SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ પ્રથમ દિનકૃત્યપ્રકાશ કેટલાક આચાર્યો એમ કહે છે કે ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય પણ કોઈક કારણથી કે કોઈના આગ્રહથી પુત્રાદિ સંતતિ પાળવા માટે જો કાળ વિલંબ કરવો પડે એમ હોય તો શ્રાવકની અગ્યારમી પ્રતિમા વહે ત્યારે વચલા કાળમાં જો કાંઈપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ લેવાં હોય તો લેવાય છે. जइ किंचिदप्यओअण-मप्पप्पं वा विसेसवत्थु । पच्चक्खेज्ज न दोसो, सयंभूरमणादिमच्छुब्व ||३|| જે કાંઈ અપ્રયોજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનું પચ્ચકખાણ, તેમજ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિત્તા પ્રમુખના ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મચ્છોના માંસનું ભક્ષણ કરવાનું પચ્ચકખાણ જો ત્રિવિધ ત્રિવિધ કરે તો તે કરવાની છૂટ છે. કેમકે, એ વિશેષ પચ્ચખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પ (કરી શકાય). વળી આગમમાં બીજા પણ કેટલાક પ્રકારના શ્રાવકો કહ્યાં છે. શ્રાવકના પ્રકાર ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્રમાં કહ્યું છે કે : चउबिहा समणोवासगा पन्नत्ता तं जहा - १ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सव्वत्तिसमाणे || ૧. માતા-પિતા સમાન, એટલે માતા-પિતા જેમ પુત્ર ઉપર હિતકારી હોય તેમ સાધુ ઉપર હિતકર્તા, ૨. ભાઈ સમાન, એટલે સાધુને ભાઈની જેમ સર્વ કાર્યમાં સહાયક હોય; ૩. મિત્ર સમાન, એટલે મિત્ર જેમ મિત્રથી કંઈપણ અંતર ન રાખે તેમ સાધુથી કંઈપણ અંતર રાખે; અને ૪. શોક્ય સમાન, એટલે શોક્ય જેમ શોકયની સાથે સર્વ વાતે ઈર્ષ્યા જ કર્યા કરે તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર શોધ્યા કરે. વળી પણ પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે : चउबिहा समणोवासगा पन्नत्ता तं जहा १ आयंससमाणे २ पडागासमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥ ૧. દર્પણ સમાન શ્રાવક -"તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ સાર દેખાય" તેમ સાધુનો ઉપદેશ સાંભળી પોતાના ચિત્તમાં ઉતારી લે; ૨. પતાકા સમાન શ્રાવક- તે, જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત સ્થિર ન હોય; ૩. સ્થાણ સમાન શ્રાવક તે ખીલા જેવા, જેમ ખીલો કાઢી ન શકીએ તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં નાખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪. ખટકસમાન એટલે અશુચિ સરખો શ્રાવક-તે, પોતાના કદાગ્રહ રૂપ અશુચિને છોડે નહીં અને ગુરુને દૂ-વચનરૂપ અશુચિથી ખરડે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy