SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકાશઃ વર્ષકૃત્ય ચોમાસા સંબંધી કૃત્ય કહ્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળી દોઢ ગાથામાં અગિયાર દ્વાર વડે વર્ષકૃત્ય કહે છે. पइवरिसं संघच्चण - साहम्मिअभत्तिजत्ततिगं ||१२|| जिणगिहि ण्हवणं जिणधण - वुड्ढी महपूअधम्मजागरिआ । સુખપૂ પુખ્તવર્ણ, તદ્દ તિત્યપમાવળા સોહી ||૧|| प्रतिवर्षं संधार्चन साधर्मिकभक्ति - यात्रात्रिकम् ||१२|| जिनगृहे स्नपनं जिनधनवृद्धि - महापूजा धर्मजागरिका । श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ||१३|| શ્રાવકે દરવર્ષે જધન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા, ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. તીર્થયાત્રા રથયાત્રા, અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪. જિનમંદિરને વિષે સ્નાત્રમહોત્સવ, ૫. માળા પહેરવી, ઈન્દ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધોતિયાં વિગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬. મહાપૂજા, ૭. રાત્રિને વિષે ધર્મજાગરિકા, ૮. શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, ૯. અનેક પ્રકારનાં ઉજમણાં, ૧૦. જિનશાસનની પ્રભાવના અને ૧૧. આલોચના. એટલાં ધર્મકૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ. તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને બહુમાનથી સાધુ-સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્મ આદિ દોષ રહિત વસ્તુ ગુરુમહારાજને આપવી. તે વસ્તુ એ કે :- વસ્ત્ર, કંબળ, પોંછનક, સૂત્ર, ઉન, પાત્રાં, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંડો દાંડી, સોય, કાંટાને ખેંચી કાઢનારો ચીપીયો, કાગળ, ખડીયા, લેખણીનો સંગ્રહ, પુસ્તક વગેરે દિનકૃત્યમાં કહ્યું છે કે - વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચે પ્રકારનું પુસ્તક, કંબળ, પાદપ્રોંછનક, દાંડો, સંથારો, સિજ્જા તથા બીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણા વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હોય, તે આપવું. પ્રવચનસારોદ્વાર વૃત્તિમાં વળી કહ્યું છે કે - - "જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંયતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભોગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” અહીં પરિહાર શબ્દનો અર્થ પરિભોગ કરનારો એવો કર્યો, કારણ કે પરિહારો પરિમોનો એવું વચન છે, તેથી અસંયતપણે જે પરિભોગ કરવો એવો અર્થ થાય છે, એમ પ્રવચનસારોદ્વાર વૃત્તિમાં કહ્યું છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy