SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય ૩૨૧ ૧૮ હજાર શીલાંગરથનું સ્વરૂપ શીલાંગરથ આ ગાથા ઉપરથી જાણવો. करणे ३ जोए ३ सन्ना ४ इंदिअ ६.भूमाइ १० समणधम्मो अ १० ।। सिलांगरहसहस्साणं, अट्ठारसगस्स णिप्फती ||१|| અર્થ - કરણ કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેનો મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને પ્રાણ એ પાંચ ઈન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એશી) થયા. તેને પૃથિવીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧. ક્ષાંતિ, ૨. માદવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભત), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનતા(પરિગ્રહત્યાગ) અને ૧૦. બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ (અઢાર હજાર) થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આઠ આ રીતે છે - 'जे नो करंति मणसा, निज्जिअ आहार सण्ण सोइंदी। .. पुढविकायारंभ, खतिजुआ ते मुणी वंदे ||१|| એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથનો પાઠ આ રીતે છે. 'न हणेइ सयं साहूमणसा आहार सन्न संवुडओ। सोइंदिअ संवरणो, पुढीविजीओ खंतिसंपन्नो ||१|| વગેરે સામાચારીરથ, ક્ષમણારથ, નિયમરથ, આલોચનાથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી. | નવકાર આદિની અનાનપૂર્વ અને તેનું ફૂલ નવકારની વલક ગણનામાં તો પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાનુપૂર્વી અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી (૩,૬૨,૮૭૮) ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠોતેર થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીર્તિસૂરિકૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું. ' આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ નાશ થાય છે. એનું આ લોકમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તો અનંત કર્મક્ષય પ્રમુખ છે. ૧. આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઈન્દ્રિઓને જિતનાર જે મુનિઓ પૃથ્વીકાય વગેરેનો આરંભ મનથી પણ નથી કરતા તથાં તે શાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું. ૨. આહાર વગેરે સંજ્ઞાઓનો, અને શ્રોત્ર આદિ ઈન્દ્રિયોનો સંવર કરનાર, તથા શાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ સ્વયં મનથી પણ પૃથ્વી આદિ જીવોને હણતા નથી.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy