SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાણવું. પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસના પામ્યો તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યનો આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં; તે જીવો પરભવે આપદા સહિત સંપદા પામે આ રીતે કોઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી, તો પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કાંઈ શક નથી, કેમકે દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરોવેલા લોઢાના કાંટાની જેમ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હોય તે વ્યવહાર, તથા ઘર-હાટ કરાવવાં. લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છોડવું; કારણ કે, કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લોકો મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને ક્રૂરતાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ખ જાણવા. વિવેકી પુરુષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવું. કહ્યું છે કે – ઈન્દ્રિયો જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સદ્ગણોની પ્રાપ્તિ થાય છે; ઘણા સગુણોથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે જાણ પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પોતાની વસ્તુ ગુપ્ત રાખવી. કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો, અસત્ય ન બોલવું, પણ એમ કહેવું કે, "એવા સવાલનું શું કારણ છે?" વગેરે જવાબ ભાષાસમિતિથી આપવો. રાજા, ગુરુ વગેરે મોટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તો, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે-મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું અને પોતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું સત્ય વચન એ એક માણસને મોટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દાંત સંભળાય છે, તે એ કે - સત્યવચન ઉપર મહણસિંહનું દષ્ટાંત દિલ્હી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતો હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછયું કે, "તારી પાસે કેટલું
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy