________________
ગ્રંથ અને ગ્રંથકાર : એક પરિચય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અશ્રદ્ધાનો આ યુગ છે. અવિધિની આજે બોલબાલા છે. ધર્મના વિષયમાં અશ્રદ્ધા અને અવિધિ આજે તો એટલા બધા વ્યાપક બનતા ચાલ્યા છે કે, શ્રદ્ધા અને વિધિની વાત કરવી પણ હાસ્યાસ્પદ ગણાઈ રહી છે. આવા વિપરીત વાતાવરણમાં શ્રાદ્ધવિધિ'નું પ્રકાશન સામા પૂરે તરવા જેવું હોવા છતાં અત્યંત આવકાર્ય છે. કેમકે ધર્મનું સાચું ફળ પામવા માટે શ્રદ્ધા અને વિધિ આવશ્યક અંગ મનાયા છે.
સંસારમાં વાતે વાતે શ્રદ્ધાનો આશરો લેતા અને વારે ઘડીએ વિધિનો આશ્રય લેતા વર્ગને શ્રદ્ધા અને વિધિનું મહત્ત્વ સમજાવવું પડે એમ નથી. આવા મહત્ત્વથી સુપેરે પરિચિત વર્ગ જ્યારે ધર્મના વિષયમાં જ અશ્રદ્ધા અને અવિધિને ચલાવી લેવાની ઉદાસીનતા-વૃત્તિનો ભોગ બન્યો છે, ત્યારે શ્રાદ્ધવિધિ'નું પ્રકાશન અત્યંત ઉપકારી અને ઉપયોગી બની રહે છે.
શ્રાદ્ધવિધિ' ગ્રંથના રચયિતા તપાગચ્છીય સમર્થ વિદ્વાન પૂ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ છે. આ મહાપુરુષનો પરિચય ખૂબ જ પ્રેરક બને એવો છે : છ વર્ષની બાળવયે દીક્ષિત બનેલા આ મહાપુરુષ ૩૬ વર્ષની વયે ઉપાધ્યાય અને ૪૫ વર્ષની વયે આચાર્યપદ પામ્યા હતા, તેમજ ૬૦ વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા હતા. અનેકવિધ સંસ્કૃત-સાહિત્ય-સર્જક આ મહાપુરુષે સોમ સૌભાગ્ય કાવ્ય, ગુણરત્નાકર કાવ્ય આદિ રચનાઓ કરી છે, જેમાં ઉચ્ચ-કક્ષાનું કવિત્વ ઝળકી રહેલું જોઈ શકાય છે. શ્રાદ્ધવિધિ મૂળગ્રંથની રચના કર્યા બાદ આ મહાપુરુષે વિ.સં. ૧૫૦૬માં શ્રાદ્ધવિધિ કૌમુદી' નામની ટીકા રચી હતી. ખંભાતમાં આ મહાપુરુષને બાલ સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. બેદરપુર (દક્ષિણ)માં આ મહાપુરુષે વાદમાં બ્રાહ્મણોને પરાજિત કર્યા હતા.
શ્રાદ્ધ વિધિકાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે જીવનકાળ દરમિયાન પ્રતિભા અને પુષ્પાઈ દ્વારા જૈન શાસનની સુંદર સેવા બજાવી હતી. તેઓશ્રી યુગપ્રધાન પૂ.આ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને સંતિક સ્તોત્રના રચયિતા સહસ્ત્રાવધાની પૂ.આ. શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજની પાટે પ્રતિષ્ઠિત મહારાજની રચના હોવાથી પ્રસ્તુ શ્રાદ્ધવિધિ' ગ્રંથ પણ શ્રતરાશિમાં એક આગવું સ્થાન-માન ધરાવે છે. ગ્રંથકારનો આટલો પરિચય મેળવી લીધા બાદ હવે આ ગ્રંથ અંગે પણ કંઈક વિચારીએ :
શ્રાદ્ધ શબ્દનો અર્થ શ્રાવક થાય છે અને વિધિ’નો અર્થ કરણીય ક્રિયાઓ-વિધાનો થાય છે. જે ગ્રંથમાં શ્રાવકે કરવા યોગ્ય કર્તવ્યો આદિનો નિર્દેશ થયો હોય, એ ગ્રંથ શ્રાદ્ધવિધિ' ! આ ગ્રંથમાં પ્રરૂપિત વિષયોનું સિંહાવલોકન કરીશું, તોય 'શ્રાદ્ધવિધિ’નું મળેલું નામ સાર્થક લાગ્યા વિના નહિ રહે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. તેની ટીકા શ્રાદ્ધવિધિ કૌમુદી'નું શ્લોક પ્રમાણ ૬ હજાર સાતસો અને એકસઠ થાય છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત થઈ રહ્યો છે, જે સામાન્ય જનતા માટે શ્રાવક જીવનના વિધિવિધાન અને કર્તવ્યો સમજવા માટે ખૂબ જ ઉપકારી બની શકે એમ છે. આજ સુધી અનેકવાર પુનર્મુદ્રિત બનેલો આ ગ્રંથ છેલ્લે છેલ્લે સિદ્ધાંતનિષ્ઠ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય