________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૭. વૃદ્ધાનુગ - વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે પ્રવર્તક (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તનાર); ૧૮. વિનીત – ગુણીનું બહુમાન ક૨ના૨; ૧૯. કૃતજ્ઞ - કર્યા ગુણને ભૂલે નહીં એવો; ૨૦. પરહિતાર્થકારી – નિઃસ્પૃહપણે પર (પારકાના) હિતનો કર્તા; ૨૧. લબ્ધલક્ષ - ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો (સર્વ (ધર્મ) કાર્યમાં સાવધાન હોય).
૧૦
આ પૃમાણે એકવીસ ગુણો અન્ય શાસ્ત્રો (બીજાં પ્રકરણોમાં) વર્ણવેલા છે, પરંતુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણો ગ્રહણ કર્યા છે તેમાં ઘણું કરીને સર્વ ગુણોનો સમાવેશ થઈ શકે છે. તે આ રીતે ઃ
પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં :- ૧. અતુચ્છ(અક્ષુદ્ર)પણું, ૨. પ્રકૃતિસૌમ્ય, ૩. અક્રૂરત્વ, ૪. સદાક્ષિણત્વ, પ. દયાળુત્વ, ૬. મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિત્ત્વ, ૭. વૃદ્ધાનુગત્વ, ૮. વિનીતત્ત્વ, એમ આઠ. બીજા વિશેષ નિપુણમતિગુણમાં – ૯. રૂપવંતપણું, ૧૦. સુદીર્ઘદર્શિત્વ, ૧૧. વિશેષત્વ, ૧૨. કૃતજ્ઞત્વ, ૧૩. પરહિતાર્થકૃતત્વ, ૧૪. લબ્ધલક્ષત્વ, એમ છ. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં - ૧૫ ભીરુત્વ, ૧૬. અશઠત્વ, ૧૭. લજ્જાળુત્વ, ૧૮. ગુણરાગિત્વ, ૧૯. સત્કથત્વ એમ પાંચ ચોથા દૃઢ–નિજવચન સ્થિતિ ગુણમાં – ૨૦. લોકપ્રિયત્વ, ૨૧, સુપક્ષયુક્તત્વ, એમ બે.
=
એ પ્રકારે એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે.૧
૧. પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણોમાં બધા ગુણો સમાવ્યા હોય એમ લાગે છે.
આ ચાર ગુણોમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ ગુણ વિનાનો પુરુષ હઠીલો, મૂર્ખ અને અન્યાયી હોય છે. તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને રચોથા ગુણ વિનાનો માણસ તો ધર્મને અંગીકાર કરે ખરો, પણ (જેમ ધૂર્તની મૈત્રી) ગ્રંથિલ (ગાંડા) બનેલા માણસનો સુવેષ (સારાં વસ્ત્રો) અને વાનરના ગળામાં મોતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે થોડા જ વખતમાં પાછો ધર્મભ્રષ્ટ થઈ જાય છે.
જેમ સારી સુધારેલી (લીસી) ભીંત ઉપર ચિત્ર, દૃઢપીઠ (મજબૂત પાયો) ઉપર બાંધેલું ધર અને સારી રીતે ઘડાયેલ સોના વચ્ચે જડેલું માણેક ઘણો સમય ટકી શકે છે, તેમ દૃઢ ગુણયક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાવજ્જીવ ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત પુરુષ શ્રાવક ધર્મ (સમ્યક્ત્વાદિ)ના અધિકારી (યોગ્ય) છે. સમ્યગ્દર્શનાદિ શ્રાવકધર્મ ચુલ્લકાદિ૩ દશ દૃષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યોગથી પામી શકાય છે, પણ તેનો જીવન પર્યંત નિર્વાહ તો શુકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યો હતો તેમ કરવો તે અત્યંત આવશ્યક હોવાથી તેમનું તમામ વૃત્તાંત અહીંયા બતાવે છે.
૧. ત્રણ ગુણ -૧. ભદ્રક પ્રકૃતિ ૨, વિશેષ નિપુણમતિ, ૩. ન્યાયમાર્ગમાં રતિ. ૨. દૃઢપ્રતિજ્ઞ. ૩. (૧) ચુલ્લક (૨) પાસા (૩) ધાન્ય (૪) દ્યૂત (૫) રત્ન (૬) સ્વપ્ન (૭) ચક્ર (૮) કૂર્મ (૯) યુગ અને (૧૦) પરમાણુ આ દશ દેષ્ટાન્તે મનુષ્યભવ વગેરે દુર્લભ કહેલ છે.
૧. પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણોમાં બધા ગુણો સમાવ્યા હોય એમ લાગે છે.