SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય ૩૨૭ ભવનપતિમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણિમાલાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. પૂર્ણ મારો જન્મ થયો. અહીં માતાપિતાએ તેનું નામ અરૂણદેવ રાખ્યું. અરૂણદેવ કુમાર ચક્રવર્તી પુત્રની પેઠે પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતો અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યો. તે હજારો વિદ્યાધર કન્યાઓને પરણ્યો અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓના અધિપતિ વિદ્યાધર ચક્રવર્તી રાજા થયો. અને પિતાના રાજ્યનો પણ અધિષ્ઠાતા થયો. એક વખત મણિમંદિર નગરમાં રથયાત્રાનો ઉત્સવ આરંભાયો. સંઘે ગામેગામ આમંત્રણ મોકલ્યાં. આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિનગરમાં પધાર્યા. રથયાત્રાના વરઘોડાનો ઘેર ઘેર સત્કાર થયો. ફરતો ફરતો રથ રાજાના મંદિરે આવ્યો. રાજાએ રથ જોયો અને જૈન શાસનની પ્રભાવનાને અનુમોદવા લાગ્યો. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલા સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા. તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યાં અને તુર્ત મૂચ્છ ખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. થોડીવારે શુદ્ધિ આવતાં તેણે સૌ પ્રથમ તે વૃદ્ધ મુનિને વાંદ્યા. લોકોએ કહ્યું રાજન્! આચાર્યને છોડી આ મુનિને તમે કેમ વાંઘા? રાજાએ પોતાનો પૂર્વભવ વાનરપણાનો કહી બતાવ્યો અને જણાવ્યું કે આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજન્ ! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યા તો માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તો જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબોધ પામ્યો; તેણે પોતાના પુત્ર પદ્મશેખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જોયાં. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિકુર્તી અનુકૂળ ઉપસર્ગ કર્યા. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરનો અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતર્ધાન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી. નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય પૂર્ણ કરી દસમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થકર થઈ મુક્તિપદને વરશે. આ પ્રમાણે દેશાવકાસિક વ્રત ઉપર વાનરજીવ કથા. આચાર પ્રદીપ ગ્રંથના અનુસાર તેમજ ચાર શરણા અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને નમાવવા, અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી 'जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए। आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ||१|| ૧, જો આ રાત્રિમાં આ દેહથી હું જદો થાઉં, તો આ દેહ, અહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધ કરી વોસિરાવું છું.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy