SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ * આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવો. એકાંત શવ્યા વિષે જ સુવું, પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે, અને વેદનો ઉદય પમવો બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમકે - જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ઘીર અને દુર્બળ શરીરવાળો પુરુષ હોય તો પણ તે સ્ત્રી પાસે હોય તો પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે. તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે-એવું ડાહ્યા પુરુષોનું કહેવું છે. માટે મોહનો સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઉંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી. ધર્મની બાબતમાં જ સારાં સ્વપ્ન આવે છે. બીજું સૂતી વખતે શુભભાવના ભાવે તો, સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી તથા કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે, "છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય." એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સીધુએ હણેલા પોસાતી ઉદાયી રાજાનું દષ્ટાંત જાણવું. કામરાગનો વિજય કેવી રીતે કરવો? હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પાછલી રાત્રિએ ઉંઘ ઉડી જાય, - ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. "અશુચિપણું વગેરે" એમાં વગેરે શબ્દ કહ્યો છે, માટે જબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેનો જય કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ સ્થિતિ, અને ધર્મના મનોરથ મનમાં ચિંતવવા. - તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિંદપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિજી મ.એ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે – અરે જીવ! ચામડી, હાકડાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલોના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે? અરે જીવ! - થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર પડેલી જોવામાં આવે, તો તું થયુ કરે છે, અને નાક મરડે છે, એમ છતાં તે મૂર્ખ!તે જ અશુચિ વસ્તુથી ભરેલી સ્ત્રીના શરીરની શા માટે અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થયેલી, ઉત્પન થયેલા કૃમિના જાળથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે, તેથી તને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું વર્ષે તો કામવિકારને સહજમાં જીતાય. કહ્યું છે કે - હે કામદેવ ! હું તારું મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષયસંકલ્પ જ ન કરું કે, જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પોતે નવી પરણેલી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy