________________
૧૯૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ્યારે પોતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈ દઈને વહોરાવે. જો એમ ન કરે તો ઉપાશ્રયે કરેલી નિમંત્રણા નિષ્ફલ થાય છે અને નામ દઈને વહોરાવતાં પણ જો સાધુ વહોરે નહીં તો પણ લાભ છે. કહ્યું છે કે -
મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણા કરવાથી) વધારે પુન્ય થાય છે. અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે; માટે દાન તો કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે. - ગુરુને જો નિમંત્રણા ન કરીએ તો આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી, માટે નિમંત્રણા ન કરવાથી મોટી હાનિ થાય છે.
દરરોજ સાધુને નિમંત્રણા કરતાં પણ જો આપણે ઘેર વહોરવા ન આવે તો પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે.
દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દષ્ટાંતા જેમ વિશાળા નગરીમાં છબસ્થ અવસ્થામાં ચાર મહિનાના ઉપવાસ ધારણ કરી કાઉસ્સગે ઉભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરરોજ પારણાની નિમંત્રણા કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણી નિયંત્રણા કરી પોતાને ઘેર આવી, ઘરઆંગણે બેસી ભાવના ભાવવા લાગ્યો કે –
અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે, ઈત્યાદિક ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને પારણું તો પ્રભુએ મિથ્યાદષ્ટિ કોઈક (પૂર્ણશેઠ)ને ઘેર ભિક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં, એટલો જ માત્ર તેને લાભ થયો. બાકી તે વખતે જો જીર્ણશેઠ દેવદુંદુભિનો શબ્દ ન સાંભળત તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીએ કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે.
આહારાદિક વહોરાવવા ઉપર શાલિભદ્રનું દાંત તથા ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થકર ગોત્રની બાંધનારી રેવતી શ્રાવિકાનું દષ્ટાંત જાણવું.
શાલિભદ્ર
ગોભદ્રશેઠ અને ભદ્રા શેઠાણીનો પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતો. શ્રેણિકની પત્નીએ એક રત્નકંબલની રાજા પાસે માંગણી કરી. પણ રાજા તે ન લઈ શક્યો જે શાલિભદ્ર સોળે કંબલ લઈ લીધી અને તેની સ્ત્રીઓએ એક દિવસ પહેરી બીજે દિવસે કાઢી નાંખી, શ્રેણિક આવા વૈભવીને દેખવા જાતે ગોભદ્ર શેઠને ત્યાં આવ્યો. તેનો વૈભવ અને સમૃદ્ધિ જોઈશ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યો. પણ રાજાના આવવાથી શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જાગ્યો તેને પ્રથમ તો લાગેલું કે રાજા કોઈ દયની વસ્તુ હશે માટે ખરીદી લો.” પણ માતાએ સમજાવ્યું કે તે તો આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી છીએ.” શાલિભદ્રને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છોડયો મોહ છોડયો સંયમ લીધું અને છેવટે ઈચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની ઋદ્ધિ એ પૂર્વભવના મુનિદાનનો પ્રતાપ હતો.