SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે. લવણાદિ’ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાલ, મણસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સો યોજન ઉપરાંતથી આવી હોય તો અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચાર્ણ છે. પીપર, હરડે વિગેરે આચાર્ણ અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચીર્ણ છે. સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા (બદલાવા)નાં કારણ. . आरुहणे ओलहणे, निसिअण गोणाईणं च गाउन्हा । भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ||१|| ગાડાં ઉપર કે પોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરીયાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા-બેસવાથી તેમજ તે પોઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારનો વિચ્છેદ થવાથી તે કરીયાણા રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું) થાય છે. જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારનાં હોય છે. ૧. સ્વકાયશસ્ત્ર, ૨. પરકાયશસ્ત્ર, ૩. ઉભયકાયશસ્ત્ર. સ્વકાયશસ્ત્ર : જેમકે - ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર, પરકાયશસ્ત્ર-જેમકે, પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણી. ઉભયકાય શસ્ત્ર-જેમકે, માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે : उप्पल पउमाई पुण, उन्हें दिन्नाइं जाम न धरंति, मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुंति ||१|| मगदंति अ पुष्फाई उदयेच्छूढाई जाम न धरंति; उप्पल पउमाइ पुण, उदयेच्छूढाई चिरं हुंति ||२|| ઉત્પલ કમળ ઉદયનિય હોવાથી એક પ્રહર માત્ર પણ આત૫ (તડકા)ને સહન કરી શકતાં નથી કિંતુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો મચકુંદ, જાઈનાં ફૂલ ઉષ્ણયોનિય હોવાથી આતપમાં ઘણી વાર રહી શકે છે (સચિત્ત રહે છે.) મોગરાનાં ફૂલ પાણીમાં નાખ્યાં હોય તો પ્રહર માત્ર પણ રહેતાં નથી, કરમાઈ જાય છે. ઉત્પલકમલ (નીલકમળ, પદ્મકમળ (ચંદ્રવિકાસી) પાણીમાં નાખ્યાં હોય તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતાં નથી.) લખેલ છે કે : पत्ताणं पुष्फाणंसरडुफलाणं तहेव हरिआणं। बिटमि मिलाणंमि नायव्वं जीव विप्पजढं || પત્રનાં, પુષ્પનાં સરડફળ (જેની કાતલી, ગોટલી, છાલ, કઠણ બંધાણી ન હોય એવાં ફળ)નાં તેમજ વત્થલા પ્રમુખ સર્વ ભાજીઓનાં અને સામાન્યથી સર્વ વનસ્પતિઓનાં બીટ (ડાળમાંથી ઊગતો
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy