________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૭૫
આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ થોડું પણ જો પોતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે તો, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ મ્હોટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ થોડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો ઉપભોગ સર્વ પ્રકારે વર્જવો. માટે જ માળ પહેરાવવી, પહેરામણી, ત્યંછન ઈત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તે જ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઈ શકે તો જેમ શીઘ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તો વખતે દુર્દેવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાનો સંભવ છે અને તેમ થાય તો સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે.
દેરાસરનું દેવું રાખવાથી લાગતા દોષ અંગે ૠષભદત્તનું દૃષ્ટાંત
મહાપુર નામે નગ૨માં અરિહંતનો ભક્ત એવો ઋષભદેવ નામે હોટો શ્રેષ્ઠી રહેતો હતો. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયો. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેદદ્રવ્ય શીઘ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચોરોએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને "શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એવો મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી ઋષભદત્ત શ્રેષ્ઠીનો પ્રાણ લીધો. ઋષભદત્તનો જીવ મરણ પામી તે જ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયો.
તે નિત્ય જળાદિક ભાર ઘેર-ઘેર ઉપાડે છે. તે નગર ઉંચું હતું. અને નદી ઘણી ઉંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહોરાત્ર ભાર ઉપાડવાનો અને આકરી સુધા તથા પીઠ ઉપર માર સહવાનો. એવા એવા કારણથી તે પાડાએ ઘણા કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસ નવા બનાવેલા જિનમંદિરનો કોટ બંધાતો હતો, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જોઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈપણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં.
પછી પૂર્વભવના પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યો, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને ઋણમાંથી મુક્ત કર્યો, પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુક્તિ પામ્યો. આ રીતે દેવદ્રવ્યાદિ આપતાં વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત કહ્યું.
દેવદ્રવ્ય આદિ તરત જ આપવા અંગે
આમ કબૂલ કરેલું દેવાદિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષો બીજા કોઈનું દેવું હોય તો પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા; તો પછી દેવાદિદ્રવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય ? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તો ઉપર કહેલો દેવાદિ દ્રવ્યોપભોગનો દોષ માથે આવે.