SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૯૧ ફણસલો, મૂળ, નાળ (વચલી થડની દાંડી) કરમાય એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઈ છે. વળી શાલી પ્રમુખ ધાન્ય માટે તો ભગવતીસૂત્રના છઠા શતકે પાંચમા ઉદ્દેશામાં સચિત્ત-અચિત્તના વિભાગ બતાવતાં એમ કહેલ છે કે : (ભગવંતને શ્રી ગૌતમે પૂછયું કે, "હે ભગવાન્ ! શાલિ, કમોદના ચોખા, કલમશાળી ચોખા, વ્રીહિ એટલે સામાન્યથી સર્વ જાતિના ચોખા, ઘઉં, જવ એટલે નાના જવ, જવજવ એટલે મોટા જવ, એ ધાન્યને કોઠારમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ભરી રાખ્યાં હોય, માંચા ઉપર બાંધી રાખ્યાં હોય, માળા બાંધીને તેમાં ભરી રાખ્યાં હોય, કોઠીમાં ઘાલી કોઠીનાં મુખ લીંપી દીધાં હોય, ચોતરફથી લીપી લીધેલ હોય, ઢાંકણાંથી મજબૂત કીધેલાં હોય, મોહોર કરી મૂક્યાં હોય કે ઉપર નિશાન કીધાં હોય, એવાં સંચય કરી રાખેલાં ધાન્યની યોનિ (ઉગવાની શક્તિ) કેટલા વખત સુધી રહે છે?" (ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, "હે ગૌતમ ! જઘન્યથી ઓછામાં ઓછી) અંતર્મુહૂર્ત (કાચી બે ઘડી વાર) યોનિ રહે, અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી કોઈકમાં યોનિ રહે છે. ત્યારપછી યોનિ કરમાઈ જાય છે, નાશ પામે છે, બીજ અબીજરૂપ બની જાય છે." વળી પૂછે છે કે – अह भंते कलया-मसूर-तिल-मुग्ग-मास-निप्फाव कुलत्थ-अलिसंदग-सइण पलि-मंथग-माइण एएसिणं-धन्नाणं अहा सालीणं तहा एयाणवि णवरं पंच संवच्छराई सेसं तं चेव ।। પ્રશ્ન:- "હે ભગવન્! વટાણા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ચણા એટલાં ધાન્યને પૂર્વોક્ત રીતે રાખી મૂકયાં હોય તો કેટલો કાળ તેઓની યોનિ રહે છે?" ઉત્તરઃ- જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી રહે છે. ત્યારપછી પૂર્વોક્તવત્ અચિત્ત થઈ જાય છે. પ્રશ્ન:- હે ભગવન્! અળસી, કુસુંબો, કોદરા, કાંગ, બંટી, રાલો, કોડસગ, શણ, સરસવ, મૂળાનાં બીજ એ વિગેરે ધાન્યની યોનિ કેટલાં વર્ષ રહે છે? ઉત્તર:- હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે રહે તો સાત વર્ષ સુધી યોનિ સચિત્ત રહે છે. ત્યારપછી બીજ અબીજરૂપ થાય છે. (આ વિષયમાં પૂર્વાચાર્યોએ પણ ઉપર પ્રમાણેના જ અર્થની ત્રણ ગાથાઓ બનાવેલી છે.) કપાસના બીજ (કપાસીયા) ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. એ માટે બૃહત્કલ્પના ભાગ્યમાં લખેલ છે કે, તેડુ તિવારિસાયં નિષ્ક્રતિ સેતુ ત્રિવર્ણાતીત વિધ્વસ્તયોનિમેવ પ્રદીતું ન્યતે | સેતુ: कर्पास इति तवृत्तौ ।। ૦ પ્રાકત કલાય શબ્દનો પર્યાય લખનાર શ્રાદ્ધવિધિના ટીકાકારે 'ત્રિપુટ' એવો પર્યાય લખ્યો છે. એનો અર્થ મક્કાઈ થાય છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy