________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
ર૯૧
ચિત્તભ્રમ રોગવાળા પુરુષની માફક કામી પુરુષોને દુરાગ્રહ કહી ન શકાય એવો હોય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કાંઈ કાર્યને બહાને પોતાને શહેર ગયો. ત્યારે વેષ ધારી તાપસકુમારે હિંડોળાની ક્રીડા કરતાં તને જોયો, તાપસકુમાર તારા ઉપર ભરોસો રાખી પોતાની હકીક્ત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયો, અને મણિરત્નોથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, "અરે દેખાતી ભોળી! ખરેખર ચતુર! અને બોલવામાં ડાહી! એવી સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઈની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને તારા વશમાં પડેલા મને ઉત્તર સરખો પણ આપતી નથી! હજી મારી વાત કબૂલ કર, દુરાગ્રહ મૂકી દે, નહીં તો દુઃખદાયી યમ સરખો હું તારા ઉપર રુષ્ટ થયો એમ સમજ.”
એવું વચન સાંભળી, મનમાં ધૈર્ય પકડી અશોકમંજરીએ કહ્યું. અરે વિદ્યાધર રાજા ! છળબળથી શું લાભ થાય ! છળવંત તથા બળવંત લોકોથી કદાચ રાજ્યઋદ્ધિ આદિ સધાય, પરંતુ કોઈ કાળે પણ છળ -બળથી પ્રેમ ન સધાય. બન્ને જણાના ચિત્ત પ્રસન્ન હોય તોજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે. જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાનો સ્ત્રી-પુરુષોનો પ્રેમ શા કામનો ? એવો સ્નેહ વિનાનો સંબંધ તો જંગલમાં બે લાકડાઓનો પણ માંહોમાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજો કયો પુરુષ સ્નેહ રહિત બીજા માણસની મનવાર કરે? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.”
અંકુશ વિનાનો વિદ્યાધર રાજા અશોકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણો રોષ પામ્યો અને મ્યાનમાંથી શીધ્ર પગ બહાર કાઢી કહેવા લાગ્યો કે, અરેરે ! હમણાં હું તને મારી નાખું! મારી પણ નિંદા કરે છે !” અશોકમંજરીએ કહ્યું, "અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જો મને છોડવાની તારી ઈચ્છા ન હોય તો તું બીજો કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.”
પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજાના મનમાં વિચાર આવ્યો કે "હાય હાય ! ધિક્કાર થાઓ ! આ શું મે દુષ્ટ બુદ્ધિનું કામ માંડયું? પોતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલિક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કયો પુરુષ ક્રોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે? શોપચારથી જ સર્વઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષે કરી લાગુ પડે છે, પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે – "સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.”
કૃપણનો સરદાર જેમ પોતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખડ પાછું શીઘ મ્યાનમાં રાખ્યું; અને નવો સૃષ્ટિકર્તા જેવો થઈ કામકારી વિદ્યાથી અશોકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિકયરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી તેના મનમાં કાંઈક શંકા આવી. તેથી તેણે સાવચેત રહી એક વખતે પોતાના ભર્થારને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુવચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કોઈથી મનાવી શકાય નહીં એવી થઈ, એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓનો સ્વભાવ એવો જ હોય છે.