SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર શ્રાદ્ધવિધિ પ્રકરણ ગુણી તથા પુત્ર વિનાની પોતાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને મોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે- પુરુષે બ્રહ્મમુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થનો વિચાર કરવો. સૂર્યને ઊગતાં તથા આથમતાં કોઈ વખતે પણ ન જોવો. પુરુષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઈ હરકત હોય તો ગમે તે દિશાએ મુખ કરીને મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદના કરવી, તેમજ ભોજન કરવું. હે રાજા ! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો, કારણ કે તે હોય તો જ ધર્મ વગેરે થાય છે. જેટલો ધનનો લાભ હોય તેનો ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પોષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, આરિસામાં મુખ જોવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરથી આઘે જઈ મળ-મૂત્ર કરવું, પગ ધોવા, તથા એંઠવાડનાંખવો. જે પુરુષ માટીના ગાંગડા ભાંગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે તે આ લોકમાં લાંબું આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું તથા નગ્ન થઈને નહાવું, નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એઠા હાથ વિગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એઠા હાથ મસ્તકે ન લગાડવા. માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય વિના શીખામણને અર્થે કોઈને તાડના પણ ન કરવી. પુરુષોએ કોઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રિએ હાવું સારું નથી, તથા ભોજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન જાવું. ગુરુનો દોષ ન કહેવો, ગુરુ ક્રોધ કરે તો તેમને પ્રસન્ન કરવા તથા બીજા લોકો આપણા ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં. હે ભારત ગુરુ, સતી સ્ત્રીઓ, ધર્મી પુરુષો તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈપણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત થયેલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કરવો, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લોકોની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં, તથા એકલા મુસાફરી કરવી નહીં. હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા અગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવળી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy