SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય ૩૬૫ શાસ્ત્રમાં આલોયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્ર-અર્થના જાણ, કૃતયોગી એટલે મન વચન કાયાના શુભ યોગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત્ વિવિધ પ્રકારના શુભધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા. નિરતિચાર ચારિત્ર પાળનારા, આલોયણા લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, આલોયણા તરીકે આપેલી તપશ્ચર્યા વગેરે કરવામાં કેટલો શ્રમ પડે છે? તેના જાણ, આલોયણા લેનારનો મોટો દોષ સાંભળવામાં આવે, તો પણ વિષાદ ન કરનારા, આલોયણા લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે. ૧. જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨. આલોયેલા દોષનું બરાબર મનમાં સ્મરણ કરનારાં, ૩. વ્યવહારવાનું એટલે પાંચ પ્રકારનો વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા. પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે:- (૧) પહેલો આગમવ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દશપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વીનો જણવો. (૨) બીજો શ્રુતવ્યવહાર તે આઠથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીયાર અંગના ધારક તથા નિશીથાદિકસૂત્રના જાણ વગેરે સર્વેશ્રુતજ્ઞાનીઓનો જાણવો. (૩) ત્રીજો આજ્ઞાવ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એકબીજાને મળી ન શકે તો તેનું કોઈ જાણી ન શકે તેવી રીતે જે માંહોમાંહે આલોયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણવો. (૪) ચોથો ધારણવ્યવહાર તે પોતાના ગુરુએ જે દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવું તે રૂપ જાણવો. (૫) પાંચમો જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે. ૪. આલોયણા લેનાર શરમથી બરાબર ન કહેતો હોય તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આલોયણા લેનાર શરમ છોડીને સારી રીતે આલોવે. ૫. આલોયણા લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬. આલોયણા આપી હોય તે બીજાને ન કહેનારા. ૭. જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮. સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે. તે જાણનારા; એવા આઠ ગુણવાળા ગુરુ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે. આલોયણા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલો ભવ્ય જીવ, જો કદાચ આલોયણા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે. સાધુઓ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આલોયણા લેવી. તેમનો જોગ ન હોય તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય તો પોતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આલોયણા લેવી. પોતાના ગમ્માં ઉપર કહેલાં
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy