________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ચૌદ નિયમ ધારવાની વિગત જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિય લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીતિ નીચે મુજબ છે.
૧. સચિત્તઃ મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો સામાન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, "પ્રમાણવંત નિર્જીવ પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે."
૨. દ્રવ્ય- સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વદ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરંબો, પુરી, ક્ષીર, દૂધપાક, એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. જેમકે, રોટલો, રોટલી, પોળી, માંડા, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટો, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ હોવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુ-પરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવા હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.)
૩. વિગઈઃ (વિગત) વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧. દૂધ, ૨. દહીં, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, ૬. કઢા વિગય. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.)
૪. ઉવાણહ (ઉપાનહ) - પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાં, કાષ્ઠની પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી.
૫. તંબોલ (તાંબૂલ) પાન, સોપારી, ખેરસાર કે કાથો વિગેરે સ્વાદિમ વસ્તુઓનો નિયમ કરવો.
૬. વત્થ (વસ્ત્ર) : પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતાઊ કે ધોતી અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી.
૭. કુસુમ - અનેક જાતિનાં ફૂલ સુંઘવાનો, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર ઘાલવાનો, કે શધ્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે-નિયમ થાય છે, પણ દેવ-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી.
૮. વાહરાઃ રથ, અશ્વ, પોઠીયો, પાલખી વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ કરવો.