________________
૩૩ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ગ્રંથિ છે. સ્ત્રીએ મલમૂત્રની કયારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંભોગ અનેક જીવોનો ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે, અને ભવોભવ જીવને મોહિત કરી રખડાવનાર છે. આમ છેવટે
સ્થૂલિભદ્ર, નિશ્ચલ રહ્યા. કોશા છેવટે થાકી અને બોલી આપ ધન્ય છો.” કૃતાર્થ છો. કૃતાર્થ છો. નિશ્ચલ છો” તેણે સ્થૂલિભદ્ર પાસે શ્રાવકવ્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધો કે રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષોનો વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.”
ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબોધી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું ખરેખર તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું છે.' ગુરુના આ વચને સિંહની ગુફા, સર્પના બીલ, અને કુવાને કાંઠે ચાતુર્માસ કરી આવેલ મુનિઓના મનને દુભાવ્યું. કારણ કે તેમને ગુરુએ તમે દુષ્કર કાર્ય કર્યું છે' તેમ કહ્યું હતું અને રોજ પર્સ ભોજન કરી કોશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને દુષ્કર દુષ્કરકારક' કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ.
એક દિવસ નંદની પ્રસન્નતા મેળવી તેમની પરવાનગીથી કોઈક રથકાર કોશાને ઘેર આવ્યો, કોશા સ્થૂલિભદ્રના ગુણથી મોહિત હતી. રથકારને વિદ્યાઓ બતાવી કોશાને આકર્ષવાનું મન થયું. તેણે પોતાની વિદ્યાવડે કોશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મૂકી આમ્રફળની લુંબ લાવી વેશ્યાને આપી. કોશાએ પણ તેનો ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સોય રાખી તેના ઉપર પુષ્પ મૂકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બોલી.
આંબાની લુંબ તોડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્ય તો સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહ્યાં છતાં જરા પણ સુબ્ધ ન પામ્યા. વન જંગલ કે એકાંતમાં રહીને તો સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં પર્સ ભોજન ખાઈ સ્ત્રીને સમીપે રહી સંયમ જીવનાર તો શકડાલ નંદન સ્થૂલિભદ્ર એક જ છે.”
કોશાએ કરેલી છૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ટ રથકાર પ્રતિબોધ પામ્યો, કોશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
બીજા ચાતુર્માસનો પ્રસંગ આવ્યો. સિંહ ગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે આ કાર્ય મહા દુષ્કર દુષ્ક છે માટે રહેવા દો.' પણ તેમને તો સ્થૂલભદ્રની સરસાઈ કરવી હતી તેમણે આગ્રહ પકડયો. છેવટે ગુરુએ કહ્યું કે જવું હોય તો ભલે જાઓ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકો.” સિંહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થૂલિભદ્ર જે ચિત્ર શાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કોશાની બેન ઉપકોશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવો કોઈ નિશ્ચલ નથી તેવાં અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ ઓગળી ગયા. તેમને તેમનું તપ, જપ અને સંયમ કષ્ટમય લાયાં અને યૌવન જીવનનો લાભ ઉપકોશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યુ. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યું તમે જાણો છો કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ; તેમણે મુનિપણું છોડયું અને ભર ચોમાસે નેપાળ દેશ જઈ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્નકંબલ મેળવી.