SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૯૧ ક્રિયા અને જ્ઞાન વિષે તે માટે દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવો. સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિત ઉદ્યમ કરવામાં પ્રવૃત્ત થવું, કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી, પણ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેવું છે કે, ક્રિયા જ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભક્ષ્ય અને ભોગને જાણવાથી મનુષ્ય) તેના સુખનો ભોગી થઈ શકતો નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તો પણ નદીમાં જો હાથ હલાવે નહીં તો તે ડૂબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે, એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપાક્ષિક ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુકૂલપાક્ષિક જ હોય ને સમ્યત્વી હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયસ્કરી છે. જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેલું છે કે – અજ્ઞાનથી કર્મક્ષય થાય તે મંડુક(દેડકા)ના ચૂર્ણ સરખો જાણવો. (જેમ કોઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલો છતાં તેના કલેવરનું જો ચૂર્ણ કીધું હોય તો તેમાંથી હજારો દેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્ય જ્ઞાન સહિત ક્રિયા તો મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી.) જેટલાં કર્મ ઘણા ક્રોડો વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (કર્મ) મન-વચન-કાયાની ગુપ્તિવાળો જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણો તપ ફલેશ કરતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણારૂપ અલ્પ ફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમદકાચાર્યની જેમ સમ્યક્રક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. તામલિતાપસ તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે મેં સુખ વૈભવ ખૂબ ખૂબ ભોગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ તે સવારે ઘરનો ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંખના કરી. મૃત્યુ પામી ઈશાનેન્દ્ર થયો. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે તપસમત્વપૂર્વક કર્યું હોત તો અવશ્ય મુક્તિ પામત. (આનો વિસ્તૃત અધિકાર-ભગવતી સૂત્ર-શતક ૩ ઉદેશા-૧. પૂરણ તાપસ પૂરણ તાપસ વિભેલ સંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતો હતો. તે ઋદ્ધિવંત અને
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy