SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ શ્રાદ્ધવિધિ પ્રકરણ પછીથી ખાવાનો; તેમજ દર વર્ષે જે નવાં ફળ-ફૂલ આવે તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો; દરરોજ સોપારી બદામ વિગેરે ફળ ચડાવવાનો), આષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી પર્યુષણ વિગેરે મોટી પર્વણીમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો, નિરંતર, પર્વણીમાં કે વર્ષમાં કેટલીક વાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિક ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો; દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે પ્રભુના જન્મકલ્યાણકાદિકે દેરાસરે મોટા આડંબર મહોત્સવપૂર્વક ધ્વજા ચડાવવાનો; પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટ પ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવાવનો; તેમજ રાત્રિજાગરણ કરવાનો નિરંતર કે ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાનો, ચૂનો ધોળાવવાનો, તથા ચિત્રામણ કરાવવાનો; પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતર કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વ જનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો; પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં અંત્તરાસણ, કટાસણાં(મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદોરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાનો; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરી શાળામાં મૂકવાનો; પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિકથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ ઉદ્ધરવાનો; દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસે પ્રમુખ સ્વાધ્યાય કરવાનો નિરંતર દિવસે નવકારસી પ્રમુખ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચકખાણ કરવાનો; બે ટાઈમના પ્રતિક્રમણ કરવાનો; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ. ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં, તેમાં સાતમા ભોગપભોગ વ્રતમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુનું યથાર્થ જાણપણું રાખવું. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિક સર્વ જાતિના દાણાં, સર્વ જાતિનાં, ફળ, પત્ર, લૂણ, ખારી (ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં), માટી, ખડી, થરમચી, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં, પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે કણ તથા મગ, અડદ, ચણા આદિકની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં; કેમકે, કેટલીકવાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય; પાર વિગેરે દીધા વિનાના ફકત શેકેલા તલ, ઓળા, (પોપટા-લીલા ચણા) પોહોંક, સેકેલી ફળી, પાપડી તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખના વધારવા માટે રાંધેલાં ચીભડાં, કાકડી ૦૧. કેટલાક સ્થળોએ, ગામડાઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy