SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૬૩ શ્રાવકનું સ્વરૂપ नामाई चउभेओ सड्ढो भावेण इत्थ अहिगारो। तिविहो अभावसड्ढो दंसण-वय उत्तरगुणेहिं ||४|| (छाया-नामादिश्चतुर्भेदः श्राद्धो भावेनात्राधिकारः | त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत-उत्तरगुणैश्च ||४||) શ્રાવક ચાર પ્રકારના છે. ૧. નામશ્રાવક, ૨. સ્થાપનાશ્રાવક, ૩. દ્રવ્યશ્રાવક અને ૪. ભાવશ્રાવક. (આ ચાર નિક્ષેપા ગણાય છે.) ૧લો-નામશ્રાવક શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ શ્રાવક' એવા નામને ધારણ કરનારો હોય છે, જેમ કોઈનું ઈશ્વર નામ હોય પણ તે દરિદ્ર હોય તેમ તે નામનિક્ષેપ ગણાય છે. રજો - સ્થાપનાશ્રાવક : કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે પાપાણાદિકની પ્રતિમા કે છબી બનાવી હોય તે સમજવી. અર્થાત્ તેવી પ્રતિમા કે છબીને સ્થાપનાશ્રાવક સમજવા. એ સ્થાપનાનિક્ષેપો ગણાય છે. ૩જો-દ્રવ્યશ્રાવકઃ ભાવ ન હોવા છતાં, શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક કહેવાય છે. જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકા ધર્મની ક્રિયા કરી હતી. દ્રવ્યનિક્ષેપો ગણાય છે. "વેશ્યા દ્વારાં દ્રવ્યકિયા” ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિથી ભેદ નીતિવડે વિના લડાઈએ ચંડપ્રદ્યોત આક્રમણ કરવું છોડી પોતાની નગરીએ ચાલ્યો ગયો. પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગ્યો છે માટે તેને બાંધી પકડી લાવવા ઉદૂર્ઘોષણા કરી. એક વેશ્યાએ રાજાની આ ઉદ્ઘોષણાનો સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયોગી સૂત્રોનો અભ્યાસ કર્યો. અને શ્રાવિકાનો સ્વાંગ સજી શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં ચૈત્યવંદન કરવા બેઠી. ખુબ ભક્તિપૂર્વક સ્તવનોથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે દીઠી. દર્શન કરી નીકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભોજનનું નિમંત્રણ આપ્યું, અને તેનું નામઠામ પૂછયું. કપટનિધાન ગણિકાએ કહ્યું કે, "હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબયોગે થોડા જ વખતમાં તે મૃત્યુ પામ્યો, હું શોક અને દુઃખથી મારા દિવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે આમ ખેદથી માનવભવ ૧ નિક્ષેપ-અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત ઉપચાર કરીને વસ્તુને ઘટાવવી.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy