________________
૧૩ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એકવીસ પ્રકારી પૂજાનાં નામાં "૧. સ્નાત્રપૂજા, ૨. વિલેપનપૂજા, ૩. આભૂષણપૂજા, ૪. પુષ્પપૂજા, ૫, વાસક્ષેપપૂજા, ૬. ધૂપપૂજા, ૭. દીપપૂજા, ૮. ફળપૂજા, ૯. તંદુલ (અક્ષત)પૂજા, ૧૦. નાગરવેલના પાનની પૂજા, ૧૧. સોપારીપૂજા, ૧૨. નૈવેદ્યપૂજા, ૧૩. જળપૂજા, ૧૪. વસ્ત્રપૂજા, ૧૫. ચામરપૂજા, ૧૬. છત્રપૂજા, ૧૭. વાજિંત્રપૂજા, ૧૮. ગીતપૂજા, ૧૯. નાટકપૂજા, ૨૦. સ્તુતિપૂજા, ૨૧. ભંડારવર્ધનપૂજા.”
"એમ એકવીસ પ્રકારની જિનરાજની પૂજા સુરાસુરના સમુદાયે કરેલી સદાય પ્રસિદ્ધ છે, તેને કલિકાલના યોગથી કુમતિ લોકે ખંડન કરી છે, પણ જે જે વસ્તુ જેને પ્રિય હોય તેને ભાવની વૃદ્ધિ માટે પૂજામાં યોજવી."
અશુભવસ્તુ વર્જન તેમજ ઈશાન દિશાએ દેવગૃહ હોય એમ વિવેકવિલાસમાં કહેલું છે. વળી વિવેકવિલાસમાં કહ્યું
"વિષમાસને બેસી, પગ ઉપર બેસી, ઉત્કટ આસને બેસી, ડાબો પગ ઊંચો રાખી ડાબા હાથથી પૂજા કરવી નહીં, સુકેલાં, જમીન પર પડેલાં, પાંખડીઓ જેની વિખરાઈ ગઈ હોય, જેને નીચ લોકોએ સ્પર્શ કરેલા હોય, વિકસ્વર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા કરવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એકબીજાનાં લાગવાથી વિંધાયેલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને સ્પર્શેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, સુગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હોય એવાં ફૂલ વર્જવાં.”
વિસ્તારથી પૂજાના અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વદિવસે ત્રણ, પાંચ, સાત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્ર પૂજા ભણાવવી.
સ્નાત્રપૂજા ભણાવવાની રીતિ સવારમાં પહેલાં નિર્માલ્ય ઉતારવાં, પખાલ કરવો, આરતી મંગળદીવો કરવો. એ સંક્ષેપથી પૂજા થાય છે. ત્યારપછી સ્નાત્રાદિ સવિસ્તાર બીજી પૂજાના પ્રારંભમાં દેવની આગળ કેસરવાસિત જળે ભરેલો કળશ સન્મુખ સ્થાપન કરવો. ત્યારપછી હાથ જોડીને નીચે પ્રમાણે કહેવું -
અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિકના વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનોહર અને પોતાના સ્વાભાવિક રૂપવડે ત્રણ જગતને જીતનારું જિનબિંબ અમારું રક્ષણ કરો."
ઉતાર્યા છે કુસુમ અને આભૂષણ જેનાં એવું અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ, ભવ્ય જીવના મનને હરનારી મનોહર છે શોભા જેની એવું અને સ્નાત્ર કરવાના બાજોઠ ઉપર રહેલું વતી રાગનું રૂ૫ અમને મોક્ષ આપો, એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલો કળશ કરવો. અંગલુછણું કરી સંક્ષિપ્તથી પૂજા કરવી.