SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય ૩પ૭ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થકરો સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કોઈ વખતે શ્રાવસ્તીનગરીમાં કાળદોષથી દુકાળ પડ્યો. ત્યારે સર્વેમાણસો દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઈન્દ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન પુત્રની પ્રાપ્તિ થયાની તેને સનાદેવી)ને વધામણી આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારો સુભિક્ષ થયો. જે માટે તે ભગવાનના સંભવથી (જન્મથી) સર્વે ધાન્યોનો સંભવ થયો, તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું. દેવગિરિ (વર્તમાન દોલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પોતાના જેવા સુખી કરેલા ત્રણસો આઠ વાણોતર પાસે હંમેશાં બોંતેર હજાર ટંકનો વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતો હતો. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણસો સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામા સંઘપતિએ ત્રણસો સાધર્મિ ભાઈઓને પોતાના સરખા કર્યા. કહ્યું છે કે-તે સુવર્ણ પર્વતનો તથા રૂપના પર્વતનો શું ઉપયોગ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે, પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેનો આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામના વૃક્ષો ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રનો પાઠ કરનાર લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા, એક ચારણને, બોલ એમ ફરી ફરી કહેવાથી તે નવકાર નવકાર બોલ્યો, ત્યારે તેણે નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યો છે. ૧. યાત્રાઓ આમ જ દર વર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કે – ૧. અઠ્ઠાઈ, ૨. રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે. તેમાં ૧. અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈ યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. ૨. સંપ્રતિરાજાની રથયાત્રા રથયાત્રા તો આ. શ્રી હેમચંદ્રસૂરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કે પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિનગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષે સંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય મ. પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં નાના શિષ્યની જેમ હાથ જોડી સુહસ્તિસ્વામિની આગળ બેસતા હતા. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી કેમકે યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિકય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy