________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આ અસાર સંસારના દારિદ્રયને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાનવડે દુર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં-સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળ માંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા મોક્ષહેતુક દુસ્તપ તપને નિઃસ્પૃહ મનવડે તપીને, (ધર્મવી૨) ત્રણ પ્રકારના 'વીરયશ’ને ધારણ કરનાર ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો.
"વીરજિન” પદથી એઓ ચાર મૂલાતિશય-૧. અપાયાપગમ અતિશય (જેનાથી ઈતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે.) ૨. જ્ઞાનાતિશય-ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩. પૂજાતિશય-દેવેન્દ્રોને પણ પૂજવા યોગ્ય અને ૪. વચનાતિશય (વાણી) જીવો સ્વ-ભાષામા સમજી શકે ઈત્યાદિ ગુણવાળી ઉત્તમ એવી વાણીયુક્ત છે, એમ જણાવ્યું છે.
આ ગ્રંથમાં જે જે દ્વારોનું વર્ણન કરવાનું છે, તેનાં નામ. दिणरत्तिपव्वचउमासिगवच्छर जम्मकिच्चिदाराई । सड्डाणणुग्गहठ्ठा, ‘सड्ढविहिए' भणिज्जंति ||२|| दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि ।
૩
श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ||२||
૧. દિન-નૃત્ય, ૨. રાત્રિ-નૃત્ય, ૩. પર્વ-કૃત્ય, ૪. ચાતુર્માસિક-કૃત્ય, ૫. વાર્ષિક-કૃત્ય, ૬. જન્મ-કૃત્ય : એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ "શ્રાવકવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. (ઉપરની) પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧, વિદ્યા, ૨. રાજ્ય અને ૩ ધર્મ, એ ત્રણે, યોગ્ય (મનુષ્ય)ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ યોગ્ય કોણ હોઈ શકે તે જણાવે છે.
सड्ढत्तणस्स जुग्गो भद्दगपगई विसेसनिउणमई । नयमग्गरई तह दढनिअवयणठिई विणिदिदट्ठो ||३||
श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृतिः विशेष निपुणमतिः । न्यायमार्गरतिस्तथा द्रढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ||३||
૧. ભદ્રક પ્રવૃત્તિ, ૨. વિશેષ નિપૂણમતિ, ૩. ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪. દૃઢ નિજપ્રતિજ્ઞ સ્થિતિ-આવા ચારે ગુણયુક્ત હોય તેને શ્રાવકધર્મને યોગ્ય સર્વજ્ઞોએ જણાવ્યો છે. ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર માધ્યસ્થભાવ ધારણ કરવાનો ગુણ કહ્યું છે કે –
(આર્યાવૃત્તમ) तो दुट्ठो मूढो पुव्ववुग्गाहिओ अ चत्तारि ।
धम्माणारिहा अरिहो पुण होइ मज्झत्थो ||१||