SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ તરીકે ઉત્પન્ન થઈ છે, તે સાંભળીને ચૈત્યાદિક દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કૂતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિકની સમક્ષ પોતે પોતાના કેષભાવના કર્મને ખપાવી આલોવીને, અણસણ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દેવી થઈ. માટે ધર્મ ઉપર દ્વેષ ન કરવો. ભાવસ્તવનો અધિકાર અહીંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા-જિનાજ્ઞા પાળવી, એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા બે પ્રકારની છે. (૧) સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ. સ્વીકારરૂપ એટલે શુભકરણીનું આસેવન કરવું (આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધનો ત્યાગ કરવો. સ્વીકાર પક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણો લાભકારી છે. કેમકે, જે જે તીર્થકરે નિષેધ કરેલાં કારણો છે, તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તો પણ વિશેષ લાભકારી થતું નથી. જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ બે પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિકના સ્વીકારથી અને કેટલાક કુપથ્થોને દૂર કરવાથી રોગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપથ્યનો ત્યાગ ન કરે તો કાંઈ રોગ જઈ શકતો નથી, તેમ શુભકરણી ચાહે તેટલી કરે, પણ જ્યાં સુધી ત્યજવા યોગ્ય કરણીઓ ત્યાગે નહીં ત્યાં સુધી જવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી. ઔષધ વગર પણ વ્યાધિ ફકત કુપથ્યનો ત્યાગ કરવાથી જઈ શકે છે, પણ કુપથ્યનો ત્યાગ કર્યા વગર સેંકડો ઔષધો કરે તો પણ તે રોગની શાંતિ થતી નથી. એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે તો પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બને ભેગા થઈને રોગને નાબૂદ કરે છે તેમ સ્વીકાર અને પરિહાર એ બને આજ્ઞાનું પાલન થાય તો જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહેલું છે કે : વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાલાભકારી છે, કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મોક્ષ અને સંસાર માટે થાય છે. પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા હેય અને ઉપાદેયને વિષય કરનારી હોય છે. આશ્રવ સર્વથા ત્યજવા યોગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે. દ્રવ્ય અને ભાવાસ્તવનું ફળ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનારો વધારેમાં વધારે બારમા દેવલોકે જાય, અને ભાવસ્તવથી તો પ્રાણી અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે. દ્રવ્યસ્તવમાં થતો આશ્રવ ગણવા લાયક નથી દ્રવ્યસ્તવમાં જો કે પકાયના ઉપમદનરૂપ કોઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે તેમાં કરનાર, જોનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમકે કોઈક નવા વસેલા ગામમાં સ્નાન-પાનને માટે લોકોને કૂવો ખોદતાં તરસ, થાક, અંગ મલિન
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy