાર હોજો. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાને તિર્યંચના ગર્ભમાં રહેવા સમાન કોઈથી સહન ન કરાય એવો ઘણો દુઃખદાયક પંજ૨વાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડીલ બહેન ! આ ભવમાં જ તને તિર્યંચપણું પ્રાપ્ત થયું ! દૈવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ ! બહેન ! પૂર્વભવે તેં કૌતુકથી કોઈને વિયોગ પડાવ્યો હશે અને મેં તેની ઉપેક્ષા કરી હશે, તેથી આ અકથ્ય એવું માઠું ફળ મળ્યું.
હાય ! હાય ! દુર્દેવથી ઉત્પન્ન થયેલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું તારું તિર્યંચપણું હવે શી રીતે દૂર થશે !” તિલકમંજરી એવો વિલાપ કરે છે. એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શક્તિથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતી જ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષ્મી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એથી કુમાર વગેરેને ઘણો હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રોમરાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરો જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેનો ઉતાવળથી એક-બીજીને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એવો જ છે.
પછી રત્નસારકુમારે કૌતુકથી કહ્યું, "તિલકમંજરી ! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે ? જે આપવા યોગ્ય હોય તે તુરત જ આપ. ધર્મની માફક ઔચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કોણ કરે ? ઔચિત્યાદિ દાન, ઋણ ઉતારવું, હોડ ઠરાવેલો પગાર લેવો, ધર્મ કરવો અને રોગ તથા શત્રુનો ઉચ્છેદ કરવો હોય તો બિલકુલ વખત ન ગાળવો. ક્રોધનો જુસ્સો આવ્યો હોય, નદીના પુરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપ૨ ભોજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તો વખત ગાળવો એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તો આજનું કાલ ઉપર મુલત્વી રાખવું.”
કુમારનાં વિનોદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજ્જા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયો, પરસેવો વળ્યો અને રોમરાજી વિકસ્વર થઈ, સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા. તથા
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૩
કામવિકારથી ઘણી પીડાઈ, તો પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, "અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છે એમ માનું છું, માટે તે સ્વામિન્! હું આપને દાનનું એક આ બહાનું આપું છું. એમ આપ નક્કી જાણજો.” એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પોતાનું મૂર્તિમંત મન જ ન હોય ! એવો મોતીનો મનોહર હાર કુમારના ગળામાં પહેરાવ્યો. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણા જ માનથી સ્વીકાર્યો. પોતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હોય છે. હવે, તિલકમંજરીએ શીધ્ર પોપટની પણ પૂજા કરી, ઉત્તમ પુરુષોનું સાધારણ વચન પણ કોઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, "હે કુમાર ! પહેલેથી જ તને તારા ભાગ્યે આપેલી બે કન્યાઓ હું હમણાં તને આપું છું. સારા કાર્યોમાં વિઘ્ન ઘણાં આવે છે. માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બન્ને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર."
ચંદ્રચૂડ દેવતા એમ કહીવર અને કન્યાઓને જાણે શોભાનો સમુદાય જ ન હોય! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરીદેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું; માટે વેગથી પવનને પણ જીતે એવું અતિશય મોટું વિમાન બનાવ્યું. જે વિમાન રત્નોની પહોળી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું. રત્નમય શોભતી ઘુઘરીઓવડે શબ્દ કરનારી સેંકડો ધ્વજાઓ તે વિમાનને વિષે ફરકતી હતી. મનોહર માણિક્ય રત્નોવડે જડેલા તોરણથી તેને ઘણી શોભા આવી હતી. નૃત્યના, ગીતના અને વાજિંત્રના શબ્દથી તે વિમાનની પૂતળીઓ જાણે બોલતી ન હોય ! એવો ભાસ થતો હતો. પાર વિનાની પારિજાત વગેરે પુષ્પોની માળાઓ તેમાં ઠેકાણે ઠેકાણે લટકાવેલી હતી. હાર, અર્ધહાર વગેરેથી અનુપમ શોભા તેને આવી હતી, સુંદર ચામરો તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં તે મણિરત્નો આવેલાં હોવાથી તે પોતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક ગાઢ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમાનમાં ચક્રેશ્વરીદેવી બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાઓ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરીદેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાઓ ગોત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચક્રેશ્વરીએ પતિ-પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશિષ આપી કે - "હે વધૂવર ! તમે હંમેશાં પ્રીતિથી સાથે રહો અને ચિરકાર સુખ ભોગવો. પુત્ર-પૌત્રાદિ સંતતિવડે તમારો જગતમાં ઉત્કર્ષ થાઓ.”
પછી ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરીદેવીએ પોતે અગ્રેસર થઈ ચોરી આદિ સર્વ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓનાં ધવલ ગીતાપૂર્વક યથાવિધિ તેમનો વિવાહોત્સવ મોટા આડંબરથી પૂર્ણ થયો. તે વખતે દેવાંગનાઓએ પોપટને વરના નાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતો ગાયાં, મોટા પુરુષોની સોબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહ મંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીએ કર્યું, તે કન્યાઓનો અને કુમારનો પુણ્યનો ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરીદેવીએ બીજાં સૌધર્માવલંસક વિમાન જ ન હોય ! એવો સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યો.
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં કરેલાં હોવાથી મનોહર દેખાતો. સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષ્મીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એવો જોવામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગોખથી હજાર નેત્રવાળા ઈન્દ્ર જ ન હોય ! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગોખથી વિંધ્યપર્વત સ૨ખો દેખાતો, કોઈ સ્થળે કર્કેતન રત્નોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતો, કોઈ સ્થળે ઊંચી જાતના વૈસૂર્યરત્ન જડેલા હોવાથી યમુના નદીના જળ જેવો દેખાતો, કોઈ ભાગમાં પદ્મરાગ રત્નો જડેલાં હોવાથી સંધ્યાકાળના જેવો રક્તવર્ણ દેખાતો, કોઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનોવેધક શોભા ધારણ કરતો. કોઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારો, કોઈ સ્થળે, સૂર્યકાંત મણિ જડેલાં હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે અમૃતની વૃષ્ટિ કરનારો એવો તે મહેલ હતો.
૨૯૪
પુણ્યનો ઘણો ઉદય હોવાથી ચક્રેશ્વરીદેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એવો રત્નસારકુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભોગવવા લાગ્યો કે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્યભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસારકુમારે તે તીર્થની ભક્તિથી, દિવ્ય ઋદ્ધિના ભોગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધિપણું મેળવ્યું. ગોભદ્રદેવતાએ શાલિંભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભોગ આપ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણી અજાયબ વાત છે કે, ચક્રેશ્વરીની સાથે કુમારનો માતા, પુત્ર વગેરે કોઈ જાતનો સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભોગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણ્યનો ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે ! ભસ્ત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામભોગ શું નથી ભોગવ્યા ?
એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચક્રેશ્વરીની આજ્ઞાથી કનકધ્વજ રાજાને વધૂ-વરની શુભ વાર્તાની વધામણી આપી. ઘણા હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણાકાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીઘ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાનો પરિવાર લઈ નીકળ્યો. થોડા દિવસમાં કનકધ્વજ રાજા, અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચ્યો.
શ્રેષ્ઠ શિષ્યો જેમ ગુરુને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પોપટ, કન્યાઓ વગેરે લોકોએ શીઘ્ર સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણાકાળથી માતાને જોવા ઉત્સુક થયેલી બન્ને કન્યાઓ, વાછરડીઓ પોતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય-ઋદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણો કિંમતી માન્યો.
રત્નસારકુમારે કામધેનુ સરખી ચક્રેશ્વરીદેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધ્વજ રાજાની સારી રીતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પાછો પોતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતો તો પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી. ઠીક જ છે, દિવ્ય ઋદ્ધિ જોઈ કોનું મન ઠંડુ ન થાય ?
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૫
કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવાનવા પ્રકારની પરોણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પોતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું.
એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, "હે સપુરુષ ! ધન્ય એવા તે જેમ મારી આ બે કન્યાને કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરીને પણ કૃતાર્થ કર." એવી ઘણી વિનંતિ કરી ત્યારે કુમારે કબૂલ કરી. પછી રત્નસારકુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પોતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચક્રેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપનારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પોતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યના કિરણ જ્યાં પ્રવેશ કરી શકતા નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યો ત્યારે વધૂ-વરને જોવા માટે ઉત્સુક થયેલા શહેરી લોકોને ઘણો હર્ષ થયો. પછી કનકધ્વજ રાજાએ શક્તિથી અને નીતિથી જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસારકુમારનો ઘણા ઉત્સાહથી પોતાની નગરીમાં પ્રવેશ કરાવ્યો.
તે નગરી જ્યાં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શોભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હોવાથી તીર્થકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી ધ્વજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી ન હોય ! એવી દેખાતી, ધ્વજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તોરણની પંક્તિ જગતની લક્ષ્મીનું ક્રીડાસ્થાન જ ન હોય એવી હતી. ત્યાંના માણસો ઉચા ખાટલા ઉપર બેસી સુંદર ગીતો ગાતાં હતાં. પતિ-પુત્રવાળી સ્ત્રીઓનાં હસતાં મુખોથી પદ્મસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રોથી નીલકમળના વન સરખી તે નગરી દેખાતી હતી.
એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરુષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતનાં ઘોડા, દાસ-દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણ પુરુષોની એવી જ રીત ' હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એવો રત્નસારકુમાર પુણ્યના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભોગવવા લાગ્યો. સોનાનાં પાંજરામાં રહેલો પોપટ ઘણો કૌતુકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હંમેશાં સમસ્યાપૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનોદના પ્રકાર કરતો હતો. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કાયાથી જ સ્વર્ગે ગયો ન હોય! તેમ પૂર્વની કોઈપણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું.
એક વખત હલકા લોકોને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પોપટની સાથે ઘણીવાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગૃહમાં બિછાના ઉપર સૂતો હતો, અને નિદ્રાવશ થઈ ગયો. અંધકારથી સર્વ લોકોની દષ્ટિને દુઃખ દેનારો મધ્ય રાત્રિનો વખત થયો. ત્યારે સર્વે પહોરાયત લોકો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનારો, દેદીપ્યમાન અને મૂલ્યવાન શૃંગારથી
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શોભતો, ચોર ગતિએ ચાલનારો અને મ્યાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનારો એવો કોઈક ક્રોધી પુરુષ લોકોનાં નેત્રોની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયા છતાં પણ કોણ જાણે કયાંથી ત્યાં આવી પહોંચ્યો ! તે પુરુષ છુપી રીતે શય્યાગૃહમાં પેઠો, તો પણ દૈવ અનુકૂળ હોવાથી કુમાર શીઘ્ર જાગ્યો.
૨૯૬
ઠીક જ છે, સત્પુરુષોની નિદ્રા થોડા સમયમાં તુરત જ જાગૃત થાય એવી હોય છે. "આ કોણ છે ? શા માટે અને શી રીતે શય્યાગૃહમાં પેઠો ?” એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરુષે ઉચ્ચ સ્વરે કહ્યું કે, "અરે કુમાર ! જો તું શૂરો હોય તો સંગ્રામ કરવા તૈયાર થા, સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખોટા પરાક્રમને સહન ન કરે, તેમ હું તારા જેવા એક વણિકના ખોટા ફેલાયેલા પરાક્રમને શું સહન કરું ?" એમ બોલતાં બોલતાં જ તે પુરુષ પોપટનું સુંદર પાંજરૂં ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યો. કપટી લોકોના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષનો આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્પ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ગ બહાર કાઢીને તે પુરુષ પાછળ દોડયો. તે પુરુષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એકબીજાને જોતા એવા તે બન્ને જણા વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન
કરતા ચાલ્યા.
દુષ્ટ ભોમિયો જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરુષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરુષ ઘણે જ દૂર કયાંય લઈ ગયો. પછી કોઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુરુષ કુમારને મળ્યો, કુમાર શીઘ્ર ચોરની માફક તેને જીવતો પકડવા લાગ્યો, એટલામાં તે ચોર પુરુષ, કુમારના જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ગયો ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરુષને કેટલોક દૂર સુધી જોયો. પણ પછી તે અદૃશ્ય થયો. કુમારના ભયથી નાસી ગયો કે શું ? કોણ જાણે ! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, "એ કોઈ નક્કી મારો વૈરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે. જે કોઈ હશે. એ શું મારું નુકશાન કરનારો હતો ? એ આજ સુધી મારો શત્રુ હતો, પણ મારું પોપટરૂપ રત્ન લઈ જવાથી તે હવે ચોર પણ થયો. હાય ! હાય ! જાણ પુરુષોની પંક્તિમાં અગ્રેસર, ધીર, શૂર, એવા હે પોપટ વ્હાલા દોસ્ત ! તારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કોણ આપશે ! અને હે ધીરશિરોમણે ! મને માઠી અવસ્થામાં તારા વિના બીજો કોણ મદદ આપશે ?”
એવો ક્ષણમાત્ર મનમાં ખેદ કરીને પાછો કુમાર વિચાર કરવા લાગ્યો કે, "વિષભક્ષણ કરવા જેવો આ ખેદ કરવાથી શું સારૂં પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય, તો તે યોગ્ય ઉપાયની યોજનાથી જ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તો જ સફળ થાય છે, નહીં તો થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી. માટે હું હવે એવો નિર્ધાર કરૂં છું કે, "મારો પોપટ મેળવ્યા વિના હું પાછો વળું નહીં.” પોતાના કર્તવ્યનો જણ રત્નસારકુમાર એવો નિશ્ચય કરી પોપટની શોધમાં ભમવા લાગ્યો.
ચોર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયો, પરંતુ ચોરનો
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૭
કાંઈ પણ પત્તો લાગ્યો નહીં. ઠીક જ છે, આકાશમાર્ગે ગયેલાનો પત્તો જમીન ઉપર ક્યાંથી લાગે? હશે, . તથાપિ "કોઈપણ ઠેકાણે કોઈ રીતે પોપટનો પત્તો લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળો નહીં કર્યો. સપુરુષોની પોતાના આશ્રિતને વિષે કેવી લાગણી હોય છે? પોપટ મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું, તે ઋણ પોપટની તપાસ કરતાં કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાંખ્યું કુમારે આ રીતે પોપટની શોધમાં ભમતાં એક આખો દિવસ ગાળ્યો.
બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જોવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય દેદીપ્યમાન કોટવડે ચારે તરફથી વીંટાયેલું હતું, તેની દરેક પોળને વિષે માણિકયરત્નના દરવાજા હતા, રત્નજડિત મોટા મહેલોના સમુદાયોથી તે નગર રોહણ પર્વની બરોબરી કરતું હતું, મહેલ ઉપર હજારો સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્ત્રમુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધથી ખેચાય તેમ નગરની વિશેષ શોભાથી ખેચાયેલો રત્નસારકુમાર તેની પાસે આવ્યો બાવના ચંદનના બારણાં હોવાથી જેની સુગંધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે સુખ જ ન હોય ! એવા ગોપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યો..
એટલામાં દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યો. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, "હે સુંદર સારિકે! તું શા માટે મને વારે છે?" મેનાએ કહ્યું, "હે મહાપંડિત ! તારા ભલાને માટે રોકું છું. જો તારે જીવવાની મરજી હોય તો આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, આ મેના વૃથા મને વારે છે, અમે જાતનાં તો પક્ષી છીએ, તો પણ પક્ષી જાતિમાં ઉત્તમપણું હોતું જ નથી એમ નથી. ઉત્તમ જીવો હેતુ વિના એક વચન પણ બોલતા નથી. હવે તને હું રોકું છું, તેનો હેતુ જાણવાની ઈચ્છા હોય તો સાંભળ.
આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી જાણે બીજો ઈન્દ્ર જ ન હોય એવો પુરંદર નામે રાજા પૂર્વે થયો; કોઈથી ન પકડાય એવો હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવો કોઈક ચોર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતો હતો. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્રો ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડો જેમ નદીના મહાપુરને રોકી ન શકે તેમ તલવાર તથા બીજા રખેવાળ વગેરે મોટા સુભટો તેને અટકાવી શકયા નહિ.
એક દિવસ રાજા સભામાં બેઠો હતો. એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચોરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચઢયો, તેના નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય કલારક્ષકને બોલાવી ઘણો ઠપકો દીધો. તલાક્ષિકે કહ્યું, "હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઈલાજ ચાલતો નથી, તેમ મારો અથવા મારા હાથ નીચેના અમલદારોનો તે ચોર આગળ કોઈ પણ ઉપાય ચાલતો નથી, માટે આપને ઉચિત લાગે તેમ કરો.” પછી મોટો પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પોતે રાત્રિએ છુપી રીતે ચોરની ખોળ કરવા લાગ્યો.
એક વખતે રાજાએ કોઈ ઠેકાણે ખાતર દઈ પાછા જતા તે ચોરને ચોરીના માલ સાથે જોયો. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષો શું ન કરી શકે? ધૂતારો બગલો જેમ માછલી પાછળ છાનોમાનો
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતનો બરાબર નિર્ણય કરવાને માટે તથા તેનું સ્થાનક જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. ધૂર્ત ચોરે પાછળ પડેલા રાજાને કોઈ પણ રીતે તુરત જ ઓળખ્યો. દૈવ અનુકૂળ હોય તો શું ન થાય? ધીઠો અને તુરત બુદ્ધિ એવો તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર ચૂકવીને એક મઠમાં ગયો તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતો. તે મહાશઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઈ પોતાના જીવને ભારભૂત થયેલો ચોરીનો માલ ત્યાં મૂકી કયાંક નાસી ગયો.
ચોરની શોધખોળ કરતો રાજા આમતેમ તેને શોધતો મઠમાં ગયો. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યો. રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, "દુષ્ટ અને ચોર એવા હે દંડચર્મધારી તાપસ ! ચોરી કરી હમણાં જ તું કપટથી સૂઈ રહ્યો છે ! ખોટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.”
રાજાના વજ્રપાત સરખાં આવાં કઠણ વચનથી તાપસ ભયભીત થયો, ગભરાયો અને જાગૃત થયો હતો. તો પણ ઉત્તર દઈ શકયો નહિ. નિર્દય રાજાએ સુભટો પાસે બંધાવીને તેને સવારમાં શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. અરે રે! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ !!! તાપસે કહ્યું "હાય હાય ! હે આર્ય પુરુષ ! હું ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યો જાઉં છું.” તાપસનું કહેવું સારું હતું, તો પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ કોણ રહે! જુઓ રાહુ ચંદ્રમાને એકલો જોઈ ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કોઈ આવતું નથી.
યમના વિકરાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી ઘણી વિટંબણા કરી પ્રાણઘાતક શૂળી ઉપર ચડાવ્યો. અરેરે ! પૂર્વ ભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે ! તાપસ સ્વભાવથી શાંત હતો, તો પણ તેને ઘણો ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તો પણ તેને તપાવીએ તો તે ઘણું ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યોનિમાં ગયો. મરણ વખતે તેવી અવસ્થામાં (રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવોને વ્યંતરની ગતિ મળે છે. હીન યોનિમાં ઉત્પન્ન થયેલા તે દુષ્ટ રાક્ષસે રોષથી ક્ષણમાત્રમાં એકલા રાજાને મારી નાખ્યો. અરેરે ! અણવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે ! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાના અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ તે કોઈ નગરીની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારને કોણ ક્ષમા કરે ? માટે હે વીર પુરુષ ! તારું શુભ ઈચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતા અટકાવું છું.”
રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી તેનું વાક્યાતુર્ય જોઈ આશ્ચર્ય લાગ્યું તો પણ રાક્ષસથી લેશમાત્ર ડર્યો નહિ! વિવેકી પુરુષે કોઈ કાર્ય કરતાં ઉત્સુક કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણો જ ઉત્સુક થયો. પછી કોઈનો ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જોવાના કૌતુકથી જેમ સંગ્રામભૂમિમાં ઉતરે તેમ શીધ્ર તે નગરીમાં ગયો.
આગળ જતાં કુમારે જોયું તો કોઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠના ઢગલા પડયા હતા; યુગલિયાને જોઈએ તેવા પાત્ર આપનાર ભૃગાંગ કલ્પવૃક્ષની જેમ, કોઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૯
બીજા પાત્રના ઢગલા પડયા હતા; ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા; કોઈણ ઠેકાણે સાર્થના નિવાસસ્થળની માફક સોપારી વગેરે પાર વિનાનાં કરિયાણાં પડ્યાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંદોઈની દુકાનોની શ્રેણિ હતી; કોઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાનો હતી; કોઈ ઠેકાણે સોના, રૂપા આદિ ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગંધી વસ્તુવાળી સુગંધીની દુકાનો હતી. કોઈ ઠેકાણે હિમવંત પર્વતની માફક જાતજાતની ઔષધિનો સંગ્રહ રાખનારી ગાંધીની દુકાનો હતી. અભવ્ય જીવોની ધર્મક્રિયા જેમ ભાવ વિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાનો હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (અક્ષરથી) ભરેલાં હોય છે, તેમ કોઈ ઠેકાણે સુવર્ણથી (સોનાથી) ભરેલી શરાફોની દુકાનો હતી. | મુક્તિપદ જેમ અનંત મુક્તાઢય (અનંતા સિદ્ધોથી શોભતું) છે, તેમ કોઈ ઠેકાણે અનંત મુક્તાઢય (પાર વિનાના મોતીથી શોભતી) એવી મોતીની દુકાનો હતી; વનો જેમ વિદ્રુમ-પૂર્ણ (સારા વૃક્ષથી વ્યાપ્ત) હોય છે, તેમ કોઈ ઠેકાણે વિદ્રુમપૂર્ણ (પરવાળાથી વ્યાપ્ત) એવી પરવાળાની દુકાનો હતી; કોઈ ઠેકાણે રોહણ પર્વતની માફક ઉત્તમ રત્નવાળી ઝવેરાતની દુકાન હતી; કોઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષ્ઠિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરુષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લક્ષ્મી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી.
બુદ્ધિશાળી રત્નસારકુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જોતો જોતો ઈન્દ્ર જેમ પોતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયો, એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતો કુમાર ચક્રવર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. તેણે ત્યાં એક ઈન્દ્રની શય્યા સરખી ઘણી જ મનોહર રત્નજડિત શય્યા દીઠી. ઈન્દ્ર સરખો સાહસી અને ભય રહિત એવો કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શયા ઉપર પોતાના ઘર માફક હર્ષવડે સૂઈ રહ્યો. એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણી ક્રોધ પામ્યો, અને મોટો વ્યાધ્ર જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યો. અને કુમારને સુખે સુતો જોઈ તેણે મનમાં વિચાર્યું કે,
| "જે વાત બીજો કોઈ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મારા વૈરીને હવે કયા મારથી મારું? જેમ નખંથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તોડું કે કેમ? અથવા એને ગદા વડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાંખું? કિંવા છરીવડે ચીભડાની માફક એના કટકા કરી નાંખું? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખ્યો, તેમ એને બાળી નાખું? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ એને ઊંચો ફેકી દઉં? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દઉં? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જઉં ? અથવા અહીં આવીને સૂતેલા પુરુષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તો તેની પરોણાગત કરવી યોગ્ય છે; કેમકે સત્પષો આપણે ઘેર આવેલા શત્રુની પણ પરોણાગત
Page #321
--------------------------------------------------------------------------
________________
૩OO
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કરે છે. શુક્ર ગુરુનો શત્રુ છે, અને મીનરાશી એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, તેમ છતાં પણ શુક્ર જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરુષ જાગૃત થાય ત્યાં સુધી મારા ભૂતોના ટોળાને બોલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ."
રાક્ષસ એમ વિચાર કરીને ગયો, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણાં ભૂતોનાં ટોળાંને તેડી લાવ્યો, તો પણ કન્યાનો પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરુષ પહેલાંની માફક જ સૂતો હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું, "અરે અમર્યાદ ! મૂઢ! બેશરમ ! નીડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તો મારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી અને ભૂતોના કિલકિલ ધ્વનિથી કુમારની ઉંઘ ઉડી ગઈ, પછી કુમારે સુસ્તીમાં હોવા છતાં કહ્યું કે,
"અરે રાક્ષસ ! જેમ ભોજન કરતા માણસના ભોજનમાં અંતરાય કરવો, તેમ સુખે સૂતેલા મારા જેવા એક પરદેશી માણસની નિદ્રાનો તેં કેમ ભંગ કર્યો? ૧. ધર્મની નિંદા કરનારા, ૨. પંક્તિનો ભેદ કરનારો, ૩. વગર કારણે નિદ્રાનો છેદ કરનારો, ૪. ચાલતી કથામાં અંતરાય કરનારો અને ૫. વગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરુષો અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.”
કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, "આ પુરુષનું ચરિત્ર જગત્ કરતાં કાંઈ જુદા પ્રકારનું દેખાય છે! એવા ચરિત્રથી ઈન્દ્રનું હૃદય થરથર ધ્રુજે, તો પછી બીજા સાધારણ જીવોની શી વાત ! ઘણી આશ્ચર્યની વાત એ છે કે, મારી પાસેથી પોતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નીડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કાંઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું ! કેવું જબરું પરાક્રમ ! કેવી વિઠાઈ ! અને કેવું નીડરપણું ! અથવા ઘણો વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એવો પુરુષ આજ મારો અતિથિ થયો છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરું.”
એમ ચિંતવી રાક્ષસે કુમારના કોમળ પગનાં તળિયાં પોતાના હાથે ઘી સહિત ઠંડા પાણીવડે થોડી વાર મસળ્યાં. કોઈ કાળે જોવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરુષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે! "રાક્ષસ ચાકરની માફક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે." એમ જોઈ કુમારે તુરત જ ઉઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, "હે રાક્ષસરાજ ! તું મોટો સહનશીલ છે, માટે જે કાંઈ મનુષ્યમાત્ર અજાણ એવા મેં કરેલા અપમાનથી મને માફી આપ. હે રાક્ષસરાજ! તારી ભક્તિ જોઈ હું મનમાં ઘણો ખુશી થયો, માટે તું વર માગ. તારું કાંઈ કષ્ટ-સાધ્ય કાર્ય હશે, તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ એમાં શક નથી."
કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલો રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, "અરે ! આ તો વિપરીત વાત થઈ ! હું દેવતા છતાં મારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થયો! મારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે! ઘણી આશ્ચર્યની વાત છે. નવણનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઈચ્છે! આજે કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પોતાનું વાંછિત મેળવવા ઈચ્છે છે! આજે સૂર્ય
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૧
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગ્યો ! હું શ્રેષ્ઠ દેવતા છું. મને આ જે માનવી છે તે શું આપવાનો હતો ? તથા મારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય ! તો પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરે કહ્યું કે :
"જે બીજાનું વાંછિત આપે, એવો પુરુષ ત્રૈલોકયમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માગું ?" "માગું" એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદ્ગુણો "મને આપો" એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વે સદ્ગુણો કોણ જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે.
બન્ને પ્રકારના માર્ગણો (બાણ અને યાચક) બીજાને પીડા કરનારા તો ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલો શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજો તો જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકો, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારો હલકો છે. કેમકે હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણીશ નહીં, તથા કોઈ માગવા આવે તેની આશાનો ભંગ કરનાર એવા પુત્રને તો તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લોકના આધાર, ઉદાર એવા હે રત્નસારકુમાર ! તેટલા સારૂ મારી. માગણી જો ફોકટ ન જાય તો હું કાંઈક તારી પાસે માગું.”
રત્નસારે કહ્યું, "અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી ઉદ્યમથી અથવા જીવનો ભોગ આપવાથી, પણ તારું કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું, "હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તો તું આ નગરીનો રાજા થા. હે કુમાર ! તારામાં સર્વે સદ્ગુણો ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજ્ય આપું છું. તે તું પોતાની મરજી પ્રમાણે ભોગવ.
હું તારે વશ થયેલો છું, માટે હંમેશાં તારી પાસે ચાકર જેવો થઈને રહીશ, દ્રવ્ય-ઋદ્ધિ, દિવ્ય ભોગ, સેનાનો પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને જે મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તો જળથી ઓલવાય છે, પણ તારો પ્રતાપ રૂપ નવો અગ્નિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામો. હે કુમારરાજ ! મારા તથા બીજા દેવતાની સહાયથી સંપૂર્ણ જગત્ને વિષે તારું ઈન્દ્રની માફક એકછત્ર રાજ્ય થાઓ. લક્ષ્મીથી ઈન્દ્રની બરાબરી કરનારો તું આ લોકમાં સામ્રાજ્ય ભોગવતાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં તારી કીર્તિનાં ગીત ગાતી રહો.
હવે રત્નસારકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, "એ રાક્ષસ મારા પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તો સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજ્ય ન ગ્રહણ કરવાનો નિયમ કર્યો છે; અને હમણાં મેં એ રાક્ષસની આગળ પોતે કબૂલ કર્યું છે, "જે તું કહીશ, તે હું કરીશ.” આ મોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડો અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને બીજી તરફ ફાંસો, એવી કહેવતો પ્રમાણે હાલ મારી સ્થિતિ થઈ છે. પોતાના વ્રતને વળગી રહીશ તો રાક્ષસની માગણી ફોકટ જશે અને રાક્ષસની માગણી
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વીકારીશ તો સ્વીકારેલા વ્રતનો ભંગ થશે. હાય ! હાય ! અરે રત્નસાર ! તું ઘણા સંકટમાં પડયો !! અથવા બીજો ગમે તેવી માગણી કરે તો કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પોતાના વ્રતનો ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે.
કારણ કે, પોતાના વ્રતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું પહેરવું તે શા કામનું? જ્યાં સુધી દાંત પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરુષે કપૂર ભક્ષણ કરવું. વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ, લોભ વગેરે ગુણો શરીર માફક બાહ્ય જાણવા; અને સ્વીકારેલું વ્રત પોતાના જીવ સરખું જાણવું. તુંબનો નાશ થએ આરાનું શું પ્રયોજન? રાજાનો નાશ થયે સુભટોનું શું પ્રયોજન ? મૂળ બળી ગયે શાખાનું શું પ્રયોજન? પુણ્યનો ક્ષય થયે ઔષધનું શું પ્રયોજન? ચિત્ત શૂન્ય થયે શાસ્ત્રોનું શું પ્રયોજન? એમ પોતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થયે દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રયોજન?" - રત્નસારકુમારે એવો વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન આ રીતે કહ્યું, "હે રાક્ષસરાજ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજ્ય મારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તો તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તો આયુષ્યને અંતે જ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હંમેશાં દુઃખદાયી છે, માટે તે સપુરુષ ! મારા નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ કરૂં” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું, "અરે ! ફોકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મારી પાસે બીજી માગણી કરાવે છે? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યનો ત્યાગ કરવો ઉચિત છે, પણ દેવોએ આપેલા રાજ્યમાં પાપ તે કયાંથી હોય? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે ! સુગંધી ધૃત પાવા છતાં ખાલી છી છીં' એવો શબ્દ કરે છે. અરે મૂઢ ! તું ઘણા મિજાસથી મારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતો રહ્યો ! અને મારી પાસે પોતાનાં પગનાં તળિયાં પણ મસળાવ્યાં! હે મરણને કાંઠે આવેલા! મારું કહ્યું વચન હિતકારી છતાં હું માનતો નથી, તો હવે મારા ફળદાયી ક્રોધનાં કેવાં કડવાં ફળ છે? તે જો."
એમ કહી રાક્ષસ, ગીધ પક્ષી જેમ નિર્ભયપણે માંસનો કટકો ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કોઈને ન ગણે એવા રાક્ષસે પોતાના હોઠ ધ્રુજવતાં શીધ્ર પોતાને સંસાર સમુદ્રમાં નાંખવાની જેમ કુમારને ઘોર સમુદ્રમાં નાંખો. તે વખતે કુમાર, આકાશમાંથી શીધ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની જેમ પડયો. ત્યારે વજપાત જેવો ભયંકર અવાજ થયો. જાણે કૌતુકથી જ કે શું! પાતાળમાં જઈ પાછો તે જળ ઉપર આવ્યો. જળનો સ્વભાવ જ એવો છે. પછી "જડમય સમુદ્રમાં અજડ (જાણ) કુમાર શી રીતે રહી શકે? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પોતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢયો અને કહ્યું કે, "દુરાગ્રહનું ઘર અને વિવેકશૂન્ય એવા હે કુમાર ! તું કેમ ફોકટ મરી જાય છે ! રાજ્યલક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતો?”
અરે નિંઘ ! હું દેવતા છતાં મેં તારું નિંઘ કબૂલ કર્યું અને તું જે કાંઈ માનવી છતાં મારું હિતકારી વચન પણ માનતો નથી ! અરે ! તું તારું વચન હજી જલદી કબૂલ કર, નહીં તો ધોબી જેમ વસ્ત્રને
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૩ પછાડે, તેમ તને પત્થર ઉપર વારંવાર પછાડી પછાડીને યમને ઘેર મોકલી દઈશ, એમાં સંશય લેશ માત્ર રાખીશ નહીં. દેવતાનો કોપ ફોકટ જતો નથી અને તેમાં પણ રાક્ષસનો તો ન જ જાય." એમ કહી ક્રોધી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઈ ગયો ત્યારે સાહસી કુમારે કહ્યું, "અરે રાક્ષસ ! તું મનમાં વિકલ્પ ન રાખતાં પોતાનું ધાર્યું કર. એ વાતમાં વારંવાર તું મને શું પૂછે છે? પુરુષોનું વચન તે એક જ હોય છે."
પછી કુમારને પોતાના સત્ત્વનો ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રોમરાજી વિકસ્વર થઈ, અને તેજ તો કોઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહ. તુરત જ દિવ્ય આભૂષણોથી દેદીપ્યમાન એવું પોતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પછી ભાટ-ચારણની માફક કુમારની આગળ ઊભો રહી તે દેવતા જય-જયકાર બોલ્યો, અને આશ્ચર્યથી ચકિત થયેલા કુમારને કહેવા લાગ્યો કે, "હે કુમાર! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તી, તેમ તું સત્ત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તે પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ તારા વડે ખરેખર રત્નગર્ભા(રત્નવાળી) અને વીરવતી થઈ. જેનું મન મેરૂપર્વતની ચૂલાની માફક નિશ્ચળ છે, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુ જ સારી વાત કરી. ઈન્દ્રનો સેનાપતિ હરિણગમેથી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે તારી પ્રશંસા કરે છે, તે બરોબર છે.”
દેવતાનું એવું વચન સાંભળી રત્નસારકુમારે આશ્ચર્યથી ચકિત થઈ પૂછયું કે, "હે હરિણગમેપી નામે શ્રેષ્ઠ દેવ જેમાં કાંઈ વખાણવા જેવું નથી એવો હું છું તો મારી કેમ પ્રશંસા કરે છે?" દેવતાએ કહ્યું, સાંભળ હું એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાને એ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડ્યો. સૌધર્મેન્દ્રનાં વિમાન બત્રીસ લાખ અને ઈશાનેન્દ્રનાં અઠ્ઠાવીશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. ખરેખર આ સંસારને ધિક્કાર થાઓ !
વિમાનની ઋદ્ધિના લોભિયા એવા તે બન્ને જણાના બે રાજાઓની જેમ બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણા સંગ્રામ અનેકવાર થયા. તિર્યંચોમાં કલહ થાય તો મનુષ્યો શીધ્ર તેમને શાંત પાડે છે; મનુષ્યોમાં કલહ થાય તો રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કોઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તો તેમના ઈન્દ્ર મટાડે છે; પણ ઈન્દ્રો જ જો માંહે માંહે કલહ કરે તો તેને વજૂના અગ્નિ માફક શાંત પાડવો અશક્ય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલોક વખત ગયે છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદોષ અને મહાર્વરને મટાડનારું હવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બન્ને જણા શાંત થયા. હવણજળનો એવો મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઈન્દ્રોએ મહેમાંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ "પૂર્વની વ્યવસ્થા આ રીતે છે.” એમ કહ્યું.
ઠીક જ છે. બુદ્ધિશાળી પુરુષો અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કરી .આ રીતે :- "દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે. તેટલાં સૌધર્મ ઈન્દ્રનાં છે, અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે સર્વે ઉ૫૨ ઈશાન ઈન્દ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઈન્દ્રક વિમાન છે, તે સૌધર્મ ઈન્દ્રનાં છે. તે જ બન્ને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે તેમાંનાં અર્ધા સૌધર્મ ઈન્દ્રનાં અને અર્ધા ઈશાન ઈન્દ્રનાં છે. સનત્કુમાર તથા માહેન્દ્ર દેવલોકમાં પણ એ જ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઈન્દ્રક વિમાન તો ગોળ આકારનાં જ હોય છે.” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બન્ને ઈન્દ્રો ચિત્તમાં સ્થિરતા રાખી. વૈર મૂકી માંહેમાંહે પ્રીતિ કરવા લાગ્યા.
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિણૈગમેષી દેવતાને સહજ કૌતુકથી પૂછ્યું કે, "સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એવો કોઈ જીવ છે ? અથવા ઈન્દ્રાદિક પણ લોભવશ થાય છે. તો પછી બીજાની વાત શી ? જેણે ઈન્દ્રાદિકને પણ સહજમાં ઘ૨ના દાસ જેવા વશ કરી લીધા, તે લોભનું ત્રણે જગત્માં ખરેખર અદ્ભૂત એકચક્રી સામ્રાજ્ય છે.”
૩૦૪
ન
પછી નૈગમેષી દેવતાએ કહ્યું. "હે ચંદ્રશેખર તું ! કહે છે તે વાત ખરી છે, તો પણ એવી કોઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ઠિવર્ય શ્રી વસુસારનો રત્નસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કોઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે, તે રત્નસારકુમારે ગુરુ પાસે પરિગ્રહપરિણામ વ્રત ગ્રહણ કર્યું છે. તે પોતાના વ્રતને એટલો દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા ઈન્દ્ર પણ ચલાવી ન શકે. દૂર સુધી પ્રસરી રહેલા અપાર લોભરૂપ જળના મહાપુરમાં બીજા સર્વ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રવેલિની માફક પલળે નહીં એવો છે.”
જેમ સિંહ બીજાનો હોકારો સહન કરી શકતો નથી તેમ નૈગમેષી દેવતાનું વચન ન સહન કરનારો ચંદ્રશેખર દેવતા તારી પરીક્ષા કરવા માટે આવ્યો. પાંજરા સહિત પોપટને તે હરી ગયો. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસરૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંકયો, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું. માટે હે સત્પુરુષ ! મારા આ સર્વે દુષ્ટ કૃત્યોની માફી આપી. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું, "શ્રીધર્મના સમ્યક્ પ્રસાદથી મારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ હે શ્રેષ્ઠ દેવતા ! તું નંદીશ્વર આદિ તીર્થોને વિષે યાત્રાઓ કર, એટલે તારા દેવતાના ભવની સફળતા થશે.”
ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરૂં કુમારના હાથમાં આપ્યું અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂકયો પછી રાજા આદિ લોકોની આગળ કુમારનો મહિમા પ્રકટ કહી ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયો. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બન્ને સ્ત્રીઓને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામંત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યા.
તેથી માર્ગમાં જાણ પુરુષો પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારનો સત્કાર કર્યો. વખત જતાં કુમા૨ કેટલેક દિવસે રત્નવિશાળાપુરીમાં આવી
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૫
પહોંચ્યો. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી ઋદ્ધિનો વિસ્તાર જોઈ ઘણા શેઠોની સાથે સામો આવ્યો. પછી રાજાએ તથા વસુસાર આદિ મોટા શેઠીયાઓએ ઘણી ઋદ્ધિની સાથે કુમારનો નગરીમાં પ્રવેશ કરાવ્યો. પૂર્વ પુણ્યની પટુતા કેવી અદ્ભુત છે! પરસ્પર આદર-સત્કાર આદિ ઉચિત કૃત્યો થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારનો સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લોકોની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સત્ત્વ સાંભળી રાજા વગેરે સર્વ લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા.
એક વખતે વિદ્યાનંદ નામે ગુરુરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસારકુમારનો પૂર્વભવ ગુરુ મહારાજને પૂછયો. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા :
રત્નસારનો પૂર્વભવી | "હે રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એવો શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠિપુત્ર, બીજો મંત્રીપુત્ર, અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ, અર્થ અને કામથી જેમ ઉત્સાહ શોભે છે, તેમ તે ત્રણ મિત્રોથી રાજકુમાર મૂર્તિમંત ઉત્સાહ રાખતો શોભતો હતો. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતો તે પોતાના ત્રણ મિત્રોનું કલાકૌશલ્ય જોઈ જડમૂઢ એવા પોતાની નિંદા કરતો હતો. અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કોઈ ચોરે ખાતર પાડયું. સુભટોએ તે ચોરને ચોરીના માલ સહિત પકડયો. ક્રોધ પામેલા રાજાએ ચોરને શૂળી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શૂળી ઉપર ચઢાવનારા લોકો તે ચોરને વધ કરવા લઈ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રી સારકુમારે હરિણની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચોરને જોયો. '
| "મારી માતાનું દ્રવ્ય હરણ કરનારો એ ચોર છે, માટે હું પોતે એનો વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લોકોની પાસેથી ચોરને પોતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયો. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારુકમારે "ફરીથી ચોરી કરીશ નહીં.” એમ કહી કોઈ ન જાણે એવી રીતે ચોરને છોડી દિધો. સત્પરુષોની અપરાધી પુરુષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સર્વે મનુષ્યોને બધા ઠેકાણે પાંચ મિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હોવાથી કોઈએ ચોરને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. "આજ્ઞાભંગ કરવો એ રાજાનો શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે.” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારનો ઘણો તિરસ્કાર કર્યો. તેથી ઘણો દુઃખી થયેલો અને રોષ પામેલો શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયો.
માની પુરુષો પોતાની માનહાનિને મરણ કરતાં વધારે અનષ્ટિ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હંમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્રો શ્રીસારને આવી મળ્યા કેમકે-સંદેશો મોકલવો પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધવોની, માથે આપદા પડે ત્યારે મિત્રોની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથે સાથે ચાલતા હતા,
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પણ કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડયા. સુધા-તૃષાથી પીડાયેલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા. અને ભોજનની તૈયારી કરવા લાગ્યા. એટલામાં જેનો ભવ થોડો બાકી રહ્યો છે એવા કોઈ જિનકલ્પી મુનિરાજ તેમની પાસે ભિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા.
રાજકુમાર સ્વભાવે ભદ્રક હોવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભોગફળ કર્મ ઉપામ્યું. મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રોને આનંદ થયો. તેમણે મન-વચન-કાયાથી દાનને અનુમોદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રોએ સરખું પુણ્યઉપાર્જન કરવું ઉચિત છે. "સર્વ આપો. એવો યોગ ફરીવાર અમને કયાંથી મળવાનો?" આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પોતાની અધિકશ્રદ્ધા જણાવવાને સારું કપટ વચન કહ્યું.
ક્ષત્રિયપુત્રનો સ્વભાવ તુચ્છ હતો. તેથી દાનને વખતે બોલ્યો કે, "હે કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારા સારું કાંઈક રાખો.ખોટી બુદ્ધિથી ક્ષત્રિયપુત્રે ફોગટ દાનમાં અંતરાય કરીને ભોગાંતરાય કર્મ બાંધ્યું. પછી રાજાએ બોલાવ્યાથી તે પોતપોતાને સ્થાનકે ગયા. અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠીપુત્રને શ્રેષ્ઠિપદ, મંત્રિપુત્રને મંત્રિપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટોનું અગ્રેસરપણું મળ્યું. અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભોગવી મરણ પામ્યા.
સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસારકુમાર રત્નસારકુમાર થયો. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર રત્નસારની સ્ત્રીઓ થઈ. કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિપુત્ર પોપટ થયો, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યચપણું મળે છે. પોપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છોડાવેલો ચોર તાપસ વ્રત પાળી રત્નસારને સહાય કરનારો ચંદ્રચૂડ દેવતા થયો.”
રાજા આદિ લોકો મુનિરાજનાં એવાં વચન સાંભળી પાત્રદાનને વિષે ઘણા આદરવંત થયા અને સમ્યફ પ્રકારે જૈનધર્મ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્ત્વનું જ્ઞાન થાય ત્યારે કોણ આળસ કરે ? સપુરુષોનો સ્વભાવ સૂર્ય સરખો જગતમાં શોભે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરી લોકોને સન્માર્ગે લગાડે છે, તેમ પુરુષો પણ અંધકાર દૂર કરી લોકોને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસારકુમારે પોતાની બે સ્ત્રીઓની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભોગ ભોગવ્યા.
પોતાના ભાગ્યથી જ ધન જોઈએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાર્થને જ માંહોમાંહે બાધા ન આવે તેવી રીતે સમ્યફ પ્રકારે સાવ્યા. કુમારે રથયાત્રાઓ, તીર્થયાત્રાઓ, અરિહંતની રૂપાની, સોનાની તથા રત્નની પ્રતિમાઓ, તેમની પ્રતિષ્ઠાઓ, જિનમંદિરો, ચતુર્વિધ સંઘનું વાત્સલ્ય, બીજા દીનજનો ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યો ચિરકાળ સુધી કર્યા. એવાં કૃત્યો કરવાં એ જ લક્ષ્મીનું ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ઠ થઈ. પુરુષોની સાથે સહવાસ કરવાથી શું ન થાય? પછી રત્નસારકુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિતમરણવડે દેહ છોડી અશ્રુત દેવલોકે ગયો. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૭
રસારનો જીવ ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરી શીઘ મોક્ષસુખ પામશે.
ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસારકુમારનું ચરિત્ર બરોબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણવ્રત આદરવાને વિષે ઘણો જ યત્ન કરવો. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારકુમારની કથા કહી.
* ભોજનાવસરે સુપાત્રદાન વગેરે | વિવેકી પુરુષ આદિનો યોગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભોજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીઓને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે. કારણ કે, સાધર્મી પણ પાત્ર જ કહેવાય છે. સાધર્મીવાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભિખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પોતાનું મન નિર્દય ન રાખવું. ભોજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ મોટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી.
સાંભળ્યું છે કે ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પોળનો દરવાજો ઉઘડાવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધો. * શત્રુનો ભય છતાં રાજાએ નિયમ ન છોડ્યો - એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવાં નહીં, કેમકે કોણ પોતાનું ઉદર-પોષણ કરતો નથી? પરંતુ ઘણા જીવોનો નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકોને શક્તિના અનુસાર અને દુખી જીવોને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે - સુશ્રાવક ભોજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિનેન્દ્રોએ શ્રાવકોને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવોનો સમુદાય દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતનો અથવા ધર્મનો મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકનાં વર્ણનને પ્રસંગે "અવંગુઅદુઆરી” એવું વિશેષણ દઈ "શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈદીન લોકોનો ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લોકોને અનૃણી કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો. ' દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે – શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામનો સમય આવવાથી, મિત્રની આપદાનો પ્રસંગ આવવાથી અને દાનની દુર્મિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ.સં. ૧૩૧૫માં વર્ષે દુકાળ પડયો, ત્યારે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડુશાહે એકસો બાર સદાવ્રતો ખોલી દાન આપ્યું. કહ્યું છે કે – દુકાળ પડે છતે હમ્મીરે બાર, વિસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહ હજાર મૂડા ધાન્યના આપ્યા.
અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયો. તેણે અશ્વ, ગજ, મોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૯મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં. અને મહાયાત્રાઓ કરી એક વખતે તેણે જયોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાળ પડવાનો હતો તેમ જાણ્યું. અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું. તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થયો. ત્યારે ચોવીશ હજાર મણ ધાન્ય તેણે અનાથ લોકોને આપ્યું, હજાર બંદીવાન છોડાવ્યા, છપ્પન રાજાઓને છોડાવ્યા, જિનમંદિરો ઉઘડાવ્યાં, શ્રીજયાનંદસૂરિ તથા શ્રીદેવસુંદરસૂરિનાં પગલાં સ્થાપન કર્યા આદિ અનેક તેનાં ધર્મકૃત્યો જાહેર છે.
માટે શ્રાવકે વિશેષે કરી ભોજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું. દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી કોઈ ગરીબ આવે તો તેની યથાશક્તિ આગતાસ્વાગતા કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ પરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકોને થોડામાં પણ સંતોષ થાય છે. કેમકે - કોળિયામાંથી એક દાણો નીચે ખરી પડે તો તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તો આખું કુટુંબ પોતાનો નિર્વાહ કરી લે છે. બીજાં એવો નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યો હોય તો તેથી સુપાત્રનો યોગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે.
છે તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર-પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય જાનવરો આદિને ઉચિત ભોજન આપીને, પંચપરમેષ્ઠિનું ધ્યાન કરીને તથા પચ્ચક્કાણનો અને નિયમનો બરોબર ઉપયોગ રાખીને પોતાને સદતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે - ઉત્તમ પુરુષોએ પહેલાં પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રોગી એમને ભોજન કરાવીને
પછી પોતે ભોજન કરવું. ધર્મના જાણ પુરુષે સર્વે જાનવરોની તથા બંધનમાં રાખેલા લોકોની સારસંભાળ ' કરીને પછી પોતે ભોજન કરવું, તે વિના ન રહેવું.
પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન કરવું હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી વગેરે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ હોય તો પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તો તે વિષ જ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તો પણ કોઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તો તે વિષ માફક થાય છે. એવો નિયમ છે, તથાપિ પધ્ધ વસ્તુનું સભ્ય હોય તો પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સભ્ય ન હોય તે ન વાપરવી." બલિષ્ઠ પુરુષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રનો જાણ પુરુષ સુશિક્ષિત હોય તો પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે, તેમજ કહ્યું છે કે – જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા લોકો ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૯ અર્થે જિહ્વાની લોલુપતા રાખતા નથી એવું વચન છે. માટે જિદ્વાની લોલુપતા પણ મૂકવી તથા અભક્ષ્ય, અનંતકાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વર્જવી.
પોતાના અગ્નિબળ માફક પરિમિત ભોજન કરવું. જે પરિમિત ભોજન કરે છે તે બહુ ભોજન કર્યા જેવું છે. અતિશય ભોજન કરવાથી અજીર્ણ, ઓકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડીવારમાં થાય છે. કેમકે – હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ. કારણ કે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભોજન કરે અને જો દોષ વિનાનું તથા પરિમિત બોલે, તો કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપકવાન ભક્ષણ કરનારો, ડાબે પાસે શયન કરનારો, હંમેશાં ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળમૂત્રનો ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રોગોને જીતે છે. હવે ભોજન કરવાનો વિધિ વ્યવહારશાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણવો :
ભોજનની વિધિ અતિશય પ્રભાતકાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભોજન ન કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખવો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભોજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કોઈ કાળે ભોજન કરવું નહીં; તથા ભોજન કરતી વખતે અંગૂઠા પાસેથી આંગળી ઉભી ન રાખવી. મોં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડયા વિના ભોજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભોજન કરવું નહીં.
પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને, ભોજન કરવુ નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, ગ્વાન, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ "બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂંકું મોં કરવું નહીં.
કેવું ભોજન કરવું. ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પોતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે ખાવું. ભોજન કરતી વેળાએ મૌન કરવું. તથા શરીર વાંકુચૂંકું ન રાખવું, અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સુંઘવી, કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારું, ખાટું, ઘણું ઉનું તથા ઘણું ઠંડુ અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી, તથા રૂચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી.
૩૧૦
અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્નઈન્દ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્નનેત્રોને વિકાર કરે; અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરવો. જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે; બહુ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભોજન ન કરે, લઘુ નીતિ કે વડીનીતિની શંકા ન હોય ત્યારે. ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તો બહુ જ થોડો થાય.
નીતિના જાણ પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઈચ્છે ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલાં પાતળા રસ, મધ્યે કડવા રસ અને અંતે આછા પાતળા રસનો આહાર કરવો તેથી બળ અને આરોગ્ય જળવાય છે.
પાણી કેમ અને કયારે પીવું?
ભોજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીઓ તો વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીનો કોગળો દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે, પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથે લગાડવા.
ભોજન પછીના કૃત્યાકૃત્ય
બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી કેટલીકવાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, ન્હાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચતો સૂઈ રહે તો બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તો આયુષ્ય વધે, અને દોડે તો મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું; પણ ઉંઘવું નહીં અથવા સો પગલાં ચાલવું. આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલો વિધિ નીચે પ્રમાણે છે :
:
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
‘૩૧૧
સિદ્ધાંતમાં કહેલ ભોજનવિધિ સુશ્રાવકો, નિવેદ્ય નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માને નિર્વાહ કરનારા હોય છે, એ આહાર કરતાં સર-સર, ચબ-જબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ; મન, વચન અને કાયાની ગુપ્તિપૂર્વક સાધુની જેમ ઉપયોગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈગાલ દોષો ન લાગે તેમ આહાર કરે.
જેવી ગાડી ખેડવાના કામમાં ઉજવાની લેપની યુક્તિ છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પોતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારૂં એવું જેવું અન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહનો ઉદય, સ્વજનનો ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે, તપસ્યાને માટે, તથા આયુષ્યનો અંત આવે શરીરનો ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરવો.'
એ વિધિ સાધુ આશ્રયી કહ્યો, શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણવો. બીજે સ્થળે પણ કહ્યું છે કે – વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય-ચંદ્ર ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગો ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં.
કહ્યું છે કે- તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવી નહીં, તથા દેવગુરુને વંદનાદિકનો યોગ ન હોય; તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચકખાણ, લેવા હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આ લોકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે - તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વસુદેવ, ચક્રવર્તી વગેરે લોકોનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અહમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે; પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે.
સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઉઠે અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરુને યોગ હોય તે પ્રમાણે વાંદે.ચાલતી ગાથામાં સુપરવા નુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યો એમ જાણવું.
સ્વાધ્યાયના ભેદ હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ-ભોજન કરી રહ્યા પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રમુખ પચ્ચક્ખાણ ગુરુ પ્રમુખને બે વાંદણાં દઈને અથવા તે વિના ગ્રહણ કરવું અને ગીતાર્થ મુનિરાજ પાસે, ગીતાર્થ એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યોગ હોય તેમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.
૩૧૨
૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. ધર્મકથા અને ૫. અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરાને માટે યથાયોગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કંઈ સંશય રહ્યા હોય તે ગુરુને પૂછવા તે પૃચ્છના કહેવાય છે, પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તના કહેવાય છે. જંબૂસ્વામી વગેરે સ્થવિરોની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે.
અહીં ગુરુમુખથી સાંભળેલા શાસ્ત્રાર્થના જાણ પુરુષો પાસે વિચાર કરવા રૂપ સજ્ઝાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે, "તે તે વિષયના જાણ પુરુષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતોનો વિચાર ક૨વો.” એવું શ્રી યોગશાસ્ત્રનું વચન છે. એ સજ્ઝાય ઘણી ગુણકારી છે. કહ્યું છે કે – સજ્ઝાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે. સર્વે ૫૨માર્થનું જ્ઞાન થાય છે, તથા સાયમાં રહેલો પુરુષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સજ્ઝાય ઉપર દૃષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપ ગ્રંથમાં કર્યું છે, તેથી અત્રે તે કહેલ નથી, આ રીતે આઠમી ગાથાનો અર્થ પૂરો થયો. (૮)
संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ तह विहिणा | विस्समणं सज्झायं, गिहं गओ तो कहइ धम्मं ||९||
सन्ध्यायां जिनं पुनरपि पूजयतिप्रतिक्रामति करोति तथा विधिना । विश्रमणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम् ||९
ગાથાર્થ :- સંધ્યા સમયે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ તેમજ વિધિપૂર્વક મુનિરાજની સેવા-ભક્તિ અને સજ્ઝાય કરવી, પછી ઘેર જઈ સ્વજનોને ધર્મોપદેશ કરવો.
ટીકાર્ય :- શ્રાવકે હંમેશાં એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કે-શ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત્ત વસ્તુને વર્જનારો, હંમેશાં એકાસણ કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારો હોય છે પરંતુ જેનાથી દ૨૨ોજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ચોઘડીયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે છતે ભોજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભોજન કરે તો રાત્રિભોજનનો મહાદોષ લાગવાનો પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મોડું ભોજન કરે તો ઘણા દોષ લાગે છે. તેનું દૃષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભોજન કરી રહ્યા પછી પાછો સૂર્યનો ઉદય થાય, ત્યાં સુધીનું ચવિહાર, તિવિહાર-અથવા દુવિહારનું દિવસચરિમ પચ્ચક્ખાણ કરે. એ પચ્ચક્ખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ. પણ બીજે ભાંગે રાત્રિએ કરે તો પણ ચાલે એમ છે.
શંકા : દિવસચરિમ પચ્ચક્ખાણ નિષ્ફળ છે, કારણ કે એકાશન વગેરે પચ્ચક્ખાણોમાં તે સમાઈ
જાય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૧૩
સમાધાન :- એમ નહીં. એકાશન વગેરે પચ્ચકખાણના આઠ ઈત્યાદિક આગાર છે. અને દિવસચરિમનાં ચાર આગાર છે, માટે આગારનો સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજનના પચ્ચખાણને યાદ કરાવનારૂં છે, રાત્રિભોજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચકખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે.
એડકાક્ષનું દાંતા દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચક્ખાણ કરતી હતી. તેનો ભર્તાર મિથ્યાદષ્ટિ હતો. તે "સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ, માટે "જુઓને આ મોટું પચ્ચખાણ કરે છે." એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતો હતો.
એક દિવસ શ્રાવિકાએ "તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી, તો પણ તેણે દિવસચરિમ પચ્ચકખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી.
શ્રાવિકાએ ઘણો વાર્યો, તો પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું, એટલામાં દેવીએ પ્રહાર કર્યો છે, જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ ઉપર પડયા.
"મારો અપયશ થશે એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ્ન કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કોઈ એક મરતા બોકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા, તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પડયું. તેને જોવાથી ઘણા લોકો શ્રાવક થયા.
આ રીતે દિવસચરિમ ઉપર એડકાક્ષનું દાંત કહ્યું છે.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે છે ત્યારે સૂર્યબિંબનો અર્ધો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત "શ્રાવિધિપ્રકરણની "શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં.
પ્રથમ દિનકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
00
JO
Page #335
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ ઃ રાત્રિકૃત્ય
દિનકૃત્ય કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા પૌષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂંજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાનાચાર્યની સ્થાપના, મુહપત્તિ, ચરવળો ઈત્યાદિ ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજો કેટલોક વિધિ શ્રદ્ધાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુરુષે અભ્યાસાદિને સારું દ૨૨ોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિચાર લાગ્યા ન હોય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું.
પ્રતિક્રમણ
સિદ્ધાંતમાં કહ્યું છે કે-પહેલા અને છેલ્લા તીર્થંકર શાસનમાં પ્રતિક્રમણ દ૨૨ોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીશ તીર્થંકરના શાસનમાં કારણ હોય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. કારણ હોય તો એટલે કે અતિચાર લાગ્યો હોય તો બપોરના પણ પ્રતિક્રમણ કરે અને ન લાગ્યો હોય તો પૂર્વ ક્રોડ વર્ષ પર્યંત પણ ન કરે.
ન
--
ત્રણ પ્રકારનાં ઔષધ કહ્યાં છે, તે એ કે :- ૧. પ્રથમ ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન કરે, ૨. બીજાં ઔષધ વ્યાધિ હોય તો મટાડે અને ન હોય નવા ઉત્પન્ન ન કરે, ૩. ત્રીજું ઔષધ રસાયન એટલે પૂર્વે થયેલો વ્યાધિ હોય તો તેને મટાડે અને વ્યાધિ ન હોય તો સર્વાંગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દીને બંધ પાડે. પ્રતિક્રમણ .કહેલા ત્રણ પ્રકારમાંના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.
સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શંકા અને સમાધાન
શંકા :- આવશ્યકચૂર્ણિમાં કહેલો સામાયિક વિધિ તે જ શ્રાવકનું પ્રતિક્રમણ છે. કેમકે, પ્રતિક્રમણના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવું. એ સર્વ એમાં જ (સામાયિક વિધિમાં જ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે : પ્રથમ ૧ સામાયિક કરી પછી એક પછી એક એમ, ૨. ઈરિયાવહી, ૩. કાયોત્સવર્ગ, ૪. ચઉવીસત્યો, ૫. વાંદણાં અને ૬. પચ્ચક્ખાણ કરવાથી છ આવશ્યક પૂરાં થાય છે. તેમજ ‘સામાયમુમયસંજ્ઞ’ એવું વચન છે, તેથી તે પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે.
સમાધાન :- ઉપર કહ્યું તે બરોબર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતા નથી. તે એમ કે :- તારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણાં એ ત્રણ જ ખાસ દેખાડયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચોથા અધ્યયનરૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપ્ન જોયા પછી, તેમજ નાવમાં બેસવું
Page #336
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૧૫
પડે તો તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી કરવી, એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહીમાં કાઉસ્સગ્ગ અને ચઉવીસત્યો જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી શ્રાવકે સાધુનો જોગ ન હોય તો ચૈત્ય સંબંધી પૌષધશાળામાં અથવા પોતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે. તેમજ સામાયિકનો કાળ પણ નિયમિત નથી. કારણ કે, "જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્ચાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ "જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે.
હવે ‘સામાફિયમુમયસં’ એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાં જ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં તો ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું છે તે એમ કે - સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પોતાના ચિત્ત-મન, વેશ્યા-સામાન્ય અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય તથા ઈન્દ્રિયો પણ આવશ્યકને વિષે જ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપયોગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે.
તે જ સૂત્રમાં કહ્યું છે કે - જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગે ઉભયકાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપોની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. વળી એમ કહ્યું છે કે – પાતકોને જીવપ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે.
પ્રતિક્રમણ કરવા માટે દઢ અભિગ્રહ ઉપર દષ્ટાંત દિલ્હીમાં દેવસરાઈ પ્રતિક્રમણનો અભિગ્રહ પાળનારો એક શ્રાવક રહેતો હતો. રાજવ્યાપારમાં કાંઈક તહોમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાગે બેડીઓ જડીને બંદીખાને નાંખ્યો તે દિવસે લાંઘણ થઈ હતી. તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારું રખેવાળોને સોનાનો ટાંક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે એક મહિનામાં સાંઠ ટાંક પ્રતિક્રમણને માટે આપ્યા. પોતાનો નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયો, અને તેણે તેને બંદીખાનાથી છોડી મૂકી પહેરામણી આપી, અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યાતના અને દઢતા રાખવી જરૂરની છે.
પ્રતિક્રમણના ભેદ અને તેને કરવાનો સમય પ્રતિક્રમણના ૧ દેવસી, ૨ રાઈ, ૩ પફખી, ૪ ચોમાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમનો સમય ઉત્સર્ગ માર્ગે કહ્યો છે તે આ પ્રમાણે-ગીતાર્થ પુરુષો સૂર્યબિંબનો અર્ધભાગ અસ્ત થાય
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસિ પ્રતિક્રમણનો સમય સૂર્યનો અર્થો અસ્ત એ જ જાણવો. રાઈ પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે :- આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનો વખત થાય છે. ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે, જેથી દશ પડિલેહણા કરતાં વાર જ સૂર્યોદય થાય, અપવાદમાર્ગથી તો દેવસિ પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી અર્ધી રાત્રી સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો દેવસી પ્રતિક્રમણ બપોરથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય. વળી કહ્યું છે કે - "રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડપોરિસી સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે.
શંકા - પફિખ પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ-પૂનમે કરાય?
ઉત્તર:-ચૌદશે જ કરાય, એમ અમારું કહેવું છે. જો અમાસે તથા પૂનમે પખિ પ્રતિક્રમણ કરાય. તો ચૌદશે તથા પફિખને દિવસે પણ ઉપવાસ કરવાનો કહ્યો છે, તેથી પફિખ આલોયણા પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનનો વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે. કે ૧ઠ્ઠમ છઠ્ઠ વક, સંવછર-માસ-પવરવેસુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદો લીધો નથી. અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં પાક્ષિક જુદો લીધો નથી. તે આ રીતે -
વસીસુ ઉપવાસ એ વચન પાક્ષિકચૂર્ણિમાં છે. સોનિ વસીસુ ઉપવાસ રેટ્ટ એ વચન આવશ્યકચૂર્ણિમાં છે. સ્થછઠ્ઠમરને પિવીવીમાસવરિસેત્તિ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. મિડદુસ્લીપિંચમી માસ વગેરે મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાંપવરસ ની વહુ, મારૂં ય પવરવ મુખે ધ્વએ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જો પફિખ અને ચતુર્દશી જુદા હોય તો આગમમાં બે શબ્દ જુદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે પફિખ ચતુર્દશીને દિવસે થાય.
અગાઉચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે, એ વાત સર્વસંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથોમાં કહ્યું છે કે-કોઈ પણ આચાર્યે કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેનો જો પ્રતિષેધ ન કર્યો હોય તો બહુમત આચરિત જ સમજવું.
તીર્થોદ્ગાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીરનિર્વાણ સંવત નવસો ત્રાણુમાં વર્ષે ચતુર્વિધ શ્રીસંઘે ચૌદશને દિવસે ચોમાસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ ૧. સંવત્સરીએ અટ્ટમ, ચોમાસીએ છઠ્ઠ અને પકખીએ ઉપવાસ કરવો. ૨. આઠમ ચઉદશે ઉપવાસ કરવો. ૩. તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪. આઠમે તથા પકડીએ ઉપવાસ, ચોમાસીએ છ8 અને સંવત્સરીએ અઠ્ઠમ કરવો.
Page #338
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય :
૩૧૭ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તો પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જોવો.
દેવસિચપ્રતિક્રમણનો વિધિ પ્રતિક્રમણ કરવાનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે, તે ઉપરથી ધારવો. તે નીચે પ્રમાણે છે :
આ મનુષ્યભવમાં સાધુઓ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુનો યોગ ન હોય તો એકલાએ અવશ્ય કરવું.
૧. ચૈત્યવંદન કરી ચાર ભગવાનાં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દુક્કડં દેવો. ૨.
પ્રમથ સામાયિક ફુચ્છામિ કામિ કિસ્સ ઈત્યાદિ સૂત્ર બોલવું અને પછી ભૂજાઓ તથા કોણી લાંબી કરી. રજોહરણ અથવા ચરવળો તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દોષ ટાળી કાઉસ્સગ્ગ કરે. તે વખતે પહેરેલો ચોળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ. (૩-૪) કાઉસ્સગ્ન કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસ્સગ્ન પારી લોગસ્સ કહેવો. ૫.
સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીસ પચ્ચીશ પડિલેહણા કરવી. ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી, તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઈ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮)
પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને ‘મભુડ્રિગોષ્ઠિ' વગેરે પાઠ વિધિપૂર્વક કહે. ૯. પછી વાંદણાં દઈ પાંચ આદિ યતિઓ હોય તો ત્રણ વાર ખમાવે પછી વાંદણા દઈ માયરિય ઈત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. ૧૦. આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ્ન કરી બે લોગસ્સ ચિંતવવા. ૧૧. પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટ લોગસ્સ કહે તેમજ સર્વલોકને વિષે રહેલાં અરિહંત ચૈત્યોની આરાધનાને માટે કાઉસ્સગ્ન કરી તેમાં એક લોગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ્ગ પારે તે પછી શ્રુતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩)
પછી પચ્ચીશ ઉવાસનો કાઉસ્સગ્ન કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માનો સ્તવ કહે. ૧૪. પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીનો કાઉસ્સગ્ન કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની થોય સાંભળે અથવા પોતે કહે. ૧૫. એ જ રીતે
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરી તેની થોય સાંભળે અથવા પોતે કરે, પછી પંચમંગળ કહી સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૧૬. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વાંદણા દેવાં. તે પછી "રૂછામો
સટ્ટિ" કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહી "નમોડસ્તુ વર્તમાનાય” વગેરે ત્રણ થોય ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમોઘુર્ણ કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ન કરવો. ૧૭-૧૮.
રાઈવ પ્રતિક્રમણનો વિધિ આ રીતે દેવસી પ્રતિક્રમણનો વિધિ કહ્યો. રાઈય પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલો જ વિશેષ છે કે-પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શકસ્તવ કહેવું. ૧૯. ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ન કરે અને તેમાં લોગસ્સ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ન કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ૨૦. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિએ થયેલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પાળે. તે પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાજી બેસે. ૨૧. પૂર્વની જેમ, મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લોગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના, ખામણાં, પાછી વંદના કરી થોયની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ન કરવો. રર.
તે કાઉસ્સગ્નમાં આ રીતે ચિંતવે કે જેથી મારા સંયમયોગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરું. પહેલાં છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. ૨૩. છમાસીમાં એક દિવસ ઓછો, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી. તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસખમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. ૨૪. માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછો કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મારામાં શક્તિ નથી. એમ જ આયંબિલ આદિ, પોરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. ૨૫.
ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી. અને કાઉસ્સગ્ન પાળી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણાં દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચકખાણ લેવું. ૨૬. પછી રૂછામો મજુસર્ટેિ કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ થોયના પાઠ કહે તે પછી નમોત્થાં વગેરે કહી ચૈત્યવંદન કરવું. ૨૭.
પખિ પ્રતિક્રમણનો વિધિ હવે ચૌદશે કરવાનું પફિખ પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી રીતે કરવું. ૨૮. પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાંદણા પછી પફિખસૂત્ર કહેવું. ર૯. પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસ્સગ્ન કરવો તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણા દઈ પાયેતિક
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૯
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય : ખામણાં કરે અને ચાર થોભવંદના કરે. ૩૦. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે. ૩૧.
ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણનો વિધિ એ રીતે જ ચીમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે - પફિખ પ્રતિક્રમણ હોય તો પફિખ, ચોમાસી હોય તો ચોમાસી અને સંવત્સરી હોય તો સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. ૩૨. તેમજ પફિખના કાઉસ્સગ્નમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાળીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો. તથા સંબુદ્ધાબામણાં પફિખ, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. ૩૩. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.. - હરિભદ્રસૂતિ આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી વત્તારિડિક્ષમળે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધા ખામણાના વિષયમાં કહ્યું છે કે – દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પફિખ તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાકિસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે.
ગુરુની વિશ્રામણા તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે, માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિ વગેરેના દાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જોતાં સાધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, "સંવાદળવંતપોસT ” એ આગમવચનમાં નિષેધ કર્યો છે.
અપવાદ-સાધુઓએ સેવા કરાવવી હોય તો સાધુ પાસે જ કરાવવી તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે અને વિનય પણ સચવાય છે.
સ્વાધ્યાય કરવો તે પછી પૂર્વે કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકનો વિધિ દેખાડનારા ગ્રંથોની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથોને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવો.
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦૦ શીલના અંગોને જણાવતું રથચિત્ર.
उ२०
Immmmuna
MADA
|| श्री शीलांगरथ ||१|| जे नो करंति मणसा, निज्जियाहारसन्नासोइंदी ॥ पूढवीकायारंभ, खंतिजुआ ते मुणी वंदे ||१|| खंतीअज्जवमहव, मुत्तीतवसंजमे य बोधव्ये || सच्च सोयं अकिंचणं च, बभं च जइधम्मो ||२|| जोए करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य । सिलंगसहस्साणं, अठारससहस्सनिफत्ती ||३|| करणाई तिण्णि जोगा, मणमाइणिओहवन्तिकरणाई।। आहाराईसन्ना चउ, सोआइ इंदिया पंच ||४||||
जेनी करती। जेनोकरावंति|जेनोअणुमि ६००० ६०००
यंती ६०००
मणसा २०००
वणसा २०००
तणुणा २०००
निजियआ || निजियमय || निजियमेहु ||निजियपरिग्ग. हारसन्ना सन्ना ५०० णसन्ना ५००|-हसन्ना ५००1MBER
-५००
wroceedomme
ईदिअY ताइदिया Taa // रंभ १० ॥
सावउरिदिआ/पचिदि
रंभ १० रंभ १० किचनासीयजुआ
अजीवस १०
सोइंदी
चक्खिंदी ॥ घाणिंदी ॥ रसणिंदी ॥ फासिंदी १०० १०० १००
दे
ते
१००
.९
| . १००
प्रति १०
ससजमा सच्चजुआ AN६ // तमुणविद७/
ARAL
पुढवी ॥ (काया रंभं १०॥
आउकाया| तेउकाया रंभ १० रंभ १०
वाउकाया। रंभ १०
वणस्सई C कायारंभ १०
खंतिजुआसमद्दवा || सअज्जवा || समुत्तिणे ॥ तवजुआ हातेमुणीवंदे १|| तेमुणीवंदे २|| तेमुणीवंदे ३|| तेमुणीवंदे४॥ तेमुणीवंदे ५
AM
mmmmmmmcE
FAG04
Oriya
ANWAR
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ilitairema
Page #342
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૧ ૧૮ હજાર શીલાંગરથનું સ્વરૂપ શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો. करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६.भूमाइ १० समणधम्मो अ १० ।। सिलांगरहसहस्साणं, अट्ठारसगस्स णिप्फती ||१||
અર્થ - કરણ કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેનો મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને પ્રાણ એ પાંચ ઈન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એશી) થયા. તેને પૃથિવીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માદવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભત), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા(પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આઠ આ રીતે છે -
'जे नो करंति मणसा, निज्जिअ आहार सण्ण सोइंदी। ..
पुढविकायारंभ, खतिजुआ ते मुणी वंदे ||१|| એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે.
'न हणेइ सयं साहूमणसा आहार सन्न संवुडओ।
सोइंदिअ संवरणो, पुढीविजीओ खंतिसंपन्नो ||१|| વગેરે સામાચારીરથ, ક્ષમણારથ, નિયમરથ, આલોચનાથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી.
| નવકાર આદિની અનાનપૂર્વ અને તેનું ફૂલ નવકારની વલક ગણનામાં તો પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાનુપૂર્વી અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિકૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું. '
આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ નાશ થાય છે. એનું આ લોકમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તો અનંત કર્મક્ષય પ્રમુખ છે. ૧. આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઈન્દ્રિઓને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી કરતા તથાં તે શાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. ૨. આહાર વગેરે સંજ્ઞાઓનો, અને શ્રોત્ર આદિ ઈન્દ્રિયોનો સંવર કરનાર, તથા શાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ સ્વયં મનથી પણ પૃથ્વી આદિ જીવોને હણતા નથી.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કેમકે - જે પાપકર્મની નિર્જરા છમાસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તે જ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં થાય છે, શીલાંગરથ વગેરેના ગણવાથી પણ મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ભંગિક : શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માફક પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક ઘણા ગુણ થાય છે. ધર્મદાસનું દાંત નીચે પ્રમાણે છે :
ધર્મદાસનું દષ્ટાંત ધર્મદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતો હતો. તેના પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણો ક્રોધી હતો. એક સમયે ધર્મદાસે પોતાના પિતાને ક્રોધનો ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો, તેથી તે ઘણો ગુસ્સે થયો અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિનો વખત હોવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યો અને દુષ્ટસર્પની યોનિમાં ગયો. એક વખતે તે દુષ્ટ સર્પ અંધકારમાં ધર્મદાસને કરડવાને માટે આવતો હતો. એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કે :
पतिव्वं .पि पुवकोडीकयंपि सुकयं मुहुत्तमित्तेण |
कोहग्गहिओ हणिउं, ह हा। हवइ भवदुगे वि दुही ||१|| વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખથી સાંભળતાં જ તે સર્પને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મદેવલોકે દેવતા થયો, અને પુત્રને ધર્મદાસને) સર્વે કામોમાં મદદ આપવા લાગ્યો. એક વખતે સ્વાધ્યાયમાં તલ્લીન ધર્મદાસને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેટલા જ માટે જરૂર સ્વાધ્યાય કરવો. ”
રવજનો આદિને ધર્મોપદેશ પછી શ્રાવકે સામાયિક પાળીને પોતાને ઘેર જવું, અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્રો, પૌત્રી, કાકો, ભત્રીજો અને વાણોતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ કરવો. ઉપદેશમાં સમ્યકત્વ મૂળ બારવ્રત સ્વીકારવાં. સર્વે ધર્મકૃત્યોમાં પોતાની સર્વ શક્તિ વડે યતના વગેરે કરવી, જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોને વિષે ધન વાપરવું, વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે – જો ગૃહસ્થ પોતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞ-પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તો તે ગૃહસ્થ આલોકમાં તથા પરલોકમાં તેમનાં કરેલાં કુકર્મોથી લેપાય.
કારણ કે, એવો લોકમાં રિવાજ છે. જેમ ચોરને અન્ન-પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચોરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું, માટે તત્ત્વના જાણ શ્રાવકે દરરોજ ૧. ક્રોધી બનેલો પ્રાણી, પૂર્વ ક્રોડ વર્ષ સુધી કરેલા ઘણા પણ સુકતને હણી બંને ભવમાં દુઃખી થાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૩
સ્ત્રી, પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. પોષ પોષ” એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી-પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે-દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભરથારને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરુને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લોકો ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હોવાને લીધે તેમનાથી ગુરુ પાસે જઈ ધર્મ સંભળાતો નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહીં ધન્યશ્રેષ્ઠીના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું -
ધન્ય શેઠનું દષ્ટાંત ધન્યપુરનગરમાં રહેનાર ધન્ય શેઠ ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સંધ્યા વખતે પોતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતો હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથો પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ કયાં છે? એમ કહેતો હોવાથી પ્રતિબોધ ન પામ્યો. ધન્યશ્રેષ્ઠિના મનમાં ઘણો ખેદ થતો હતો. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યો અને એવો ઠરાવ કરી રાખ્યો કે, "દેવતા થઈને તારે મારા પુત્રને પ્રતિબોધ પમાડવો.” તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલોકે દેવી થઈ. પછી તેણે પોતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશ્રેષ્ઠિના પુત્રને પ્રતિબોધ પમાડયો.
આ રીતે ઘરના સ્વામીએ પોતાના પુત્ર વગેરેને પ્રતિબોધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તો પછી ઘરના ધણીને માથે દોષ નથી. કેમકે-સર્વે શ્રોતાજનોને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એવો નિયમ નથી, પરંતુ ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તો જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાનો વિસ્તારપૂર્વક અર્થ છે. (૯)
બહાચર્યની શુદ્ધિ पायं अबभविरओ, समए अप्पं करेइ तो निदं ।। निदोवरमे थीतणु-असुइत्ताई विचिंतिज्जा ||१०||
प्रायः अब्रह्मविरतः समये अल्पां करोति ततः निद्राम् ।
निद्रोपरमे स्रीतनु-अशुचित्वादि विचिन्तयेत् ||१०|| તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસંભોગથી છૂટા રહીને થોડો વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઉડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
સુશ્રાવક સ્વજનોને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયાં પહેલાં પોતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘમાં જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ,
Page #345
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૨૪
તેથી નીરાળા રહેવું; કારણ યાવજ્જીવ ચતુર્થ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસોને વિષે બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે-હે ધર્મરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ ગતિ થાય છે. તે શુભ ગતિ હજારો યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શંકા રહે છે. ચાલતી ગાથામાં નિર્દે એ વિશેષ્ય છે, અને અઘં એ નિદ્રાનું વિશેષણ છે. તથા એવો ન્યાય છે કે, કોઈપણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તો તે વિધિ અથવા નિષેધ પોતાના સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી "ઊંઘ લેવી હોય તો થોડી લેવી.” એમ અહીં કહેવાનો ઉદ્દેશ છે, પણ ઊંઘ લેવી એમ કહેવાનો ઉદ્દેશ નથી;
કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઉંઘ લેવાની વિધિ કે શાસ્ત્ર શું કરવા કહે ? જે વસ્તુ બીજે કોઈ પ્રકારે મળતી નથી; તેનો વિધિ શાસ્ત્ર કહે છે. એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચોર, બૈરી, ધૂતારા, દુર્જન વગેરે લોકો પણ સહજમાં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઉંઘ લેવી એ મહાપુરુષોનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે-જે પુરુષ અલ્પાહારી, અલ્પ-વચની, અલ્પ-નિદ્રા લેનારો તથા ઉપધિ અને ઉપકરણ પણ અલ્પ રાખનારો હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં કહેલો નિદ્રાવિધિ નીચે પ્રમાણે છે :
નિદ્રાની વિધિ
જીવોથી ભરેલો, ટૂંકો, ભાંગલો, મેલો, પડાવાવાળો, તથા બાળવાના લાકાડાથી બનાવેલો એવો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પાંચ આદિ લાકડાનો યોગ સુનાર ધણીનો તથા તેના કુળનો નાશ કરે છે. પોતાના પૂજનિક પુરુષથી ઉંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર-પશ્ચિમ દિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દંતની માફક સૂવું.
ન
દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઈચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળમૂત્રની શંકા હોય તો તે દૂર ક૨વી. મળ મૂત્ર કરવાનું સ્થાનક કયાં છે તે બરોબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જોવું અને બારણું બરોબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુનો ભય ટાળવો, પવિત્ર થવું, પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારનો પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. ક્રોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રી-સંભોગથી, ભાર ઉપાડવાથી વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાની ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત(ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થયેલા અને તૃષાતુર થયેલા એટલા પુરુષોએ કોઈ વખતે દિવસે સૂઈ રહેવું.
ગ્રીષ્મૠતુમાં વાયુનો સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે; માટે તે ઋતુમાં દિવસે ઉંઘ લેવી લાભકારી છે, પણ બીજી ઋતુમાં ઉંઘ લેવી સારી નથી, કેમકે તેથી કફ, પિત્ત થાય. ઘણી આસક્તિથી
Page #346
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૫
અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી, કેમકે તેવી ઉંઘનો વખત રાત્રિની માફક સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂર્તી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિદ્યાનો, અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ મસ્તક કરે તો મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલો શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે:- સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા-ગુરુને . વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિ સહિત ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે
દેશાવકાશિક વ્રત પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે - એકેન્દ્રિયને તથા મશક, જા વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીનો આરંભ અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશકય છે. માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરૂં અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો, તથા દિનલાભ પણ નિયમિત નહીં હતો, તેનો હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છે, શયન, આચ્છાદાન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપભોગ-પરિભોગને, ઘરનો મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું.
આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યો, તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગે પાળવું. પરંતુ તેમ “ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિક ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે દિશાવકાશિત) વ્રત મૂકે, તો પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દષ્ટાંત આચારપ્રદીપ ગ્રંથમાંથી જણાવીએ છીએ.
• દેશાવકાશિક ઉપર વાનરનું દષ્ટાંત પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિદ્ધ નામે મહાવૈઘ રહેતો હતો. તે વૈદ્ય મહાન લોભી હતો, જેથી તે પોતાના સગા, મિત્ર કે ગરીબ ગરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતો હતો તેમજ બહુ પાપવાળી ઔષધીઓ વાપરતો હતો.
એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લોકોની સાથે સિદ્ધવૈદ્ય પણ દેશના સાંભળવા ગયો, મુનિરાજે દેશના આરંભી. આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર વિવેચને કર્યું; દેશનાને અંતે વૈદ્યને વિશેષ બોધ આપ્યો અને જણાવ્યું કે, વૈદ્યનું જીવન બહુ કપરું છે. કારણ કે તે લોકના ભલા કરતાં ભૂંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારું. આમ છતાં સારો વૈદ્ય દયાભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યકપણું કરે તો કલ્યાણ સાધી શકે છે."
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. તે પોતાને ઘેર ગયો પણ પાછો પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પોતાનો ધંધો કરવા માંડયો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયો. આ વાનર પોતાના ટોળાનો અગ્રણી બની વાનરીઓ સાથે ક્રીડા કરતો પોતાનો કાળ પસાર કરવા લાગ્યો.
એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડ્યો. અહિં એક મુનિના પગે કંટક વાગ્યો. કાંટો એટલો બધો ઉંડો ઉતર્યો કે તે ખેંચી શકાયો નહિ. પગ સુજી ગયો. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિઓ અટકયા. ઘોર જંગલમાં કોઈ પ્રતિકારનો માર્ગ તેમને દેખાયો નહિ. કાંટાથી વિંધાયેલ મુનિએ બીજાઓને કહ્યું કે, "મારે માટે તમારે બધાએ રોકાઈ રહેવાની જરૂર નથી. આપ સુખેથી પધારો હું અહિં રહ્યોરહ્યો મનથી સમેતશિખરની ભાવના ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ થોડીવાર તો અચકાયા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી તેમ જાણી એકબીજાને ખમાવી સૌ નીકળ્યા.
કંટક વિદ્ધ મુનિ એક શિલાતલને પોતાનો ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા; તેવામાં થોડીવારે કેટલાક વાનરોનું ટોળું આવ્યું. કેટલાક મુનિને મારવા પથરા તો કેટલાકે લાકડાના કરચાઓ ઉપાડયા, તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયો હતો તે ત્યાં આવ્યો. મુનિને જોતાં સ્થંભ્યો. તેને આવા મુનિને કયાંય ને કયાંય જોયા છે. એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવૈદ્યની પેઠે મુનિનો પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કંટક ખેંચી કાઢયો તુર્ત વાનર જંગલમાં ઉપડ્યો અને સંરોહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદેશી કહ્યું,
"હે વાનર ! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તું પ્રયત્ન કરે તો તારું કલ્યાણ સાધી શકે છે, કંબલ અને સંબલે તિર્યચપણામાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યકત્વ મૂળ બારવ્રતને શક્તિ મુજબ આરાધ. જેથી ઘણા પાપો પણ નાશ પામશે. તેમજ બાવ્રતમાં પણ વિશેષે કરીને દેશાવકાશિક વ્રત આરાધવા યોગ્ય છે.
આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયમિત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે, અને બીજાથી નિયમિત કરેલી ભૂમિમાં સર્વવ્રતનાં સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી તે ભૂમિ સિવાય બીજા બધા સ્થળના પાપનો નિષેધ થાય છે.
વાનરનું ચિત્ત દશાવકાસિક ઉપર ચોંટયું, મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને ક્રમે કરી સમેતશિખર પહોંચ્યા વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર સામાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરેમન સ્થિર રાખ્યું. અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મૃત્યુ પામી ભવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયો.
Page #348
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૭
ભવનપતિમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણિમાલાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. પૂર્ણ મારો જન્મ થયો. અહીં માતાપિતાએ તેનું નામ અરૂણદેવ રાખ્યું.
અરૂણદેવ કુમાર ચક્રવર્તી પુત્રની પેઠે પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યો. તે હજારો વિદ્યાધર કન્યાઓને પરણ્યો અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓના અધિપતિ વિદ્યાધર ચક્રવર્તી રાજા થયો. અને પિતાના રાજ્યનો પણ અધિષ્ઠાતા થયો.
એક વખત મણિમંદિર નગરમાં રથયાત્રાનો ઉત્સવ આરંભાયો. સંઘે ગામેગામ આમંત્રણ મોકલ્યાં. આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિનગરમાં પધાર્યા. રથયાત્રાના વરઘોડાનો ઘેર ઘેર સત્કાર થયો. ફરતો ફરતો રથ રાજાના મંદિરે આવ્યો. રાજાએ રથ જોયો અને જૈન શાસનની પ્રભાવનાને અનુમોદવા લાગ્યો. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલા સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા.
તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યાં અને તુર્ત મૂચ્છ ખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં તેણે સૌ પ્રથમ તે વૃદ્ધ મુનિને વાંદ્યા. લોકોએ કહ્યું રાજન્! આચાર્યને છોડી આ મુનિને તમે કેમ વાંઘા? રાજાએ પોતાનો પૂર્વભવ વાનરપણાનો કહી બતાવ્યો અને જણાવ્યું કે આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજન્ ! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યા તો માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તો જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબોધ પામ્યો; તેણે પોતાના પુત્ર પદ્મશેખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી.
એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જોયાં. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિકુર્તી અનુકૂળ ઉપસર્ગ કર્યા. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરનો અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતર્ધાન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી. નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય પૂર્ણ કરી દસમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થકર થઈ મુક્તિપદને વરશે. આ પ્રમાણે દેશાવકાસિક વ્રત ઉપર વાનરજીવ કથા. આચાર પ્રદીપ ગ્રંથના અનુસાર
તેમજ ચાર શરણા અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને નમાવવા, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી
'जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए।
आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ||१|| ૧, જો આ રાત્રિમાં આ દેહથી હું જદો થાઉં, તો આ દેહ, અહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધ કરી વોસિરાવું છું.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
* આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવો. એકાંત શવ્યા વિષે જ સુવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે, અને વેદનો ઉદય પમવો બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમકે - જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ઘીર અને દુર્બળ શરીરવાળો પુરુષ હોય તો પણ તે સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે. તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે-એવું ડાહ્યા પુરુષોનું કહેવું છે.
માટે મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઉંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી. ધર્મની બાબતમાં જ સારાં સ્વપ્ન આવે છે. બીજું સૂતી વખતે શુભભાવના ભાવે તો, સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી તથા કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે, "છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય." એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સીધુએ હણેલા પોસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું.
કામરાગનો વિજય કેવી રીતે કરવો? હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઉંઘ ઉડી જાય, - ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે
સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. "અશુચિપણું વગેરે" એમાં વગેરે શબ્દ કહ્યો છે, માટે જબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ સ્થિતિ, અને ધર્મના મનોરથ મનમાં ચિંતવવા. - તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિંદપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિજી મ.એ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે – અરે જીવ! ચામડી, હાકડાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલોના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે? અરે જીવ! - થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર પડેલી જોવામાં આવે, તો તું થયુ કરે છે, અને નાક મરડે છે, એમ છતાં તે મૂર્ખ!તે જ અશુચિ વસ્તુથી ભરેલી સ્ત્રીના શરીરની શા માટે અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થયેલી, ઉત્પન થયેલા કૃમિના જાળથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે, તેથી તને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું વર્ષે તો કામવિકારને સહજમાં જીતાય.
કહ્યું છે કે - હે કામદેવ ! હું તારું મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષયસંકલ્પ જ ન કરું કે, જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પોતે નવી પરણેલી
Page #350
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૯ આઠ શ્રેષ્ઠિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ, સાડી બાર ક્રોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર, તત્કાળ દીક્ષા લઈ કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત આ પ્રમાણે છે.
જંગવામી રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જેબુવૃક્ષ જોયું. પ્રાત:કાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે તારે જંબુસરખાવર્ણવાળો પુત્ર થશે. ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. માબાપે સ્વપ્નને અનુસરી તેનું નામ જબુકુમાર પાડયું. જબુકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માતાપિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો.
એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામિ પધાર્યા. કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જેબૂકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે, જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજમાં ફુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે.'સુધર્માસ્વામિની દેશના જંબૂકુમારના હૃદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુજ્યુ. તે તુર્ત ઉભો થયો અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામીએ તારી સારી ભાવનામાં તું વિલંબ ન કર તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબૂકુમાર હું તુર્ત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી નગર તરફ વળ્યો. માર્ગમાં જતાં શસ્ત્રો વાપરવાની ટેવ પાડતા કુમારો તરફથી ફેકાયેલ મોટો લોઢાનો ગોળો તેની નજીક પડયો. જંબૂકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણનો કયાં ભરોસો છે. તેણે વિચાર્યું કે મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મારી જાત અને મારી મનની મનમાં રહી જાત.” જંબુકુમાર પાછો વળ્યો અને સુધર્માસ્વામિ પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને પછી માતાપિતા પાસે આવ્યો. માતપિતાની આગળ દીક્ષા લેવાનો પોતાનો વિચાર જણાવો. –ઋષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂચ્છિત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જંબુકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો છેવટે માતપિતાએ મળી એટલી માગણી કરી કે પુત્ર! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. તેની સાથે તું લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.” આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓના માતપિતાને જાહેર કરવામાં આવ્યું કે પરણ્યા પછી તુરત જ જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે કન્યાઓના માતાપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે તેમની ઈચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.' લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયકામાં
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૦
'શ્રાદ્ધવિધિ પ્રકરણ નવ નવ ક્રોડ સોના મહોર જંબુકુમારને આપવામાં આવી. આઠ ક્રોડ સોના મહોર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક ક્રોડ સોનામહોર જંબુકુમારને પોતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સોનામહોર પ્રમાણ મિલ્કત પોતાના પિતાની હતી આમ નવ્વાણું ક્રોડ સોનામહોરના અધિપતિ જંબુકુમાર થયો.
જંબુકુમાર પ્રથમ રાત્રિએ આઠવધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા. પણ જંબુકુમાર સ્થિર રહ્યા આ પ્રસંગે ચોરી કરવા પ્રભવ નામે ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબુકમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તો જંબુકુમારે ગણેલ નવકારના માહાભ્યથી કોઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા અને તે આઠે સ્ત્રીઓના સાથેનો જંબુકુમારનો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો. આ પછી તેણે જંબુકુમારને કહ્યું, "ભાગ્યશાળી! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપો અને હું મારી પાસે અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની નામની જે બે વિદ્યા છે. તે હું તમને આપુ' જવાબમાં જંબુકુમારે કહ્યું મેં તમને સ્તબ્ધ કર્યા નથી. મારે કોઈ વિદ્યાઓની જરૂર નથી. હું તો તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભોગોને તજી પ્રાતઃકાળે દીક્ષા ગ્રહણ કરવાનો છું. કારણ કે આ ભોગો મધુબિંદુ જેવા છે.' પ્રભવે કહ્યું "મધુબિંદુનું દષ્ટાંત શું છે?' આ પછી જંબુકુમારે મધુબિંદુનું દષ્ટાંત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદ્રશ્રીને તેણે આપેલ ખેડૂતના દષ્ટાંતનો પ્રત્યુત્તર કાગડાનું દષ્ટાંત આપી આપ્યો અને તેને પ્રતિબોધિત કરી. આ પછી પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ્રી, રૂપશ્રી અને જયશ્રીએ અનુક્રમે વાનરનું દષ્ટાંત, નુપૂર પડિતાનું દષ્ટાંત, કણબીનું દષ્ટાંત, સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દાંત, માસાહંસ પક્ષિનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દષ્ટાંત કહ્યાં. આ દાંતોનો પ્રત્યુત્તર જંબુસ્વામીએ અનુક્રમે કઠીઆરાનું દષ્ટાંત, વિદ્યુમ્માલીની કથા, વાનરનું દષ્ટાંત, ઘોટકનું દષ્ટાંત, વિપ્રકથા, ત્રણ મિત્રનું દષ્ટાંત અને લલિતાગ કુમારનું દષ્ટાંત કહી આપ્યો. આ પછી આઠ સ્ત્રીઓ પ્રતિબોધ પામી. - પ્રાતઃકાળે જંબુકુમારે પ્રભાવચોર તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા અને માતાપિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્ર પાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભસ્વામિ થયા.
સ્થૂલિભદ્ર પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પકડાળ નામે મંત્રી હતો. આ મંત્રીને લાચ્છલદે નામે ભાર્યા હતી. આ શકપાળમંત્રીને લાચ્છલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષા યક્ષાદિના વિગેરે સાત પુત્રીઓ થઈ.
એક દિવસ મિત્રોથી પરિવરી સ્થૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કોશા નામની વેશ્યાએ તેમને જોયાં. જોતાં જ તે મુગ્ધ બની અને આકર્ષાઈ. પોતાના આવાસે લઈ ગઈ થૂલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મોહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કોશાને ઘરે પસાર કર્યો. અને સાડા બાર ક્રોડ સોનૈયા ખર્ચા.
Page #352
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૩૧
પાટલીપુત્રમાં એક વરરૂચિ નામનો બ્રાહ્મણ હતો તેણે કપટથી નંદનું મન શકડાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકડાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ મૃત્યું આણ્યું. પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેથી તેણે વરરૂચિને જેલમાં નાંખ્યો અને મંત્રીપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું. 'હે રાજન્ ! મારો મોટો ભાઈ સ્થૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદનો અધિકારી તે હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપો.’ રાજાએ સ્થૂલિભદ્રને બોલાવ્યો. અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્રે જવાબમાં કહ્યું, 'રાજન્ ! હું વિચારી આપને જવાબ આપીશ.' રાજાએ 'ભલે વિચાર કરીને કહેજો' એમ કહી તેને રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકમાં ગયો તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડયો વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાર્થી જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકા૨ક દેખાવા લાગ્યાં. તેણે પોતાના હાથે પંચમુષ્ઠિ લોચ કર્યો અને શાસનદેવીએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયો. રાજા આ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો 'આ શું?' સ્થૂલિભદ્રે કહ્યું 'રાજન્ ! મેં તમે કહા મુજબ ખૂબ ખૂબ વિચાર કર્યો તો જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છોડી સ્થૂલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.
કોશા સ્થૂલિભદ્રના દીક્ષાના સમાચાર સાંભળી તુર્ત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે મંત્રીપદ છોડી આ તમે શું લીધું ? અને તમારાથી લેવાયું પણ કેમ ?’ સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરુ સાથે વિહાર કરવો આરંભ્યો.
ચાતુર્માસ સમય નજીક આવ્યો. ગુરુ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરુ મહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુર્માસ કરવાની માગણી કરી. બીજાએ મહાસર્પના બીલ આગળ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કુવાના કાંઠાની ભારવટ ઉપર ૨હી ચાતુર્માસ ક૨વાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું 'ભગવન્ ! હું કોશા વેશ્યાના ઘરમાં રહી ચાતુર્માસ કરવાની ઈચ્છા રાખું છું.’ ગુરૂએ ચારે શિષ્યોને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ ક૨વાની અનુજ્ઞા આપી.
ગુરુની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સર્પના બીલ ઉપર અને ત્રીજા કુવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રહ્યા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્રે ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કોશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કોશાની ચિત્રસભામાં જ ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષટ્રસનો આહાર વહોરાવે છે તેમજ નેત્રોના વિકારો અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હોવાથી ઠંડો પવન અને મોરોના અવાજો વાતાવરણને ઉત્તેજિત કરે છે, પ્રતિદિન નાટય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે, વધુમાં કોશા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગો યાદ કરાવે છે અને કહે છે કે 'મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપ આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?' સ્થૂલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા. હે કોશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીના સ્તન એ માંસ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ગ્રંથિ છે. સ્ત્રીએ મલમૂત્રની કયારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંભોગ અનેક જીવોનો ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે, અને ભવોભવ જીવને મોહિત કરી રખડાવનાર છે. આમ છેવટે
સ્થૂલિભદ્ર, નિશ્ચલ રહ્યા. કોશા છેવટે થાકી અને બોલી આપ ધન્ય છો.” કૃતાર્થ છો. કૃતાર્થ છો. નિશ્ચલ છો” તેણે સ્થૂલિભદ્ર પાસે શ્રાવકવ્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધો કે રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષોનો વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.”
ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબોધી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું ખરેખર તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું છે.' ગુરુના આ વચને સિંહની ગુફા, સર્પના બીલ, અને કુવાને કાંઠે ચાતુર્માસ કરી આવેલ મુનિઓના મનને દુભાવ્યું. કારણ કે તેમને ગુરુએ તમે દુષ્કર કાર્ય કર્યું છે' તેમ કહ્યું હતું અને રોજ પર્સ ભોજન કરી કોશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને દુષ્કર દુષ્કરકારક' કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ.
એક દિવસ નંદની પ્રસન્નતા મેળવી તેમની પરવાનગીથી કોઈક રથકાર કોશાને ઘેર આવ્યો, કોશા સ્થૂલિભદ્રના ગુણથી મોહિત હતી. રથકારને વિદ્યાઓ બતાવી કોશાને આકર્ષવાનું મન થયું. તેણે પોતાની વિદ્યાવડે કોશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મૂકી આમ્રફળની લુંબ લાવી વેશ્યાને આપી. કોશાએ પણ તેનો ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સોય રાખી તેના ઉપર પુષ્પ મૂકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બોલી.
આંબાની લુંબ તોડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્ય તો સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહ્યાં છતાં જરા પણ સુબ્ધ ન પામ્યા. વન જંગલ કે એકાંતમાં રહીને તો સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં પર્સ ભોજન ખાઈ સ્ત્રીને સમીપે રહી સંયમ જીવનાર તો શકડાલ નંદન સ્થૂલિભદ્ર એક જ છે.”
કોશાએ કરેલી છૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ટ રથકાર પ્રતિબોધ પામ્યો, કોશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
બીજા ચાતુર્માસનો પ્રસંગ આવ્યો. સિંહ ગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે આ કાર્ય મહા દુષ્કર દુષ્ક છે માટે રહેવા દો.' પણ તેમને તો સ્થૂલભદ્રની સરસાઈ કરવી હતી તેમણે આગ્રહ પકડયો. છેવટે ગુરુએ કહ્યું કે જવું હોય તો ભલે જાઓ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકો.” સિંહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થૂલિભદ્ર જે ચિત્ર શાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કોશાની બેન ઉપકોશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવો કોઈ નિશ્ચલ નથી તેવાં અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ ઓગળી ગયા. તેમને તેમનું તપ, જપ અને સંયમ કષ્ટમય લાયાં અને યૌવન જીવનનો લાભ ઉપકોશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યુ. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યું તમે જાણો છો કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ; તેમણે મુનિપણું છોડયું અને ભર ચોમાસે નેપાળ દેશ જઈ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્નકંબલ મેળવી.
Page #354
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય .
૩૩૩
પાછા વળતાં ચોરોએ લુટયા, વિષય લોભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્ન કંબલ લાવ્યા અને ત્રણ વખત લુંટાયા, છેવટે ચોથી વખતે માંડ માંડ માંડ ચોમાસું પૂર્ણ થવાના સમયે કંબલ લઈ ઉપકોશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નકંબલ આપી ભોગની પોતાની માગણી તાજી કરી. ઉપકોશાએ પગે લુંછી તે રત્નકંબલને અશુચિ સ્થાનમાં ફેકી. મુનિ કહે છે આ શું કરે છે? આ રત્નકંબલ મેળવવી દુર્લભ છે,' ઉપકોશાએ કહ્યું મૂર્ખ મુનિ ! આ દુર્લભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષો સુધી આચરેલું તપ જપ અને સંયમ દુર્લભ છે! મારું શરીર તો અશુચિનું ભરેલું છે. આની સાથે ભોગ ભોગવી સંયમ જીવન હારી તું કયાં રખડીશ તેનો તને ખ્યાલ છે?” વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ થયો. તે ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા છે ભગવંત! ખરેખર આપે જણાવ્યું તેમ ધૂલિભદ્ર અતિ દુષ્કર દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્વહીન છું.' આ પછી તેમણે પોતાના પાપની ગુરુ સમક્ષ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. * સ્થૂલિભદ્ર આ પછી ચૌદપૂર્વી થયા, તેમણે હજારો જીવોને પ્રતિબોધ પમાડયા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષ ઘરવાસમાં, ચોવીસ વર્ષ મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાનપણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા.
સુદર્શન શેઠ સુદર્શન શેઠને ચલિત કરવા અભયા રાણીએ ઘણી માગણી કરી પણ શેઠ હું પુરુષત્વ વિનાનો છું” તેમ કહી તેની પાસેથી છટકયા; સમય જતાં અભયા રાણીએ સુદર્શન શેઠની પત્નીને પુત્રોથી વીંટાએલી દેખી, રાણીને લાગ્યું કે સુદર્શન મને ઠગી ગયેલ છે તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડયા, અને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે ચલિત ન થયા. ત્યારે રાણીએ કોલાહલ કરી તેમના ઉપર આરોપ મુકી પકડાવ્યા અંતે શેઠના દઢ સમ્યકત્વથી પ્રસન્ન થઈ સમકિતીદેવે શેઠને આપવાના શૂળીના સ્થાને સિંહાસન બનાવ્યું.
કષાયાદિને જીતવાની પદ્ધતિ - હવે કષાય વગેરે દોષનો જય, તે તે દોષની મનમાં વિરુદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધનો જય ક્ષમાથી, માનનો નિરભિમાનપણાથી, માયાનો સરળતાથી, લોભનો સંતોષથી, રાગનો વૈરાગથી, દ્વેષનો મૈત્રીથી મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરનો બીજાની વધી ગયેલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયનો ઈન્દ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યોગનો ત્રણ ગુપ્તિથી, પ્રમાદનો સાવધાનતાથી અને અવિરતિનો જય વિરતિથી સુખે થાય છે. - તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો, અથવા અમૃતપાન કરવું. એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને સદ્ગુણી થયેલા ચોખી રીતે દેખાય છે, તથા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચોર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે – હે લોકો ! જે જગમાં પૂજ્ય થયા તે પહેલાં
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવંત થાઓ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે, જેમાં પુરુષો ઉત્પન્ન થાય છે. અને શરીર, ઈન્દ્રિયો વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હોય છે, તેમ સાધુપણું સ્વાભાવિક નથી મળતું; પરંતુ જે પુરુષ ગુણોને ધારણ કરે છે તે સાધુ કહેવાય છે. માટે ગુણોને ઉપાર્જન કરો.
અહો! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે કયારે પણ અમારી પાસેથી ક્યાંય પણ ન જવું. હું તારી સહાયથી ઉતાવળથી જન્મનો તથા મરણનો ઉચ્છેદ કરું છું. કોણ જાણે ફરીથી તારો અને મારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરવો આપણા હાથમાં છે, તેમ છતાં ફલાણો મોટો ગુણી છે.” એ વાત કોણ જીવતો પુરુષ સહન કરી શકે?
ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થયેલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પોતાના શરીરથી ઉત્પન્ન થયેલ મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગમાં મહિમા વધે છે; પણ મોટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતો નથી. જુઓ, કેવડાનાં મોટા અને જૂનાં પાંદડાં કોરે રહે છે, અને વચ્ચે આવેલાં નાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે.
વળી જેથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશનો ત્યાગ કરવાથી તે તે દોષનો નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કપાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કપાયનો ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંદ્રચૂડ આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યોથી જુદા રહ્યા હતા.
નારકી આદિની વેદનાઓ હવે સંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુઃખ ઘણું ભોગવાય છે. તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુઃખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે – સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એકબીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે.
હે ગૌતમ! નારકી જીવો નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે.
મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મૃત્યુ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે – હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં યોનિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં તાપ,
Page #356
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ. રાત્રિકૃત્ય
૩૩૫
અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ વિગેરેથી ઘણો ઉગ પામીને મરી જાય છે.
દેવભવમાં પણ અવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યું છે કે - અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ કયાંથી હોય? વગેરે.
' ધર્મના મનોરથો ધર્મના મનોરથ આ રીતે ભાવવા :- શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું. પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિકનો સંગ મૂકી કયારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઈ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ્ન કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ? વગેરે.
અત્રે દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો.
તપાગચ્છીય શ્રીરનશેખરસુરિ વિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં
દ્વિતીય રાત્રિત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #357
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રકાશ પર્વકૃત્ય રાત્રિજ્ય કહ્યું, હવે પર્વત્ય કહીએ છીએ.
पव्वेसु पोसहाई बंभअणारंभतवविसेसाइ । आसोअचित्तअट्ठाहिअपमुहेसुं विसेसेणं ||११||
पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि ।
आश्विन-चैत्राष्टाहिनक-प्रभुखेषु विशेषेण ||११|| સુશ્રાવકે પર્વોને વિષે તથા ઘણું કરી આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઢાઈ-(ઓળી)ને વિષે પૌષધ વગેરે કરવું. બ્રહ્મચર્ય પાળવુ, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧૧)
પૌષ ધર્મની પુષ્ટિને, ધ=ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોને વિષે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે - જિનમતમાં સર્વે કાળ પર્વોને વિષે પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને વિષે અવશ્ય પૌષધ કરવો. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવા જ કાંઈ યોગ્ય કારણથી પૌષધ ન કરી શકાય, તો બે વાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાસિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વોને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો, ઉપવાસ વગેરે તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી.
ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમકે – જો દરરોજ ધર્મની ક્રિયા સમ્યફ પ્રકારે પાળો. તો તો ઘણો લાભ છે; પણ જો તેમ કરી શકાતું ન હોય, તો પર્વને દિવસે તો અવશ્ય પાળો. દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ અને ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી.
પર્વ દિવસો અને તેનું ફલ અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલોક આરંભ વર્જે છે, અને ઉપવાસ વગેરે કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોને વિષે પણ પોતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તો સર્વે પર્વદિવસો અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન આ રીતે કહ્યા છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વદરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ, ૧ ચૌદર ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે.
તેમજ "ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ
Page #358
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
૩૩૭
પર્વતિથિઓ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદ પૂર્વોની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરીએ તો પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટછ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠાઈ, ચોમાસી વગેરે ઘણાં પર્વો છે.
આરંભ અને સચિત્તાહારનો ત્યાગ પર્વને દિવસે આરંભ સર્વથા વર્ઝન શકાય તો પણ થોડામાં થોડો તો વર્જવો અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી, તે કરવામાં ઘણો આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વર્જવો એમ સમજવું, માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઈચ્છવા યોગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હંમેશાં સચિત્ત આહાર વર્જવો જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તો જરૂર વર્જવો જ જોઈએ.
તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધોવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું. પાન ફલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, માટી વગેરે પ્રણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા.
પોતાના કુટુંબનો નિર્વાહ આરંભ વિના કરી ન શકે તો કેટલોક આરંભ તો ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આહારનો ત્યાગ કરવો, પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુનો નિયમ કરવો.
અઠ્ઠાઈઓની વિચારણા તેમજ આસોની તથા ચૈત્રની અઠ્ઠાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, ચોમાસાની સંવત્સરીની અઠ્ઠાઈ, (અષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવત્સરી વગેરે પર્વોને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું, કહ્યું છે કે -
संवच्छर चाउम्मासिएसु, अट्ठाहिआसु अ तिहिसु ।
सव्वायरेण लग्गाइ, जिणवर पूआ तव गुणसु ||१|| સંવત્સરી (વાર્ષિક પર્વની અઠાઈ), ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ, ચૈત્રમાસની અને આસો માસની અઢાઈ, તેમજ બીજી પણ કેટલીક તિથિઓમાં સર્વાદરથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, વ્રત, પચ્ચશ્માણનો ઉદ્યમ કરે.
(શાશ્વતી અકાઈ સંબંધી વિચાર) (વર્ષની) છ અઠ્ઠાઈઓમાં ચૈત્રની અને આશ્વિન માસની એ બને અઢાઈઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિક તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહેલ છે કે –
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
दो सासय जत्ताओ, तथ्थेगा होइ चित्तमासंमि ॥ अट्ठाहिआआई महिमा । बीआ पूण अस्सिणे मासे ।। एआओ दोवि सासय । जत्ताओ करंति सब देवावि ।।
नंदिसरम्मि खयरा । नरा य निअएसु ठाणेसु ||२| બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક તો ચૈત્રમાસની અકાઈની હોય છે. અને બીજી આસો મહિનાની અઠ્ઠાઈની હોય છે, તેમાં દેવતાઓ અકાઈ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ સર્વ દેવતાઓ કરે છે. વિદ્યાધરો પણ નંદીશ્વરદ્વીપ ઉપર યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાનકે યાત્રા કરે છે. (પોતાથી જઈ શકાય એવા સ્થાનકે જઈ તીર્થની યાત્રાઓ કરે છે.)
(અશાશ્વતી અઠ્ઠાઈઓ વિષે) तह चउमासिअतिगं । पज्जोवसणा य तहय इय छक्कं ।।
जिण जम्म दिक्खं च केवल | निव्वाणईसु असासइआ ||३|| તેમજ ત્રણ ચોમાસાની અફાઈઓ અને પાષણની અઢાઈ એ બધી મળી છ અઠ્ઠાઈઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, અને નિર્વાણ કલ્યાણકની અઠ્ઠાઈઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ અશાશ્વતી સમજવી. જીવાભિગમમાં તો એમ કહેવું છે કે,
तत्थ बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिआ देवा तिहिं चउमासिएहिं पज्जोवसणाएअ अठ्ठाहिआओ महामहिमाओ करितित्ति ॥
ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતરીક, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અઠ્ઠાઈઓમાં મહામહિમા કરે છે.
(ઉગતી કે આથમતી તિથિ માનવી તે વિષે) તિથિ તો પ્રભાતે પચ્ચખાણ વેળાએ જે હોય તેજ પ્રમાણે થાય છે, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિકનો વ્યવહાર છે. કહે છે કે :चउम्मासिअ वरिसे । पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं । उदेइ सुरो न अन्नाओ ।।
ચોમાસી, વાર્ષિક, પાખી પાંચમ, આઠમની તિથિઓ તેજ પ્રમાણ થાય કે જેમાં સૂર્યનો ઉદય થતો હોય. બીજી તિથિ માન્ય થાય જ નહિ.
पूआ पच्चक्खाणं । पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो । तीइतिहीएउ कायव्वं ।।
પૂજા પચ્ચકખાણ, પડિક્કમણ તેમજ નિયમ પ્રહણ તેજ તિથિમાં કરવો, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય (ઉદય વખત હોય તેજ તિથિ આખો દિવસ પણ માન્ય થઈ શકે છે.) . उदयंमि जा तिहि सा । पमाणंमि अरिहेइ कीरमाणीए | आणाभंगणवत्था । मिच्छत विराहणं પાવે ||
Page #360
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
૩૩૯ સૂર્યના ઉદય વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી, એમ જો ન કરે તો બીજી કરતાં થકાં, (સૂર્યોદય વખતે જે તિથિ ન હોય તે પ્રમાણ કરે તો) આજ્ઞાભંગ તથા અનવસ્થા દોષ લાગે. મિથ્યાત્વ દોષ લાગે, વિરાધક થાય. પારાસરી સ્મૃતિમાં પણ કહેલ છે કે :
आदित्योदयवेलायां । या स्तोकापि तिथिर्भवेत् । सा संपूणेति मंतव्या । प्रभूता नोदयं विना ||१||
સૂર્યના ઉદય વખતે જે થોડીપણ તિથિ હોય તે સંપૂર્ણ છે. એમ માનવી, બીજી તિથિ ઘણો વખત ભોગવતી હોય તો પણ ઉદય વખતે ન હોવાથી માનવી નહિ.
વળી પણ ઉમાસ્વાતિ વાચકના વચનનો એવો પ્રઘોષ સંભળાય છે કે :क्षये पूर्वा तिथिः कार्या । वृद्धौ कार्या तथोत्तरा | श्रीवीरज्ञान निर्वाणं । कार्यं लोकानुगैरिह ।।१।।
ક્ષય થાય તો પહેલી તિથિ કરવી (પાંચમનો ક્ષય હોય તો ચોથની પાંચમ માનવી), વૃદ્ધિ થાય તો પાછળની તિથિ માનવી (બે પાંચમ વિગેરે આવે તો પાછળની એટલે બીજી પાંચમ માનવી) શ્રી મહાવીરસ્વામીનું કેવળ અમે નિર્વાણ કલ્યાણક લોકને અનુસરીને વર્તનારા સકળ સંઘે કરવું.
જિનકલ્યાણકાદિ પર્વોની આરાધના બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તો વિશેષ પર્વતિથિ જાણવી.
સંભળાય છે કે – સર્વે પર્વતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછયું કે, "હે સ્વામિન્ ! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?" ભગવાને કહ્યું, "હે મહાભાગ ! જિનરાજનાં પાંચ કલ્યાણકોથી પવિત્ર થયેલી માગશર સુદિ અગિયારસ (મૌન અગિયારસ) આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ ઐરાવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાસ કલ્યાણક થયા." પછી કૃષ્ણ મૌન, પૌષધોપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી "જેવો રાજા તેવી પ્રજા" એવો ન્યાય હોવાથી સર્વ લોકોમાં "એ એકાદશી આરાધવા યોગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પચ્ચક્ખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે -
પ્રશ્ન - હે ભગવાન્ ! બીજ વગેરે તિથિઓને વિષે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે છે? ' ઉત્તર:- હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે પ્રાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે, માટે પર્વતિથિને વિષે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાયેલું હોય તો પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળ તું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેનો ગર્ભ જૂદો પાડી પોતાના ખભા તરફ દષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપામ્યું. પાછળથી તેને ક્ષાયિકસમ્યકત્વ થયું, તો પણ તે આયુષ્ય ટળ્યું નહીં.
અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને ખાવું, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે- રાજેન્દ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વે કહેવાય છે. જે પુરુષ આ પર્વોને વિષે અભંગ કરે, સ્ત્રી ભોગવે અને માંસ ખાય, તે પુરુષ મરણ પામીને વિમૂત્રભોજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે – ઋતુને વિષે જ સ્ત્રીસંભોગ કરનારો અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિયોને વિષે સંભોગ ન કરનારો
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બ્રાહ્મણ હંમેશાં બ્રહ્મચારી કહેવાય છે. માટે પર્વ આવે તે વખતે પોતાની સર્વ શક્તિ વડે ધર્માચરણને માટે યત્ન કરવો. અવસરે થોડું પણ પાન-ભોજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે થોડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે – શરદઋતુમાં જે કાંઈ જળ પીધું હોય, પોષ માસમાં તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું હોય અને જ્યેષ્ઠ માસમાં તથા અષાઢ માસમાં જે કાંઈ ઉંઘ લીધી હોય, તે ઉપર માણસો જીવે છે.
વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત (માગશર-પોષ), ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (મહા તથા ફાગણ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીખ (જ્યેષ્ઠ તથા અષાઢ) ઋતુમાં ગોળ અમૃત સમાન છે. પર્વનો મહિમા એવો છે કે-તેથી પ્રાયે અધર્મીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિ અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશીલ પુરુષોને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનોને વિષે દેખાય છે. કેમકે-જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધર્મી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને ચોમાસી પર્વો જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહો માટે પર્વને વિષે પૌષધ વગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે અર્થદીપિકામાં કહ્યા છે. તેને વિસ્તારના લીધે અત્રે કહ્યા નથી.
પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ
૧. અહોરાત્રિ પૌષધ, ૨. દિવસ પૌષધ અને ૩. રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે, તેમાં અહોરાત્રિ પૌષધનો એ વિધિ છે કે -શ્રાવકે જે દિવસે પૌષધ લેવો હોય તે દિવસે સર્વે ગૃહ-વ્યાપાર તજવા અને પૌષધના સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિક્કમે પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. '
પાછું એક ખમાસમણ દઈ ઊભો રહીને કહે કે, રૂછાવારે સંસદ માવના પોસહં સંવેસાવેમિ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, પોસહં તામિ એમ કહી નવકાર ગણી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી કહી આ મુજબ પૌષધ પાઠ ગુરુ પાસે ઉચ્ચરાવે. કૃમિ ભંતે ! પોસë आहार पोसहं सव्वओ देसओ वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अब्वावारपोसहं सव्वओ चउविहे पोसहे ठामि जाव अहोरत्तं, पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं वायाए काएणं, न
fમ ન રમિ તરૂ મંતે પશ્ચિમાનિ નિંદ્રાઉન રિફાઈન, ગપ્પાપ વોસિરામિ (એવી રીતે ગુરુ ન હોય તો પોતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણાં દઈ જો ચોમાસુ હોય તો કાષ્ઠાસનનો અને બાકીના આઠ માસ હોય તો પઉછણગનો વેસળ સંવિસાવે એમ કહી આદેશ માગવો તે પછી ખમાસમણ દઈ સક્ઝાય કરે પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ વહુવેરું સંદ્રિસામિ એમ કહે, તે પછી એક ખમાસમણ દઈ પડિ રેનિ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પુંછણું, ઓઢેલું , કાંચળી અને ચણિયો પડિલેહે.
Page #362
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
૩૪૧
પછી એક ખમાસમણ દઈ રૂછવારિ ભવન પડિ૬ ડિદાવો એમ કહે, તે પછી દઈ કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩૫ સંદ્રિાવો એમ કહે. પછી વસ્ત્ર, કંબળ વગેરે પડિલેહી પૌષધશાળા પ્રમાર્જી, કાજો ઉપાડીને પરઠવે. તે પછી ફરિયાદી ડિક્ષની મUITમાં મારો એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માફક સક્ઝાય કરે, પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફક સક્ઝાય કરે. જો દેવ વાંદવા હોય તો વાવરૂ કહી જિનમંદિર જઈ દેવ વાંદે.
જો આહાર કરવો હોય તો પચ્ચકખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી. પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારીવ પરિસી પુરિમઢો વા ઉદાર મો તિવિહાર ગો વા માસિ િિળvi ગાંવિન્ટેvi Invi પIEારે વા ના ટુ વેઢા તીણ આ રીતે કહી; દેવ વાંદી, સક્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો રૂરિયાવદી પતિની મMITHUT આલોઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ, તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણા દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચખાણ કરે.
જો શરીરચિંતા કરવી હોય તો સાવરૂડુ કહી સાધુની માફક ઉપયોગ રાખવો. જીવ રહિત શુદ્ધભૂમિએ જઈ વિધિ માફક મળમૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિક્કની એક ખમાસમણ દઈ કહે કે,રૂછપારેખ સંવિસE માવન મUIT'માં શાકોર પછી રૂછું કહી વિરૂફ કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓ જોઈને પુનાદ નષ્ણુનાદો એમ કહી સંડાસગ અને અંડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નિરીરિ કહીને પૌષધશાળામાં જાય અને ગાવંતંનંતેëિ ને દિગં ગં વિરાહિમ તસ્સ મિચ્છામિ દુધઉં એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સઝાય કરે.
પછી એક ખમાસમણ દઈ પડિલેહણનો આદેશ માગે, બીજાં ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાર્જવાનો આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાર્જીને એક ખમાસમણ દઈ ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સક્ઝાય કરે. પછી વાંદણાં દઈને પચ્ચકખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિલેહવા આદેશ માગી વસ્ત્ર, પડિલેહે. શ્રાવિકા તો પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિલની ભૂમિ પડિલેહે.
પછી દેવસી પડિક્કમણ કરીને યોગ હોય તો સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પોરિસિ થાય ત્યાં સુધી સઝાય કરે પોરિસિ પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ રૂછાવરે સંવિસર મવન ૧૬
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ડિપુના પરિસી રાડ઼ સંથારy afમ એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તો તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર સંથારાનો ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાર્જીને ધીરે ધીરે પાથરે, ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, નિશીહિ એ પદ ત્રણવાર બોલી નમો રવમાસમUTI અણુના નિષ્ણા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર મંતે સામા કહે, પછી આ ચાર ગાથા કહે.
अणुजाणह परमगुरु, गुरुगुणरयणेहिं भूसिअसरीरा । बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ||१|| अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण | कुक्कुडिपायपसारण-अतरंत पमज्जए भूमिं ||२|| संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा । दवाईउवओगं, ऊसास निरंभणालोए ||३|| जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।
आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ||४|| એ ચાર ગાથા કહી, "વત્તરિ મંત્ર વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતો ચરવળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાર્જીને ડાબે પાસે બહુ ઓશિક લઈને સુવે, જો શરીરચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘટાવીને ભાવરૂફ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધ ભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગામણ આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સઝાય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે.
રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સઝાય કરે.
જો પોસહ કરવાની ઈચ્છા ન હોય તો એક ખમાસમણ દઈ રૂછવારેણ સંસિદભાવનમુપત્તિયું ડિફેમિ એમ કહે. ગુરુ કહે પતિદેહ પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાળ સંસદમાવન પોસહં પારું ? ગુરુ કહે પુણો વિ વાયવું પછી કહેવું કે પોસઈ પારિ ગુરુ કહે માયારો ન મુત્તવો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :
सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो। जेसिं पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ||१|| धन्ना सलाहणिज्जा सुलसा आणंदकामदेवा अ जेसिं पसंसइ भयवं, दढब्बयत्तं महावीरो ||२|
Page #364
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
પછી પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઈ હોય તો "તસ્સ મિચ્છામિ દુક્કડં” એમ કહેવું.
૩૪૩
સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે સાગરચંદોને બદલે આ ગાથાઓ કહેવી :
सामाइयवयजुत्तो, जाव मणे होइ निअमसंजुत्तो । छिन्नइ असुहं कम्मं, सामाइअ जत्तिआ वारा ||१|| छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो । जं च न सुमरामि अहं, मिच्छामि दुक्कडं तस्स ||२|| सामाइअ पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो । સો સો નોધવો, સેતો સંસાર દે રૂII
-
પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસે પોસહ પણ આ રીતે જ જાણવો. વિશેષ એટલો જ કે, પૌષધ દંડમાં ખાવ વિવસં પન્નુવાસામિ એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસપોસો પા૨ી શકાય છે. રાત્રિપોસો પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે – પોસહ દંડકમાં " નાવ વિવસસેર્સ રત્તિ પ′વાસામિ” એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિપોસો લેવાય છે. પોસહના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે.
આ રીતે પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની ઉપર આ પ્રમાણે દૃષ્ટાંત છે ઃપૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત
ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેનો પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતો તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતો હતો, અને "ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારો હતો.” આ રીતે ભગવતીસૂત્રમાં તુંગિકાનગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેષ્ટિ અષ્ટમીનો પૌષધ કરેલો હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા હતા, ત્યારે સૌધર્મેન્દ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યો, પહેલાં તેણે શેઠના દોસ્તનું રૂપ પ્રકટ કરી "ક્રોડો સોનૈયાનો નિધિ છે. તમે આજ્ઞા કરો તો તે હું લઉં” એમ ઘણીવાર શેઠને વિનંતિ કરી.
પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્ય રાત્રિ હોવા છતાં પ્રભાતકાળનો સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુર્તીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરીને શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણી વાર
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૪૪
પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યા, તો પણ સજ્ઝાય ગણવાને અનુસારે મધ્યરાત્રિ છે. એમ શેઠ જાણતો હતો, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડયો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણાંતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા, તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં: કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ પકડી રાખે છે, તો પણ ચલે છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું, "હું સંતોષ પામ્યો છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તો પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છોડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડો સોનૈયાની અને રત્નોની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાનો ધોબી, ઘાંચી અને એક કૌટુબિક (ખેડૂત નોકર) એ ત્રણે જણા જો કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તો પણ છએ પર્વોને વિષે પોતપોતાનો ધંધો તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધર્મી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણી આપી, જોઈએ તેટલું ધન વગેરે આપી તેમનો ઘણો આદર-સત્કાર કરતો હતો. કહ્યું છે કે-સુશ્રાવક સાધર્મીનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજનો પણ કોઈ કાળે કરી ન શકે.
આ રીતે શેઠનો ઘણો સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે - જેમ મેરુ પર્વતને વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે, તેમ સત્પુરુષોનો સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાનો હતો, તેથી રાજાના લોકોએ "આજે ધોઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધોબીને ધોવા આપ્યાં. ધોબીએ કહ્યું, "મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધોવા આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે, "રાજાની આગળ તારી બાધા તે શી ? રાજાની આજ્ઞાનો ભંગ થાય તો પ્રાણાંતિક દંડ થશે.”
પછી ધોબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધોવાને માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠે પણ "રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય” એમ વિચારી રાયામિઓોળું એવો આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તો પણ ધોબીએ "દઢતા વિનાનો ધર્મ શા કામનો ?" એમ કહી પોતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કોઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રુષ્ટ થયો, અને "મારી આજ્ઞા તોડશે તો સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ.” એમ કહેવા લાગ્યો. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરોગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી ધોબીએ પોતાનો નિયમ બરોબર પાળ્યો. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરત આપ્યાં.
એજ રીતે કાંઈ ખાસ કામને સારું બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાનો હુકમ આપ્યો. ઘાંચીએ પોતાના નિયમની દૃઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે
Page #366
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
થયો. એટલામાં ૫રચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાનો જય થયો. પણ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપ પડયો નહીં અને ઘાંચીનો નિયમ સચવાયો.
૩૪૫
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્તે તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે ર્વે તેણે પોતાનો નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડયો, પણ એટલામાં ધારાબંધ એક સરખો વરસાદ પડવાથી તેનો નિયમ સુખેથી સચવાયો. આ રીતે પર્વનો નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપણ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચ્યુત દેવલોકે ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠનો જીવ જે દેવતા થયો હતો, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પોતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે "તારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કરવો.”
પછી તે ત્રણ જણા દેવલોકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યા. અનુક્રમે યુવાન અવસ્થા પામી મોટા દેશના અધિપતિ થઈ, ધીર વીર અને હીર એવે નામે જગત્માં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો, પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એ વખતે જ્ઞાનીને આ વાત પૂછી, જ્ઞાનીએ કહ્યું, "તેં પૂર્વભવને વિષે દરિદ્રાસ્થામાં સ્વીકારેલા નિયમને દૃઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસો સમ્યક્ પ્રકારે પાળ્યા; પરંતુ એ વખતે ધર્મ સામગ્રીનો જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઈ પોતાનું નુકશાન કરી લે છે, તે ચોરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હંમેશાં ધર્મકૃત્યોને વિષે સાવધાન રહ્યો, અને પોતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગ્યો, અને ઘણો જ થોડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરોબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતો હતો, પરંતુ બીજે વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે ક્રોડો સોનૈયાનો ધણી થયો.
કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણા પોતાનું કુળનું પોષણ કરે છે, અને ક્ષણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળનો નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકોએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, "એને ક્રોડો સોનૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું, "મેં સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે.” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ "એ ધર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, "આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કોઈપણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.”
પ્રભાત સમયે રાજા પોતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામહોરોથી તથા
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો, પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, "હે શેઠજી ! આ ધન શી રીતે તારે ઘેર ગયું ?” શેઠે કહ્યું, "હે સ્વામિન્ હું કંઈ જાણતો નથી, પરંતુ પર્વના દિવસનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાનો યાવજ્જીવ નિયમ લીધો.
૩૪૬
તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, "વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયો અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એવો એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે, "હે રાજન્ ! તારો પૂર્વ ભવનો મિત્ર જે શેઠનો જીવ કે, જે હમણાં દેવતાનો ભવ ભોગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભવે વચન આપ્યું હતું તેથી તને પ્રતિબોધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવાને માટે આ કામ કર્યું, તેથી તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવો જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબોધ કરવા જઉં છું.
એમ કહી દેવતા ગયો. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડયો, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવકધર્મની અને વિશેષ કરી પર્વદિવસોની સમ્યક્ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પોતપોતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનોની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિરો, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટહની ઉદ્ઘોષણા તથા સર્વે પર્વોને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એકછત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો.
તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણ રાજાઓના દેશોમાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભોગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેળવજ્ઞાન ઉપાર્જન કર્યું.
શેઠનો જીવ દેવતા, તેમનો મહિમા ઠેકાણે ઠેકાણે ઘણો જ વધારવા લાગ્યો. પછી પ્રાયે પોતાનું જ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યક્ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠનો જીવ દેવતા પણ અચ્યુત દેવલોકથી ચ્યવી મોટો રાજા થઈ ફરી વાર પર્વનો મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અને દીક્ષા લઈ મોક્ષે ગયો. આ રીતે ધર્મની આરાધના ઉપર કથા કહી. અગિયારમી ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે. ૧૧.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ"ની "શ્રાદ્ધવિધિકૌમુદી" ટીકામાં તૃતીય ‘પર્વકૃત્યપ્રકાશ' સંપૂર્ણ થયો.
Page #368
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પ્રકાશઃ ચાતુર્માસિકકૃત્ય
પર્વકૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमास समुचिअ-नियमगहो पाउसे विसेसेण ||
___ प्रतिचातुर्मासं समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ।। વિસ્તરાર્થ - જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો વિશેષે કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. * તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમન લીધાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઈયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેના ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાણવું.
બે પ્રકારનાં નિયમ તે નિયમ બે પ્રકારના છે. એક દુઃખે પળાય એવા; તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરત લોકોને સચિત્ત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. એમ છે તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે - જ્યાં સુધી ધીર પુરુષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરુપર્વત ઉચો છે, સમુદ્ર દુસ્તર છે અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તો પણ સુખે પળાય એવા નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે જે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે તરફ જવું નહીં. એમ જ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે તો, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તો, તે તે ફળ જે દુર્લભ છે, માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે અછતી વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અછતી વસ્તુના ત્યાગ વિષે દ્રમકમુનિનું દાંત એમ સંભળાય છે કે રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી, તે જોઈ લોકો "એણે ઘણું ધન છોડીને દીક્ષા લીધી !!!” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ ક્રોડ સોનૈયાનો એક મોટો ઢલો કરી સર્વ લોકોને બોલાવીને કહ્યું કે, "જે પુરુષ કૂવા વગેરેનું પાણી, દેવતા અને સ્ત્રીનો સ્પર્શ, એ ત્રણ વાનાં માવજીવ મૂકી દે, તેણે આ ધનનો ઢગલો ગ્રહણ કરવો. લોકોએ વિચાર કરીને કહ્યું કે, "ત્રણ ક્રોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડયા."
પછી મંત્રીએ કહ્યું કે, "અરે મૂઢ લોકો ! તો તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરો છો? એણે તો જળાદિ ત્રણ વસ્તુનો ત્યાગ કરેલો હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનનો ત્યાગ કર્યો છે." પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમક મુનિને ખમાવ્યા. આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દાખલો કહ્યો છે.
માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણ કરવા જોઈએ, તેમ ન કરે તો તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિપણું રહે છે, તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે, ભર્તુહરિએ કહ્યું છે કે - "અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતોષથી ઘરમાં ભોગવવા યોગ્ય સુખોનો ત્યાગ કર્યો નહીં દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા પણ ફલેશ વેઠીને તપ કર્યું નહીં. રાત-દિવસ ધનનું ધ્યાન કર્યા કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તો અમે કર્યા પણ તે તે કર્મોનાં ફળ તો અમને પ્રાપ્ત ન જ થાય."
અહોરાત્રમાં દિવસે એક વાર ભોજન કરે, તો પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કોઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તો પણ કહ્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કર્યો હોય તો કદાચ કોઈ રીતે તે વસ્તુનો યોગ આવી જાય તો પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધો હોય તો લઈ શકે. આ રીતે અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરુમહારાજે "અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં" એવો નિયમ આપ્યો હતો, તેથી તેણે; ભૂખ ઘણી લાગી હતી, અને લોકોએ ઘણું કહ્યું, તો પણ અટવીમાં કિંપાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યા નહીં. પણ તેની સાથેના લોકોએ ખાધાં, તેથી તે લોક મરણ પામ્યા.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવો. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે, કેમકે, વિરતિ કરવામાં મોટા ફળનો લાભ છે, અને અવિરતિપણામાં ઘણા કર્મબંધનાદિક હોય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષે કરી લેવા.
Page #370
--------------------------------------------------------------------------
________________
ચર્તુથ પ્રકાશ ચાતુર્માસિક કૃત્ય
૩૪૯
વર્ષાકાળના નિયમ તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટ પ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મોટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સૂંઠ વગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે, એ વસ્તુમાં લીલફૂગ, કુંથુઆ અને ઈયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુનો યથાશક્તિ ત્યાગ કરવો, ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે હંકારવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી.
વર્ષાકાળમાં જયણા ઘર, હાટ, ભીંત, થાંભલો, કપાટ, પાટ, પાટિયું, શીકું, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈધણાં, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂગ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કોઈને ચૂનો લગાડવો, કોઈમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બેત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂગ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છૂટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે ધોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યક પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવાવડે ઉચિત યતના રાખવી.
વિશેષ તપ-આરાધના ઉપધાન, માસાદિ પ્રતિમા, કપાયજય, ઈન્દ્રિયજય, યોગવિશુદ્ધિ, વિશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ, પક્ષખમણ, માસક્ષમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિ સંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે.
પૂર્વાચાર્યોએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહો પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર,
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે –
જ્ઞાનાચારને વિષે મૂળસૂત્ર વાંચવારૂપ સજ્રાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી.
દર્શનાચારને વિષે જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગહુંલી માંડવી વગેરે જિનપૂજા. ચૈત્યવંદન અને જિનબિંબનો ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં.
ચારિત્રાચારને વિષે જળો મૂકાવવી નહિ, જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહિ, કિડાવાળી વનસ્પતિને ખાર ન દેવો, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકો અવર્ણવાદ ન બોલવો. પિતાની તથા માતાની દષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુષની સેવા ન કરવી. ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી એ વસ્તુનું તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું.
ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાળિએર, કેળાં, મીઠાં લીંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠ, બિરૂ, બિલીફળ, આમલી, બોર, બિલૂક ફળ, ચીભડાં, ચીમડી, કેરાં, કરમદાં, ભોરડ, લીંબુ, આમ્બવેતસ, એમનું અથાણું, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અનંતકાય પણ એક પછી એક વર્જવા.
વિગઈનું અને વિગઈની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવાં, લિંપવું, ખેત્ર પણવું, હરાવવું, બીજાની જૂ કાઢવી, ક્ષેત્ર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવુ, ઉવટણ લગાડવું વગેરેનો ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહિ. દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, હાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોતરી કાપવાનું, મોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું તથા સ્ત્રીઓ પુરુષની સાથે તથા પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સુવું, બોલવું, જોવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું, તથા ભોગોપભોગનું પણ પરિમાણ રાખવું. તેમજ સર્વે અનર્થદંડનો સંક્ષેપ કરવો.
સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કંઈક કમી કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવુ પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, ઓછણ કરવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર જ રાખવો. ભણવું, જિનમંદિરે દર્શન કરવું,
Page #372
--------------------------------------------------------------------------
________________
ચર્તુથ પ્રકાશ ચાતુર્માસિક કૃત્ય
૩૫૧
વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામોને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામોને વિષે ઉદ્યમ કરવો. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય તેવા લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉઘાપન મહોત્સવ કરવો, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુનો વિનય સાચવવો, દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ ક૨વો.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. રાજકુમારનું કથાનક
હવે આ વિષય સંબંધી આ પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયો, એમ જાણી રાજાએ તેને આદર-સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાનો એવો અભિપ્રાય હતો કે, "બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાંખે નહીં” તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે, "પગથી હણાયેલી ધૂળ હણનારને માથે ચઢે છે, માટે મૂંગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે મારે અહીં રહીને શું કરવું છે ? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી, તે કૂવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનારા પુરુષો દેશદેશની ભાષાઓ જાણે છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.”
રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળ્યો અને પૃથ્વી વિષે પોતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કોઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વાંગે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરુષ આવ્યો. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમા૨ને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારું એવા બે રત્ન આપ્યાં. કુમારે "તું કોણ છે ?" એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, "જ્યારે તું તારા શહે૨માં જઈશ ત્યારે મુનિરાજના વચનથી મારું ચારિત્ર જાણીશ.”
પછી રાજકુમાર તે રત્નોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહનો ઉદ્ઘોષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, "કુસુમપુરનો દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભોગવે છે.” પછી રાજકુમારે તુરત જ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પોતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પોતે દીક્ષા લીધી.
આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થયેલા દેવશર્મા રાજર્ષિએ કુમારનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે
"ક્ષેમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતો, તેણે ગુરુની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેનો એક ચાકર હતો, તે પણ દરેક વર્ષાકાળના ચોમાસામાં રાત્રિભોજનનો તથા
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
મધ, મઘ, માંસ સેવનનો નિયમ કરતો હતો. પછી તે ચાકર મરણ પામ્યો અને તેનો જીવ તું રાજકુમાર થયો, અને સુવ્રત શેઠનો જીવ મોટો ઋદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતિથી તને બે રત્નો આપ્યાં આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયો. ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના નિયમ ઉપર કથા કહી છે.
ચાતુમસિક કૃત્યો અંગે લૌકિક શાસ્ત્રોનું સમર્થન લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછયું કે, "હે બ્રહ્મદેવ ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?" બ્રહ્મદેવે કહ્યું, "હે વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુનો એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ યોગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ.
જે પુરુષ ચોમાસામાં મુસાફરી ન કરે, માટી ન પણે, તથા રિંગણાં, ચોળા, વાલ, કરથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજો એટલી વસ્તુનો ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ ! જે પુરુષ ચોમાસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આ લોકમાં તથા પરલોકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચોમાસામાં મધ, માંસ, વર્જે છે, તે દરેક માસમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે વગેરે.
માર્કન્ડેય ઋષિએ પણ કહ્યું છે કે - હે રાજન્! જે પુરુષ ચોમાસામાં તૈલમર્દન કરતો નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ છોડી દે છે, તે સ્વર્ગલોકને વિષે પૂજાય છે. જે પુરુષ કડવો, ખાટો, તૂરો, મીઠો અને ખારો એ રસોથી ઉત્પન્ન થતા રસોને વર્ષે, તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતો નથી. તાંબૂલભક્ષણ કરવાનું વર્જે તો ભોગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામે.
હે રાજનું! ચોમાસામાં ગોળ ન ખાય તો મધુર સ્વરવાળો થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તો, બહુ સંતતિ પામે. ભૂમિને વિષે સંથારે સૂઈ રહે તો વિષ્ણુનો સેવક થાય. દહીં તથા દૂધ વર્ષે તો ગોલોક નામે દેવલોક જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તો રોગોપદ્રવ ન થાય. જે પુરુષ ચોમાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય, જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભોજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપ જ ભોગવે એમ જાણવું. મૌનપણે ભોજન કરવું ઉપવાસ સમાન છે, માટે ચોમાસામાં જરૂર મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા. ઈત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસુરિ વિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ”ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં
ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #374
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશઃ
વર્ષકૃત્ય
ચોમાસા સંબંધી કૃત્ય કહ્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર દ્વાર વડે વર્ષકૃત્ય કહે છે.
पइवरिसं संघच्चण - साहम्मिअभत्तिजत्ततिगं ||१२|| जिणगिहि ण्हवणं जिणधण - वुड्ढी महपूअधम्मजागरिआ । સુખપૂ પુખ્તવર્ણ, તદ્દ તિત્યપમાવળા સોહી ||૧||
प्रतिवर्षं संधार्चन साधर्मिकभक्ति - यात्रात्रिकम् ||१२|| जिनगृहे स्नपनं जिनधनवृद्धि - महापूजा धर्मजागरिका । श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ||१३||
શ્રાવકે દરવર્ષે જધન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા, ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. તીર્થયાત્રા રથયાત્રા, અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪. જિનમંદિરને વિષે સ્નાત્રમહોત્સવ, ૫. માળા પહેરવી, ઈન્દ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધોતિયાં વિગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬. મહાપૂજા, ૭. રાત્રિને વિષે ધર્મજાગરિકા, ૮. શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, ૯. અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦. જિનશાસનની પ્રભાવના અને ૧૧. આલોચના. એટલાં ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ.
તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્મ આદિ દોષ રહિત વસ્તુ ગુરુમહારાજને આપવી. તે વસ્તુ એ કે :- વસ્ત્ર, કંબળ, પોંછનક, સૂત્ર, ઉન, પાત્રાં, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંડો દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપીયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે દિનકૃત્યમાં કહ્યું છે કે
-
વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચે પ્રકારનું પુસ્તક, કંબળ, પાદપ્રોંછનક, દાંડો, સંથારો, સિજ્જા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણા વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય, તે આપવું. પ્રવચનસારોદ્વાર વૃત્તિમાં વળી કહ્યું છે કે -
-
"જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંયતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભોગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહાર શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો, કારણ કે પરિહારો પરિમોનો એવું વચન છે, તેથી અસંયતપણે જે પરિભોગ કરવો એવો અર્થ થાય છે, એમ પ્રવચનસારોદ્વાર વૃત્તિમાં કહ્યું છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટો વગેરે સંયમોપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કે સારૂ વસ્થા સુમાડું રક્ષTI તિનિ અર્થ - અશનાદિક, વસ્ત્રાદિક અને સોયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર; જેમ કે ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ અને ૪. સ્વાદિમ એ અશનાદિક ચાર, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ અને ૮. પાદપ્રીંછનક એ વસ્ત્રાદિક ચાર; તથા ૯. સોય, ૧૦. વસ્ત્રો, ૧૧. નરણી અને ૧૨ કાન ખોતરવાની સળી એ સોયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. - એમજ શ્રાવક-શ્રાવિકારૂપ સંઘનો પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકોને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે.
સંઘપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જાન્ય. જિનમતધારી સર્વસંઘને પહેરામણી આપે તો ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તો જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે-ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તો પણ તેને ઘણો લાભ. કેમકે લક્ષ્મી ઘણી છતાં નિયમ આદરવો, શક્તિ છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લોકો તો દરેક ચોમાસામાં સંઘપૂજા વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા, એમ સંભળાય છે.
દિલ્હીમાં જગસી શેઠનો પુત્ર મહણસિંહ શ્રી તપાગચ્છાધિપ પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીનો ભક્ત હતો. તેણે એક જ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી, તેમાં છપ્પન હજાર ટંકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધમિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધર્મિક ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધર્મિક ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમકે-સર્વે જીવો સર્વ પ્રકારના સંબંધ માંહોમાંહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તો કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈનો મેલાપ પણ ઘણો પુણ્યકારી છે, તો પછી સાધર્મિકનો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તો ઘણો પુણ્યબંધ થાય એમાં શું કહેવું? કહ્યું છે કે - એક તરફ સર્વે ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તોળીયે તો બન્ને સરખા ઉતરે છે એમ કહ્યું છે. સાધર્મિકનો આદર-સત્કાર નીચે પ્રમાણે કરવો :
Page #376
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૫૫
પોતાના પુત્ર વગેરેનો જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તો સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર, આભૂષણ વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તો પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કોઈનું ધન જતું રહે તો તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરુષની મોટાઈ શા કામની? કેમકે-જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો.
પોતાના સાધર્મિક ભાઈઓ જો ધર્મથી ભ્રષ્ટ થતા હોય તો, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તમે ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય તો, તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો. કેમકે :- પ્રમાદ કરે તો યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તો નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી અને વારંવાર ચૂકે તો વખતોવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને માટે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવાં.
શ્રાવિકાઓનું સાધર્મિક વાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચ-નીચતા શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી.
શંકા - લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, તેઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતુ નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાનો ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તો પ્રત્યક્ષ રાક્ષસી સમાન જ ગણવી. ગુરુ ઉપરનો તથા ભાઈ ઉપરનો સ્નેહ તૂટવાનું કારણ એઓ જ છે. કેમકે – અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિલોભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે-હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે, એમ તું સમ્યફ પ્રકારે જાણ. આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું, એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે?
સમાધાન - "સ્ત્રીઓ જ પાપી હોય છે” એવો એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે પુરુષો પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતજ્ઞ પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે, તેથી સત્પરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાઓ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઈન્દ્રો પણ કરે છે અને મુનિઓ પણ સ્તુતિ કરે છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
લૌકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગતનો ગુરુ થાય છે, માટે જ પંડિત લોકો સ્ત્રીઓની ઘણી મોટાઈ કબૂલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીયળ ના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળીયા સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે.
તુલસા વગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમની ધર્મ વિષે રહેલી દઢતા ઈન્દ્રોએ પણ સ્વર્ગને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
દંડવીર્ય રાજાનું દષ્ટાંત સાધર્મિક વાત્સલ્ય કરીને રાજાઓ પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે, મુનિઓને રાજપિંડ કલ્પતો નથી, આ વિષય ઉપર ભરતના વંશમાં થયેલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દગંત કહે છે.
દંડવીર્ય રાજા હંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતો હતો. એક વખત ઈન્દ્ર મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની જનોઈ અને બાર વ્રતોના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલો ચાર વેદનો મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડ શ્રાવક જણાયા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યો.
એ રીતે લાગેટ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા, તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક-ભક્તિ તો તરૂણ પુરુષની શક્તિ માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઈન્દ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું.
સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતો શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડની અંદર આવેલા ઐરાવતક્ષેત્રની ક્ષમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેણે મોટા દુકાળમાં સર્વે સાધર્મિક ભાઈઓને ભોજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ દેહપાત થયો આનતદેવલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પાડયું.
બૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે શું શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે જીવોને સુખ
Page #378
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩પ૭
થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થકરો સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કોઈ વખતે શ્રાવસ્તીનગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો. ત્યારે સર્વેમાણસો દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઈન્દ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન પુત્રની પ્રાપ્તિ થયાની તેને સનાદેવી)ને વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. જે માટે તે ભગવાનના સંભવથી (જન્મથી) સર્વે ધાન્યોનો સંભવ થયો, તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પોતાના જેવા સુખી કરેલા ત્રણસો આઠ વાણોતર પાસે હંમેશાં બોંતેર હજાર ટંકનો વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસો સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામા સંઘપતિએ ત્રણસો સાધર્મિ ભાઈઓને પોતાના સરખા કર્યા.
કહ્યું છે કે-તે સુવર્ણ પર્વતનો તથા રૂપના પર્વતનો શું ઉપયોગ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે, પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રનો પાઠ કરનાર લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા, એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવકાર નવકાર બોલ્યો, ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે.
૧. યાત્રાઓ આમ જ દર વર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કે – ૧. અઠ્ઠાઈ, ૨. રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં ૧. અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈ યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે.
૨. સંપ્રતિરાજાની રથયાત્રા રથયાત્રા તો આ. શ્રી હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કે પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષે સંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય મ. પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં નાના શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામિની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે.
સુવર્ણની તથા માણિકય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની
Page #379
--------------------------------------------------------------------------
________________
૩પ૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્નાત્રપૂજા વગેરે કરી. અરિહંતનું સ્નાત્ર કર્યું. જન્મ કલ્યાણકને અવસરે જેમ, મેરૂના શિખર ઉપરથી તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય! એવા મુખે મુખકોશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું.
માલતી, કમળ વગેરે ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘોથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થયેલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી ન હોય! એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખા છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે આરતી દીપતી ઔષધિવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી. અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસીજનોની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતો ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયો.
આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થયા અને ફણસ ફળની માફક સર્વાગે વિકસ્વર રોમરાજીવાળા થઈ ત્યાં આવ્યા. પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક ક્રીડા કરતા સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી. મહાપદ્મ ચક્રીએ પણ પોતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારું ઘણા આડંબરથી રથયાત્રા કરી.
કુમારપાળે કરેલી રથયાત્રા કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે - ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતો મેરૂ પર્વત જ ન હોય ! એવો અને સુવર્ણમય મોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતો એવો સુવર્ણમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકો સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે.
વાજિંત્રના શબ્દથી જગતને ભરી દેનાર અને હર્ષથી મંગળ ગીતો ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે, અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય કરી રહેલો ન હોય ! એવા પટમંડપમાં આવીને રહે પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતો નગરમાં ફરે, વગેરે.
Page #380
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૫૯
૩. તીર્થયાત્રા અને તેની વિધિ હવે ત્રણ તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો સમજવાં. તેમજ તીર્થકરોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્ય જીવોને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીર્થોને વિષે સમ્યક્ત્વશુદ્ધિને સારૂં ગમન કરવું, તે તીર્થયાત્રામાં કહેવાય છે. તેનો વિધિ એ છે કે :
એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહો યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘોડા, પલંગ વગેરે સમગ્ર ઋદ્ધિ હોય, તો પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢય શ્રાવકને પણ શક્તિ હોય તો પગે ચાલવું જ ઉચિત છે, કેમકે – યાત્રા કરનાર શ્રાવકે ૧. એકાહારી, ૨. સમકિતધારી, ૩. ભૂમિશયનકારી, ૪. સચિત્તપરિહારી, ૫. પાદચારી અને ૬. બ્રહ્મચારી રહેવું, લૌકિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- યાત્રા કરતાં વાહનમાં બેસે તો યાત્રાનું અર્ધ ફળ જાય, પગરખાં પહેરે તો ફળનો ચોથો ભાગ જાય, મુંડન ન કરે તો ત્રીજો ભાગ જાય, અને તીર્થે જઈને દાન લે તો યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટયું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમભક્તિથી સદ્ગુરુને પણ નિમંત્રણ કરવું. અમારી પ્રવર્તાવવી. જિનમંદિરોમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસોને પૈસાનો તથા સારા વચનનો આધાર આપવો.
યોગ્ય મદદ આપીશ એવી ઉદ્ઘોષણા કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની જેમ હિંમત આપવી; આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણા સમાસવાળી કોઠીઓ, શરાવલાં, કનાતો, તંબૂઓ, મોટી કઢાઈયું તથા બીજા પણ પાણીનાં મોટાં વાસણો વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળાં રથ, પાલખી, પોઠિયા, ઊંટ, અશ્વ વગેરે વાહનો સજ્જ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારું ઘણા શૂરવીર સુભટોને સાથે લેવા, અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમનો સત્કાર કરવો ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વગેરે જોઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્ત ઉપર જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરવો. સારાં પફવાનો જમાડી તેમને તાંબૂલ વગેરે " આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવીપણાનું તીલક કરાવવું. સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરવો. બીજાઓ પાસે પણ યોગ્યતા પ્રમાણે સંઘવીપણા વગેરેનું તિલક કરાવવાનો ઉત્સવ કરાવવો. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩૬૦
લોકોને યોગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય, તે સર્વપ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધર્મીઓની સારી રીતે સારસંભાળ કરવી. કોઈનું ગાડાનું પૈડું ભાંગે અથવા બીજી કાંઈ હ૨કત આવે તો પોતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી.
દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરોને વિષે સ્નાત્ર, મોટી ધ્વજા ચઢાવવી. ચૈત્યપરિપાટી વગેરે મોટો ઉત્સવ કરવો. જીર્ણોદ્ધાર વગેરેનો પણ વિચાર કરવો. તીર્થનાં દર્શન થયે સોનું, રત્ન, મોતી આદિ વસ્તુ વડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજોને વહોરાવવી. સાધર્મિક-વાત્સલ્ય કરવું. ઉચિતપણે દાન વગેરે આપવું તથા મોટો પ્રવેશોત્સવ કરવો. તીર્થે દાખલ થયા પછી પહેલાં હર્ષથી પૂજા, ઢૌકન વગેરે આદરથી કરવું. અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળ પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવહી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ફૂલઘર, કેલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્ત્રમય ધ્વજાનું દાન, કોઈને હરકત ન પડે એવું દાન(સદાવ્રત), રાત્રિજાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થ પ્રાપ્તિ-નિમિત્ત ઉપવાસ, છ વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી.
જાતજાતનાં ચોવીશ, બાવન, બહોંતેર અથવા એકસો આઠ ફળો અથવા બીજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને ભોજ્ય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદ્ગુઆ, પહેરામણી, અંગલૂછણાં, દીવાને માટે તેલ, ધોતિયા, ચંદન, કેસર, ભોગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, પિંગાનિકા કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દીવીઓ, ચામર, નાળીવાળા કળશ, થાળીઓ, કચોળા, ઘંટાઓ, ઝલરી, પટહ વગેરે વાજિંત્રો આપવાં. સૂતા૨ વગેરેનો સત્કાર કરવો. તીર્થની સેવા, વિણસતા તીર્થનો ઉદ્ધાર તથા તીર્થના રક્ષક લોકોનો સત્કાર કરવો. તીર્થને ગરાસ આપવો. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું. યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધર્મકૃત્યો કરવાં.
યાચકોને દાન આપવાથી કીર્તિમાત્ર થાય છે. એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવું; કેમકે યાચકો પણ દેવના-ગુરુના તથા સંઘના ગુણો ગાય છે. માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવર્તી વગેરે લોકો જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સોનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે-સાડાબાર ક્રોડ સોનૈયા જેટલું, ચક્રવર્તીનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછો વળતો સંઘવી ઘણા ઉત્સવથી પોતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાડ્વાનાદિ ઉત્સવ કરે; અને એક વર્ષ સુધી તીર્થોપવાસ વગેરે કરે. આ રીતે તીર્થયાત્રાનો વિધિ કહ્યો છે.
વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત
શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સંઘમાં એકસો ઓગણસીત્તેર (૧૬૯) સુવર્ણમય અને પાંચસો (૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ (૧૪) મુકુટધારી રાજાઓ
Page #382
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૧
હતા. તથા સીત્તેર લાખ (૭૦,૦૦,૦૦૦) શ્રાવકનાં કુટુંબ, એક ક્રોડ, દસ લાખ, નવ હજાર (૧૧૦૦૯OO0) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦000) ધોડા, છોતરો (૭૬૦૦) હાથીઓ અને આ રીતે જ ઊંટ, બળદ વગેરે હતાં.
કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણરત્નાદિમય અઢારસો ચુમ્મોતેર (૧૮૭૪) જિનમંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીની યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામના શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિયાર લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો, અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રાઓ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે.
સ્નાત્ર મહોત્સવ તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવો, તેમ કરવાની શક્તિ ન હોય તો દરેક પર્વને વિષે કરવો, તેમ પણ ન કરી શકાય તો વર્ષમાં એક વાર તો અવશ્ય સ્નાત્રોત્સવ કરવો, તેમાં મેરૂની રચના કરવી. અષ્ટ માંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભોગ વગેરે સકળ વસ્તુનો સમુદાય એકઠો કરવો. સંગીત આદિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપવી. અને પ્રભાવના વગેરે કરવી.
સ્નાત્રોત્સવમાં પોતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિવડે ધનનો વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને માટે પ્રયત્ન કરવો. સંભળાય છે કે – પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર મહોત્સવને અવસરે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઈન્દ્રમાળ પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુવર્ણમય ધ્વજા આપી. તેના પુત્ર ઝાંઝણ શેઠે તો રેશમી વસ્ત્રમય ધ્વજા આપી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપ કહ્યું છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારું દરેક વર્ષે માળોદ્ઘાટન કરવું. તેમાં ઈન્દ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળોદ્ઘાટન થયું ત્યારે શ્રી વામ્ભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકો ચાર લાખ, આઠ લાખ ઈત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સોરઠદેશનો મહુવાનો રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધીરૂનો પુત્ર જગડુ, મલિન શરીરે, મલિન વસ્ત્ર પહેરી ઓઢીને ત્યાં ઉભો હતો. તેણે એકદમ સવાઝોડની રકમ કહી. આશ્ચર્યથી કુમારપાળ રાજાએ પૂછયું, ત્યારે તેણે કહ્યું કે – મારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા ક્રોડ સોનૈયાની કિંમતના પાંચ માણિકય રત્ન ખરીદ્યાં, અને અંત વખતે મને કહ્યું કે "શ્રી શત્રુંજય, ગિરનાર અને દેવપટ્ટણ એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન તારે આપવું, અને બે રત્ન પોતાને સારું રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રત્નો સુવર્ણજડિત કરી શત્રુંજયનિવાસી ઋષભદેવ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા દેવપટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભપ્રભુને કંઠાભરણ તરીકે આપ્યાં.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતામ્બર એ બંનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા અને બન્ને જણાએ અમારું તીર્થ કહી ઝગડો કરવા માંડ્યો. ત્યારે જે ઈન્દ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે." એવા વૃદ્ધજનોના વચનથી પેથડશેઠે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઈન્દ્રમાળા પહેરી અને યાચકોને ચાર ઘડી પ્રમાણ સુવર્ણ આપી તીર્થ પોતાનું છે એમ સિદ્ધ કર્યું.
આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગભૂંછણા, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભોગ, વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ બુટિની રચના, સર્વાગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક ક્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો.
શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુ વડે, સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા તો દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જઘન્યથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ, આ વાત જન્મ-કૃત્યની અંદર આવેલા જ્ઞાન-ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું.
ઉધાપન મહોત્સવ તેમ જ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તો દર વર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકિતનો લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભોજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે.
શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે લાખ અથવા ક્રોડવાર નવકાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિકવાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કરવું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયો, પાટિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાનો, ધાન્યો તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ, વિધિસહિત માળા પહેરી આવશ્યકસૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસોચુંમાલિશ પ્રમુખ મોદક; નાળિયેર, વાટકિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સોનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા
Page #384
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૩ આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે, નવકાર, ઈરિયાવહી ઈત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના માટે જેમ સાધુઓને યોગ વહેવા, તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે;
કેમકે – કોઈ શ્રેષ્ઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાનાં કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી) ઉપાર્જે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયો, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રુત સંપ્રદાયને અવલંબીને કરવાં.
શાસનની પ્રભાવના તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે જઘન્યથી એકવાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરવો; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડીવારમાં શિથિલ બંધવાળું થાય છે. પેથડશેઠે તપા) શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોંતેર હજાર ટંકનો વ્યય કર્યો સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે' એવી ખોટી કલ્પના કરવી નહીં કેમકે સિદ્ધાંતમાં સામું જઈ તેમનો સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલ છે, એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્રી વ્યવહારભાષ્યમાં કહી છે. તે એ કે :
પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિભાવાહક સાધુ, જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે.
પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક, શ્રાવિકાઓનો અને સાધુ-સાધ્વીઓનો સમુદાય તે પ્રતિમાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે - "પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય ત્યાં આવી પોતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે, તેની પાસે સંદેશો કહેવરાવે કે,
"પ્રતિમા પૂરી કરી અને તેથી હું આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. "અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ગચ્છમાં પ્રવેશ કરાવવો છે પછી રાજા, તે ન હોય તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રીસંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવો બાંધવો, મંગળ વાજિંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં ગુણ છે, તે એવો કે, - પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે, જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેમાં એવા મોટા તપસ્વીઓ થાય, તે જિનશાસન મહાપ્રતાપી છે” તેમજ ખોટા તીર્થીઓની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહાસત્ત્વવંત પુરુષો નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુનો સત્કાર કરવો એ આચાર છે.
વળી તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનનો અતિશય જોઈને ઘણા ભવ્યજીવો સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લે છે આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી. એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તૂરી વગેરે સુગંધી વસ્તુનો લેપ કરવો, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિયેર આદિ વિવિધ ફળ આપવા તથા તાંબૂલ અર્પણ કરવું, વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભફળ મળે છે.
કહ્યું છે કે – અપૂર્વજ્ઞાનપ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણો વડે જીવને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં 'પ્રએ અક્ષર વધારે છે, તે યુક્ત જ છે. કેમકે ભાવના તો તેના કરનારને જ મોક્ષ આપે છે, અને પ્રભાવના તો તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.
આલોચણા વળી ગુરુનો યોગ હોય તો દરવર્ષે જઘન્યથી એક વાર તો ગુરુ પાસે જરૂર આલોયણા લેવી કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે :- ચોમાસી તથા સંવત્સરીને વિષે આલોયણા તથા નિયમ ગ્રહણ કરવા. તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકલ્પ આદિ ગ્રંથોમાં આલોયણા વિધિ કહ્યો છે. તે નીચે પ્રમાણે :
આ પફબી, ચોમાસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરુ પાસે આલોયણા લેવી.
આલોયણા લેવાને સારું ક્ષેત્રથી સાતસો યોજન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરુની ગવેષણા કરવી.
આલોયણા આપનાર ગુરુનું લક્ષણ હવે આલોયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૫
શાસ્ત્રમાં આલોયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્ર-અર્થના જાણ, કૃતયોગી એટલે મન વચન કાયાના શુભ યોગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત્ વિવિધ પ્રકારના શુભધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા. નિરતિચાર ચારિત્ર પાળનારા, આલોયણા લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, આલોયણા તરીકે આપેલી તપશ્ચર્યા વગેરે કરવામાં કેટલો શ્રમ પડે છે? તેના જાણ, આલોયણા લેનારનો મોટો દોષ સાંભળવામાં આવે, તો પણ વિષાદ ન કરનારા, આલોયણા લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે.
૧. જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨. આલોયેલા દોષનું બરાબર મનમાં સ્મરણ કરનારાં, ૩. વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા.
પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે:- (૧) પહેલો આગમવ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વીનો જણવો. (૨) બીજો શ્રુતવ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીયાર અંગના ધારક તથા નિશીથાદિકસૂત્રના જાણ વગેરે સર્વેશ્રુતજ્ઞાનીઓનો જાણવો. (૩) ત્રીજો આજ્ઞાવ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે તેવી રીતે જે માંહોમાંહે આલોયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણવો. (૪) ચોથો ધારણવ્યવહાર તે પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમો જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે.
૪. આલોયણા લેનાર શરમથી બરાબર ન કહેતો હોય તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આલોયણા લેનાર શરમ છોડીને સારી રીતે આલોવે. ૫. આલોયણા લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬. આલોયણા આપી હોય તે બીજાને ન કહેનારા. ૭. જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮. સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે. તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે.
આલોયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલો ભવ્ય જીવ, જો કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે.
સાધુઓ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આલોયણા લેવી. તેમનો જોગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પોતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આલોયણા લેવી. પોતાના ગમ્માં ઉપર કહેલાં
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પાંચેનો જોગ ન હોય તો સાંભોગિક-પોતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેનો જોગ મળે તેની પાસે આલોયણા લેવી.
સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો, ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેનો યોગ હોય, તેની પાસે આલોયણા લેવી. તેમ ન બને તો ગીતાર્થ પાસત્થાની પાસે આલોયણા લેવી, તેમ ન બને તો ગીતાર્થ એવા સારૂપિક પાસે આલોયણા લેવી. તેનો પણ જોગ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોવવું, સફેદ કપડાં પહેરનારો, મુંડી, કચ્છ વિનાનો, રજોહરણ વગેરે ન રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુનો વેષ મૂકી ગૃહસ્થ થયેલો તે પશ્ચાદ્ભૂત કહેવાય છે.
ઉપર કહેલા પાસત્કાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્કાદિક પોતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ન કરાવે, તો તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કરવો, અને આલોયણા લેવી.
ઉપર કહેલા પાસત્કાદિકનો યોગ ન મળે તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચૈત્યને વિષે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલોયણા આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગુદૃષ્ટિ દેવતાને અક્રમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલોયણા લેવી, કદાચ તે સમયનો દેવતા ચવ્યો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે.
તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આલોઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશાએ મોઢું રાખીને અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોયા વગર ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
પોતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલોયણા આપવાથી થતું હિત ન જાણે, તો તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે.
આલોચના સમયની શુદ્ધિ જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું, માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આલોયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રુત છું એવા અહંકારથી, અપમાનથી બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પોતાના દોષ કહીને ન આલોવે. તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનોનો વિચાર કરી તથા શલ્યનો ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પોતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણા લેવી.
Page #388
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૭
આલોયણ લેનારના દશ દોષ હવે આલોયણા લેનારના દશ દોષ કહે છે.
૧. ગુરુ થોડી આલોયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલોયણા લેવી. ૨. તેમજ આ ગુરુ થોડી તથા સહેલી આલોયણા આપનારા છે એવી કલ્પના કરી આલોવવું. ૩. જે પોતાના દોષ બીજા કોઈએ જોયા હોય, તે જ આલોવે, પણ બીજા છાના ન આલોવે. ૪. સૂક્ષ્મ (નાના) દોષ ગણતરીમાં ન ગણાવે, અને બાદર (મોટા) દોષની જ માત્ર આલોયણા લેવી. ૫. સૂક્ષ્મની આલોયણા લેનાર બાદ દોષ મૂકે નહિ. એમ જણાવવાને સારું તૃણ-ગ્રહણાદિ નાના દોષની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. ૬. છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલોવવું. ૭. તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી રીતે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકો સાંભળે તેવી રીતે આલોવવું. ૮. આલોવવું હોય તે ઘણા લોકોને સંભળાવે. અથવા આલોયણા લઈ ઘણા લોકોને સંભળાવે. ૯. અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરુ પાસે આલોવવું. ૧૦. લોકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પોતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવું. આ દશ દોષ આલોયણા લેનારે ત્યજવા.
" આલોયણા લેવાના ફાયદા હવે સમ્યક પ્રકારે આલોવે તો તેના ગુણ કહે છે -
૧. જેમ ભાર ઉપાડનારને ભાર ઉતરવાથી શરીર હલકું લાગે છે. તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે. ૨. આનંદ થાય છે. ૩. પોતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે, એટલે પોતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઈને બીજાઓ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪. સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫. અતિચારરૂપ મળ ધોવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬. તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે.
કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિકાળથી દોષ-સેવનનો અભ્યાસ પડી ગયો છે, પણ દોષ કર્યા પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મોક્ષ સુધી પહોંચે એવા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથચૂર્ણીમાં પણ કહ્યું છે કે – જીવ જે દોષનું સેવન કરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક પ્રકારે આલોવે તે જ દુષ્કર છે, માટે જ સમ્યફ આલોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે.
લક્ષ્મણા આર્ચાનું દષ્ટાંત આ ચોવીશીથી અતીત કાળની એંશીમી ચોવીશીમાં એક બહુ પુત્રવાનું રાજાને સેંકડો માનતાથી
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવરમંડપમાં પરણી, પણ દુર્દેવથી ચોરીની અંદર જ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યફ પ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈનધર્મને વિષે ઘણી જ તત્પર રહી.
એક વખતે તે ચોવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંભોગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, "અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષયસંભોગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી." વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણા સાધ્વી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. "હવે હું આલોયણા શી રીતે કરીશ? એવી તેને લજ્જા ઉત્પન્ન થઈ."
પરંતુ શલ્ય રાખવાથી કોઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલોયણા કરવા પોતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં ઓચિંતો એક કાંટો પગમાં ભાંગ્યો. તે અપશુકન થયા એમ સમજી લક્ષ્મણા મનમાં ખીજવાઈ, અને જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને બહાને પૂછી આલોયણા લીધી, પણ શરમને અંગે અને મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષ્મણાએ પોતાનું નામ જાહેર કર્યું નહિ.
તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે વિગય રહિતપણે છ8, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભોજનવડે બે વર્ષ માસખમણ તપસ્યા સોળ વર્ષ. અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યકક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવોમાં ઘણાં આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે.
કહ્યું છે કે શલ્યવાળો જીવ ગમે તો દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તો પણ શલ્ય હોવાથી તેને તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણો કુશળ એવો પણ વૈદ્ય પોતાનો રોગ બીજા વૈદ્યને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય.
૭. તેમજ આલોયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮. નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે - હે ભગવંત! જીવ આલોયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) ઋજુભાવને પામેલો જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શિલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસકવેદને બાંધતો નથી, અને પૂર્વે બાંધ્યો હોય તો તેની નિર્જરા કરે છે.
આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધ જિતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશ માત્ર ઉદ્ધાર કરી કાઢેલો આલોયણા વિધિ પૂર્ણ થયો છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૯
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ. રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યફ પ્રકારે આલોયણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હોત તો દઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાય? માટે આલોયણા દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખર રિવિરચિત "શ્રાદ્ધવિવિપ્રકરણની “શ્રાદ્ધવિધિ કૌમુદી' ટીકામાં પંચમવર્ષyત્ય-પ્રકાશ સંપૂર્ણ થયો.
Page #391
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પ્રકાશ-જન્મકૃત્ય
जम्मं निवासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं । उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताई ||१४||
जन्म निवासस्थानं त्रिवर्गसिद्धेः कारणं उचितम् ।
उचितं विद्याग्रहणं पाणिग्रहणं च मित्रादि ||१४|| વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે.
નિવાસસ્થાન કેવું અને કયાં રાખવું? ૧. જન્મરૂપ બંદીખાનામાં પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત? તે વિશેષણ વડે કહે છે. જેથી ત્રિવર્ગની એટલે ધર્માર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જ્યાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું, કેમકે, તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે, ભિલ્લ લોકોની પલ્લીમાં, ચોરના રહેઠાણમાં જ્યાં પહાડી લોકો રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લોકોનો આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજ્જનને એબ લગાડનારી છે.
જે સ્થાનકે રહેવાથી મુનિરાજો પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હોય એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લોકો હંમેશાં સારા ધર્મિષ્ઠ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે સપુરુષોની સોબત કલ્યાણને સારું છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકો હોય તથા જળ અને બળતણ પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવું. - ત્રણસો જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શોભતું એવું અજમેરની નજીક હર્ષપુર નામનું એક સારું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણો અને તેમના શિષ્યો છત્રીસ હજાર મોટા શેઠીઆઓ જ્યારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા, ગુણી અને ધર્મિષ્ઠ લોકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, વૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા પ્રાયઃ વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણાં પણ સાક્ષાત્ નજરે જણાય છે. તે માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતો હોય, તો પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી
Page #392
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પ્રકાશ જન્મ મૃત્ય
ત્યાં પણ ઘણી સંપદા હોય તે શું કામની ? તારે મૂર્ખતા જોઈતી હોય, તો તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય.
૩૭૧
એવી વાત સંભળાય છે કે – કોઈ નગરનો રહીશ વણિક થોડા વણિકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કોઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટોએ પકડયા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉ૫૨ દાખલો છે.
રહેવાનું સ્થાનક ઉચિત હોય તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઈત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો, તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્માર્થકામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકોએ દિલ્હી શહેર ભાંગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો. તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્હી છોડી નહિ. તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા.
નગરક્ષય થયે સ્થાનૃત્યાગ ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહીં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો.
સારા-નરસા પાડોશથી લાભ હાનિ
હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે, માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થકામને સાધનારું હોવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે, તેટલા સારું કે તિર્યંચ યોનિના પ્રાણી, તલા૨, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાઘ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભિલ્લ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુઃખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન વિગેરેના ઘર પાસે આપણું ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય.
પોતાનું હિત ઈચ્છનારો બુદ્ધિશાળી પુરુષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા એમનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સગુણી હોય તો પણ તેના ગુણની હાનિ થાય.
પાડોશણે જેને ખીર બનાવી આપી, તે સંગમ નામા શાલિભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડોશણના સાસુ-સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી.
અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આસપાસ બીજું ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારું નહિ. કેમકે ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે
ભૂમિની પરીક્ષા ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમજ દૂર્વાઓ, કૂપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ઘણાં હોય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું હોવું જોઈએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉના સ્પર્શવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉના સ્પર્શવાળી જે ભૂમિ હોય, તે સર્વ શુભકારી જાણવી. એક હાથ ઊડી ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તો શ્રેષ્ઠ. બરાબર થાય તો મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી.
જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યું હોય તો તે જળ સો પગલાં જઈએ ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આંગળ જેટલું ઓછું થાય તો મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તો અધમ જાણવી અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તો તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ જાય તો મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તો અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી.
ભૂમિ રાફડાવાળી હોય તો વ્યાધિ, પોલી હોય તો દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તો દુઃખ આપે છે, માટે શલ્ય ઘણા જ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તો તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તો રાજાદિકથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શલ્ય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકળે તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તો તેથી મરણ થાય વિગેરે.
ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો. પહેલો અને ચોથો પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર
Page #394
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૭૩
ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે.
કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે, પણ એથી વિપરીત હોય તો બહુ દુઃખ થાય, તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દોષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે, પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકને ગુણ તથા દોષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા.
સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સંમતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું, પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં, તેમ કરવાથી ધર્માર્થકામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈટો, લાકડાં, પથ્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતીલેવી અને મંગાવવી, તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પોતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહાઆરંભ વગેરે દોષ લાગવાનો સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દષ્ટાંત
ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તો લેવી નહીં, કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે -
કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો, તે બીજાના પગલે પગલે પરાભવ કરતો હતો. બીજો દરિદ્રી હોવાથી પહેલાનું બીજી કોઈ રીતે કાંઈ પણ નુકશાન કરી શક્યો નહીં. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિનમંદિરનો પડેલો એક ઈટનો કટકો નાંખ્યો, ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, "એટલામાં શું દોષ છે?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીનો સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે – જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરનો સરસવ જેટલો પણ પત્થર, ઈટ કે કાષ્ઠ તજવા.
ઘરનું માપ વગેરે પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ઠ અને કાષ્ઠમય વસ્તુ પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેટ આદિ યંત્રો, એ સર્વ કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં.
Page #395
--------------------------------------------------------------------------
________________
3७४
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લિંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જો ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઉપર આવે તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઉંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચુ હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચુ હોય તો વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઉંચુ હોય તો શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાં ઘરમાં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ.
શુભ અને અશુભ ચિત્રો ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં દેવનાં ચરિત્ર * હોય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં.
વૃક્ષોથી થતી લાભ-હાનિ જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરનો સમૂળનાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ, કોઈ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગનું વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે.
- ઘરની બાંધણી ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈિઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં.
ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લોકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલો જ વિસ્તાર (લાંબાંપહોળા) ઘર બંધાવવામાં કરવો, સંતોષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને
Page #396
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૭૫
આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત પ્રમાણવાળા) દ્વારવાળું જ જોઈએ, કેમકે, ઘણાં બારણાં હોય તો. દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે.
પરિમિત પ્રમાણવાળા બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં; નહિ તો અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું શીધ્ર ન થાય. ભીંતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ; કારણ કે, તેથી પંચેન્દ્રિય વગેરે જીવોની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, બાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિતિ બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે -
લક્ષ્મીવાસ જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસો કરે છે.
આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાયેલું ઘર યથાવિધિ ખાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું. દુર્લભ નથી.
વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાકનામા શેઠે અઢાર ક્રોડ સોનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો, ત્યારે રાત્રીએ પડું કે? પડું કે? એવો શબ્દ તેના સાંભળવામાં આવ્યો. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ રાજા વિક્રમાદિત્યને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું - પડ; કે તરત જ સુવર્ણપુરુષ પડયો. વગેરે.
વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલી શ્રીમુનિસુવ્રતસ્વામિના સ્તૂપના મહિમાથી કોણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતો. તથાપિ તે વિશાળાનગરીને બાર વર્ષમાં પણ લઈ શકયો નહિ, ભ્રષ્ટ થયેલા કૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સૂપ પાડી નંખાવ્યો. ત્યારે તે જ વખતે
Page #397
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારો પાડોશ જોઈ, ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી, એજ સારું છે. કેમકે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે.
ઈતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ (૧).
૩૭૬
ઉચિત વિદ્યાનું ગ્રહણ
ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ પદોનો સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી એવો અર્થ થાય કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ વિગેરે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા જેનો જેણે અભ્યાસ ન કર્યો હોય, તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે.
જેમકે, કાલિદાસ કવિ પહેલાં તો ગાયો ચારવાનો ધંધો કરતો હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણો ધિક્કારાયો, પછી દેવતાને પ્રસન્ન કરી મોટો પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં ચિત્રસભા-દર્શનાદિક કામોમાં જે કળાવાન્ હોય, તે જો કે, પરદેશી હોય, તો પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમકે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.
સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે -અટ્ટમટ્ટના પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અદમટ્ટ પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તો પહેલાં કહેલા આજીવિકાના સાત ઉપયોગમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય. તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તો, શ્રાવકપુત્રે જેથી આલોકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભગતિ થાય, એવી એક કળાનો પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરવો.
વળી કહ્યું છે કે – શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું કે જે થોડું હોવા છતાં સારૂં કાર્ય સાધી શકે એવું હોય. આ લોકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. (૧) જેનાથી પોતાનો સુખે નિર્વાહ થાય, (૨) મરણ પછી જેનાથી સદ્ગતિ પામે તે. નિંદ્ય અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરવો અનુચિત છે. મૂળ ગાથામાં "ઉચિત" પદ છે, માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારનો નિષેધ થયો, એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ.
પાણિગ્રહણ
પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે,
Page #398
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
3७७
માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પોતાથી જુદા ગોત્રમાં થયેલા તથા કુલ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તો માંહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે.
જેમ પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઈ અન્ય ધર્મની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, "ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સર્પ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દષ્ટાંત સમજવાં.
વર અને કન્યાના ગુણદોષ. સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે – ૧. કુલ, ૨. શીલ, ૩. સગાંવહાલાં, ૪. વિદ્યા, ૫. ધન, ૬. શરીર અને ૭. વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. પછી તો કન્યાને પોતાના ભાગ્ય ઉપર આધાર રહે છે.
મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર મોક્ષની ઈચ્છા કરનારો અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઈપણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીન, પોતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી
સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન આપવી. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તો સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યાન આપવી. પોતાના ગોત્રમાં થયેલા જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી.
પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલ સ્ત્રી હોય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી પતિની ઈચ્છા પ્રમાણે વર્તનારી હોય, અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલોક સ્વર્ગ સમાન છે.
વિવાહના આઠ ભેદ અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્ત-મેળાપ કરવો, તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો છે. ૧. આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨. ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ કહેવાય છે. ૩. ગાય બળદનું જોડું આપીને કન્યાદાન
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ કરવું તે આર્યવિવાહ કહેવાય છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણા તરીકે કન્યા આપે તે દેવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે.
૫. માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વવિવાહ કહેવાય છે. ૬. કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરીવિવાહ કહેવાય છે, જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસવિવાહ કહેવાય છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી.
જો વહુની તથા વરની માંહોમાંહે પ્રીતિ હોય તો છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પુરુષ તેનું જો બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન કરે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે.
સ્ત્રીનું રક્ષણ હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે પ્રમાણ રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે, તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. - વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઉચિતપણા ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે; કારણ કે, વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઈતિ ત્રીજો દ્વાર સંપૂર્ણ. (૩).
યોગ્ય મિત્રો વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હોવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, વૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરનાં દષ્ટાંતો પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪)
ઈતિ ચતુર્થ દ્વારા સંપૂર્ણ.
Page #400
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
3७८
चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा | पुत्थयलेहणवायण-पोसहसालाइ-कारवणं ||१५||
चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादि-प्रव्राजना-पदस्थापना (याः) पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम् ||१५||
જિનમંદિર તેમજ (૫) ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યો તેમ રત્નખચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઉત્તમ કાષ્ઠ, ઈટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવો શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે.
દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેની ભક્તિનો લાભ લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. જે પુરુષ જિનપ્રતિમાને સારુ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પથ્થરનું જિનમંદિર કરાવે છે, તેમની તો વાત જ શી? તે અતિ ધન્ય પુરુષો તો પરલોકે સારી મતિવાળા વિમાનવાસી દેવતા થાય છે. - જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથ્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિપ્રમાણે સર્વ ઉચિત વિધિ અહીં વિશેષે કરી જાણવો. કહ્યું છે કે - ધર્મ કરવાને સારું ઉદ્યમયાન થયેલા પુરુષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરવું તે શ્રેયસ્કર છે
આ વાતમાં ભગવાન્ મહાવીરસ્વામીનું દષ્ટાંત છે. તે ભગવાને મારા રહેવાથી આ તાપસીને અપ્રીતિ થાય છે, અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો. જિનમંદિર બનાવવાને અર્થે કાષ્ઠ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પોતાને સારું આરંભ-સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય તે જ કામ આવે. રાંક એવા મજૂર લોકો વધુ મજૂરી આપવાથી ઘણો સંતોષ પામે છે અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારુ ગુરુ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, "આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે – જે જેની માલિકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે તો તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયો ખોદવો, પૂરવો, કાષ્ઠનાં દળ પાડવાં, પથ્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ-સમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી.
જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા, સ્થાપન, પૂજન, સંઘનો સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત-વ્રત વગેરેનો અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે-સૂત્રોક્ત વિધિનો જાણ પુરુષ યતનાપૂર્વક કોઈ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તો પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ.
- જીર્ણોદ્ધાર
જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણો જ પ્રયત્ન કરવો. કેમકે – જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મારું મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે - જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરુષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોનો ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે :
શ્રી શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વામ્ભટે તે કામ શરૂ કરાવ્યું, ત્યારે મોટા શેઠીઆ લોકોએ પોતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્મની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતો, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિનો લાભ થયો વગેરે વાર્તા જાહેર છે.
પછી કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભ આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડયું, એવી વાત કહેનારને તો મંત્રીએ ચોસઠ સુવર્ણની જીભ આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે - "હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ છું. બીજા જીર્ણોદ્ધારમાં બે ક્રોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારું ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા, વામ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊચા શકુનિકાવિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સુવર્ણનો બનાવેલો કલશ
Page #402
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૧
શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યો અને માંગલિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા.
પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તો છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ.
જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ જ થતી જાય છે. મંદિરમાં તાંબાની કુંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિર કરાવનાર હોય તો, તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ.
જેમકે-માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્દેવથી મરી ગયો. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્પ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો.
સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, "મહારાજ! ગિરનાર પર્વત ઉપર તો દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે." પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી બોલ્યો કે, આ મંદિર કોણે બંધાવ્યું ! સજ્જને કહ્યું, "મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને , અરજ કરી કે - "આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે, તે લ્યો; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ લ્યો. આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું, અને તેણે નેમિનાથજીના મંદિર ખાતે પૂજાને સારુ ઘણાં ગામ આપ્યાં.
તેમજ જીવિતસ્વામીની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોતન રાજાએ પ્રતિમાની પૂજાને સારું બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે.
ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળો તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશૈલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુન્માળી ચવ્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડયો.
Page #403
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો, ત્યારે "પંચશૈલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીઓ ચાલી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, "જે પુરુષ મને પંચશૈલ દ્વીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું.”
૩૮૨
પછી એક વૃદ્ધ ખલાસી હતો, તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યો કે, " આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલુ ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડ પક્ષી પંચશૈલ દ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શ૨ી૨ને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડ પક્ષીની સાથે તું પણ પંચશૈલ દ્વીપે પહોંચી જઈશ. આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.”
પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશૈલ દ્વીપે ગયો. ત્યારે હાસા-પ્રહાસાએ તેને કહ્યું કે, "તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વિગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂકયો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો. તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડયો, અને મરણ પામી પંચશૈલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અચ્યુત દેવલોકે દેવતા થયો.
એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા-પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, "તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. કોઈ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો, જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, "તું મને ઓળખે છે ?” વ્યંતરે કહ્યું "ઈન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ?”
પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કરી વ્યંતરને પ્રતિબોધ પમાડયો. ત્યારે વ્યંતરે કહ્યું, "હવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા જોઈ, મહાહિમવંત પર્વતથી આવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરી સર્વાંગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી.
પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવો તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, "તું આ પ્રતિમાનો ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામા "દેવાધિદેવની પ્રતિમા લ્યો.” એવી ઉદ્ઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું, ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ
Page #404
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૩
કરી તે ડાંભડા પર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા પણ ડાબડો ઉઘડ્યો નહિ. તેથી સર્વે લોકો ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને સાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જોવાને સારું તેડાવી.
પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, "આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કોઈ નથી. હમણાં કૌતુક જુઓ.” એમ કહી રાણીએ યક્ષકઈ વડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, "દેવાધિદેવ મને દર્શન આપો, એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળ કલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડો પોતાની મેળે ઉઘડી ગયો ! નહિ સુકાઈ ગયેલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ, અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃપુરમાં લઈ ગયાં, અને પોતે નવા બંધાયેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી.
એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો, અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો, અને વીણા વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ, નૃત્યમાં રસભંગ થવાથી રાણી કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ આવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ.
પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતા રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પોતાનું આયુષ્ય થોડું રહ્યું એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતનો ભંગ થયો, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા માટે રાજા સમીપ ગઈ. "દેવતાના ભવમાં તું મને સમ્યફ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને માટે દેવદત્તા નામની કુબ્બાને રાખીને પોતે ઘણા ઉત્સવસહિત દિક્ષા લીધી, અને તે અશનશવડે કાળ કરી સૌધર્મ દેવલોકે દેવતા થઈ.
પછી પ્રભાવતીના જીવ દેવતાએ ઘણો બોધ કર્યો, તો પણ ઉદયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દષ્ટિરાગ તોડવો એ કેટલો મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેનો રસ ચાખતાં જ લુબ્ધ થયેલા રાજને તાપસરૂપી દેવતા પોતે વિકૂર્વેલા આશ્રમમાં લઈ ગયો. ત્યાં પધારી તાપસોએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો. તે જૈન સાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પોતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી "આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદશ્ય થયો.
હવે ગાંધાર નામનો કોઈ શ્રાવક સર્વઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યો હતો. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થયેલી દેવીએ તેને વૈતાઢય પર્વતે લઈ જઈ ત્યાંની પ્રતિમાઓને વંદાવી અને પોતાની ઈચ્છા પાર પાડે એવી એકસો આઠ ગોળીઓ આપી. તેણે તેમાંની એક ગોળી મોંમાં નાખી ને ચિંતવ્યું કે, "હું
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વીતભયપત્તન જાઉં. ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુન્નાદાસીએ તેને તે પ્રતિમાને વંદાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડયો. કુન્નાદાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાઓ કુન્નાદાસીને આપી દીક્ષા લીધી. કુન્નાદાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઈ, તેથી જ તેનું સુવર્ણગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિંતવ્યું કે, ચૌદ મુકુટધારી રાજાઓએ સેવિત એવો ચંડપ્રદ્યોત રાજા મારો પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે."
પછી દેવતાના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્યો, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બોલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણગુલિકાએ કહ્યું કે, "આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું, માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજ્જયિનીએ જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભયપત્તન આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી. જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કોઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછો ઘેર આવ્યો. પછી સુવર્ણગુલિકા અને ચંડપ્રદ્યોત બન્ને વિષયાસક્ત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને માટે આપી.
એક વખતે કંબલ-શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા, પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારો પ્રહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતો હતો પણ જવાની ઉતાવળથી અર્ધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થયેલ ભાયલે કહ્યું કે, જેમ મારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરો.” નાગેન્દ્ર કહ્યું તેમજ થશે.” ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું તારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અર્ધી પૂજા કરી અહીં આવ્યો તેથી આવતા કાળમાં તે પ્રતિમા પોતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે અને મિથ્યાષ્ટિઓ તેની પૂજા કરશે. "આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે. વિષાદ ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તેવો પાછો ગયો. - હવે વીતભય પત્તનમાં પ્રાતઃકાળે પ્રતિમાની માળા સૂકાઈ ગયેલી. દાસી જતી રહેલી અને હાથીના મદનો સ્ત્રાવ થયેલો જોઈ લોકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રદ્યોત રાજા આવ્યો હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સોળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચડાઈ કરી. માર્ગમાં ઉનાળાની ઋતુને લીધે પાણીની મુશ્કેલી થવાથી રાજાએ પ્રભાવતીનો જીવ જે દેવતા થયો હતો તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવો ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યો ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યો, તેથી ચંડપ્રદ્યોતને
Page #406
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૫
પ્રતિજ્ઞા-ભંગદોષ લાગ્યો પછી હાથીના પગ શસ્ત્રવડે વિંધાયાથી તે પડયો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે આ મારી દાસીનો પતિ એવી છાપ ચોડી.
પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવા માટે વિદિશા નગરીએ ગયો. પ્રતિમાનો ઉદ્ધાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, રાજન્ ! તું આગ્રહ ન કર. તે વીતભય પત્તનમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી." તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો, સંવત્સરીપર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે, આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં એ મને કદાચ અન્નમાં વિષ આપશે એવો ભય ઉત્પન્ન થયો.”
તેથી તેણે કહ્યું કે તે ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.” તે જાણી ઉદાયને કહ્યું કે, "એનું શ્રાવકપણે જાણ્યું. તથાપિ તે જો એમ કહે છે, તો તે નામ માત્રથી પણ મારો સાધર્મી થયો, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય?” એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાવ્યો અને કપાળે લેખવાળો પટ્ટ બાંધી તેને અવંતીદેશ આપ્યો.
ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભય પત્તન ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લોકોના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઈ તે તથા બીજાં બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં. '
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતો હતો. એક વખતે પાખિ પૌષધ હોવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાતઃકાળે તેણે કપિલકેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. "રાજ્ય અંતે નરક આપનારું છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?" મનમાં એવો વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દિક્ષા ઉત્સવ કર્યો.
એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયો. "શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વૈધે ભક્ષણ કરવા કહેલા દહીંનો જોગ મળે, તે માટે ગોવાળોના ગામોમાં મુકામ કરતા તે વીતભય પત્તને ગયા, કેશી રાજા ઉદાયનમુનિનો રાગી હતો, તો પણ તેના પ્રધાન વર્ગે તેને સમજાવ્યો કે, "ઉદાયન રાજ્ય લેવા માટે અહીં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયનમુનિને વિષમિશ્ર દહીં અપાવ્યું.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મનાઈ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વધ્યો. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો ત્યારે વિષમિશ્ર દહીં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થયે ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાનો શય્યાતર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું.
ઉદાયન રાજાનો પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી થયો, અને તેની માસીના પુત્ર કોણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગુ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો, તો પણ પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયો. ત્યાંથી અવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.
પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગયેલી કપિલકેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલો તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ કરી રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાનો તથા ઉદાયન રાજા વગેરેનો સંબંધ કહ્યો છે.
આવી રીતે દેવને ગરાસ આપવાથી, નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સારસંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે. તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખણાયો છતો ઘણા કાળ સુધી પરમસુખને પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું.
જિનબિંબ ૬. તેમજ રત્નની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસિદંતની, શિશાની અથવા માટી વગેરે જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે – જે લોકો સારી કૃત્તિકાનું, નિર્મળશિલાનું, હસિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ આ લોકમાં કરાવે છે, તે લોકો મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંધ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંદ્ય જાતિ, નિંદ્ય શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક આટલાં વાનાં ભોગવવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લોકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે
Page #408
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૭
છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથા અધિક અંગવાળી પ્રતિમા પોતાની તથા પરની ઉન્નતિનો વિનાશ કરે છે.
જે મૂળનાયકજીમાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કોઈપણ અવયવનો ભંગ થયો હોય, તે મૂળનાયક'નો ત્યાગ કરવો. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર પરિવાર, લંછન અથવા આયુધ એમનો ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરકત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જુનું હોય તથા ઉત્તમપુરુષે પ્રતિષ્ઠિત કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તો પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીન થતું નથી.
પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતિની શિલાઓ હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કોઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગિયાર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય છે. અગિયાર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે, નિરયાવલિકાસૂત્રમાં કહ્યું છે કે – લેપની, પાષાણની, કાષ્ઠની, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘર દેરાસરમાંની પ્રતિમા આગળ બળિનો વિસ્તાર (નૈવેદ્ય વિસ્તાર) ન કરવો, પણ દરરોજ ભાવથી હવણ અને ત્રણ ટંક પૂજા તો જરૂર કરવી.
સર્વે પ્રતિમાઓ મુખ્યમાર્ગે તો પરિવાર સહિત અને તિલકાદિ આભૂષણ સહિત કરવી. મૂળ નાયકજીની પ્રતિમા તો પરિવાર અને આભૂષણ સહિત હોવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ વગેરે થાય છે. કહ્યું છે કે – જિનપ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તો, મનને જેમ જેમ આહલાદ ઉપજાવે છે. તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસંખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભોગવાય છે. જેમ કે, ભરતચક્રીએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બન્મેન્દ્ર કરેલ કાંચનબલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવર્તીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરાજતી માણિકચસ્વામીની તથા સ્તંભનપાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે.
કહ્યું છે કે-જળ, ઠંડું અન્ન, ભોજન, માસિક આજીવિકા, વસ્ત્ર, પર્વની આજીવિકા, જાવજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પોરસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજીવ સુધી ભોગવાય એટલું પુણ્ય થાય છે; પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તો તેના દર્શન વગેરેથી થયેલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તીએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઊચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત જ્યાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું.
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટૂંકોને વિષે, ગિરનાર ઉપર, આબૂ ઉ૫૨, વૈભાર પર્વતે, સમ્મેતશિખરે, તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા, હરિષેણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી.
૩૮૮
સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારું છત્રીશ હજાર, નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન-દેરાસર બનાવ્યા. સુવર્ણ વગેરેની સવાક્રોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડા ત્રણક્રોડ સોનામહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું.
કુમારપાળે તો ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. અને છન્નુ ક્રોડ દ્રવ્ય ખરચીને કુમારપાળે પોતાના પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહા૨માં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ઠરત્નમયી તેને ફરતી બહોતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ ભરાવી હતી.
વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં.
પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાટેના નામથી તેની પ્રસન્નતાને માટે પેથડશાહે માંધાતાપુરમાં તથા ઓંકા૨પુ૨માં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયો અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી, પાયો ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું. ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, "મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે, માટે વાવ બંધાવો.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડશાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સારું સોનૈયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ મોકલી પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુપર્વતની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે.
ગઈ ચોવીશીમાં ઉજ્જયિની નગરીને વિષે ત્રીજા શ્રી સાગર તીર્થંકરને કેવળીની પર્ષદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, "હું કયારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું "આવતી ચોવીશીમાં બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મેન્દ્ર થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજ્રકૃત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી
Page #410
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૯
તેની પૂજા કરી પોતાના આયુષ્યનો અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ-રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું, અને તેમાં તે વકૃત્તિકામય પ્રતિમાની સ્થાપના કરી.
અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મોટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યો. ઘણા હર્ષથી સ્નાત્ર કરવાથી મૃત્તિકામય (લયમય) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણો ખેદ પામ્યો. સાંઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ અંબાદેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા કે, જે કાચા સૂત્રથી વીંટાયેલી તે લાવ્યો. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાંખ્યું તે હજુ સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે – સુવર્ણમય બલાનકમાં બહોંતેર મોટી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમય, અઢાર રત્નમણી, અઢાર રૂપાણી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનનો પ્રબંધ છે, અત્રે છઠું દ્વાર સમાપ્ત થયું.
પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૭. તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીઘ કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કે :- પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠિા, સિદ્ધાંતના જાણ લોકો એમ કહે છે કે – જે સમયમાં જે તીર્થકરનો વારો ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની એકલી પ્રતિમા હોય તો વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભદેવ આદિ ચોવીશેની હોય તો ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસો સીત્તેર ભગવાનની હોય તો મહાપ્રતિષ્ઠા કહેવાય છે.
બૃહભાષ્યમાં કહ્યું છે કે એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા, અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સીત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિમાની સામગ્રી સંપાદન કરવી, શ્રી સંઘને તથા ગુરુ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યફપ્રકારે તેમનું સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમનો સર્વ પ્રકારે સત્કાર કરવો, બંદીવાનોને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સત્કાર કરવો. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરવો. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણવો.
પ્રતિષ્ઠામાં સ્નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છદ્મસ્થપણાના સૂચક વસ્ત્રાદિક વડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી તથા પૂજામાં સર્વ પ્રકારના મોટા ઉપચાર કરવાને અવસરે સમવસરણમાં રહેલ ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસામાચારીવૃત્તિમાં કહ્યું છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠ્ઠાઈ ઉત્સવ કરવો, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષગાંઠને દિવસે સાધર્મિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા ષોડશકમાં તો વળી કહ્યું છે કે ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણીઓને યથાશક્તિ દાન આપવું. આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું.
પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ તેમજ પુત્ર, પુત્રી, ભાઈઓ, ભત્રીજો, પોતાનો મિત્ર, સેવક આદિનો દીક્ષાનો તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરવો. કેમકે-ભરત ચક્રવર્તીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પોતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવચ્ચપુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી-એમાં ઘણું પુણ્ય છે. કેમકે-જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને યોગ્ય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈઓ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું.
પદસ્થાપના ૯. તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પોતા-પુત્ર આદિ તથા બીજા પણ જે યોગ્ય હોય, તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને માટે ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે -અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઈન્દ્ર પોતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર સમાપ્ત.
શ્રુતજ્ઞાનની ભક્તિ ૧૦. તેમજ શ્રીકલ્પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજ વાચના એટલે સંવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથનો આરંભ થાય, તે દિવસે ઘણો ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું, તેથી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહોરાવી તેમને સહાય કરવી. - કહ્યું છે કે – જે લોકો જિનશાસનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકોની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકો મનુષ્યલોકનાં, દેવલોકનાં તથા નિર્વાણનાં સુખ પામે છે. જે પુરુષ કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરુષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કે અહો શ્રુતપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ
Page #412
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૯૧ વહોરી લાવે તો તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય.
સાંભળ્યું છે કે, "અગાઉ દુષમકાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડયો. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્નપ્રાયઃ થયેલ જોઈ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો." માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડશાહે સાત ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત.
પૌષધશાળા. ૧૧. તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને માટે કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્ય યોગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે- જે પુરુષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરુષે વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી.
સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી સાસુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે, "એ કેવો છે?" ત્યારે શિષ્ય માણિકયે કહ્યું, "જો એની પૌષધશાળા કરો તો અમે એને વખાણીએ." મંત્રીએ કહ્યું, "એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરસાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવાને માટે એક પુરુષ પ્રમાણ ઉંચા એવા બે આરિતા બે બાજુએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ સમાપ્ત થયો.
आजम्मं संमत्तं, जहसत्ति वयाइं दिक्खगहणं वा । आरंभचाउ बंभं पडिमाई अंतिमाराहणा ||१६||
आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा । आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ||१६||
સમ્યકત્વ અને અણુવતો વિસ્તરાર્થ: આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી. આ રીતે બારમું દ્વાર પૂર્ણ થયું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ દીક્ષાનો સ્વીકાર ૧૪. તેમજ દીક્ષાગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એનો ભાવાર્થ એ છે કે – શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તો પોતાને ઠંગેલાની જેમ સમજે. કેમકે-જેમણે સર્વ લોકોને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડ માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે – એકાગ્ર ચિત્તવાળો યોગી અનેક કર્મ કરે, તો પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ.
જેમ પર-પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં આજે અથવા કાલે અને છોડી દઈશ' એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છતી ભોજન-પાન વગેરેથી શરીરનો નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પોતાને અધન્ય માનતો છતાં ગૃહસ્થપણું પાળે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈન દીક્ષા લીધી, તે સતપુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થયેલું છે. તેરમું દ્વાર પૂર્ણ થયું.
ભાવશ્રાવકો કેવા હોય? ભાવશ્રાવકનાં લક્ષણ પણ આ રીતે કહ્યાં છે કે :- ૧. સ્ત્રીને વશ ન થવું, ૨. ઈન્દ્રિયો વશ રાખવી, ૩. ધન અનર્થનો હેતુ છે એમ માનવું, ૪. સંસાર અસાર જાણવો, ૫. વિષયનો અભિલાષ રાખવો નહીં, ૬. આરંભ તજવો, ૭. ગૃહવાસ બંધન સમાન ગણવો, ૮. આજન્મ સમકિત પાળવું, ૯. સાધારણ માણસો ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું, ૧૦. આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧૧. દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચરવો, ૧૨. ધર્મ કરતાં કોઈ અજ્ઞજન હાંસી કરે તો તેની શરમ ન રાખવી. ૧૩. ગૃહકૃત્યો રાગ દ્વેષ રાખીને ન કરવા, ૧૪. મધ્યસ્થપણું રાખવુ, ૧૫. ધનાદિ હોય તો પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬. પરાણે કામોપભોગ ન સેવવા, ૧૭. વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ-શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદોના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ.
૧. અનર્થને ઉત્પન્ન કરનાર, ચપળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણી પોતાનું હિત વાંછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨. ઈન્દ્રિયરૂપ ચપળ ઘોડા હંમેશાં દુર્ગતિના માર્ગે દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યજ્ઞાનરૂપ લગાવડે તેમને ખોટા માર્ગે જતાં અટકાવવા. ૩. અનર્થોનું, પ્રયાસનું, ફલેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરુષે થોડો પણ દ્રવ્યનો લોભ ન રાખવો, ૪. સંસાર પોતે દુઃખરૂપ દુઃખદાયી ફળ આપનાર, પરિણામે દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ
Page #414
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૯૩ રાખવી નહીં, પ. વિષ સરખા વિષયો ક્ષણમાત્ર સુખ દેનારા છે, એવો હંમેશાં વિચાર કરનારો પુરુષ સંસારથી ડરનારો હોય છે.
૬. તીવ્ર આરંભ વર્ષે, નિર્વાહ ન થાય તો સર્વે જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭. ગૃહવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે અને ચારિત્રમોહનીયકર્મ ખપાવવાનો ઘણો ઉદ્યમ કરે, ૮. બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમકિત ધારણ કરે, ૯. વિવેકથી પ્રવૃત્તિ કરનારો ધીર પુરુષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું, તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે - એમ જાણી લોકસંજ્ઞાનો ત્યાગ કરે, ૧૦. એક જિનાગમ મૂકીને પરલોકનું બીજાં કોઈ પ્રમાણ નથી, એમ જાણી જાણ પુરુષે સર્વે ક્રિયાઓ આગમને અનુસારે કરવી.
૧૧. જીવ પોતાની શક્તિ ન ગોપવતાં જેમ ઘણા સંસારનાં કૃત્યો કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા-પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨. ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવદ્યાધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણી હાંસી કરે, તો પણ તેથી મનમાં લજ્જા લાવવી નહિ, ૧૩. દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ-દ્વેષ ન રાખતાં સંસારમાં રહેવું, ૧૪. પોતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાનો વિચાર રાખી રાગ-દ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો. ૧૫. નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગૂરતાનો વિચાર કરનારો પુરુષ ધનાદિકનો ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમનો સંબંધ ન રાખે.
૧૬. સંસારથી વિરક્ત થયેલા શ્રાવકે ભોગપભોગથી જીવને તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભોગ સેવવો, ૧૭. વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલભાવથી ગૃહવાસ પાળે. આ રીતે કહેલા સત્તર ગુણવાળો પુરુષ, જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીધ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્ન શાસ્ત્રમાં કહ્યું છે.
ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારો, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે "આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે” એવી સિદ્ધાંતમાં કહેલી રીત મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારો, કોઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એવો અને અનુક્રમે, મોહને જીતવામાં નિપુણ થયેલો પુરુષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરનો ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કોઈ કારણસર કેટલોક વખત ગૃહવાસમાં ગાળી, યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રાવિધિ પ્રકરણ
કહ્યું છે કે – કોઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારું દુઃખ નથી, રાજા આદિને પ્રણામ કરવો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રતિ રહે, અને પરલોક, મોક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે, માટે હે બુદ્ધિશાળી પુરુષો ! તમો તે ચારિત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરો. ચૌદમું દ્વાર અત્રે સમાપ્ત થયું.
આરંભનો ત્યાગ ૧૫. હવે કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે, તો આરંભ-વર્જનાદિક કરે. તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભનો ત્યાગ કરવો. તેમાં પુત્રાદિક કોઈપણ ઘરનો કારભાર નભાવે એવો હોય તો સર્વ આરંભ છોડવો, અને તેમ ન હોય તો સચિત્ત વસ્તુનો આહાર વગેરે કેટલોક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજવો. બની શકે તો પોતાને માટે અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે – જેને માટે અન્નપાક (રસોઈ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું.
બાહચર્યવ્રત પાલન ૧૬. શ્રાવકે માવજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાહે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગયો. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થ. દીપિકામાં કહ્યું છે. ઈતિ સોળમું દ્વાર.
શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ૧૭. શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા જાણવી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે તે બતાવે છે :
दसण १ वय २ सामाइअ ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सचित्ते ७ । आरंभ ८ पेस ९ ऊद्दिट्ठवज्जए १० समणभूए ११ अ ||१||
અર્થ:- ૧. પહેલી દર્શનપ્રતિમા તે, રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજ્જા આદિ દોષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨. વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩. ત્રીજી સામાયિકપ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂ૫ જાણવી.
૪. ચોથી પૌષધપ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ
Page #416
--------------------------------------------------------------------------
________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૯૫
અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી. ૫. પાંચમી પડિમા નામની પ્રતિમા એટલે કાયોત્સર્ગપ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વર્જી, રાત્રિએ ચઉવિહાર પચ્ચકખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરવો તે રૂપ જાણવી.
હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી લેવું ૬. છઠ્ઠી બ્રહ્મચર્યપ્રતિમા તે છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી. ૭. સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્ત વર્જવું તે રૂ૫ જાણવી.
૮. આઠમી આરંભપરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈપણ આરંભ ન કરવો તે રૂ૫ જાણવી. ૯. નવમી પ્રેષણપ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦. દશમી ઉદિષ્ટપરિહારપ્રતિમા તે દસ માસ માથું મુંડાવવું, અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે તો તે જાણમાં હોય તો દેખાડવું, અને ન હોય તો હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પોતાને માટે તૈયાર કરેલો પણ આહાર ભક્ષણ કરવો નહીં તે રૂપ જાણવી. ૧૧. અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે, અગિયાર માસ સુધી ઘર આદિ છોડવું. લોચ અથવા મુંડન કરાવવું, ઓઘો, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરવો, અને પ્રતિમા વીદાયશ્રમ પાસવાય મિક્ષાં ફેર એમ કહી સાધુની માફક આચાર પાળવો, પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે રૂપ જાણવી, આ રીતે અગિયાર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું દ્વાર.
અંતિમ આરાધના ૧૮. અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી, એનો ભાવાર્થ એ છે કે :- 'તે પુરુષે અવશ્ય કરવા યોગ્ય કાર્યનો ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી' વગેરે ગ્રંથોક્ત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણ વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખના કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્યસંલેખના અને ક્રોધાદિકષાયનો ત્યાગ કરવો તે ભાવસંખના છે.
કહ્યું છે કે :- શરીર સંલેપનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ (શરીર) વખાણતા નથી કે શરીર કેવું લાગે છે? કે તારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ! તું ભાવસંખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ન શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે – માઠાં સ્વપ્ન. પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરનાં સંચારમાં વિપરીત પણું એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવક ધર્મના ઉદ્યાપનને માટે
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ જાણે ન હોય? તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્રને પ્રાપ્ત કરે. અને કદાચ જો મોક્ષને પામે નહીં. તથાપિ વૈમાનિક દેવતા તો જરૂર થાય છે.
નળ રાજાના ભાઈ કૂબેરનો પુત્ર નવો પરણ્યો હતો, તો પણ હવે "તારું આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો. હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યો. સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે, થરાદના આભૂસંઘવીએ જેમ અવસરે તે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વાપર્યું.
હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન બને, તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ સ્પંડિલને વિષે (જીવજંતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કેતપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઈન્દ્રપણું પમાય છે.
લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર સુધી, ઝપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાંઈઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે.
પછી સર્વ અતિચારના પરિહારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વાર રૂપ આરાધના એ રીતે કહી છે કે :- ૧. અતિચારની આલોયણા કરવી, ૨. વ્રતાદિક ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા એવો શ્રાવક અઢાર પાપસ્થાનકને વોસિરાવે, ૫. અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬. કરેલા દુષ્કૃતની નિંદા કરવી. ૭. કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮. શુભભાવના ભાવવી, ૯. અનશન આદરવું, અને ૧૦. પંચપરમેષ્ઠિનવકાર ગણવા, એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય છે; કારણ કે, સાત અથવા આઠ ભવ કરે, તેથી વધારે ન કરે એવું આગમવચન છે. ઈતિ અઢારમું દ્વાર તથા સોળમી ગાથાનો અર્થ સંપૂર્ણ
હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે.
एअंगिहिधम्मविहि, पइदिअहं निव्वहंति जे गिहिणे । इहभवि परभवि निबुई-सुहं लहुं ते लहंति धुवं ||१७||
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૯૭
છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય
एवं गृहिधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः ।
इह भवे परभवे निवृत्तिसुखं लघु ते लभन्ते ध्रुवम् ||१७|| આ ઉપર કહેલ દિનકૃત્ય આદિ છ ધારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ, તેને નિરંતર જે શ્રાવકો સમ્યફ પ્રકારે પાળે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂતપણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત "શ્રાદ્ધવિધિ પ્રકરણની "શ્રાદ્ધવિધિકમદી' ટીકામાં
છઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો.
Page #419
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારની પ્રશસ્તિ
विख्याततपेत्याख्या जगति जगच्चन्द्रसूरयोऽभूवन् ।
श्रीदेवसुन्दरगुरूत्तमाश्च तदनुक्रमाद्विदिताः ||१||
જગતમાં શ્રી જગચંદ્રસૂરિ તપા એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીનાં પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા. ૧.
पंच च तेषां शिष्यास्तेष्वाद्या ज्ञानसागरा गुरवः ।
विविधावचूर्णिलहरिप्रकटनतः सान्वयाहवानाः ||२||
એ દેવસુંદરસૂરિ મહારાજને પાંચ શિષ્યો થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેઓએ વિવિધ પ્રકારની ઘણા શાસ્ત્રોની અવચૂર્ણીરૂપી લહેરોને પ્રકટ કરવાથી પોતાનું નામ સાર્થક કર્યું હતું. ૨.
श्रुतगतविविधालापकसमुद्दधृताः समभवंश्च सूरीन्द्राः । कुलमण्डना द्वितीयाः श्रीगुणरत्नास्तृतीयाश्च ||३||
બીજા શિષ્ય શ્રી કુંળમંડનસૂરિ થયા, જેઓ ઘણા સિદ્ધાંત ગ્રંથોમાં રહેલા અનેક પ્રકારોના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણા ગ્રંથોના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. षट्दर्शनवृत्तिक्रियारत्नसमुच्चयविचारनिचयसृजः
श्रीभुवनसुन्दरादिपु भेजुर्विद्यागुरूत्वं ये ||४||
જે ગુણરત્નસૂરિ મહારાજે ષટ્કર્શનસમુચ્ચયની વૃત્તિ, અને હેમીવ્યાકરણને અનુસારે ક્રિયારત્નસમુચ્ચય, વગેરે વિચારનિચય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યોના વિદ્યાગુરુ થયા હતા.
श्रीसोमसुन्दरगुरूप्रवरास्तुर्या अहार्यमहिमानः ।
येभ्यः सन्ततिरूच्चैर्भवति द्वेधा सुधर्मेभ्यः ||५||
જેઓનો અતુલ મહિમા છે એવા શ્રી સોમસુંદરસૂરિ ચોથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ-સાધ્વીનો પરિવાર સારી રીતે પ્રવર્તો. જેમ સુધર્માસ્વામી થકી ગ્રહણા-આસેવના એમ બે શિક્ષા પ્રમાણે સાધુ-સાધ્વી પ્રવર્ત્યા હતા.
यतिजीतकल्पविवृतश्च पंचमाः साधुरत्नसूरिवराः । यैर्माद्रशोऽप्पकृष्यत करप्रयोगेण भवकूपात् ||६||
Page #420
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારની પ્રશસ્તિ
યતિજિતકલ્પવૃત્તિ વિગેરે ગ્રંથોના રચનાર પાંચમા શિષ્ય શ્રી સાધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો.
श्रीदेवसुन्दरगुरोः पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः ।
युगवरपदवी प्राप्तास्तेषां शिष्याश्च पंचैते ||७||
પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિના માટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. અને તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા.
मारीत्यवमनिराकृतिसहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः ।
श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्यमहिमभृतः ||८||
પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિકરં સ્ત્રોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્ત્રાવધાન વિગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. श्रीजयचन्द्रगणेन्द्राः निस्तन्द्राः संघगच्छकार्येषु ।
૩૯૯
श्रीभुवनसुन्दरवराः दूरविहारैर्गणोपकृतः ||९||
સંઘનાં અને ગચ્છનાં કાર્યો કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા, અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા. विषममहाविद्यातद्विडम्बनाब्धौ तरीव वृत्तिर्यैः ।
विदधे यत् ज्ञाननिधिं मदादिशिष्या उपाजीवन् ||१०||
જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે.
एकाङ्गा अप्पेकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः ।
निर्ग्रन्था ग्रन्थकृतः श्रीमज्जिनकीर्तिगुरवश्च ||११||
તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગીયાર અંગના પાઠી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા; અને નિગ્રંથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા.
एषां श्रीसुगरूणां प्रसादतः षट्खतिथिमिते वर्षे ।
श्राद्धविधिसूत्रवृत्तिं व्यधत्त श्री - रत्नशेखरः सूरिः ||१२||
પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રમાદ પામીને સંવત ૧૫૦૬ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી
Page #421
--------------------------------------------------------------------------
________________
રત્નશેખરસૂરિએ કરી.
अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ||१३||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંત શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે.
विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किचिंत् । अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ||१४||
વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યાં થાઓ.
विधिकौमुदीनाम्न्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः ।
श्लोकाः सहस्रषटकं सप्तशती चैकषष्ट्यधिकाः ||१५||
એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષકરના ગણવાથી છ હજાર સાતસેં અને એકસઠ શ્લોક છે.
श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता ।
वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ||१६||
શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની 'શ્રાદ્ધવિધિ કૌમુદી' નામની આ ટીકા રચી છે, તે ઘણા કાળ સુધી પંડિતોને જયની આપનારી થઈ જયવંતી વર્તો.
શ્રી રત્નશેખરસૂરિવિરચિત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.
Page #422
--------------------------------------------------------------------------
________________ જિઈનના શ્રાદ્ધવિધિ એટલે શું ? શ્રાદ્ધવિધિ એટલે..... શ્રાવક ધર્મની દીવાદાંડી. છે શ્રાદ્ધવિધિ એટલે.... જૈનકુલના લોકોત્તર ધર્મનું કેન્દ્ર. 0 શ્રાદ્ધવિધિ એટલે... સાચા શ્રાવકનો સુંદર માર્ગ. 0 શ્રાદ્ધવિધિ એટલે.... દેવ-ગુરુ-ધર્મની આરાધનાને વિધિપૂર્વક પ્રતિપાદન કરનાર, શ્રાદ્ધવિધિ એટલે... જૈન તરીકે જીવન જીવવાની અપૂર્વ કળા. છે શ્રાદ્ધવિધિ એટલે..... સંસારમાં બોધિ અને સમાધિ પ્રાપ્ત કરવાનો એક અપૂર્વ માર્ગ. શ્રાદ્ધવિધિ એટલે.... અજ્ઞાનરૂપી અંધકારમાંથી બચવા એક સહસ્ત્રકિરણ. શ્રાદ્ધવિધિ એટલે... શ્રાવકના કર્તવ્યનો માર્ગ. શ્રાદ્ધવિધિ એટલે... શ્રાવક ધર્મની સમાચારી. શ્રાદ્ધવિધિ એટલે.... જડવાદના પ્રવાહથી બચવા એક સુંદર બોધપાઠ. શ્રાદ્ધવિધિ એટલે..... ઘેલછાથી કે અજ્ઞાનથી આચરેલ ભૂલોથી બચાવનાર. શ્રાદ્ધવિધિ એટલે... ધર્મજીવનનો અરૂણોદય.