SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૮૫ ઉપાડ્યું. છોકરાંઓએ રોકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અર્ગલા ઉપાડી દેવા માંડી. દઢપ્રહારીને ખબર પડી કે મારા સાથીદારોને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેત તરવારના એક જ ઝાટકાથી બ્રાહ્મણના બે કકડા કર્યા. આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યો એટલે બ્રાહ્મણની ગર્ભણી સ્ત્રી ચોરોને ગાળો ભાંડી રહી હતી તેને તરવારથી કાપી નાંખી તેનો ગર્ભ પણ કકડા થઈ ભૂમિ ઉપર પડ્યો. આ બધા દ્રશ્યથી બાળકો ન સમાય તેવા કરૂણ સ્વરે રોવા લાગ્યા. ક્રૂર દઢપ્રહારીને બાળકોના રૂદને ઢીલો બનાવ્યો. તે ચોરી કરીને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા તેને સાલવા લાગી. બહાર ઉદ્યાનમાં એક મુનિને જોઈ, નમી, પોતાનું પાપ જણાવી પ્રાયશ્ચિત્ત માગ્યું, મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઈ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ છ માસ સુધી તેનો તિરસ્કાર કર્યો કારણ કે તે હત્યારો છે, તેમ સૌ જાણતા હતા. દઢ પ્રહારી મુનિ સમજતા હતા કે મેં પાપ ઘોર કર્યું છે. તો તેનું ફળ પણ મારે ધોર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તો આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢપ્રહારીએ પોતાનું કલ્યાણ સાધ્યું. પચ્ચકખાણ કરવાથી આશ્રવ દ્વારનો ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસોને ઘણો ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સદાય અનંત સુખને આપનાર એવું મોક્ષ સુખ મળે છે. ગુરુ પાસે કેમ બેસવું? પછી શ્રાવકે સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરુનું આગમન થાય તો, તેમનો સારી રીતે આદરસત્કાર સાચવવો અને વળી ગુરુને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તો સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું, ગુરુ આસને બેઠા પછી પોતે આસને બેસવું. ગુરુને ભક્તિથી વંદના કરવી. ગુરુની સેવાપૂજા કરવી અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણવો. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂંઠે પણ ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે-પલાંઠી વાળવી, ઓઠિંગણ દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, એટલાં વાનાં ગુરુ પાસે વર્જવા. દેશના સાંભળવાની રીતિ. વળી કહ્યું છે-શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી મન-વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી અને બરોબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી સિદ્ધાંતમાં કહેલી રીત
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy