SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસિ પ્રતિક્રમણનો સમય સૂર્યનો અર્થો અસ્ત એ જ જાણવો. રાઈ પ્રતિક્રમણનો કાળ એવી રીતે કહ્યો છે કે :- આચાર્યો આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનો વખત થાય છે. ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે, જેથી દશ પડિલેહણા કરતાં વાર જ સૂર્યોદય થાય, અપવાદમાર્ગથી તો દેવસિ પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી અર્ધી રાત્રી સુધી કરાય છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં તો દેવસી પ્રતિક્રમણ બપોરથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય. વળી કહ્યું છે કે - "રાઈ પ્રતિક્રમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડપોરિસી સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયના છેડે, ચાતુર્માસિક ચોમાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શંકા - પફિખ પ્રતિક્રમણ ચૌદશે કરાય? કે અમાસ-પૂનમે કરાય? ઉત્તર:-ચૌદશે જ કરાય, એમ અમારું કહેવું છે. જો અમાસે તથા પૂનમે પખિ પ્રતિક્રમણ કરાય. તો ચૌદશે તથા પફિખને દિવસે પણ ઉપવાસ કરવાનો કહ્યો છે, તેથી પફિખ આલોયણા પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનનો વિરોધ આવે છે. આગમમાં કહ્યું છે. કે ૧ઠ્ઠમ છઠ્ઠ વક, સંવછર-માસ-પવરવેસુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દ જુદો લીધો નથી. અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં પાક્ષિક જુદો લીધો નથી. તે આ રીતે - વસીસુ ઉપવાસ એ વચન પાક્ષિકચૂર્ણિમાં છે. સોનિ વસીસુ ઉપવાસ રેટ્ટ એ વચન આવશ્યકચૂર્ણિમાં છે. સ્થછઠ્ઠમરને પિવીવીમાસવરિસેત્તિ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. મિડદુસ્લીપિંચમી માસ વગેરે મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાંપવરસ ની વહુ, મારૂં ય પવરવ મુખે ધ્વએ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જો પફિખ અને ચતુર્દશી જુદા હોય તો આગમમાં બે શબ્દ જુદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે પફિખ ચતુર્દશીને દિવસે થાય. અગાઉચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે, એ વાત સર્વસંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથોમાં કહ્યું છે કે-કોઈ પણ આચાર્યે કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેનો જો પ્રતિષેધ ન કર્યો હોય તો બહુમત આચરિત જ સમજવું. તીર્થોદ્ગાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીરનિર્વાણ સંવત નવસો ત્રાણુમાં વર્ષે ચતુર્વિધ શ્રીસંઘે ચૌદશને દિવસે ચોમાસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ ૧. સંવત્સરીએ અટ્ટમ, ચોમાસીએ છઠ્ઠ અને પકખીએ ઉપવાસ કરવો. ૨. આઠમ ચઉદશે ઉપવાસ કરવો. ૩. તે આઠમ ચઉદશે ઉપવાસ કરે. ૪. આઠમે તથા પકડીએ ઉપવાસ, ચોમાસીએ છ8 અને સંવત્સરીએ અઠ્ઠમ કરવો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy