________________
૨૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રત્નસારકુમારે સદ્ગુરુની એવી વાણી સાંભળીને સમ્યક્ત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધું. તે એ રીતે કે :- "મારી માલિકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતીના અને પરવાળાના એમ એકેકના આઠ આઠ મૂડા, નાણાબંધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સો મૂડા ધાન્ય, એક લાખ ભાર બાકીનાં કરીયાણાં, ૬૦ હજાર ગાયો, પાંચસો ઘર તથા દુકાનો, ચારસો વાહન, એક હજાર ઘોડા અને હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મારે રાજ્ય અને રાજ્યનો વ્યાપાર પણ ન સ્વીકારવો. શ્રદ્ધાવંત એવો રત્નસારકુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમા અણુવ્રતનો અંગીકાર કરી શ્રાવક ધર્મ પાળવા લાગ્યો.
બીજે કોઈ વખતે તે પાછો પોતાના શુદ્ધ મનવાળા દોસ્તોની સાથે ફરતાં ફરતાં "રોલંબલોલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શોભા જોતો તે ક્રીડા પર્વત ઉપર ગયો. ત્યાં કુમારે દિવ્ય રૂપ અને દિવ્ય વેષ ધારણ કરનારું તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નર જોડલું જોયું. તે બન્નેનું મુખ ઘોડા જેવું અને બાકીનો શરીરનો તમામ ભાગ માણસ સરખો, એવું કોઈ દિવસે ન જોયેલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, જો એ માણસ અથવા દેવતા હોય તો એનું મુખ ઘોડા જેવું કેમ હોય? માટે એ માણસ નથી, અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થયેલ કોઈ દેવતાનું વાહન હશે" તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું, "હે કુમાર તું કુ-કલ્પના કરીને મારી ફોગટ વિડંબના શું કરવા કરે છે? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્યંતર દેવતા છું પણ તું માત્ર તિર્યંચ સરખો છે, કારણ કે, તારા પિતાએ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખ્યો છે."
અરે કુમાર! સમરાંધક નામનો એક નીલવર્ણ ધારણ કરનારો ઉત્તમ ઘોડો તારા પિતાને કોઈ દૂર દ્વીપમાં પૂર્વે મળ્યો. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનારો, હલકા કાનનો, ઠેકાણા વગરનો, પગે પગે દંડ કરનારો અને ક્રોધી હોય છે. તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા મુખને ધારણ કરનારો, ટુંકા કાનને ધારણ કરનારો, બહુ જ ચપળ, સ્કંધને વિષે બેડીરૂપ ચિહન ધારણ કરનારો અને પ્રહાર ન ખમી શકે એવો છે આ રીતે ખરાબ રાજા સરખો તે અશ્વ છે ખરો, તો પણ એ આશ્ચર્ય છે કે - તે સર્વ લોકોના મનને ખેંચનારો તથા પોતાની ધણીની સર્વ પ્રકારે ઋદ્ધિ વધારનારો છે. કેમકે-કુશ મુખવાળા, નહીં બહુ જાડા તથા નહીં બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા, ઊંચા બંધને અને પહોળી છાતીને ધારણ કરનારા, સ્નિગ્ધ રોમરોજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃષ્ઠભાગે ઘણા જ વિશાળ અને ઘણા વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણોને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું."
પવન કરતાં પણ ચપળ એવો તે ઘોડો "અસવારનું મન વધારે આગળ દડે છે કે, હું દોડું છું” એવી હરીફાઈથી જ કે શું? એક દિવસમાં સો ગાઉ જાય છે. જાણે લક્ષ્મીનો અંકુર જ હોય નહીં ! એવા બેસવા લાયક ઘોડા ઉપર જે પુરુષ અસવાર થાય, તે સાત દિવસમાં જગમાં શ્રેષ્ઠ એવી વસ્તુ મેળવે છે. એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર ! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતો નથી, અને પોતે