SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કોશા શ્રાવિકા વિગેરે સંસારરૂપ સમુદ્ર તર્યા છે. જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બેન જયંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શયાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી સમવસર્યા. જયંતી પોતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ ત્યાં તેણે ભગવંતનો જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસ ખમણને અંતે નિર્વાણ પામી. (ભગવતીસૂત્ર શતક ૧૨. ઉદ્દેશો-૨). વંકચૂલની કથા એક નગરીમાં વિમલયશ નામે રાજાને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુષ્પચૂલના ઉદ્ધત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળી કાઢી મૂક્યો તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલોએ વંકચૂલને તેનો રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્યો. એક વાર તેની અટવીમાં કોઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયો. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧. અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨. સાત આઠ પગલાં પાછા હઠીને કોઈના ઉપર ઘા કરવો. ૩. રાજાની સ્ત્રી ભોગવવી નહિ. ૪. કાગડાનું માંસ ખાવું નહિ. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચયે વંકચૂલ હળવા પરિણામવાળો થયો. સમય જતાં આ ચારે નિયમોની કસોટીનો પ્રસંગ વંકચૂલને પોતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થયો. એક સમયે ચોરોની સાથે કોઈ સાર્થને લુંટી તે જંગલમાં પેઠો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનોહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પોતાને નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદારો મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડી કે અજ્ઞાત ફળ કિંપાકનાં હતાં. રાત્રે ઘેર આવ્યો. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કોઈ જુવાન પુરુષ સાથે એક જ શયામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેનો ક્રોધ સમાયો નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાવી મુકવાનો નિશ્ચય કર્યો કે તુરત જ મુનિનો નિયમ યાદ આવ્યો અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરુષે અવાજ કર્યો કે એ કોણ છે?' આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉઠયો કે અરે આ તો મારી બેન વંકચૂલા.” એકવાર વંકચૂલ ઉજ્જયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બારણેથી દાખલ થયો. જુવાન દેખાવડા વંકચૂલને જોઈ રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પોતાની સાથે ભોગ ભોગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ રોકકળ કરી ચોર ચોર' બૂમ પાડી. પહેરેગીરો વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતો તેથી તેને
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy