SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ હોય તેમ તેમ તેમની પૂજા કરતો જાય તો મોટા દેરાસરમાં ઘણો પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તો પૂજનની દ્રવ્ય સામગ્રી રહી.(બચી) હોય તો થાય અને થઈ રહી હોય તો રહી પણ જાય. તેમ જો શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થે એમ કરવામાં આવે એટલે કે જે દેરાસરમાં આવે ત્યાં ત્યાં પૂજા કરતો આગળ જાય તો છેવટે તો છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય, તેથી એ યુક્ત નથી. માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જવું યોગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તો ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદન કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂળનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તત્યતાને વિષે પણ કારબિંબની અને સમવસરણબિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે - (ત્યારપછી) સુધર્મા સભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરી. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગોશીર્ષચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગામસૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેવું છે માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે - પૂજા કરતાં વિશેષ પૂજા તો મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળ નાયક પર સર્વ લોકની દષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે શંકાકારનો પ્રશ્ન શંકાકાર પ્રશ્ન કરતાં પૂછે છે કે, જો મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તો, બધા તીર્થકર તો સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવો જોઈએ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમ જ હોય તો આ મોટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં. જો એમ કોઈ સમજે તો તેને ગુરુ ઉત્તર આપે છે - મૂળનાયકની પહેલી પૂજા કરવામાં દોષ ન હોવા સંબંધી ઉત્તર સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયકભાવે તો સર્વ તીર્થકરો સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થકરની વંદના,
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy